CIA ALERT

Alert Archives - Page 287 of 518 - CIA Live

February 11, 2020
CIA_Live_Logo_New2.jpg
1min6030

એક તરફ કેન્દ્ર અને રાજ્ય સરકારોના જીએસટી સ્ટાફ દ્વારા વેપારીઓ અને પ્રેક્ટીશ્નરો પર જીએસટી રિટર્ન ફાઇલિંગના મુદ્દે યેનકેન પ્રકારે દબાણ કરવામાં આવી રહ્યા છે, કાયદાની બીક બતાવવામાં આવી રહી છે તો બીજી તરફ જીએસટી પોર્ટલના એટલા ધાંધીયા છે કે પ્રમાણિકતાથી રિટર્ન ફાઇલ કરવા ઇચ્છતા વેપારીઓ, ટેક્સ કન્સલ્ટન્ટસ રીટર્ન ફાઇલ કરી શક્તા નથી. જીએસટી પોર્ટલનું ટેકનિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું નબળું છે કે વારેઘડીયએ ખોટકાઇ રહ્યું છે. જીએસટી પોર્ટલના ધાંધીયા સામે તા.12મી ફેબ્રુઆરીને બુધવારે ગુજરાતના ટેક્સ પ્રેક્ટીશ્નર્સ રાજ્યવ્યાપી હડતાળ પાડશે.

GST અમલી બન્યો છે ત્યારથી જ પોર્ટલ ક્ષતિરહિત બનાવવા માટે રજૂઆતો થઇ રહી છે તેમ છતાં ડિપાર્ટમેન્ટ દ્વારા કોઇ જ સુધારો નહીં કરતાં વિવિધ ટેક્સ પ્રેક્ટિશનર્સ સંગઠનોની બનેલી એક્શન કમિટીએ આગામી તા. ૧૨મી ફેબ્રુઆરીએ હડતાળ પાડી કામકાજથી અળગા રહેવાની જાહેરાત કરી છે.

GST કમિશનર તથા તમામ જિલ્લા કલેક્ટરને આ બાબતે સંગઠન દ્વારા આવેદનપત્ર આપવામાં આવશે તેમ સેલ્સ ટેક્સ બાર એસો.ના ઉર્વિશ પટેલે જણાવ્યું હતું. 

ગુજરાત સેલ્સ ટેક્સ બાર એસો., ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ્સ, ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેક્ટિશનર્સ વેસ્ટ ઝોન, નેશનલ એક્શન કમિટી, ઇનકમ ટેક્સ બાર એસો., ટેક્સ એડવોકેટસ એસો. તથા ગુજરાત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એસો. અમદાવાદના હોદ્દાદારોએ સાથે મળીને આ મુદ્દે તા. ૧૨મીએ હડતાળ પાડવાની જાહેરાત કરી છે.

તેમની માંગણી છે કે જ્યાં સુધી પોર્ટલ ક્ષતિ રહિત ન બને ત્યાં સુધી ડિપાર્ટમેન્ટ કોઇ જ વેપારી પાસેથી દંડ ઉઘરાવે નહીં. જો હડતાળથી કોઇ પરિણામ નહીં આવે તો આગામી ૧૮મી તારીખે મૌન રેલી અને ત્યારબાદ વિવિધ કાર્યક્રમો આપવામાં આવશે. 

February 11, 2020
delhi_election.jpg
1min6560

દિલ્હી વિધાનસભાની ચૂંટણીની મતગણતરીના ચાલી રહેલી પ્રક્રિયામાં આજે બપોરે 12 વાગ્યે આમ આદમી પાર્ટી 56 બેઠકો પર આગળ, ભાજપના ઉમેદવારો 13થી વધીને 14 બેઠકો પર આગળ ચાલી રહ્યા હતા.

દિલ્હી વિધાનસભાની મતગણતરી આજે તા.11મી ફેબ્રુઆરીએ સવારે 8.00 કલાકે શરૂ થઇ હતી.

દિલ્હી વિધાનસભાની 70 બેઠકો પર મતગણતરી શરું થતાંની સાથે જ સૌથી પહેલા પોસ્ટલ બેલેટથી 28 હજાર 434 મત આપવામાં આવ્યા, પહેલા તેની ગણતરી શરું કરવામાં આવી હતી. શરૂઆતના રુઝાન અનુસાર 10 બેઠકોના ટ્રેન્ડ આવ્યો સામે 7 પર આમ આદમી પાર્ટી આગળ, 3 પર ભાજપના ઉમેદવારો આગળ ચાલી રહ્યા હતા.

એ પૂર્વે મતગણતરીની શરુઆત થતા જ પહેલા અડધો કલાકમાં આમ આદમી પાર્ટી બહુમતને પાર, 40 બેઠકો પણ આગળ ચાલી રહી છે. જ્યારે ભાજપ 13 બેઠકો પર આગળ ચાલી રહ્યો છે. હજુ પોસ્ટલ બેલેટના આંકડા બાકી છે. તો કોંગ્રેસનું હજુ સુધી ખાતું જ ખૂલ્યું નથી.

પ્રાથમિક ટ્રેન્ડમાં 32 બેઠકો પર આપ આગળ જ્યારે ભાજપ 12 બેઠકો પર આગળ મોડલ ટાઉનથી ભાજપના ઉમેદવાર કપિલ મિશ્રા પાછળ 42 બેઠકનો ટ્રેન્ડ સામે આવ્યો, 32 પર આમ આદમી પાર્ટી આગળ ચાલી રહી છે જ્યારે 10 બેઠકો પર ભાજપ આગળ ચાલી રહ્યો છે. આપ કાર્યાલયમાં ઉજવણીની ચાલી રહી છે તડામાર તૈયારીઓ. ફુગ્ગાથી લઈને બેનર થઈ રહ્યા છે તૈયાર.

