CIA ALERT

Alert Archives - Page 225 of 521 - CIA Live

October 9, 2020
corona_testing1.jpg
1min5480

રાજ્યમાં યોગ્યતા ધરાવતી લેબોરેટરીઓને કોવિડ-૧૯ માટેનો રેપિડ એન્ટિબોડી ટેસ્ટ કરવા માટે મંજૂરી આપવાનો રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. આ માટે જે-તે જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને કોર્પોરેશનના આરોગ્ય અધિકારીને મંજૂરી આપવા માટે અધિકૃત કરાયા છે, એન્ટિબોડી ટેસ્ટ દર્દી લેબોરેટરીમાં જઈને ટેસ્ટ કરાવે તો રૂપિયા ૪૫૦ અને દર્દીના ઘરે કે હોસ્પિટલમા જઈ સેમ્પલ કલેકટ કરે તો રૂપિયા ૫૫૦નો ખર્ચ થશે.

રાજ્યના આરોગ્ય વિભાગની યાદીમાં જણાવાયા મુજબ, રાજ્યમાં હાલના તબક્કે વિવિધ લેબોરેટરીઓને આરટી-પીસીઆર ટેસ્ટ માટે રાજ્યકક્ષાએથી માન્યતા આપવામાં આવેલી છે. વિવિધ ખાનગી લેબોરેટરીઓ તરફથી રેપિડ એન્ટિબોડી ટેસ્ટ કરવા માટે રાજ્ય સરકાર પાસે મંજૂરી માગવામાં આવી હતી, જે અન્વયે રાજ્યમાં વિવિધ શરતોને આધીન યોગ્યતા ધરાવતી લેબોરેટરીઓને કોવિડ-૧૯ માટેનો રેપિડ એન્ટિબોડી ટેસ્ટ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. આમાં જે-તે લેબોરેટરીમાં એમ.ડી. પેથોલોજિસ્ટ કે એમ. ડી. માઈક્રોબાયોલોજિસ્ટ ફરજિયાત ઉપલબ્ધ હોવા જોઈએ, જે-તે લેબોરેટરી પાસે જરૂરી માનવસંસાધન તેમજ સાધનો પણ પૂરતાં પ્રમાણમાં ઉપલબ્ધ હોવાં જોઈએ, લેબોરેટરીએ રેપિડ એન્ટિબોડી ટેસ્ટ કરવા માટે જે-તે જિલ્લા/કોર્પોરેશનના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી કે આરોગ્ય અધિકારી, મહાનગરપાલિકા પાસે મંજૂરી મેળવવાની રહેશે. મંજૂરી મેળવ્યા બાદ જ જે-તે લેબોરેટરી રેપિડ એન્ટિબોડી ટેસ્ટ કરી શકશે.

October 8, 2020
home.png
1min5260

કોરોનાને કારણે લગાવવામાં આવેલા લોકડાઉન બાદ ઘરોના વેચાણની માગ વધી હોવા છતાં જુલાઇથી સપ્ટેમ્બર દરમિયાન દેશના મુખ્ય સાત શહેરમાં ઘરોનું વેચાણ ૩૫ ટકા ઘટીને ૫૦,૯૮૩ યુનિટ રહ્યું હતું, જ્યારે ગયા વર્ષે આ સમાન સમયગાળામાં દિલ્હી-એનસીઆર, મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર), ચેન્નઇ, કોલકાતા, બેંગલુરુ, હૈદરાબાદ અને પુણેમાં ઘરોનું વેચાણ ૭૮,૪૭૨ યુનિટ રહ્યું હતું, એમ પ્રોપઇક્વિટી દ્વારા જાહેર કરાયેલા ડેટામાં જણાવાયું હતું.

એમએમઆરમાં ઘરોનું વેચાણ ૩૦ ટકાના ઘટાડા સાથે ૧૬,૬૫૨ યુનિટ થયું હતું.

પ્રોપર્ટી કન્સલ્ટન્ટ એનરોડે જણાવ્યું હતું કે મુખ્ય સાત શહેરમાં જુલાઇથી સપ્ટેમ્બર સુધી રહેવાસી મિલકતોનું વેચાણ ૪૬ ટકા ઘટાડા સાથે ૨૯,૫૨૦ યુનિટ રહ્યું હતું.

