CIA ALERT

આધ્યાત્મિક Archives - Page 36 of 37 - CIA Live

June 28, 2018
rath.jpg
1min16480

અમદાવાદની ઐતિહાસિક 141મી રથયાત્રા પહેલા જળયાત્રા કરવામાં આવી હતી. આ જળયાત્રા જગન્નાથ મંદિરથી સાબરમતીના કિનારા સુધી 108 કળશ સાથે કરાઈ હતી. અને મંદિરે પરત ફરી હતી આ જળયાત્રામાં રાજકીય માહનુભાવોઓની સાથે મોટી સંખ્યામાં સાધુ-સંતો અને ભક્તોની સાથે શણગારેલા બળદગાડાઓ, ભજન મંડળી, વગેરે જોડાયા હતા.

June 26, 2018
jalyatra.jpg
1min13110

અમદાવાદનાં નગરદેવતા જગન્નાથજી મંદિર, જમાલપુર ખાતેથી નીકળનારી જળયાત્રા માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જે અંતર્ગત ૧૦૮ કળશ કે જેમાં જળ ભરીને લાવવામાં આવે છે. રથયાત્રા માટેના ઉપરણાની તૈયારીઓ પણ ચાલી રહી છે. તા.૨૮મી જૂને ‘જળયાત્રા મહોત્સવ’ ઉજવાશે.  ‘જળયાત્રા મહોત્સવ’ જેઠ સુદ પૂર્ણિમા, તા.૨૮મી જૂને ઉજવાશે. આ પ્રસંગે જગન્નાથજી મંદિરેથી મહંત દિલીપદાસજી મહારાજની નિશ્રામાં શોભાયાત્રા સાબરમતી નદીનાં સોમનાથ ભૂદરના આરે ગંગાપૂજન કરવા સવારે ૮ વાગ્યે થશે. સવારે ૮.૩૦ વાગ્યે નદીએથી ૧૦૮ કળશમાં જળભરીને મંદિરમાં લાવવામાં આવશે-ગંગાપૂજન વિધિ થશે. ત્યારબાદ સવારે ૧૦ વાગ્યે ભગવાન જગન્નાથજીની ષોડશોપચાર પૂજન વિધિ મહાજળાભિષેક કરાશે. ત્યારબાદ ગણેશજીના સ્વરૂપમાં ભગવાન જગન્નાથજીના અતિવિશિષ્ટ એવા સવારે ૧૧ વાગ્યે ગજવેશ શણગારના દર્શન થશે.

આ પ્રસંગે ષષ્ઠ પીઠાધીશ્વર વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજી મહારાજનાં આશીર્વચન થશે. મહોત્સવના મુખ્ય અતિથિ તરીકે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ઉપસ્થિત રહેશે. સાથે જ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિત ધારાસભ્યો, સાંસદ અને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેશે.

જગન્નાથજી મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝાએ જણાવ્યું કે, મંદિરમાં જળયાત્રા માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને બીજી તરફ રથયાત્રા માટે ઉપરણા બનાવવાનું કાર્ય મંદિરના સ્વયંસેવકો દ્વારા ચાલી રહ્યું છે.

જ્યારે ઉપરણાના પ્રસાદ અંગે તેમણે જણાવ્યું કે, ભગવાન જગન્નાથજીને નેત્રોત્સવ વિધિ દરમિયાન આ ઉપરણા આંખે બાંધવામાં આવતા હોય છે. જેનાથી તેઓ સ્વસ્થ બને છે. માટે મંદિર દ્વારા ભગવાનની નિજ પ્રસાદીરૂપ આ ઉપરણા અષાઢી બીજે- ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રજી સાથે નગરચર્યા માટે નીકળે છે ત્યારે માર્ગમાં વહેંચવામાં આવે છે. આ ઉપરણા મંદિરમાં જ, સ્વયંસેવકો દ્વારા જ તૈયાર થયેલા હોય છે. જેની તૈયારી રથયાત્રાનાં ૨૦-૨૫ દિવસ પૂર્વે મંદિર દ્વારા શરૂ થઇ જાય છે. સાથોસાથ આ દોઢ  લાખ કરતાં વધુ ઉપરણા વહેંચવામાં આવે છે. સાથે જ રથયાત્રા પરંપરાગત માર્ગ ઉપર નીકળે છે ત્યારે ભગવાનનો પ્રસાદ ઉપરણા મેળવવા ભક્તોની પડાપડી થાય છે.

