CIA ALERT

Alert Archives - Page 20 of 520 - CIA Live

February 26, 2026
cia_multi-1280x1045.jpg
1min254

આજે 26મી ફેબ્રુઆરી 2026ની સવારે સુરત નજીક હજીરા ખાતે વિશ્વની સૌથી મોટી સ્ટીલ કંપની આર્સેલર મિત્તર નિપ્પોન સ્ટીલના પરીસરમાં તોફાને ચઢેલા લાર્સન એન્ડ ટોબ્રો કંપનીના કામદારોએ જો ધાંધલ-ધમાલ અને તોડફોડ મચાવી તેના વિડીયો દાવાનળની જેમ સોશ્યલ મિડીયામાં વાઇરલ થયા હતા. દેશમાં જ નહીં પણ વિદેશોના સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ પર સુરત નજીક હજીરાની કંપનીમાં મચેલી આ તોડફોડના વિડીયો પોસ્ટ થયેલો જોવા મળ્યા હતા.

કામદારો દ્વારા તોડફોડ કરવામાં આવી એ સ્થળ આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ કંપનીના પ્લાન્ટનું છે, જ્યાં લાર્સન એન્ડ ટોબ્રો કંપનીના કામદારો જોબવર્ક કરી રહ્યા હતા. મળતી માહિતી મુજબ છેલ્લા બેથી ત્રણ દિવસથી કામદારો અને લાર્સન એન્ડ ટોબ્રો કંપનીના ઉચ્ચાધિકારીઓ વચ્ચે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ હતી. કામદારોની માગણી હતી કે તેમને સરકારી ધારાધોરણો અનુસાર મહેનતાણું તેમજ અન્ય ભથ્થા તથા સવલતો આપવામાં આવતી નથી. મામલો ત્યાં સુધી પહોંચી ગયો હતો કે કામદારોએ હડતાળ પાડવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. જોકે, મળતી માહિતી મુજબ લાર્સન એન્ડ ટોબ્રો મેનેજમેન્ટે કામદારોની વાતને ગંભીરતાથી લીધી ન હતી. દરમિયાન આજે સવારે આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ કંપનીના પ્લાન્ટમાં કામ કરવા પહોંચેલા લાર્સન એન્ડ ટોબ્રો કંપનીના કામદારો તેમની કંપનીના મેનેજમેન્ટ તેમજ ઉચ્ચાધિકારીઓ પર રોષે ભરાયા હતા અને કંપની મેનેજમેન્ટ દ્વારા લાભો કાયમ માટે નહીં આપવામાં આવે તેવી દહેશતને પગલે ઉશ્કેરાયેલા કર્મચારીઓએ AMNS કંપનીના પ્લાન્ટમાં જ તોફાને ચઢ્યા હતા.

તોફાને ચઢેલા કામદારોની સમજાવટ થાય તે પહેલા તો મામલો એટલી હદે બિચક્યો હતો કે સેંકડો કામદારોએ તોડફોડ મચાવી મૂકી હતી. AMNS અને લાર્સન એન્ડ ટોબ્રો બન્ને કંપનીની સિક્યુરિટી ફોર્સ અને હજીરા પોલીસ પણ ગણતરીની મિનિટોમાં તોફાનના સ્થળે પહોંચી ચૂકી હતી. પરંતુ, તોફાને ચઢેલા કામદારો કોઇ વાત માનવા તૈયાર ન હતા. આવી સ્થિતિમાં હળવો બળ પ્રયોગ કરવામાં આવતા મામલો વધુ બગડ્યો હતો અને વિફરેલા કામદારોએ કંપનીની ઇમારતોને નુકસાન પહોંચાડવા ઉપરાંત પરીસરમાં પાર્ક કરાયેલી ગાડીઓની પણ ભારે તોડફોડ મચાવી મૂકી હતી. આ સમગ્ર ઘટનાના અનેક વિડીયો પણ કામદારોએ ઉતાર્યા હતા અને વ્હોટ્સએપ પર પોસ્ટ કર્યા હતા. જોતજોતામાં આ વિડીયો લોકલ સર્કલથી લઇને નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ પર વાઇરલ થઇ ગયા હતા. વિદેશોમાં પણ સુરતની હજીરા સ્થિત AMNS કંપનીના પ્લાન્ટમાં કામદારોએ કરેલી તોડફોડના વિડીયોની ખાસ્સી ચર્ચા જાગી છે.

ઘટના કલાકો પછી સ્થિતિ સ્પષ્ટ થઇ હતી કે સુરત નજીક AMNSના પ્લાન્ટમાં તોડફોડ કરનારા કર્મચારીઓ લાર્સન એન્ડ ટોબ્રો કંપનીના હતા.

તોફાને ચઢેલા કામદારોનો રોષ ઠારવા L&T કંપનીએ લેબર કાયદાનો અમલ કરવાનું સ્ટેટમેન્ટ આપ્યું

હજીરા સ્થિત આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ કંપનીમાં ભારે તોફાન મચાવનાર પોતાના કામદારોનો રોષ ઠારવા માટે આજે બપોર બાદ લાર્સન એન્ડ ટોબ્રો કંપનીએ એક ઓફિશ્યલ સ્ટેટમેન્ટ જાહેર કર્યું હતું. L&Tના ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ વિભાગના હેડ એમ સેન્થિલકુમારના સહી સિક્કા સાથે જાહેર કરાયેલા ઓફિશ્યલ સ્ટેટમેન્ટમાં જણાવાયું છે કે એવી જાહેરાત સાથે એ વાતને સમર્થન આપવામાં આવી રહ્યું છે કે જ્યારે પણ ગુજરાત સરકાર દ્વારા શ્રમ સંહિતા સંદર્ભે નવી અધિસૂચનાઓ લાગૂ કરવામાં આવશે, એ તમામ અધિસૂચનાના તમામ નિયમો અને વિનિયમોને તાત્કાલિક અસરથી અમલમાં મૂકવામાં આવશે.

AMNSમાં તોફાન થયાની અફવા ફેલાતા કંપનીએ સ્પષ્ટીકરણ આપ્યું

આજે સુરત નજીક હજીરા સ્થિત આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ AMNSના હજીરા પ્લાન્ટમાં કામદારોએ ભારે તોડફોડ કરી હોવાના વિડીયો વાઇરલ થતાં એકલા ભારતમાં જ નહીં સમગ્ર વિશ્વમાં AMNS કંપનીની ભારે બદનામી થઇ હતી. સમગ્ર ઘટના અંગે તાત્કાલિક પ્રતિક્રિયા આપતા AMNS હજીરાના ઓફિશ્યલ સ્ટેટમેન્ટમાં જણાવાયું હતું કે AMNS ઇન્ડીયાના હજીરા પ્લાન્ટ પ્રોજેક્ટ સાઇટ પર લાર્સન એન્ડ ટોબ્રો કંપની દ્વારા નિયુક્ત કરાયેલા કામદારોના એક જૂથે આજે તેમની સંસ્થા L&T સામે કેટલીક માગણીઓ રજૂ કરવા માટે મોટી સંખ્યામાં એકત્રિત થઇ દેખાવો કર્યા હતા. L&T મેનેજમેન્ટ કામદારો સાથે ચર્ચા કરીને પરિસ્થિતિ ઝડપથી સંભાળી રહ્યું છે. સ્થાનિક સત્તાવાળાઓ પણ સ્થળ પર પરિસ્થિતિનું સંચાલન કરવામાં જોડાયેલા છે.

