CIA ALERT

આધ્યાત્મિક Archives - Page 37 of 37 - CIA Live

June 1, 2018
gseb.png
1min12930

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગઇ તા.28મી મે ના રોજ જાહેર કરેયાલા ધો.10ના પરીણામમાં પરીક્ષકો એટલે કે ઉત્તરવહીઓ ચકાસવા ગયેલા શિક્ષકોએ મોટી સંખ્યા એટલે કે 40 હજાર જેટલી ભૂલો ગણિતના વિષયની ઉત્તરવહીઓની ચકાસણીમાં કરી હોવાની બાબત સપાટી પર આવતા બોર્ડના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા છે. ધો.10ની ઉત્તરવહીઓમાં થયેલી આવી ભૂલો મોટા ભાગે પ્રશ્નોના ગુણોના સરવાળામાં થઇ હોવાનું જાણવા મળે છે.

પેપર તપાસવામાં વધતી જતી શિક્ષકોની ભૂલો ચિંતાનું કારણ છે. જ્યારે ફાઈનલ રિઝલ્ટ બનાવાય છે ત્યારે ડેટા એન્ટ્રી કરતી વખતે ક્રોસ ટોટલિંગ કરવામાં આવે છે. ગયા વર્ષે 10 માર્ક કે તેનાથી વધારે માર્કની 1,237 ભૂલો પકડાઈ હતી. પેપર તપાસવામાં ઉતાવળ અને ભૂલો કરનારા શિક્ષકો પાસેથી એક ભૂલના 50 રૂપિયા લેખે 6.67 લાખનો દંડ વસૂલાયો હતો.

માર્ચ 2018ની એસ.એસ.સી.ની પરીક્ષામાં ગણિત વિષયમાં 2.5 લાખ વિદ્યાર્થીઓ ફેઇલ થયા છે. બોર્ડ દ્વારા પરિણામનું રેન્ડમ ચેકિંગ તેમજ ડિટેઇલ્ડ વેરીફિકેશન કરવામાં આવતા એવી બાબત પરથી પરદો ઉઠ્યો કે પેપર તપાસનારા પરીક્ષકોએ મૂલ્યાંકન તેમજ ગુણોના સરવાળા કરવામાં ભારે દાટ વાળ્યો છે. જુદા જુદા પ્રશ્નોમાં વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણોના સરવાળા કરવામાં ભારે ભૂલો કરી છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 10નું પેપર તપાસતાં પરીક્ષકોએ ગુણોના સરવાળામાં કરેલી 40,000 ભૂલો ડિટેઇલ્ડ વેરિફકેશનમાં બહાર આવી છે. અંદાજે 3,500 કેસ એવા છે જેમાં 10 માર્ક્સ કે તેનાથી વધારે માર્ક્સની ભૂલ પરીક્ષકોએ કરી છે. પરીક્ષકોએ કરેલી ભૂલો જો સુધારવામાં આવે તો હજારો વિદ્યાર્થીઓના પરિણામ પર તો અસર પડે જ પડે પણ બોર્ડના કુલ પરિણામ ફેરવાય તેમ છે.

બોર્ડના અધિકારીઓ નૈતિક રીતે સ્વીકારી રહ્યા છે કે પરીક્ષકો દ્વારા ઉત્તરવહીઓના મૂલ્યાંકનમાં રહેલી ભૂલોને જો સુધારવામાં ન આવે તો વિદ્યાર્થીઓ સાથે મોટો અન્યાય થયાનું લેખાશે.

આ વર્ષે યોજાયેલી એસએસસીની પરીક્ષામાં 11.02 લાખ વિદ્યાર્થીઓ બેઠા હતા અને તેમાંથી 2.5 લાખ જેટલા વિદ્યાર્થીઓ ગણિતમાં ફેઇલ થયા છે. હવે રાજ્ય સરકાર નીતિ વિષયક નિર્ણય કરશે કે પરીક્ષકોએ કરેલી ભૂલનો સુધાર કેવી રીતે કરવો.