‘ભારતીય રિયલ એસ્ટેટ સેક્ટરમાં હવે રિકવરી દેખાઇ રહી છે, કારણ કે ગત ત્રિમાસિકમાં વિવિધ સ્કીમ અને ઓફર્સ સાથે ઘણા પ્રોજેક્ટ્સ હાથ ધરાયા હતા’, એમ પ્રોઇક્વિટીના સ્થાપક અને એમડી સમીર જાસુજાએ જણાવ્યું હતું.

‘હાલમાં તહેવારોની મોસમ ચાલી રહી છે તેથી ગ્રાહકોને આકર્ષવા માટે વધુ ઓફર, ડિસ્કાઉન્ટ્સ અને નાણાં ચૂકવણી માટેની વધુ સુવિધાઓ આપવામાં આવી શકે છે’, એમ જાસુજાએ જણાવ્યું હતું.

બેંગલુરુમાં ઘરોનું વેચાણ ૪૪ ટકાના ઘટાડા સાથે ૬૦૯૮ યુનિટ થયું હતું, જ્યારે ગયા વર્ષે આ આંકડો ૧૦૮૭૮ યુનિટ રહ્યો હતો.

દિલ્હી-એનસીઆરમાં ઘરોનું વેચાણ ૨૩ ટકાના ઘટાડા સાથે ૧૨,૨૩૭ યુનિટ રહ્યું હતું.

October 7, 2020
gujarat_map-1280x1023.png
1min5080

ગુજરાત રાજ્યમાં આવેલા 2700 જેટલા ગામડાઓની પંચાયત કચેરીઓમાં હવેથી સોગંદનામું, દાખલા અને સર્ટિફિકેટ જેવી વિવિધ ૨૨ જેટલી સેવાઓ ઉપલબ્ધ બનશે. ગુજરાત સરકાર આવતીકાલ તા.૮મી ઓક્ટોબરથી 2700 ગ્રામ પંચાયતોમાં આ સેવાઓનો આરંભ કરાવી રહી છે. રાજ્યના ગામડાઓને ઓપ્ટીક ફાઇબર કેબલથી કનેક્ટ કરી દેવાયા હોઇ, હવે આ ગામડાઓમાં ડિજિટલ સેવાઓ ઉપલબ્ધ બનાવી શકાશે.

પ્રાથમિક તબક્કે ડિજિટલ સેવાસેતુમાં આવરી લઇ બે હજાર ગ્રામ પંચાયતમાં આ સેવાઓ શરૂ થશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી આ સેવાનો ૮ ઓક્ટોબરે શુભારંભ કરાવશે. ગ્રામીણ નાગરિકોને રોજ-બરોજની સેવાઓ કે સર્ટિફિકેટ, દાખલાઓ માટે તાલુકા-જિલ્લામથકે ધક્કા ન ખાવા પડે, સમય અને આવવા-જવાના વાહન ભાડાના ખર્ચનો બચાવ થશે.

સરકારે લીધેલા નિર્ણયથી ગ્રામ પંચાયતના સેવા કેન્દ્ર-ગ્રામ પંચાયત કચેરીએથી જ હવે, રેશનકાર્ડની સેવાઓમાં નામ દાખલ કરવું, નામ કઢાવવું કે સુધારો કરવો અથવા ડુપ્લિકેટ રેશનકાર્ડ મેળવવું જેવી સેવાઓ, આવકનો દાખલો, સિનિયર સિટિઝનનો દાખલો, ક્રિમિલીયર સિર્ટિફિકેટ, જાતિના પ્રમાણપત્રો જેવી સેવાઓ ડિજિટલ સેવા સેતુ માધ્યમથી માત્ર ૨૦ રૂપિયાની નજીવી ફીથી મળશે.

મુખ્યમંત્રીએ આ ડિજિટલ સેવાસેતુનો વ્યાપ વધુ વિસ્તરે તેમજ ગ્રામીણ નાગરિકો લોકોને આવા દાખલાઓ માટે કરવાની થતી એફિડેવિટ-સોગંદનામા માટે તાલુકા કક્ષાએ કે નગરમાં જિલ્લામાં નોટરી પાસે જવું જ ન પડે તેવો પણ ક્રાંતિકારી નિર્ણય કર્યો છે. ઓથ એક્ટ ૧૯૬૯ની કલમ-૩ની જોગવાઇઓ મુજબ કરવાના સોગંદનામા એફિડેવિટ કરવા માટે ગ્રામ્યકક્ષાએ ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રીને સત્તાઓ આપવામાં આવશે.