June 21, 2018
yog_Cr-1280x853.jpg
1min14660

સરસાણા ખાતે મંત્રીશ્રી, મેયર, કલેકટર સહિતના નાગરિકોએ યોગાભ્યાસ કર્યો હતો 

 યોગએ વિશ્વને ભારતીય સંસ્કૃતિની અણમોલ ભેટ છે. ૨૧મી જૂનના અવસરે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. સુરત શહેર-જિલ્લામાં પણ યોગદિનનો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ શહેરના સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે સવારે ૬.૦૦ વાગે વન, આદિજાતિ વિકાસ મંત્રી ગણપતસિંહ વસાવાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જિલ્લામાં કુલ ૧૫ લાખથી વધુ લોકોએ યોગ કરીને યોગમય બન્યા હતા.

વેડરોડ ગુરૂકુલના બાળકોએ વિશ્વ યોગ દિનની ઉજવણી અંતર્ગત યોગમુદ્રા સાથે ‘ભારતના નકશા’ની વિશાળ માનવાકૃત્તિ રચી

૨૧મી જૂન ‘વિશ્વ યોગ દિન’ની ઉજવણી નિમિત્તે વેડ રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળના વિદ્યાર્થીઓએ રંગબેરંગી પોશાકમાં સજ્જ થઇ સામૂહિક રીતે વિવિધ યોગ મુદ્રાઓ દ્વારા યોગ નિદર્શન કરીને નિરોગી રહેવાનો અનોખો સંદેશો આપી પોતાનો દેશપ્રેમ પ્રગટ કરતા ગુરૂકુળના પ્રાંગણમાં ‘ભારતના નકશા’ની માનવાકૃત્તિ રચીને આકર્ષક સિમ્બોલ બનાવ્યો હતો.

 

June 12, 2018
Ravi-Shankar.jpg
1min15750

યોગગુરુ રામદેવને તો ટેલિવિઝન એડમાં જોઇએ જ છીએ હવે શ્રી શ્રી રવિશંકર પણ પોતાની બ્રાન્ડ પ્રોડક્ટની જાહેરાતો પર રૂ.૨૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરશે

આયુર્વેદ અને હર્બલ પ્રોડક્ટ્સના સેગમેન્ટમાં શ્રી શ્રી રવિશંકરની બ્રાન્ડ શ્રી શ્રી તત્વા સમગ્ર ભારતમાં લગભગ ૧૦૦૦ સ્ટોર્સ ખોલવાનો પ્રારંભિક લક્ષ્યાંક ધરાવે છે

ગત મે માસાંતે પૂરી થયેલી વિશ્વ ક્રિકેટની સૌથી મોટી કોમ્પિટીશન IPLમાં શ્રી શ્રી તત્વાની જુદી જુદી પ્રોડક્ટની જાહેરાતો ટીવી જોવામાં આવી હતી. આ શ્રી શ્રી તત્વા કંપની બીજા કોઇની નહીં પણ શ્રી શ્રી રવિશંકરની છે. ટેલિવિઝન પર જાહેરખબર માટે રૂ.૧૦ કરોડ રૂપિયાના ખર્ચ સાથે FMCG કૅટેગરીમાં મોટા ઍડ્વર્ટાઇઝર્સની યાદીમાં હવે શ્રી શ્રી રવિશંકરની શ્રી શ્રી તત્વ બ્રાન્ડ પણ સામેલ થઇ છે. વાચકોની યાદ હશે જ કે શ્રી બાબા રામદેવ પણ પોતાની પતંજલિ બ્રાન્ડના પ્રમોશન માટે દેશ-દુનિયાના મિડીયામાં કરોડો રૂપિયાની જાહેરખબરો પ્રસારિત કરાવી રહ્યા છે. માર્કેટ સૂત્રો જણાવે છે કે ભારતમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં બે બાબાઓ, રવિશંકર અને રામદેવની પ્રોડ્ક્ટનું માર્કેટિંગ વૉર પૂરા વેગથી જોવા મળશે.