June 1, 2018
Gujarat-Police.jpg
1min16470
માફીયા કીંગ દાઉદનો ડાબો હાથ સમાન અને 1992 મુંબઈ બ્લાસ્ટના કેસોમાં મોસ્ટ વોન્ટેડ આરોપી ભાગતા ફરતા અહેમદ મોહમ્મદ ઉર્ફે અહેમદ લંબૂને એક લાંબા સમયથી ચાલી આવતા ઓપરેશનના અંતે ગુજરાત એટીએસની ટીમને સફળતા મળી છે.
બોમ્બે બોંબ બ્લાસ્ટ કેસમાં નાસતા-ફરતા આરોપી અહેમદ લંબુની ધરપકડ માટે સીબીઆઈએ લુક-આઉટ અને ઇન્ટરપોલ લાંબા સમયથી નોટિસ જાહેર કરી છે. એટલું જ નહીં પણ અહેમદ લંબુ અંગે જાણકારી આપનારને  રૂ.પાંચ લાખનું ઇનામ પણ આપવાનું એલાન થઇ ચૂક્યું છે છતાં અહેમદ લંબૂ હાથ આવતો ન હતો. અહેમદ લંબૂ અંગે જુદા જુદા રાજ્યોની પોલીસને અનેક નાની મોટી બાતમીઓ પણ નિયમિત રીતે મળતી રહેતી હતી પરંતુ, તેને પકડી શકાયો ન હતો.
સૂત્રોએ આપેલી માહિતી મુજબ રાજ્યના દક્ષિણ છેવાડે વલસાડ અને વાપીની વચ્ચે દરિયા કિનારે ગુજરાત એટીએસ થોડા સમયથી એક સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી. તા.31મી મેના રોજ રાત્રે આ ઓપરેશન દરમિયાન ગુજરાત પોલીસની એન્ટી ટેરેરીસ્ટ સ્કવોડને કામ્યાબી મળી છે અને લાંબા સમયથી નાસતા ફરતા મોસ્ટ વોન્ટેડ આરોપી અહેમદ લંબૂને ઝબ્બે કરવામાં આવ્યો હતો. અહેમદ લંબૂ પર 1992 બ્લાસ્ટનું કાવતરૂં ઘડવાનો અને હથિયારો પૂરા પાડવાનો આરોપ છે. બોમ્બ બ્લાસ્ટ પછી લંબૂને ભગાડવામાં ડોસાએ મદદ કરી હતી. ત્યારથી તેની શોધખોળ કરવામાં આવી રહી હતી.
June 1, 2018
gas.jpg
1min14280

વાગરાના રહીયાદ ગામે આવેલાં જીએનએફસીના ટીડીઆઇ પ્લાન્ટમાં ચાર વર્ષમાં ફોસ્જીન ગેસ લીકેજની ત્રીજી ઘટના સામે આવી છે. ગયા સોમવારે મોડી રાત્રે ફરી એક વખત ગેસ લીકેજ થતાં રહીયાદ ગામમાં રહેતાં 1,200થી વધારે લોકોએ જીવ બચાવવા ગામ છોડી દેવાની ફરજ પડી હતી. દરમિયાન ગેસની અસરને કારણે 45થી વધારે લોકોને બળતરા તેમ જ ઉલટીઓ થતાં તેમને ભરૂચ ખાતે આવેલી કંપનીની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

ગુજરાત નર્મદાવેલી ફર્ટિલાઇઝર્સ કંપનીનો ટીડીઆઇનો પ્લાન્ટ વાગરાના રહીયાદ ગામે આવેલો છે. આ પ્લાન્ટમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઝેરી ગણાતો ફોસ્જીન ગેસ લીકેજ થતાં તેની અસર નજીકમાં આવેલા રહીયાદ ગામમાં જોવા મળી હતી. રાત્રીના 12 વાગ્યા બાદ ગેસની અસર વધી જતાં લોકોએ આંખોમાં બળતરા, શ્ર્વાસોશ્ર્વાસમાં તકલીફનો અનુભવ કર્યો હતો. ગેસ લીકેજ થયો હોવાની વાત વાયુવેગે ફેલાતા ગામમાં રહેતાં 1,200થી વધારે લોકો તેમનો જીવ બચાવવા નજીકમાં આવેલા સૂવા ગામમાં પહોંચી ગયાં હતાં.