October 5, 2020
chirag-ram_1601729505.jpg
1min4910

બિહારમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ સંભળાઇ રહ્યા છે ત્યારે લોક જનશક્તિ પાર્ટી (એલજેપી)એ રવિવારે જણાવ્યું હતું કે જેડી (યુ)ના પ્રમુખ અને મુખ્ય પ્રધાન નીતીશ કુમારના નેતૃત્વ હેઠળ વિધાનસભાની ચૂંટણી લડવાનું તેમને સ્વીકાર્ય નથી.

Bihar Assembly election 2020: With NDA or solo, LJP to decide today | India  News | Zee News

એલજેપીના પ્રમુખ ચિરાગ પાસવાનના નેતૃત્વમાં મળેલી પક્ષની સંસદીય સમિતિની બેઠકમાં ભાજપ સાથે ગઠબંધન જાળવી રાખવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો

અને જણાવવામાં આવ્યું હતું કે તેમના બધા વિધાનસભ્યો વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવા માટે કામ કરશે. એનડીએ બિહારમાં નીતીશ કુમારના નેતૃત્વ હેઠળ ચૂંટણી લડશે એવી ભાજપે અગાઉ જાહેરાત કરી હતી.

October 4, 2020
dinesh_navadia_cialive.jpg
2min7950
  • 4/10 એ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે આશિષ ગુજરાતી ચૂંટાઇ આવ્યા
  • 5/10 એ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ SGCCIની AGM
  • 6/10 એ વિજયી મૂહૂર્તમાં સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ SGCCI દિનેશ નાવડીયાની ટીમ ચાર્જ ગ્રહણ કરશે
  • 7/10 બુધવારે 7/10 બુધવારે પ્લેટીનમ હોલ ખાતે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ SGCCI નવા પ્રમુખ તરીકે દિનેશ નાવડીયા માટે ઇન્સ્ટોલેશન સેરેમની
  • દિનેશ નાવડીયાની ટીમમા વાઇસ પ્રેસિડેન્ટ તરીકે આશિષ ગુજરાતી, સેક્રેટરી તરીકે નિખીલ મદ્રાસી અને ખજાનચી તરીકે મનીષ કાપડીયા ચાર્જ ગ્રહણ કરશે

Jayesh Brahmbhatt 98253 44944

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ SGCCIના નવા પ્રેસિડેન્ટ તરીકે દિનેશ નાવડીયા આગામી તા.7મી ઓક્ટોબરને બુધવારે સત્તાવાર રીતે ચાર્જ લેશે. દિનેશ નાવડીયા સાથે તેમની સમગ્ર ટીમનો પદગ્રહણ સમારોહ પ્લેટિનમ પ્લાઝા ખાતે યોજાશે. દિનેશ નાવડીયાને એક મહિના માટે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ SGCCIના ઇન્ચાર્જ પ્રેસિડેન્ટ બનાવાયા હતા એ સમય દરમિયાન જ તેમણે ચેમ્બર ઓફ કોમર્સની પ્રવૃત્તિઓને એવી ધમધમાવી દીધી હતી કે તેમના વિરોધી જૂથે તરકટ રચીને પ્રમુખ પદથી દૂર રાખવાના પ્રયાસો કરી જોયા હતા. પરંતુ, વિરોધીઓની એકેય કારી કારગત નિવડી ન હતી.

આજરોજ તા.4 ઓક્ટોબર 2020ના રોજ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ SGCCI વાઇસ પ્રેસિડેન્ટ પદની ચૂંટણીમાં આશિષ ગુજરાતીનો વિજય થયા બાદ આવતીકાલ તા.5મી ઓક્ટોબર 2020ના રોજ વર્તમાન પ્રેસિડેન્ટ કેતન દેસાઇએ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ SGCCIની એન્યુઅલ જનરલ મિટીંગ ઝુમ એપ્લિકેશન પર યોજી છે.

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ SGCCI વાઇસ પ્રેસિડેન્ટની ચૂંટણીમાં આશિષ ગુજરાતી વિજયી

અપેક્ષા મુજબ જ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ SGCCIના વાઇસ પ્રેસિડેન્ટ પદ માટેની ચૂંટણીમાં આશિષ ગુજરાતીનો વિજય થયો હતો. સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ SGCCI વિતેલા વર્ષથી જ દિનેશ નાવડીયા અને બીએસ અગ્રવાલની બનેલી ધરી શક્તિશાળી નિવડી છે અને સતત બીજા વર્ષે દિનેશ નાવડીયા જૂથે વાઇસ પ્રેસિડેન્ટ પદની ચૂંટણી જીતી લીધી છે. જે રીતે પ્રચારમાં બન્ને ઉમેદવારો આશિષ ગુજરાતી અને મિતીશ મોદી વચ્ચે કાંટાની ટક્કર હોવાનો પ્રભાવ ઉભો કરાયો હતો એનાથી વિપરીત આશિષ ગુજરાતીએ આસાનીથી અને મોટા માર્જિન સાથે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ SGCCI વાઇસ પ્રેસિડેન્ટ પદ માટેની ચૂંટણી જીતી લીધી છે.