February 26, 2026
cia_edu-1280x925.jpg
6min209

સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી અને સાર્વજનિક યુનિવર્સિટી સંચાલિત, મીતરાજ સાર્વજનિક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન પ્લાનિંગ એન્ડ ટેક્નોલોજી- MITRAJ IDPT, અનુભવી ફેકલ્ટી અને વૈશ્વિક અભ્યાસક્રમનાં સંગાથે,વિવિધ આંતરાષ્ટ્રીય પ્રોજેક્ટો સાથે શૈક્ષણિક શ્રેષ્ઠતાનું સક્રિય કેન્દ્ર તરીકે પ્રગતિ કરી રહી છે.

સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી નાં ચેરમેન શ્રી. આશિષ વકીલના, કહેવા મુજબ, આર્કિટેક્ચર, ઇન્ટીરીયર ડીઝાઈન, ફાઇન આર્ટ્સ અને પ્લાનિંગ નાં કોર્ષો સાથેની ગુજરાત ની પ્રથમ કક્ષાની ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટ- MITRAJ IDPT, તા. ૨૫,૨૬ અને ૨૭ ફેબુઆરી-2026 દરમ્યાન એક Multidisciplinary-બહુવિષયક આંતર-રાષ્ટ્રીય કોન્ફરન્સ –“Designing Identities: Intersections of Art, Architecture, Culture, Religion, Science, Technology & Society.” નું આયોજન કરી રહી છે. કોન્ફરન્સનું ઉદઘાટન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી ના હોદ્દેદારો અને દેશ-વિદેશના મહેમાનો તેમજ ખાસ કરી , યુરોપના વિવિધ દેશો થી આવેલ મુખ્ય વક્તાઓ ની હાજરીમાં, ૨૫મી ફેબુઆરી નાં રોજ સવારે ૯:૦૦ કલાકે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી ના કેમ્પસ માં આવેલા તારા-મોતી હોલમાં આયોજિત થયું છે.

MITRAJ IDPT નાં પ્રિન્સિપાલ અને કોન્ફરન્સના અધ્યક્ષ પ્રો. પર્સી એંજિનિયરનાં , જણાવ્યાં મુજબ, પ્રથમ બે દિવસો દરમ્યાન, યુરોપના વિવિધ છ દેશોથી આવેલાં, દશ વક્તાઓ પોતાનાં કલા, સ્થાપત્ય, સંસ્કૃતિ અને ધર્મ પર વૈશ્વિક દૃષ્ટિકોણો રજૂ કરશે. એ પછી, બપોર ના સેશન માં Track 1: Socio-Cultural Praxis. Track 2: Science, Technology & Media, Track 3: Business, Management & Education, એમ મુખ્ય ત્રણ ટ્રેકો પર રાષ્ટ્રીય અને આંતર- રાષ્ટ્રીય Students, Academicians and Researchers વગેરે પાર્ટીશીપન્ટો દ્વારા પેપરો રજૂ થશે.

સાર્વજનિક યુનિવર્સિટીનાં પ્રો-વોસ્ટ ડૉ.કિરણ પંડ્યાએ વધુ ઉમેરતા જણાવ્યું કે, સાર્વજનિક યુનિવર્સિટી અને MITRAJ IDPT દ્વારા સંચાલિત આ આંતર-રાષ્ટ્રીય કોન્ફરન્સમાં કલા, વાસ્તુકલા,સંસ્કૃતિ, ધર્મ, વિજ્ઞાન, ટેકનોલોજી જેવી અલગ લાગતી બાબતો મળીને સમાજનાં વિવિધ ક્ષેત્રોમાં પરસ્પર સંવાદ અને સહકારથી આજના સમયમાં સમાજ અને સંસ્કૃતિ કેવી રીતે રચાય છે અને ભવિષ્યમાં કેવી રીતે રચાવી જોઈએ અને આપણે શું ધ્યાન રાખવું જોઇએ? એ વિષયો પર વિવિધ દેશ-વિદેશ થી આવનાર તજજ્ઞો દ્વારા વક્તવ્ય અપાશે, પેપરો પ્રેજન્ટ થશે અને પેનલ ડિસ્કશન દ્વારા ચર્ચા-વિચારણા કરી તારણો તેમજ સૂચનો રજુ કરવામાં આવશે.

MITRAJ IDPT, યુરોપિયન યુનિયન ના Erasmus+ પ્રોજેક્ટ અંતર્ગત, એક સંશોધન પ્રોજેક્ટ InEq-SL-Fostering Inclusive and Equitable Quality Education to stimulate lifelong Sustainable Learning opportunities for HEIs in India – InEq-SL” પર પણ કામ કરી રહી છે. ભારતમાં Higher Education Institute માટે ગુણવત્તાસભર અને જુદા-જુદા વર્ગોનાં વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટેનાં સમાન અવસરો આપવાના ધ્યેયને પ્રોત્સાહન આપી એ માટેના જુદા-જુદા રસ્તાઓ શોધવાના MITRAJ IDPT, નાં નેતૃત્વ હેઠળ પાંચ યુનિવર્સિટીઓ નાં સહયોગ થી છેલ્લા ત્રણ વર્ષ થી ચાલતાં આ પ્રોજેક્ટ દરમ્યાન ઉચ્ચ શિક્ષણ નાં વ્યાપક પ્રસાર અને અમલીકરણ માટેના ઘણા સૂચનો સામે આવ્યાં. જ્યારે IDPT પોતાના આ પ્રોજેકટ નાં રિસર્ચ પર આગળ વધી રહી હતી, ત્યારે સ્પષ્ટ બન્યું કે, સર્વસમાવેશક અને સમાન ગુણવત્તાવાળું શિક્ષણ પૂરું પાડવામાં આવતી અડચણો સાથે સમાજની ભાષા, સંસ્કૃતિ, અર્થશાસ્ત્ર, ધર્મ, કલા અને ટેક્નોલોજી વગેરે પરિબળો ગાઢ રીતે વણાઈ ગયેલા છે. આ -કોન્ફરન્સ નો મૂળ હેતુ આ અડચણોને દુર કરવાની દિશામાં વિચારણા દ્વારા નક્કર પ્રયત્ન કરવાનો પણ છે.