રોષે ભરાયેલા લોકોએ કંપનીના ગેટ પર ભારે હોબાળો મચાવતા વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો. દરમિયાન ગેસની અસરનો ભોગ બનેલા લોકોની તબિયત લથડતા તેમને સારવાર માટે ભરૂચ જીએનએફસી ટાઉનશીપમાં આવેલી કંપનીની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. હૉસ્પિટલમાં 45થી વધારે લોકોને સારવાર આપવામાં આવી હતી. ફેકટરી ઇન્સપેકટર તથા જીપીસીબીની ટીમે સ્થળ પર પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. બનાવની જાણ થતાં અધિકારીઓની ટીમ રહીયાદ ગામે દોડી આવી હતી.

June 1, 2018
Mansukh-Mandaviya.jpg
1min14830

ગુજરાતના રાજકારણમાં એટલી પ્રવાહી સ્થિતિ પ્રવર્તી રહી છે કે દિલ્હી સ્થિત હાઇકમાન્ડ ગમે તે ઘડીએ મોટા ફેરફાર કરી શકે એવા મળી રહેલા સંકેતોને પગલે ભાજપાના સંગઠન તેમજ સરકાર બન્નેમાં મોટા અને ધરખમ ફેરફારો થશે તેવી અટકળો ભાજપના પ્રાદેશિક નેતાઓથી નારાજ લોકોએ આગની જેમ ફેલાવાની શરૂ કરી દીધી છે. પાછલા દિવસોમાં કોઇક  દિવસ સંગઠનમાં ફેરફાર તો કોઇક દિવસ સરકારના શિખર નેતૃત્વમાં ફેરફાર આવી રહ્યાના ન્યુઝ વાઇરલ થઇ રહ્યા છે. આવું થવાને કારણો પર મળી રહ્યા છે.

લોકસભાની ચૂંટણીને એક વર્ષનો સમય બાકી છે ત્યારે ભાજપે ચૂંટણી કમિટીની રચના કરીને તૈયારીઓ શરૂ કરી દીધી છે. બીજી બાજુ પાટીદાર સમાજને રિજવવા માટેના પ્રયાસો પણ શરૂ કરી દેવાતા એવી અટકળો ઊભી થઈ છે કે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને બદલીને પાટીદાર સમાજને મુખ્ય પ્રધાન પદ અપાશે.

આ અટકળો વચ્ચે વડોદરા ખાતે પહોંચેલા કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ પત્રકારો સમક્ષ એવી સ્પષ્ટતા કરી હતી કે હું મુખ્ય પ્રધાન પદની રેસમાં નથી. મુખ્ય પ્રધાન પદે વિજય રૂપાણી જ રહેશે.

સુજલામ્ સુફલામ્ જળસંચય અભિયાનની પૂર્ણાહુતિ પ્રસંગે વડોદરાના સિંધુસાગર તળાવ ખાતે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં કેન્દ્રના રોડ, ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ, શિપિંગ, કેમિકલ-ફર્ટિલાઈઝર્સ વિભાગના રાજ્યકક્ષાના પ્રધાન મનસુખ માંડવિયાના ઉપસ્થિત રહ્યા હતા ત્યારે પત્રકારોએ એવો પ્રશ્ન પૂછ્યો હતો કે શું તમે ગુજરાતના મુખ્ય પ્રધાન બનવાની રેસમાં છો

તેના જવાબમાં મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, હું મુખ્ય પ્રધાનની રેસમાં નથી. ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી જ રહેશે. મુખ્ય પ્રધાન બદલવા અંગે જે અફવાઓ ચાલી રહી છે તે ખોટી છે. આ સિવાય વધુ કોઇ વાત તેમણે કરી ન હતી.

મુદ્દો બદલતા શ્રી માંડવીયાએ વધુમાં જણાવ્યું હતું કે, ટેક્નિકલ ભૂલને કારણે પેટ્રોલ ડીઝલના ભાવમાં એક પૈસાનો ઘટાડો થયો હતો. તેનો ખુલાસો થઈ ગયો છે. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ અંગે સરકાર ચિંતિત છે. પેટ્રોલ-ડીઝલના ભાવ આંતરરાષ્ટ્રીય બજાર પર નક્કી થતાં હોય છે. આવનાર દિવસોમાં તેના પર નિયંત્રણ આવી જશે. સુઝલામ્ સુફલામ્ જળસંચય યોજના બાબતે જણાવ્યું હતું કે, આ યોજનામાં અપેક્ષા કરતા વધારે સારી કામગીરી થઈ છે. અત્યાર સુધી રાજ્યભરમાં 9 હજાર કરતા વધારે તળાવોને ઊંડા કરવાની કરવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.