શ્રી શ્રી રવિશંકરની શ્રી શ્રી તત્વા માર્કેટિંગમાં FMCG બ્રાન્ડ ગણવામાં આવે છે. સૂત્રોએ આપેલી માહિતી મુજબ શ્રી શ્રી તત્વા જાહેરખબર અને માર્કેટિંગ માટે લગભગ રૂ.૨૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરવાનો પ્લાન ધરાવે છે.

આયુર્વેદ અને હર્બલ પ્રોડક્ટ્સના સેગમેન્ટમાં શ્રી શ્રી રવિશંકરની બ્રાન્ડ શ્રી શ્રી તત્વા સમગ્ર ભારતમાં લગભગ ૧૦૦૦ સ્ટોર્સ ખોલવાનો પ્રારંભિક લક્ષ્યાંક ધરાવે છે

શ્રી શ્રી તત્વા તાજેતરમાં કેમ લાઇમલાઇટમાં આવી

શ્રી શ્રી તત્વા ટૂથપેસ્ટ, પર્સનલ કૅર આઇટમ્સ અને ફૂડ-પ્રોડક્ટ્સ જેવી વિશેષ કૅટેગરી પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને IPL-2018 દરમિયાન રૂ.૧૦ કરોડનું બજેટ પ્રોવિઝન પ્રમોશન માટે ફાળવ્યું હતું તેમાંથી ચારેક કરોડ રૂપિયા પર્સનલ કૅર આઇટમ્સની ટીવી-જાહેરાતો માટે, ૩ કરોડ રૂપિયા ટૂથપેસ્ટ માટે અને ૩ કરોડ રૂપિયા ફૂડ-પ્રોડક્ટ્સની જાહેરખબર પર ખર્ચ્યા હતા.

પતંજલિ આયુર્વેદનું વાર્ષિક ટર્નઓવર રૂ.૧૦,૦૦૦ કરોડ કરતાં વધુ છે. પતંજલિના ટર્નઓવરમાં ઝડપી વૃદ્ધિ થવાથી હિન્દુસ્તાન લીવર, પ્રોક્ટર ઍન્ડ ગૅમ્બલ, કોલગેટ પામોલિવ, ફ્યુચર ગ્રુપ અને ડાબર જેવી વૈશ્વિક અને સ્થાનિક કંપનીઓને આયુર્વેદિક પ્રોડક્ટ્સનો પોર્ટફોલિયો વિસ્તારવાની ફરજ પડી છે.

June 4, 2018
neet1.jpg
1min24070

44 વિદ્યાર્થીઓના નીટમાં 400થી વધુ માર્કસ, આશાદીપ શાળાએ જ નીટના કોચિંગની પણ વ્યવસ્થા કરી હતી

ગુજરાત બોર્ડના ધો.12 સાયન્સના પરીણામો હોય, કોમર્સના હોય કે ધો.10ના પરીણામો હોય સમગ્ર રાજ્યમાં સૌથી વધુ પરીણામ અને એ-વન રેન્કર્સ જેણે આપ્યા છે એ આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સના વિદ્યાર્થીઓએ આજે નીટ-2018ના પરિણામમાં પણ ઝળહળતો દેખાવ કર્યો છે.

