CIA ALERT

Alert Archives - Page 292 of 521 - CIA Live

February 1, 2020
sensex.jpg
1min4750

બજેટની દરખાસ્તોથી નારાજ રોકાણકારોએ રિયલ્ટી, મેટલ, પાવર, કેપિટલ ગૂડ્ઝ, ઓટો અને બેન્ક શેરોમાં આક્રમક વેચવાલી કરતાં BSE સેન્સેક્સ આજે 988 પોઈન્ટ્સ તૂટ્યો હતો.

બજેટમાં આવકવેરામાં શરતી રાહત અને ડિવિડંડ ડિસ્ટ્રીબ્યૂશન ટેક્સ નાબૂદ કરવા સહિતની જાહેરાત છતાં શેરબજારમાં નિરાશાના માહોલ જોવા મળ્યો હતો. રાજકોષીય ખાધનો અંદાજ વધવાને કારણે બજાર વધુ ગગડ્યું હતું.

દિવસ દરમિયાન BSE સેન્સેક્સ ઉપરમાં 40,905.78 અને નીચામાં 39,631.24 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ 987.96 પોઈન્ટ્સ અથવા 2.43 ટકા ગગડીને 39,735.53 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ ઉપરમાં 12,017.35 અને નીચામાં 11,633.30 પોઈન્ટ્સ વચ્ચે અથડાયા બાદ 318.30 પોઈન્ટ્સ અથવા 2.66 ટકા તૂટીને 11,643.80 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 2.21 ટકા અને 2.20 ટકા ઘટીને બંધ રહ્યા હતા.

આજે IT અને ટેકનો સિવાયના તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ રેડ ઝોનમાં બંધ રહ્યા હતા.

આજે ઘટેલા મુખ્ય શેરોમાં ITC 6.97 ટકા, LT 5.98 ટકા, HDFC 5.87 ટકા, SBI 4.83 ટકા, ONGC 4.18 ટકા, ICICI બેન્ક 4.01 ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક 3.81 ટકા, M&M 3.50 ટકાનો સમાવેશ થાય છે.

આજે વધેલા મુખ્ય શેરોમાં TCS 4.13 ટકા, હિન્દુસ્તાન યૂનિલિવર 1.94 ટકા, નેસ્સે ઈન્ડિયા 1.68 ટકા, ટેક મહિન્દ્રા 1.52 ટકા, ઈન્ફોસિસ 0.50 ટકા અને ભારતી એરટેલ 0.13 ટકાનો સમાવેશ થાય છે.

February 1, 2020
income_tax-1280x853.jpg
1min4940

બજેટ 2020માં સરકારે આસા પ્રમાણે જ મિડલ ક્લાસના કરદાતાઓને મોટી રાહત આપવામાં આવી છે. નવા સ્લેબની જાહેરાત કરતાં નાણાંમંત્રીએ પાંચ લાખ રૂપિયા સુધીની આયને ટેક્સ ફ્રી કરી દીધી છે.

નવી ટેક્સ સ્લેબ પ્રમાણે,
1. 5 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતાં કરદાતાઓને હવે કોઇપણ ટેક્સ પેમેન્ટ કરવાનું નહીં હોય, જૂની વ્યવસ્થામાં આ રકમ 2.5 લાખ રૂપિયા હતી.

2. 5થી 7.5 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર 10 ટકા કર ચૂકવવું પડશે.

3. 7.5 લાખ રૂપિયાથી 10 લાખ રૂપિયાની કમાણી પર 15 ટકા ટેક્સ પે કરવાનું રહેશે. જૂની વ્યવસ્થામાં આ કરનો દર 20 ટકા હતો.

4. 10 લાખ રૂપિયાથી 12.5 લાખ રૂપિયાની વાર્ષિક આવક ધરાવારાને નવી ટેક્સ વ્યવસ્થામાં 20 ટકાનું પેમેન્ટ કરવાનું રહેશે, જે પહેલા 30 ટકા હતું.

5. 12.5 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર હવે 25 ટકા પેમેન્ટ કરવાનું રહેશે.

ઇનકમ ટેક્સના જૂના સ્લેબમાં જ્યાં 2.5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર કોઇ ટેક્સ આપવો પડતો ન હતો, તો 2.5-5 લાખ રૂપિયાની આવક પર 5 ટકા કર આપવો પડે છે. 5-10 લાખ રૂપિયાના ટેક્સ સ્લેબ પર 20 ટકા, જ્યારે 20 લાખ રૂપિયાથી બે કરોડ રૂપિયાની વાર્ષિક આવક ધરાવનારા વ્યક્તિને 30 ટકા કર આપવું પડે છે. 2 કરોડથી વધારે કમાણી કરનારા વ્યક્તિને 35 ટકા ટેક્સ ભરવું પડે છે.

