CIA ALERT

Alert Archives - Page 227 of 521 - CIA Live

September 28, 2020
corona_india.jpg
1min4700

દેશમાં કોરોના મામલે લાંબા સમય બાદ સારા અહેવાલ સામે આવ્યા છે. જો કે કોરોનાનું જોખમ હજી પણ યથાવત છે. રાહતની વાત એ છે કે દેશમાં કોરોનાના કેસ ઘટવા લાગ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ સંક્રમણના 88600 નવા મામલા સામે આવ્યા છે. દેશમાં સંક્રમણના કુલ મામલા હવે 60 લાખને પાર થયા છે.

દેશમાં અત્યાર સુધીમાં 49 લાખથી વધારે લોકો સંક્રમણથી મુક્ત બની ચુક્યા છે અને આ હિસાબે સંક્રમણથી મુક્ત થવાનો દર 82.46 ટકા થયો છે. ભારતમાં કોરોના કેસની સંખ્યા 7 ઓગષ્ટના રોજ 20 લાખને પાર, 23 ઓગષ્ટના રોજ 30 લાખને પાર, પાંચ સપ્ટેમ્બરે 40 લાખ પાર અને 16મી સપ્ટેમ્બરના રોજ 50 લાખને પાર પહોંચી હતી. જો કે હવે દેશમાં કોરોનાના કેસ ઘટવા લાગ્યા છે.

 કેન્દ્રીય પોલીસ દળના 36 હજાર જવાનોને અત્યાર સુધીમાં કોરોના ચેપ લાગ્યો છે. જેમાં કુલ મળીને 128 લોકોનાં મૃત્યુ નીપજ્યાં છે. આમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોસ ઍ(સીઆરપીએફ), બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ), સેન્ટ્રલ ઔદ્યોગિક સુરક્ષા દળ (સીઆઈએસએફ), ભારત-તિબેટીયન બોર્ડર પોલીસ (આઈટીબીપી), સશસ્ત્ર બોર્ડર ફોર્સ, નેશનલ સિક્યુરિટી ગાર્ડ અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સનાં જવાનોનો સમાવેશ થાય છે.
‘સુરક્ષા દળોના 36,000 હજારથી વધુ લોકો કોરોનાનો ભોગ બન્યા છે. તેમાંથી 6,646 સક્રિય કેસ છે અને બાકીના સાજા થઈ ગયા છે. દેશની સૌથી મોટી સરહદ રક્ષક દળ બીએસએફમાં લગભગ 2.5 લાખ જવાનો છે, જેમાં સૌથી વધુ 10,636 કેસ નોંધાયા છે. મોટી અર્ધલશ્કરી દળ સીઆરપીએફમાં 10,602 અને સીઆઈએસએફમાં 6,466 કેસ છે. આ સીવાય આઇટીબીપીમાં 3,845, એસએસબીમાં 3,684, એનડીઆરએફમાં 514 અને એનએસજીમાં 250 કોરોના વાયરસના કેસ નોંધાયા છે. આઇટીબીપી 3,488 કિલોમીટરના ભારત-ચાઇના એલએસીનું રક્ષણ કરે છે.

September 27, 2020
Navratri_9swaroop.jpg
1min5090

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પ્રવર્તમાન વિશ્વ વ્યાપી કોરોના મહામારીને કારણે આ વર્ષે આગામી   નવરાત્રી એટલે કે 17 થી 25 ઑક્ટોબર દરમ્યાન રાજ્ય સરકાર દ્વારા ઉજવનારો રાજ્ય કક્ષાનો નવરાત્રી મહોત્સવ નહિ ઉજવવાનો નિર્ણય કર્યો છે. કોરોના સંક્રમણની સ્થિતિ ફરીથી ગંભીર બની રહી હોવાથી પ્રજાના આરોગ્યને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે.

મુખ્યમંત્રીએ વિશાળ જનહિતમાં  આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. તાજેતરમાં ગુજરાતમાં કોરોનાના કુલ કેસોનો આંકડો 1.30 લાખને પાર ગયો છે. રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુ 3,396 થયા છે. રાજ્ય સરકારે નવરાત્રિના તેમના આયોજનને રદ કરવાનો નિર્ણય કરતા આ વર્ષે કોરોનાકાળમાં અન્ય ખાનગી આયોજનોને પણ આડકતરો ઈશારો કરી દીધો હોવાનું જણાય છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના આ નિર્ણય મુજબ રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે  ઉજવવામાં આવતો રાજ્ય કક્ષાનો પરંપરાગત નવરાત્રી મહોત્સવ આ વર્ષે ઉજવવામાં આવશે નહિ.