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના વાઇસ પ્રેસિડેન્ટની ચૂંટણીની પ્રક્રિયા પૂરી થયા બાદ ચૂંટણી કમિટીના સભ્યો સર્વશ્રી હેતલ મહેતા અને શ્રી કમલેશ યાજ્ઞિકે પ્રેસિડેન્ટ દિનેશ નાવડીયા, વાઇસ પ્રેસિડેન્ટ આશિષ ગુજરાતી અને મિતીશ મોદીને સાથે રાખીને ખેલદીલીભર્યો માહોલ ખડો કર્યો હતો

આશિષ ગુજરાતીની જીત નિશ્ચિત હતી

સોમવારે 5/10 એ ચેમ્બરની AGM

October 4, 2020
tet.jpg
1min13160

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

દેશમાં શિક્ષક બનવા માટે ટીચર્સ એલિજિબિલીટી ટેસ્ટ TET લેવાની પદ્ધતિ જ્યારથી લાગૂ કરવામાં આવી હતી ત્યારથી તેની સાથે એક જોગવાઇ એ પણ સામેલ કરવામાં આવી હતી કે એક વખત ટેસ્ટ આપનાર શિક્ષક માટે એ ટેસ્ટનો સ્કોર 7 વર્ષ માટે જ વેલિડ (માન્ય) ગણાશે. વેલિડીટી સમય પૂરો થઇ ગયા બાદ એ શિક્ષકનો ટેટનો સ્કોર માન્ય રહેશે નહીં અને એ શિક્ષકે 7 વર્ષ બાદ ફરીથી ટીચર્સ એલિજિબિલીટી ટેસ્ટ TET આપવાની રહે છે. પરંતુ, હવે આ જોગવાઇ રદ થવા જઇ રહી છે.

ગુડ ન્યુઝ

હવે પછી ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ TET પાસ કર્યા પછી ફરીવાર આ ટેસ્ટ આપવી નહીં પડે. એટલે કે કોઇ એક ઉમેદવારે આજીવન ફક્ત એક જ વખત ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ TET પાસ કરવાની રહેશે. આ પ્રકારનો નિર્ણય તાજેતરમાં જ નવી દિલ્હી ખાતે મળેલી નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર્સ એજ્યુકેશન (એનસીટીઇ)ની તાજેતરમાં મળેલી સામાન્યસભાની બેઠકમાં એવો મહત્ત્વનો નિર્ણય લેવાયો છે.

નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર્સ ટ્રેનિંગની જનરલ બોર્ડ મિટીંગમાં લેવાયેલા નિર્ણયની ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત સાથે અમલ શરૂ કરવામાં આવશે એવી વિગતો જાણવા મળી છે. 

નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર્સ ટ્રેનિંગના આ નિર્ણયનો સીધો ફાયદો દેશના હજારો શિક્ષકોને મળશે.

એનસીટીઇ સંલગ્ન કોલેજમાં બી.એડ. પૂરું કર્યા બાદ ટીચર તરીકે નોકરી મેળવવા માટે ઉમેદવારોએ જે તે રાજ્યોમાં TET આપવી ફરજિયાત છે. બી.એડ. કર્યા પછી દરેક ઉમેદવારો આ ટેસ્ટ આપે અને તેમાં પાસ થાય પછી જ શિક્ષક તરીકેની નોકરી મળતી હોય છે. ટેટ પાસ કર્યા બાદ તેનો સ્કોર 7 વર્ષ સુધી જ વેલિડ રહેતો હતો. 7 વર્ષ સુધી જો કોઇને નોકરી ન મળે કે નોકરી ન સ્વીકારે અને એ પછી શિક્ષક તરીકે જોડાવું હોય તો પુનઃ ટેટ પરીક્ષા આપવાની રહેતી હોય છે. પરંતુ, હવે આ જોગવાઇ કાઢી નાંખવામાં આવી છે.