નોંધનીય છે કે પેનલ ડાયરેક્ટર ટેક્સ કોડએ ટેક્સ સ્લેબનો વિસ્તાર વધારવાની ભલામણ કરી હતી. ગયા બજેટમાં ઇનકમ ટેક્સમાં કોઇપણ બદલાવની ભલામણ કરવામાં આવી ન હતી. જો કે, 5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવનારા ટેક્સપેયર્સને 12,500 રૂપિયાનું રિબેટ આપવામાં આવ્યું હતું. 2019-20 માટે સ્ટાન્ડર્ડ ડિડક્શનની રકમ 50,000 રૂપિયા રાખવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે બજેટમાં કરવામાં આવેલી આ જાહેરાતોથી સરકારને ઉપભોક્તા માંગ અને નિવેશને પ્રોત્સાહન આપવામાં મદદ મળશે. માંગ અને નિવેશમાં ઘટાડાને કારણે ભારતીય અર્થવ્યવસ્થાને ખૂબ જ ખરાબ સમયનો સામનો કરવો પડ્યો. જુલાઇ-સપ્ટેમ્બર ત્રૈમાસિકમાં ભારતીય અર્થવ્યવસ્થાની ગ્રોથ રેટ ઘટીને 4.5 ટકા થઈ ગઈ છે.

નબળાં આર્થિક પરિદ્રશ્યને કારણે કેટલા આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સીઓ ભારતના ગ્રોથ રેટમાં કાપ મૂકી ચૂકી છે. આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF)એ ચાલું નાણાંકીય વર્ષ માટે ભારતના ગ્રોથ રેટને 5.8 ટકાથી ઘટાડીને 4.8 ટકા કરી દીધું છે.

February 1, 2020
budget_team.jpg
1min5380

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળમાં બીજા બજેટને લોકસભામાં રજૂ કર્યું. નાણાંમંત્રી બજેટ ભાષણ વાંચવા માટે હળદર જેવા પીળા કલરની સાડીમાં પહોંચ્યા. તેમણે કહ્યું કે આ બજેટ સામાન્ય માનવીની આવકને સુનિશ્ચિત કરવા તેમ જ તેમની ક્રય શક્તિને વધારવા પ્રત્યે સંકલ્પિત છે. કેન્દ્રીય નાણાંમંત્રીએ જીએસટીના શિલ્પકાર દિવંગત અરૂણ જેટલીને પણ શ્રદ્ધાંજલિ આપી. આવો સંક્ષેપમાં જાણીએ બજેટની મોટી વાતો…

ટેક્સ સ્લેબમાં મોટો સુધાર
કેન્દ્રીય નાણાંમંત્રીએ જણાવ્યું કે હવે ટેક્સ સ્લેબ્સ ચાર ભાગમાં વહેંચવામાં આવ્યો છે. પાંચ લાખથી સાડાસાત લાખ સુધીની આવક પર 10 ટકા કર આપવો પડશે જે પહેલા 20 ટકા હતો. સાડાસાત લાખથી 10 લાખ સુધીની આવક પર 15 ટકાના દરે કર આપવું પડશે જે પહેલા 20 ટકાના દરે લાગતું હતું, 10 લાખથી સાડા 12 લાખ સુધીની આવક પર 20 ટકાના દરે ટેક્સ લાગશે જે પહેલા 30 ટકાના દરે વસૂલવામાં આવતું. એટલું જ નહીં સાડા 12 લાખથી 15 લાખ સુધીની આવક પર 25 ટકાના દરે કર લાગશે જે પહેલા 30 ટકા લાગતું હતું. 15 લાખ રૂપિયાથી વધારેની આવક પર પહેલાની જેમ જ 30 ટકાના દરે ટેક્સ આપવું પડશે. એટલું જ નહીં જો કરદાતા આયકર અધિનિયમ હેઠળ મળતી કેટલીક કર છૂટ ન લે તો 15 લાખ રૂપિયા સુધીની આવક ધરાવનારાને પહેલા કરતાં ઓછા દરે ટેક્સ આપવું પડશે.

જીએસટીની નવી વ્યવસ્થા પહેલી એપ્રિલથી
કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે એક એપ્રિલ 2020થી જીએસટીની નવી સરળ રિટર્ન વ્યવસ્થા લાગૂ થશે. તેમણે જણાવ્યું કે છેલ્લા બે વર્ષમાં જીએસટીમાં બે લાખ નવા કરદાતા જોડાયા અને 40 કરોડ રિટર્ન ફાઇલ થયા.

LICનો અમુક ભાગ વેંચશે સરકાર
કેન્દ્રીય નાણાંમંત્રીએ જાહેર કર્યું કે વિનિવેશ પ્રક્રિયાને આગળ વધારતા સરકાર લાઇફ ઇન્શ્યોરન્સ કૉર્પોરેશન (LIC)નો અમુક હિસ્સો વેંચશે. એટલું જ નહીં IDBI બેન્ક્માં પણ ભાગીદારી વેંચવામાં આવશે. LICનો આઇપીઓ જાહેર કરવામાં આવશે. જો કે, તેમણે એ નથી જણાવ્યું કે સરકાર એલઆઇસીનો કેટલો ભાગ વેંચશે. આ ઘોષણા પછી વિપક્ષે હંગામાં સાથે વિરોધ કર્યો.

બેન્ક ડિપોઝિટ પર મોટી જાહેરાત
સીતારમણે ગ્રાહકોના બેન્ક ડિપોઝિટને લઈને પણ મોટી જાહેરાત કરી. તેમણે કહ્યું કે હવે બેન્ક જમા રકમ પર ગ્રાહકોને પાંચ લાખ રૂપિયા સુધીની ગેરન્ટિ મળશે એટલે કે બેન્કના ડૂબી ગયા પછી પણ તમારા પાંચ લાખ રૂપિયા એકદમ સુરક્ષિત રહેશે.