September 26, 2020
Ukraine_Plane_Crash.jpg
1min5430

યુક્રેનમાં એક એરફોર્સનું વિમાન અકસ્માતનો ભોગ બન્યું છે. આ ઘટનામાં સૈન્ય કેડેટ્સ સહિત 22 લોકોનાં મોત થયા હોવાના અહેવાલ છે. યુક્રેનના એક મંત્રીએ એએફપીને જણાવ્યું હતું કે અકસ્માતમાં 2 અન્ય લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. વિમાનમાં 21 સૈન્ય વિદ્યાર્થીઓ સહિતના 28 લોકો હતા. મંત્રીએ કહ્યું કે આ ઘટના પાછળનું કારણ જાણી શકાયું નથી. યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડાયમર ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે તેઓ શનિવારે આ ઘટના સ્થળની મુલાકાત લેશે.

રાષ્ટ્રપતિએ ફેસબુક પર લખ્યું કે અમે દુર્ઘટનાના તમામ સંજોગો અને કારણોની તપાસ માટે તાકીદે એક કમિશનની રચના કરી રહ્યા છીએ. અહેવાલો અનુસાર એન્ટોનોવ -26 પરિવહન વિમાન યુક્રેન સમય રાત્રે 8:50 (17:50 જીએમટી) , ચૂહિવ એરફોર્સ વાય બેઝથી બે કિલોમીટર દુર્ઘટનાગ્રસ્ત. અકસ્માત બાદ વિમાનમાં આગ લાગી હતી. આગને કાબૂમાં લેવામાં એક કલાકનો સમય લાગ્યો.

ચૂહિવ શહેર ખાર્કિવથી આશરે 30 કિલોમીટર અંતરે દક્ષિણ-પૂર્વમાં અને રશિયન તરફી ભાગલાવાદીઓ સાથે ફ્રન્ટ લાઇનથી 100 કિલોમીટર પશ્ચિમમાં છે. મહત્વનું છે કે રશિયા અને યુક્રેનના સંબંધો તણાવ પર છે. અહીં રશિયા યુક્રેનના હિંસક ચળવળકર્તાઓને સપોર્ટ કરી રહ્યું છે. જેઓ ફરી એકવાર યુક્રેનને રશિયામાં ભેળવી દેવા માગે છે.

September 25, 2020
bihar.jpg
2min6030

કેન્દ્રીય ચૂંટણી પંચે બિહાર વિધાનસભાની 243 બેઠકો પર ત્રણ તબક્કામાં ચૂંટણીની જાહેરાત કરી છે. મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનિલ અરોરાએ શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સ યોજીના જાહેરાત કરતા જણાવ્યું હતું કે, કોરોના કાળમાં પ્રથમ ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે તમામ તકેદારી સાથે આ ચૂંટણીનું આયોજન કરવામાં આવશે. બિહારમાં 28 ઓક્ટોબરે પ્રથમ તબક્કાનું મતદાન થશે તેમજ 3 અ 7 નવેમ્બરના બીજા તેમજ ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે અને 10 નવેમ્બરના વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે.   

મતદાનનો સમય એક કલાક લંબાવ્યો

મુખ્ય ચૂંટણી કમિશ્નર અરોરાએ જણાવ્યું હતું કે કોરોના કાળમાં ચૂંટણી યોજવાનો પડકાર છે અને બિહાર વિધાનસભા ચૂંટણી સૌથી મોટો પડકાર છે. આ વખતે ચૂંટણીમાં મતદાનનો સમય એક કલાક લંબાવવામાં આવશે. સવારના 7થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન થઈ શકશે. કોવિડ 19 દર્દીઓ અંતિમ એક કલાકમાં મતદાન કરી શકશે. કોરોનાના દર્દીઓ માટે વિશેષ પ્રોટોકોલનો અમલ પણ કરવામાં આવશે તેમ સીઈસીએ જણાવ્યું હતું.