 

જેઇઇ અને નીટ એ બે નેશનલ એન્ટ્રન્સ ટેસ્ટ છે, સેન્ટ્રલ બોર્ડ દ્વારે તેનું સંચાલન કરવામાં આવે છે અને સુરતની આશાદીપ સાયન્સ સ્કુલના વિદ્યાર્થીઓ ન સિર્ફ બોર્ડ પરીક્ષામાં પણ આ નેશનલ એકઝામ્સમાં પણ જબરદસ્ત પરફોર્મન્સ આપી રહ્યા છે. આજે નીટની પરીક્ષાના જાહેર થયેલા પરીણામમાં આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સના વિદ્યાર્થીએ હાઇએસ્ટ 574 માર્કસ હાંસલ કર્યા છે.

આશાદીપના ટ્રસ્ટી શ્રી મહેશભાઇ રામાણીએ સી.આઇ.એ. લાઇવને માહિતી આપતા જણાવ્યું હતું કે આશાદીપના કુલ 13 વિદ્યાર્થીઓએ નીટમાં 500 કે તેનાથી વધુ સ્કોર કર્યો છે. એવી જ રીતે 44 વિદ્યાર્થીઓ એવા છે કે જેમણે નીટમાં 400 કે તેનાથી વધુ સ્કોર કર્યો છે. આમ આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સના વિદ્યાર્થીઓએ નીટમાં પણ પોતાનું ઓલરાઉન્ડ પરફોમર્ન્સ જાળવી રાખ્યું છે.

સૌથી મહત્વની વાત એ છે કે જેઇઇ હોય કે નીટ હોય, મોટાભાગની શાળાઓ પ્રવેશ પરીક્ષાના કોચિંગ આપવામાંથી હાથ ઉંચા કરી દેતી હોય છે પરંતુ, આશાદીપ વિદ્યાલય કે જેણે હંમેશા અલગ ભાત પાડી છે ત્યાં નીટ હોય કે જેઇઇ, પ્રવેશ પરીક્ષાનું કોચિંગ પણ શાળામાં જ આપવામાં આવે છે. આજે નીટમાં જે ટોપટેન આવ્યા છે એ મોટા ભાગે એક જ બ્રાન્ડેડ પ્રાઇવેટ કોચિંગ ક્લાસના આવ્યા છે, જે તોતિંગ ફી લઇને કોચિંગ આપે છે જ્યારે આશાદીપ સાયન્સ સ્કુલમાં વિદ્યાર્થીઓને શાળા દ્વારા જ એફોર્ડેબલ ફી માં તમામ પ્રવેશ પરીક્ષાનું કોચિંગ આપવામાં આવે છે.

June 2, 2018
trump-kim2.jpg
1min14300

સમગ્ર વિશ્વમાં છેલ્લા એક  વર્ષથી ગમે ત્યારે વિશ્વના દેશોમાં અંધાધૂંધી મચે એવી ભીંતી અમેરિકા અને ઉત્તર કોરીયાના વણસી ગયેલા સંબંધોને કારણે સેવાય રહી છે. ઉત્તર કોરીયાના માથાભારે પ્રમુખ કિમ જોંગ ઉન છાશવારે અમેરિકાની ઉશ્કેરણી કરતા નિવેદનો કરે અને યુએસ પ્રેસિડેન્ટ તેનો જવાબ આપે, આવો એકાદ વર્ષથી ચાલી આવતો સિલસિલો આખરે બદલાય રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આખરે કિમ જોંગ ઉન સાથે 12 જૂનના સિંગાપોરમાં મુલાકાત કરવાની વાતને મોહર લગાવી છે. ટ્રમ્પે તા.1લી જુને કહ્યું હતું કે અગાઉ અમેરિકા ઉત્તર કોરિયા સાથે યોજાનાર બેઠકમાંથી પાછળ ખસી ગયું હતું, પરંતુ હવે આ બેઠક નિર્ધારિત કાર્યક્રમ મુજબ 12 જૂન 2018ના રોજ સિંગાપોરમાં જ યોજાશે.

ઓવલ કચેરી ખાતે ઉત્તર કોરિયાના એક ઉચ્ચ અધિકારી સાથેની મુલાકાત બાદ ટ્રમ્પે વ્હાઈટ હાઉસની લોનમાં પત્રકારોને જણાવ્યું કે આ બેઠક ઘણી સફળ નિવડશે તેવું લાગી રહ્યું છે.

