CIA ALERT

આધ્યાત્મિક Archives - Page 35 of 37 - CIA Live

August 6, 2018
kavi1.jpg
3min19840

દરિયાના ઘુઘવાટા જળથી દિવસમાં બે વાર સ્વયં જળ અભિષેક પામે છે 
———- 
શ્રાવણ માસ, શનિવારી સોમવારી અમાસ, વૈદ્યૃતિ યોગ અને શિવરાત્રીએ ભક્તોની ભારે ભીડ જામે છે

દરિયાના ઘુઘવાટા જળથી દિવસમાં બે વાર સ્વયંમ જળ અભિષેક પામી દર્શન કરનારની દ્રષ્ટિથી લીન થતા પ્રત્યેક યુગમાં માહાત્મયકારી દેવાધિદેવ શિવજીના પુત્ર કાર્તિકેય સ્વામી ધ્વારા મહિસાગર સંગમ પર સ્થાપિત શ્રી સ્તંભેશ્વરના પુરાણ પ્રસિધ્ધ વિરલ શિવતીર્થ કે જે અત્યારે દક્ષિણ ગુજરાતના સોમનાથ તરીકે ધર્મવંદના પામ્યું છે તે કંબોઇ ગામ ગુજરાતના ભરૂચ જિલ્લાના પુરાતન ગામ અને બંદર કાવીથી માત્ર ૩ કિ.મી. અને જંબુસરથી ૩૦ કિ.મી. અંતરે આવેલું છે. કંબોઇ ગામે આવેલા મહિસાગર સંગમ સ્થળે કે જ્યાં મહી નદી અને સાગરનો સંગમ થયેલો છે અને ગુપ્તતિર્થ પણ કહેવાય છે. દરિયા વચ્ચે સ્તંભ સમા બિરાજેલા દરિયામાં સવાર-સાંજ આવતી ભરતીને કારણે આ મહાદેવના શિવલીંગને દરિયો જળાભિષેક કરે છે.

સ્કંદપુરાણની કથા પ્રમાણે તારકાસુર રાજાએ ઘોર તપ કર્યું. શિવજીના કહેવાથી બ્રહ્માજી પાસેથી વરદાન મેળવ્યું. સાત દિવસના બાળક સિવાય તેને કોઇ મારી શકે નહી ! બસ, પછી તો છકી ગયો અને પછી સર્જ્યો હાહાકાર ! તેથી દેવોએ તારકાસુરનો સામનો કરવા શંકર-પાર્વતિના મિલનથી એક દિવ્ય બાળક પ્રાપ્ત કર્યું જેને છ મસ્તક, બાર હાથ અને બાર આંખો હતી આ બાળક તે જ કુમાર કાર્તિકેય અથવા સ્કંદ ! તે પાંચ દિવસનો થયો ત્યારે તેને તેના જન્મનો હેતુ સમજાવવામાં આવ્યો, હવે (બે દિવસમાં જ તારકાસુરને મારવો પડે તેમ હતો નહી તો તે વરદાનને ગેરલાભ ઉઠાવી શકત) કુમાર કાર્તિકેયને દેવોના સેનાપતિ બનાવવામાં આવ્યો, તેણે અતિ પરાક્રમ દાખવી તારકાસુરને માર્યો, દેવો-ૠષિ-મુનીઅો અને ભક્તો ભારે આનંદમાં આવી ગયા પણ કાર્તિકેયના મન પર ભારે બોજ રહેવા લાગ્યો, ગમે તેવો તોય તારકાસુર મારા પિતાનો ભક્ત હતો ! અરે ! મારા હાથે શિવભક્તનો વધ થયો ! ! આથી દેવોએ કાર્તિકેયના મનની ગ્લાનિને દૂર કરવા તારકાસુરને હણ્યો ત્યાં કુમારેશલિંગ(સ્તંભેશ્વર) ની સ્થાપનાનું સુચન ર્ક્યુ. શિવપરિવાર, બ્રહમા, વિષ્ણુ, દેવો ૠષિઅોના આર્શિવાદ આ સ્તંભેશ્વરતીર્થ પર ઉતર્યા …….. પરંતુ સ્તંભેશ્વરતીર્થ ગુપ્ત / અજાણ્યું કેમ બની ગયું ? કહે છે કે બ્રહ્માજી ની સભામાં બધા જ તીર્થ દેવો એક સાથે પધાર્યા તેથી પ્રશ્ન થયો કોની પૂંજા પહેલી કરવી ? કોઇ તીર્થ પોતાની મહત્તા સ્વયં કહેવા તૈયાર નહોતું પણ વીસ હજાર છસો નદીઅોનું જળ જ્યાં મહી નદી રૂપે વહે છે તે મહિ સાગર સંગમ (સ્તંભેશ્વર) તીર્થે પોતાના પ્રથમ પૂજનના અધિકારી ગણાવવાથી અથવા પોતાની મહત્તા જાતે રજૂ કરવાથી તેમા બ્રહ્માજીના પૂત્ર ધર્મદેવને અવિવેક લાગ્યો તેથી ધર્મદેવે આ તિર્થને ગુપ્ત થઇ જવાનો શ્રાપ આપ્યો ! પરંતુ