ચૂંટઈ પંચે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે બિહાર વિધાનસભા ચૂંટણી માટે સાત લાખ હેન્ડ સેનિટાઈઝર્, 46 લાખ માસ્ક, 6 લાખ પીપીઈ કિટ્સ, 6.7 લાખ માસ્ક શિલ્ડ સહિત 23 લાખ હેન્ડ ગ્લવ્ઝનો ઉપયોગ કરવામાં આવશે. જ્યાં જરૂર જણાશે ત્યાં પોસ્ટલ બેલેટની સુવિધા પણ પુરી પાડવામાં આવશે. ચૂંટણી પ્રચાર દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પણ પાલન કરવાનું રહેશે.

સોશ્યલ મીડિયા પર પંચની ચાંપતી નજર રહેશે

બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં સોશ્યલ મીડિયા પર ચાંપતી નજર રાખવામાં આવશે જેને પગલે કોઈ પક્ષ દ્વારા ઉશ્કેરણીજનક અથવા સમુદાયને ટાર્ગેટ કરીને કોઈ ટિપ્પણી કરશે તો પંચ આકરા પગલાં લઈ શકે છે. આ ઉપરાંત ભડકાઉ ભાષણો ઉપર પણ ચૂંટણી પંચની નજર રહેશે.

બિહારમાં ત્રણ તબક્કામાં ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. 28 ઓક્ટોબરના 71 વિધાનસભા બેઠકો માટે તેમજ 3 નવેમ્બરના 94 વિધાનસભા બેઠકો અને 7 નવેમ્બરના 79 વિધાનસભા બેઠકો પર મતદાન થશે. 10 નવેમ્બરના મતોની ગણતરી થશે તેમજ પરિણામ જાહેર કરાશે. આમ દશેરાથી દિવાળી સુધીમાં બિહારમાં આગામી કોની સરકાર રચાશે તે સ્પષ્ટ થઈ જશે.

બિહાર ચૂંટણી કાર્યક્રમ

28 ઓક્ટોબરના પ્રથમ તબક્કામાં 71 બેઠકો પર ચૂંટણી

1 ઓક્ટોબર- જાહેરનામું બહાર પડશે

8 ઓક્ટોબર- ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ

9 ઓક્ટોબર- સ્ક્રુટિની

12 ઓક્ટોબર- ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ

28 ઓક્ટોબર- મતદાન (71 બેઠકો પર)

10 નવેમ્બર- મતગણતરી

3 નવેમ્બરના બીજા તબક્કામાં 94 બેઠકો પર ચૂંટણી

9 ઓક્ટોબર- જાહેરનામું બહાર પડશે

16 ઓક્ટોબર- ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ

17 ઓક્ટોબર- સ્ક્રુટિની

19 ઓક્ટોબર- ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ

3 નવેમ્બર – મતદાન (94 બેઠકો પર)

10 નવેમ્બર- મતગણતરી

7 નવેમ્બરના ત્રીજા તબક્કામાં 78 બેઠકો પર ચૂંટણી

13 ઓક્ટોબર- જાહેરનામું બહાર પડશે

20 ઓક્ટોબર- ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ

21 ઓક્ટોબર- સ્ક્રુટિની

23 ઓક્ટોબર- ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ

7 નવેમ્બર- મતદાન (78 બેઠકો પર)

10 નવેમ્બર- મતગણતરી

September 25, 2020
utran.jpg
1min6970

સુરતના ઉત્રાણ નજીક આવેલા તાપી નદી પરના રેલવે બ્રીજ પરથી આજે એક મહિલાએ આત્મહત્યાના ઇરાદે નદીમાં ઝંપલાવી દીધું હતું. એ સમયે રેલવે ટ્રેક પર જ કાર્ય કરી રહેલી રેલવે વર્કમેન ટીમને આ ઘટનાની જાણ થતાં જ ટ્રેક મેન સ્ટાફ ત્યાં પહોંચી ગયા હતા અને સમયસર ફાયરબ્રિગેટ તેમજ અન્ય બચાવકર્મીઓને તેડાવીને ડૂબી રહેલી મહિલાનો જીવ બચાવવાનું સરાહનીય કાર્ય કર્યું હતું.