તાજેતરમાં જ યુએસના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે પ્યોંગયાંગ સામે દુશ્મનાવટનો આક્ષેપ કર્યો હતો અને તાજેતરમાં ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન સાથેની સિંગાપોર સમિટને રદ્દ કરી હતી. જો કે 24 કલાકમાં જ ટ્રમ્પે નિર્ણય બદલ્યો હતો અને કહ્યું હતું કે ઉત્તર કોરિયાના અધિકારીઓ સાથે સાર્થક વાતચીત બાદ તેઓ સમિટ અંગે નિર્ણય લેશે અને સમિટ નિશ્ચિત સમયે યોજાઈ શકે છે. હવે ટ્રમ્પે 12 જૂને સમિટ યોજવાની ખાતરી આપી છે. બન્ને દેશોના વડા માટે આ બેઠક ઐતિહાસિક પુરવાર થશે.

June 2, 2018
rt1.jpg
1min15970

મનસે દ્વારા 36 વિધાનસભા વિસ્તારમાં એક દિવસ માટે નાગરિકોને દરેક વિસ્તારના ચોક્કસ પેટ્રોલપંપ પર પેટ્રોલમાં ચાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવાની ઘોષણા કરી છે

રાજકીય નેતાઓના બર્થ ડે હોય એટલે તેમના અનુયાયીઓથી લઇને સામાન્ય નાગરિકોને અત્યાર સુધી મીઠાઇ કે ભોજન મળતા, પણ હવે રાજ ઠાકરેના મનસેએ નવી ચીલો ચાતરવાની શરૂઆત કરી છે. મનસે દ્વારા આગામી તા.14મી જૂનના રોજ તેમના સુપ્રીમો રાજ ઠાકરેના જન્મ દિવસે મુંબઇગરાઓને અેવી ગીફ્ટ આપવાનું એલાન કર્યુ છે જેનાથી સમગ્ર દેશમાં ચર્ચાનો માહોલ સર્જાશે. પેટ્રોલના ભાવો હાલ જ્યારે ભડકે બળી રહ્યા છે, બેકાબૂ બન્યા છે તેવા સંજોગોમાં આ બર્નિંગ ઇશ્યુને લઇને મનસેએ ઘોષણા કરી છે કે આગામી તા. ૧૪ જૂને MNS અધ્યક્ષ રાજ ઠાકરેનો બર્થ-ડે છે અને એ નિમિતે MNSએ નાગરિકોને ચાર રૂપિયા સસ્તું પેટ્રોલ આપીને તેમનો બર્થ-ડે ઊજવવાનું નક્કી કર્યું છે.

એક દિવસ માટે MNS નાગરિકોને હાલના પેટ્રોલના ભાવ કરતાં ચાર રૂપિયા સસ્તું પેટ્રોલ આપશે. મુંબઈના ૩૬ વિધાનસભા મતવિસ્તારોમાં પ્રત્યેકમાં એક પેટ્રોલ-પમ્પ પર આ છૂટ આપવામાં આવશે.

MNSના સરચિટણીસ સંદીપ દેશપાંડેએ આ માહિતી આપી હતી. કેન્દ્ર અને રાજ્ય સરકાર પેટ્રોલના ભાવ ઓછા કરવામાં નિષ્ફળ નીવડી હોવાની ટીકા પણ MNSએ કરી હતી અને એટલા જ માટે અનોખી રીતે પોતાના અધ્યક્ષ રાજ ઠાકરેનો જન્મદિવસ ઊજવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