દેશભરમાં લાગશે પ્રીપેડ મીટર
કેન્દ્રીય નાણાંમંત્રીએ દેશભરમાં વીજળીના મીટરોને પણ બદલવાની વાત કરી. તેમણે કહ્યું કે આગામી સમયમાં દેશભરમાં પ્રીપેડ મીટર લગાવવામાં આવશે.

ખેડૂતોને બેગણી આવકનું લક્ષ્ય
કેન્દ્રીય નાણાંમંત્રીએ જણાવ્યું કે સરકાર વર્ષ 2022 સુધી ખેડૂતોની આવક બેગણી કરવાનું લક્ષ્યને લઈને પ્રતિબદ્ધ છે. સરકાર 20 લાખ ખેડૂતોને સોલાર પંપ લગાડવામાં આર્થિક મદદ આપશે. જળસંકટથી પ્રભાવિત 100 જિલ્લા માટે વિસ્તૃત યોજના લાવવામાં આવશે.

બજેટ ત્રણ વાતો પર આધારિત
તેમણે જણાવ્યું કે નાણાંકીય વર્ષ એટલે કે 2020-21નું બજેટ મુખ્યત્વે ત્રણ વાતો ‘આકાંક્ષી ભારત, બધાં માટે આર્થિક વિકાસ કરનારું ભારત અને બધાંનું ધ્યાન રાખનારા સમાજ ભારત પર કેન્દ્રિત છે.’

રેલવેમાં આ એલાન

1,150 ટ્રેઇન્સ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપના મોડલ પર દોડતી કરાશે. તેજસ જેવી વધુ ટ્રેઇન્સ લોન્ચ કરીને સહેલાણી સ્થળો પરની કનેક્ટીવિટી વધારાશે. મુંબઇ અને અમદાવાદ વચ્ચે હાઇ સ્પીડ ટ્રેઇન ના પ્રોજેક્ટને વધુ ગતિથી અનુસરાશે. રેલ્વે ટ્રેક્સની આસપાસની જમીન રેલ્વેની માલિકીની હશે ત્યાં મોટી સોલર પેનલ્સ લાગુ કરાશે. સરકાર 11,000 ટ્રેક્સનું ઇલેક્ટ્રિફિકેશનનું લક્ષ્ય પણ ધરાવે છે. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપના મૉડલને આધારે 4 સ્ટેશનનું રિ-ડેવલપેન્ટ કરવામાં આવશે. વિવિધ રેલ્વે સ્ટેશન્સ પર 550 વાઇ-ફાઇ ફેસિલિટી કમિશન કરાશે. વડાપ્રધાને પહેલાં પણ પોતે રેલ્વેના માળખાને પોતે વિકાસનું એન્જિન બનાવવા માગે છે તેવું અનેક વાર કહ્યું છે. કેન્દ્ર સરકારનું ફોકસ હંમેશાથી ઇન્ફ્રા સ્ટ્રક્ચર પર રહ્યું છે.

સ્વાસ્થ્ય સેક્ટર માટે માટી જાહેરાત
કેન્દ્રીય નાણાંમંત્રીએ જણાવ્યું કે સ્વાસ્થ્ય ક્ષેત્ર માટે 69 હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આમાં પીએમ જન આરોગ્ય યોજના માટે 6400 કરોડ રૂપિયાનું પ્રસ્તાવ છે. મિશન ઇન્દ્રધનુષનો વિસ્તાક વધારીને તેમાં 12 બીમારીઓ સામેલ કરી લેવામાં આવી છે. જેમાં પાંચ વેક્સીન પણ જોડવામાં આવી છે. આયુષ્માન ભારતના લાભાર્થિઓ માટે ટિયર-2 અને ટિયર-3 શહેરોમાં પીપીપી મોડ પર હૉસ્પિટલ બનાવવામાં આવશે. પહેલા ચરણમાં 112 જિલ્લાથી આની શરૂઆત થશે. મેડિકલ ઉપકરણો પર જે કર લગાડવામાં આવે છે તે જ રકમથી આ હૉસ્પિટલોનું નિર્માણ કરાવવામાં આવશે. નાણાંકીય વર્ષ 2020-21માં સ્વચ્છ ભારત મિશન માટે 12,300 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. સરકારે વર્ષ 2025 સુધી ટીબીની બીમારીને સંપૂર્ણપણે ખતમ કરવાનું લક્ષ્ય સેવ્યું છે. જળ જીવન મિશન માટે 3.6 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

50 ઉચ્ચ શિક્ષણ સંસ્થાન શરૂ થશે
નાણાંમંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે જલ્દી નવી શિક્ષા નીતિની જાહેરાત કરવામાં આવશે. માર્ચ 2021 સુધી 150 ઉચ્ચ શિક્ષણ સંસ્થાન શરૂ થઈ જશે જેમાં સ્કિલ્ડ પ્રશિક્ષણ આપવામાં આવશે. ક્વૉલિટી એજ્યુકેશન માટે ડિગ્રીવાળી ઑનલાઇન યોજનાઓ શરૂ કરવામાં આવશે. એટલું જ નગીં તેમણે નેશનલ પોલીસ યૂનિવર્સિટી અને નેશનલ ફૉરેન્સિંક સાયન્સ યૂનિવર્સિટીના પ્રસ્તાવ વિશે પણ જણાવ્યું. તેમણે જણાવ્યું કે ડૉક્ટરોની ઓછપ દૂર કરવા માટે જિલ્લા હૉસ્પિટલની સાથે મેડિકલ કૉલેજ બનશે. બજેટમાં શિક્ષણ માટે 99300 કરોડ જ્યારે સ્કિલ ડેવલપમેન્ટ માટે 3000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

February 1, 2020
airlift1.jpg
1min4660

ભારત સરકાર દ્વારા કોરોના વાયરસની ચપેટમાં આવેલા ચીનથી ભારતીયોને પરત લાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં આજે સવારે ચીનથી 324 ભારતીયોને એરલિફ્ટ કરીને દિલ્હી લાવવામાં આવ્યા છે. વુહાન, હુબેઈ જેવા શહેરોમાં કોરોના વાયરસથી પીડિત લોકોની સંખ્યા સૌથી વધુ છે. ચીનમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી 259 લોકોના મોત થઈ ગયા છે અને 10,000થી વધારે કેસ સામે આવ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ કોરોનાને ગ્લોબલ ઈમર્જન્સી જાહેર કર્યો છે.

ચીનથી ભારતીયો પરત ફરે તે પહેલાથી જ ભારતીય સેના દ્વારા ખાસ વ્યવસ્થા ઉભી કરી દેવામાં આવી છે. ભારતીયોને લાવવા માટે ચીન ગયેલું એર ઈન્ડિયાનું પ્લેન શુક્રવારે સાંજે લેન્ડ કરી ગયું હતું.

આઈટીબીપીએ પણ દિલ્હીમાં એવી વ્યવસ્થા કરી છે, જ્યાં 600 લોકોનો ઈલાજ, દેખભાળ માટે અલગ બેડની વ્યવસ્થા રહેશે. સેનાએ હરિયાણાના માનેસરમાં એક કેન્દ્ર બનાવ્યું છે, જ્યાં ચીનથી આવેલા લોકોને નજર હેઠળ રખાશે. પહેલા યાત્રીઓની એરપોર્ટ પર તપાસ કરાશે, તે પછી તેમને માનેસર કેન્દ્ર લાવવામાં આવશે. જો કોઈ કોરોના વાયરસગ્રસ્ત હોવાની આશંકા હશે તેમને દિલ્હી કેન્ટ સ્થિત હોસ્પિટલમાં બનાવેલા અલગ વોર્ટમાં શિફ્ટ કરવામાં આવશે.

હુબેઈમાં કોરોના વાયરસની અસર સૌથી વધારે જોવા મળી રહી છે. વુહાન આ હુબેઈની રાજધાની છે. અહીં કેન્દ્ર છે જેને સત્તાવાર રીતે 2019-એનસીઓવી નામથી ઓળખાય છે. હુબેઈમાં લગભગ 700 ભારતીયો રહે છે. તેમાં મોટાભાગે મેડિકલના વિદ્યાર્થીઓ અને રિસર્ચ સ્કોલર છે જે ભારતની યુનિવર્સિટીઓમાંથી ત્યાં અભ્યાસ માટે ગયા છે.

February 1, 2020
banking_strike.jpg
1min4840

વેતન સુધારણાની માગ સાથે આજથી શરૂ થયેલી બે દિવસીય બેન્ક હડતાલમાં દેશભરમાં કરોડો રૂપિયાનાં વ્યવહારો ખોરવાયા હતાં.

મુંબઈ, ચેન્નઈ અને દિલ્હીની ક્લિયરિંગ ગ્રીડમાં કુલ મળીને 23000 કરોડ રૂપિયાનાં 31 લાખ ચેક તા.31મી જાન્યુઆરી 2020ના રોજની હડતાલનાં કારણે ક્લિયર થઈ શક્યા નહોતાં.’

ઓલ ઈન્ડિયા બેન્ક એમ્પ્લોઈઝ એસો.(એઆઈબીઈએ)નાં મહામંત્રી સી.એચ.વેંકટચલમનાં જણાવ્યા પ્રમાણે દેશભરમાંથી મળી રહેલા અહેવાલ અનુસાર તામિળનાડુ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગણ, પશ્ચિમબંગાળ, યુપી, એમપી, પંજાબ, દિલ્હી, ગુજરાત, કર્ણાટક, કેરળ અને બિહાર જેવા મુખ્ય રાજ્યો સહિતનાં દેશમાં બેન્કની કામગીરી વ્યાપકપણ ખોરવાઈ છે.

નવ બેન્ક કર્મચારી સંગઠનનાં મહામંડળ યુનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સ (યુએફબીયુ) દ્વારા આજે સંસદમાં આર્થિક સર્વે અને આજરોજ તા.1લી ફેબ્રુઆરી 2020ને શનિવારે ભારતીય સંસદમાં બજેટ રજૂ થવાનું છે ત્યારે આ હડતાલ કમનસીબ બાબત છે.