વેસ્ટર્ન રેલવેએ આ સમગ્ર ઘટના અંગે પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને જણાવ્યું હતું કે મહિલાનો જીવ બચાવવામાં સમયસૂચકતા વાપરનાર ટ્રેક મેનને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવશે.

September 25, 2020
ashapura.jpg
1min6100

આવતા મહિને નવરાત્રિના પવિત્ર તહેવારનો પ્રારંભ થાય છે, પરંતુ કોરોના મહામારીને કારણે કચ્છના અત્યંત પવિત્ર ધામ એવા માતાના મઢ આશાપુરા મંદિરને દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. મંદિર-પ્રશાસન અને સરકારી અધિકારીઓ વચ્ચે થયેલી મીટિંગમાં સ્થાનિક કલેક્ટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું જેમાં ૧૩થી ૨૫ ઑક્ટોબર વચ્ચે મંદિર બંધ રાખવાની જાહેરાત કરી છે. જોકે દર્શનાર્થીઓ ઑનલાઇન દર્શનનો લાભ લઈ શકશે.

નવરાત્રિમાં માતાના મઢનું મંદિર બંધ રહેશે એવી આ પ્રથમ ઘટના છે. દર વર્ષે નવરાત્રિમાં કચ્છના માતાના મઢમાં અનેક ભક્તો ઊમટી આવે છે. દેશ-વિદેશના શ્રદ્ધાળુઓ માતાજીનાં દર્શન માટે આવે છે. લાખો ભાવિકો માનતા રાખીને કે શ્રદ્ધાથી પદયાત્રા કરીને માતાના મઢ આવે છે. ગુજરાતનાં જ નહીં, મુંબઈ સહિતનાં દેશનાં અન્ય શહેરો-રાજ્યોમાંથી પદયાત્રા, સાઇકલયાત્રા કરીને લોકો માતાજીનાં દર્શન કરવા કચ્છમાં માતાના મઢ જાય છે. પદયાત્રાના માર્ગ પર અનેક કૅમ્પનું આયોજન થાય છે.

September 24, 2020
corona_india.jpg
1min4880

એક તરફ કેન્દ્ર્ સરકાર સતત એવા દિલાસા આપી રહી છે કે વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં કોરોના મૃત્યુદર સાવ ઓછો છે. પરંતુ, હકીકત એ છે કે સસલાની ગતિએ નહીં પરંતુ, કાચબાની ગતિએ પણ ભારતમાં કોરોના મૃત્યુદર વધી રહ્યો છે.

ભારતમાં કોરોના વાયરસના કારણે મૃત્યુ પામેલા દર્દીઓની સંખ્યા 90,000ને પાર થઈ ગઈ છે. જેમાં માત્ર 13 દિવસમાં 15,000 કરતા વધુ દર્દીઓએ જીવ ગુમાવ્યા છે.

તા.23મી સપ્ટેમ્બરના રોજ ભારતમાં વધુ 86,000 કરતા વધારે લોકોનું કોરોના ટેસ્ટીંગ પોઝિટિવ આવ્યું હોવાના અહેવાલોની સાથે જ, સપ્ટેમ્બર માસમાં ભારતમાં 20,00,000 કરતા વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે, જે કોઈ એક મહિનામાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે અને હજુ પણ તેમાં 6 દિવસના કેસ ઉમેરાવાના બાકી છે.

ભારતમાં એક દિવસમાં વધુ 86,825 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે સપ્ટેમ્બર મહિનાના 23 દિવસ દરમિયાન 20,44,570 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જે કોઈ પણ મહિનામાં નોંધાયેલા કેસ કરતા વધુ છે. આ આંકડો દુનિયાના બાકી દેશોને પણ પણ પાછળ છોડી રહ્યો છે. બીજી તરફ હજુ 7 દિવસના આંકડા બાકી છે જેથી તેની સંખ્યામાં હજુ પણ વધારો થશે.

ભારતમાં 86,000 કરતા વધુ નવા કેસ નોંધાવાની સાથે દેશમાં કુલ કેસનો આંકડો બુધવારે 57 લાખને પાર થઈ ગયો છે. ભારતમાં હવે કોરોનાના કુલ કેસ 57,27,193 થયા છે, જેમાંથી 46,63,623 દર્દીઓ સાજા થઈ ગયા છે. એટલે ભારતનો રિકવરી રેટ 81.4% થયો છે.

