CIA ALERT

આધ્યાત્મિક Archives - Page 33 of 37 - CIA Live

September 7, 2018
paryushan-1.jpg
1min15980

અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં પર્યુષણનો આરંભ થઇ ગયો હતો. જૈન સમુદાયમાં ભારે મહાત્મ્ય ધરાવતા અને પર્વાધિરાજ કહેવાતા પર્યુષણનો અમદાવાદ સહિત રાજ્યભરનાં નાના મોટા દેરાસરોમાં ઉજવણી સાથે જ તપ, સાધના, આરાધનાનો દોર જામ્યો હતો. ભગવાન મહાવીરને ફૂલ, રૂ, રેશમી દોરાવી માંડીને સોનું, હીરા, મોતીની આપર્ષ આંગી કરાયા હતા શહેરના તમામ સંદો, ઉપાશ્રયોમાં સાધુ-સાધ્વીઓની હાજરીમાં મહાપર્વનો ઉજવણીની રોનક છવાઇ હતી.

જૈન સમુદાયમાં આજથી એટલે કે, 6 સપ્ટેમ્બરથી 13મી સપ્ટેમ્બરના ગુરુવાર સુધી પવાર્ધિરાજ પર્યુષણ ચાલશે. જૈનોમાં આ સૌથી મોટું 8 દિવસનું પર્વ હોય છે. દર વર્ષ ચાતુર્માસમાં ઊજવાતા પર્યુષણના અંતિમ દિવસને સંવત્સરી કહેવાય છે. સાત દિવસ સાધના અને આઠમનો અંતિમ દિવસ સિદ્વિનો માનવામાં આવે છે. દરમિયાન આજથી શરૂ થયેલા પર્યુષણના પર્વમાં દેરાસરો, ઉપાશ્રયો, સંઘોમાં સવારથી મોડી સાંજ સુધી તેની રોનક જોવા મળી હતી. આજના પર્વને લઇને શહેરના દેરાસરોમાં સવારે 5 વાગ્યાથી પ્રતિક્રમણ, ભક્તામર સ્ત્રોતનું પઠન ચાલુ થઇ ગયુ હતું. મોટેરાઓ આઠ દિવસના પૌષધ સાથે જ સાધુ જીવન પાળશે. આ સિવાય વિવિઘ સંધોમાં સિદ્વિતપ, શ્રેણી તપનું પણ આયોજન કરાયું છે.

આજના દિવસે સંધો, ઉપાશ્રયોમાં સવારથી વ્યાખ્યાન, બપોરે દેવવંધન બાદ સાંજે પ્રતિક્રમણ અને રાત્રિએ ભક્તિબાવના કરાઇ હતી. જોકે, પર્યુષણના આજના દિવસે પ્રભુ મહાવીરને આકર્ષક આંગીથી શણગારવાનો મહિમા હોય. હવે સંવત્સરી સુધી રોજે રોજ ફૂલ, રૂ, રેશમી દોરા, સોનું, હીરા-માણેક, મોતીની આંગી કરાઇ હતી.

September 3, 2018
badrinarayan.jpg
1min15940

જયેશ બ્રહ્મભટ્ટ

આજરોજ તા.3 સપ્ટેમ્બર 2018ને ગુજરાતી માસ પ્રમાણે પવિત્ર શ્રાવણ મહિનાનો સોમવાર અને સપ્ટેમ્બરમાં જન્માષ્ટમીનો સંયોગ ૨૭ વર્ષે થઈ રહ્યો છે. આજે તા.૩ સપ્ટેમ્બર 2018, વિક્રમ સંવત-૨૦૭૪ની જન્માષ્ટમી ‘રાજયોગ’યુક્ત બની રહી છે ત્યારે દેવાધિદેવ મહાદેવજી અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણની વિશિષ્ટ ઉપાસનાનો વિશિષ્ટ દિવસ પણ બની રહ્યો છે. આજે સવારથી જ શહેરના શિવાલયોમાં ‘ઓમ્ નમ: શિવાય’ અને રાત્રે શ્રીકૃષ્ણ જન્મોત્સવ સમયે ‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી’નો જયઘોષ ગાજી રહ્યા છે. પવિત્ર શ્રાવણ માસનો આજે છેલ્લો સોમવાર અને ગોકુળ અષ્ઠમીનો તહેવાર એક સાથે હોઇ આજે વહેલી પરોઢ એટલે કે રાત્રે 3 વાગ્યાથી જ ભાવિકો ભગવાનમય બની ગયા હતા. આજે સવારનો સમય શિવાલયોમાં હકડેઠઠ માનવ મેદની ઉટી પડી હતી અને સાંજ પછી મધરાત સુધી ક્રૃષ્ણ મંદિરોમાં લોકોની ભીડ જોવા મળશે.

પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે શહેરના શિવાલયોમાં શિવજીની આરાધના માટે ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. જે મંદિરોમાં શ્રાવણ માસ દરમિયાન દરરોજ પૂજા થતી હતી એ મંદિરોમાં આજે છેલ્લા સોમવારે ભગવાન શિવ અને પરિવારને અલૌકિક શણગાર કરવામાં આવ્યો હતો.

બદરીનારાયણ મંદિરમાં સાઇ કોર્પોરેશનના સભ્યોની નિત્ય શિવપૂજા

શહેરના અડાજણ વિસ્તારમાં બદ્રીનારાયણ મંદિરમાં દૈનિક પૂજા કરતા નાનપુરા, સાઇ કોર્પોરેશન ગ્રુપના સભ્યોએ આજે શિવજીની શોડષોપચાર પૂજા ઉપરાંત શિવલિંગનો ફુલોનો અનોખો શણગાર કર્યો હતો. જે તસ્વીરમાં દ્રશ્યમાન છે. છેલ્લા ઘણા વર્ષોથી બદરીનારાયણ મંદિરમાં શ્રી સાઇ કોર્પોરેશનના સભ્યો શ્રી અશોકભાઇ રાંદેરીયાના વડપણ હેઠળ શ્રી બિરજુ મહારાજના સાનિધ્યમાં શિવ પૂજન કરી રહ્યા છે. શ્રાવણ માસમાં નિત્યક્રમ અનુસાર સવારે 4.30 કલાકથી અહીં શિવપૂજા શરૂ કરી દેવામાં આવે છે.