સંમેલનનો વિષય (Conference Theme):

કલા, સ્થાપત્ય, સંસ્કૃતિ અને ધર્મ માનવીય ઓળખને ઐતિહાસિક રીતે ઘડતા આવ્યા છે, જ્યારે આધુનિક યુગમાં વિજ્ઞાન, ટેક્નોલોજી, બજાર અને નીતિ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ૨૧મી સદીમાં ઓળખની રચના સ્મારકો કે વિધિઓથી આગળ વધી ગઈ છે બજાર,એલ્ગોરિધમ, મીડિયા, નાણાંકીય વ્યવસ્થા, જાહેર નીતિ અને વિજ્ઞાન પણ સમાન રીતે સમાજના ભવિષ્યની કલ્પનાને પ્રભાવિત કરે છે ઝડપી શહેરીકરણ અને ડિજિટલ પરિવર્તન વચ્ચે હેરીટેજ -વારસો, આધ્યાત્મિકતા, વિજ્ઞાન અને સર્જનાત્મકતાની ભૂમિકાને ફરીથી વિચારવાની જરૂર છે. આ સંમેલન વિવિધ ક્ષેત્રોને એકત્ર કરીને ઓળખના ટેન્જીબલ-સ્પર્શનીય અને ઇન-ટેન્જીબલ- અસ્પર્શનીય પરિમાણોની ચર્ચા કરી, ટકાઉ તથા સર્વસમાવેશક ભવિષ્ય ઘડવાની દિશામાં સંવાદ સાધવા માટે રસ્તો બતાવશે. ટૂંકમાં આ કોન્ફરન્સ માં, કલા, સ્થાપત્ય, સંસ્કૃતિ, ધર્મ, વિજ્ઞાન, ટેકનોલોજી અને સમાજ વચ્ચેનો સંબંધ સમજી, વિકાસમાં આવતી અડચણો દૂર કરવાના ઉપાયો શોધી, ટકાઉ, સમાન અને માનવતાવાદી વિશ્વ કેવી રીતે રચી શકાય તેની રુપરેખા નક્કી થશે.

સંમેલનના હેતુઓ (Objectives of the Conference):

કલા, સ્થાપત્ય, સંસ્કૃતિ અને ધર્મે, ઐતિહાસિક ઓળખ, હેરિટેજ-વારસો અને સામાજિક માળખાને કેવી રીતે આકાર આપ્યો છે તે શોધવાનું.

વિવિધ સંસ્કૃતિઓ વચ્ચે થયેલા પરસ્પર interaction-વિનિમયે પવિત્ર કલા, સ્થાપત્ય અને સામાજિક જીવન પર કેવી અસર પાડી છે તે તપાસવાનું.

વૈશ્વિકીકરણ, શહેરીકરણ, ટકાઉપણું અને ડિજિટલ પરિવર્તન જેવા આધુનિક પડકારોને ધ્યાનમાં રાખીને ટકાઉ વિશ્વ ઘડવાના મુદ્દાઓને સંબોધવાનું.

માનવીય ઓળખના અભ્યાસમાં સામાજિક વિજ્ઞાન, ટેક્નોલોજી, અર્થતંત્ર અને મેનેજમેન્ટના દૃષ્ટિકોણોને સમાવવાનું.
સર્વસમાવેશક અને ટકાઉ ભવિષ્ય અંગે નવી વિચારણા માટે શિક્ષણવિદો, વ્યવસાયિકો, નીતિનિર્માતાઓ અને સમુદાયો વચ્ચે સહકાર પ્રોત્સાહિત કરવાનું.

કોન્ફરન્સ નાં પ્રથમ દિવસે,૧)બેલ્જિયમ થી આવનાર Economist; Mr. Giuseppe Savino નું ‘Crossing Borders, Breaking Barriers: How Labour Migration Reshapes Norms and Identities’ વિષય ઉપર, ૨) Technical University of Cluj-Napoca-રોમાનિયા થી આવનાર Prof. Ioana Moldovan- Aesthetics as Identity: Curated Decay, Care, and Urban Heritage-વિષય ઉપર અને ૩) રોમાનિયા થી જ આવનાર Prof. Tiganas Dragoș Șerban Ion, ‘Architecture between the Power of Yes and the Power of No.-From Practice to Education and Backwards’ અને ૪) નેધરલેન્ડ થી આવેલ, Senior Advisor-SWO De Wolden Hoogeveen ‘How local government systems shape human dignity, opportunity and belonging’,વિષય ઉપર મુખ્ય વક્તવ્યો આપશે. તેમજ બીજે દિવસે, ૧) બેલ્જિયમ થી આવનાર દક્ષિણ એશિયા માટે ASIAPAC1 વિભાગની વડા અને નેપાળ તથા બાંગ્લાદેશમાં યુરોપિયન યુનિયનની પૂર્વ રાજદૂત મહામહિમ રાજદૂત Her Excellency, Ambassador Ms. Rensje-TEERINK, (Head of ASIAPAC1 Division for South Asia, former EU Ambassador to Nepal and Bangladesh) -‘ Recent developments (EU-India FTA and Summit) : ‘the EU-India Partnership in the current geopolitical context’ વિષય ઉપર,૨)Technical University of Cluj-Napoca-રોમાનિયા થી આવનાર Prof. Silivan Moldovan, – Contemporary City: Identity making in a world of rapid urban transformation -વિષય ઉપર, અને 3 ) રોમાનિયા થી જ આવનાર Prof. Cristina Mihaela Campian, ‘Shaping Civil Engineering Identity Through Student Competitions’ વિષય ઉપર ઉપર મુખ્ય વક્તવ્યો આપશે.

આ ઉપરાંત આ ઉપરાંત EU Project ના Partners અને International & National Experts , સ્પેન ની – UPCT, Cartagena, Spain (EU Project Partner) ના Researcher Prof. Joaquin Roca, Prof. ROSIQUE CONTRERAS (Paqui),તેમજ Riga Technical University, Latvia (EU Project Partner), Latvia નાં Ms. Andra Mihelsone યુરોપિયન યુનિયન તરફથી ભાગ લેશે.

બે દિવસની આ સઘન રજૂઆતો પછી, ત્રીજા દિવસે મુખ્ય ત્રણેય ટ્રેકો-મુદ્દાઓ – Socio-Cultural Praxis, Science, Technology & Media અને Business અને Management & Education એમ ઉપર મુખ્ય વક્તાઓના વ્યક્તવ્યો અને પેપર પ્રેઝન્ટેશન દરમિયાન ધ્યાન માં આવેલાં, મહત્વના મુદ્દ્દાઓ ઉપર પેનલ ડિસ્કશન દરમ્યાન ચર્ચા-થશે. તજજ્ઞો સાથે ની આ પેનલ ચર્ચાઓ દરમ્યાન અતિ મહત્વના મુદ્દાઓને મંથન પછી તારવી લેવાશે. આ સાથેજ યુરોપિયન યુનિયન ના Erasmus+ પ્રોજેક્ટ અંતર્ગત, એક સંશોધન પ્રોજેક્ટ InEq-SLના પ્રોજેક્ટ ના તારણો, ઉચ્ચ શિક્ષણ નાં વ્યાપક પ્રસાર અને અમલીકરણ માટેના ઘણા સૂચનો અને આ અડચણોને દુર કરવાની દિશામાં રસ્તોઓ વિષે પણ ચર્ચા -વિચારણા થશે. પેનલ ડિશ્કશન નાં તમામ મુદ્દાઓ પર ના તારણો , takeaways – અને કોન્ફરન્સ નું ફાઇનલ conclusion -સંકલન અને નિષ્કર્ષ ,સાર્વજનિક યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. કિરણ પંડ્યા કરશે.

