CIA ALERT

આધ્યાત્મિક Archives - Page 30 of 37 - CIA Live

December 23, 2018
morari_bapu-1280x720.jpg
1min8410

ગુજરાતના રામાયણી સંત અને જાણીતા કથાકાર મોરારી બાપુ અયોધ્યામાં ચાલી રહેલી રામકથામાં મુંબઇથી પહોંચેલી કેટલીક સેક્સ વર્કર્સ મહિલાની ઉપસ્થિતિના મુદ્દે અયોધ્યા સમેત ઉત્તર પ્રદેશમાં ભારે વિવાદ થયો છે. યુપીના કેટલાક રાજકીય, સામાજિક નેતાઓએ મોરારી બાપૂ સામે મુખ્યમંત્રી આદિત્યનાથ સુધી ફરીયાદો કરી છે.

એક તરફ મુંબઇથી અયોધ્યા પહોંચેલી સેકસ વર્કર્સ મહિલાઓ પોતાને કાર્યક્રમમાં આમંત્રિત કરાયાને બહુમાન સમજી રહી છે ત્યારે બીજી તરફ દક્ષિણપંથી જુથોએ આ મામલે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ફરિયાદ કરી દીધી. તેમનું કહેવું છે કે તેનાથી અયોધ્યાની છબિ ખરાબ થઈ રહી છે.

મોરારી બાપુએ શનિવારે તા.22મી ડિસેમ્બર 2018ના રોજ મુંબઈથી અયોધ્યા ગયેલી 200 સેક્સ વર્કર્સને પ્રવચન આપ્યું હતુ. તેમણે તુલસીદાસની માનસ ગણિકા સંભળાવી હતી. આ વાત પર ડંડિયા મંદિરનાં મહંત ભારત વ્યાસે વિરોધ કરતા કહ્યું હતું કે ભગવાન રામની જન્મભૂમિ પર સેક્સ વર્કર આવતા ખોટો સંદેશ જશે. આ પવિત્ર શહેરમાં શ્રદ્ધાળુઓ પોતાના પાપ ધોવા આવે છે.

જ્યોતિષ શોધ સંસ્થાનાં પ્રમુખ પ્રવીણ શર્માએ સીએમને ફરિયાદ કરી છે. તેમણે કહ્યું કે, “મે મોરારી બાપુની ફરિયાદ સીએમને કરી છે. જો તેઓ સેક્સ વર્કર્સનાં જીવનમાં બદલાવ ઇચ્છે છે તો તેમને રામકથા પર ખર્ચ કરવાની જગ્યાએ તેમની વચ્ચે પૈસા વહેંચવા જોઇએ.” ધર્મ સેના પ્રમુખ અને બાબરી મસ્જિદ ઘટનાનાં આરોપી સંતોષ દુબેએ કહ્યું કે મોરારી બાપુ શહેરની પવિત્રતા ભ્રષ્ટ કરે છે.

December 18, 2018
Shiva-Rudraksha.jpg
1min11070

હિન્દુ ધર્મના પુરાણોમાં  પારદ શિવલિંગનો ઉલ્લેખ છે કે વૈજ્ઞાનિક રીતે મરક્યુરી એટલે કે પારાને હિલિંગ (ઉપચાર માટેનું શ્રેષ્ઠ માધ્યમ) માટે શ્રેષ્ઠ ગણવામાં આવ્યો છે.

અધ્યાત્મિક વિશ્વમાં પારદ્ શિવલીંગનું વિશેષ મહાત્ત્મય છે. પારદ્ શિવલીંગના સાનિધ્યમાં મેડીટેશન એટલે કે ધ્યાન ધરવાથી અનેક ગણા વધારે ફાયદાઓ મેળવી શકાયાના દાખલાઓ, પરચાઓ હાજરાહજૂર છે. રામાયણમાં ઉલ્લેખ છે કે રાવણે પણ પારદ શિવલીંગની ઉપાસના થકી અખુટ સમ્પદા અને લંકાની સોના પ્રાપ્ત કરી હતી. પારદને ભગવાન શિવના રજ અંશ તરીકે ઓળખવામાં આવે છે. પારદ્ શિવલિંગના આધ્યાત્મને નવી ઉંચાઈ તરફ લઈ જશે.