કાર્તિકેય અને નારદજીએ વચ્ચે પડી ધર્મદેવજીને આ શ્રાપમાં છૂટછાટ મૂકવા કહેવાથી તેમણે વરદાન આપ્યુ –

@ શનિવારની અમાસે મહિસાગર સંગમની માત્ર એક જ વખત યાત્રા કરનારને પ્રભાસની દસ વારની, પુષ્કરની સાત વાર, અને પ્રયાગની આઠ વાર યાત્રા કર્યાનું ફળ મળશે જા કે આજે પણ આ તીર્થ દિવસમાં બે વાર દરિયાના પાણીમાં ઢંકાઇને ગુપ્ત થઇ જાય છે.
કંબોઇ આશ્રમના પૂ. વિદ્યાનંદજી મહારાજ ધ્વારા સ્કંદ પુરાણ સહિત વિવિધ પુરાણોનો અભ્યાસ કરી આ સ્થળે મહારૂદ્રયજ્ઞ ર્ક્યો. પ્રાધ્યાપક શ્રી બિપીનચંદ્ર ત્રિવેદીએ ‘‘યજ્ઞ સ્મરણિકા’’ અને ‘‘સ્તંભેશ્વર પરિચય’’ પ્રદિપ પુસ્તક, ‘‘સ્તંભેશ્વરરાય રેડિયો’’ નાટિકા, ભજન સંગ્રહ સીડી તૈયાર કરી. સ્તંભેશ્વર આશ્રમે યજ્ઞ શાળા, અન્નક્ષેત્ર, અતિથિગૃહ, ગૌ શાળાનું નિર્માણ થયું અને કંબોઇ ગાજતું થયું.
યાદ રહે કે આ તીર્થ વિજયક્ષેત્ર, સ્કંદક્ષેત્ર, ઉપરક્ષેત્ર, બ્રક્ષેત્ર, કપિલક્ષેત્ર, ગુપ્તક્ષેત્ર એમ વિવિધ નામે જાણીતું અને સુપ્રસિધ્ધ બન્યું છે. કપિલમુનિ, અોજસ મુનિ, યાજ્ઞવલ્ક્ય, દધીચિૠષિ અહીં થયા !

આજે તો શ્રાવણ માસે, કાર્તિક માસે, શનિવારી-સોમવારી અમાસ, વૈદ્યૃતિયોગ, શિવરાત્રીએ ભક્તોની ભારે ભીડ જામે છે.
સ્તંભેશ્વરતીર્થ પહેલા જ્યાં ધૂળીયો-સાંકડો એપ્રોચ રોડ હતો ત્યાં છેક સુધી પાકો ડાંમર રસ્તો થઇ ગયો છે, કેલેન્ડર, ટી.વી., આકાશવાણી, સમાચારપત્રોમાં સ્તંભેશ્વરતીર્થનો મહિમા આવે છે.

પૂ. વિદ્યાનંદજી મહારાજના જણાવ્યા મુજબ મહિસાગર સંગમતીર્થ જેવી પાવનભૂમિ પર ભગવાન શંકરના પરમ પરાક્રમી પૂત્ર કાર્તિકેય સ્વામી ધ્વારા સ્થાપિત શિવલીંગ, સ્તંભેશ્વર મહાદેવના દર્શન માત્રથી વ્યક્તિ આધિ, વ્યાધિ અને ઉપાધીમાંથી મુક્ત થાય છે તથા તેની સઘળી મનોકામના પૂર્ણ થાય છે.

સ્તંભેશ્વર દાદાના દર્શન દરિયાની ભરતી વિરમી જાય ત્યારે થઇ શકે છે 
જેની જાણકારી નીચે પ્રમાણે છે