June 2, 2018
cbdt1.jpeg
1min14030

બેનામી ટ્રાન્ઝેકશન ઈન્ફોર્મેન્ટ્સ રિવોર્ડ સ્કીમ – ૨૦૧૮ જાહેર

દાયકાઓ અગાઉ એટલે કે જૂના જમાનામાં જેની બોલબાલા હતી અને જે સ્કીમ અન્વયે બાતમીદારોએ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને કાળુ નાણું હોવાની બાતમી આપીને લાખો રૂપિયાનું ઇનામ મેળવ્યું હતું એ બાતમીદાર સ્કીમને ફરીથી ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે અપનાવી છે. ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને બેનામી ટ્રાન્ઝેકશન કે બેનામી પ્રોપર્ટી વિશેની ‘ગુપ્ત બાતમી’ આપનારને ₹ એક કરોડ સુધીનો રિવોર્ડ મળશે. એ જ રીતે વિદેશમાં નાણાં ગોઠવનારાની ‘ગુપ્ત બાતમી’ આપનારને પાંચ કરોડ સુધીનું ઈનામ મળશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે તાજેતરમાં આવેલી અજય દેવગણની ફિલ્મ રેઇડ માં પણ બાતમીદારે આપેલી માહિતીને આધારે જ સર્ચ ઓપરેશ  હાથ ધરીને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટએ કરોડોની બ્લેક મનીનો દલ્લો ઝડપી પાડ્યો હતો.

સાથો સાથ ‘ઈન્કમ ટેક્સ ઈન્ફોર્મેન્ટ્સ રિવોર્ડ સ્કીમ’ માં પણ સુધારો કરવામાં આવ્યો છે. ઈન્કમ ટેક્સ એક્ટ-૧૯૬૧ હેઠળ પગલાં લઈ શકાય એવા ભારતમાં આવક કે એસેટોમાં મોટાપાયે કરચોરી થઈ હોય એવા કેસોની ‘ચોક્કસ બાતમી’ આપનારને રૂા. ૫૦ લાખ સુધીનું ઈનામ મળશે.

સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT)એ તા.1લી જુન 2018ના રોજ બેનામી ટ્રાન્ઝેકશન ઈન્ફોર્મેન્ટ્સ રિવોર્ડ સ્કીમ – ૨૦૧૮ જાહેર કરી હતી. આ સ્કીમ હેઠળ કોઈપણ પ્રકારની બેનામી ટ્રાન્ઝેકશનો અને પ્રોપર્ટીઓ વિશે વિદેશીઓ સહિત કોઈપણ વ્યક્તિ જોઈન્ટ કે એડિશનલ કમિશનરોને ગુપ્ત માહિતી આપી શકે છે. આવા ટ્રાન્ઝેકશનો કરનારાઓ સામે બેનામી ટ્રાન્ઝેકશન્સ (પ્રોહિબિશન) એેમેન્ડેડ એક્ટ – ૨૦૧૬ હેઠળ કામ ચલાવી શકાશે.

CBDTએ જણાવ્યું હતું કે છુપા રોકાણકારો અને લાભ ખાટનારા પ્રોપર્ટી માલિકોએ કરેલી કમાણી તેમ જ બેનામી ટ્રાન્ઝેકશનો તેમ જ પ્રોપર્ટીઓની છુપી માહિતી આપવા માટે લોકોને પ્રોત્સાહન કરવાના આશયથી આ રિવોર્ડ સ્કીમ બનાવાઈ છે.

૨૦૧૮ની બેનામી ટ્રાન્ઝેકશન્સ ઈન્ફોર્મેન્ટ્સ રિવોર્ડ સ્કીમ હેઠળ બેનામી ટ્રાન્ઝેકશનો તથા પ્રોપર્ટીઓ વિશેની ચોક્કસ માહિતી છે એમાંથી કરવામાં આવેલી કમાણી વિશેની સ્પષ્ટ ચોક્કસ માહિતી જોઈન્ટ અથવા એડિશનલ કમિશનરો (બેનામી પ્રોહિબિશન યુનિટ્સ-બીપીયુ)ને આપનારી વ્યક્તિ રૂા. એક કરોડ સુધીનું ઈનામ મેળવી શકશે. આ તમામ ઈનામી સ્કીમ માટે માહિતી આપનારની ઓળખ છુપી રાખવામાં આવશે.