આગામી દિવસોમાં ભારત જ નહીં બલ્કે વિદેશોથી પણ લોકો શાંતિ મેળવવા વલસાડના રોલા ખાતે પધારશે કેમકે વલસાડ ખાતે વિશ્વનું સૌથી મોટું પારદ્ શિવલિંગની રચના કરવાનું મહાકાર્ય શરૂ થઇ ચૂક્યું છે.

યજ્ઞમૂર્તિ દાદાશ્રી અને ધ્યાન મૂર્તિ પૂજ્ય ગુરુશ્રી દ્વારા સૌથી મોટા પારદ્ શિવલિંગની રચના કરવાનું કામ શરુ કરવામાં આવ્યું છે. ત્રણ મહિનાના ભગીરથ પુરુષાર્થ બાદ આ પારદ્ મહાલિંગમની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે. સૌથી મહત્વની વાત એ છે કે આ પારદ્ મહાલિંગમના નિર્માણમાં 3,333 કિલો પારો (મરક્યુરી)નો ઉપયોગ કરવામાં આવશે. આ આખાય કાર્યને દાદાશ્રી ફાઉન્ડેશનનો સહકાર સાંપડી રહ્યો છે.

ધ્યાનમૂર્તિ ગુરુશ્રીના કહેવા પ્રમાણે હાલ વિશ્વમાં સમસ્યાઓ વધી રહી છે. લોકો સ્ટ્રેસ ફીલ કરી રહ્યા છે, સાથે જ કેન્સર જેવા અસાધ્ય રોગો પણ વધી રહ્યા છે. આવા સમયમાં જો પારદના શિવલિંગ સામે ધ્યાન કરવામાં આવે તો માનસિક અને શારીરીક રીતે અનેકગણો ફાયદો થાય છે. એટલે જ અમે શિવલિંગનું મંદિર નહીં પરંતુ ધ્યાન કેન્દ્ર બનાવી રહ્યા છીએ.

તો દાદાશ્રીનું કહેવું છે કે પારદના શિવલીંગની સામે ધ્યાન કરવાથી અનેકગણા ફાયદો મળે છે. એટલે જ યોગીઓ ધ્યાન કરવા માટે પારદના શિવલીંગને પસંદ કરે છે

December 18, 2018
pramikh-swami-mandir.jpg
1min5420

વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સારંગપુરમાં બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના સ્વામિનારાયણ મંદિરના વિશાળ પરિસરમાં અક્ષરપુરુષોત્તમ મંદિર અને યજ્ઞપુરુષ સ્મૃતિમંદિરની વચ્ચે બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજનું સ્મૃતિમંદિર આકાર લેશે. સંસ્થાના વડા મહંતસ્વામી મહારાજે ગઈ કાલે સંતો અને હજારો હરિભક્તોની ઉપસ્થિતિમાં સ્મૃતિમંદિરની શિલાન્યાસવિધિ કરી હતી.

૨૦૧૬ની ૧૩ ઑગસ્ટે અંતર્ધાન થયા બાદ વંદનીય પ્રમુખસ્વામી મહારાજની ઇચ્છા મુજબ જ્યાં ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ગુરુદેવ બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજની દૃષ્ટિ પડે એ સ્થળે તેમના શ્રીવિગ્રહની અંતિમ વિધિ કરવામાં આવી હતી એ સ્થળે મહંતસ્વામીની પ્રેરણાથી સંગેમરમરનું સ્મૃતિમંદિર બનવા જઈ રહ્યું છે.

ગુરુહરિ પ્રમુખસ્વામી મહારાજના કલામંડિત મંદિરનો શિલાન્યાસ મહંતસ્વામી મહારાજે ગઈ કાલે સંતો અને હજારો ભાવિક ભક્તોની ઉપસ્થિતિમાં કર્યો હતો. તેમણે કળશસ્થાપના અને શિલાપૂજનવિધિ કરી હતી. વરિષ્ઠ સંતો દ્વારા મહાપૂજાની વિધિ થઈ હતી.