વેતનવૃદ્ધિ મુદ્દે સરકાર સાથે વાટાઘાટમાં માગણીઓનો કોઈ ઉકેલ નહીં આવતાં આ હડતાલનું એલાન આપવામાં આવ્યું હતું. હજી આજે શનિવાર તા.1લી ફેબ્રુઆરીએ પણ બેન્કો બંધ રહેશે અને પછી રવિવાર હોવાથી બેન્ક રજા રહેશે. આમ હવે આજથી એટીએમનાં વ્યવહારોમાં પણ હડતાલની વિપરિત અસરો વર્તાવા લાગે તેવી આશંકા છે.

January 31, 2020
corona-1.jpg
2min7730

કોરોના કહેર : 231ના મોત : 9692 કેસ : 1600 ક્રિટીકલ : 22 દેશોમાં પહોંચી ચૂક્યો છે વાઇરસ

ચીનમાં 212 લોકોને મોતને ઘાટ ઉતારનાર સૌથી ખતરનાક મનાતા જીવલેણ કોરોના વાઇરસ પર રાઉન્ડ ધ ક્લોક વોચ રાખી રહેલી સંસ્થા (ડબલ્યુ.એચ.ઓ.) વર્લ્ડ હેલ્થ ઓર્ગોનાઈઝેશને આખરે તા.30મી જાન્યુઆરીને ગુરુવારે કોરોના વાયરસને ઈન્ટરનેશનલ ઈમરજન્સી જાહેર કરી દીધી છે. કોરોના વાઇરસને પહોંચી વળવા માટે હવે આંતરરાષ્ટ્રીય સ્તર પર કામગીરી થઇ શકે એ માટે કોરોના વાઇરસને ઇન્ટરનેશનલ ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે.

https://twitter.cohttps://twitter.com/WHO/status/1222967082733559808

WHOના ચીફ ટેડ્રોસ એડનમે જણાવ્યું કે, સૌથી મોટી ચિંતા તેવા દેશોમાં વાયરસને ફેલાતા રોકવાની છે જ્યાં સ્વાસ્થ્યને લગતી વ્યવસ્થા ઓછી છે. સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું કે ચીન પર અવિશ્વાસ જેવું કંઈ નથી પરંતુ પ્રયાસ એ છે કે બીજા એવા દેશો જેઓ કોરોના વાયરસમાંથી બહાર આવવા માટે સક્ષમ નથી, તેમની મદદ કરી શકાય.

ટેડ્રોસે જણાવ્યું કે, હાલ પૂરતું યાત્રા કરવા પર તેમજ વેપાર કરવા પર પ્રતિબંધ મૂકાયો છે, જો કે તેની કોઈ જરૂર નથી. આપને જણાવી દઈએ કે, ઘણા દેશો એવા છે જેણે પોતાના નાગરિકોને વુહાન જવા માટે ના પાડી છે. કેટલાક દેશોએ વુહાનથી આવતા લોકો પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે. રશિયાએ ચીનની સાથે પોતાની પૂર્વીય બોર્ડરને પણ બંધ કરી દીધી છે.

ચીનમાં કોરોના વાયરસના કારણે મૃત્યુ પામનારાઓની સંખ્યા 213એ થઇ, 9692 કરતાં વધુ લોકો પીડીત 15,000 દેખરેખ હેઠળ 1600 ક્રિટિકલ કેરમાં

9,692 cases confirmed and 213 dead and 15,000 are under observation. 1600+ under critical condition.

ભારતે ચીનમાં ફસાયેલા ભારતીયોને લાવવા માટે રવાના કર્યું ખાસ પ્લેન

http://cialive.in/special-air-india-plane-ready-to-get-out-indians-trapped-in-wuhan/

January 31, 2020
budget.jpg
1min5720

સરકાર બજેટના એક દિવસ પહેલાં શુક્રવારે 2019-’20 માટેનો આર્થિક સરવે જારી કરશે. બજાર અને નિષ્ણાતો ચાલુ નાણાકીય વર્ષના આર્થિક પ્રદર્શનનો અંદાજ મેળવવા આર્થિક સરવે પર ચાંપતી નજર રાખશે. સરકારના મુખ્ય આર્થિક સલાહકાર (CEA)ની આગેવાનીમાં આર્થિક સરવેનો અહેવાલ તૈયાર કરવામાં આવે છે અને નાણાપ્રધાનની મંજૂરી પછી તે જારી કરાય છે. ક્રિષ્નમૂર્તિ વી સુબ્રમણિયન્ અત્યારના CEA છે.

આર્થિક સરવે 31 જાન્યુઆરીના રોજ સંસદનાં બંને ગૃહોમાં રજૂ કરવામાં આવશે. ત્યાર પછી સુબ્રમણિયન્ પત્રકાર પરિષદને સંબોધશે. જેમાં CEA અને તેમની ટીમ આગામી નાણાકીય વર્ષ માટેની યોજના બાબતે ચર્ચા કરશે. આર્થિક સરવે નાણામંત્રાલયનો વાર્ષિક દસ્તાવેજ છે. તેમાં દેશની આર્થિક પ્રગતિ અને છેલ્લા 12 મહિનાના પડકારોની સમીક્ષા કરાય છે.