#તિથિ
દર્શનનો સમય

એકમ
૦૯ઃ૪૫ થી ૧૫ઃ૪૫
૨૧ઃ૪૫ થી મળશ્કે ૦૩ઃ૪૫

બીજ
૧૦ઃ૩૦ થી ૧૬ઃ૩૦
૨૨ઃ૩૦ થી મળશ્કે ૦૪ઃ૩૦

ત્રીજ
૧૧ઃ૩૦ થી ૧૭ઃ૧૫
૨૩ઃ૧૫ થી મળશ્કે ૦૫ઃ૧૫

ચોથ
૧૨ઃ૦૦ થી ૧૮ઃ૦૦
મધ્યરાત્રી થી ૦૬ઃ૦૦

પાચમ
સૂર્યોદય થી ૦૭ઃ૦૦
૧૩ઃ૦૦ થી ૧૯ઃ૦૦

છઠ
સૂર્યોદય થી ૦૭ઃ૪૫
૧૩ઃ૪૫ થી ૧૯ઃ૪૫

સાતમ
સૂર્યોદય થી ૦૮ઃ૩૦
૧૪ઃ૩૦ થી
આભાર – નિહારીકા રવિયા ૨૦ઃ૩૦

આઠમ
સૂર્યોદય થી ૦૯ઃ૧૫
૧૫ઃ૦૦ થી ૨૧ઃ૧૫

નોમ
સૂર્યોદય થી ૧૦ઃ૦૦
૧૬ઃ૦૦ થી ૨૨ઃ૦૦

દશમ
સૂર્યોદય થી ૧૦ઃ૪૫
૧૬ઃ૪૫ થી ૨૨ઃ૦૫

અગિયાસર
૦૫ઃ૩૦ થી ૧૧ઃ૩૦
૧૭ઃ૩૦ થી ૨૩ઃ૩૦

બારસ
૦૬ઃ૩૦ થી ૧૨ઃ૩૦
૧૮ઃ૩૦ થી મધ્યરાત્રી ૦૦ઃ૩૦

તેરસ
૦૭ઃ૧૫ થી ૧૩ઃ૧૫
૧૯ઃ૧૫ થી મધ્યરાત્રી ૦૧ઃ૧૫

ચૌદશ
૦૮ઃ૦૦ થી ૧૪ઃ૦૦
૨૦ઃ૦૦ થી મધ્યરાત્રી ૦૨ઃ૦૦

પુનમ-અમાવાસ્યા
૦૯ઃ૦૦ થી ૧૫ઃ૦૦
૨૧ઃ૦૦ થી મળશ્કે ૦૩ઃ૦૦

– ૦૦૦૦૦૦૦૦૦૦૦૦
(સ્ત્રોત… જિલ્લા માહિતી કચેરી ભરૂચ)

Image may contain: one or more people and outdoor
Image may contain: ocean, sky, beach, cloud, outdoor, water and nature
Image may contain: sky and outdoor
Image may contain: flower and outdoor
August 5, 2018
Jai-Shani-Dev-HD-Wallpaper-1280x720.jpg
1min8360

દેવાધિદેવ મહાદેવજી, શનિ અને પિતૃઓની કૃપા મેળવવાનો ઉત્તમ દિવસ એટલે શનૈશ્ચરી અમાસ. અષાઢી અમાસ શનિવારે આવી રહી છે. સાથોસાથ આ દિવસે ચતુર્ગ્રહી યોગનો પણ સમન્વય થઈ રહ્યો છે. કર્ક રાશિમાં સૂર્ય-ચંદ્ર ઉપરાંત બુધ અને રાહુ પણ સાથે આવી રહ્યાં છે. આ અમાસ અને ચતુર્ગ્રહી યોગમાં જ ખંડગ્રાસ સૂર્યગ્રહણ પણ થવાનું છે, જોકે તે ભારતમાં દેખાવાનું નહીં હોવાથી ધાર્મિક દૃષ્ટિએ પાળવાનું નથી.

સામાન્ય રીતે કોઈપણ મહિનાની અમાસનાં દિવસે દેવાધિદેવ મહાદેવજીનું પૂજન-અર્ચનનું સવિશેષ મહત્ત્વ હોય છે અને પિતૃકાર્ય પણ કરવામાં આવતું હોય છે, પરંતુ આ વર્ષે અષાઢી અમાસ શનિવારે આવે છે, તેથી શનૈશ્ચરી અમાસ થાય છે. જ્યારે કર્ક રાશિમાં ચાર ગ્રહો હોવાથી ચતુર્ગ્રહી યોગ સર્જાય છે અને મંગળ સાથે કેતુ મકર રાશિમાં છે. જોકે, આ દિવસે અમાસ બપોરે ૩.૨૯ સુધી જ રહેશે.

અષાઢી શનૈશ્ચરી અમાસ, ચતુર્ગ્રહી યોગની સાથે જ તા.૧૯મી ઓગસ્ટ સુધી બુધ વક્રી છે, તા.૨૭મી ઓગસ્ટ સુધી મંગળ વક્રી છે અને તા.૬ સપ્ટેમ્બર સુધી શનિ વક્રી છે એટલે કે ત્રણ ગ્રહો વક્રી પણ છે. આ બધી જ સ્થિતિઓને જોતાં પ્રજાને માથે ભાર વધે તેવી ઘટનાઓ આકાર લે અને તેને કારણે સંઘર્ષ-ઘર્ષણની સ્થિતિઓનું પણ નિર્માણ થતું જોવા મળે. આ સમય ગાળા દરમિયાન રાજકીય ક્ષેત્રે સંકળાયેલા સત્તાધીશોએ હિતશત્રુઓથી સંભાળવું હિતાવહ બની રહે.

તા.૧૧મી ઓગસ્ટના રોજ અષાઢી અમાસ છે. માટે જ આ દિવસે ‘દિવાસો’, એવ્રત-જીવ્રત વ્રતની ઉજવણી પણ કરવામાં આવશે. જ્યારે આ દિવસ શ્રાવણ માસના પ્રારંભની અમાસ હોવાથી અનેક શ્રદ્ધાળુઓ અમાસથી અમાસ સુધી એક મહિનાનું વ્રત પણ કરતાં હોય છે. તેઓ માટે પણ શિવપૂજન માટે મહત્ત્વનો દિવસ બની રહેશે.