June 1, 2018
rutu1.jpg
1min17230

એર એશિયાની બેંગ્લોરથી સુરતની પહેલી ફ્લાઇટના કો-પાઇલટ તરીકે રુતુ ગોસ્વામીને ખાસ ડ્યૂટી સોંપવામાં આવી કેમકે એર એશિયાની વિશિષ્ટતા છે કે જે તે શહેરની પહેલી ફ્લાઇટના પાઇલટ તેમજ કેબિન ક્રુ મેમ્બર્સ જે તે શહેરના મૂળ વતની હોય તેવા સ્ટાફને મોકલે છે

આજે એર એશિયા દ્વારા બેંગ્લોર ટુ સુરતની ફ્લાઇટનું પહેલું વિમાન બેંગ્લોરથી સુરત આવ્યું હતું. આ ફ્લાઇટની અનેક વિશેષતાઓ હતી પરંતુ, એક વિશેષતા એ પણ નોંધનીય છે કે આ ફ્લાઇટમાં કો-પાઇલટ તરીકે રુતુ ગોસ્વામી નામનો યુવાન હતો. રુતુ ગોસ્વામી જન્મે સુરતી છે. રુતુ ગોસ્વામીનો જન્મ સુરત થયો અને એ પછી પાંચ વર્ષ સુધી રુતુ ગોસ્વામીનો ઉછેર સુરત થયો હતો.

એર એશિયા કંપનીની ખાસિયત છે કે જે શહેરમાં પહેલી ફ્લાઇટ રવાના કરતી હોય ત્યારે એ ફ્લાઇટમાં જે તે શહેરના વતની હોય તેવા પાઇલટ અગર તો કેબિન ક્રુ મેમ્બરને ખાસ ડ્યૂટી સોંપે છે. આ પરંપરાના ભાગરૂપે રુતુ ગોસ્વામીની પસંદગી કરવામાં આવી હતી.

બેંગ્લોરથી ફ્લાઇટ સુરત આવી પહોંચી ત્યારે વોટરકેનનથી તેનું સ્વાગત કરવામાં આવ્યું અને જ્યારે રુતુ ગોસ્વામીએ ફ્લાઇટ ડ્યૂટી પૂરી કરીને એરપોર્ટ પર આવ્યા ત્યારે સુરતીઓનો આનંદ સાતમે આસમાને હતો. સુરતને નવી ફ્લાઇટ બેંગ્લોરની તો મળી જ પરંતુ, સાથોસાથ તેને પહેલી વખત ઉડાડીને જે પાઇલટ લાવ્યા તે પણ જન્મે સુરતી છે.

રુતુ ગોસ્વામીએ એરપોર્ટ પર સી.આઇ.એ. સંવાદદાતાને જણાવ્યું કે સ્વાભાવિક છે કે જ્યાં જન્મ થયો હોય તે શહેરમાં પહેલી ફ્લાઇટ ફ્લાય કરીને આવવાનો આનંદ સવિશેષ હોય. રુતુ ગોસ્વામીએ કહ્યું કે તેનો પરિવાર મૂળ ભૂજના છે. તેમના પિતાની સુરત ટ્રાન્સફર થઇ ત્યારે પરિવાર સુરત આવ્યો હતો અને એ સમયે જ રુતુ ગોસ્વામીનો જન્મ સુરતમાં થયો હતો. રુતુના જન્મ પછી પાંચ વર્ષ સુધી તેમનો પરિવાર સુરતમાં રહ્યો હતો આમ, સુરતમાં જન્મીને ઉછરેલા રુતુ ગોસ્વામીએ આજે બેંગ્લોરથી સુરતની પહેલી ફ્લાઇટ ઉડાડી એ એક યાદગાર પ્રસંગ બની ગયો હતો. સુરત એરપોર્ટ પર પ્લેન ઉડાડીને આવેલા રુતુ ગોસ્વામીને આવકારવા ખુદ તેનો સમગ્ર પરિવાર પણ એરપોર્ટ પર ઉપસ્થિત હતો.