પ્રિન્સિપાલ પ્રો. પર્સી એંજિનિયરનાં, જણાવ્યાં મુજબ, આ ત્રણ દિવસો દરમ્યાન વિદ્યાર્થીઓ માટે પરંપરાગત હસ્તકલા, નાટ્ય, મેનેજમેન્ટ અને AI-એઆઈ જેવાં વિવિધ વર્કશોપ્સ, આજનાં જમાનામાં જરૂરી સાઇબર સિક્યુરિટી થી લઈ, જાગરૂકતા વધારતાં ઇન્ટેલએકચૂલ પ્રોપર્ટી રાઇટ, અભ્યાસમાં જરૂરી ફોટોગ્રાફી,પોટરી તેમજ રોજબરોજ માં જરૃરી કમ્યુનિકેશન જેવાં વિવિધ ૧૪ વર્કશોપ્સ નું આયોજન આ ત્રણ દિવસો દરમ્યાન કરવામાં આવ્યું છે. ઉપરાંત, કોન્ફરન્સ નાં જ વિષય ઉપર પોસ્ટર સ્પર્ધા પણ આયોજિત કરવામાં આવી છે. ઉપરાંત વિદ્યાર્થીઓના વિવિધ જીતેલા અને અભ્યાસ દરમ્યાન કરેલાં કામો અને હેરિટેજ પ્રોજેક્ટનું નું પ્રદર્શન પણ ત્રણ દિવસ સુધી સવારે ૯ થી સાંજે ૫ કલાક દરમ્યાન MITRAJ-IDPT નાં નવા બિલ્ડીંગ ખાતે આયોજિત થયું છે. સુરત શહેરની જનતા આનો લાભ લઈ શકે છે.
સાંજે વિદેશથી આવેલા મહેમાનો અને IDPT નાં ફેકલ્ટીઓ, વિદ્યાર્થીઓ અને કોન્ફરન્સ માં ભાગ લેનારા તમામ પોતાનાં દેશની સંસ્કૃતિઓને દર્શાવતું સંગીત, નૃત્ય અને નાટ્ય પ્રદર્શન -Cultural Evening દરમ્યાન કરશે.

મુખ્ય વક્તાઓ અને તેમનાં વિષયો :

Day-01

1 Mr. Giuseppe Savino, Economist, Belgium

Crossing Borders, Breaking Barriers: How Labour Migration Reshapes Norms and Identities

2 Prof. Ioana Moldovan, Associate Professor, Technical University of Cluj-Napoca
Romania

Aesthetics as Identity: Curated Decay, Care, and Urban Heritage

3 Prof. Tiganas Dragoș Șerban Ion, Associate Professor, Technical University of Cluj-Napoca Romania

Architecture between the Power of Yes and the Power of No. – From Practice to Education and Backwards

4 Ms. Esther Knapen, Senior Advisor, SWO De Wolden Hoogeveen The Netherlands

How local government systems shape human dignity, opportunity and belonging.

Day-02

1 Prof. Silivan Moldovan, Associate Professor, Technical University of Cluj-Napoca
Romania

Contemporary City: Identity making in a world of rapid urban transformation

2 Her Excellency, Ambassador Ms. Rensje-TEERINK, Head of ASIAPAC1 Division for South Asia, , former EU Ambassador to Nepal and Bangladesh Belgium

Recent developments (EU-India FTA and Summit) : ‘the EU-India Partnership in the current geopolitical context

3 Prof. Cristina Mihaela Campian, Associate Professor, Technical University of Cluj-Napoca Romania

Shaping Civil Engineering Identity Through Student Competitions

February 25, 2026
image-28.png
1min348

MoodXVIP, Koyal PlayPro, Digi Movieplex, Feel,Jugnu OTT પ્લેટફોર્મ્સ રાતોરાત બ્લોક

કેન્દ્ર સરકારે અશ્લીલ અને વાંધાજનક સામગ્રી (કન્ટેન્ટ) પીરસતા ડિજિટલ પ્લેટફોર્મ્સ વિરુદ્ધ લાલ આંખ કરી છે. મંગળવારે એક મોટી કાર્યવાહી કરતા સરકારે પાંચ જાણીતા OTT પ્લેટફોર્મ્સને બ્લોક કરી દીધા છે.

કેન્દ્ર સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલયે અશ્લીલ અને અભદ્ર કન્ટેન્ટ પ્રસારિત કરવા બદલ પાંચ OTT પ્લેટફોર્મ્સને તાત્કાલિક અસરથી બ્લોક કરવાનો આદેશ આપ્યો છે. આ કાર્યવાહી સૂચના ટેકનોલોજી (IT) અધિનિયમ, 2000 ની કલમ 69A હેઠળ કરવામાં આવી છે. આ કલમ સરકારને રાષ્ટ્રીય હિત અને જાહેર નૈતિકતાના આધારે ઓનલાઈન કન્ટેન્ટ બ્લોક કરવાની સત્તા આપે છે.

કયા પ્લેટફોર્મ્સ થયા બ્લોક?

સરકારે જે પાંચ OTT પ્લેટફોર્મ્સ પર પ્રતિબંધ મૂક્યો છે તેમાં નીચે મુજબના નામો સામેલ છે:

  1. મૂડએક્સવીઆઈપી (MoodXVIP)
  2. કોયલ પ્લેપ્રો (Koyal PlayPro)
  3. ડીજી મૂવીપ્લેક્સ (Digi Movieplex)
  4. ફીલ (Feel)
  5. જુગનુ (Jugnu)

અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ પ્લેટફોર્મ્સ પર પીરસવામાં આવતું કન્ટેન્ટ જાહેર શાલીનતા અને નૈતિકતાના ધોરણોનું ઉલ્લંઘન કરતું હતું. સરકાર દ્વારા ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સ (ISPs) ને આ પ્લેટફોર્મ્સની એક્સેસ બંધ કરવા માટે નિર્દેશ આપી દેવામાં આવ્યા છે. ડિજિટલ પ્લેટફોર્મ્સ પર નૈતિક પત્રકારત્વ અને સામાજિક મૂલ્યો જળવાઈ રહે તે હેતુથી આ કડક પગલું ભરવામાં આવ્યું છે.

February 23, 2026
image-27.png
1min146

ગુજરાત હાઈકોર્ટે એક પિતાની હિબસ-કૉર્પ્સ પિટિશન ડિસમિસ કરી હતી અને કહ્યું હતું કે તેમની 18 વર્ષીય દીકરીએ પોતાની મરજીથી લગ્ન કર્યા છે અને કાયદાકીય દૃષ્ટિએ તેને પોતાનો જીવનસાથી પસંદ કરવાની છૂટ છે. 

પિતાએ અરજીમાં જણાવ્યું હતું કે તેમની દીકરીને એક પુરુષે ગેરકાયદે પોતાની સાથે રાખી છે. જોકે દીકરીએ પરિવારની સંમતિ વિના પોતાની મરજીના પુરુષ સાથે લગ્ન કર્યા હતા. કોર્ટે આ મામલે નોંધ્યું હતું કે અરજદારની દીકરીને પૂરતી સુરક્ષા સાથે કોર્ટમાં બોલાવવામા આવી હતી અને તેણે જણાવ્યું હતું કે તેણે પોતાની ઈચ્છાથી આ પુરુષ સાથે લગ્ન કર્યા છે. યુવતીએ કોઈપણ પ્રકારના દબાણનો ઈનકાર કર્યો હતો. આ સમયે તેનાં માતા-પિતા પણ હાજર હતા.

