CIA ALERT

આધ્યાત્મિક Archives - Page 31 of 37 - CIA Live

November 19, 2018
bmef_ravishankar.jpg
1min8730

આર્ટ ઓફ લિવિંગ અને સુરતના ભગવાન મહાવીર એજ્યુકેશન ફાઉન્ડેશનના ઉપક્રમે આાગામી તા. 3 ડિસેમ્બર 2018ના રોજ વેસુ રોડ સ્થિત ભગવાન મહાવીર સંકુલ ખાતે યુવા રંગ નામે એક ગ્રાન્ડ યુથ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ યુવા રંગ કાર્યક્રમમાં આર્ટ ઓફ લિવિંગના વિશ્વગુરુ શ્રી શ્રી રવિશંકર સંબોધન કરશે. યુવાઓ માટે આ યુથ ઇવેન્ટમાં એન્ટ્રી બિલકુલ ફ્રી છે પણ અગાઉથી તેમણે રજિસ્ટ્રેશન કરાવવું પડશે.

સુરતના આંગણે યોજાઇ રહેલી આ યુથ ઇવેન્ટને ગુજરાત રાજ્યની ગ્રાન્ડ યુથ ઇવેન્ટ તરીકે માનવામાં આવી રહી છે. હજારોની સંખ્યામાં ગુજરાતભરમાંથી યુવાઓ આ ઇવેન્ટમાં જોડાય એમ માનવામાં આવે છે. યુથ ફોર ગુજરાત સંસ્થાનું સંચાલન કરી રહેલા શ્રી જિજ્ઞેશ પાટીલ અને તેમની ટીમે આ ઇવેન્ટને સપોર્ટ જાહેર કર્યો છે. યુથ ફોર ગુજરાતના હજારો મેમ્બર્સ આ ઇવેન્ટસમાં ઉપસ્થિત તો રહેશે જ સાથોસાથ શ્રમદાન પણ કરશે.

પંડિત શ્રી શ્રી રવિશંકરના સાનિધ્યમાં તા.3જી ડિસેમ્બર 2018ના રોજ યોજાનારા કાર્યક્રમની આમંત્રણ પત્રિકા સાર્વજનિક કરી રહેલા જિજ્ઞેશ પાટીલ, ભગવાન મહાવીર સંકુલના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અનિલ જૈન તેમજ અન્ય સહાયકો દ્રશ્યમાન છે.

તા.3જી ડિસેમ્બર 2018ના રોજ સવારે 9થી 11 દરમિયાન સુરત ખાતે યોજાનારા યુવા રંગ કાર્યક્રમમાં શ્રી શ્રી રવિશંકર યુવાનોમાં રહેલી અસલામતીની લાગણી દુર કરવા , તેમનામાં ઉત્સાહ અને આત્મવિશ્વાસ જળવાઇ રહે તે માટે પ્રેરક પ્રવચન આપશે. સુરતનો કાર્યક્મ વિશ્વભરમાં 155+ દેશોમાં આર્ટ ઓફ લિવિંગના સત્તાવાર સોશિયલ  મીડિયા હેન્ડલ્સ પર લાઇવ થશે.

વધુ માહિતી માટે www.yuvarang.com પર લોગઇન કરવા માટે જણાવાયું છે.

November 18, 2018
girnar.jpg
1min6670

ગિરનારની લીલી પરિક્રમા આદી અનાદી કાળથી થાય છે. વર્ષો પહેલા ગિરનારની પરિક્રમા યાત્રાળુઓ 4 દિવસે પૂર્ણ કરતા અને પરિક્રમા દરમિયાન જંગલમાં ચાર રાત્રિ ગાળતા, અને બાદ પરિક્રમા પૂર્ણ કરી દામોદર કુંડમાં સ્નાન કરતા. પરંતુ હાલ પરિક્રમા ઝડપથી પૂર્ણ થઈ જાય છે. 

સોમવાર, તા 19 નવેમ્બર 2018 થી શરૂ થઇ રહેલી સૌરાષ્ટ્રમાં પવિત્ર મનાતી ગિરનારની પરિક્રમા આ વખતે ગિરનારની તળેટીથી લઇને પર્વત માર્ગ પર પ્લાસ્ટીક ફ્રી રહે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. યાત્રાળુઓ તેમની સાથે પ્લાસ્ટીકની બેગની જગ્યાએ કાગળની થેલીઓ લઇ જાય તેની વ્યવસ્થા કરવામાં આવી છે. લોકોને પ્લાસ્ટિક મુક્ત વિસ્તાર રાખવા માટે ખાસ અપીલ કરવામાં આવશે. દર વર્ષ કરતા આ વર્ષે ગિરનારની પરિક્રમા કરનારાઓની સંખ્યા વધે તેવી પૂરેપૂરી શક્યતા જોવાય રહી છે.