July 18, 2018
amar1.jpg
1min8570

આ વખતે 2018ની અમરનાથ યાત્રા સત્તાવાર રીતે શરૂ થયાને હજુ ફક્ત 20 જ દિવસ થયા છે અને આટલા ઓછા દિવસોમાં બાબા અમરનાથનું હિમલિંગ પીગળીને અડધું થઇ ગયું હોવાના અહેવાલોએ શ્રદ્ધાળુઓ અને ખાસ કરીને અમરનાથયાત્રાના છેલ્લા તબક્કામાં દર્શને જઇ રહેલા યાત્રાળુઓમાં ચિંતાનું મોજું પ્રસરાવ્યું છે. 20 જ દિવસમાં હિમલિંગ પીગળીને અડધું થઇ જવા પાછળનું કારણ એ છે કે અનેક કષ્ટ સહન કરીને બાબા અમરનાથના દર્શન કરવા પહોંચેલા બે લાખ યાત્રાળુઓના શ્વાસોશ્વાસથી ઉદભવેલી ગરમી છે.

પાછલા કેટલાક વર્ષોથી ભક્તોના શ્ર્વાસોશ્ર્વાસને લીધે ઝડપથી પીગળી જતા હિમલિંગને લીધે વિવાદ થાય છે. દર વર્ષે અમરનાથ યાત્રા શ્રાઇન બૉર્ડના અધિકારીઓ આ બાબતને કુદરતી કારણ જણાવે છે, પણ નિષ્ણાતોના મતે ક્ષમતાથી વધુ ભક્તોને યાત્રાની પરવાનગી આપવાને કારણે શિવલિંગ ઝડપથી પીગળી જતું હોય છે.

દર વર્ષે લાખો ભક્તોના શ્ર્વાસોશ્ર્વાસને લીધે શિવલિંગ ઝડપથી પીગળતું હોવાની વાત અધિકારીઓ ખાનગીમાં તો સ્વીકારે છે, પણ જાહેરમાં એ સ્વીકારવા તૈયાર નથી થતા. તેઓ આ પાછળ ગ્લોબલ વૉર્મિેગનું કારણ પણ આપતા હોય છે.

1996માં અમરનાથમાં થયેલી દુર્ઘટના બાદ નીતિન સેનગુપ્તા કમિટિએ એવો પ્રસ્તાવ મૂક્યો હતો કે દર વર્ષે અમરનાથ યાત્રામાં ફક્ત 75000 ભક્તોને જ સામેલ કરવા, પણ એ પ્રસ્તાવ ક્યારેય અમલમાં ન મુકાયો.

વર્ષ 2013માં તો ફક્ત બે દિવસમાં જ 75000 ભક્તોએ હિમલિંગના દર્શન કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો. 2014માં 29 દિવસમાં સાડા ત્રણ લાખ ભક્તોએ હિમલિંગના દર્શન કર્યા હતા.

પર્યાવરણવાદીઓ આ મામલે હંમેશ નારાજ રહે છે. એમના મતે ભક્તોની સંખ્યા વધવાની આડઅસર ફક્ત ગૂફામાંના હિમલિંગ પર જ નહીં, પરંતુ યાત્રાના માર્ગ અને પહાડો પર પણ થાય છે. કાશ્મીરના અલગતાવાદીઓ પણ આ પર્યાવરણવાદીઓની વાતનું સમર્થન કરતા હોય છે.

શ્રાઇન બૉર્ડ ભક્તોની સંખ્યા ઓછી કરવા રાજી નથી લાગતું, પણ એ હિમલિંગની સુરક્ષા માટે પગલાં લેવા ઉત્સુક જણાય છે. શ્રાઇન બૉર્ડ તો યાત્રાને આખું વર્ષ ચાલું રાખવા માટે લોકોનો ટેકો મેળવવાનો પ્રયત્ન કરી રહ્યું છે.

યાત્રા શરૂ થયા બાદ ગુફાની આસપાસ ભક્તોની સુરક્ષા માટે મોટા પ્રમાણમાં સુરક્ષાદળના જવાનો તહેનાત રહે છે અને એમનાં શ્ર્વાસોશ્ર્વાસને લીધે પણ ગરમી વધવાને કારણે હિમલિંગને અસર થતી હોય છે.  ગયા વખતે પહેલે દિવસે હિમલિંગનું કદ 20 ફૂટનું હતું, પણ ત્યાર બાદ ઝડપથી એ પીગળીને 2-4 ફૂટનું રહી ગયું હતું.