પિતાએ પણ લગ્નનો ઈનકાર કર્યો ન હતો અને તેણે પોતાની અરજી સાથે મેરેજ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ પણ જોડ્યું હતું. 
કોર્ટે એમ પણ નોંધ્યું કે અરજદાર પિતા તેમનાં પત્ની અને તેમની દીકરી સાથે વાતચીત કરી હતી, પરંતુ તેમની વચ્ચેનો મતભેદ ઉકેલી શકાયો ન હતો અને પિતા દીકરીને માફ કરવા તૈયાર ન હતા. દીકરીએ પણ સાફ કહ્યું હતું કે તે તેનાં પતિ સાથે જ રહેવા માગે છે. કોર્ટે પિતાની અરજીને ડિસમિસ કરી હતી અને 18 વર્ષની દીકરી 18 વર્ષની થઈ છે અને પોતાની મરજીથી પોતાનું લગ્નજીવન શરૂ કરી રહી છે.

February 23, 2026
image-26.png
1min139

ભારતીય વાયુસેનાનું ગૌરવ ગણાતું સ્વદેશી લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) ‘તેજસ’ તાજેતરમાં એક અકસ્માતનો ભોગ બન્યું છે. ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં એક ફોર્વર્ડ એરબેઝ પર ટ્રેનિંગ ફ્લાઇટ પૂર્ણ કરીને પરત ફરી રહેલું તેજસ વિમાન લેન્ડિંગ સમયે રનવેથી આગળ નીકળી ગયું હતું. આ ઘટનામાં વિમાનના એરફ્રેમને નોંધપાત્ર નુકસાન થયું છે, જોકે રાહતની વાત એ છે કે પાયલોટે સમયસૂચકતા વાપરીને સુરક્ષિત રીતે ઇજેક્ટ કર્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં બ્રેક ફેલ થવાને કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું બહાર આવ્યું છે.

આ દુર્ઘટના બાદ ભારતીય વાયુસેનાએ સાવચેતીના પગલા રૂપે તેજસ વિમાનોના સમગ્ર કાફલા (Fleet) ના ઉડાન ભરવા પર કામચલાઉ રોક લગાવી દીધી છે. વાયુસેના પાસે હાલમાં લગભગ 30 જેટલા સિંગલ-સીટર તેજસ વિમાનો છે. આ તમામ જેટ્સની સંપૂર્ણ ટેકનિકલ તપાસ કરવામાં આવશે જેથી ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને. તેજસ એક સિંગલ એન્જિન મલ્ટી-રોલ ફાઈટર એરક્રાફ્ટ છે જે અત્યંત જોખમી વિસ્તારોમાં પણ ચોકસાઈથી હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે, પરંતુ આ ટેકનિકલ ખામીએ વાયુસેનાની ચિંતામાં વધારો કર્યો છે.

આ અકસ્માત એવા સમયે થયો છે જ્યારે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) તેજસ માર્ક 1A ની ડિલિવરીમાં પહેલેથી જ વિલંબ કરી રહ્યું છે. ફેબ્રુઆરી 2021માં 48,000 કરોડના ખર્ચે 83 જેટ્સ માટે થયેલા સોદાની ડેડલાઇન અનેકવાર ચૂકી જવામાં આવી છે. આ વિલંબ પાછળનું મુખ્ય કારણ અમેરિકી કંપની જીઈ એરોસ્પેસ (GE Aerospace) દ્વારા એન્જિનની સપ્લાયમાં થઈ રહેલો મોડું હોવાનું કહેવાય છે. નોંધનીય છે કે સપ્ટેમ્બર 2025માં સરકારે વધુ 97 તેજસ વિમાનો માટે ₹62,370 કરોડનો નવો સોદો પણ કર્યો હતો.

છેલ્લા બે વર્ષમાં તેજસ વિમાન સાથે સંકળાયેલી આ ત્રીજી મોટી ઘટના છે. પ્રથમ અકસ્માત માર્ચ 2024માં જેસલમેર પાસે થયો હતો, જ્યારે બીજી ઘટના નવેમ્બર 2025માં દુબઈ એરશો દરમિયાન લાઈવ પ્રદર્શન વખતે બની હતી. આ વારંવાર બનતી ઘટનાઓ અને ટેકનિકલ ખામીઓને કારણે હવે સ્વદેશી લડાયક વિમાનોની ગુણવત્તા અને સુરક્ષા પાસાઓ પર સવાલો ઉઠી રહ્યા છે. વાયુસેનાની ટેકનિકલ ટીમ હવે આ ખામીઓના મૂળ સુધી પહોંચવા માટે ઊંડી તપાસ કરી રહી છે.

February 23, 2026
image-24.png
1min177

મેક્સિકોમાં ડ્રગ કાર્ટેલ અને સેના વચ્ચે ચાલી રહેલી જંગને પગલે સ્થિતિ અત્યંત તણાવપૂર્ણ બની છે. આ હિંસક વાતાવરણને જોતા મેક્સિકો સિટી સ્થિત ભારતીય દૂતાવાસે ત્યાં વસતા ભારતીય નાગરિકો માટે સુરક્ષા એડવાઈઝરી જાહેર કરી છે. 22 ફેબ્રુઆરી, 2026ના રોજ જાહેર કરાયેલા આ નિવેદનમાં તમામ ભારતીયોને સતર્ક રહેવા, ભીડભાડ વાળા વિસ્તારોથી દૂર રહેવા અને સુરક્ષિત સ્થળોએ આશરો લેવાની કડક સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને જાલિસ્કો, તમાઉલિપાસ, મિચોઆકાન અને ગુએરેરો જેવા રાજ્યોમાં ગુનાહિત પ્રવૃત્તિઓ અને રસ્તા જામની ઘટનાઓ વધી રહી હોવાથી, ત્યાં રહેતા ભારતીયોને આગામી સૂચના સુધી ઘરની બહાર ન નીકળવા જણાવાયું છે.

ભારતીય દૂતાવાસે નાગરિકોને સ્થાનિક વહીવટીતંત્રના સંપર્કમાં રહેવા અને મીડિયા દ્વારા અપડેટ મેળવતા રહેવા અપીલ કરી છે. કોઈપણ કટોકટીના સમયે સ્થાનિક હેલ્પલાઈન નંબર 911 અથવા ભારતીય દૂતાવાસના ખાસ નંબર +52 55 4847 7539 પર સંપર્ક કરવા જણાવાયું છે. આ ઉપરાંત, પ્રવાસીઓને પોતાની સુરક્ષા અંગેની જાણકારી પરિવાર અને મિત્રોને સોશિયલ મીડિયા કે ફોન દ્વારા સતત આપતા રહેવા સૂચન કરવામાં આવ્યું છે. મેક્સિકોમાં હાલ જે રીતે સુરક્ષા અભિયાનો ચાલી રહ્યા છે, તેને જોતા બિનજરૂરી અવરજવર ટાળવી હિતાવહ છે.