આવનારાઓની સુવિધા માટે રેલવે તંત્ર દ્વારા તા 18 થી 24 દરમ્યાન વધારાની ટ્રેનો તેમ જ હાલ દોડતી અને જૂનાગઢથી ઉપડતી તેમ જ આવતી ટ્રેનોમાં વધારાના કોચ લગાડાયા છે. જ્યારે એસ.ટી.તંત્રે 40 ઉપરાંત વધુ બસો દોડાવી છે. દરમિયાન ગિરનારની લીલી પરિક્રમા દરમ્યાન જંગલ પ્લાસ્ટિક મુક્ત રહે તે માટે વિવિધ સંસ્થાઓ પરિક્રમા રૂટ ઉપર યાત્રિકોને કાગળની થેલીઓનું વિતરણ કરનાર છે. જેમાં પ્રકૃતિ મિત્ર મંડળ, બોલબાલા ટ્રસ્ટ, સિનિયર સિટીઝન મંડળ, નેચર નિસર્ગ કલબ અને બાબા મિત્ર મંડળનો સમાવેશ થાય છે. આ સંસ્થાઓના સભ્યો, જંગલમાં કોઈપણ પ્રકારનું પ્લાસ્ટિક ન જાય તેની ખાસ તકેદારી રાખશે.

કારતક સુદ અગિયારસથી ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાનો પ્રારંભ થઈ રહ્યો છે. પરિક્રમા કરવા માટે ભાવિકો જીવના જોખમે ટ્રેનના ડબ્બા પર બેસી જૂનાગઢ આવી રહ્યા છે. ટ્રેનના ડબ્બા પરથી સેલ્ફી લેવા જતા એક યુવાન નીચે પટકાયો હતો અને તેને માથાના ભાગે ઇજા પહોંચી હતી.

ગિરનારની લીલી પરિક્રમા માટે લોકોના ટોળેટાળાં જૂનાગઢ આવી રહ્યા છે. એસટી બસો અને ટ્રેનોમાં ચિક્કાર ટ્રાફિક જોવા મળી રહ્યો છે. ટ્રેનના ડબ્બા પર ચડી લોકો જૂનાગઢ આવી રહ્યા છે ત્યારે પોલીસ દ્વારા લોકોને નીચે ઉતારવા મહેનત કરી પરંતુ લોકો માન્યા નહિ. જોખમી સવારીમાં ઊનાના હરમડિયા પાસે ડબ્બા પર એક યુવાન સેલ્ફીના ચક્કરમાં નીચે પટકાયો હતો. આથી તેને માથાના ભાગે ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલે ખસેડ્યો હતો.

  • ગિરનારની લીલી પરિક્રમા માટે લોકોના ટોળેટાળાં જૂનાગઢમાં ઠલવાયા
  • ધારી રેલવે સ્ટેશન પર ટ્રેન હાઉસફૂલ, લોકો ડબ્બા પર ચડી ગયા, સેંકડો લોકો જીવના જોખમે મુસાફરી
  • ભવનાથ અને પરિક્રમા રૂટ પર 100 જેટલા અન્નક્ષેત્રો શરૂ કરવામાં આવ્યા
  • 32 જેટલી ધર્મશાળા, 2200 પોલીસ, 45 રાવટી, 26 સીસીટીવી, 390 એસટી બસ સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવી

એસ.ટી. વિભાગે પણ બસોની સંખ્યા વધારી છતાં ટ્રાફિકજામ જોવા મળી રહ્યો છે. ભવનાથ અને પરિક્રમા રૂટ પર 100 જેટલા અન્નક્ષેત્રો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં ભાવિકો પ્રસાદનો લાભ લઈ લીલી પરિક્રમા પૂર્ણ કરશે. તેમજ 32 જેટલી ધર્મશાળા, 2200 પોલીસ, 45 રાવટી, 26 સીસીટીવી, 390 એસટી બસ સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. આજે લીલી પરિક્રમા કરવા માટે 2 લાખ ભાવિકો જૂનાગઢ પહોંચી ગયા હતા અને ઘણા બધા પદયાત્રીઓએ લીલી પરિક્રમાનો પ્રારંભ પણ કરી દીધો છે.

જૂનાગઢની લીલી પરિક્રમાને લઈને ભાવિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. જૂનાગઢ જતી ટ્રેનમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. લોકો ટ્રેનના એન્જિન ઉપર તેમજ ડબ્બા ઉપર ચડીને જોખમી રીતે મુસાફરી કરી રહ્યા છે. ધારી રેલવે સ્ટેશન પર ટ્રેન આવતા જ હાઉસફૂલ હોવાથી લોકો ડબ્બા પર ચડી ગયા હતા. સેંકડો લોકો જીવના જોખમે મુસાફરી કરી રહ્યા છે છતાં તંત્રના આંખ આડા કાન હોય તેવું લાગી રહ્યું છે.