એરપોર્ટ પર નવસારીના સાંસદ શ્રી સી.આર. પાટીલ,  શ્રીમતી દર્શનાબેન જરદોષ, ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ શ્રી હેતલ મહેતા, શ્રી કલ્લુભાઇ દેસાઇ તેમજ અન્ય અાગેવાનોએ રુતુ ગોસ્વામીને ફ્લાવર બુકે આપીને શુભેચ્છાઓ પાઠવી હતી.

June 1, 2018
v3.jpg
1min49710

આજે સમગ્ર વિશ્વ દૂધ દિવસની ઉજવણી કરી રહ્યું છે ત્યારે સુરત માટે ગૌરવવંતી બાબત એ છે કે સુરતમાં 1975થી દૂધ અને દૂધ ઉત્પાદન અને વેચાણ સાથે સંકળાયેલી જૂની અને જાણીતી વિજય ડેરીને આજે નવી દિલ્હી ખાતે યોજાયેલા દબદબાભર્યા કાર્યક્રમમાં નેશનલ ગોપાલ રત્ન એવોર્ડ 2018 એનાયત કરવામાં આવ્યો છે. વિજય ડેરી વતી તેમના મેનેજમેન્ટના શ્રી પિયુષભાઇ પટેલએ આ એવોર્ડ સ્વીકાર્યો હતો. ભારત સરકારના મિનીસ્ટ્રી ઓફ એગ્રિકલ્ચ એન્ડ ફાર્મર્સ વેલ્ફેર ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રિકલ્ચર હસબન્ડરી, ડેરીઇંગ એન્ડ ફિશરીઝ દ્વારા સમગ્ર ભારત સ્તરે રાષ્ટ્રીય ગોકુલ મિશન ચલાવવામાં આવે છે અને આ મિશનના ભાગરૂપે નેશનલ ગોપાલ રત્ન એવોર્ડ 2018 માટે સુરતની વિજય ડેરી દ્વારા સંચાલિત શ્રી હરી નાણજી ફાર્મના સંચાલન માટે એનાયત કરવામાં આવ્યો છે.

આજે વિશ્વ મિલ્ક ડે નિમિતે દિલ્હી ખાતે યોજાયેલા સન્માન સમારોહમાં સુરતની વિજય ડેરીના શ્રી પિયુષભાઇ પટેલને સમગ્ર દેશની ટોચની ડેરીઓના સંચાલકોની ઉપસ્થિતમાં રાષ્ટ્રીય સ્તરે દ્વિતીય રહેવા બદલ રૂ.3 લાખનું ઇનામ તેમજ ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

 

નવી દિલ્હી ખાતે તા.1લી જૂન શુક્રવારે યોજાયેલા દબદબાભર્યા સન્માન સમારોહમાં દેશભરના ટોચના ડેરી ઉત્પાદકોની હાજરીમાં સુરતની વિજય ડેરીના માલિક શ્રી પિયુષભાઇ પટેલને રાષ્ટ્રીય ગોપાલ રત્ન પુરષ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

એવોર્ડ લીધા બાદ સુરતની વિજય ડેરીના શ્રી પિયુષ પટેલે સમારોહને સંબોધન કર્યું હતું.

 

સુરતની વિજય ડેરીને શ્રી હરી નારણ ફાર્મના સંચાલન બદલ જે એવોર્ડ અપાયો તેનું પ્રમાણપત્ર

રાષ્ટ્રીય ગોપાલ રત્ન એવોર્ડ 2018 માટે સુરતની વિજય ડેરીને રાષ્ટ્રીય સ્તરે દ્વિતીય ક્રમનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. વિજય ડેરીના શ્રી પિયુષ પટેલ એવોર્ડ સ્વીકારતા નજરે પડે છે.

રાષ્ટ્રીય ગોપાલ રત્ન એવોર્ડ આપવા માટે જુદા જુદા ક્રાઇટેરીયા હોય છે જેમાં પશુપાલન એરીયાની સ્વચ્છતા, તેમનો આહાર, તેમનો ઉછેર, વાતાવરણ, રસીકરણ વગેરે બાબતો ધ્યાનમાં રાખવામાં આવે છે.