October 4, 2020
coronaworld.jpg
1min6930

વિતેલા 24 કલાકમાં વિશ્વસ્તરે 3 લાખથી વધારે સંક્રમણના નવા કેસ સામે આવ્યા છે, જ્યારે પાંચ હજારથી વધુ લોકોના મોત થયા છે. જેમાં સૌથી વધુ મોત ભારતમાં થઇ હોવાનું જણાયુ છે. ભારતમાં વિતેલા 24 કલાકમાં 1071 લોકોના મોત કોરોના સંક્રમણને લીધે થયા છે. દુનિયાભરમાં અત્યાર સુધી ત્રણ કરોડ ચાલીસ લાખથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થઇ ચૂક્યા છે. 

ભારતમાં વિતેલા 24 કલાકમાં 1071 લોકોના મોત કોરોના સંક્રમણને લીધે થયા છે. 

વિશ્વના કુલ કેસ પૈકી 54 ટકાથી વધુ કોરોના સંક્રમણના કેસ અમેરિકા, ભારત અને બ્રાઝીલમાં છે અને મૃત્યુઆંકમાં 45 ટકાથી વધુ મોત આ ત્રણેય દેશોમાં જ થઇ છે. વિતેલા 24 કલાકમાં અમેરિકામાં 51,403, ભારતમાં 79,974 અને બ્રાઝીલમાં 33,002 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે મૃત્યુઆંકમાં ભારતમાં સૌથી વધુ 1071, અમેરિકામાં 864 અને બ્રાઝીલમાં 664 કેસ નોંધાયા છે.

વર્લ્ડોમીટર મુજબ અમેરિકામાં કોરોના સંક્રમણના કેસ આંકડો 75,49,323એ પહોંચી ગયો છે, જેમાં 2,13,524 લોકોના મોત નીપજ્યા છે. એ પછી બીજા નંબરે ભારતમાં 64,71,934 કેસ છે. બ્રાઝીલમાં કુલ કેસ 48,42,231 સુધી પહોંચી ગયા છે. અહીં 1,45,431થી વધુ લોકોના મોત નીપજ્યા છે. 

October 3, 2020
ataltunnel.jpg
1min7590

લદાખના રોહતાંગમાં બનાવવામાં આવેલી અને વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્ત્વની વિશ્ર્વની સૌથી લાંબી ઑલ સીઝન હાઇવે ટનલ ‘અટલ ટનલ રોહતાંગ’નું વડા પ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ઉદ્ઘાટન કરીને જનતા માટે ખુલ્લી મૂકશે. વડા પ્રધાન કાર્યાલયે જણાવ્યા અનુસાર ઉદ્ઘાટન બાદ વડા પ્રધાન લાહોલ સ્પિતિ અને સોલાંગ વેલી ખાતે જાહેર કાર્યક્રમમાં ભાગ લેશે. ચીન સાથે વકરેલો સીમાવિવાદ જો લાંબો ચાલે તો ઝડપથી સૈન્ય અને સરંજામ સરહદે લઇ જવામાં અને દેશની સીમાનું રક્ષણ કરવામાં આ ટનલ અત્યંત મહત્ત્વનો ભાગ ભજવશે.

PM Modi To Inaugurate Atal Tunnel At Rohtang On 3 October; Here's  Everything To Know About World's Longest Highway Tunnel

ચીન સાથે લદાખની સરહદે ચાલી રહેલા સીમાવિવાદને ટાંકણે જ મનાલી અને લેહ વચ્ચેનું અંતર ૪૬ કિ. મી. ઓછું કરતી વિશ્ર્વની સૌથી લાંબી હાઇવે ટનલ ‘અટલ ટનલ રોહતાંગ’ તૈયાર થઇ એ ભારત માટે ઘણી અગત્યની વાત છે.

આ ટનલ હિમાચલ પ્રદેશના મનાલીથી લદાખના લેહ સુધીનું અંતર ૪૬ કિ. મી. ઓછું કરવા સાથે પ્રવાસનો સમય ચારથી પાંચ કલાક ઓછો કરશે.

અત્યંત આધુનિક રીતે બનાવવામાં આવેલી આ ટનલ ૯.૦૨ કિ.મી. લાંબી છે અને એ લેહ-મનાલી હાઇવે પર આવેલા પૂર્વ પીર પાંજલ રેન્જમાં રોહતાંગ પાસની નીચેથી પસાર થાય છે.