ગિરનારની લીલી પરિક્રમા આદી અનાદી કાળથી થાય છે. વર્ષો પહેલા ગિરનારની પરિક્રમા યાત્રાળુઓ 4 દિવસે પૂર્ણ કરતા અને પરિક્રમા દરમિયાન જંગલમાં ચાર રાત્રિ ગાળતા, અને બાદ પરિક્રમા પૂર્ણ કરી દામોદર કુંડમાં સ્નાન કરતા. પરંતુ હાલ પરિક્રમા ઝડપથી પૂર્ણ થઈ જાય છે.

પરિક્રમા કરવા આવતા લોકો એક દિવસમાં જ જંગલની બહાર નીકળી જાય છે. રાત્રિ રોકાણ તો ભાગ્યે જ કરે છે. તેમજ પહેલા પરિક્રમા દરમિયાન ભોજન પણ જંગલમાં બનાવતા હવે ગણ્યા ગાંઠ્યા લોકો જ રસોઈ બનાવે છે.

November 16, 2018
sabri.jpg
1min9460

sabrimala

A to Z of Sabrimala

ધાર્મિક આસ્થાઓ શ્રેષ્ઠ છે કે પછી પરંપરાઓ તોડવાવાળો સર્વોચ્ચ અદાલતનો નિર્ણય? કાયદા નિષ્ણાતો અને આસ્થાવાન લોકો વચ્ચે એક ચર્ચાનો વિષય બન્યો છે, પરંતુ આ કારણે દેશનો એક મોટો ભાગ અદાલતના નિર્ણય વિરુદ્ઘ થઈ ગયો છે. હવે જોવાનું એ રહેશે કે સબરીમાલા મંદિરમાં પ્રવેશ અંગેનો નિર્ણય કોના પક્ષમાં જાય છે. જો કે આ બાબતે રાજકારણ પણ ચાલી રહ્યું છે. આ સમગ્ર વાદ વિવાદની વચ્ચે આપણે જાણીએ આખરે આ વિવાદ શરૂ ક્યાંથી થયો ?

સબરીમાલા મંદિર કેરળ રાજ્યમાં આવેલું છે. આ મંદિરમાં 10 થી 50 વર્ષની તથા રજસ્વલા મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ છે. આ પાછળ એવી માન્યતા છે કે મંદિરના મુખ્ય દેવતા અયપ્પા બ્રહ્મચારી હતા અને આવામાં મહિલાઓના પ્રવેશથી અયપ્પાનું ધ્યાન ભંગ થઈ શકે છે. અહીંયા નાની બાળકીએ તથા વૃદ્ધ મહિલાઓ પ્રવેશ કરી શકે છે. સબરીમાલા મંદિરમાં દર વર્ષે નવેમ્બર થી જાન્યુઆરી સુધી શ્રદ્ધાળુઓ ભગવાન અયપ્પાના દર્શન કરી શકે છે, બાકીના સમયમાં મંદિર બંધ રહે છે. શ્રદ્ધાળુઓ માટે મકરસંક્રાતિનો દિવસ મહત્વનો હોય છે આ દિવસે મહત્તમ લોકો અહીં આવતા હોય છે.

800 વર્ષ જૂની પ્રથા પર દેશની સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપતા કહ્યું કે સ્ત્રીઓને સબરીમાલા મંદિરમાં પ્રવેશની પરવાનગી આપવામાં આવે. હવે સબરીમાલા મંદિરમાં સ્ત્રીઓ પણ ભગવાન અયપ્પાના દર્શન કરી શકે છે. મંદિરની આ પ્રથાને અદાલતની એક બેન્ચે ગેરકાયદેસર જાહેર કરી છે.

કેરળ કોર્ટે 1991 અને 2015માં કહ્યું હતું કે સબરીમાલા મંદિરને તેમની પરંપરા જાળવવાનો અધિકાર છે. ત્યારબાદ અદાલતે કહ્યું કે મંદિરમાં પ્રવેશની રોક મહિલા હોવાના કારણે નહિ પરંતુ તેમની ઉંમર આધારિત છે. આ પરંપરામાં બદલાવ લાવવા એક વિદ્વાનોનું એક દળ બનાવવાની વાત કરી હતી. પરંતુ કેરળ સરકારના પોતાના ઍફિડેવિટમાં સબરીમાલા મંદિરમાં મહિલાઓને પ્રવેશ ન આપવો એ અયોગ્ય હોવાનું કહેવામાં આવ્યું હતું.

પૌરાણિક કથા પ્રમાણે અયપ્પાને ભગવાન શિવ અને મોહિની ( વિષ્ણુજી નું એક સ્વરૂપ)ના પુત્ર માનવામાં આવે છે. તેમનું એક નામ હરિહરપુત્ર પણ છે. આ સિવાય ભગવાન અયપ્પાને અયપ્પન, શાસ્તા, મણિકાંતાના નામથી પણ ઓળખવામાં આવે છે. અયપ્પાના દક્ષિણ ભારતમાં ઘણા મંદિરો આવેલા છે જે પૈકી સબરીમાલા મુખ્ય તીર્થસ્થળ છે.

ગયા વર્ષે 13 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બેન્ચે અનુચ્છેદ 14માં આપેલા સમાનતાનાં અધિકાર, અનુચ્છેદ 15માં ધર્મ અને જાતિના આધારે ભેદભાવ રોકવા અને અનુચ્છેદ 17માં છૂત-અછૂત દૂર કરવી જેવા મહત્વના મુદ્દાઓ પર સુનાવણી પાંચ જજોની બેન્યને હવાલે કરી હતી. આ મામલે 7 નવેમ્બર 2016ના રોજ કેરળ સરકારે સુપ્રીમ કોર્ટને સુચિત કર્યું હતું કે તેઓ આ મંદિરમાં કોઈ પણ ઉંમરની મહિલાઓના પ્રવેશના સમર્થનમાં છે.

November 14, 2018
vadtal.jpg
1min13270
પાંચ હજાર પદયાત્રીઓ સાથે રથમાં આવી રહેલા શ્રી હરિચરિત્રામૃતસાગર ગ્રંથનું આજે તા.16મી નવેમ્બર 2018ના રોજ સાંજે વડતાલમાં  
પૂષ્પવૃષ્ટિ સાથે ભવ્યાતિભવ્ય સ્વાગત !! 
     ————————————–
પ.પૂ.આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ
      તથા સંતો દ્વારા થશે વધામણાં ॥
          —————————-
        ❏ શ્રી હરિચરિત્રામૃતસાગર ❏
સ્વામિનારાયણ સંપ્રદાયનો હિન્દી સાહિત્ય માં આલેખાયેલો આ સૌથી મોટો અને
પ્રથમ મહાગ્રંથ છે..!! હિંદી સાહિત્યની
દ્રષ્ટિએ આ ગ્રંથ અદ્વિતીય છેઃ એટલું જ
નહિ રાષ્ટ્રિય એકતા તથા સાંપ્રદાયિક
એકતા સિધ્ધ કરતો મહા સેતુ છે..!!
    સ્વામિનારાયણ ભગવાનના સમકાલિન
નંદ સંત સદગુરુ આધારાનંદ સ્વામીએ
૫૯ વર્ષની વયે વડતાલની પ્રસાદીભૂત
સંત ધર્મશાળાના પૂર્વ તરફના છેડે આવેલ
ગોળ ઓરડા પ્રકારના બુરજમાં હિન્દી
ભાષામાં આ હરિચરિત્રામૃતસાગર ગ્રંથ
વિ.સં.૧૯૧૪, જેઠ સુદ-૮ ના રોજ લખવાની શરૂઆત કરી હતી.! આ ગ્રંથની
હસ્તપ્રતો પૂજ્ય જ્ઞાનજીવનદાસ સ્વામીએ
સંપાદિત કરી તેના પરથી આ તમામ પ્રકરણ પ્રતોને લેસર ટેકનોલોજી દ્વારા ટીટેનીયમ ધાતુમાં પેઝ રૂપે ઢાળી આખો
ગ્રંથ તૈયાર કરવામાં આવ્યો છે..!!

❏ વિશ્વનો આવો મોટો પ્રથમ ગ્રંથ જેનું વજન અધધધ…એક ટન !! ❏

     ——————————————

અગ્નિ બાળી શકે નહિ, પાણી ભીંજવી
શકે નહિ ! એટલું જ નહિ Long Life
ઓહોહોહો ! દસ હજાર વર્ષનું તેનું  આયુષ્ય.!!!
———————
   સંત, શાસ્ત્ર અને મંદિર એ તો સંસ્કૃતિના
આધારસ્થંભ છે અને એને લઇને સંસ્કૃતિ
ટકે છે એમ યુવા સંત શાસ્ત્રી પૂજ્ય
પૂર્ણવલ્લભદાસજીએ માહિતી આપતા
જણાવ્યું હતું. ” હરિ કે ચરિત્ર હરિ સ્વરૂપ
જાના….! ” ગ્રંથ એ ભગવાનનું સ્વરૂપ છેઃ
સદગુરુ પૂજ્ય જ્ઞાનજીવન સ્વામીએ શાસ્ત્ર સ્વરૂપ પરમાત્માની મોટી સેવા
કરી છેઃ
  આ હરિચરિત્રામૃતસાગર ગ્રંથ વડતાલમાં
રચાયો હોય તેથી વડતાલનો આ વૈભવી
ગ્રંથ વડતાલને જ અર્પણ કરવાનો પૂજ્ય
સ્વામીએ સંકલ્પ કર્યો હતો જે તા.૨૦ મી
ને મંગળવારે સવારે શુભમુહૂર્તે વડતાલને
અર્પણ થનાર છેઃ
       વડોદરા કારેલીબાગ સ્વામિનારાયણ
મંદિરેથી આ ગ્રંથને એક કલાત્મક રથમાં
પધરાવી તા. ૧૬ મીએ પદયાત્રા સાથે વડતાલ લવાશે અને તા.૧૯ મીએ
શોભાયાત્રા સાથે તેનો મહાઅભિષેક થશે.!! ગ્રંથની અર્પણવિધિ સમારંભમાં
ગુજરાતના અગ્રણી સાહિત્યકારો પણ
ઉપસ્થિત રહે તેવી સંભાવના છેઃ
      આ ભવ્ય સાગર સમર્પણ પદયાત્રા વડતાલ આવી પહોંચે ત્યારે પ.પૂ.આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ, બોર્ડના
ચેરમેન પૂજ્ય દેવપ્રકાશ સ્વામી, બોર્ડના સભ્યો, મુખ્ય કોઠારી પૂજ્ય ઘનશ્યામપ્રકાશદાસજી તથા પૂજ્ય નૌતમ સ્વામી સહિતના સંપ્રદાયના વિદ્વાન સંતો તથા સત્સંગીઓ વધામણાં કરશે
November 8, 2018
amit.jpg
1min14490

દિવાળીનો તહેવાર ઊજવવા માટે અમદાવાદમાં પોતાના ઘરે આવેલા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ 6 નવેમ્બર 2018ના રોજ અમદાવાદના મેમનગર વિસ્તારમાં સુભાષ ચોક ચાર રસ્તા પર આવેલા શ્રી ભીડભંજન હનુમાનજી મંદિરમાં અચાનક જ દર્શન કરવા ગયા હતા. જોકે મંદિરનાં દ્વાર બંધ હોવાથી અમિત શાહે બંધબારણેથી દાદાનાં દર્શન કરીને બારણા પર હાર ચડાવી આર્શીવાદ મેળવ્યા હતા. અચાનક અમિત શાહની મુલાકાતથી નાગરિકોમાં આશ્ચર્ય ફેલાયું હતું.

અમિત શાહ મોસ્ટ વીઆઇપી પર્સન હોઇ, આ મંદિરને ઇચ્છે તો પોતાના માટે ખોલાવી શક્યા હોત, પરંતુ, તેમણે એમ ન કરતા, મંદિરની બહારથી દર્શન કરવાનું મુનાસિબ માન્યું હતું.

નાગરિકોએ અમિત શાહ સાથે દિવાળીની શુભેચ્છાની આપ-લે કરી હતી અને પોતાના પસંદગીના નેતા સાથે સેલ્ફી પણ પડાવ્યો હતો.

November 1, 2018
dhanteras-1.jpg
1min9050

આઠમની સાથે જ દિવાળીના તહેવારનો પ્રારંભ થાય છે અને ધનતેરસથી પાંચ દિવસનો દિપ મહોત્સવ શરૂ થાય છે.

શું હોય છે ધનતેરસ?

દીપાવલીનો તહેવાર આજે ધનતેરસથી શરૂ થાય છે. ધનતેરસથી પંચ મહોત્સવનો આરંભ થઈ જાય છે. કઈ પણ ખરીદી કરવાનો આ શુભ દિવસ હોય છે. કાર્તિક મહિનાની કૃષ્ણ પક્ષની તેરસને ધનતેરસના નામથી ઓળખવામાં આવે છે આ વર્ષે 5 નવેમ્બર 2018 સોમવારે આવશે. હિન્દૂ માન્યતાઓના અનુસાર સમુદ્ર મંથન દરમિયાન આ દિવસે ભગવાન ધનવંતરિ કળશમાં અમૃત લઈને પ્રગટ થયા હતા. સાથે એવું પણ માનવામાં આવે છે કે એ દિવસે વાસણ અથવા સોના-ચાંદીના ઘરેણાં ખરીદી શકાય છે એ દિવસે ઘરેણાં અને વાસણની ખરીદીથી ધનમાં 13 ટકા વૃદ્ધિ થાય છે. ધનતેરસના દિવસે માતા લક્ષ્મીની સાથે કુબેરની પણ પૂજા કરવામાં આવે છે.

જાણો આ તહેવારનું મહત્વ

આ દિવસે કોઈ પણ પ્રકારનો વ્યવસાય નથી થતો. આવું કરવાથી વર્ષભર ધનની દેવી લક્ષ્મી રિસાઈ જાય છે અને વ્યવસાયમાં વૃદ્ધિ નથી થતી. ધર્મગ્રંથે ઉલ્લેખ કર્યો છે કે ધનતેરસ પર નવું વાસણ લાવવાથી સૌભાગ્ય અથવા સમૃદ્ધિમાં વધારો થાય છે. આ વર્ષે સોમવારે આવેલા ધનતેરસ અત્યંત શુભ છે, આ દિવસે ધન એકત્ર કરીને જેનું પોતાનું ઘર નથી એ પણ પોતાનુ ઘર બનાવી શકે છે. ધનતેરસના દિવસે જ યમરાજની પણ પૂજા કરવામાં આવે છે. પૂરા વર્ષમાં એક માત્ર એ દિવસ છે જ્યારે મૃત્યુના દેવતા યમરાજની પૂજા કરવામાં આવે છે. આ પૂજા દિવસમાં નહીં રાતે કરવામાં આવે છે. એના માટે રાતે યમના નિમિત્ત એક દિવો પ્રગટાવવામાં આવે છ. લોટનો દીવો પેટાવી ઘરના મુખ્ય દ્રાર પર રાખો અને એની પૂજા કરો એવી માન્યતા છે કે આવું કરવાથી પરિવારમાં અકાળ મૃત્યુનો ભય નથી રહેતો.

એટલે ઉજવાય છે ધનતેરસ

એવી પણ માન્યતા છે કે ધનતેરસના દિવસે ખરીદી કરવાથી દરિદ્રતા દૂર થાય છે માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે દીવો પ્રગટાવાથી ખરીદી કરેલી વસ્તુનો વધારો થાય છે સંયુક્ત પરિવારમાં લાવવામાં આવેલી નવી વસ્તુ એકતા અને સમૃદ્ધિ પ્રદાન કરે છે. ધનતેરસ પર કરેલું રોકાણ ભવિષ્યમાં ફાયદાકારક છે. આ સમુદ્ર મંથનમાથી નીકળેલા 14 રત્નોમાંથી એક ધનવંતરિ પણ છે અને સ્વાસ્થય, સમતાન અથવા સમૃદ્ધિનું પણ પ્રતિક છે ધનતેરસ. ધનતેરસ ધનની સાથે સાથે તબિયતની સમૃદ્ધિ માટે પણ ઉજવવામાં આવે છે. આ તેહવારને ધનવંતરિ જયંતીના નામથી ઓળખવામાં આવે છે.

October 29, 2018
gurupushya_naxatra.jpg
1min7080

આસો વદ સપ્તમી, તા.૩૧મી ઓક્ટોબરના રોજ જ્યોતિષશાસ્ત્ર અનુસાર બળવાન એવું પુષ્ય નક્ષત્ર છે. વિક્રમ સંવત-૨૦૭૪નું અંતિમ પુષ્ય નક્ષત્ર હોવાથી આ દિવસે મોટી સંખ્યામાં નૂતન વર્ષ માટેની ખરીદી પણ કરવામાં આવશે. ભારતીય પરંપરામાં શુકન માટે પણ આ દિવસે સોના-ચાંદી-ઝવેરાતની ખરીદી કરવામાં આવતી હોય છે અને તે અનુસાર શ્રદ્ધાળુઓ સોના-ચાંદીની ખરીદી કરશે. ખાસ કરીને મંત્રની સિદ્ધિ માટે પણ આ પુષ્ય નક્ષત્રનું સવિશેષ મહત્ત્વ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર તા.૩૧મીએ સવારે ૧૧.૧૧ મિનિટ સુધી રાજયોગ પણ થઈ રહ્યો છે તથા માલવ્ય યોગનું પણ નિર્માણ થઈ રહ્યું છે. માટે જ નવા કાર્યોનો પ્રારંભ કરવા માટે પણ સર્વોત્તમ માનવામાં આવે છે. અનેક અશુભતાઓને દૂર કરનારું બળવાન પુષ્ય નક્ષત્ર છે. જે કોઈપણ વ્યક્તિને વારંવાર અસફળતા મળતી હોય અથવા વિલંબ સાથે કાર્ય થતાં હોય તેઓએ પણ આ દિવસે નવા કાર્યનો પ્રારંભ કરવામાં આવે તો તેમાં સફળતા મળી શકે છે.

પુષ્ય નક્ષત્રનો દિવસ આયુર્વેદશાસ્ત્રજ્ઞાતાઓ, મંત્રસાધકો અને ઉપાસકો માટે પણ એટલો જ મહત્ત્વનો માનવામાં આવે છે. ઔષધને સિદ્ધ કરવા માટે, મંત્રોની સિદ્ધિ માટે કે અનુષ્ઠાનની સફળતા માટે પણ આ દિવસે ગુરુ દ્વારા અપાયેલા માર્ગદર્શન અનુસાર ઉપાસના કે આરાધના કરવામાં આવતી હોય છે. લક્ષ્મીજીની કૃપા મળે તે માટે પણ જાપ કરવામાં આવતો હોય છે.

October 24, 2018
ram_mandir.jpg
1min12610

ઇલેક્શનનો મુદ્દો બનશે અયોધ્યા, અયોધ્યામાં મંદિર નિર્માણનો ઘટનાક્રમ રાતોરાત તેજ થઇ ગયો

  • VHPએ પથ્થરોથી ભરેલા 70થી વધુ ટ્રક મંગાવ્યા અને મંદિર નિર્માણ માટે કારિગરો સાથે પણ વાતચીત ચાલી રહી છે
  • આરએસએસના સ્થાપના દિવસના અવસર પર સંઘ પ્રમુખ મોહન ભાગવતે રામ મંદિરનો મુદ્દો ઉઠાવતા
  • આંગતુક અને પર્યટક કારસેવકપુરમ તરફ જઇ રહ્યા છે જ્યાં તેમનું સ્વાગત સ્થાનિક પૂજારીઓ અને ભક્તો દ્વારા સ્વાગત
  •  29 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટમાં રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ બનાવવા પર સુનાવણી થશે

આર.એસ.એસ.ના સ્થાપના દિને મોહન ભાગવતે અયોધ્યા ખાતે રામમંદિર નિર્માણ થવું જ જોઇએ એવું સ્ટેટમેન્ટ શું કર્યું, અયોધ્યા સાઇટ પર રામ મંદિર નિર્માણની ગતિવિધિ રાતોરાત તેજ થઇ જવા પામી છે. ભાજપ વિરોધીઓ કહે છે કે સ્ટેટ ઇલેકશન ચાલી રહ્યા છે અને લોકસભાનું ઇલેકશન માથે આવીને ઉભું છે એટલે માઇલેજ લેવા માટે અયોધ્યા રામ મંદિરના મુદ્દાને છંછેડીને પોલિટીકલ માઇલેજ લેવાની આખી ગેમ શરૂ કરી દેવામાં આવી છે. બીજી તરફ, ભાજપના સહયોગી ગણાતા વિશ્વ હિન્દુ પરિષદએ તો મંદિર નિર્માણ માટે જરૂરી પત્થરોના ઓર્ડર આપી દીધા છે અને તેની ડિલિવરી માટે ટ્રકો નીકળી ચૂકી હોવાના ફોટોગ્રાફ વાઇરલ કરવામાં આવી રહ્યા છે.

વીએચપીના ઇન્ટરનેશનલ ઉપાધ્યક્ષ ચંપત રાયે જણાવ્યું હતું કે, ઝડપથી કામ શરૂ કરવા માટે મોટા પ્રમાણમાં પથ્થર અને કારિગરોની જરૂર છે. તેમણે જણાવ્યું હતું કે, હવે હમે પીછેહઠ કરીશું નહી, આ સત્યની વિજય માટેની લડાઇ છે. અમે સુપ્રીમના આદેશની રાહ જોઇ રહ્યા છે.

દરમિયાન એવી પણ માહિતી જાણવા મળી છે કે રામ મંદિરના મુદ્દે આગામી તા.29મી ઓક્ટોબર 2018ના રોજ સુપ્રીમ કોર્ટમાં યોજાનારું હિયરિંગ અત્યંત મહત્વનું થઇ પડશે.

બાબરી મસ્જિદના મુખ્ય પક્ષકાર ઇકબાલ અન્સારી આ વાતથી નાખુશ છે. તેમણે જણાવ્યું હતું કે, કેસ હજુ સુપ્રીમમાં ચાલી રહ્યો છે જેથી સરકારે વીએચપીને આગળ આવતા રોકવી જોઇએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે પણ ચૂંટણી નજીક આવે છે, ત્યારે વીએચપી આ પ્રકારે ઉથલપાથલ મચાવે છે.

October 23, 2018
Sharad_Purnim.png
1min10680

ભારતીય સંસ્કૃતિના અનેક શાસ્ત્રોમાં કરાયેલા નિર્દેશ અનુસાર શરદ પૂનમની મધ્યરાત્રિ બાદ માતા મહાલક્ષ્મી પોતાના વાહન ઘુવડ પર બેસીને ધરતીની સુંદરતાનો આનંદ લે છે. તેઓ પૃથ્વીનો વિહાર કરતા હોવાની ચર્ચા દરેક ગ્રંથોમાં જોવા મળે છે. આ દિવસે દેશના અનેક વિસ્તારોમાં લક્ષ્મી પૂજનનો મહિમા હોય છે.

11

શરદ પૂનમની રાત સૌથી અજવાળી રાત હોય છે. ચંદ્રની રોશનીમાં જાણે ધરતી પણ ચાંદીની દેખાય છે. લાગે છે જાણે ચોમાસા બાદ કુદરત સ્વચ્છ અને નયનરમ્ય થઈ ગઈ છે. કહેવાય છે કે આ ચાંદનીમાં માતા લક્ષ્મી પૃથ્વીની મુલાકાતે આવે છે.

શરદ પૂનમ આવતીકાલ તા.24 ઓક્ટોબર 2018ને બુધવારે છે.

12

શરદ પૂનમે થયો હતો માતા લક્ષ્મીનો જન્મ 

1. માન્યતા છે કે માતા લક્ષ્મીનો જન્મ શરદ પૂનમના દિવસે થયો હતો. એટલે જ દેશના કેટલાક ભાગમાં શરદ પૂનમના દિવસે લક્ષ્મી પૂજન પણ થાય છે.

13

શરદ પૂનમના દિવસે રાસલીલા

2. દ્વાપર યુગમાં ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થયો. ત્યારે માતા લક્ષ્મી પણ રાધા રૂપે અવતર્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાની આ અદભૂત રાસલીલાનો પ્રારંભ શરદ પૂર્ણિમાના દિવસે થયો હોવાની માન્યતા છે.

કુમાર કાર્તિકેયનો જન્મ 

3. શિવ ભક્તો માટે પણ શરદ પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે. માન્યતા છે કે ભગવાન શિવ અને માતા પાર્વતીના પુત્ર કુમાર કાર્તિકેયનો જન્મ પણ શરદ પૂનમના દિવસે થયો હતો. જેને કારણે શરદ પૂનમને કુમાર પૂર્ણિમા પણ કહેવાય છે. પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં આ દિવસે કુંવારિકાઓ સ્નાન કરીને સૂર્ય અને ચંદ્રની પૂજા કરે છે. માન્યતા છે કે આમ કરવાથી યોગ્ય પતિ મળે છે.

October 23, 2018
ganesh.jpg
1min7930

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં આવેલા ઢાંક ગામ એક એવું ગણેશ મંદિર છે, જ્યાં પત્ર લખવાથી પૂરી થાય છે બાધા

pujari

“ગણપતિ દાદા,

જય ભારત સાથે જણાવવાનું કે અમારા નાના દિકરાના લગ્નનું ગોઠવાય ગયું છે, પણ મોટોનો મેળ પડતો નથી, આપ અંતર્યામી છે, ઝડપથી મોટાનું ગોઠવાય એવું કરી આપશો, આપનો પરમ ભક્ત ……..”

આવા તો સેંકડોની સંખ્યામાં હસ્ત લિખિત પત્રો દરરોજ ગણપતિ મહારાજ સુધી પહોંચે છે.

સૌરાષ્ટ્રમાં એવી લોકવાયકા અને માન્યતા પ્રબળ બની છે કે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં આવેલા ઢાંક ગામ ભગવાન પત્રો દ્વારા ભક્તોની વાત સાંભળે છે. ઉપલેટા તાલુકામાં આવેલા ઢાંક ગામના ગણેશ મંદિરમાં ભગવાન પત્રો દ્વારા ભક્તોની માનતા પૂરી કરે છે. ગામના બસસ્ટેન્ડ પાસે જ એક ગણેશ મંદિર છે. આ મંદિરમાં ગણેશજી ભક્તોની પ્રાર્થના પત્ર દ્વારા સાંભળે છે.

છેલ્લા 27 વર્ષથી ઢાંકના ગણપતિ મંદિરમાં આ પરંપરા ચાલી આવે છે. હવે તો આ પરંપરાના કારણે જ ઢાંકનું ગણપતિ મંદિર જાણીતું બન્યું છે. સામાન્ય રીતે ભક્તો ભગવાનને પ્રાર્થના કરવા માટે મંદિરે જાય, હાથ જોડીને પ્રાર્થના કરે, બાધા આખડી રાખે. પરંતુ ઢાંકના ગણપતિ મંદિરની બાધા આખડી રાખવા માટે મંદિર સુધી જવાની જરૂર જ નથી. કારણ કે અહીં બિરાજેલા ગણપતિ પત્ર દ્વારા જ તમારી વાત સાંભળી લે છે.

ganpati

મંદિરના પૂજારી ભરતગિરી ગોસ્વામી કહે છે કે,’આ પરંપરા તેમના પિતા દયાગીરીજીના સમયથી ચાલી આવે છે. શરૂઆતમાં લોકો આશીર્વાદ મેળવવા માટે સગાઈ કે લગ્નની કંકોત્રી મોકલતા. ક્યારેક પોતાનું કામ પુરુ થાય તે માટે બાધા રાખતા. ધીરે ધીરે લોકોએ પત્ર દ્વારા ભગવાનને વીનવવાની શરૂઆત કરી. લોકોની માનતા પૂરી થઈ. અને આ ચીલો શરૂ થયો.’

આજે ઢાંકના આ ગણપતિ મંદિરમાં રોજના 50 પત્રો આવે છે. ગણેશોત્સવ દરમિયાન આ આંકડો 150 સુધી પણ પહોંચે છે. જેમાં ભક્તો પોતાની માનતા લખે છે. આ પત્રો આવે એટલે પૂજારી ભરતગિરી ગોસ્વામી તેને એક્ઠા કરીને ગણેશજીની મૂર્તિ સામે ઉભા રહી વાંચી સંભળાવે છે, અને ભક્તોને મદદ કરવા વિનંતી કરે છે.

સામાન્ય રીતે દરેક મંદિરમાં ગણપતિની મૂર્તિ પાસે જ મૂષકરાજ પણ હોય. પરંતુ ઢાંકના ગણેશ મંદિરમાં ગણપતિજી સિંહ પર બિરાજમાન છે. અને સિંહના વાહન ધરાવતા ગણપતિનું મંદિર ગુજરાતમાં આ એક માત્ર છે.