કેરળમાં પહેલી વખત 5000 કરતા વધુ કેસ નોંધાયા છે જે ચિંતામાં વધારો કરી રહ્યા છે. અહીં પહેલીવાર એક દિવસમાં 5,376 કેસ નોંધાયા છે. આ સિવાય રાજસ્થાન અને અરુણાચલ પ્રદેશમાં પણ એક દિવસમાં નોંધાયેલા કેસનો નવો રેકોર્ડ તોડ્યો છે.

September 23, 2020
breaking_CIA-1280x831.jpg
1min13790

https://m.facebook.com/story.php?story_fbid=3284845758267822&id=604307259655032

તા.23મી સપ્ટેમ્બરે મધરાતે સવા ત્રણ વાગ્યાના અરસામાં અડધા સુરતમાં પ્રચંડ વિસ્ફોટની ધણધણાટી અનુભવાતા લાખો સુરતીઓ નિંદરમાંથી જાગી ગયા હતા. કશુંક અજુગતું થયાની પોસ્ટ સોશ્યલ મિડીયામાં વહેતી થઇ હતી. જ્યાં આ વિસ્ફોટ બન્યો એ હજીરા કાંઠા વિસ્તારના ગામોમાં તો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. થોડા સમય તો ભારે અફરાતફરીનો માહોલ સજાર્યો હોવાનું ગામવાસીઓએ જણાવ્યું હતું.

સી.આઇ.એ. લાઇવએ સુરત ફાયર બ્રિગેડને આ અંગે પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે હજીરા સ્થિત ઓ.એન.જી.સી. પ્લાન્ટ ખાતે આગની હોનારત સર્જાયાનો કોલ મળ્યો છે અને સુરતથી ફાયર ફાઇટર રવાના થયા છે. પ્રાથમિક માહિતી મુજબ હજીરા ઓએનજીસી મધરાતે સવા ત્રણ વાગ્યાની આસપાસ એક મોટો બ્લાસ્ટ થયો હતો અને ત્યારબાદ આગ પ્રસરી હતી. લગભગ વીસેક મિનિટ સુધી તો આગની જવાળાઓ સાથે પ્રચંડ અવાજ સમગ્ર વિસ્તારમાં સંભળાય રહ્યો હતો. છેક સિટીલાઇટ સુધીના વિસ્તારોમાં અવાજો સંભળાયાનું સુરતીઓએ જણાવ્યું હતું.

ફાયર બ્રિગેડે જણાવ્યું હતું કે ઓએનજીસીની પાઈપલાઈનમાં લીકેજ થવાથી આગ લાગી હતી જેને કાબુમાં કરવા ફાયર ફાઇટર મોકલવામાં આવ્યા છે.

અડાજણ, અઠવાલાઇન્સથી ડુમસ સુધીના લાખો લોકો જાગ્યા

હજીરા ઓ.એન.જી.સી. ખાતે વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે રાંદેર, અડાજણ, પાલ, ઉમરા, અઠવાલાઇન્સ, પીપલોદથી લઇને ડુમસ સુધીના વિસ્તારો ધણધણી ઉઠ્યા હતા. બારી બારણા પણ ધ્રુજી ગયા હતા અને આગની પ્રચંડ જવાળાઓને કારણે સુરતનું આકાશ કેસરી રંગે રંગાઇ ગયેલું જોવા મળ્યું હતું. અઠવાલાઇન્સ, અડાજણ, પાલ, ભાઠા વિસ્તારના હાઇરાઇઝ બિલ્ડિંગોમાં રહેતા લોકોએ આગ તેમજ આકાશના ફોટોગ્રાફ્સ સોશ્યલ મિડીયામાં મૂકીને મોટી હોનારત સર્જાય હોવાની ભીંતી વ્યક્ત કરી હતી.