વડા પ્રધાન કાર્યાલયે જણાવ્યા અનુસાર વિશ્ર્વની સૌથી લાંબી હાઇવે ટનલ ‘અટલ ટનલ’ રૂ. ૩૨૦૦ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે અને રોહતાંગ ખાતે એની ઊંચાઇ ૩૦૦૦ મીટર (સમુદ્રની સપાટીથી ૧૦,૦૦૦ ફૂટ ઊંચાઇએ) આવેલી છે.

આ ટનલ માટે રૂ. ૪૦૮૩ કરોડનું બજેટ મંજૂર કરાયું હતું, પણ ટનલ એથી ઘણી ઓછી કિંમતે રૂ. ૩૨૦૦ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે.

અટલ ટનલનું દક્ષિણમુખ ૩,૦૬૦ મીટરની ઊંચાઇએ મનાલીથી ૨૫ કિ. મી. ના અંતરે આવેલું છે અને ઉત્તરમુખ લાહૌલ વેલીમાં સિસ્સુના તેલિંગ ગામની નજીક ૩.૦૭૧ મીટરની ઊંચાઇએ આવેલું છે.

ઘોડાની નાળના આકારની આ ટનલમાં સિંગલ ટયૂબ ડબલ લૅન છે અને એમાં ૮ મીટર પહોળા રસ્તા છે.

વધુમાં વધુ ૮૦ કિ. મી. ની સ્પીડે રોજ ૧૫૦૦ ટ્રક અને ૩૦૦૦ કાર જઇ શકે એ રીતે એની ડિઝાઇન બનાવવામાં આવી છે.

વીસ વર્ષ અગાઉ ૩જી જૂન, ૨૦૦૦ના દિવસે અટલબિહાર વાજપેયી સરકારે આ ટનલે બાંધવાનો નિર્ણય લીધો હતો અને દક્ષિણમુખ માટેના શિલાન્યાસનો કાર્યક્રમ ૨૬મી મે ૨૦૦૨ના દિવસે યોજાયો હતો.

મોદી સરકારે ગત વર્ષે દિવંગત વડા પ્રધાન અટલબિહારી વાજપેયીના નામ પરથી ડિસેમ્બર ૨૦૧૯માં રોહતાંગ ટનલનું નામ અટલ ટનલ રાખવાનો નિર્ણય લીધો હતો.

આ ટનલ તૈયાર કરવા માટે બૉર્ડર રોડ ઑર્ગેનાઇઝેશન (બીઆરઓ)ના જવાનોએ અથાગ પ્રયત્ન અને સતત કામ કરીને વિશ્ર્વની વિશિષ્ટ ટનલ બાંધવામાં મોટો ફાળો આપ્યો છે.

October 1, 2020
CIA_Live_Logo_New2.jpg
1min6470

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પૂર્વ કુલપતિ શિવેન્દ્ર ગુપ્તા મહાશયની મહેરબાનીને કારણે લાગૂ કરવામાં આવેલી ઢંગધડા વગરની પ્રવેશ કાર્યવાહીને કારણે પરિસ્થિતિ એ થઇ છે કે મે-જૂનમાં ધો.12 સાયન્સ, કોમર્સના પરીણામો જાહેર થઇ ચૂક્યા હોવા છતાં વીર નર્મદ યુનિ.માં ક્યાંય કોઇ કોર્સમાં અભ્યાસ તો દૂરની વાત પણ પહેલા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા પણ પૂરી થઇ નથી.

વીર નર્મદ યુનિવર્સિટી હાલ કોઇપણ જાતની ફી ભરાવ્યા વગર હંગામી પ્રવેશ આપી રહી છે, ફી ભરાવીને પ્રવેશ કન્ફર્મ નહીં કરાવે ત્યાં સુધી ઉંચી ટકાવારી ધરાવતા વિદ્યાર્થીઓ જુદા જુદા કોર્સમાં રોકી રાખેલી સીટો નહીં છોડે

જાણકારોના જણાવ્યા અનુસાર હાલમાં યુનિવર્સિટીની ઢંગધડાવગરની પ્રવેશ પ્રક્રિયાને કારણે ધો.12માં ઉંચી ટકાવારી સાથે પાસ થયા હોય એવા વિદ્યાર્થીઓ એક નહીં અનેક કોર્સ (કોલેજ નહીં)માં સીટ રોકીને બેસી ગયા છે. જેમકે

યુનિ. પ્રવેશ આપે છે પણ ફી ભરાવતા ન હોઇ, અનેક કોર્સમાં પ્રવેશાર્થીઓએ સીટ રોકી રાખી છે