(અડાજણના બદ્રીનારાયણ મંદિરમાં રોજેરોજ પૂજા કરતા સાઇકોર્પોરેશન ગ્રુપના સભ્યોએ શ્રાવણ માસના છેલ્લા સોમવારે શિવજીને મનોરમ્ય શણગાર કર્યો હતો એ વેળાની તસ્વીર)

પાલના એકલિંગી મહાદેવ મંદિરમાં સવાલાખ પાર્થેશ્વર શિવલિંગનું નિર્માણ અને પૂજા

શહેરના પાલ વિસ્તારમાં આરટીઓની બાજુમાં આવેલા શ્રી એકલિંજી મહાદેવ મંદિર અન્નપૂર્ણા માતા મંદિર તથા સિદ્ધિવિનાયક મંદિર
સૂર્ય દેવ સ્વરૂપે પાર્થેશ્વર શિવલિંગનું નિર્માણ સમગ્ર શ્રાવણ માસ દરમિયાન રોજેરોજ કરવામાં આવે છે. શ્રાવણ માસ દરમિયાન રોજેરોજ 4500 પાર્થેશ્વર શિવલિંગનું નિર્માણ કરીને શ્રાવણ માસની પૂર્ણાહૂતિ સુધીમાં સવા લાખ શિવલિંગનું  નિર્માણ કરીને તેની પૂજા કરવામાં આવે છે. પ્રસ્તુત તસ્વીરમાં તા.2 સપ્ટેમ્બરના રોજ નિર્માણ કરાયેલા પાર્થેશ્વર શિવલિંગની પૂજા દ્રશ્યમાન છે. અહીં ભાવિકો દરરોજ સવારે 9થી રાત્રે 6 સુધી દર્શન કરી શકે છે.

મંદિર પરિસરના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી નીતિનભાઇ મહેતાએ જણાવ્યું હતું કે શ્રી એકલિંજી મહાદેવ મંદિર અન્નપૂર્ણા માતા મંદિર તથા સિદ્ધિવિનાયક મંદિરમાં પવિત્ર શ્રાવણ માસના પુનિત પર્વે સવા લાખ શિવ પાર્થેશ્વર ચિંતામણિ મહાઅનુષ્ઠાનનો કાર્યક્રમ હાલ ચાલી રહ્યો છે. શાસ્ત્રોમાં આ પૂજાનો ખૂબ મહિમા લખાયો છે અને આ એક કપરું ધાર્મિક કાર્ય છે. મંદિર પરિસરમાં સફળતાપૂર્વક પૂજા ચાલી રહી છે અને મોટી સંખ્યામાં ભાવિકો સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી દર્શનાર્થે આવી રહ્યા છે.

આ કાર્યક્રમની પૂર્ણાહૂતિ તા.9મી સપ્ટેમ્બર 2018ના રોજ રવિવારે સાંજે પાંચ વાગ્યે યોજાશે.

 

અડાજણ રામેશ્વર મહાદેવ મંદિરમાં દૈનિક શિવપૂજા

એવી જ રીતે અડાજણ રામજી ઓવારા સ્થિત રામેશ્વર મહાદેવ મંદિરમાં પણ દૈનિક શિવપૂજા થાય છે. શનિવારે પંચ વક્ત્ર પૂજા કરવામાં આવી હતી. મંદિરના પૂજારી શ્રી પ્રકાશભાઇ શુક્લએ જણાવ્યું હતું કે આજે શ્રાવણ માસના અંતિમ સોમવારની પૂજા રાત્રે આઠ વાગ્યે અને એ પછી રાત્રે 10.30 કલાકથી જન્માષ્ટમની પૂજા અને ક્રૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે.

(અડાજણના રામજી ઓવારે આવેલા રામેશ્વર મંદિરમાં રોજેરોજ શિવપૂજા થાય છે રવિવાર તા.2 સપ્ટેમ્બરના રોજ લેવાયેલી આ તસ્વીર)

સવારથી જ મટકીફોડ કાર્યક્રમો પણ શરૂ

બીજી તરફ સવારે 10 વાગ્યાથી જ શહેરના ગોવિંદા મંડળીઓ દ્વારા પોતપોતાના વિસ્તારોમાં મટકી ફોડ કાર્યક્રમો શરૂ કરી દેવામાં આવ્યા છે. શહેરમાં દર વર્ષો વધુને વધુ લોકો પોતાના ઘર, ઓફિસ વગેરે સ્થળોએ મટકીઓ બંધાવીને ગોવિંદા કાર્યકરો પાસે તેને ફોડાવે છે. આ વર્ષે પણ વિક્રમી સંખ્યામાં મટકીઓ બંધાવડાવવામાં આવી હોવાની માહિતી મળી છે.

 

September 1, 2018
shiva.jpg
1min5940

ભારત અને નેપાળે બિહારના રાક્સુલ શહેર અને નેપાળના કાઠમંડુને જોડતી રેલવે લાઇન માટેના એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં નેપાળના પ્રવાસે છે. તેમણે નેપાળના વડા પ્રધાન કે. પી. શર્મા ઓલી સાથે દ્વિપક્ષીય સંધિના તમામ મુદ્દા પર ચર્ચા કરી હતી. આ ઉપરાંત મોદી અને ઓલીએ યાત્રાળુઓ માટેની ૪૦૦ ખાટલાની નેપાળ-ભારત મૈત્રી પશુપતિ ધરમશાળાનું ઉદ્ઘાટન કર્યું હતું. મોદી અને ઓલી વચ્ચે આ વર્ષમાં આ ત્રીજી મીટિંગ છે. એપ્રિલ મહિનામાં ઓલીની ભારત મુલાકાત દરમિયાન તેઓ પહેલી વાર મળ્યા હતા. ત્યાર બાદ વડા પ્રધાન મોદીની મે મહિનામાં નેપાળ મુલાકાત દરમિયાન તેઓ મળ્યા હતા.