આ હિંસા પાછળનું મુખ્ય કારણ કુખ્યાત ડ્રગ માફિયા અને ‘જાલિસ્કો ન્યૂ જનરેશન કાર્ટેલ'(CJNG)નો પ્રમુખ નેમેસિયો રૂબેન ઓસેગેરા સર્વાંતેસ ઉર્ફે ‘એલ મેન્ચો’નું મોત હોવાનું મનાય છે. સેના સાથેની એક ભીષણ અથડામણમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો અને મેક્સિકો સિટી લઈ જતી વખતે રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું. એલ મેન્ચોનું નેટવર્ક એટલું શક્તિશાળી હતું કે અમેરિકાના તમામ 50 રાજ્યો સુધી તેના ડ્રગ્સના કાળા કારોબારના છેડા અડેલા હતા. તેના ગંભીર પડઘા હાલ મેક્સિકોમાં જોવા મળી રહ્યા છે, જેના કારણે ભારત સરકારે પોતાના નાગરિકોની સુરક્ષાને સર્વોચ્ચ અગ્રતા આપી છે.

February 23, 2026
image-23.png
1min230

રાજકોટ મહાનગરપાલિકા (RMC) સોમવારે (23મી ફેબ્રુઆરી) શહેરના ઈતિહાસનું સૌથી મોટું ડિમોલિશન ઓપરેશન હાથ ધરવા જઈ રહી છે. જંગલેશ્વર અને આજી નદીના પટમાં દાયકાઓથી સરકારી અને મનપાની જમીન પર ખડકાયેલા 1489 મકાનો તોડી પાડવા માટે તંત્રએ આખરી તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. સુરક્ષાના ભાગરૂપે સમગ્ર રાજકોટમાં કડક પોલીસ બંદોબસ્ત અને કલમ-163 લાગુ કરી દેવામાં આવી છે.

મહાપાલિકા દ્વારા આ ઓપરેશન માટે વિશાળ કાફલો તહેનાત કરવામાં આવ્યો છે. 1130થી વધુ મનપા કર્મચારીઓ (ખાસ એપ્રન અને હેલમેટ સાથે). 260થી વધુ વાહનો જેમાં જેસીબી, હિટાચી, બ્રેકર અને ડમ્પરનો સમાવેશ થાય છે. આજી નદી પટની 55,000 ચો.મી. અને ટી.પી. રોડની 32,000 ચો.મી. મળી કુલ 87,000 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાશે.

વિસ્તારની સંવેદનશીલતાને જોતા પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી કડક નિયમો લાગુ કર્યા છે. 23મીથી 25મી ફેબ્રુઆરી સુધી સમગ્ર રાજકોટમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ છે. આ ઉપરાંત 26મી ફેબ્રુઆરી સુધી શહેરમાં 4 થી વધુ વ્યક્તિઓના ભેગા થવા પર મનાઈ છે. 2500થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત પહેરો ગોઠવી દેવાયો છે. કોઈપણ પ્રકારના કાંકરીચાળા કે વિરોધના કિસ્સામાં તુરંત ધરપકડના આદેશો અપાયા છે.

તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે અગાઉ આ વિસ્તારના અસરગ્રસ્તોને વૈકલ્પિક આવાસ આપવામાં આવ્યા હતા, જેનો પુરાવો વીડિયો દ્વારા જારી કરાયો છે. આથી, આ વખતે કોઈ પણ નવું આવાસ કે વૈકલ્પિક જગ્યા આપવામાં આવશે નહીં. રવિવાર સાંજ સુધીમાં અંદાજે 225 પરિવારોએ સ્વૈચ્છિક રીતે પોતાના મકાનો ખાલી કરી દીધા હતા.

February 17, 2026
societynews-1280x1040.jpg
1min126

કલાસંગીત અને સર્જનાત્મકતા સાથે જીવંત સાંસ્કૃતિક સાંજનો અનોખો અનુભવ થશે

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સુરત શહેરમાં કલા પ્રેમીઓ માટે આકર્ષક અને અનોખો સાંસ્કૃતિક મહોત્સવ ‘સુરત આર્ટ સ્ટ્રીટ ર૦ર૬’ કલા ઉત્સવનું આયોજન તા. ર૧ અને રર ફેબ્રુઆરી, ર૦ર૬ના રોજ સાંજે પઃ૦૦થી રાત્રે ૧૦:૦૦ કલાક દરમિયાન ડુમસ સ્થિત લંગરથી કિનારા સુધી કરવામાં આવ્યું છે. ખુલ્લા અને જીવંત વાતાવરણમાં યોજાનારા આ કાર્યક્રમમાં શહેરના કલાકારો તથા સર્જકો દ્વારા વિવિધ પ્રકારની કલા કૃતિઓ, ચિત્ર પ્રદર્શન, લાઈવ આર્ટ ડેમોન્સ્ટ્રેશન, સંગીત અને અન્ય પરફોર્મન્સ રજૂ કરવામાં આવશે. આ મહોત્સવમાં મુલાકાતીઓ હેન્ડમેડ ક્રાફ્‌ટ્‌સ, સર્જનાત્મક ઉત્પાદનો અને કલાત્મક પ્રસ્તુતિઓનો અનોખો અનુભવ મેળવી શકશે.

સમાજમાં કલા પ્રત્યે જાગૃતિ લાવવાનો ચેમ્બરનો પ્રયાસ

આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ કલાને સામાન્ય જનતા સુધી પહોંચાડવાનો તથા સમાજમાં કલા પ્રત્યે રસ અને જાગૃતિ વધારવાનો છે. પરિવારમૈત્રીપૂર્ણ વાતાવરણમાં આયોજિત આ કાર્યક્રમમાં મિત્રો અને પરિવાર સાથે આવીને કલાની ઉજવણીનો માહોલ માણવા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા નાગરિકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. ખુલ્લી જગ્યામાં યોજાનાર આ સાંસ્કૃતિક ઉત્સવ શહેરના યુવાનો, કલા રસિકો અને સર્જનાત્મક લોકો માટે ખાસ આકર્ષણ બનશે.

કલાકારો માટે ભાગ લેવા તક

કાર્યક્રમમાં વિવિધ કલાકારોને પણ ભાગ લેવા માટે તક આપવામાં આવી છે. શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓ પણ કલાકાર તરીકે આ ઉત્સવમાં ભાગ લઇ શકશે. કલાકારો માટે રૂ. ૧,૦૦૦ની નામમાત્ર નોંધણી ફી નક્કી કરવામાં આવી છે, જે ઉત્સવ પૂર્ણ થયા બાદ તેઓને સંપૂર્ણ પરત આપવામાં આવશે. આ પહેલ દ્વારા નવા અને પ્રતિભાશાળી કલાકારોને પોતાના કામને લોકો સમક્ષ રજૂ કરવાની તથા કલા જગત સાથે જોડાવવાની અનોખી તક મળશે.

આ રીતે સુરત આર્ટ સ્ટ્રીટ ર૦ર૬ સુરત શહેર માટે સર્જનાત્મકતા, કલા અને સાંસ્કૃતિક ઊર્જાનો ભવ્ય ઉત્સવ સાબિત થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.

February 17, 2026
સીટેક્ષ-ફેબ્રુઆરી-2026-1280x666.jpg
3min119

સીટેક્ષ – સુરત ઈન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એક્ષ્પો–ર૦ર૬’

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના ઉપક્રમે આગામી તા. ર૧, રર અને ર૩ ફેબ્રુઆરી, ર૦ર૬ના રોજ સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ વાગ્યાના સમયગાળા દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકિઝબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ત્રિ–દિવસીય ‘સીટેક્ષ – સુરત ઈન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એક્ષ્પો–ર૦ર૬’નું આયોજન કરાયું છે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શન ‘સીટેક્ષ’ શ્રેણીનું ૧૩મું અને એકજ વર્ષમાં બીજી વખત આયોજિત થનારું પ્રદર્શન છે. ચેમ્બરના અતિ મહત્વકાંક્ષી આ પ્રદર્શનનો પ્રમુખ ઉદ્દેશ સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે એક નવી દિશા અને ગતિ આપવાનો છે. ટેક્ષ્ટાઇલ ટેકનોલોજી એન્ડ મશીનરી માટે યોજાનારા આ એકિઝબિશનનો સીધો લાભ સુરતના વિકાસશીલ ટેક્ષ્ટાઇલ ઉદ્યોગને મળે છે.

ચેમ્બરના ઉપપ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, આ એકિઝબિશનમાં એકિઝબિટર્સ દ્વારા વર્લ્ડ–ક્લાસ ટેક્ષ્ટાઇલ મશીનરીનું પ્રદર્શન કરવામાં આવશે, જેમાંથી કેટલીક મશીનરીઓ તો વિશ્વમાં અને ભારતમાં પ્રથમ વખત સુરતમાં આ એક્ષ્પોમાં લોન્ચ કરાશે અને પ્રદર્શન માટે મુકવામાં આવશે. આ બાબત સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગમાં આગવી ઓળખને વધુ મજબૂત બનાવશે અને દેશ–વિદેશના ખરીદદારો, ઉત્પાદકો તથા ટેકનોલોજી નિષ્ણાતો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.

ચેમ્બરના તત્કાલિન પૂર્વ પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, ટેક્ષ્ટાઇલ મશીનરીમાં ટેકનોલોજી અપગ્રેડ થઇ રહી છે. સુરતમાં સીટેક્ષ પ્રદર્શનમાં પોઝિશન પ્રિન્ટીંગ મશીન, પોઝિશન એમ્બ્રોઇડરી મશીન, હાઇ સ્પીડ રેપિયર લુમ, હાઇ સ્પીડ એરજેટ લુમ, હાઇ સ્પીડ વોટરજેટ લુમનું પ્રદર્શન કરવામાં આવશે. સાથે જ વેલ્વેટ એરજેટ મશીનરીનું પ્રદર્શન કરાશે. એક્ષ્પોમાં એરજેટ, વોટરજેટ અને રેપિયરના લેટેસ્ટ મોડેલ મશીનરીનું પ્રદર્શન કરવામાં આવશે. મોટા ભાગે એરજેટ મશીન કોટન બેઇઝ હોય છે, પરંતુ આ એકિઝબિશનમાં વિસ્કોસ તેમજ પોલિએસ્ટરનું પ્રોડકશન કરનારા એરજેટ મશીનો પણ પ્રદર્શિત કરાશે.

ચેમ્બરના માનદ્‌ મંત્રી શ્રી બિજલ જરીવાલાએ જણાવ્યું હતું કે, સીટેક્ષ ર૦ર૬નો ઉદ્‌ઘાટન સમારોહ શનિવાર, તા. ર૧ ફેબ્રુઆરી, ર૦ર૬ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે ઉષાકાંત મારફતિયા હોલ, એસ.આઇ.ઇ.સી.સી., ચેમ્બર ઓફ કોમર્સ રોડ, સરસાણા, સુરત ખાતે યોજાશે, જેમાં ઉદ્‌ઘાટક તરીકે ભારતના માનનીય કેન્દ્રિય જળ શકિત મંત્રી અને સુરત એરપોર્ટ કમિટીના ચેરમેન શ્રી સી.આર. પાટીલ પધારશે અને તેમના વરદ્‌ હસ્તે એક્ષ્પોનું ઉદ્‌ઘાટન કરવામાં આવશે. આ સમારોહમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ શ્રી રાજેશ ગાંધી અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવશે.

ચેમ્બરના માનદ્‌ ખજાનચી સીએ મિતિષ મોદીએ જણાવ્યું હતું કે, સુરત સહિત દક્ષિણ ગુજરાત ઉપરાંત આખા ભારતના વિવર્સ એસોસિએશનોને સીટેક્ષ એકિઝબિશનની મુલાકાત માટે આમંત્રણ પાઠવવામાં આવ્યા છે. ૧પ,૦૦૦થી વધુ વિઝીટર્સનું ઓનલાઇન રજિસ્ટ્રેશન પણ આવી ગયું છે. ભારતભરમાં ટેક્ષ્ટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા રપ,૦૦૦થી વધુ લોકો ૧પ૦ કરતા પણ વધારે શહેરોમાંથી સીટેક્ષ એકિઝબિશનની વિઝીટ કરશે.

ચેમ્બરના ઓલ એકિઝબિશન્સ ચેરમેન શ્રી કિરણ ઠુંમરે જણાવ્યું હતું કે, અગાઉ જેકાર્ડ લુમ્સ સ્થાપિત કરવા માટે ફેક્‌ટરીમાં અંદાજે રર ફૂટ જેટલી વિશાળ જગ્યાની જરૂર પડતી હતી, જેના કારણે નાના અને મધ્યમ ઉદ્યોગકારો માટે આવી મશીનરી સ્થાપિત કરવી મુશ્કેલ બનતી હતી. પરંતુ આ એકિઝબિશનમાં પ્રદર્શિત થનારી અદ્યતન જેકાર્ડ લુમ્સ એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે ફેક્‌ટરીમાં માત્ર ૭ ફૂટ જેટલી સીમિત જગ્યામાં પણ તેને સ્થાપિત કરી અસરકારક રીતે ઉત્પાદન મેળવી શકાય છે.

આ કોમ્પેકટ ડિઝાઇનના કારણે જગ્યાની બચત ઉપરાંત મશીનરીનું ઇન્સ્ટોલેશન સરળ બનશે, ઉર્જા અને સંચાલન ખર્ચમાં ઘટાડો થશે તથા નાના ઉત્પાદન એકમો માટે પણ ઉચ્ચ ગુણવત્તાવાળા જેકાર્ડ ફેબ્રિકનું ઉત્પાદન શક્‌ય બનશે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ઓછી જગ્યામાં વધુ કાર્યક્ષમ ઉત્પાદન આપતી આવી મશીનરી ટેક્‌સટાઇલ ઉદ્યોગ માટે ખાસ કરીને શહેરના ગીચ ઔદ્યોગિક વિસ્તારોમાં કાર્યરત ઉદ્યોગકારો માટે અત્યંત લાભદાયક સાબિત થશે.

સીટેક્ષ એક્ષ્પો ર૦ર૬ના ચેરમેન શ્રી સુરેશ પટેલે જણાવ્યું હતું કે, સીટેક્ષ એકિઝબિશનમાં સુરત ઉપરાંત નવી દિલ્હી, મુંબઇ, લુધિયાના, વડોદરા, અમદાવાદ, કોઇમ્બતુર, ઠાણે, પાનીપત, કોલ્હાપુર, પુણે, દાદરા, ભીલવાડા અને વલસાડ મળી કુલ ૧૧૦ એકિઝબિટર્સે ભાગ લીધો છે. આ એકિઝબિટર્સ દ્વારા વિશ્વની સૌથી અદ્યતન ટેકનોલોજી ધરાવતી મશીનરીનું  અને એસેસરીઝનું પ્રદર્શન કરવામાં આવશે. અમને ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીના તમામ સેકટર્સના એકિઝબિટર્સ તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે.

વિશ્વમાં પ્રથમ વખત ચાર પનાવાળું હાઇસ્પીડ રેપિયર જેકાર્ડ મશીન સીટેક્ષ એક્ષ્પોમાં લોન્ચ થશે

ટેક્ષ્ટાઇલ ઉદ્યોગ માટે ઐતિહાસિક ગણાય તેવું વિશ્વમાં પ્રથમ વખત ૪૯૦ સેન્ટીમીટર લંબાઇ ધરાવતા ચાર પનાવાળું હાઇસ્પીડ રેપિયર જેકાર્ડ મશીન સીટેક્ષ એક્ષ્પોમાં લોન્ચ કરવામાં આવશે. સુરતમાં વર્ષ ર૦૦૯–૧૦ દરમિયાન બે પનાવાળું મશીન વિકસાવવામાં આવ્યું હતું, જેના દ્વારા એકસાથે બે સાડીઓનું ઉત્પાદન શકય બન્યું હતું. ત્યારબાદ વર્ષ ર૦૧પમાં ત્રણ પનાવાળું રેપિયર જેકાર્ડ મશીન બજારમાં આવ્યું, જેના પર એકસાથે ત્રણ સાડીઓ બનાવવી શકય બની. હાલમાં વિશ્વભરમાં ત્રણ પનાવાળા મશીનો જ કાર્યરત છે, ત્યારે સુરતમાં પ્રથમ વખત લોન્ચ થનારું ચાર પનાવાળું અદ્યતન રેપિયર જેકાર્ડ મશીન ટેક્ષ્ટાઇલ ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

આ હાઇસ્પીડ રેપિયર જેકાર્ડ મશીન દ્વારા એકસાથે ચાર સાડીઓનું ઉત્પાદન શકય બનશે, જેના પરિણામે ઉત્પાદકોને ઉત્પાદન ક્ષમતા વધારવા ઉપરાંત લગભગ રપ ટકા સુધી પ્રોડકશન કોસ્ટમાં ઘટાડો થવાની શકયતા છે. વધુ ઉત્પાદન અને ઓછા ખર્ચના કારણે ટેક્ષ્ટાઇલ ઉદ્યોગને વૈશ્વિક સ્પર્ધામાં મજબૂત બનવામાં મદદ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

હાઇસ્પીડ એરજેટ મશીનનો પણ ડેમો રજૂ થશે

આ ઉપરાંત સીટેક્ષ એક્ષ્પોમાં હાઇ ટેકનોલોજીવાળી એરજેટ મશીનરીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. હાલમાં આંતરરાષ્ટ્રીય બજારમાં આશરે ૧૩,૦૦૦ ડોલરની કિંમતવાળું એરજેટ મશીન ઉપલબ્ધ છે, જ્યારે એક્ષ્પોમાં રજૂ થનાર હાઇસ્પીડ એરજેટ મશીન આશરે ૯,પ૦૦ ડોલરની કિંમતમાં ઉપલબ્ધ કરવામાં આવશે. આ મશીનનો લાઇવ ડેમો પણ રજૂ કરવામાં આવશે, જેના કારણે ઉત્પાદકોને ઓછી કિંમતમાં વધુ કાર્યક્ષમ અને ઝડપી ટેકનોલોજી અંગે માહિતગાર થવાની તક મળશે.

નવી પોઝિશન પ્રિન્ટર મશીનરી અને પોઝિશન એમ્બ્રોઇડરી મશીનરી રજૂ કરાશે

આ એકિઝબિશનમાં આધુનિક ટેક્ષ્ટાઇલ પ્રિન્ટિંગ અને મશીનરી ક્ષેત્રની નવી અને અત્યાધુનિક ટેકનોલોજીનું પ્રદર્શન કરવામાં આવશે. એઆઇ સોફટવેરથી સજ્જ ચય્’ઝઃન્ભ્દ્ય–ણ હેડ આધારિત નવી પોઝિશન પ્રિન્ટર મશીનના નમૂનાઓ (૮ અને ૧૬ હેડ વેરિઅન્ટ) રજૂ કરવામાં આવશે. નવી પોઝિશન એમ્બ્રોઇડરી મશીનરી પણ પ્રદર્શન પણ મુકાશે. આ ઉપરાંત ફોઇલ મશીનના નમૂનાઓ તથા ડાયરેકટ–ટુ–ફેબ્રિક પ્રિન્ટર મશીનના ૧૬, ર૪, ૩ર, ૪૮, ૬૪ અને ૯૬ હેડવાળા વિવિધ વેરિઅન્ટસ પણ પ્રદર્શિત કરવામાં આવશે, જે ઉચ્ચ ગુણવત્તાવાળા અને મોટા પાયે પ્રિન્ટિંગ માટે યોગ્ય છે.

અદ્યતન સકર્યુલર નિટિંગ મશીન રજૂ કરાશે

આ એક્ષ્પોમાં સકર્યુલર નિટિંગ મશીનની અદ્યતન શ્રેણી પણ રજૂ કરવામાં આવશે. તેમાં સિંગલ જર્સી સકર્યુલર નિટિંગ મશીન (૩૪ ડાયમીટર × ર૮ ગેજ × ૧૦ર ફીડર્સ) ઓપન વિથ સાથે ૩૦થી ૪પ આરપીએમ હાઇ સ્પીડ પર કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે. ઉપરાંત ડબલ જર્સી સકર્યુલર નિટિંગ મશીન (૩૪ ડાયમીટર × ર૮ ગેજ × ૧૦૮ ફીડર્સ) પણ પ્રદર્શિત થશે, જેમાં ઇન્ફ્રારેડ નીડલ બ્રેકેજ ડિટેકટર અને સ્ટિચ લેન્થ મીટર જેવી અદ્યતન સુવિધાઓ સામેલ છે, જે ઉત્પાદનની ગુણવત્તા અને કાર્યક્ષમતા વધારવામાં સહાયક બને છે.

સીટેક્ષ પ્રદર્શન દ્વારા ટેક્ષ્ટાઇલ ઉદ્યોગના સાહસિકો, ઉત્પાદકો અને ટેકનોલોજી રસિકોને નવી પેઢીની મશીનરી અને પ્રિન્ટિંગ સોલ્યુશન્સ વિશે જાણવાની તથા આધુનિક ઉત્પાદન ક્ષમતાઓને નજીકથી સમજવાની મહત્વપૂર્ણ તક મળશે. આ રીતે સીટેક્ષ એક્ષ્પો ટેક્ષ્ટાઇલ મશીનરી ક્ષેત્રની નવીનતા, કાર્યક્ષમતા અને ખર્ચ ઘટાડતી ટેકનોલોજીઓ માટે મહત્વપૂર્ણ પ્લેટફોર્મ સાબિત થશે.

ટેક્ષ્ટાઇલ મશીનરી અને એન્સીલરીનું વિશાળ પ્રદર્શન હોવાથી આ એકઝીબીશનમાં ૧૬ વર્ષથી નાના બાળકોનો પ્રવેશ પ્રતિબંધિત છે, જેની નોંધ લેવા વિનંતી છે.