July 17, 2018
mill10.jpg
2min8880

અત્રેની મિલેનિયમ સ્કુલ ખાતે ગઇ તા.14મી જુલાઇને શનિવારે ટીએમએસ ટી ટાઇમ અન્વયે સુરતના જાણીતા મહિલા ફિઝીયોથેરાપીસ્ટ અને આયંગર યોગા પ્રેક્ટિશનર ડૉ. સોનલ જૈન સાથે ઇન્ટરએક્ટિવ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. ડો. સોનલ જૈનએ જીવનમાં યોગકીય પ્રવૃત્તિઓનું મહત્વ, શિસ્ત, સેલ્ફ રેગ્યુલેશન્સ, શારીરિક અને માનસિક શાંતિ વગેરે ઉપરાંત ગુણવત્તાભર્યું જીવન કેવી રીતે જીવી શકાય તે અંગે રસપ્રદ અને અત્યંત ઉપયોગી માહિતી ધ મિલેનિયમ સ્કુલના મેનેજમેન્ટસ, સ્ટાફ તેમજ ટીચર્સ સાથે શેર કરી હતી. ડો. સોનલ જૈનએ શ્નોતાઓના કેટલાક પ્રશ્નોના જવાબો પણ આપ્યા હતા. તેમણે કેટલીક યોગકીય પ્રવૃતિઓનું પ્રત્યક્ષ નિદર્શન પણ કર્યું હતું.

 

At The Millennium School Surat we believe in lifelong learning. As part of our self development initiative we organise various activities at school, and one of such activity is TMS Teatime, here we invite guests from different walks of life who can motivate and guide our team through their own life experiences. This Saturday we had a special guest at TMS Teatime : Dr. Sonal Jain – a physiotherapist by profession and an Iyengar yoga practitioner and trainer by passion, who shared her experiences about self regulation, peace of mind-body and also postures which helps improve the quality of life. We appreciate Dr. Sonal Jain for inspiring our team.

July 17, 2018
bhujmp1.jpg
1min6110

સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદે મુશ્કેલી ઊભી કરી છે ત્યારે બીજી તરફ રણપ્રદેશ કચ્છમાં હજુ સુધી વરસાદ ન થતાં ચિંતા ફેલાઇ છે. એક તરફ અષાઢી બીજનું શુકન પણ ન સચવાયું અને બીજી તરફ પશુ અને ખેતીને ધ્યાને રાખી કચ્છમાં પાણીની વિકટ સ્થિતિ છે ત્યારે કચ્છી લોકો પણ ઇચ્છી રહ્યા છે. કે કચ્છમાં પણ હવે સચરાચર વરસાદ થાય ત્યારે વરુણદેવને રીઝવવા માટે લોકોએ પ્રાર્થનાનો દોર શરૂ કર્યો છે.

 

પહેલા નખત્રાણામાં વરસાદ માટે યજ્ઞ યોજાયા બાદ સોમવારે ભુજ ખાતેના ખારીનદી સ્મશાનગૃહ ખાતે આવેલા ભૂતનાથ મહાદેવના સાંનિધ્યમાં કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ સારા વરસાદ માટે યજ્ઞનુ આયોજન કર્યું હતું. સામાન્ય રીતે કચ્છમાં અષાઢી બીજના અમીછાંટણા સાથે વરસાદનુ શુકન સચવાય છે, પરંતુ આ વખતે વરસાદ ન પડતા કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ પર્જન્ય યજ્ઞ કરવાનું નક્કી કર્યું હતુ. અને આજે વિવિધ સંસ્થાઓના સહયોગ અને ભાજપના કાર્યકરોની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે આ યજ્ઞ કરાયો હતો જેમાં હાજર રહેલાઓએ આહુતી આપવા સાથે ભૂતનાથ મહાદેવ પાસે નોંધપાત્ર વરસાદની પ્રાર્થના કરી હતી. ંકચ્છના સાંસદ વિનોદ ચાવડા સહિત ભાજપ પ્રમુખ અને પાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સહિતના સ્થાનિક લોકો પણ આ યજ્ઞમા જોડાયા હતા.

July 16, 2018
vadtal.jpg
1min6780

નડિયાદ સેશન્સ કોર્ટે આજે વડતાલ સ્વામીનારાયણ મંદિરના ગાદિપતિના કેસમાં અજેન્દ્રપ્રસાદને સાત દિવસની જેલની સજા ફટકારવાનો હુકમ કર્યો છે.

વડતાલ ખાતેથી મળતી માહિતી મુજબ આજે વડતાલ મંદિર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું. પોલીસે મંદિર પરિસરની આસપાસમાં આવેલી દુકાનો બંધ કરાવી દીધી હતી કેમકે આજે વડતાલ સ્વામીનારાયણ મંદિરના ગાદિપતિના વિવાદને લઈને મહત્વના ચુકાદો આવવાનો હતો. અગાઉ સુનાવણી વખતે મુદત પડતા કોર્ટે 16 જુલાઈ પર સુનાવણી મુલતવી રાખી હતી.

કોર્ટે વર્તમાન ગાદીપતિ રાકેશપ્રસાદની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. નડીયાદ સેસન્સ કોર્ટે અજેન્દ્રપ્રસાદને તમામ હોદ્દાઓ પરથી દૂર કરવાનો પણ આદેશ કર્યો હોવાની માહિતી સૂત્રો પાસેથી જાણવા મળી છે.