‘અમે ભારત-નેપાળ સંબંધોની વિવિધ બાબતો અંગે ચર્ચા કરી હતી. બંને દેશોના આર્થિક, વેપારી અને સાંસ્કૃતિક સંબંધો મજબૂત બનાવવા અંગે અમે ચર્ચા કરી હતી,’ એમ મોદીએ જણાવ્યું હતું. રાક્સુલ અને કાઠમંડુ વચ્ચે રેલવે લાઇનને કારણે બંને દેશના લોકોની અવરજવરમાં અને માલસામાનની હેરફેરમાં સરળતા રહેશે એમ વિદેશ વ્યવહાર મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે જણાવ્યું હતું.

August 31, 2018
tarun.jpg
1min9340

Date 01 September 2018

51 વર્ષીય ક્રાંતિકારી રાષ્ટ્રસંત મુનિ તરુણસાગરજીએ તા.1 સપ્ટેમ્બર, 2018ના રોજ દિલ્હી ચાતુર્માસ અંતર્ગત સવારે 3.11 મિનિટે અંતિમ શ્વાસ લીધો હતો. તેઓનાં દેવલોકગમનનાં સમાચાર મળતાં જ સમગ્ર દેશમાં રહેલાં તેઓનાં ભક્તોમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. ભક્તો દિલ્હી પણ પહોંચી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં તેઓએ વર્ષ 2003 અને 2012માં ચાતુર્માસ કર્યા હતા.

તરુણ સાગર મહારાજના દેવલોકગમન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને દુખ વ્યક્ત કર્યું હતું. છેલ્લા ઘણાં સમયથી તેમની તબિયત નાદુરસ્ત હતી, પરંતુ છેલ્લા બે-ત્રણ દિવસથી દિન-પ્રતિદિન સ્વાસ્થ્ય કથળી રહ્યું હતું. આજે સવારે દિગમ્બર જૈન મુનિઓની ઉપસ્થિતિમાં તેઓએ અંતિમ શ્વાસ લીધો હતો.

 

News Published on 31 August 2018
તીખા પ્રવચન અને કડવી વાતો કહેવા માટે જાણીતા જૈન મુનિ પૂ.શ્રી તરુણ સાગર મહારાજની તબિયત વધુ ખરાબ થતાં જૈન સંપ્રદાયોમાં નિરાશાની લાગણી પ્રવર્તી ઉઠી છે. તેઓ કમળાની બિમારી અંગે તબીબી સારવાર લેવાની વાત ઠુકરાવી ચૂક્યા છે.
જૈન મુનિ તરુણ સાગર મહારાજની તબિયત લથડી , ખોરાકમાં કર્યો ઘટાડો
જાણીતા જૈન મુનિ તરુણ સાગર મહારાજની હાલત નાજુક થઇ છે. દિલ્હીની મૈક્સ હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેમના સ્વાસ્થ્યમાં કોઈ સુધારો નથી થઈ રહ્યો. ડોક્ટર્સે જણાવ્યું કે 20 દિવસ પહેલા કમળાની અસર દેખાતા તરુણ સાગર મહારાજને મૈક્સ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. પરંતુ સારવાર બાદ પણ તેમના સ્વાસ્થ્યમાં કોઈ સુધારો જોવા નથી મળી રહ્યો.
29મી ઓગસ્ટ 2018ના રોજ તેમણે વધુ સારવાર કરાવવાની ના પાડી દીધી હતી અને તેઓ પોતાના અનુયાયીઓ સાથે તા.30મીને ગુરુવારે સાંજે કૃષ્ણાનગર (દિલ્હી) સ્થિત રાધાપુરી જૈન મંદિર ચાતુર્માસ સ્થળે આવી પહોંચ્યા હતા. આચાર્ય ડૉ.લોકેશ મુનિએ તરૂણ સાગર મહારાજની મુલાકાત લીધી હતી. ત્યારબાદ મળેલી માહિતી મુજબ તરૂણ સાગરજીએ આજે આહાર-પાણી પણ લીધા છે.
તરુણ સાગર મહારાજ તીખા પ્રવચન અને કડવી વાતો કરવા માટે જાણીતા છે. હાલમાં જ તેમણે સરકારને બે બાળકોના નિયમને લાગુ કરવાનો આગ્રહ કર્યો હતો. પત્રકારોને તેમણે જણાવ્યું હતું કે બેથી વધુ બાળકો ધરાવતા દરેક વ્યક્તિ વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ. તેમણે જણાવ્યું કે આ નીતિ તમામ જાતિ અને ધર્મના લોકો પર લાગુ થવી જોઈએ.
તરૂણ સાગરનું અસલી નામ પવન કુમાર જૈન છે. તેમનો જન્મ 26 જૂન 1967ના રોજ મધ્યપ્રદેશના દામોહ જિલ્લામાં ગુહજી ગામમાં થયો હતો. તેમની માતાનું નામ શાંતિબાઇ અને પિતાનું નામ પ્રતાપ ચંદ્ર હતું. તેમણે 8 માર્ચ 1981ના રોજ ઘર-સંસારનો ત્યાગ કરી સંન્યાસ ધારણ કર્યો હતો.
https://youtu.be/39upQQT0PNA
August 27, 2018
shiv_pooja_abhishek3_2932898-m.jpg
1min6040

આજે શ્રાવણ માસના ત્રીજા સોમવારે રક્તચંદનનો ચાંલ્લો કરેલા ૧૦૮ બીલીપત્ર શિવલિંગને અર્પણ કરવા અતિ ઉત્તમ

તા. ૨૭મી ઓગસ્ટ 2018ને આજે પવિત્ર શ્રાવણ માસનો ત્રીજો સોમવાર છે. આજના દિવસે ભગવાન ભોળાનાથની આરાધના કરવા તેમજ કૃપા મેળવવાનો ઉત્તમ દિવસ હોવાનો ઉલ્લેખ શાસ્ત્રોમાં કરાયેલો છે. આજના દિવસે શિવાલયમાં જઈને જળાભિષેક, બીલીપત્રાભિષેક કરવામાં આવે છે.