  • ધો.12 સામાન્ય પ્રવાહમાં ઉંચી ટકાવારી ધરાવતા વિદ્યાર્થીઓએ બી.કોમ., બી.બી.એ., બી.સી.એ., એમ.એસસી. આઇ.ટી, ઇન્ટીરીયર ડિઝાઇન, લૉ, એચ.આર.ડી., આર્ટસ વગેરે તમામ જગ્યાએ ઓનલાઇન ફોર્મ ભર્યા છે અને તમામ જગ્યાએ પ્રવેશ તેમને મેરીટના ધોરણે ફાળવવામાં આવ્યો છે. એક વિદ્યાર્થી આ પ્રકારે જુદાજુદા કોર્સની કોલેજમાં પ્રવેશ લઇને બેઠા છે, ક્યાંય તેમનો પ્રવેશ કન્ફર્મ નથી કેમકે યુનિવર્સિટી કે કોલેજોએ ફી લીધી નથી.

ઉંચી ટકાવારી વાળા વિદ્યાર્થીઓ સીટ છોડતા નથી ને ઓછી ટકાવારીવાળાને પ્રવેશ મળતો નથી

  • બીજી તરફ, 65 ટકાથી ઓછું પરીણામ ધરાવતા હજારો પ્રવેશાર્થીઓ કોલેજોમાં પ્રવેશથી વંચિત રહી ગયા છે. કેમકે તમામ જગ્યાએ બેઠકો ફૂલ થઇ ગઇ છે. બેઠકો ફુલ થઇ જવાનુું કારણ ઉંચુ પરીણામ ધરાવતા વિદ્યાર્થીઓને ફી ભરવાનું કહેવાય તો તેઓ કોઇ એક જગ્યાએ પ્રવેશ કન્ફર્મ કરાવે અને જેથી બીજા કોર્સની કોલેજોમાંથી તેમણે રોકી રાખેલી સીટો છુટી થાય. આવી પ્રોસીજર હાથ ધરાઇ નથી એટલે ઓછી ટકાવારીવાળા હજારો વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા છે.

બી.એસસી.માં પણ એ જ હાલત

  • બી.એસસી.માં પણ એવી જ સ્થિતિ છે. ધો.12 સાયન્સમાં 80થી 90 ટકા પરીણામ ધરાવતા વિદ્યાર્થીઓનું કન્ફર્મ છે કે તેઓ ઇજનેરી, મેડીકલ, પેરામેડીકલ, ફાર્મસીમાં પ્રવેશ લેવાના છે, આ વિદ્યાર્થીઓ પણ બી.એસસી.ની જુદી જુદી કોલેજોમાં હંગામી પ્રવેશ લઇને બેઠા છે. યુનિ.ની ઢંગધડા વગરની પ્રવેશ કાર્યવાહીનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે કેમકે તેમને પ્રવેશ કન્ફર્મ કરવા માટે ફી ભરવાનું કહેવાયું નથી. બીજી તરફ બીએસસીમાં ખરેખર જેમણે અભ્યાસ કરવો છે એવા 65 ટકાથી ઓછું પરીણામ ધરાવતા વિદ્યાર્થીઓ પ્રવેશની રાહ જોઇને બેઠા છે.

આવું ને આવું રહેશે તો ડિસેમ્બર સુધી મેળ નહીં આવે

જાણકારો કહે છે કે આ જ પ્રકારે યુનિવર્સિટી હંગામી પ્રવેશ આપ્યે રાખશે તો કોઇ વિદ્યાર્થી તેમનો પ્રવેશ કન્ફર્મ નહીં કરાવે અને યુનિ.ની પ્રવેશ પ્રક્રિયા ડિસેમ્બર સુધી ચાલ્યે રાખશે. યુનિવર્સિટીએ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિ.ની જેમ બે રાઉન્ડમાં પ્રવેશ પ્રક્રિયા આટોપી લેવી જોઇએ. પહેલા રાઉન્ડમાં એલોટમેન્ટ સાથે જ ફી ભરીને કન્ફર્મ કરવા અથવા તો રિશફલિંગ રાઉન્ડમાં જવાનો વિકલ્પ આપવો જોઇએ. જેથી વિદ્યાર્થીઓમાં પણ ક્લેરિટી આવી શકે.