દિલ્હી ચૂંટણીના પરિણામો પહેલા જ આમ આદમી પાર્ટી પૂર જોશમાં, નવી દિલ્હીમાં પાર્ટી ઓફિસ બહાર કાર્યકર્તાઓએ તો 2024 સુધીની ભવિષ્યવાણી પણ કરી દીધી મનીષ સિસોદિયાએ કહ્યું આ જીત એ લોકોની છે જેમણે 5 વર્ષ કામ કર્યું છે. થોડી નર્વસનેસ તો છે પણ પરિણામ આવતા પહેલા આવું બધા સાથે થાય છે. ઈશ્વરને પ્રાર્થના છે જેટલી 5 વર્ષમાં મહેનત કરી છે તો આપ જીતી જાય અને બીજા 5 વર્ષ પણ અમે આવી જ મહેનત કરતા રહીએ. શિક્ષણ, આરોગ્ય અંગે કામ કરવું જ એક સાચો રાષ્ટ્રવાદ છે.

हिन्दी में भी पढीए खबरें

दोपहर 12 बजे प्राप्त हुए रुझानो के अनुसार दिल्ली विधानसभा चुनाव के लिए मतगणना में आम आदमी पार्टी को बहुमत मिला है। 58 सीटों पर सत्तारूढ़ पार्टी के प्रत्याशी आगे चल रहे हैं। उधर, भाजपा उम्मीदवार 12 सीटों पर पर ही बढ़त बनाए हुए हैं। पिछले चुनाव में भाजपा महज तीन सीटें जीत सकी थी। चुनाव में कांग्रेस अभी तक अपना खाता नहीं खोल सकी है।

बता दें कि दिल्ली के मुख्यमंत्री और आप प्रमुख अरविंद केजरीवाल नई दिल्ली सीट से चुनावी मैदान में हैं। मीडिया रिपोर्ट के मुताबिक केजरीवाल करीब 4000 वोटों से आगे चल रहे हैं। हरिनगर से भाजपा के तेजिंदर सिंह बग्गा पीछे चल रहे हैं। चांदनी चौंक से कांग्रेस की अलका लांबा पीछे हैं। बाबरपुर से आप के गोपाल राय आगे चल रहे हैं। इसी तरह करावलनगर से भाजपा के मोहन सिंह बिष्ट आगे हैं। मुस्तफाबाद से कुछ देर पहले पीछे चल रहे भाजपा के जगदीश प्रधान ने एक बार फिर बढ़त बना ली है। वो करीब 30 हजार वोटों से आगे चल रहे हैं।

दिल्ही वॉर

दिल्ली विधानसभा की 70 सीटों पर शुरूआती रुझानों में केजरीवाल की आम आदमी पार्टी को बहुमत मिल गया है. दिल्ली में इस बार कुल 672 उम्मीदवार मैदान में हैं, जिसमें 593 पुरुष और 79 महिला उम्मीदवार हैं. मुख्य मुकाबला सत्तारुढ़ आम आदमी पार्टी (आप), बीजेपी और कांग्रेस के बीच है.

February 10, 2020
coronavirus.jpg
2min5910

ચીનમાં કોરોના વાયરસ વિકરાળ સ્વરુપ ધારણ કરી રહ્યો છે, જેના કારણે દુનિયાભરના દેશો ચિંતામાં મૂકાઈ ગયા છે. ચીનમાં કોરોના વાયરસના કારણે મોતને ભેટેલા લોકોનો આંક 1000ને પાર પહોંચી ચૂક્યો છે. ચીનમાં અત્યાર સુધીમાં 1011 લોકો આ વાયરસની લપેટમાં આવીને મોતને ભેટી ચૂકયા છે. મૃતકોની સંખ્યામાં જો ફિલીપાઈન્સ અને હોંગકોંગમાં થયેલા એક-એક વ્યક્તિના મોતનો સમાવેશ પણ કરવામાં આવે તો આ આંકડો 1013 સુધી પહોંચે છે. 

ચીનની સરકારી મીડિયાના રિપોર્ટ્સ અનુસાર આ વાયરસની લપેટમાં આવેલા લોકોની સંખ્યા 42600 પર પહોંચી ગઈ છે. 2003માં ફેલાયેલા સીવિયર અક્યૂટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ (SARS)ના કારણે 774 લોકોના મોત નિપજ્યા હતા. જેની સરખામણીમાં કોરોના વાયરસના કારણે મોતને ભેટેલા લોકોની સંખ્યા ઘણી વધારે છે. 

ચીનના સ્વાસ્થ્ય અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું કે, ચીનમાં કોરોના વાયરસથી મૃતકોની સંખ્યા વધીને 908 થઈ ગઈ છે, જેમાં સૌથી વધુ મોત હુબેઈ પ્રાંતમાં થયા છે. ઉપરાંત કોરાના વાયરસથી કુલ 42300 અસરગ્રસ્ત હોવાની પુષ્ટિ થઈ છે. બીજી તરફ, આ બાબતને ગંભીરતાથી લઈને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કોરોના વાયરસને કાબૂમાં લેવા માટે પોતાની એક ટીમ ચીન મોકલી છે. 

Reported on 10 Febryary 2020

Coronavirus death toll rises to 908 in China There were 97 deaths and 3,062 new confirmed cases of the lethal infection on Sunday, China’s National Health Commission said. The number of infections in China reached 40,171, with nearly 6,500 of these being severe cases.

