ગુજરાતમાં હાલ શ્રાવણના પવિત્ર માસની ઉજવણી થઈ રહી છે. આ પવિત્ર મહિનાને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે આવતીકાલે, 21 ઓગસ્ટે, માસિક શિવરાત્રિની સાથે ગુરુ-પુષ્ય નક્ષત્રનો શુભ સંયોગ રચાવા જઈ રહ્યો છે, જે ખૂબ જ પવિત્ર અને શુભ માનવામાં આવે છે. આ દિવસે કરવામાં આવેલાં કાર્યો સફળતા અને સમૃદ્ધિ લાવે છે, સાથે જ દેવી લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે. ગુરુ-પુષ્ય નક્ષત્રને નક્ષત્રોનો રાજા ગણવામાં આવે છે.
28 નક્ષત્રોમાંનુ આઠમું નક્ષત્ર જેના ગુરુ ગુરદેવ છે, તેવું નક્ષત્ર ગુરુ પુષ્ય અક્ષત્ર આવતી કાલે 21 ઓગસ્ટના છે. આ વર્ષનો આ છેલ્લો ગુરુ-પુષ્ય સંયોગ છે, કારણ કે આગામી પુષ્ય નક્ષત્રો (17 સપ્ટેમ્બર અને 15 ઓક્ટોબર) ગુરુ સાથે યોગ નહીં બનાવે. આ દિવસે સોનું, ચાંદી, વાહનો, ઈલેક્ટ્રોનિક્સ અને અન્ય ધાતુઓની ખરીદી ખૂબ ફળદાયી માનવામાં આવે છે. વેપારીઓ માટે પણ આ દિવસ નવા વ્યવસાયની શરૂઆત માટે અત્યંત શુભ માનવામાં આવે છે.
ગુરુ-પુષ્ય નક્ષત્રનું મહત્વ
પુષ્ય નક્ષત્ર, જે 27 નક્ષત્રોમાં આઠમું છે, તેના દેવતા દેવગુરુ બૃહસ્પતિ અને દિશાના પ્રતિનિધિ શનિદેવ છે. આ નક્ષત્રમાં ચંદ્ર કર્ક રાશિમાં હોય છે, જે ચંદ્રની પોતાની રાશિ છે, જેના કારણે આ નક્ષત્ર ધન અને સમૃદ્ધિ માટે અત્યંત પવિત્ર ગણાય છે. આ દિવસે ખરીદેલી વસ્તુઓ લાંબા સમય સુધી ટકે છે અને શુભ ફળ આપે છે. આ યોગમાં શરૂ કરેલો વ્યવસાય ખૂબ જ ઉન્નતિ કરે છે. જોકે, શાસ્ત્રો અનુસાર, આ નક્ષત્રમાં લગ્ન નિષિદ્ધ છે, કારણ કે બ્રહ્માજીએ આ નક્ષત્રને લગ્ન માટે શાપ આપ્યો હતો.
શુભ મુહૂર્ત અને કાર્યો
આવતીકાલના ગુરુ-પુષ્ય નક્ષત્રના શુભ મુહૂર્તમાં શુભ (6:17-7:54), ચલ (11:07-12:44), લાભ (12:44-14:21), અમૃત (14:21-15:58), શુભ (17:35-19:11), અમૃત (19:11-20:35), અને ચલ (20:35-21:58)નો સમાવેશ થાય છે. આ દિવસે સોના-ચાંદી, પિત્તળના વાસણો, પીળા વસ્ત્રો, જમીન, અને આધ્યાત્મિક જ્ઞાન મેળવવા જેવાં કાર્યો શ્રેષ્ઠ છે. પારદ લક્ષ્મીની સ્થાપના, મંત્ર દીક્ષા, યજ્ઞ, અને વેદ પાઠની શરૂઆત પણ આ દિવસે ફળદાયી છે. આ યોગમાં શરૂ થયેલાં કાર્યો લાંબા ગાળે લાભ આપે છે.