નડીયાદ સેસન્સ કોર્ટે કોર્ટના આદેશનો અનાદર કરવા બદલ અજેન્દ્રપ્રસાદને 7 દિવસની સજા ફટકારવાનો પણ આદેશ કર્યો છે.

2003માં વડતાલ મંદિરના ગાદીપતિ એવા આચાર્ય અજેન્દ્રપ્રસાદ નરેનદ્રપ્રસાદ પાંડેને પરંપરાની વિરુદ્ધ વર્તન કરવા બદલ પદભ્રષ્ટ કરવામાં આવ્યા હતા. તેમના પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેઓ નિયમ પ્રમાણે પાર્ષદોને દીક્ષા નથી આપી રહ્યા તેમજ ચરણભેટ પણ જમા નથી કરાવી રહ્યા.

બાદમાં દક્ષિણ ઝોન સત્સંગ મહાસભાએ એક ઠરાવ કરીને તેમને પદ પરથી હટાવી દીધા હતા. અજેન્દ્રપ્રસાદ આ મામલે કોર્ટમાં ગયા હતા. 1984માં અજેન્દ્ર પ્રસાદની ગાદીપતિ તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી.

 

July 14, 2018
thermo3.jpg
1min11240

મહારાષ્ટ્રના આગામી ગણપતિના તહેવાર દરમિયાન થર્મોકોલ અને તેની બનાવટની ડેકોરેશન આયટમ પરનો પ્રતિબંધ હળવો કરવાનો હાઇ કોર્ટે ઇનકાર કર્યો હતો.

ન્યાયમૂર્તિ અભય ઑક અને ન્યાયમૂર્તિ રિયાઝ ચાગલાની ખંડપીઠે થર્મોકોલ ફેબ્રિકેટર એન્ડ ડેકોરેશન એસોસિયેશનનો થર્મોકોલ પરનો પ્રતિબંધ ફક્ત આ વર્ષ માટે હળવો કરવા હાઇ કોર્ટમાં કરેલી અરજીની સુનાવણી હતી. પ્લાસ્ટિક અને થર્મોકોલના ઉત્પાદન અને વપરાશ પર રાજ્યમાં પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે થર્મોકોલની વસ્તુઓને બજારમાં વેચવા માટે મંજૂરી નહીં આપવામાં આવે તો એસોસિયેશનના સભ્યોને ઘણું નુક્સાન થશે. થર્મોકોલનો નિકાલ પણ તેઓ જ કરશે એવી એસોસિયેશને કોર્ટમાં રજૂઆત પણ કરી હતી.

રાજ્ય સરકારે એસોસિયેશનની અરજીનો વિરોધ કર્યો હતો અને જણાવ્યું હતુું કે સરકારે 23 જૂન સુધીમાં પ્લાસ્ટિક અને થર્મોકોલની સામગ્રીનો નિકાલ કરવા જણાવ્યું હતું અને ત્યાર બાદ તેના ઉત્પાદન અને વપરાશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેમ છતાં પણ એસોસિયેશને તેમની પાસેની વસ્તુઓનો નિકાલ નથી કર્યો અને તેઓ હવે પ્રતિબંધ હળવો કરવા માગ કરી રહ્યા છે.

સરકારની દલીલોને નજરઅંદાજ કરી શકાય તેમ નથી. રોજનો 1200 ટન પ્લાસ્ટિકનો કચરો પેદા થાય છે અને તેના વૈજ્ઞાનિક રીતે નિકાલની કોઇ વ્યવસ્થા કે આયોજન નથી. પ્લાસ્ટિકની પર્યાવરણ પર થતી માઠી અસરોને નજરઅંદાજ કરી શકાય નહીં, એમ હાઇ કોર્ટે નોંધ્યું હતું.

ગણપતિનો તહેવાર પતી ગયા બાદ લોકો પાસેથી થર્મોકોલની વસ્તુઓ પાછી લઇ લેવામાં આવશે અને તેનો નિકાલ કરી દેવામાં આવશે, એવી એસોસિયેશનની દલીલ સ્વીકારવાનો પણ કોર્ટે ઇનકાર કરી દીધો હતો. થર્મોકોલની સુશોભનની આઇટમોમાં વર્ષાનુવર્ષ વધારો જ થતો જાય છે. આ વર્ષના માર્ચ મહિનામાં રાજ્ય સરકારે એક પરિપત્ર બહાર પાડી પ્લાસ્ટિક અને થર્મોકોલની વસ્તુઓના ઉત્પાદન, વપરાશ, વેચાણ, વિતરણ અને સંગ્રહ પર પ્રતિબંધ મૂક્યો હતો, જેને હાઇ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. સરકારના આ પ્રતિબંધને હાઇ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. એપ્રિલ મહિનામાં હાઇ કોર્ટે આ નોટિફિકેશન પર સ્ટે મૂકવાનો ઇનકાર કરી દીધો હતો. નોટિફિકેશનમાં પ્લાસ્ટિક અને થર્મોકોલની વસ્તુઓનો નિકાલ કરવા 23 જૂન સુધીનો સમય આપવામાં આવ્યો હતો.

જે કોઇ આ પ્રતિબંધનો ભંગ કરશે તેમને દંડ કરવામાં આવશે અને વારંવાર ભંગ કરનારાઓને જેલની સજા કરવામાં આવશે.

July 14, 2018
rath3.jpg
1min8670

અષાઢ સુદ બીજના રોજ ગજ કેસરી યોગ અને પવિત્ર પુષ્ય નક્ષત્રમાં ગુજરાતની સૌથી મોટી રથયાત્રા, અમદાવાદ જમાલુપર મંદિર ખાતેથી ભગવાન જગન્નાથજીની 141મી રથયાત્રાનો હર્ષોલ્લાસ સાથે રંગેચંગે પ્રારંભ થયો. સવારના ભગવાનની મંગળાઆરતી કરવામાં આવી હતી અને ત્યારબાદ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રના નેત્રો ખોલવામાં આવ્યા હતા. રજવાડી વાઘા અને સાજા શણગાર સાથે સવારે છ વાગ્યાથી ભગવાનને રથમાં આરૂઢ કરાયા હતા ત્યારદમાં સાત કલાકે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા પહિંદવિધિ કરવામાં આવી હતી.

યુનેસ્કો દ્વારા અમદાવાદને મળેલા હેરિટેજ સિટીના દરજ્જાના ધ્યાનમાં રાખીને આ વર્ષે 141મી રથયાત્રાની થીમ હેરિટજ રખાઈ છે. જેમાં ગુજરાતી-કાઠિયાવાડી થીમ પર  ડેકોરેશન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રથયાત્રામાં કવિ દલપતરામની હવેલી, સિદી સૈયદની જાળી, કાલુપુર સ્વામિનારાયણ મંદિર, હઠીસિંહના દેરા, ભદ્રનો કિલ્લો, ઐતિહાસિક એલિસબ્રિજ, ગાંધી આશ્રમ સહિતના અનેક હેરિટેજ સ્થળોના ટેબ્લો રાખવામાં આવ્યા છે.
આ સાથે ભગવાન જગ્ગનાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામે રજવાડી વેશ ધારણ કર્યા છે. જેમાં ભગવાને મોરપીંછ રંગના વાઘા ધારણ કર્યા છે. ભગવાન જગન્નાથજી મથુરા-બનારસથી લવાયેલા રજવાડી વસ્ત્રોમાં રાજા-મહારાજાના વેશમાં પાઘડી સાથે સજ્જ થઈને નગરચર્યાએ નીકળી લોકોના ખબર-અંતર પૂછશે. જેમાં 18 શણગારેલાં ગજરાજ, ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 ટ્રકો, અંગ-કસરતનાં નિદર્શન કરાવતા 30 અખાડા, 18 ભજનમંડળીઓ અને 3 બેન્ડવાજા પણ સામેલ છે.
આજે રથયાત્રાના અવસર પર બે લાખ ઉપરણાનો પ્રસાદ વહેંચાશે. જેમાં ભાવિકોને 30,000 કિલો મગ, 500 કિલો જાંબુ, 300 કિલો કેરી, 400 કિલો કાકડી અને દાડમનો પ્રસાદ વહેંચાશે. ભગવાનને જે વિશિષ્ટ ભોગ ધરાવાશે તેમાં 2500 કિલો ચોખા, 600 કિલો દાળ, 1400 કિલો ડ્રાયફ્રૂટ અને 151 ડબા ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
રથયાત્રાનો રૂટ
સવારે 7 વાગ્યે નિજ મંદિરથી રથયાત્રાનો આરંભ
સવારે 9 વાગ્યે મ્યુનિ. કોર્પોરેશન
સવારે 9.45 વાગ્યે રાયપુર ચકલા
સવારે 10.30 વાગ્યે ખાડિયા ચાર રસ્તા
સવારે 11.15 વાગ્યે કાલુપુર સર્કલ
બપોરે 12 વાગ્યે સરસપુર
બપોરે 1.30 વાગ્યે સરસપુરથી પરત
બપોરે 2 વાગ્યે કાલુપુર સર્કલ
બપોરે 2.30 વાગ્યે પ્રેમદરવાજા
બપોરે 3.15 વાગ્યે દિલ્હી ચકલા
બપોરે 3.45 વાગ્યે શાહપુર દરવાજા
સાંજે 4.30 વાગ્યે આર.સી. હાઇસ્કૂલ
સાંજે 5 વાગ્યે ઘીકાંટા
સાંજે 5.45 વાગ્યે પાનકોર નાકા
સાંજે 6.30 વાગ્યે માણેક ચોક
રાત્રે 8.30 વાગ્યે નિજ મંદિરે પરત
July 13, 2018
gaya2.jpg
1min6650

પોતાનો રાજકીય હેતુ સાધવા હિંદુ અને મુસ્લિમોના મનમાં વેર વધારતા ભારતમાં હિંદુ-મુસ્લિમ ભાઇચારાના ઉદાહરણ તરીકે બિહારના ગયા જિલ્લામાં આવેલા બુધપુર ગામમાં મુસ્લિમોએ પોતાના હિંદુ બાંધવો માટે નાણાં ભેગાં કરીને મંદિર બાંધી આપ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.

આર્થિક સ્થિતિ સારી ન હોવાથી પોતાના દેવતા માટે બિહારના ગયા જિલ્લાના બુધપુર ગામના હિંદુઓ મંદિર બાંધી નથી શકતા અને ભગવાનનું નામ લખેલા પાણાની પૂજા કરતા હોવાની વાત ગામનાં મુસ્લિમોના ધ્યાનમાં આવી હતી. ગામના એક રહેવાસી મોહંમદ અઝહરુદ્દીને જણાવ્યું હતું કે મંદિરના અભાવે અમારા હિંદુ ભાઇઓ પૂજાપાઠ કરવામાં તકલીફ અનુભવતા હતા અને માટે અમે નાણાં ભેગાં કરીને એમને માટે મંદિર બાંધવાનું નક્કી કર્યું હતું. બધાએ મળીને ત્રણ લાખ રૂપિયા ભેગાં કર્યાં હતાં અને એક મુસ્લિમ બાંધવે મંદિર બાંધવા માટે પોતાનો જમીનનો ટુકડો પણ દાનમાં આપ્યો હતો.

એક જમાનામાં નક્સલવાદીઓ અને માઓવાદીઓનું ઠેકાણું ગણાતા આ ગામમાં આજે મુસ્લિમોની બહુમતી છે અને અહીંના રહેવાસીઓ ગર્વથી કહે છે કે બંને કોમ હંમેશ હળીમળીને રહી છે તથા એકબીજાના તહેવારોમાં ભાગ પણ લે છે.

July 10, 2018
rathyatra.jpg
1min6270

રથયાત્રા એ દેશભરમાં શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું પ્રતિક છે ત્યારે રાજ્યભરમાં 164 જેટલી રથયાત્રા-શોભાયાત્રા શ્રદ્ધાપૂર્વક વાતાવરણમાં સંપન્ન થાય તે માટે ગૃહ વિભાગ સુસજ્જ છે, એવું ગૃહરાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

Ahmedabad: A priest performs worship of Lord Jagnnath inside Jagnnath Temple, ahead of Annual Rath Yatra procession in Ahmedabad on Monday. PTI Photo (PTI7_4_2016_000216B)

તા.14મી જુલાઇના રોજ રાજ્યભરમાં યોજાનાર રથયાત્રા-શોભાયાત્રા સંદર્ભે તા.9મી જુલાઇએ ગાંધીનગર ખાતે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરતા જાડેજાએ વધુમાં ઉમેર્યું હતું કે, અમદાવાદ શહેર સહિત રાજ્યના 33 જિલ્લાઓમાં 164 જેટલી રથયાત્રા-શોભાયાત્રા નીકળે છે. આ માટે પૂરતો બંદોબસ્ત ગોઠવવાનું આયોજન કર્યું છે. રથયાત્રા દરમિયાન કોઇ પણ અનિચ્છનીય બનાવ ન બને તેમ જ કોમી એખલાસનું વાતાવરણ જળવાઇ રહે તે માટે ખાસ પગલાં લેવાયા છે.

અમદાવાદ સહિત જિલ્લાઓમાં યોજાનાર રથયાત્રાનું રાજ્યકક્ષાએથી સતત મોનિટરીંગ કરાશે. જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે ભગવાન જગન્નાથની 117, અન્ય દેવી-દેવતાઓની 47 મળી કુલ 164 રથયાત્રા-શોભાયાત્રા નીકળશે. જેમાં 15 જિલ્લામાં મોટી જનમેદનીવાળી 18 સંવેદનશીલ રથયાત્રાઓ છે. આ માટે ખાસ ધ્યાન કેન્દ્રીત કરાયું છે. તેમ જ સંવેદનશીલ વિસ્તારોમાં યોજાનાર રથયાત્રા સંદર્ભે એસ.પી., ડીવાય.એસ.પી. કક્ષાના અધિકારીઓની નિયુક્ત કરીને પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવશે. આ બેઠકમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.એસ. ડાગુર, ગૃહ વિભાગના અગ્ર સચિવ મનોજ અગ્રવાલ, રાજ્યના ડી.જી.પી. શીવાનંદ ઝા, એડિશનલ ડી.જી.પી. વી.એમ.પારઘી, સી.આઇ.ડી. ઇન્ટેલીજન્સના ઇન્ચાર્જ ડી.જી.પી. આર. બી. બ્રહ્મભટ્ટે ઉપસ્થિત રહી પ્રેઝન્ટેશન દ્વારા માહિતી આપી જરૂરી પરામર્શ કર્યો હતો.