December 17, 2018
kumbh_allhabad.jpg
1min5090

કુંભમેળા-૨૦૧૯ માટે મોટી સંખ્યામાં આવનારા શ્રદ્ધાળુઓ માટે રેલવેએ વિવિધ સ્ટેશનોથી પ્રયાગરાજ સુધી ૮૦૦ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો પ્રસ્તાવ કર્યો છે. નોર્થ સેન્ટ્રલ રેલવે (એનસીઆર) દ્વારા દોડાવાતી ટ્રેનો ઉપરાંતની આ ટ્રેનો હશે.  કુંભમેળા માટે આવતા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ માટે વિવિધ રેલવે ઝોનમાંથી છ સ્પેશિયલ ટ્રેનો પ્રયાગરાજ આવશે.

પ્રયાગરાજથી નવી દિલ્હી સુધી ૫૦૦૦ પ્રવાસી ભારતીયને લઇ જવા માટે રેલવે પાંચ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો વિચાર કરી રહી છે. વારાણસીમાં પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી બાદ તેઓ પ્રયાગરાજ આવવાના છે. એમને પ્રયાગરાજથી દિલ્હી પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે લઇ જવામાં આવશે.

શરૂ થતી ટ્રેનો અને સ્પેશિયલ ટ્રેનોના ૧૪૦૦ ડબ્બાઓ પર વિનિલ વ્રેપિંગથી આખા દેશમાં આ ધાર્મિક મેળાનો સંદેશ પહોંચાડવા માટે કુંભમેળાનું બ્રાન્ડિંગ કરવામાં આવશે. ડબ્બાઓ પર કુંભમેળા અને પ્રયાગરાજના અગત્યના સ્થળોના આકર્ષક અને રંગીન ફોટાઓ લગાવવામાં આવશે.

રેલવેએ ‘પેઇન્ટ માય સિટી’ અભિયાન માટે રેલવે સ્ટેશનો અને રેહવાસી કોલોનીઓમાં ચિત્રો દોરવાની પરવાનગી આપી છે અને ત્યાં કુંભ મેળાની બ્રાન્ડિંગ કરવામાં આવશે.

સંસ્કૃતિ મંત્રાલય હેઠળ રેલવેના નોર્થ સેન્ટ્રલ ઝોન સંસ્કૃતિ કેન્દ્ર દ્વારા સ્થાનિક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે અલાહાબાદ અને આસપાસના વિસ્તારોની સંસ્કૃતિ, કલા અને પરંપરાનું પ્રદર્શન કરતા સ્ટોલ્સ પેસેન્જર એનક્લોઝર્સમાં મૂકવામાં આવશે. અલાહાબાદ જંક્શન રેલવે સ્ટેશન પર ૧૦,૦૦૦ શ્રદ્ધાળુઓ સમાઇ શકે એવા ચાર મોટા એનક્લોઝર્સઊભા કરવામાં આવ્યા છે. એમાં વેન્ડિંગ સ્ટોલ્સ, પાણીના પ્યાઉ અને ટિકિટ કાઉન્ટર્સ, એલસીડી ટીવી, પબ્લિક એડ્રેસ સિસ્ટમ, સીસીટીવી કેમેરા અને મહિલાઓ અને પુરુષ માટે સ્વતંત્ર ટોઇલેટ્સની વ્યવસ્થા કરવામાં આવશે. આવા જ એનક્લોઝર્સ અન્ય સ્ટેશનો પર પણ ઊભા કરવામાં આવશે.

કુંભમેળાના કમાન્ડ, ક્ધટ્રૉલ સેન્ટરનું મોદી દ્વારા ઉદ્ઘાટન

પ્રયાગરાજ: કુંભમેળા માટે ખાસ તૈયાર કરવામાં આવેલા કમાન્ડ અને ક્ધટ્રોલ સેન્ટરનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજમાં ઉદ્ઘાટન કર્યું હતું. એમણે ગંગા પૂજન કર્યું હતું અને સ્વચ્છ કુંભ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. કુંભમેળા અગાઉ ગંગા અને ઘાટોની સફાઇ માટેના વિવિધ વિકાસકાર્યો રાષ્ટ્રને અર્પણ કરવા અંડાવા જવા અગાઉ મોદીએ પ્રયાગરાજમાં અક્ષયાવતની મુલાકાત પણ લીધી હતી. ત્યાર બાદ તેઓ બમરૌલી એરપોર્ટ, પ્રયાગરાજ ગયા હતા અને ત્યાં એમણે એરપોર્ટના નવા ટર્મિનલ મકાનનું ઉદ્ઘાટન કર્યું હતું.