તા.10મી ફેબ્રુઆરીને સોમવારે ચીનના નેશનલ હેલ્થ કમિશને જારી કરેલી સત્તાવાર માહિતી મુજબ રવિવારે કોરોના પીડીત હોય તેવા વધુ 97 વ્યક્તિઓના મોત નિપજ્યા છે. આ સાથે જ કોરોનાથી અત્યાર સુધીમાં કુલ 908 લોકોના મોત નિપજી ચૂક્યા છે. રવિવાર તા.9મી ફેબ્રુઆરીએ વધુ 3062 દર્દીઓને કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું પણ બહાર આવ્યું છે. ચીનમાં જ 40,171 હજારથી વધુ લોકો કોરોનાથી પીડીત છે. જેમાં 6500થી વધુ લોકોની તબિયત ગંભીર જણાય રહી છે.

Date 10 February

ચીનમાં મરણનો આંકડો વધીને ૮૧૩ થયો

ચીનમાં કોરોના વાઈરસના કારણે મરણનો આંકડો રોજ વધી રહ્યો છે. શનિવાર સુધીમાં ૮૧૩ વ્યક્તિનાં મોત થયાં છે અને ૩૭૦૦૦ લોકોને ઈન્ફેકશન લાગ્યું છે. ૨૫ દેશોને આ વાઈરસની અસર થઈ છે.

૨૦૦૨-૦૩માં સાર્સ વખતે જેટલાં મરણ થયાં હતાં તેના કરતાં વધુ મોત કોરોના વાઈરસથી થયાં છે. શનિવારે એક જ દિવસમાં ૮૯ મરણ થયાં હતાં, એમ ચીનના નેશનલ હેલ્થ કમિશને જણાવ્યું હતું. સાર્સ વખતે ૭૦૦ વ્યક્તિના મોત થયાં હતાં.

હુબેઈ પ્રાન્તમાં શનિવારે ૬૦૦ વ્યક્તિને રીકવરી થતાં હૉસ્પિટલમાંથી રજા અપાઈ હતી. ડિસેમ્બરમાં આ વાઈરસ પ્રથમવાર જોવામાં આવ્યા હતા. ૬૧૮૮ દર્દી હજુ ગંભીર સ્થિતિમાં છે.ચીન આસપાસના દેશોમાં આ વાઈરસ ફેલાયો છે. અમેરિકા, જાપાન સહિત દૂરના દેશોમાં પણ આ વાઈરસના શંકાસ્પદ કેસ નોંધાયા છે.

મોદીએ ચીનના પ્રમુખને પત્ર લખીને હૅલ્પ કરવાની તૈયારી દર્શાવી

ચીન જીવલેણ કોરોના વાઈરસને કારણે નિર્માણ પામેલી ભયાનક પરિસ્થિતિનો સામનો કરી રહ્યું હોવા વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનના પ્રમુખ શી જિનપિંગને પત્ર લખીને પરિસ્થિતિનો સામનો કરવા જરૂરી તમામ સહાય કરવાની તૈયારી દર્શાવી હતી. સત્તાવાર સૂત્રોના જણાવ્યાનુસાર જિનપિંગને લખેલા પત્રમાં મોદીએ કોરાના વાઈરસને કારણે નિર્માણ પામેલી પરિસ્થિતિમાં ચીનના લોકો અને પ્રમુખ શી જિનપિંગ પરત્વે એકતા વ્યક્ત કરી હતી.

કોરાના વાઈરસનું મુખ્ય કેન્દ્ર હુબેઈ પ્રાન્ત હોવા છતાં આ વાઈરસ ચીનના લભગ તમામ પ્રાન્ત ઉપરાંત વિશ્ર્વના લગભગ પચીસ કરતા પણ વધુ દેશમાં ફેલાઈ ગયો હોવાને કારણે વિશ્ર્વ આરોગ્ય સંસ્થાને તાકીદની સ્થિતિ જાહેર કરવાની ફરજ પડી છે.

પત્રમાં મોદીએ કોરોના વાઈરસને કારણે ઊભા થયેલા પડકારને પહોંચી વળવા તમામ પ્રકારની સહાયનો પ્રસ્તાવ મૂક્યો હતો અને આ મહામારીમાં જીવ ગુમાવનારાઓ પરત્વે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. ગયા અઠવાડિયે ચીનના હુબેઈ પ્રાન્તમાંથી ૬૫૦ જેટલા ભારતીયને ખસેડવામાં સહાયરૂપ થવા બદલ મોદીએ જિનપિંગની પ્રશંસા કરી હતી. સલામતીનાં પગલાંરૂપ ભારત સહિત વિશ્ર્વના અનેક દેશોએ ચીનમાંથી પોતાના નાગરિકોને પાછા બોલાવી લીધા છે અને ચીનથી લાવવા લઈ જવામાં આવતા માલસામાન પર અંકુશ મૂક્યો છે. આ મહામારીની ચીનના અર્થતંત્ર પર ટૂંકાગાળાની અસર પડશે એવી કબૂલાત કરતા તેમણે કહ્યું હતું કે દેશની આંતરિક સ્થિતિસ્થાપકતા વધી રહી છે અને મહામારીને કારણે નિર્માણ પામેલી આર્થિક પ્રવાહીતા સાથે કામ પાર પાડવા માટેના સાધનો અને સ્રોતો વિપુલ માત્રામાં તેમની પાસે હોવાનું તેમણે કહ્યું હતું.

February 9, 2020
bouncechque.jpg
1min5390

કંફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (કેટ)એ કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સિતારામન અને વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલને પત્ર મોકલીને દેશમાં ચેક રિટર્નના કેસની સંખ્યામાં રહેલા વિલંબ તરફ સરકારનું ધ્યાન દોર્યું છે. નાણા મંત્રી અને વાણિજ્ય મંત્રીને મોકલેલ પત્રમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બ્રિજમોહન અગ્રવાલ તથા પ્રદેશ અધ્યક્ષ સુધાકર પંડાએ વિધિ આયોગના 213માં રિપોર્ટનો હવાલો આપતા કહ્યું કે, દેશમાં લગભગ 40 લાખ ચેક બાઉન્સના કેસ વિવિધ કોર્ટમાં વિલંબમાં પડ્યા છે. જેનાથી એ સ્પષ્ટ થાય છે કે કોર્ટમાં લંબિત કેસમાં ચેક બાઉન્સના કેસ એક મોટો હિસ્સો છે.

કહેવામાં આવ્યું છે કે, સરકાર દ્વારા નેગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ, 1981ની કલમ 138 પર ધ્યાન આપવાની તાત્કાલિક જરૂર છે અને ચેક આપવાની વિશ્વસનીયતાને પુન: સ્થાપિત કરવા સરકાર દ્વારા અસરકારક પગલા ભરવાની જરૂર છે. ઉપરોક્ત કેસોમાં કડક જોગવાઈઓ રાખવા કાયદામાં સુધારા લાવવા ઉપરાંત સૂચન કરવામાં આવ્યું હતું કે તાત્કાલિક પગલા રૂપે સરકારે દરેક જિલ્લા કક્ષાએ ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના કરવી જોઈએ જેથી ચેક બાઉન્સના કેસોનો સમયસર નિકાલ થઈ શકે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, આ ધ્યાન આપવાની વાત છે કે ગુજરાતમાં ચેક રિટર્નના કેસોનો નિકાલ કરવામાં સૌથી વધુ સમય આશરે 3,608 દિવસ (10 વર્ષથી થોડો ઓછો) લાગે છે, જ્યારે હિમાચલ પ્રદેશમાં સૌથી ઓછો સરેરાશ 967 દિવસ (લગભગ બે વર્ષ અને નવ મહિના) લાગે છે.), જે ન્યાયિક કહેવત “ન્યાયમાં વિલંબ-ન્યાયનું ખંડન” નું જીવંત ઉદાહરણ છે, જે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટીકોણ વિરુદ્ધ છે.

આ કેસોના નિકાલમાં વિલંબ એ અદાલતોની અસમર્થતા અને સમયસર મુકદ્દમાના સમાધાનના મૂળભૂત અધિકારોનું ગંભીર ઉલ્લંઘન છે. આને કારણે દેશમાં રોકડ વ્યવહાર, ભ્રષ્ટાચાર, નકલી નોટો જેવા વલણોને પ્રોત્સાહન મળે છે. ભરતીયા અને ખંડેલવાલે એમ પણ કહ્યું હતું કે, ઉચ્ચ ન્યાયતંત્ર અને ધારાસભ્ય બંનેએ આ ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી છે અને ઘણાં પ્રસંગો પર કલમ 138 હેઠળ આવતા કેસોના ઝડપી નિકાલ માટે તંત્રને લાગુ કરવાની આવશ્યકતા દોહરાવી છે. આ કેસોની વ્યવસાયિક પ્રકૃતિને જોતા ચેક બાઉન્સના કેસોના સમાધાનમાં વિલંબથી વ્યવસાયને ખરાબ અસર થાય છે અને વ્યવસાયમાં અવિશ્વસનીયતાની ભાવના પ્રવર્તે છે.

February 9, 2020
exitpoll.jpg
1min5600

8 February શનિવારે એક્ઝિટ પોલ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર દિલ્હીની ચૂંટણીમાં શાસક પક્ષ આમ આદમી પાર્ટી (આપ) પ્રભાવશાળી જીત સાથે પુનઃ સત્તા પર આવશે. આમ કેજરીવાલ સતત ત્રીજી વખત દિલ્હીના મુખ્ય પ્રધાન બને એવી શક્યતા છે. ત્યાર બાદના ક્રમે બીજેપીની સંખ્યામાં સુધારો થશે. જોકે તેની અને આપની બેઠકોની સંખ્યા વચ્ચે ઘણું મોટું અંતર રહેશે. આમ બીજેપીનો ૨૦ વર્ષનો વનવાસ હજી પણ લંબાશે.

પોલનાં તારણો અનુસાર આપ બે-તૃતીયાંશ બહુમતી સાથે જીત મેળવશે. કેટલાક પોલમાં તેમને ત્રણ-ચતુર્થાંશ બહુમતી આપવામાં આવી છે. ચૂંટણીમાં કૉન્ગ્રેસનો નિરાશાજનક દેખાવ ચાલુ રહેવાની આગાહી કરવામાં આવી છે.

ટાઇમ્સ નાઉના એક્ઝિટ પોલ અનુસાર આપને ૪૪થી ૫૦ અને બીજેપીને ૨૦થી ૨૬ બેઠકો મળશે.

એબીપી ન્યુઝ – સી વોટર પોલના એક્ઝિટ પોલ પ્રમાણે આપ ૪૯-૬૩ બેઠકો કબજે કરશે, જ્યારે બીજેપીના ફાળે ૫-૧૯ બેઠકો અને કૉન્ગ્રેસના ફાળે ૦-૪ બેઠકો આવી શકે છે.