આજે તા.27મી ઓગસ્ટ 2018થી મકર રાશિમાં કેતુ સાથે રહેલો વક્રી ભ્રમણ કરી રહેલો મંગળ માર્ગી બની રહ્યો છે. આ દિવસે એક અનુભવસિદ્ધ પ્રયોગ પણ કરી શકાય છે. રક્તચંદનનો ચાંલ્લો કરેલાં ૧૦૮ બીલીપત્ર શિવજીને અર્પણ કરવા જોઈએ. ૧૦૮ બીલીપત્ર આ રીતે અર્પણ કરવાથી અનેક સંકટોમાંથી રાહત મળે છે. સાથોસાથ ‘ઓમ્ નમ: શિવાય’ મંત્રનો જાપ કરવો જોઈએ. આ દિવસે દેશીના ગાયનું દૂધ, એક મુઠ્ઠી કાળા તલ મિશ્રિત જળ સાથે પણ શિવલિંગ પર અભિષેક કરવામાં આવે તો પણ આરોગ્યની પ્રાપ્તિ અને અકસ્માત-સંકટોમાંથી રક્ષણ મળી રહે છે.

 

August 27, 2018
amarnath-yatra.gif
1min7720

મુદ્રના સ્તરથી ૧૪,૫૦૦ ફૂટ ઊંચે આવેલી અમરનાથ ગુફામાં સ્વયંભૂ હિમલિંગની પૂજાઅર્ચના, દર્શન કરવા માટે યોજાતી વાર્ષિક અમરનાથ યાત્રા શ્રાવણી પૂનમના દિને છડી મુબારક નામક વિધિ સાથે સંપન્ન થઈ હતી. રવિવારે તા.26મી ઓગસ્ટ 2018ના રોજ પૂર્ણિમા અને રક્ષા બંધનના દિને અંદાજે ૧૫૦ શ્રદ્ધાળુઓએ ગુફાના દર્શન કર્યા હતા. બે માસની અમરનાથ યાત્રામાં અંદાજેે ૨.૮૫ લાખ ભક્તોએ હિમલિંગના દર્શન કર્યા હતા. આ ફેરે અમરનાથ યાત્રામાં ૩૪ શ્રદ્ધાળુ મૃત્યુ પામ્યા હતા. છડી મુબારકની અમરનાથની પવિત્ર ગુફામાં સ્થાપના સાથે યાત્રાની સમાપ્તી થઇ હતી. વર્ષ ૨૦૧૭માં અમરનાથ યાત્રા કરનાર ભાવિક ભક્તોની સંખ્યા ૨.૬૦ લાખ હતી તેમ જ વર્ષ ૨૦૧૨માં ૬.૨૧ લાખ હતી.

આ વખતે ખરાબ મોસમ અને કાશ્મીરના સંજોગો જોતાં અમરનાથ યાત્રામાં ઓછા યાત્રાળુ આવ્યા હતા.

ઉત્તર ભારતમાં શ્રાવણ માસ પૂરો થવા અવસરે પવિત્ર ‘છડી મુબારક’ને રવિવારે તા.26મી ઓગસ્ટ 2018ના રોજ અમરનાથ ગુફામાં સ્થાપિત કરવામાં આવી હતી. દશનામી અખાડાના મહંત દીપેન્દ્ર ગીરીના નેજાં હેઠળ સાધુઓનું એક દળ શ્રીનગરના દશનામી અખાડાથી નીકળ્યું હતું. પૂજાઅર્ચના બાદ છડી મુબારકને ફરીથી તે અખાડામાં જ સ્થાપિત કરી દેવાયું હતું. ‘બર્ફાની બાબા કી જય,’ ‘જય બાબા અમરનાથ બર્ફાની, ભૂખે કો અન્ન, પ્યાસે કો પાની’,‘બમ બમ ભોલે’ અને ‘હર હર મહાદેવ’ના ગગનભેદી પોકારોથી વાતાવરણ ગુંજી ઊઠ્યું હતું.

August 26, 2018
rudraksh-1280x854.jpg
3min23190
દેવકાળની વાત છે ભગવાન શિવ મનને સંયમમાં રાખીને હજારો વર્ષોથી ઘોર તપશ્ચર્યામાં લીન હતા. એક દિવસ અચાનક તેઓએ બંને નેત્રો ખોલ્યાં, જેમાંથી  થોડાંક જળબિન્દુ સરી પડ્યાં. આ બિન્દુમાંથી રુદ્રાક્ષ નામનું વૃક્ષ પેદા થયું. શિવજીએ આ રુદ્રાક્ષને વિષ્ણુભક્તો તેમજ લોકોમાં વહેંચી દીધા.
વિશ્વમાં ઉપલબ્ધ વિવિધ કદ-આકારના રુદ્રાક્ષમાં કયા રુદ્રાક્ષ શ્રેષ્ઠ ગણવા જોઇએ?
આમળાના ફળ જેટલા મોટા રુદ્રાક્ષને શ્રેષ્ઠ ગણાયા છે.  બોર જેવડા હોય તો મધ્યમ અને ચણા જેવડા હોય તો એમની ગણના નિમ્ન કોટિમાં થાય છે. 
રુદ્રાક્ષ આડેધડ રીતે ધારણ કરી શકાતા નથી. ધારણ કરનારાઓ માટે શાસ્ત્રોમાં અનેક નિયમો નિર્દેશિત કરાયા છે. નિયમોનુ પાલન કરી રુદ્રાક્ષ ધારણ કરવાથી સકારાત્મક પરિણામ પ્રાપ્ત થાય છે. રુદ્રાક્ષ ધારણ કરતાં પહેલાં તેનું વિધિવત પૂજન કરવું જોઈએ અને ત્યારબાદ મંત્ર જાપ કરતાં કરતાં તે ધારણ કરી શકાય છે. રુદ્રાક્ષને શિવનું પ્રતીક ગણવામાં આવે છે. એને યોગ્ય રીતે ધારણ કરાય તો ફાયદાકારક રહે છે.
રુદ્રાક્ષના વિવિધ પ્રકાર છે, નીચે મુજબ છે:
– એક મુખી રુદ્રાક્ષ સાક્ષાત શિવનું સ્વરૂપ છે તે ભોગ અને મોક્ષ આપે છે.
– બે મુખી રુદ્રાક્ષ દેવદેવેશ્વર સંપૂર્ણ કામનાઓ અને ફળ આપનાર છે.
– ત્રણ મુખી રુદ્રાક્ષ અગ્નિ સ્વરૂપ છે. એના પ્રભાવથી વિદ્યા પ્રાપ્ત થાય છે.
– ચાર મુખી રુદ્રાક્ષ સાક્ષાત બ્રહ્માનું સ્વરૂપ છે તેનાં દર્શનથી ધર્મ અર્થ, કામ અને મોક્ષ મળે છે.
– પાંચ મુખી રુદ્રાક્ષ કાલાગ્નિ રુદ્ર રૂપ છે તે કંઇ પણ કરવા સમર્થ છે અને સંપૂર્ણ મન વાંછિત ફળ દેનાર છે.
– છ મુખી રુદ્રાક્ષ કાર્તિકેય સ્વરૂપ છે. જો તેને જમણી બગલની બાજુમાં ધારણ કરવામાં આવે તો બ્રહ્મહત્યા વગેરે પાપોથી મુક્ત થાય છે.
– સાત મુખી રુદ્રાક્ષ અનંગ સ્વરૂપ છે. તેને ધારણ કરનાર દરિદ્રને પણ પણ ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે.
– આઠ મુખી રુદ્રાક્ષ અષ્ટમુર્તિ ભૈરવરૂપ છે. તે ધારણ કરનાર મનુષ્ય પૂર્ણ આયુષ ભોગવે છે.
– નવ મુખી રુદ્રાક્ષ ભૈરવ અને કપિલ મુનિનું પ્રતિક છે. જે મનુષ્ય આ રુદ્રાક્ષ ડાબા હાથમાં ધારણ કરે તે શિવ સમાન સર્વેશ્વર થઈ જાય છે.
– દસ મુખી રુદ્રાક્ષ સાક્ષાત વિષ્ણુનું સ્વરૂપ છે. આ રુદ્રાક્ષને ધારણ કરવાથી સર્વ કામનાઓ પૂર્ણ થઈ જાય છે.
– અગિયાર મુખી રુદ્રાક્ષ રુદ્રરૂપ છે. આ રુદ્રાક્ષને ધારણ કરવાથી મનુષ્ય સર્વત્ર વિજયી બને છે.
– બાર મુખી રુદ્રાક્ષ આદિત્ય સમાન છે તેને કેશમાં ધારણ કરવાથી મસ્તક ઉપર બાર આદિત્યો બિરાજમાન થાય છે.
–  તેર મુખી રુદ્રાક્ષ વિશ્વદેવાનું રૂપ છે તેને ધારણ કરવાથી મનુષ્ય સંપૂર્ણ મનોવાંછિત ફળ પ્રાપ્ત કરે છે તથા સૌભાગ્ય અને મંગલનો લાભ કરાવે છે.
– ચૌદ મુખી રુદ્રાક્ષ તે પરમ શિવરૂપ છે. એને ભક્તિપૂર્વક મસ્તક ઉપર ધારણ કરવો, જેથી બધા પાપ નષ્ટ થાય છે.
August 25, 2018
karia.jpg
1min6720

સાંજે 5.27 સુધી રક્ષાબંધન ઉજવી શકાય એવો પંડિતજીઓનો અભિપ્રાય

ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનું પર્વ એવું રક્ષાબંધન તા.26મી ઓગસ્ટ, 2018ના રોજ ઉજવાશે. એટલે કે શ્રાવણી પૂર્ણિમાએ આ વર્ષે પૂર્ણિમા સાંજે 5.27એ પૂર્ણ થતી હોવાથી ત્યાં સુધી જ રક્ષાબંધન થઈ શકશે. જ્યારે વ્રતની પૂનમ તા.25મી ઓગસ્ટે આવી રહી છે. ઉલ્લેખનીય છે કે હિંદુઓની પવિત્ર એવી અમરનાથ યાત્રાની પૂર્ણાહુતિ પણ રક્ષાબંધનનાં રોજ થશે.

સામાન્ય રીતે ભદ્રા વગેરે હોતાં અનેક વખત રાત્રિ રક્ષાબંધન કે બપોર સુધીના જ યોગ આવતા હતા, પરંતુ આ વર્ષે શ્રાવણ સુદ પૂર્ણિમા તિથિ સાંજે 5.27 સુધી જ હોવાથી રક્ષાબંધન એટલે કે બહેનો પોતાના ભાઈઓની રક્ષા માટે બાંધતા રક્ષા સૂત્ર-રાખડી ત્યાં સુધી જ બાંધવા કેમ કે ત્યારબાદ એકમનો પ્રારંભ થઈ જાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર રક્ષાબંધનમાં ભદ્રા અને એકમ ત્યાજ્ય હોય છે. સાથોસાથ વ્રતની પૂનમ તા.25મી ઓગસ્ટના રોજ મનાવાશે. જ્યારે આ દિવસે હયગ્રીવ જયંતીની પણ ઉજવણી કરવામાં આવશે.

(સુરતના અડાજણ ખાતે આવેલી પ્રેસિડેન્સી સ્કુલમાં રક્ષાબંધનની ઉજવણી થઇ એ વેળાની તસ્વીર)

આ દિવસે બહેનો ‘યેન બદ્ધો બલિ રાજા દાનવેન્દ્ર મહાબલ:, તેન ત્વામપિ બદ્ધાનિ રક્ષે મા ચલ મા ચલ’ શ્લોકનું ઉચ્ચારણ કરીને બહેને ભાઈના હાથે તો ભૂદેવોએ પોતાના યજમાનનાં હાથે રક્ષા સૂત્ર-રાખડી બાંધવી જોઈએ. આ દિવસે બહેનો પોતાના ભાઈના હાથે રક્ષા સૂત્ર બાંધીને વર્ષભર તેઓના રક્ષણ માટેની શુભકામના વ્યક્ત કરે છે અને જરૂર પડે ભાઈઓ પણ બહેનોની રક્ષા માટે તત્પર રહે છે. ભારતીય પરંપરમાં રક્ષાસૂત્રનું મહત્ત્વ પ્રાચીન કાળથી અકબંધ રહ્યું છે. રક્ષાસૂત્ર માટે જે પ્રાચીન મત મળે છે તે અંતર્ગત ઈન્દ્રાણી એવા શચીએ ઈન્દ્રને રક્ષાસૂત્ર બાંધ્યું હતું. તો લક્ષ્મીજીએ બલિરાજાને રાખડી બાંધી હતી. સાથે જ કુંતા માતાએ અભિમન્યુને રક્ષાસૂત્ર બાંધ્યું હતું.

ભૂદેવો પોત-પોતાના વેદ અનુસાર યજ્ઞોપવીત પરિવર્તન કરશે

શ્રાવણી પૂર્ણિમાએ ભૂદેવો પોત-પોતાનાં વેદ અનુસાર યજ્ઞોપવીત પરિવર્તન કરતાં હોય છે. જે અંતર્ગત ઋગ્વેદીય શ્રાવણી તા.૨૫મી ઓગસ્ટના રોજ થશે. જ્યારે તા.26મી ઓગસ્ટે યજુર્વેદ અને અથર્વવેદ શ્રાવણી થશે. જ્યારે તા.11મી સપ્ટેમ્બરના રોજ સામવેદી શ્રાવણી પરિવર્તન થશે.

August 20, 2018
shiv-1-1280x720.jpg
1min20440

હાલમાં પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને ભગવાન ભોળાનાથની આરાધનામાં ભાવિકો ગળાડૂબ બન્યા છે ત્યારે એક ચર્ચા એ વાઇરલ થઇ છે કે ભગવાન શિવને અર્પણ કરાયેલો પ્રસાદ ભાવિકો આરોગી શકે કે કેમ આ અંગે અનેક મતમતાંતર સાંભળવા મળી રહ્યા છે. કોઇક કહે છે શિવજીને, શિવલિંગને અર્પણ કરાયેલા પ્રસાદ પર ભાવિકોનો અધિકાર નથી બલ્કે  શિવલિંગ કે શિવ મંદિરની પૂજા કરનાર વ્યક્તિ હોય એ સિવાય બીજા કોઈ વ્યક્તિઓથી લઈ શકાય નહીં. એ પ્રસાદ બીજાઓએ લેવો જોઈએ પણ નહીં. જો લેવામાં આવે તો લેનારનું જરૂર કંઈક ને કંઈક અનિષ્ટ થતું હોય છે. કેમકે શિવજી કાળ-ભૂત પ્રેતના દેવ છે .

 

શાસ્રો ટાંકે છે કે ભૂત-પ્રેતો ના વડેરા એવા ચંડેશ્વરની ઉત્પત્તિ શિવજીના મુખેથી થયેલી છે. તે હંમેશા શિવજીની આરાધનામાં લીન રહેતો હોય છે અને એટલે શિવલિંગ પર ચડાવવામાં આવેલો પ્રસાદ તેના ભાગનો ગણવામાં આવતો હોય છે. આથી જો અન્ય કોઈ વ્યક્તિનો પ્રસાદ ખાય તો તે ભૂત પ્રેત માટેનો અંશ ખાઈ રહ્યો છે એવું સમજાય છે. એટલે શિવલિંગ પર અર્પણ કરવામાં આવેલો પ્રસાદ ભલે પછી તે ફળ, મીઠાઇ, ભાંગ, દૂધ કે અન્ય ગમે તે સ્વરૂપમાં પણ કેમ ન હોય! નહીં ખાવું જોઈએ એવા પ્રકારની માન્યતા પ્રવર્તે છે.

શિવપુરાણ (વિશ્વેશ્વર સંહિતા)ના 22મા અધ્યાયમાં લખાયું છે કે

“चण्डाधिकारो यत्रास्ति तद्भोक्तव्यं न मानवै:।

चण्डाधिकारो नो यत्र भोक्तव्यं तच्च भक्तित:।।”

એટલે કે જ્યાં ચંડીકેશ્વરનો અધિકાર હોય ત્યાં શિવલિંગ પર અર્પણ કરવામાં આવેલો પ્રસાદ મનુષ્યો લઈ શકતા નથી, તે ચંડીકેશ્વરના અધિકારનો હોય છે. શિવજીને અર્પણ કરવામાં આવેલો પ્રસાદ તે જ લઇ શકે છે.

અડાજણના રામેશ્વર મહાદેવના પૂજારી શ્રી પ્રકાશભાઇ શુક્લ શું કહે છે

સુરતના અડાજણ સ્થિત રામેશ્વર મહાદેવ મંદિરના પૂજારી શ્રી પ્રકાશભાઇ શુક્લ કહે છે કે શિવપુરાણમાં લખાયું છે એ યોગ્ય છે. અમારા રામેશ્વર મહાદેવ મંદિરમાં તેનું પાલન કરવામાં આવે છે. હાલ શ્રાવણ માસમાં રોજેરોજ થતી શિવ પૂજામાં ભાવિકોને ભગવાન શ્રી ગણેશજી, માતા પાર્વતી દેવીને અર્પણ કરવામાં આવતો પ્રસાદ જ વહેંચવામાં આવે છે.

કયા શિવલિંગનો પ્રસાદ લઇ શકાય અને કયા શિવલિંગનો નહીં

પ્રસાદની આ ચર્ચામાં એ બાબત પણ મહત્વની છે કે શિવલિંગ કઈ ધાતુ કે પદાર્થમાંથી બનેલું છે, તેની બનાવટ ઘણી મહત્વની છે. સાદી માટી, પથ્થર અથવા ચીનાઇ માટીથી બનાવવામાં આવેલા શિવલિંગને અર્પણ કરેલો પ્રસાદ લેવો જોઈએ નહીં.