ગુરુ-પુષ્ય નક્ષત્રમાં કેટલાક વિશેષ ઉપાયો સમૃદ્ધિ અને શાંતિ લાવે છે. જેમની કુંડળીમાં ચાંડાલ, પિતૃ, કે શાપિત દોષ હોય, તેમણે વિષ્ણુસહસ્રનામનો પાઠ અને પીળી વસ્તુઓનું દાન કરવું જોઈએ. ઘરમાં સમૃદ્ધિ માટે હળદરથી “શ્રી” લખીને તિજોરી પર લગાવવું શુભ છે. વ્યાપારની પ્રગતિ માટે એકાક્ષી નારિયેળને લાલ કપડામાં લપેટી મંદિરમાં રાખવું અને ચોક્કસ મંત્રનો જાપ કરવો. દેવી લક્ષ્મીની કૃપા માટે દક્ષિણાવર્તી શંખમાં કેસર-દૂધથી અભિષેક અને ઘીનો દીવો કરવો. ગાયને ઘી-ગોળ ખવડાવવાથી ઘરમાં સુખ-શાંતિ રહે છે.
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર બુધવારે જનસુનાવણી દરમિયાન હુમલો કરનારાની ઓળખ થઈ ગઈ છે. આ હુમલાખોરની તાત્કાલિક ધોરણે ધરપકડ થઈ હતી. સૂત્રો મુજબ, દિલ્હી પોલીસની પ્રારંભિક પૂછપરછમાં હુમલાખોરે પોતાનું નામ રાજેશ ખીમજીભાઈ સાકરિયા જણાવ્યું છે. તે ગુજરાતના રાજકોટનો રહેવાસી છે.
હુમલાખોરની વય 41 વર્ષની છે. આ હુમલામાં રેખા ગુપ્તાના માથા પર સામાન્ય ઈજા થઈ હોવાનું ભાજપ પ્રદેશ પ્રમુખ વિરેન્દ્ર સચદેવાએ જણાવ્યું છે. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા રોજની જેમ સવારે સાત વાગ્યે પોતાની ઓફિસમાં જનસુનાવણી કરી રહ્યા હતા. જ્યાં રોજિંદા સેકડોં લોકો પોતાની ફરિયાદો લઈને તેમની પાસે આવે છે. આ હુમલાખોર પણ એક બેગ અને હાથમાં થોડા કાગળો સાથે મુખ્યમંત્રી નજીક આવ્યો હતો.
પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યા અનુસાર, હુમલાખોર ફરિયાદના બહાને મુખ્યમંત્રી નજીક પહોંચ્યો હતો. શરૂઆતમાં તેણે મુખ્યમંત્રીને અમુક કાગળ આપ્યા અને બાદમાં જોર-જોરથી બુમો પાડવા લાગ્યો હતો. તે દરમિયાન જ તેણે CM રેખા ગુપ્તા પર હુમલો કરી દીધો હતો. મુખ્યમંત્રીને માથાના ભાગ પર સામાન્ય ઈજા થઈ હતી. હાલ તેઓ સુરક્ષિત છે. ભાજપ નેતાઓએ આ હુમલા પાછળ રાજકીય ષડયંત્ર હોવાની આશંકા વ્યક્ત કરી છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી આકરી પૂછપરછ હાથ ધરી છે.
દિલ્હી સરકારના મંત્રી કપિલ મિશ્રાએ આ મામલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલો અક્ષમ્ય ગુનો છે. એક મહિલા, એક દિકરી જે રાત-દિવસ દિલ્હીવાસીઓની સેવામાં જોડાયેલી છે. તેના પર હુમલો કરનારા અને કરાવનારાઓ કાયર છે. બંને ગુનેગાર છે. જ્યારે ગુનેગાર તર્ક અને તથ્યોના આધારે વાત કરવા સક્ષમ ન હોય ત્યારે તે આ પ્રકારનો ગુનો કરે છે. આ અત્યંત શરમજનક અને નિંદનીય ઘટના છે. પોલીસ આ મામલે સીસીટીવી ફુટેજ તપાસી રહી છે.