ઉપરાંત, સરકારની મહત્ત્વની નીતિઓના પ્રદર્શન અને તેની અસર અંગે પણ માહિતી આપવામાં આવે છે. આર્થિક સરવેમાં મહત્ત્વની રાજકોષીય બાબતો, ફુગાવો,
મેક્રોઇકોનોમિક પરિબળો અને અન્ય આર્થિક પરિબળોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવે છે. તમામ બાબતો અર્થતંત્રની કામગીરીનો નક્કર સંકેત આપે છે. આર્થિક સરવે

હવામાનમાં ફેરફાર, કૃષિ અને રોજગારીની અસર અંગેની વિગતો પણ દર્શાવે છે. ઉલ્લેખનીય છે કે, પહેલી ફેબ્રુઆરીએ નાણાપ્રધાન સીતારામન બજેટ રજૂ કરવાના છે તેના એક દિવસ પહેલાં આર્થિક સરવે રજૂ થશે.

January 31, 2020
indiavsnew.jpg
2min5310

વર્તમાન શ્રેણીમાં અજેય સરસાઈ મેળવવામાં અજમાયશ કરવાના મોકો ઊભા થયા છે, પણ ન્યૂ ઝીલેન્ડ સામે શુક્રવારે અહીં રમાનારી ચોથી ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચમાં ભારત તેની વિજયકૂચમાં કોઈ ઢીલ કરશે નહીં.

મોહમદ શમી અને રોહિત શર્માએ ભારતને બુધવારે સીડોન પાર્ક ખાતેની ત્રીજી ટી-૨૦ મેચમાં સુપર ઓવર મારફતે વિજય મેળવી આપી ૩-૦થી સરસાઈ અપાવવા સાથે ન્યૂ ઝીલેન્ડની ભૂમિ પર પ્રથમ વેળા ટી-૨૦ શ્રેણી જિતાડી હતી અને શ્રેણીની છેલ્લી બે મેચ હવે આગામી ત્રણ દિવસના સમયમાં શુક્રવારે વેલિંગ્ટન અને રવિવારે માઇન્ટ મોન્ગેન્યુ ખાતે રમાનાર છે.

બંને ટીમે હેમિલ્ટનથી વેલિંગ્ટન પહોંચવા ગુરુવારે મુસાફરી કરી હતી અને શ્રેણીની આખરી મેચ માટે પણ આવો જ શ્રમભર્યો કાર્યક્રમ હોવાથી ખેલાડીઓને નેટ-પ્રેક્ટિસ કરવાનો મોકો રહેતો નથી.

પાંચ મેચની ટી-૨૦ શ્રેણી ભાગ્યે જ રમાતી હોવાથી તેમાં ભારતની ટીમની વહેલી સફળતાના કારણે હવે બંને ટીમને આગામી ટી-૨૦ વર્લ્ડ કપ માટે કેટલીક અજમાયશ કરવાની પૂરતી તક મળી રહેશે.

આઈ. સી. સી. ટી-૨૦ વર્લ્ડ કપનું ઑસ્ટ્રેલિયામાં ઑક્ટોબર-નવેમ્બરમાં આયોજન થનાર છે.

કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રી માટે આ ટી-૨૦ શ્રેણીમાં ન્યૂ ઝીલેન્ડની ટીમનો સંપૂર્ણપણે રકાસ કરવાનો અને નવો ઈતિહાસ સર્જવાનો મોકો રહેલો છે.

જોકે, ભારતને વિજયી ટીમના સંગઠનમાં ફેરફાર કરવાની બહુ જરૂર નથી અને બૅટિંગ તથા બૉલિંગ વિભાગમાં અમુક સ્થાન માટે થોડા ઉમેદવારના દાવા હોવા છતાં, બહુ અજમાયશ અસ્થાને હશે.

સંજુ સેમસન અને રિષભ પંત તકની રાહ જોઈ રહ્યા છે કે જેમાં સેમસનની રમવાની આશા કરાય છે, પણ પંતની પસંદગી કયા બેટ્સમેનને બાકાત રાખવામાં અને કે. એલ. રાહુલને વિકેટકીપર તરીકે ટીમમાં ચાલુ રાખવો કે નહીં તેના પર આધારિત છે.

ભારતના ટોચના ત્રણ બેટ્સમેનની પસંદગી આપોઆપ થઈ શકે છે તથા શ્રેયસ ઐયર હાલ તેના ઘણા સારા ફોર્મમાં રમી રહ્યો છે અને તે પોતાના માટે બૅટિંગમાં ચોથો ક્રમ નક્કી દઈ શકે છે. મનીષ પાંડે તથા શિવમ દુબેને પણ વધુ મેચના અનુભવની આવશ્યક્તા છે.

આગામી બે મેચમાં ભારતના ટોચના ચારમાંથી કોઈપણ બેટ્સમેનને આરામ આપી શકાય છે અને કોહલી તથા રોહિતને આરામ આપવા વેલિંગ્ટન અને મોનગેન્યુમાં વારાફરતી બાકાત રાખવાની કલ્પના કરવી પણ અસ્થાને નથી. આવી યોજનામાં યુવાન ખેલાડીઓને રમવાનો વધુ અનુભવ પ્રાપ્ત થવા ઉપરાંત, તેઓ ટીમમાં પોતાનું સ્થાન કાયમી કરવાનો પ્રયાસ કરી શકશે.

જોકે, બૉલિંગ વિભાગમાં ફેરફાર કરાવાની આશા કરી શકાય છે. વૉશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ અને નવદીપ સૈની રમવાના મોકાની રાહ જોઈ રહ્યા છે, પણ ત્રણેને તુરતમાં રમવાની સંભાવના નથી. ભારતની ટીમના સત્તાવાળા સ્પિનર અને ફાસ્ટ બૉલરને વારાફરતી રમાડવાની યોજના ઘડી શકે છે.