જો શિવલિંગ ધાતુ, બાણલિંગ (નર્મદા કિનારે મળતા કંકર)નું બનેલું હોય તો અથવા પારાનું (પારદ) શિવલિંગ હોય તો તેને અર્પણ કરેલો પ્રસાદ તમામને માટે લઈ શકાય એવો માનવામાં આવે છે. તેમાં ચંડકેશ્વરનો કોઈ અંશ હોતો નથી. એટલે એ પ્રસાદ લેવાથી વ્યક્તિ દોષમુક્ત રહે છે. વળી તેના જીવનમાં આવેલા અવરોધો પણ દૂર થતા હોય છે. આ ઉપરાંત શાલિગ્રામની સાથે જે શિવલિંગની પૂજા કરવામાં આવતી હોય (ભલે પછી તે શિવલિંગ ગમે તે પદાર્થનું બનેલું હોય) તેને અર્પણ કરેલો પ્રસાદ હંમેશા દોષમુક્ત હોય છે, જે લેવાથી જીવનમાં તમામ પ્રકારના અવરોધો કે પરેશાનીઓ દૂર થાય છે. શિવલિંગ જો સ્વયંભૂ હોય એટલે કે પોતાની જાતે પ્રગટ થયેલું હોય એવા શિવલિંગ ને અર્પણ કરેલો પ્રસાદ ખાવાથી જીવનના તમામ પ્રકારનાં પાપ દૂર થતા હોય છે.

જ્યોર્તિલિંગનો પ્રસાદ સર્વોત્તમ

બાર જ્યોતિર્લિંગને પણ અર્પણ કરેલો પ્રસાદ ખૂબ જ સુખશાંતિ આપનારો અને પાપથી છુટકારો કરાવનારો હોય છે. દેશના વિવિધ ભાગોમાં આવેલા બાર જ્યોતિર્લિંગના પ્રસાદ લેવાથી વ્યક્તિનું ખૂબ જ હિત થતું હોય છે.

શાસ્ત્રો અનુસાર જે શિવલિંગની ઉપાસના કરીને કોઈ એ ભૂતકાળમાં સિદ્ધિ હાંસલ કરી હોય કે જે શિવલિંગ કોઈ સિદ્ધ મહાપુરુષો ભક્તો દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવેલું હોય તેનો પ્રસાદ લેવાથી શિવજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.આ ઉપરાંત જેમણે સાધુત્વ ગ્રહણ કર્યું છે એટલે કે જેમણે દીક્ષા લીધેલી છે તેવા તમામ સંતપુરુષો શિવજીના લિંગને અર્પણ કરવામાં આવેલો પ્રસાદ લેતા હોય છે અને લઈ શકે છે.

 

August 19, 2018
eco_friendly_ganesh_chaturthi_HD_wallpapers.jpg
1min8390

બ્રહ્માંડના સર્વપ્રથમ દેવ ગણાતા વિઘ્નહર્તા ગણપતિ બપ્પાના આગમનને હવે 4 દિવસ જ બાકી રહ્યા છે. તેમની મહેમાનગતિ કરવા ભક્તો પૂરજોશમાં તૈયારીઓ કરી રહ્યા છે. ભારત જેવા પ્રતિભાશાળી દેશમાં કળાની કોઇ કમી નથી. જો એક વસ્તુ ઉપલબ્ધ ન હોય તો વૈકલ્પિક વસ્તુનો જુગાડ કેવી રીતે કરવો એ જાણે છે. તેથી બપ્પાના આગમનમાં કોઇ પણ જાતની કમી ન દેખાય તે માટે કલાકારોએ ઘણા વિકલ્પો શોધ્યા છે જે પર્યાવરણને હાનિ પહોંચાડી શકે તેમ નથી. તેથી આજના લોકો પરંપરાને પર્યાવરણના હિતમાં રાખીને નિભાવે છે. આવી મોંઘવારીના સમયમાં ધનાઢ્ય પરિવાર હોય કે પછી ગરીબ, બધા જ સ્તરના લોકો માટે ડેકોરેશન સંબંધી વિકલ્પો ઉપલબ્ધ છે.

પૈસા છે તો વાપરો પ્લાયવુડના મકર

પ્લાસ્ટિક અને થર્મોકોલ જેવી વસ્તુઓ પર્યાવરણને હાનિ પહોંચાડતા હોવાથી 23મી જૂનથી મહારાષ્ટ્ર રાજ્યમાં આ વસ્તુઓને બૅન કરી નાખી હતી. તેથી હવે ગણપતિના ડેકોરેશનમાં સનબૉર્ડ, પ્લાયવૂડ અને કાર્ડબોર્ડમાંથી બનાવાતા ગણપતિના મકરનું ચલણ વધી રહ્યું છે. જોકે, આવા પ્રકારના મકરના ભાવમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. થર્મોકોલના નાના મકર પહેલા પાંચસો રૂપિયા સુધીમાં સરળતાથી ઉપલબ્ધ થઇ જતાં હતા, પણ હવે તેના વિકલ્પ તરીકે બનાવવામાં આવી રહેલા આ પ્રકારના મકરના ભાવની શરૂઆત છ હજારથી થાય છે. પ્લાયવૂડ, સનબૉર્ડ અને કાર્ડબોર્ડથી તૈયાર કરવામાં આવતા મકરનો ફાયદો એ છે કે આ મકરને સાચવીને આગલા વર્ષે પણ વપરાશમાં લઇ શકાય છે.

દાદરમાં આવેલી એક ડેકોરેશનની દુકાનના માલિકે જણાવ્યું હતું કે થર્મોકોલ પર સરકારે પ્રતિબંધ લગાવ્યો હોવાથી અમે તેના વિકલ્પ તરીકે બાયોગ્રેડ મટિરીયલનો વપરાશ કરીએ છીએ જે માર્કેટમાં થર્મોકોલ કરતાં બમણી કિંમતે વેચાણ થાય છે. પ્લાસ્ટિકબંદી થયા પહેલા થર્મોકોલથી બનાવવામાં આવેલા ગણપતિના મકરને લોકો ખરીદે એ અંગે પાલિકા સાથે વાતચીત ચાલી રહી છે. આ ઉપરાંત ગણપતિચતુર્થી બાદ થર્મોકોલના ડેકોરેશનને ડિસ્પોઝ કરી શકાય એવા મશિન પણ બેસાડવામાં આવશે, જેથી પર્યાવરણને નુકસાન ન થઇ શકે. તેમ જ મોટા મંડળ દ્વારા કરવામાં આવી રહેલા ડેકોરેશનમાં થર્મોકોલની જગ્યાએ હિટલોંગનો પણ વપરાશ થઇ રહ્યો છે.