વરાછા બેંક દ્વારા સભાસદો અને ખાતેદારોની ઉપસ્થિતિમાં ડેપ્યુટી જનરલ મેનેજરશ્રી સુરેશભાઈ કાકડીયા નાં હસ્તે ધ્વજારોહણ કરી આઝાદીના પર્વની ઉજવણી કરી
ગુજરાતની સહકારી બેંકોમાં અગ્રગણ્ય એવી ધી વરાછા કો-ઓપ. બેંક લિ., સુરત દ્વારા વહીવટી કચેરી “સહકાર ભવન” સરથાણા ખાતે દેશના આઝાદીના ૭૯માં સ્વતંત્રતા પર્વની ધ્વજ વંદન કરીને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. બેંકનાં ખાતેદારો,સભાસદો અને સમાજ અગ્રણીઓની સવિશેષ ઉપસ્થિતિમાં બેંકના ડેપ્યુટી જનરલ મેનેજરશ્રી સુરેશભાઈ કાકડીયા દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. આ રાષ્ટ્ર પર્વની ઉજવણીમાં બેંકના AGM શ્રી શૈલેષભાઈ ભૂત તેમજ AGM શ્રી બીપીનભાઈ ચોવટિયા અને કર્મચારીઓ પણ જોડાયા હતા.
બેંકનાં ચેરમેનશ્રી ભવાનભાઈ નવાપરા દ્વારા સ્વતંત્રતા દિવસની શુભેચ્છા સાથે રાષ્ટ્ર સંદેશ આપતા જણાવ્યું હતું કે, વર્તમાન સમયે ભારત તમામ ક્ષેત્રે દુનિયામાં પોતાની શક્તિનું પ્રદર્શન કરી રહ્યું છે એ સંરક્ષણ નો વિષય હોય કે અંતરિક્ષમાં હોય તમામ ક્ષેત્રમાં ભારતનો વિકાસ ખૂબ ઝડપ થી વધી રહ્યો છે. આ ગતિશીલ પ્રગતિનો મુખ્ય આધાર દેશની યુવા શક્તિ છે. આ યુવા ધન ડ્રગ્સ જેવા દુષણોથી દૂર રહી રાષ્ટ્રની પ્રગતિમાં સહભાગી થાય તેવી અભ્યર્થના સાથે શુભેચ્છા પાઠવી હતી.
બેંકના જનરલ મેનેજરશ્રી વિઠ્ઠલભાઈ ધાનાણી દ્વારા તમામ કર્મચારીઓને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
બેંક દ્વારા આયોજીત દેશભક્તિના આ કાર્યક્રમમાં બેંકનાં ડેપ્યુટી જનરલ મેનેજરશ્રી સુરેશભાઈ કાકડીયાએ તમામને મોં મીઠું કરાવી અને સુદ્રઢ રાષ્ટ્ર નિર્માણમાં તમામ લોકો સહભાગી બને તેવી શુભેચ્છા પાઠવી હતી. અંતે કાર્યક્રમની આભાર વિધિ કરતા બેંકના આસિસ્ટન્ટ જનરલ મેનેજરશ્રી શૈલેષભાઈ ભૂત દ્વારા ઉપસ્થિત તમામનો સહ્રદય આભાર માની દરેકના મનમાં રાષ્ટ્રપ્રેમની ભાવના અવિરત ઝળહળતી રહે તેવી શુભેચ્છા પાઠવી હતી.
વિવેક અગ્નિહોત્રીની આગામી ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતાની સાથે વિવાદોમાં ઘેરાઈ છે. તાજેતરમાં જ ધ બંગાળ ફાઈલ્સ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતું. આ ફિલ્મ 1946ના બંગાળના દંગાઓ દરમિયાન મહત્વની ભૂમિક ભજવનાર બંગાળી નેતા ગોપાલ મુખર્જી પર આધારિત છે. ગોપાલ મુખર્જીના પૌત્ર શાંતનુ મુખર્જીએ ફિલ્મના ડિરેક્ટર વિવેક રંજન અગ્નિહોત્રી વિરુદ્ધ FIR નોંધાવી છે, જેમાં તેમના દાદાના ખોટા ચિત્રણો બતાવવાનો આરોપ લગાવ્યો છે.
‘ધ બંગાળ ફાઈલ્સ’નું ટ્રેલર રિલીઝ થતા જ વિવાદ શરૂ થયો હતો. ટ્રેલરમાં ગોપાલ મુખર્જીને ‘એક થા કસાઈ ગોપાલ પાઠા’ તરીકે દર્શાવવામાં આવ્યા છે, જેનો શાંતનુ મુખર્જીએ વિરોધ કર્યો છે. શાંતનુનો દાવો છે કે તેમના દાદા કસાઈ નહોતા, પરંતુ એક પહેલવાન અને અનુશીલન સમિતિના અગ્રણી સભ્ય હતા, જેમણે 1946ના મુસ્લિમ લીગના દંગાઓને રોકવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. શાંતનુએ ફિલ્મ દર્શાવેલા તેના દાદ ચિત્રને અપમાનજનક અને પરિવારની લાગણીઓને ઠેસ પહોંચાડનારું ગણાવ્યું છે.
સૂત્રોની જાણકારી પ્રમાણે શાંતનુ મુખર્જીએ ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીને કાનૂની નોટિસ મોકલી, જેમાં ગોપાલ મુખર્જીના ખોટા ચિત્રણ માટે માફી માગવાની માગ કરી છે. તેણે જણાવ્યું કે ફિલ્મમાં ‘કસાઈ’ અને ‘પાઠા’ જેવા શબ્દોનો ઉપયોગ અપમાનજનક છે અને તેનાથી પરિવારની પ્રતિષ્ઠાને નુકસાન થયુ છે. શાંતનુએ કહ્યું, “વિવેકે આ અંગે પૂરતું સંશોધન કર્યું નથી અને અમારો સંપર્ક પણ નથી કર્યો. અમે આનો વિરોધ ચાલુ રાખીશું.” તેણે એમ પણ ઉમેર્યું કે ગોપાલ મુખર્જી સ્વાતંત્ર્ય સેનાની હતા અને નેતાજી સુભાષચંદ્ર બોઝની વિચારધારાથી પ્રેરિત હતા, જેણે અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓ સાથે કામ કર્યું હતુ.
‘ધ બંગાળ ફાઈલ્સ’ ભારત-પાકિસ્તાનના બંટવારા દરમિયાન 1946ના બંગાળના હિંદુ-મુસ્લિમ દંગાઓના બેગ્રાઉન્ડ પર આધારિત છે. ટ્રેલરમાં ગાંધીજી અને જિન્નાહ વચ્ચે બંગાળના ભાગલાને લઈને ચાલેલા સંઘર્ષને દર્શાવવામાં આવ્યો છે, જેમાં જિન્નાહ બંગાળનો એક ભાગ ઈચ્છતા હતા, જ્યારે ગાંધીજી તેનો વિરોધ કરતા હતા. આ ફિલ્મ 5 સપ્ટેમ્બર 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે, પરંતુ વિવાદને કારણે તેની રિલીઝ પહેલાં જ ચર્ચાઓ ગરમ થઈ ગઈ છે.
આ વિવાદે ફિલ્મની રિલીઝ પહેલા જ તેની ટીમ માટે મુશ્કેલીઓ ઊભી કરી છે. શાંતનુ મુખર્જીની FIR અને કાનૂની નોટિસથી ફિલ્મના ડિરેક્ટર પર દબાણ વધ્યુ છે. ગોપાલ મુખર્જીના ચરિત્રનું ખોટું ચિત્રણ ફિલ્મની વિશ્વસનીયતા પર પ્રશ્ન ઉભા કરી રહ્યું છે. આ ઘટનાએ ઐતિહાસિક વ્યક્તિઓના ચિત્રણમાં સંશોધનના મહત્વને ફરી એકવાર રેખાંકિત કર્યું છે. ફિલ્મની રિલીઝ સાથે આ વિવાદ કેવી રીતે આગળ વધે છે, તે જોવું રહ્યું.
પવિત્ર શ્રાવણ માસનો આજે 18/8/25 અંતિમ સોમવાર છે. આજના પાવન દિવસે રાજ્યભરના શિવાલયો ભક્તોના પ્રવાહથી ઊભરાઈ રહ્યા છે. સવારથી જ શિવ મંદિરોમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે, જેઓ ભોળાનાથ શંભુની પૂજા-અર્ચના કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે ઉત્સુક છે.
સમગ્ર શ્રાવણ મહિના દરમિયાન શિવ ભક્તોએ ભક્તિભાવપૂર્વક ભોળાનાથની પૂજા કરી હતી. ત્યારે આજે છેલ્લા સોમવારે શિવલિંગ પર દૂધ, બિલિપત્ર અને પુષ્પ અર્પણ કરીને વિશેષ અભિષેક કરવામાં આવી રહ્યો છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોના શિવાલયોને પણ સુંદર રીતે શણગારવામાં આવ્યા છે. શિવલિંગને વિવિધ શણગાર કરીને મહાદેવને રિઝવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
આજે છેલ્લા સોમવારે અભિજિત મુહૂર્ત બપોરે 12:17 થી 1:08 વાગ્યા સુધી ગણાશે, જે પૂજા અને અભિષેક માટે અત્યંત શુભ માનવામાં આવે છે. શિવ મંદિરોમાં ભક્તોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે, જેમાં સોમનાથ સહિતના પ્રસિદ્ધ શિવ મંદિરો પણ સામેલ છે. ‘હર હર મહાદેવ’ના જયઘોષથી વાતાવરણ શિવમય બન્યું છે. ભક્તો શિવલિંગને અભિષેક કરીને મહાદેવની કૃપા પ્રાપ્ત કરી રહ્યા છે.
બૅન્કમાં ચેક જમા કરાવ્યા પછી સ્કૅન કરવાની, રજૂ કરવાની અને પાસ કરવાની તમામ પ્રક્રિયા એ જ દિવસે કલાકોમાં પૂરી થઈ જશે
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)એ જાહેરાત કરી છે કે ચોથી ઑક્ટોબરથી ચેક-ક્લિયરિંગની પ્રોસેસ વધુ ઝડપી બનશે. બૅન્કમાં ચેક જમા કરાવ્યાના કલાકોમાં ક્લિયર કરી આપવામાં આવશે. અત્યારે ચેક ક્લિયર કરવા માટે બે દિવસ સુધીનો સમય લાગે છે.
બૅન્કમાં ચેક જમા કરાવ્યા પછી સ્કૅન કરવાની, રજૂ કરવાની અને પાસ કરવાની તમામ પ્રક્રિયા એ જ દિવસે કલાકોમાં પૂરી થઈ જશે. આ પ્રક્રિયા બૅન્ક ચાલુ હશે એ કલાકો દરમ્યાન સતત ચાલુ રહશે. ચેક પાસ કરવાની અત્યારની પ્રક્રિયામાં ચેકનું બૅચ-ક્લિયરિંગ થાય છે એટલે કે ચેક જથ્થામાં પાસ કરવામાં આવે છે. એના સ્થાને RBIએ સર્ક્યુલર જાહેર કરીને તમામ બૅન્કોને એવું જણાવ્યું છે કે ચેક પાસ કરવા માટે બૅચ-ક્લિયરિંગને બદલે એ પ્રક્રિયા સતત ચાલુ રાખવામાં આવે. સવારે ૧૦ વાગ્યાથી સાંજે ૪ વાગ્યા સુધી ચેક પ્રોસેસ કરીને ક્લિયરિંગ હાઉસમાં મોકલી આપવામાં આવશે. આ પરિવર્તનને બે તબક્કામાં લાગુ કરવામાં આવશે. પહેલો તબક્કો ૪ ઑક્ટોબરથી અને બીજો તબક્કો ૩ જાન્યુઆરી ૨૦૨૬થી શરૂ થશે.
શ્રાવણ વદ આઠમ-શનિવારે છે ત્યારે ભગવાન કૃષ્ણનો 5252મો જન્મોત્સવ ગુજરાતભરમાં આસ્થા અને ઉલ્લાસપૂર્વક ઉજવાશે. કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવા માટે શુક્રવારથી જ દ્વારકા, ડાકોર, શામળાજીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યા હતા. રાત્રે 12 વાગ્યે ભગવાન કૃષ્ણના જન્મનો શંખનાદ થતાં જ મંદિરો ‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી, હાથી ઘોડા-પાલખી જય કનૈયાલાલ કી’ ના જયઘોષ સાથે ગૂંજી ઉઠ્યા હતા.
કનૈયો, કાનુડો, કાનજી, નંદલાલ, અચ્યુત, મુરલીધર, મોહન, શ્યામ, જગન્નાથ, માધવ, દ્વારકાધીશ, કેશવ, રણછોડ, લાલજી જેવા અનેક નામથી ભક્ત જેને ભક્તિભાવથી-વ્હાલથી સંબોધે છે તેવા ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ અનેરો થનગનાટ છે. મહાભારતના અનુશાસન પર્વમાં ઋષિ દુર્વાસા પ્રસન્ન થઈને ભગવાન કૃષ્ણને આશીર્વાદ આપતા કહે છે કે, ‘જ્યાં સુધી મનુષ્યનો અન્નનો ભાવ રહેશે ત્યાં સુધી માનવજાતને તારા પ્રત્યે પણ ભાવ રહેશે જ.’
શુક્રવારે સ્વતંત્રતા દિવસ, શનિવારે જન્માષ્ટમી અને ત્યારબાદ રવિવાર એમ ત્રણ દિવસની રજા હોવાથી સોમનાથ, અંબાજી, ચોટીલા, પાવાગઢમાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડેલા. સોમનાથ, દ્વારકામાં નાની ધર્મશાળાથી માંડીને મોટી હોટેલોમાં તમામ રૂમ બૂક થઇ ગયા હતા.
કૃષ્ણ જન્મ વખતે દહીં હાંડીનું પણ અનેરું મહત્ત્વ છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં શનિવારે મટકી ફોડનું પણ આયોજન કરવામાં આવશે. અમદાવાદના ઈસ્કોન મંદિરમાં દર વર્ષની જેમ આ વખતે વિધિવત્ રીતે જન્માષ્ટમીનો મહોત્સવ ઉજવાશે. ભગવાનના ગર્ભગૃહને દેશ-વિદેશના વિવિધ ફૂલોથી શણગારાશે. થાઇલેન્ડથી પાંચ અલગ-અલગ કલરના ઓર્ચિડ ફૂલ 3 વિવિધ પ્રકારના સાઉથ આફ્રિકાથી એન્થોરિયમ ફૂલ, કાર્નેશન, ડચ રોઝ, જિપ્સી, સેવંતી, રજનીગંધા, ડેઝી થઈને 900 કિલો ફૂલોનો ઉપયોગ કરાશે. આ ફૂલ દ્વારા ભગવાનના ગર્ભગૃહમાં મોર, શંખ, કમળ, ધનુષ વગેરે તૈયાર કરાશે. આ ઉપરાંત ભગવાનને 600થી વધુ વાનગી ધરાવાશે.જન્માષ્ટમીના બીજા દિવસે નંદ મહોત્સવના 10 હજાર લોકોના ભંડારા-પ્રસાદનું આયોજન કરાયું છે.
આજે જન્માષ્ટમી, ભગવાન કૃષ્ણનો 5252મો જન્મોત્સવ ઉજવાશે
Janmashtami 2025: શ્રાવણ વદ આઠમ-શનિવારે છે ત્યારે ભગવાન કૃષ્ણનો 5252મો જન્મોત્સવ ગુજરાતભરમાં આસ્થા અને ઉલ્લાસપૂર્વક ઉજવાશે. કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવા માટે શુક્રવારથી જ દ્વારકા, ડાકોર, શામળાજીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યા હતા. રાત્રે 12 વાગ્યે ભગવાન કૃષ્ણના જન્મનો શંખનાદ થતાં જ મંદિરો ‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી, હાથી ઘોડા-પાલખી જય કનૈયાલાલ કી’ ના જયઘોષ સાથે ગૂંજી ઉઠ્યા હતા.
કનૈયો, કાનુડો, કાનજી, નંદલાલ, અચ્યુત, મુરલીધર, મોહન, શ્યામ, જગન્નાથ, માધવ, દ્વારકાધીશ, કેશવ, રણછોડ, લાલજી જેવા અનેક નામથી ભક્ત જેને ભક્તિભાવથી-વ્હાલથી સંબોધે છે તેવા ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ અનેરો થનગનાટ છે. મહાભારતના અનુશાસન પર્વમાં ઋષિ દુર્વાસા પ્રસન્ન થઈને ભગવાન કૃષ્ણને આશીર્વાદ આપતા કહે છે કે, ‘જ્યાં સુધી મનુષ્યનો અન્નનો ભાવ રહેશે ત્યાં સુધી માનવજાતને તારા પ્રત્યે પણ ભાવ રહેશે જ.’