ઑસ્ટ્રેલિયા મધ્યેના મોટા કદના મેદાનો પર સુંદર ભારતીય કેપ્ટન કોહલીની નવા બોલ માટેની યોજનાનો હિસ્સો છે જેથી તે આગામી બે મેચમાં રમવાનો મોકો મેળવી શકે છે. વધુમાં સુંદરની પસંદગી ટીમને બૅટિંગ વિભાગમાં પણ નીચલા ક્રમે કામ આવી શકતી હોવાથી સૈનીને શાર્દુલ ઠાકુરની બદલીમાં રમાડી શકાશે.

આખરી સવાલ જસપ્રીત બુમરાહના સમાવેશનો છે. હેમિલ્ટનમાં તેનો દેખાવ નિરાશાજનક રહ્યો હોવામાં તેની પર રહેતો ટીમની બૉલિંગના શ્રમનો વિચાર કરી શકાય છે. ભારતની ટેસ્ટ અને વન-ડે મેચોની ટીમોનો તે મુખ્ય હિસ્સો છે તથા આ વર્ષના ટી-૨૦ વર્લ્ડ કપ માટે પણ તેની ગણના કરાઈ રહી છે.

ભારતની ટીમમાં હાલ ઈજાની કોઈ સમસ્યા ન હોવા છતાં, સત્તાવાળાઓએ તેને બિનમહત્ત્વપૂર્ણ મેચોમાં રમાડવાનું વધુ પડતું જોખમ ન ખેડવું જોઈએ.

ન્યૂ ઝીલેન્ડની ટીમમાં કોલિન ડી ગ્રેન્ડહોમની બદલીમાં ટોમ બ્રુસને સ્થાન મળ્યું છે.

ટીમમાં એવો વિચાર પણ પ્રસરી રહ્યો છે કે કેપ્ટન કેન વિલિયમસને બૅટિંગ ક્રમમાં બઢતી મેળવી રમવા આવવું જોઈએ. હેમિલ્ટન ખાતેની ટી-૨૦ મેચમાં તેની બૅટિંગના આધારે તેની માર્ટિન ગપ્ટિલની જોડીમાં ઓપનિંગમાં રમવાની તેની ટીમની આવશ્યક્તા છે અને કોલિન મનરો નીચે સરકી શકે છે.

ભારત: વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, કે. એલ. રાહુલ (વિકેટકીપર), મનીષ પાંડે, રિષભ પંત, સંજુ સેમસન, શ્રેયસ ઐયર, શિવમ દુબે, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, મોહંમદ શમી, જસપ્રીત બુમરાહ, શાર્દુલ ઠાકુર, નવદીપ સૈની, વૉશિંગ્ટન સુંદર.

ન્યૂ ઝીલેન્ડ: કેન વિલિયમસન (કેપ્ટન), માર્ટિન ગપ્ટિલ, રોસ ટેલર, સ્કોટ કેજલેજિન, કોલિન મનરો, ટોમ બ્રુસ, ડેરિલ મિચેલ, મિચેલ સેન્ટનર, ટીમ સીફર્ટ (વિકેટકીપર), હેમીશ બેનેટ, ઈશ સોઢી, ટીમ સાઉધી, બ્લેર ટિકનેર.

મેચની શરૂઆત: ભારતીય સમય અનુસાર બપોરે ૧૨.૩૦ વાગ્યે.

January 31, 2020
CIA_Live_Logo_New2.jpg
1min12960

વાપી, ધરમપુર, ડભોઇ, કરજણ, સાવરકુંડલા, ખંભાત અને તળાજામાં અધિક જિલ્લા ન્યાયાધીશની કોર્ટ આજથી કાર્યાન્વિત કરવાની ઘોષણા

રાજ્ય સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં વલસાડ જિલ્લાના વાપી તથા ધરમપુર તાલુકામાં, વડોદરા જિલ્લાના ડભોઈ અને કરજણ તાલુકામાં, અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં, આણંદ જિલ્લાના ખંભાત તાલુકામાં તથા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં એમ કુલ સાત અધિક જિલ્લા ન્યાયાધીશની કોર્ટ શરૂ કરવાની મંજૂરી આપી છે.

આ માટે જુદા જુદા સંવર્ગની જગ્યાઓના મહેકમની મંજૂરી પણ આપવામાં આવી છે. રાજ્ય કાયદાપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજ્યના લોકોને સસ્તો, ઝડપી અને ઘરઆંગણે ન્યાય મળે તે માટે રાજ્ય સરકારે વધુ એક મહત્ત્વનો નિર્ણય કર્યો છે, જે અંતર્ગત સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત તથા દક્ષિણ ગુજરાતના સાત તાલુકાઓમાં અધિક જિલ્લા ન્યાયાધીશ કોર્ટો આગામી આજરોજ તા.૩૧ જાન્યુઆરી-૨૦૨૦થી કાર્યરત થશે એવી જાહેરાત કરવામાં આવી છે.