રિપબ્લિક ટીવી – જન કી બાતના એક્ઝિટ પોલમાં આપને ૪૮-૬૧ બેઠકો, બીજેપીને ૯-૨૧ બેઠકો અને કૉન્ગ્રેસને ૦-૧ બેઠક મળશે એવી આગાહી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ૨૦૧૫ની ચૂંટણીઓમાં આપે ૭૦ બેઠકોમાંથી ૬૭ બેઠકો સાથે પ્રચંડ જીત મેળવી હતી. બીજેપીએ ત્રણ બેઠક મેળવી હતી, જ્યારે કૉન્ગ્રેસ ખાતું ખોલાવવામાં નિષ્ફળ રહી હતી.

February 8, 2020
kejriwal.jpg
3min6090

દિલ્હીમાં શનિવારે વિધાનસભાની ચૂંટણી માટે સાંજે ૬.૦૦ વાગ્યા સુધીમાં ૫૭.૦૬ મતદાન થયું હતું. સત્તાવાર સમય મુજબ મતદાનનો સમય ૬.૦૦ વાગ્યે પૂરો થઈ ગયો હતો. જોકે, અમુક મતદાન-કેન્દ્રોમાંથી અહેવાલો આવવાના બાકી હોવાથી મતદાનનો આંકડો થોડો વધી શકે, એમ જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું.

વિધાનસભાની ૭૦ બેઠકો માટેની મતદાન-પ્રક્રિયામાં ૧.૪૭ કરોડ કરતાં વધુ મતદારોને વોટ આપવા માટેનો અધિકાર હતો. આ વોટિંગ ૬૭૨ ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. મતગણતરી મંગળવાર, ૧૧મીએ થશે. ૨૦૧૫ની દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ૬૭.૦૮ ટકા મતદાન થયું હતું.

પાટનગરમાં શનિવારે બપોરે ૩.૦૦ વાગ્યા સુધીમાં માત્ર ૪૧ ટકા વોટિંગ થયું હતું. એકંદરે, મતદાન શાંતિપૂર્ણ રહ્યું હતું, કારણકે તમામ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનો કડક પહેરો હતો. સુરક્ષા-વ્યવસ્થામાં દિલ્હી પોલીસને અર્ધ-લશ્કરી દળોની મદદ પણ મળી હતી. ખાસ કરીને

ઇશાન દિલ્હી, શાહદરા અને પૂર્વ દિલ્હીના સંવેદનશીલ વિસ્તારોમાં આ દળોએ સલામતીના હેતુસર કૂચ કરી હતી.

આ ચૂંટણીમાં ૭૦ બેઠકો પર ત્રિપાંખિયો જંગ છે અને એના ત્રણ હરીફ પક્ષોમાં આમ આદમી પાર્ટી (આપ) તેમ જ વિપક્ષ ભારતીય જનતા પક્ષ (ભાજપ) તથા કૉંગ્રેસનો સમાવેશ છે.

રાજધાનીના અમુક વિસ્તારોમાં વીવીપૅટ સ્લિપના સંબંધમાં કેટલીક ફરિયાદો કરાઈ હતી. કૉંગ્રેસના ઉમેદવાર રોમેશ સભરવાલે કહ્યું હતું કે વીવીપૅટ સ્લિપ પરથી તેમનું નામ અને ફોટો ગાયબ હતા. ‘મેં મતદાન-કેન્દ્રના સત્તાવાળાઓને લેખિતમાં ફરિયાદ કરી હતી જેને પગલે મશીન બદલવામાં આવ્યું હતું’, એમ સભરવાલે જણાવ્યું હતું.

શનિવારે મતદાન કરનારી જાણીતી વ્યક્તિઓમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ, ચીફ મિનિસ્ટર તથા ‘આપ’ના નેશનલ ક્ધવીનર અરવિંદ કેજરીવાલ, કૉંગ્રેસનાં પ્રમુખ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી-વાડ્રા, દિલ્હી ભાજપના વડા મનોજ તિવારી, કેન્દ્રિય પ્રધાનો એસ. જયશંકર વગેરેનો સમાવેશ હતો.

કેજરીવાલ નવી દિલ્હી મતવિસ્તારમાંથી લડી રહ્યા છે. તેમણે રાજપુર ટ્રાન્સપોર્ટ ઑથોરિટી પોલીસ સ્ટેશનમાં મતદાન કર્યું ત્યારે તેમના પત્ની સુનિતા તથા પુત્ર પુલકીત પણ તેમની સાથે હતા. કેજરીવાલે મતદાન માટે જતાં પહેલાં માતા-પિતાના આશીર્વાદ લીધા હતા.

આ વખતે પહેલી વાર મતદાન કરનારાઓમાં પ્રિયંકા ગાંધીના પુત્ર રેહાન તથા કેજરીવાલના પુત્ર પુલકીતનો સમાવેશ હતો.

12 વાગ્યા સુધી 15.47 ટકા મતદાન :

મંદ ગતિએ ચાલી રહેલા દિલ્હી વિધાનસભા ચૂંટણીના મતદાનમાં બપોરે 12 વાગ્યા સુધીમાં કુલ 15.47 ટકા મતદાન થયું હોવાની સત્તાવાર માહિતી ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવી હતી. મતદાન મથકની અંદર સ્માર્ટ ફોન નહીં લઇ જવા દેવાના નિયમનો અનેક લોકોએ વિરોધ કર્યો હતો તેમજ ઘણા મતદારોએ મતદાન કરતી વખતે પોતાનો ફોન કોને આપવો એ પણ મુશ્કેલી અનુભવી હતી. વેબસાઇટ થકી તમામ પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં આવી છે. 

11 વાગ્યા સુધી 6.28 ટકા મતદાન

દિલ્હી વિધાનસભાની 70 બેઠકો માટે આજે તા.8મી ફેબ્રુઆરી 2020ને શનિવારે સવારે આઠ વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. ક્યૂઆર કોડ્સ અને મોબાઇલ એપ્સ જેવા ટેક્નોલોજીનો ઉપયોગ આ ચૂંટણીમાં થઈ રહ્યો છે. દિલ્હીની ચૂંટણી લડાઇમાં આશરે દોઢ કરોડ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે એમ છે, જોવાનું એ રહે છે કે મતદાન કેટલું થાય છે.

સવારે 11ના ટકોરે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ઓવરઓલ 6.28 ટકા મતદાન થયાના સત્તાવાર આંકડા ચૂંટણીતંત્રએ જાહેર કર્યા હતા. જોકે, આ મતદાન રાજકીય પક્ષોની અપેક્ષા કરતા ઓછું હોઇ, મુખ્ય રાજકીય પક્ષોએ મતદાન વેગવંતુ બનાવવા માટે કાર્યકરોને મતદાન બુથ સુધી દોરી લાવવા માટે કાર્યકરોને રેસિડેન્સીયલ સોસાયટીઓમાં દોડાવ્યા હતા.

દિલ્હીમાં સવારે 10 વાગ્યા સુધી 4.33 ટકા લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. દિલ્હીના અલગ-અલગ વિસ્તારોમાં બનેલા મતદાન મથકોએ લાંબી-લાંબી લાઈનો જોવા મળી રહી છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાના પરિવાર સહિત સિવિલ લાઈન્સ સ્થિત મતદાન કેન્દ્રમાં મતદાન કર્યું છે. આ ઉપરાંત વિદેશ મંત્રી જયશંકર, દિલ્હીના ઉપ રાજ્યપાલ અનિલ બૈજલ, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને પોતાના પરિવાર સાથે મતદાન કરવા માટે પહોંચ્યા હતા. 

શાહીન બાગ અને અન્ય સંવેદનશીલ પોલિંગ વિસ્તારોમાં વધારાની દેખરેખ સાથે રાજધાની દિલ્હીમાં સલામતીનો ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. દિલ્હીમાં મતદાન માટે 2,689 સ્થળોએ 13,750 પોલિંગ બૂથ્સ ગોઠવી દેવાયા હતા. 516 સ્થળો પરના 3,704 લોકેશન્સને સંવેદનશીલ જાહેર કરાયા છે.  સવારે આઠ કલાકેથી શરૂ થયેલું મતદાન સાંજે છ કલાકે પૂર્ણ થશે. 

News in Hindi

दिल्ली में मतदान के लिए 13 हजार 750 मतदान केन्द्र बनाए गए : 70 सीटों पर 672 उम्मीदवार मैदान में : 148 निर्दलीय उम्मीदवार

दिल्ली की सभी 70 सीटों के लिए आज सुबह 8 बजे से वोटिंग जारी है. मतदान केंद्रों पर मतदाताओं की लंबी कतारे देखने को मिल रही है. इस चुनावी मुकाबले में सत्ता में काबिज AAP, बीजेपी और कांग्रेस मुख्य रूप से मैदान में हैं. इस चुनाव में कुल 672 प्रत्याशी अपनी किस्मत आजमा रहे हैं. दिल्ली के 1,47,86,382 मतदाता आज तय करेंगे कि दिल्ली की सत्ता पर कौन सी पार्टी काबिज होगी. चुनाव के नतीजे 11 फरवरी को आएंगे.

  • राष्ट्रपति रामनाथ कोविंद ने अपनी पत्नी सविता कोविंद के साथ राष्ट्रपति भवन में मौजूद राजेंद्र प्रसाद केंद्रीय विद्यालय में वोट डाला
  • पूर्व प्रधानमंत्री डॉ मनमोहन सिंह और उनकी पत्नी ने निर्माण भवन में वोट डाला
  • मुख्यमंत्री अरविंद केजरीवाल ने अपने परिवार के साथ सिविल लाइन्स के एक मतदान केंद्र पर वोट डाला. इस बार भी सीएम केजरीवाल नई दिल्ली विधानसभा सीट से मैदान में हैं. उनके खिलाफ बीजेपी के सुनील यादव और कांग्रेस के रोमेश सब्बरवाल चुनाव लड़ रहे हैं
  • पूर्व उपराष्ट्रपति हामिद अंसारी और संघ के वरिष्ठ नेता रामलाल ने निर्माण भवन में अपना वोट डाला. इस सीट से सीएम अरविंद केजरीवाल, बीजेपी के सुनील यादव और कांग्रेस के रोमेश सभरवाल चुनाव लड़ रहे हैं.
  • दिल्ली के एलजी अनिल बैजल और उनकी पत्नी माला बैजल ने ग्रेटर कैलाश के बूथ में अपना वोट डाला. इस सीट से आप उम्मीदवार सौरभ भारद्वाज और बीजेपी की शिखा राय और कांग्रेस के सुखबीर पवार मैदान में हैं
  • विदेश मंत्री एस जयशंकर ने तुगलक क्रिसेंट के स्कूल में बने पोलिंग बूथ पर दिल्ली विधानसभा के लिए वोट डाला
  • बीजेपी सांसद प्रवेश वर्मा ने मटियाला विधानसभा के लिए वोट डाला
  • जस्टिस आर भानुमति ने तुगलक क्रिसेंट के पोलिंग स्टेशन पर वोट डाला
  • दिल्ली के उप मुख्यमंत्री मनीष सिसोदिया ने अपनी पत्नी के साथ पांडव नगर के एमसीडी स्कूल पहुंचर वोट डाला, मनीष सिसोदिया पटपड़गंज विधानसभा सीट से उम्मीदवार हैं
  • कांग्रेस के पूर्व अध्यक्ष राहुल गांधी ने औरंगजेब रोड के पोलिंग बूथ संख्या 81 में अपना वॉट डाला

विधानसभा चुनाव में आम आदमी पार्टी (AAP), भारतीय जनता पार्टी (BJP) और कांग्रेस (Congress) के बीच त्रिकोणीय मुकाबला है. मुख्यमंत्री अरविंद केजरीवाल जहां पांच साल के AAP सरकार के कामों को लेकर जनता से वोट मांग रहे हैं. वहीं, बीजेपी राष्ट्रवाद, नागरिकता कानून और शाहीन बाग में प्रदर्शन का मुद्दा उठा रही है

बाबरपुर में चुनाव अधिकारी की मौत

उत्तर पूर्वी दिल्ली के बाबरपुर में ड्यूटी के दौरान एक चुनाव अधिकारी की मौत हो गई है. ये घटना पोलिंग बूथ के अंदर मौत बाबरपुर प्राइमरी स्कूल में हुई है. पुलिस ने शव को कब्जे में लेकर पोस्टमार्टम के लिए गुरु तेग अस्पताल भेज दिया है.

दिल्ली के शाहीन बाग में मतदाताओं की लंबी कतार देखने को मिल रही है. शाहीन पब्लिक स्कूल ओखला में बड़ी संख्या में वोटर दिख रहे हैं. AAP के अमानतुल्लाह यहां से मौजूदा विधायक है. इस बार उनका मुकाबला कांग्रेस के परवेज हाशमी और बीजेपी के ब्रह्म सिंह बिधुरी से है.

February 8, 2020
1min5630

ગુજરાતમાં બહારના રાજ્યમાંથી દૂધના ટેન્કરની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા એક શખસને રૂ. ૧૫ લાખના દારૂ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. રાજસ્થાનના ભાટીપ ગામના વરધારામ બીસનોઇ દૂધના ટેન્કરમાં ચોરખાનું બનાવી ૧૫ લાખનો દારૂ છૂપાવી રાજકોટ આવી રહ્યો હતો ત્યારે ક્રાઇમ બ્રાન્ચે નવા ૧૫૦ ફૂટ રીંગરોડ પર આવેલા કટારીયા ચોકડીથી વાવડી તરફ જતા રોડ પરથી વિદેશી દારૂની ૫૮૩૨ બોટલ, જેની કિંમત ૧૫ લાખ, એક મોબાઇલ સહિત કુલ ૩૦,૭૪,૦૦૦નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી.

February 8, 2020
coronavirus.jpg
1min5650

ચીનમાં કોરોના વાઈરસના કારણે મરણનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. શુક્રવારે એક જ દિવસમાં ૮૬નાં મોત થતાં કુલ આંકડો ૭૨૩નો થયો છે. આ વાઈરસથી ઈન્ફેકશનના કેસ ૩૪૫૪૬ થઈ ગયા છે, એમ ચીનના હેલ્થ મિશને જણાવ્યું હતું. વુહાન બાદ હુબેઈ પ્રાન્તમાં મોત વધી રહ્યા છે. નજીકના હોંગકોંગમાં પણ એક મરણ થયું છે. અમેરિકા-જાપાનમાં પણ આ વાઈરસથી ઘણા મોત થયા હતા.

૬૧૦૧ દર્દી ગંભીર હાલતમાં છે. ૧.૮૯ લાખ લોકો નિગરાની હેઠળ છે. સિંગાપોરમાં ૩૩નાં મોત થયા છે. દર્દીને રીકવરી થતાં હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ અપાયા છે એવા ૨૦૫૦ લોકો છે જેેને હૉસ્પિટલમાંથી રજા અપાઈ છે.

કોરોના વાઈરસના શંકાસ્પદ દર્દીઓને શોધવા માટે ઘરે ઘરે જઈને તપાસ થઈ રહી છે. અમુક દર્દીઓ આ વાઈરસ વિશે છુપાવતા હોવાની ફરિયાદ પણ આવતી રહી છે. જેઓ સારવારનો ઈનકાર કરે તેને સમજાવવા પોલીસની મદદ લેવાય છે.

News on 8 February

કોરોના વાઈરસ સામે ચીનમા જનયુદ્ધ

ચીનમાં નવા જીવલેણ કોરોના વાઈરસે અત્યાર સુધીમાં ૬૩૭ જણનો ભોગ લેતાં ચીને આ મહામારી વિરુદ્ધ જનયુદ્ધ આરંભ્યું છે.

કોરાના વાઈરસને કારણે ગુરુવારે વધુ ૭૩ જણનાં મોત સાથે ચીનમાં આ મહામારીનો મરણાંક ૬૩૭ પર પહોંચ્યો હતો.

મૃત્યુ પામેલાઓમાં મોટાભાગના આ વાઈરસના મુખ્ય કેન્દ્ર ગણાતા હુબેઈ પ્રાન્તના હોવાનું ચીનના આરોગ્ય ખાતાના અધિકારીઓએ શુક્રવારે કહ્યું હતું.

કોરોના વાઈરસના ક્ધફર્મ કેસનો આંક ૩૧૦૦૦ને પાર કરી ગયો હોવાનું તેમણે કહ્યું હતું.