શુક્રવારે સ્વતંત્રતા દિવસ, શનિવારે જન્માષ્ટમી અને ત્યારબાદ રવિવાર એમ ત્રણ દિવસની રજા હોવાથી સોમનાથ, અંબાજી, ચોટીલા, પાવાગઢમાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડેલા. સોમનાથ, દ્વારકામાં નાની ધર્મશાળાથી માંડીને મોટી હોટેલોમાં તમામ રૂમ બૂક થઇ ગયા હતા.
કૃષ્ણ જન્મ વખતે દહીં હાંડીનું પણ અનેરું મહત્ત્વ છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં શનિવારે મટકી ફોડનું પણ આયોજન કરવામાં આવશે. અમદાવાદના ઈસ્કોન મંદિરમાં દર વર્ષની જેમ આ વખતે વિધિવત્ રીતે જન્માષ્ટમીનો મહોત્સવ ઉજવાશે. ભગવાનના ગર્ભગૃહને દેશ-વિદેશના વિવિધ ફૂલોથી શણગારાશે. થાઇલેન્ડથી પાંચ અલગ-અલગ કલરના ઓર્ચિડ ફૂલ 3 વિવિધ પ્રકારના સાઉથ આફ્રિકાથી એન્થોરિયમ ફૂલ, કાર્નેશન, ડચ રોઝ, જિપ્સી, સેવંતી, રજનીગંધા, ડેઝી થઈને 900 કિલો ફૂલોનો ઉપયોગ કરાશે. આ ફૂલ દ્વારા ભગવાનના ગર્ભગૃહમાં મોર, શંખ, કમળ, ધનુષ વગેરે તૈયાર કરાશે. આ ઉપરાંત ભગવાનને 600થી વધુ વાનગી ધરાવાશે.જન્માષ્ટમીના બીજા દિવસે નંદ મહોત્સવના 10 હજાર લોકોના ભંડારા-પ્રસાદનું આયોજન કરાયું છે.
ભારત સહિત વિશ્વભરના દેશોની અલાસ્કાના એન્કોરેજમાં યોજાયેલી બેઠક પર નજર રહી. આ બેઠક અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે યોજાઈ હતી. આ બેઠકનો હેતુ સ્પષ્ટ હતો, રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવા માટે કામ કરવું.
બેઠક પછી પત્રકાર પરિષદ દરમિયાન પત્રકારો સાથે વાત કરતા બંને નેતાઓએ બેઠકને સકારાત્મક ગણાવી. જોકે, યુદ્ધવિરામ થઈ શક્યો ન હતો. અમેરિકન પ્રમુખ ટ્રમ્પ કહે છે કે ઘણા મુદ્દાઓ પર સહમતિ થઈછે, પરંતુ કેટલાક મુદ્દાઓ પર કોઈ નિર્ણય ન લઈ શકાયો.
બંને દેશોના નેતાઓ વચ્ચેની આ બેઠક શાંતિનો માર્ગ ખોલી શકે છે. જો આ મુદ્દા પર બીજી બેઠક યોજાશે તો યુક્રેન-રશિયા યુદ્ધનો અંત લાવવો ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. જોકે, હજુ સુધી ઔપચારિક રીતે સ્પષ્ટ નથી કે આગામી બેઠક થશે કે નહીં. પરંતુ, પ્રેસ કોન્ફરન્સના અંતે, પુતિને ટ્રમ્પને કહ્યું કે આગામી બેઠક મોસ્કોમાં યોજાવી જોઈએ. જેના પર ટ્રમ્પે કહ્યું કે હવે ભવિષ્યમાં જોઈશું.
પ્રેસને સંબોધતા પુતિને કહ્યું કે જો 2022 માં ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખહોત, તો યુક્રેન સાથે યુદ્ધ ક્યારેય ન થયું હોત. છેલ્લા કેટલાક વર્ષોથી, અમેરિકા અને રશિયા વચ્ચે ખૂબ સારા સંપર્ક નહોતા. પરંતુ હવે ખૂબ સારા સીધા સંપર્ક સ્થાપિત થયા છે, જે અગાઉના ‘ખૂબ જ મુશ્કેલ સમયગાળા’ પછી જરૂરી હતા.
તેમણે કહ્યું કે યુક્રેન સાથે શાંતિ પુનઃસ્થાપિત કરવાની ઇચ્છા અને નિષ્ઠાવાન રસ બદલ હું ટ્રમ્પનો આભાર માનું છું. આ યુદ્ધનો અંત લાવવા માટે, બધા મૂળ કારણોને દૂર કરવા અને રશિયાની ચિંતાઓને ધ્યાનમાં લેવી જરૂરી છે. હું ટ્રમ્પ સાથે સહમત છું કે યુક્રેનની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ. મને આશા છે કે પરસ્પર સમજણ યુક્રેનમાં શાંતિ લાવશે.
ટ્રમ્પ અને પુતિનની અલાસ્કા બેઠકમાં શું-શું થયું?
યુદ્ધવિરામ પર કોઈ કરાર નહીં: ટ્રમ્પ અને પુતિન વચ્ચેની વાતચીત લગભગ ત્રણ કલાક સુધી ચાલી. જોકે, યુદ્ધવિરામ પર કોઈ કરાર થઈ શક્યો નહીં.
વાતચીત સકારાત્મક અને રચનાત્મક હતી: પુતિને બેઠકને રચનાત્મક અને પરસ્પર આદરપૂર્ણ ગણાવી. ટ્રમ્પે કહ્યું કે સારી પ્રગતિ થઈ છે. પરંતુ વધુ ચર્ચા પણ જરૂરી છે.
મોસ્કોમાં આગામી બેઠક માટે પ્રસ્તાવ: પુતિને આગામી બેઠક મોસ્કોમાં યોજવાનો પ્રસ્તાવ મૂક્યો છે. ટ્રમ્પે વાતચીતને આગળ ચાલુ રાખવાનો પણ સંકેત આપ્યો.
યુક્રેનને સુરક્ષા ગેરંટી આપવાનો મામલો ખુલ્લો છોડ્યો: ટ્રમ્પે યુક્રેનને સુરક્ષા ગેરંટી આપવાનો મામલો ખુલ્લો છોડી દીધો છે. તેમણે કહ્યું, કદાચ અમેરિકા, યુરોપ અને અન્ય દેશો સાથે મળીને યુક્રેનને સુરક્ષા ગેરંટી આપી શકે છે.
આઇસીઆઇસીઆઇ બેંક ગ્રાહકોના પ્રતિભાવ અને ચોતરફની આકરી ટીકા તથા વ્યાપક વિરોધના થોડા દિવસો પછી તેના ગ્રાહકો માટે લઘુત્તમ બેલેન્સની આવશ્યકતાઓમાં ફેરફાર જાહેર કર્યો છે.
મુંબઇ સમાચારે આ અંગેનો વિગતવાર અહેવાલ પ્રકાશિત કરવા સાથે મુંબઇ સમાચારની યુટ્યુબ ચેનલ પર ગ્રાહકોની નારાજગી અને વિરોધ દર્શાવતા સમાચાર વિશ્લેષણ પ્રસારિત કર્યું હતું.
ગ્રાહકોની અપેક્ષાઓ અને પસંદગીઓને વધુ સારી રીતે પ્રતિબિંબિત કરવા માટે આઇસીઆઇસીઆઇ બૅન્કે લઘુત્તમ માસિક સરેરાશ બેલેન્સ ૫૦,૦૦૦ રૂપિયાથી ઘટાડીને ૧૫,૦૦૦ રૂપિયા નક્કી કર્યું છે.
બેંક બુધવારે બહાર પાડેલા નોટિફિકેશન અનુસાર સાઇઠ વર્ષથી ઓછી ઉંમરના પેન્શનરો અને પસંદગીની ૧,૨૦૦ સંસ્થાઓના વિદ્યાર્થીઓએ લઘુત્તમ માસિક સરેરાશ બેલેન્સ જાળવવાની જરૂર નહીં રહેશે.
હવે નવાં ફોરફાર અનુસાર, મેટ્રો અને શહેરી સ્થળો માટે લઘુત્તમ બેલેન્સની આવશ્યકતા ૧૫,૦૦૦ રૂપિયા, અર્ધ-શહેરી સ્થળો માટે ૭,૫૦૦ રૂપિયા અને ગ્રામીણ સ્થળો માટે ૨,૫૦૦ રૂપિયા રહેશે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.