October 1, 2020
farmers.jpg
1min5310

કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલા કૃષિ કાયદાના રાજ્યમાં અમલ માટે કાઢવામાં આવેલા અધ્યાદેશને આખરે રાજ્યસરકારે રદ કર્યો છે. બુધવારે સવારથી થયેલા નાટ્યાત્મક ઘટનાક્રમ બાદ આખરે રાજ્ય સરકારે આ અધ્યાદેશને રદ કરવાનો નિર્ણય લેવાની ફરજ પડી હતી. કોંગ્રેસે કૃષિ કાયદાને લઈને આક્રમક વલણ અપનાવ્યું હતું અને રાજ્યસરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા અધ્યાદેશને રદ ન કરવામાં આવે તો પ્રધાનમંડળની બેઠકમાં ગેરહાજર રહેવાની ચીમકી આપી હતી.

રાજ્યના કૃષિ ખાતાના માર્કેટિંગ ડિપાર્ટમેન્ટના ડિરેક્ટર કૃષિ કાયદાના અમલ અંગેના અધ્યાદેશને રદ કરવાના વિરોધમાં હોવા છતાં મહારાષ્ટ્ર સરકારે તેમના વિરોધને કચડી નાખવા માટે તત્કાળ વિધાનસભ્યોની અપીલ પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને તેના પર કાર્યવાહી કરીને અધ્યાદેશને રદ કરવાનો આદેશ બહાર પાડ્યો હતો. આ અધ્યાદેશ રદ થતાં હવે એપીએમસી માર્કેટને સંજીવની મળવાની આશા જાગી છે.

ખેડૂતોના હિત માટે કૃષિ ઉત્પાદનોના વેચાણને નિયંત્રણ મુક્ત કરવાનો આદેશ ઓગસ્ટ મહિનામાં કાઢવામાં આવ્યો હતો. આ આદેશને પગલે એપીએમસી માર્કેટની બહાર પણ કૃષિ માલને વેચવાની પરવાનગી આપવામાં આવી હતી.

રાજ્યની મોટા ભાગની એપીએમસીમાં પ્રભુત્વ ધરાવતા કોંગ્રેસ-એનસીપી માટે આ અત્યંત મુશ્કેલ ઘડી હતી. આ સંદર્ભે કાયદો સંસદમાં ગયા અઠવાડિયે મંજૂર થયા બાદ આખા દેશમાં આ કાયદાઓનો વિરોધ થઈ રહ્યો છે અને અનેક રાજ્યોમાં ખુદ કોંગ્રેસ તેનો વિરોધ કરી રહી છે. જોકે આ કાયદા સંબંધી અધ્યાદેશ કેન્દ્ર સરકાર દ્વારા જૂન મહિનામાં બહાર પાડવામાં આવ્યો હતો અને ઓગસ્ટમાં મહારાષ્ટ્ર સરકારે તેના અમલનો અધ્યાદેશ બહાર પાડ્યો હતો. આવી સ્થિતિમાં રાજ્યમાં કોંગ્રેસને માટે દુવિધાની સ્થિતિ નિર્માણ થઈ હતી. આ બાબતને ધ્યાનમાં રાખીને બુધવારે રાજ્યના પ્રધાનમંડળની બેઠકના દિવસને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે આ અધ્યાદેશને રદ ન કરવામાં આવે તો કેબિનેટની બેઠકનો બહિષ્કાર કરવાનું વલણ અપનાવ્યું હતું. એક રીતે આ રાજ્યની સરકારના પતનની સંભાવના નિર્માણ થઈ હતી.

રાજ્યના પ્રધાન બાળાસાહેબ પાટીલે બુધવારે જણાવ્યું હતું કે આ કાયદો કેન્દ્ર સરકારનો છે અને તેના પર કાનૂની સલાહ લેવામાં આવી હતી. અત્યારે પણ અમે સલાહ લઈ રહ્યા છીએ. રાજ્યના ખેડૂતોને રાહત મળી રહે તે હેતુથી અમે કૃષિ ઉત્પાદન માટે નવો કાયદો કરવાના છીએ. આ કાયદો અમલમાં આવ્યા બાદ રાજ્યની ૩૦૫ એપીએમસી માર્કેટમાં ગુંચવાડો ઉભો થયો હતો. ખેડૂતો, વેપારી, દલાલ, માથાડી, કોન્ટ્રેક્ટ મજૂરો, કર્મચારીઓ, સુરક્ષા કર્મચારીઓ વગેરે પર વિપરિત પરિણામ થવાની સંભાવના નિર્માણ થઈ હતી. કેટલાક લોકો બેરોજગાર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. વિધાનસભ્યોની દલીલો સાંભળ્યા બાદ આ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો.