CIA ALERT

આધ્યાત્મિક Archives - Page 32 of 37 - CIA Live

October 19, 2018
Modi_Shirdi2.jpg
1min12530
  • નરેન્દ્ર મોદી શિરડી સાઇબાબાના દરબારમાં પહોંચ્યા
  • સાંઈબાબા શતાબ્દી પર વિશેષ ચાંદીના સિક્કાનું અનાવરણ
  • સાંઈબાબાની સમાધિને સો વર્ષ પૂર્ણ થવાનો અવસર
  • વડાપ્રધાને મંદિરમાં એક વિશેષ ધ્વજા પણ લહેરાવી

મહારાષ્ટ્રના અહમદનગરમાં સાંઈબાબાની સમાધિને સો વર્ષ પૂર્ણ થવા અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજરોજ તા.19મી ઓક્ટોબર 2018ને શુક્રવારનાર રોજ શિરડી પહોંચ્યા હતા.

સાંઈબાબાની સમાધિને સો વર્ષ પૂર્ણ થવાના અવસરે છેલ્લા એક વર્ષથી ચાલી રહેલી ઉજવણી-મહોત્સવના સમાપન કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને નરેન્દ્ર મોદીએ સાઇબાબા મંદિરમાં જઇને વિશેષ પૂજા અર્ચના કરી હતી અને સાંઈબાબા શતાબ્દી પર વિશેષ ચાંદીના સિક્કાનું અનાવરણ કર્યુ હતું.

વડાપ્રધાને મંદિરમાં એક વિશેષ ધ્વજા પણ લહેરાવી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગત વર્ષે ઓક્ટોબરમાં શતાબ્દી મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. જો કે પીએમનો કાફલો રોકીને વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી આપનાર સ્થાનિક મહિલા કાર્યકર્તા તૃપ્તી દેસાઈની પોલીસે અટક કરી હતી. ભૂમાત્મા રણરાગિણી સેનાની અધ્યક્ષ તૃપ્તી દેસાઈ સબરીમાલા મંદિરમાં તમામ મહિલાઓના પ્રવેશના મુદ્દે મોદીને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

October 18, 2018
RSS.jpg
1min20260
  • રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે દશેરા પર્વે પોતાનો 93મા સ્થાપના દિવસની ઉજવણી કરી
  • સ્થાપના દિવસ નિમિત્તે મોહન ભાગવતે પોતાના સંબોધનમાં રામ મંદિરથી લઈ ચીન સુધીના મુદ્દે નિવેદન આપ્યું
  • નોબેલ પુરસ્કારથી સન્માનિત સામાજિક કાર્યકર્તા કૈલાશ સત્યાર્થી મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા

RSS

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ આજે તા.18 ઓક્ટોબર 2018ને દશેરા પર્વે પોતાનો 93મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. ત્યારે નાગપુરમાં સંઘ દ્વારા પથ સંચલનનું આયોજન કરાયું હતું. સંઘ પ્રમુખ મોહન ભાગવતની હાજરીમાં સ્વયંસેવકોએ પથ સંચલન કર્યું. આ દરમિયાન નોબેલ પુરસ્કારથી સન્માનિત સામાજિક કાર્યકર્તા કૈલાશ સત્યાર્થી મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા. સ્થાપના દિવસ નિમિત્તે મોહન ભાગવતે પોતાના સંબોધનમાં રામ મંદિરથી લઈ ચીન સુધીના મુદ્દે નિવેદન આપ્યું.

છેલ્લા ઘણા સમયથી રામ મંદિરનો મુદ્દો ફરી ઉઠ્યો છે. ત્યારે આજે સંઘ પ્રમુખ મોહન ભાગવતે પણ સરકારને સલાહ આપી દીધી છે. સંઘ પ્રમુખે કહ્યું, ‘રાજકારણને કારણે કેટલાક લોકો આ મુદ્દાને ખેંચી રહ્યા છે. રામ મંદિર હિન્દુ-મુસલમાન વચ્ચેનો પ્રશ્ન નથી. તે ભારતનું પ્રતીક છે. અને જે માર્ગે રામ મંદિરનું નિર્માણ શક્ય હોય તે માર્ગે મંદિર બનવું જ જોઈએ. સરકારે કાયદો બનાવીને રામ મંદિર બનાવવું જોઈએ’

તો પોતાના સંબોધન દરમિયાન મોહન ભાગવતે ફરી એકવાર ભારતને વિશ્વગુરુ બનાવવાની વાત દોહરાવી. સાથે જ મોહન ભાગવતે દેશના રાજકારણમાં સત્ય અને અહિંસાનું મહત્વ પણ દર્શાવ્યું. ભાગવતે કહ્યું કે મહાત્મા ગાંધીએ સત્ય અને અહિંસાના આધારે રાજકારણની કલ્પના કરી હતી. જે અંગ્રેજો હંમેશા જીતતા હતા તેમની સામે હથિયાર વગર લડીને ગાંધીએ જીત અપાવી હતી.

October 11, 2018
pavagadh.jpg
1min15230

શહેરથી ૪૫ કિ.મી. દૂર આવેલા યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢમાં પહેલા નોરતે ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાંથી બે લાખ શ્રદ્ધાળુ ઊમટી પડ્યા હતા. આજે ભક્તોના દર્શન માટે વહેલી સવારે ૪ વાગે મંદિરના નિજ દ્વાર ખુલ્લા કરી દેવામાં આવ્યા હતાં. નવરાત્રિના પહેલા નોરતે હાલોલના માર્ગો ઉપરથી પાવાગઢ તળેટી ડુંગર તરફ લાખોની સંખ્યામાં ભક્તોની વણઝાર જોવા મળી હતી.

જય મહાકાળીના જયધોષથી સમગ્ર વાતાવરણ ગૂંજી ઉઠ્યું હતું. રોપ-વે ઉડન ખટોલાની સેવા માટે પરોઢે ત્રણ વાગે બુકિંગ શરૂ કરી ચાર વાગે રોપ-વે સેવા શરૂ કરાઇ હતી. પાવાગઢ ખાતે રાત્રિના ૧૧ કલાકે નિજ મંદિરના દ્વાર બંધ કરાશે. મંદિર જવાના પગથિયાં પાસે આવેલા બાવાબજારમાં ભારે ભીડ થતી હોઇ જ્યાં અગાઉ દોરડા બાંધી સંચાલન કરાતું હતું. ત્યાં લોખંડની રેલિંગ લગાવાઇ છે. સુરક્ષાના ભાગ રૂપે દુધિયા તળાવની ફરતે પણ રેલિંગ લગાવી થાંભલા ઊભા કરી લાઇટિંગની વ્યવસ્થા કરાઈ છે.

પોલીસ તંત્ર દ્વારા માંચી તેમ જ ડુંગર પર ક્ધટ્રોલરૂમ ઊભા કરાયા છે. આકસ્મિક ઘટના માટે માચી ખાતે ૧૦૮.ફાયર બ્રિગેડ સહિત મેડિકલની ટીમ સટેન્ડ બાય રાખવામાં આવી છે. સલામતીના ભાગરૂપે જિલ્લા પોલીસની એજન્સીઓ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

October 9, 2018
Navratri_9swaroop.jpg
1min10420

તા.10મી ઓક્ટોબર 2018થી શરૂ થઇ રહેલા શારદીય નવરાત્રિ દરમિયાન વિવિધ રાશિના જાતકોએ કયા દેવી માં ના સ્વરૂપની પૂજા, આરાધના વિધિવિધાન પૂર્વક કરવી જોઇએ, એ અંગે મોટા ભાગના ભાવિકો અગર તો જાતકોને ખ્યાલ હોતો નથી. અહીં વાચકોને તેમની રાશિ પ્રમાણે કયા દેવી માં ની પૂજા કરવી જોઈએ, જેથી ઈચ્છિત ફળ પ્રાપ્ત કરી શકાય અે અંગેની માહિતી નિષ્ણાંત અને વિધ્વાન પંડિતો પાસેથી મેળવ્યા બાદ અત્રે નીચે મુજબના તારણો મેળવી શકાયા છે.

શાસ્ત્રોમાં નિર્દેશ છે કે શારદીય નવરાત્રિમાં નવે-નવ દિવસ કયા માં ની પૂજા-અર્ચના, આરાધના કરવી, એ મુજબ પ્રથમ દિવસે શૈલપુત્રી, બીજા દિવસે બ્રહ્મચારિણી, ત્રીજા દિવસે ચંદ્રઘંટા દેવી, ચોથા દિવસે કૂષ્માંડા દેવી, પાંચમા દિવસે સ્કંદમાતા, છઠ્ઠા દિવસે કાત્યાયિની દેવી, સાતમા દિવસે કાલરાત્રિ, આઠમા દિવસે મહાગૌરી અને નવમા દિવસે સિદ્ધિદાત્રી દેવીની ઉપાસના કરવામાં આવે છે.

  • પ્રથમ દિવસે શૈલપુત્રી,
  • બીજા દિવસે બ્રહ્મચારિણી,
  • ત્રીજા દિવસે ચંદ્રઘંટા દેવી,
  • ચોથા દિવસે કૂષ્માંડા દેવી,
  • પાંચમા દિવસે સ્કંદમાતા,
  • છઠ્ઠા દિવસે કાત્યાયિની દેવી,
  • સાતમા દિવસે કાલરાત્રિ,
  • આઠમા દિવસે મહાગૌરી અને
  • નવમા દિવસે સિદ્ધિદાત્રી દેવી

આ પૈકી રાશીવાર જાતકોએ પોતાની રાશી અનુસાર કયા માતાજીને રીઝવવા તે અંગે નિષ્ણાંત પડિતજીઓનો એક સૂર આ મુજબનો છે.

મેષઃ આ રાશિના લોકોએ ભગવતી તારા, નીર સરસ્વતી કે માતા શૈલપુત્રીની પૂજા કરવી જોઈએ.

વૃષભઃ આ રાશિના જાતકોએ ભગવતી ષોડશી-શ્રી વિદ્યા કે માતા બ્રહ્મચારિણીની સાધના કરવી જોઈએ.

મિથુનઃ આ રાશિના જાતકોએ ભુવનેશ્વરી માતા કે માતા ચંદ્રઘંટાની ઉપાસના કરવી જોઈએ.

કર્કઃ આ રાશિના લોકોએ માતા કમલા અથવા માતા સિદ્ધ દાત્રીની પૂજા કરવી જોઈએ.

સિંહઃ તમારે માતા પીતામ્બરા, માતા કાલરાત્રિની પૂજા કરવી જોઈએ.

કન્યાઃ  આ રાશિના જાતકોએ ભુવનેશ્વરી માતા કે માતા ચંદ્રઘંટાની ઉપાસના કરવી જોઈએ.

તુલાઃ આ રાશિના લોકોએ શ્રી વિદ્યામાં માતા ષોડશી અથવા માતા બ્રહ્મચારિણીની ઉપાસના કરવી જોઈએ.

વૃશ્વિકઃ તમારે ભગવતી તારા કે માતા શૈલપુત્રીની આરાધના કરવી જોઈએ.

ધનઃ આ રાશિના લોકોએ માતા કમલા કે માતા સિદ્ધદાત્રીની ઉપાસના કરવી જોઈએ.

મકરઃ તમારે માતા મહાકાળી કે માતા સિદ્ધદાત્રીની ઉપાસના કરવી

કુંભઃ આ રાશિના લોકોએ માતા મહાકાળી કે માતા સિદ્ધદાત્રીની પૂજા કરવી જોઈએ.

મીનઃ આ રાશિના લોકોએ ભગવતી તારા, નીર સરસ્વતી કે માતા શૈલપુત્રીની પૂજા કરવી જોઈએ.

 

October 4, 2018
ambikaniketan.jpg
1min610

શારદીય નવરાત્રિમાં અનુષ્ઠાનનો પ્રારંભ કરતાં પૂર્વે ઘટ સ્થાપન, દીપસ્થાપન અને જ્વારારોપણ પણ કરવામાં આવતું હોય છે. એવું કહેવાય છે કે જે શ્રદ્ધાળુ નિયમપૂર્વક, સંયમપૂર્વક દેવી ઉપાસના કરે છે, તેને ઐશ્વર્ય, ઊર્જા અને આધ્યાત્મિક ઉન્નતિની પ્રાપ્તિ થાય છે.

(સુરતના અંબિકા નિકેતન મંદિર ખાતે તા.4 ઓક્ટોબર 2018ના રોજના માતાજીના દર્શન)

આ વર્ષે વિક્રમ સંવત-૨૦૭૪માં તા.૧૦ ઓક્ટોબરથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થશે. એવું પણ કહેવાય છે કે પિતૃપક્ષની પૂર્ણાહુતિ થતાં દેવી પક્ષનો પ્રારંભ થાય છે. કેમ કે આસો મહિનાની પ્રતિપદાથી લઈને નવ દિવસ, દસમા દિવસે વિજયા દશમી અને શરદ પૂર્ણિમાએ પણ દેવીની ઉપાસના કરવામાં આવે છે. આ નવરાત્રિને આસો નવરાત્રિ કે શરદ ઋતુમાં આવતી હોવાથી શારદીય નવરાત્રિ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેને શક્તિ-સંચય માટેનું પર્વ પણ કહેવામાં આવે છે.

નવરાત્રિ દરમિયાન માતાજીના નવ-નવ અલગ-અલગ સ્વરૂપોની ઉપાસના પણ કરવામાં આવતી હોય છે. પ્રથમ દિવસે શૈલપુત્રી, બીજા દિવસે બ્રહ્મચારિણી, ત્રીજા દિવસે ચંદ્રઘંટા દેવી, ચોથા દિવસે કૂષ્માંડા દેવી, પાંચમા દિવસે સ્કંદમાતા, છઠ્ઠા દિવસે કાત્યાયિની દેવી, સાતમા દિવસે કાલરાત્રિ, આઠમા દિવસે મહાગૌરી અને નવમા દિવસે સિદ્ધિદાત્રી દેવીની ઉપાસના કરવામાં આવે છે.

  • પ્રથમ દિવસે શૈલપુત્રી,
  • બીજા દિવસે બ્રહ્મચારિણી,
  • ત્રીજા દિવસે ચંદ્રઘંટા દેવી,
  • ચોથા દિવસે કૂષ્માંડા દેવી,
  • પાંચમા દિવસે સ્કંદમાતા,
  • છઠ્ઠા દિવસે કાત્યાયિની દેવી,
  • સાતમા દિવસે કાલરાત્રિ,
  • આઠમા દિવસે મહાગૌરી અને
  • નવમા દિવસે સિદ્ધિદાત્રી દેવી

શારદીય નવરાત્રિમાં અનુષ્ઠાનનો પ્રારંભ કરતાં પૂર્વે ઘટ સ્થાપન, દીપસ્થાપન અને જ્વારારોપણ પણ કરવામાં આવતું હોય છે. એવું કહેવાય છે કે જે શ્રદ્ધાળુ નિયમપૂર્વક, સંયમપૂર્વક દેવી ઉપાસના કરે છે, તેને ઐશ્વર્ય, ઊર્જા અને આધ્યાત્મિક ઉન્નતિની પ્રાપ્તિ થાય છે.

બંગાળી પરિવારો દુર્ગા પૂજા પણ કરશે

આ નવરાત્રિ દરમિયાન ભક્તો શક્તિપીઠ અંબાજી, બહુચરાજી, પાવાગઢ, ચોટીલા, સુરતમાં અંબિકાનિકેતન, અડાજણમાં શક્તિ નિકેતન સહિતનાં દેવી સ્થાનોએ જઈને માતાજીની ઉપાસના કરે છે. સાથે જ ગુજરાત-સુરતમાં વસતા બંગાળી પરિવારો પણ દુર્ગા પૂજા મહોત્સવનું આયોજન કરતાં હોય છે. સાથોસાથ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરતાં હોય છે.

 

September 21, 2018
chandi-1280x720.jpg
1min18960

ગુજરાતના એકમાત્ર એવા અને ૩૫૦ વર્ષ પહેલાં જામનગરના રાજવીએ ભેટ તરીકે આપેલા આ ચાંદીના તાજિયાનું વજન ૧૯૦ કિલો છે અને એની માનતા અત્યાર સુધીમાં એક લાખથી વધુ માવતર માની ચૂક્યા છે 

 

વિષય શ્રદ્ધાનો હોય તો તર્ક અને દલીલ પણ પાયાવિહોણાં થઈ જાય છે. આ વાત જામનગરના ચાંદી-તાજિયાને અક્ષરોઅક્ષર લાગુ પડે છે. મહોરમ નિમિત્તે જામનગરમાંથી નીકળતા તાજિયા જુલૂસમાં જોડાતા ચાંદીના તાજિયા જોવા માટે અને એ તાજિયાનાં દર્શન માટે એકલા જામનગર, સૌરાષ્ટ્ર કે ગુજરાતમાંથી જ નહીં પણ મુંબઈ, હૈદરાબાદ, દિલ્હી, લંડન, આફ્રિકા, કૅનેડા અને અમેરિકા જેવા દેશોમાંથી પણ ભાવિકો પધારતા હોય છે.

૧૯૦ કિલો વજન ધરાવતો આ તાજિયો સાડા ત્રણસો વર્ષ પહેલાં જામનગરના રાજવી પરિવારે જામનગરની સૈયદ જમાલ કમિટીને ભેટ આપ્યો હતો. જામ રા ખેંગારજીને ત્યાં બાળકો થતાં નહીં હોવાથી તેમણે માનતા માની હતી કે જો તેમને ત્યાં વંશ આવશે તો તે મહોરમ નિમિત્તે ચાંદીનો તાજિયો બનાવી આપશે. માનતા ફળી એટલે તેમણે તાજિયો કરાવી આપ્યો અને પછી તો આ તાજિયો પોતે શ્રદ્ધાનો વિષય બની ગયો. એવું માનવામાં આવે છે કે આ તાજિયાનાં દર્શન કરાવવાથી બાળકો બીમાર નથી પડતાં. આ જ કારણે આ તાજિયાને નજર સમક્ષ રાખીને દર વર્ષે હજારો મા-બાપ પોતાનાં નાદુરસ્ત બાળકો માટે માનતાં રાખે છે અને મહોરમના દિવસે તાજિયાનું જુલૂસ નીકળે ત્યારે આ ચાંદીના તાજિયાનાં દર્શન કરાવે છે.

જામનગરમાં મહોરમના તહેવાર અગાઉ એક દિવસ દરમ્યાન આ ચાંદીના તાજિયા લોકદર્શન માટે ખુલ્લા મૂકવામાં આવે છે.

ગુગલ યુ ટ્યુબ પર આ તાજીયાના વિડીયોઝ પણ ઉપલબ્ધ છે.

You can find us on Google Play store too

September 20, 2018
ambaji.jpg
1min5410

શક્તિપીઠ અંબાજીમાં બુધવાર તા.19મી સપ્ટેમ્બર 2018થી ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થઇ ગયો હતો. આ મેળો 19મી સપ્ટેમ્બરથી 25મી સપ્ટેમ્બર સુધી સાત દિવસ ચાલશે. મેળામાં લોકો શાંતિથી અને કોઈ વિઘ્ન વગર મા અંબાના દર્શન કરી શકે તે માટે સાત દિવસ માટે દર્શન અને આરતીનાં સમયમાં ફેરફાર કરાયો હતો.અને સુરક્ષાને લઇને વહીવટી તંત્રએ ભક્તાને મેળામાં કોઇ અગવડતા ન પડે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી.

બોલ માડી અંબે…જય જય અંબેનો નાદ

અંબાજીમાં મેળો શરૂ થતાની સાથે જ અંબાજીના બજારોમાં ભીડના દ્રશ્યો જોવા મળી રહ્યા હતા. ચારેબાજુ બોલ માડી અંબે…જય જય અંબેનો નાદ સાંભળવા મળ્યો હતો. સાત દિવસ ચાલનારા મેળામાં તેમ જ મા અંબાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો અંબાજી પહોંચી રહ્યા હતાં. આ વખતના અંબાજીના મેળામાં માઇ ભક્તોને અગવડતા ન પડે તે માટે મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.

સવારની આરતી જે સામાન્ય દિવસમાં સવારે 7 કલાકે થતી હતી તે મેળા દરમિયાન સવારે 6:15 વાગ્યાથી 6:45 વાગ્યા સુધી થશે. સવારે 6:45થી 11:30 સુધી દર્શનનો લાભ મેળવી શકાશે. બપોરે 12:30 વાગ્યાથી સાંજે 5:00 વાગ્યા સુધી લોકો દર્શનનો લાભ લઈ શકશે. સાંજની આરતી 7:00થી 7:30 સુધી યોજાશે. જ્યારે ભાવિકો સાંજે 7:30 વાગ્યાથી રાત્રે 1:30 વાગ્યા સુધી દર્શનનો લાભ લઈ શકશે. મહામેળામાં ગત વર્ષે 26.73 લાખ માઇ ભક્તોએ મા અંબાના દરબારમાં માથું ટેકવીને ધન્યતા અનુભવી હતી.

ગત વર્ષની સરખામણીએ આ વખતે 28 લાખથી વધુ યાત્રાળુઓ ભાદરવી પૂનમના મહામેળા વખતે અંબાજી આવે તેમ મનાઇ રહ્યું છે. અંબાજી ખાતે મંદિર આ વખતે પરિસરને આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યું હતું. મહામેળા દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ બને નહીં માટે અંબાજીના વિવિધ માર્ગોના 22 વિભાગ પાડીને 609 પોઇન્ટ્સ મુકાયા છે તેમ જ 150 રૂટ પર પેટ્રોલિંગની વ્યવસ્થા કરાઇ છે. અંબાજીમાં 27 વોચ ટાવર, 7 ક્ધટ્રોલરૂમ, ઘોડેસવાર, પેટ્રોલિંગ-ડોગ સ્ક્વોડ, બોમ્બ ડિસ્પોઝેબલ સ્ક્વોડ તહેનાત કરવામાં આવી છે. આ ઉપરાંત ઠેકઠેકાણે સીસીટીવી કેમેરા પણ મૂકવામાં આવ્યા છે.

મહામેળાનું જીવંત પ્રસારણ અંબાજીમાં 24 કલાકમાં કોઇ પણ સ્થાનેથી નિહાળી શકાય માટે અંબાજીના વિવિધ વિસ્તારોમાં 12 એલઇડી, 30 ટેલિવિઝન સેટ મૂકાયા છે. જેના દ્વારા યાત્રાળુઓ આરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું જીવંત પ્રસારણ નીહાળી શકશે. વિવિધ પગપાળા સંઘોનું આગમન થઇ ચૂક્યું છે. સ્વાઇન ફ્લૂ ધીરે-ધીરે માથું ઊંચકી રહ્યો હોઇ. જેના પગલે પગપાળા સંઘના કેમ્પ તેમ જ અંબાજીમાં પણ સ્વચ્છતાની પૂરી તકેદારી રાખવામાં આવી રહી છે.

September 18, 2018
vadtal.jpg
1min5780
જલ ઝીલણી ઉત્સવ એ એક દિવસીય     ત્રીજો સમૈયો ગણાય છે…!!
      યાત્રાધામ વડતાલમાં છેલ્લા દસેક
વર્ષથી નાના મોટા ઉત્સવોને વિશિષ્ટરૂપે  ઉજવવાની એક પરંપરા શરૂ થઇ છે; જેને
પગલે  સત્સંગનો વ્યાપ વધવા
સાથે વિકાસની હારમાળા પણ સર્જાઇ
છે જેનો સીધો લાભ હરિભક્તોને થઇ
રહ્યો છેઃ આ બધા ઉત્સવો માટેના પ્રેરક
છે ડૉ.સંત સ્વામી તથા associate પૂજ્ય શ્યામ સ્વામી !!  આ બંને સંતોએ
જલ ઝીરણી ઉત્સવને સમૈયાનું સ્વરૂપ
આપીને હજારો ભાવિકોને વડતાલ પ્રતિ
આકર્ષ્યા છેઃ
❏ જલ ઝીલણી ઉત્સવ ❏
      વડતાલમાં ૧૯૦ વર્ષથી જલ ઝીલણી ઉત્સવ ઉજવાતો આવ્યો છેઃ આ ઉત્સવમાં ૨૫ ગામોના હજારો ભાવિકો ભજનમંડળીઓ
સાથે ઉમંગભેર ઉમટી પડે છેઃ
ગણપતિ તથા ઠાકોરજીની પ્રથમ
આરતી ઉતારી બંને દેવોને હોડીમાં બેસાડી
નૌકાવિહાર કરાવવામાં આવે છેઃ
આ અવસરમાં પ.પૂ.આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ પણ સંતો સાથે
ઉપસ્થિત રહી બંને દેવોની આરતી ઉતારે
છેઃ આ આખોય ઉત્સવ આનંદઉલ્લાસ
ભર્યો બની રહે છેઃ  સંતો જ્યારે ગોમતી
સરોવરમાં ડૂબકી લગાવી સ્નાન કરે છે ત્યારે આ દ્રશ્યો બેઘડી આનંદ ઉપજાવે છેઃ
         નિજ મંદિરથી ગોમતી સુધી વાજતે ગાજતે નગરયાત્રા નિકળે છે જેમાં રાસ મંડળી ભજન મંડળીઓ ભૂંગળ મંડળીઓ
જોડાય ત્યારે  વડતાલ ગૂંજી ઊઠે છેઃ
     સમગ્ર ઉત્સવનું સંચાલન અને વ્યવસ્થા પૂજ્ય શ્યામ સ્વામીએ સંભાળે
છેઃ
_______❏ અહેવાલ: બાલુભાઇ વરિષ્ઠ
પત્રકાર સુરત વડતાલ સેન્ટર આણંદ

You Can Find us on Google Play Store

September 12, 2018
lalbaug2018.jpg
1min5490

લાલબાગના રાજાનો ફસ્ર્ટ લુક 11મી સપ્ટેમ્બર 2018ના રોજ જાહેર કરવામાં આવ્યો હતો. આ વર્ષે‍ પર્યાવરણની જાગૃતિ વિશેની સજાવટ કરવામાં આવી છે. રાજાની આસપાસ વન્ય પ્રાણીઓ અને વૃક્ષો દેખાશે. મૂર્તિની પાછળ LED દ્વારા દૃશ્યો બદલાતાં રહેશે.

RAJA KI SAWARI….First look of the ganesh idol, famously known as ‘Lalbaugh Ka Raja’ is revealed today at Lalbaugh in Mumbai on 11th Sept 2018. Pics by BIPIN KOKATE

ગુજરાતમાંથી ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સુરતમાંથી લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ મુંબઇમાં ગણેશોત્સવ દરમિયાન લાલબાગચા રાજા, દગડુ શેઠ જેવા ગણેશજીના દર્શનાર્થે જાય છે. એવા લાખો શ્રદ્ધાળુઓ હોય છે જેમના મોબાઇલ ફોનના સ્ક્રીન પર આખું વર્ષ લાલબાગ ચા રાજા જ બિરાજમાન હોય છે. ગઇ તા.11મી સપ્ટેમ્બર 2018ના રોજ આવા લાખો લોકોની આતુરતાના અંત આવ્યો હતો કેમકે આ વર્ષના લાલબાગ ચા રાજાનો ફર્સ્ટ લૂક જાહેર થયો હતો.

 

September 9, 2018
partheshwar.jpg
1min13070

આજે રવિવારે પવિત્ર શ્રાવણ માસનો અંતિમ દિવસ છે. શ્રાવણ માસની અમાસના દિવસે શિવપાર્થેશ્વર પૂજનની પૂર્ણાહુતિ થાય છે. આ દિવસે શિવાલયોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઊમટી પડશે અને ‘ઓમ્ નમ: શિવાય’નો નાદ ગૂંજી ઊઠશે. સુરત સમેત સમગ્ર દક્ષિણ ગુજરાતના શિવલિંગનાં દર્શનથી માંડીને વિશિષ્ટ અભિષેક, પૂજન પણ કરાશે. જ્યારે આ દિવસે પીપળા, તુલસી, બીલીપત્રનું રોપણ કરવું પણ ઉત્તમ માનવામાં આવ્યું છે. સાથોસાથ પિતૃઓની ઉપાસના માટે ઉત્તમ દિવસ છે.

આજે સાંજે પાલ એકલિંગી મહાદેવ મંદિર ખાતે શિવ પાર્થેશ્વર ચિંતામણી યજ્ઞની પૂર્ણાહુતિ

પાલ સ્થિત એકલિંગી મહાદેવ મંદિર ખાતે છેલ્લા એક મહિનાથી ચાલી રહેલા શિવ પાર્થેશ્વર ચિંતામણી અનુષ્ઠાનની પૂર્ણાહુતિ આજરોજ સાંજે થશે. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન રોજ 4500 શિવ પાર્થેશઅવર ચિંતામણીનું નિર્માણ કરીને પૂજા વિધી થઇ હતી. મંદિરના ્ટ્રસ્ટી શ્રી નીતિનભાઇ મહેતાએ જણાવ્યું હતું કે રવિવારે આખો દિવસ યજ્ઞ પૂજા વિધી બાદ સાંજે  5 વાગ્યે પૂર્ણાહુતિ હાથ ધરાશે. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી તેમજ કથાકાર શ્રી પંકજ વ્યાસ તેમજ શહેરના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહેશે. પાલના અન્નપૂર્ણા મંદિર પરિસરમાં આકાર પામેલા એકલિંગી મહાદેવ મંદિરમાં શિવ પાર્થેશ્વર ચિંતામણી યજ્ઞ ભાવિકો માટે અત્યંત  ફળદાયી રહ્યો હતો. સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી લોકો દર્શનાર્થે આવ્યા હતા.

(અડાજણના રામેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના અંતિમ દિવસે થયેલી પૂજાની તસ્વીર)

શ્રાવણી અમાસનું વિશેષ મહત્વ

શ્રાવણી અમાસનું શાસ્ત્રોમાં સવિશેષ મહત્ત્વ છે. આ દિવસે શિવ-પાર્થેશ્વર પૂજનની પૂર્ણાહુતિ થાય છે. અનુભવસિદ્ધ પ્રયોગ મુજબ આ દિવસે બીલીપત્ર, તુલસી, પીપળા અને રવિવાર હોવાથી આમળાનું રોપણ કરવું ઉત્તમ ફળદાયી માનવામાં આવે છે. ખાસ કરીને આ દિવસે શિવ-પિતૃ કૃપા માટેનો ઉત્તમ દિવસ છે. આ દિવસે આરોગ્યપ્રાપ્તિ માટે કાળા તલ, દેશી ગાયનું દૂધ મિશ્રિત જળ સાથે શિવલિંગ ઉપર અભિષેક કરવો જોઈએ. આ દિવસે ‘મહામૃત્યુંજય’ મંત્રની ઓછામાં ઓછી એક માળા તો કરવી જ જોઈએ. આ દિવસે રુદ્રી પાઠ અને શ્રીશિવમહિમ્ન સ્તોત્ર સહિત શિવ સ્તોત્રોનું પઠન પણ ઉત્તમ ફળદાયી બની રહે છે. ખાસ કરીને આ દિવસે પિતૃકૃપા મેળવવા માટે સૂર્યાસ્ત સમયે પીપળાની જળાભિષેક સાથે પ્રદક્ષિણા કરવી જોઈએ. સાથે જ પાણિયારે આડી વાટનો દીવો પણ કરવો ઉત્તમ ફળદાયી બની રહે.