ચીન અને ભારત સહિત વિશ્ર્વના ૨૭ કરતા પણ વધુ દેશ આ વાઈરસની સામે ઝઝુમી રહ્યા છે.

વુહાન અને હુબેઈ પ્રાન્તમાંથી આવતા પ્રવાસીઓને કારણે આ મહામારીનો વ્યાપ વધી રહ્યો હોવાનું તેમણે કહ્યું હતું.

વિદેશમાં કોરાના વાઈરસના કુલ ૨૨૦ કેસ નોંધાયા હોવાનું તેમણે કહ્યું હતું.

કેરળમાં અત્યાર સુધીમાં કોરાના વાઈરસના ત્રણ કેસ નોંધાયા હોવા વચ્ચે ૬૪૭ ભારતીયને વુહાનમાંથી સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા હોવાનું તેમણે કહ્યું હતું.

હુબેઈ પ્રાન્ત અને તેની રાજધાની ગણાતા વુહાન શહેરમાં ગુરુવારે કોરોના વાઈરસને કારણે ૬૯ જણનાં તો જિલિન, હેનાન, ગ્વાન્ગડૉન્ગ અને હૈનાનમ પ્રત્યેકમાં એક જણનું મોત થયું હોવા ઉપરાંત ૩૧૪૩ નવા સેક નોંધાયા હોવાનાં અહેવાલ છે.

ચીનના આરોગ્ય અધિકારીઓએ દેશના શ્રેષ્ઠ આઈસીયુ સ્ટાફ સહિત તબીબી ક્ષેત્રના ૧૧૦૦૦ કર્મચારીઓને વુહાન મોકલ્યા હતા જેમાં ૩૦૦૦ ડૉક્ટર, નર્સ અને ઈન્ટેન્સિવ કૅઅર સ્પેશિયાલિસ્ટનો સમાવેશ થતો હોવાનું તેમણે કહ્યું હતું.

February 7, 2020
coronavirus.jpg
1min5510

સમગ્ર વિશ્વને ભરડામાં લઇ રહેલા કોરોના વાઇરસની ભારતમાં ચકાસણી માટે હાલમાં કોરોના વાઇરસના ટેસ્ટ માટે બ્લડ સેમ્પલ પૂણે સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાયરોલોજી મોકલવામાં આવે છે. પણ હવે અમદાવાદના બી. જે. મેડિકલ કૉલેજમાં જ આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અમદાવાદ બી. જે. મેડિકલ કોલેજમાં કોરોના વાઇરસને લઈ ટેસ્ટિંગ લેબ પણ ઊભી કરવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

કેન્દ્ર સરકારે ભારતના તમામ ઍરપોર્ટ પર વિદેશથી આવતા પ્રવાસીઓના સ્ક્રીનિંગ માટે શું વ્યવસ્થા કરી છે તેની સમીક્ષા કરવા માટે કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમ મોકલી હતી. અમદાવાદમાં કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમે ઍરપોર્ટ પર તબીબી સુવિધા ચકાસી સંતોષ વ્યક્ત કર્યો હતો.

કોરોના વાઇરસનો ટેસ્ટ કરી શકાય તે માટે ટૂંક સમયમાં અમદાવાદની બી. જે. મેડિકલ કૉલેજમાં બ્લડ સેમ્પલના ટેસ્ટિંગની સુવિધા ઊભી કરાશે. ટેસ્ટ માટે જરૂરી કીટ ઉપલ્બ્ધ કરવામાં આવશે, જેના કારણે હવે પછી કોરોના વાઇરસના ટેસ્ટ માટે બ્લડનું સેમ્પલ પુણે મોકલવાની જરૂર નહીં પડે.

February 6, 2020
bhutan-1280x720.jpg
1min9360

ભૂટાન સરકારે નિયમોમાં ફેરબદલ કરતાં ભારતીય પાસપોર્ટ ધારકો માટે દેશમાં ફ્રી એન્ટ્રી બંધ કરવાનો નિર્ણય લીધો છે. 

નિયમોમાં ફેરફાર કરતા હવે જૂલાઇ 2020થી ભારતીય ટૂરિસ્ટએ ભૂટાન જવા માટે પ્રતિ દિવસના હિસાબથી 1200 રુપિયા ફી પેટે ભૂટાન સરકારને ચૂકવવા પડશે. ભૂટાને ફી નિયમમાં ફેરફાર ભારત સહિત માલદીવ અને બાંગ્લાદેશથી આવતા ટૂરિસ્ટ માટે પણ કર્યા છે. ભૂટાન જતાં ટૂરિસ્ટમાં 6થી 12 વર્ષની ઉંમર ધરાવતા બાળકો માટે પ્રવેશ ફી 600 રુપિયા રહેશે. ભૂટાન સરકાર મુજબ આ પ્રવેશ ફીને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ફી (SDF)કહેવામાં આવે છે.

ભારતીય ટૂરિસ્ટ માટે SDF હેઠળ વસૂલવામાં આવતી ફી, અન્ય દેશોના ટૂરિસ્ટ માટે રાખવામાં આવેલી ફીની સરખામણીએ ઘણી ઓછી છે. અન્ય દેશોના ટૂરિસ્ટએ હવે ભૂટાનમાં પ્રવેશ ફી તરીકે 65 ડોલર એટલે કે 4631 રુપિયા ચૂકવવા પડશે. આ સિવાય તેઓએ 250 ડોલરનું ફ્લેટ કવર ચાર્જ પણ આપવો પડશે.