પ્લાસ્ટિકની પ્લેટને બદલે શેરડીના ડુચાની પ્લેટ

આ તો થઇ ડેકોરેશનની વાત! જ્યારે ગણપતિ આપણા ઘરે પધારે છે, ત્યારે તેમના દર્શન માટે સગાસંબંધી તેમ જ મિત્રો પણ આવે છે. ઘરના સભ્યોનું કામ ન વધે તે માટે એ મહેમાનોને ચાયની જગ્યાએ કોલ્ડડ્રીંગ્સ અને સુકા નાશ્તા માટે પ્લાસ્ટિકની પ્લેટ્સ અને ગ્લાસની સુવિધા રાખવામાં આવતી, પણ આજે હવે તેનો પણ વિકલ્પ ઉપલબ્ધ છે. પ્લાસ્ટિક કરતાં મોંઘી કિંમત ધરાવતા કાગળ અને શેરડીના ડુચામાંથી તૈયાર કરવામાં આવતી પ્લેટ્સ, ગ્લાસ અને નાના કપની માર્કેટમાં ડિમાન્ડ વધી રહી છે.

ગણપતિ બપ્પાની મૂર્તિ વિશે વાત કરીએ તો રાજ્યમાં ઇકો-ફ્રેન્ડલી શાડુ માટીની મૂર્તિનું વેચાણ 40 ટકા જેટલું વધ્યું છે અને પ્લાસ્ટર ઑફ પેરિસની મૂર્તિઓનું પ્રમાણ ધીરે ધીરે ઘટી રહ્યું છે, જે સૌથી સકારાત્મક વાત છે. આ ઉપરાંત કાગળની લુગદીની પણ મૂર્તિઓ બનાવવામાં આવે છે, પણ તેની કિંમત સાતમા આસમાને હોવાથી તેની ખરીદી ખૂબ જ ઓછા લોકો કરે છે. હવે ધીરે ધીરે લોકો પણ પર્યાવરણનું ધ્યાન રાખીને પણ પર્વને ધૂમધામથી ઉજવી રહ્યા છે.

થર્મોકોલની સજાવટ કરનાર કલાકારોથી બાપ્પા રૂઠ્યા

રાજ્યમાં સરકાર દ્વારા પ્લાસ્ટિક અને થર્મોકોલ પર પ્રતિબંધ મૂકવામાં આવતા આ ઉદ્યોગ સાથે સંકળાયેલા નાના મોટા વેપારીઓ અને કારીગરો મુશ્કેલીમાં મુકાયા છે. ગણોશોત્સવને માંડ એક મહિનો બાકી છે, ત્યારે પ્રતિબંધને કારણે થર્મોકોલના મકર તેમ જ અન્ય નાની મોટી સજાવટની વસ્તુઓ બનાવનાર કલાકારો હતાશ થયા છે.

ગણેશોત્સવ પૂર્ણ થતા જ આવતા વર્ષની તૈયારીમાં કલાકારો લાગી જાય છે, તેથી સરકારે થર્મોકોલ પર પ્રતિબંધ મૂક્યો તે અગાઉ જ કલાકારો થર્મોકોલના અંદાજે 70 ટકા મકર અને અન્ય સજાવટની વસ્તુઓ તૈયાર કરી ચૂક્યા હતા. થર્મોકોલના વેચાણ પર બંધી અમલમાં આવતા કલાકારોની મહેનતની સાથે કરોડોના રોકાણ પર પણ પાણી ફરી વળ્યું છે. એટલું જ નહીં તેમની રોજીરોટીને પણ મોટો ફટકો પડ્યો છે.

શ્રી થર્મોકોલ સજાવટ કલાકાર સંગઠનના જણાવ્યા અનુસાર અમારા સંગઠન સાથે અંદાજે દસથી 15 હજાર કલાકારો જોડાયેલા છે. આ કલાકારોએ પ્લાસ્ટિક બંધીના અમલ અગાઉ જ કરોડોનો માલ તૈયાર કરીને રાખ્યો હતો. પ્રતિબંધ બાદ અમે થર્મોકોલની વસ્તુઓ બનાવવાનું બંધ કરી દીધું હતું. જોકે, જે તૈયાર કરેલો માલ પડ્યો છે તે વેંચવાની મંજૂરી આપવામાં આવે તેવી માગ અમે સરકારને કરી છે. અમે લોન લઇને કરોડોનું રોકાણ કર્યું છે, જો તે નહીં વેેચાય તો તેનો ફટકો ગરીબ કારીગરોને પડશે.

સંગઠનના જણાવ્યા અનુસાર અમે થર્મોકોલ બંધીના વિરોધમાં નથી, પરંતુ જે માલ પડ્યો છે તેને આ વર્ષે ગણેશોત્સવમાં વેચવાની મંજૂરી આપવામાં આવે. આગામી વર્ષે અમે થર્મોકોલના મકર કે પછી સજાવટની અન્ય વસ્તુનું વેચાણ નહીં કરીએ. આ અંગે અમે રાજ્ય સરકાર અને રાજકીય પક્ષ સમક્ષ અમારી માગણી મૂકી હતી, પરંતુ હજુ સુધી કોઇ પ્રતિસાદ મળ્યો નથી. જોકે, હજુયે તેમને આશા છે કે રાજ્ય સરકાર અને પાલિકા ફરી એક વાર વિચાર કરીને બાકી બચેલા થર્મોકોલના માલને વેચવાની મંજૂરી આપશે.

પ્લાસ્ટિક અને થર્મોકોલ જેવા અવિઘટનશીલ પદાર્થને કારણે પર્યાવરણને થતા ગંભીર નુકસાનને ધ્યાનમાં લઇને સરકારે આ વર્ષે પ્લાસ્ટિક અને થર્મોકોલ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો હતો. જોકે, તેના અમલ અગાઉ સરકારે પ્લાસ્ટિક અને થર્મોકોલના માલના જથ્થાના નિકાલ માટે સમય આપ્યો ન હોવાની વેપારી અને કારીગરોની ફરિયાદ છે.