સિવિલ જજો તથા સિનિયર સિવિલ જજોના કોર્ટના ચુકાદાઓ સામે અપીલ તેમ જ રિવિઝન દાખલ કરવા માટે છેવાડા ગામના લોકોને મુખ્ય જિલ્લા મથક સુધી જવું પડતું હતું. જેના કારણે તેના કીમતી સમય અને નાણાનો વ્યય થતો હતો. જ્યારે હવે તાલુકા કક્ષાએ જ અધિક જિલ્લા ન્યાયાધીશ કોર્ટની રચના થવાના પરિણામે છેવાડાના નાગરિકોને ઘરઆંગણે જ સસ્તો અને ઝડપી ન્યાય મળી રહેશે.

આ ઉપરાંત જિલ્લા અદાલતનું વિકેન્દ્રીકરણ થવાના પરિણામે કેસોનો ઝડપી નિકાલ થઈ શકશે. જે ગુનાઓની ગંભીરતા વધુ છે તેવા ગુનાઓના આરોપીઓને યોગ્ય નશ્યત-સજા થાય તે હેતુથી આ નવીન કોર્ટો શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. ગુનાનો ભોગ બનનાર પક્ષકારોને જિલ્લા મથક સુધી ધકકા ખાઈ અને આર્થિક તેમ જ સમયનો ભોગ આપવો ન પડે તે ઉદ્દેશથી સમાજના છેવાડાના નાગરિકના હિતને ધ્યાને રાખીને વર્તમાન સરકારે સંવેદનશીલ વલણ અપનાવીને વધુમાં વધુ અધિક જિલ્લા ન્યાયાધીશોની નામદાર હાઈ કોર્ટના પરામર્શમાં તાલુકા કક્ષાએ સ્થાપના કરવામાં આવી છે.

January 31, 2020
strikes.jpg
1min8300

પગારવધારા અંગેની મૅનેજમેન્ટ સાથેની બેઠકમાં સર્વાનુમતી સાધવામાં મળેલી નિષ્ફળતાને પગલે જાહેરક્ષેત્રની બૅંકના યુનિયનોએ આજથી બે દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાળ ને પગલે શુક્રવાર તા.31મી જાન્યુઆરીએ સવારથી જ ભારતના અર્થતંત્ર પર તેની અસર વર્તાવા પામી હતી. અનેક બેંકોમાં કર્મચારીઓ કામકાજથી અળગા રહ્યા હતા. બપોર બાદ અબજો રૂપિયાનું ક્લીયરીંગ નહીં જવાથી મોટી અસર સામે આવશે.

હળતાળને કારણે બૅંકની કામગીરી પર અમુક હદે અસર પડે એમ હોવાની એસબીઆઈ સહિતની અનેક બૅંકોએ ગ્રાહકોને જાણ કરી દીધી હોવા છતાં લાખો ગ્રાહકો સમગ્ર દેશમાં બેંક હડતાળથી અટવાયાના પ્રાથમિક અહેવાલો મળ્યા છે.

સંસદના બજેટસત્ર અને વર્ષ ૨૦૨૧-૨૨ના કેન્દ્રીય બજેટ સાથે આવતીકાલ તા.1લી ફેબ્રુઆરીએ પણ હડતાળ હોઇ બેંક કર્મચારીઓ સામે રોષની લાગણી ફેલાયેલી જોવા મળી રહી છે.

ઑલ ઈન્ડિયા બૅંક ઑફિસર્સ કૉન્ફેડરેશન (એઆઈબીઓસી), ઑલ ઈન્ડિયા બૅક ઍમ્પ્લોઈસ અસોસિયેશન (એઆઈબીઈએ) અને નેશનલ ઑર્ગેનાઈઝેશન ઑફ બૅંક વર્કર્સ (એનઓબીડબ્લ્યુ) સહિત નવ બૅંકના યુનિયનોની મુખ્ય સંસ્થા યુનાઈટેડ ફૉરમ ઑફ બૅંક યુનિયન્સ (યુએફબીયુ)એ આ હડતાળની હાકલ કરી છે.

અગાઉ આ અઠવાડિયે મુખ્ય શ્રમ કમિશનર સાથેની બેઠક અનિર્ણીત રહી હોવાનું એઆઈબીઓસીના પ્રમુખ સુશીલકુમારે કહ્યું હતું.

જાહેરક્ષેત્રની બૅંકના કર્મચારીઓના પગારમાં સુધારણા કરવાનું નવેમ્બર ૨૦૧૭થી અનિણીર્ર્ત છે.

ઈન્ડિયન બૅંક્સ અસોસિયેશન (આઈબીએ) સાથેની ગુરુવારની બેઠક યુનિયનની માગણીઓને મામલે નિષ્ફળ ગઈ હોવાને કારણે હડતાળની હાકલ કરવામાં આવી હોવાનું એઆઈબીઈએના જનરલ સેક્રેટરી સી. એચ. વેંકટાચલમે કહ્યું હતું.

આઈબીએના જડ વલણે યુનિયનો પાસે હડતાળ સિવાયનો કોઈ જ વિકલ્પ ખુલ્લો રાખ્યો ન હોવાનું તેમણે કહ્યું હતું.

હડતાળને કારણે પડનારી અગવડો બદલ ગ્રાહકો અમને માફ કરે, પરંતુ બૅંક મેનેજમેન્ટ અને આઈબીએએ આ હડતાળ અમારા પર થોપી છે, એમ તેમણે કહ્યું હતું.