September 23, 2020
Career-in-Architecture-1-800x445-1.jpg
2min10060

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

વ્હાઇટ કોલર પ્રોફેશન તરીકે ગણનાપ્રાપ્ત બેચલર ઓફ આર્કિટેક્ચર અભ્યાસક્રમમાં પ્રવેશ માટેના લાયકાતના ધોરણોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચર અને કેન્દ્ર સરકારે આ વર્ષે કોવીડ-19 પેન્ડેમિક પરિસ્થિતિને પગલે નિર્ણય લીધો છે. ફક્ત આ વર્ષ માટે બદલાયેલા નિયમમાં ધો.12 ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓને નાટામાં પાસ પર્સન્ટેજ લાવવાની શરતે બી.આર્ક. કોર્સમાં પહેલા વર્ષમાં પ્રવેશ આપવામાં આવશે. એવી જ રીતે ધો.10 પછી ત્રણ વર્ષના ડિપ્લોમા હોલ્ડર ઉમેદવારોને પણ પાસ થવાની શરતે પ્રવેશ આપવામાં આવશે. આ વિદ્યાર્થીઓ પણ નાટા પરીક્ષાના નિયમો પાળવાના રહેશે.

અત્યાર સુધી આ નિયમ હતો

અત્યાર સુધી એવો નિયમ હતો કે બી.આર્ક.માં પહેલા વર્ષમાં પ્રવેશ માટે ધો.12 પીસીએમમાં ઓછામાં ઓછા 50 ટકા માર્કસ હોવા ફરજિયાત હતા. હવે આ વખતે કોવીડ-19ની પરિસ્થિતિમાં દેશના અનેક રાજ્યોના બોર્ડ દ્વારા ધો.12ની પરીક્ષાઓ લેવાઇ શકી ન હોઇ, એલિજિબિલીટી ક્રાઇટેરીયા ઘટાડી દેવામાં આવ્યા છે.

બેચલર ઓફ આર્કિટેક્ચર કોર્સમાં લાયકાતના ધોરણોમાં સુધારા અંગેનું ગેઝેટ

Click here to view Gujarat Architecture Colleges

http://jacpcldce.ac.in/Adm20/Archi/BArch_Institute.pdf

ગુજરાતમાં આર્કિટેક્ચરમાં પ્રવેશ કાર્યવાહીનું સમયપત્રક

September 23, 2020
Serum-Institute-of-India-pauses-Covid-vax-trials-in-India-2-491x267-1.jpg
1min5790
After Oxford Covid-19 Vaccine, Serum Institute Likely To Start Clinical  Trials Of Novavax's Vaccine Candidate In India

ભારતની સીરમ ઈન્સ્ટિટ્યૂટ વેક્સીન ઉત્પાદનના મામલે દુનિયાની સૌથી મોટી કંપની હોવાનો દાવો અગાઉ કરાઇ ચૂક્યો છે. બ્રિટનની ઓક્સફર્ડ યુનિવર્સિટીએ વિકસાવેલી કોરોના વેક્સીન પ્રોજેક્ટમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ અનેક ભાગીદારો પૈકીની એક સંસ્થા પણ છે

લાંબા સમયની ઇંતેજારી બાદ એવા સમાચાર આવ્યા છે કે સીરમ ઇન્સ્ટીટ્યુટ દ્વારા ભારતમાં ઓક્સફર્ડ યુનિવર્સિટીએ વિકસાવેલી વેક્સિનનું ઉત્પાદન શરૂ કરી દેવામાં આવ્યું છે. ભારતની ફાર્મા કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓક્સફર્ડ યુનિવર્સિટીના કોરોના વેક્સીન પ્રોજેક્ટમાં પાર્ટનર છે અને ભારતમાં આ વેક્સીનનું ટ્રાયલ કરાવી રહી છે.

પુનાની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ પહેલા જ ઓક્સફર્ડના પ્રોજેક્ટમાં કોલેબરેશન કરેલું છે. જો ઓક્સફર્ડની વેક્સીન સફળ થશે તો ભારતમાં તેની ઉપલબ્ધતામાં કોઈ મુશ્કેલી નહીં આવે.

અગાઉ ગત જુલાઇમાં સીરમ ઇન્સ્ટીટ્યુટ દ્વારા કરવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે સંખ્યાની દ્રષ્ટિએ દુનિયાની સૌથી મોટી વેક્સીન બનાવતી કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ કોડાગેનિક્સના CDX-005ને વિકસિત કરશે, જેને ઈન્જેક્શનને બદલે આંતરિક રીતે આપવામાં આવશે.