December 10, 2018
kumbh_allhabad.jpg
2min12870

ઉત્તર પ્રદેશના અલાહાબાદમાં આગામી ૧૫ જાન્યુઆરીથી શરૂ થતા ૪૫ દિવસના કુંભમેળાનો આરંભ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં કરવામાં આવશે. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે શનિવારે અલાહાબાદમાં કુંભમેળાની તૈયારીનું નિરીક્ષણ કરતાં પહેલાં દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે એ બાબતમાં ચર્ચા કરી હતી.આગામી વર્ષે ૧૪મી જાન્યુઆરીથી કુંભ મેળાનો પ્રારંભ થશે અને ૫૦ દિવસ ચાલશે તેમ પ્રયાગરાજ મેળા પ્રાધિકરણે માહિતી આપી હતી. તીર્થસ્થાનોમાં માઘ, અર્ધકુંભ અને કુંભ મેળાનું આયોજન આ સંસ્થા સંભાળે છે. તેમણે ૧૪ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ પ્રથમ શાહી સ્નાન થશે અને આખરી સ્નાન ૪ માર્ચ અને મહાશિવરાત્રિએ થશે.

  • સ્નાન પોષ પૂર્ણિમા ૨૧ જાન્યુઆરી
  • મૌની અમાવસ્યા ૪ ફેબ્રુઆરી
  • વસંત પંચમી ૧૦મી ફેબ્રુઆરી
  • માઘી પૂર્ણિમા ૧૯ ફેબ્રુઆરી

અલ્હાબાદ ડિવિઝનના કમિશ્નર અષિશ ગોયલના વડપણ હેઠળ યોજાયેલી બેઠકમાં ચર્ચા વિચારણાના અંતે આ જાહેરાત કરવામા આવી હતી જેમાં અન્ય મહત્ત્વના સ્નાન પોષ પૂર્ણિમા ૨૧ જાન્યુઆરી, મૌની અમાવસ્યા ૪ ફેબ્રુઆરી, વસંત પંચમી ૧૦મી ફેબ્રુઆરી અને માઘી પૂર્ણિમા ૧૯ ફેબ્રુઆરીએ યોજાશે.

જો કે, આ કાર્યક્રમની તૈયારી તેમજ ગોઠવણમાં અખિલ ભારતીય અખાડા પરિષદને મહત્ત્વ ન અપાતા તેમણે નારાજગી વ્યક્ત કરી હતી. તેના વડા સ્વામી નરેન્દ્ર ગીરીએ કહ્યું હતું કે, કુંભના આયોજનમાં અખાડા પરિષદની મંજૂરી વિના કાર્યક્રમ ગોઠવાય છે તે બાબત કમનસીબ છે તેમણે ઉમેર્યું હતું કે આ મુદ્દે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથનું ધ્યાન દોરવામાં આવશે તે છતાં અમારી ઉપેક્ષા ચાલુ રખાશે તો ૨૦૧૯ના કુંભ મેળાનો સાધુ-સંતો બહિષ્કાર કરશે. જો કે આ મેળા માટે રાજ્ય અને કેન્દ્ર સરકારે રૃા. ૨૫૦૦ કરોડની ફાળવણી કરી દીધી છે.

 

પહેલી જાન્યુઆરીથી ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં કુંભ મેળો શરૂ થવા જઈ રહ્યો છે. કુંભ મેળાની તૈયારીઓને રાત દિવસ આખરી ઓપ અપાઈ રહ્યો છે. આ કુંભ મેળામાં દેશભરના સાધુઓથી લઈને દેશવિદેશના પ્રવાસીઓ પણ ઉમટશે. પરિણામે સુરક્ષા વ્યવસ્થા પણ જડબેસલાક ગોઠવી દેવાઈ છે. 

તેમણે આ પણ જણાવ્યું કે આ વખતે મેળાના વિસ્તારમાં 41 ઘાટમાંથી 37 ઘાટ પરથી બોટ નહીં ચલાવી શકાય. આ વખતે બધાં જ અખાડા ગંગાપાર વિસ્તારમાં લગાવાય છે. સ્નાન પર્વ પર ભીડ ન થાય તે માટે વિશેષ આયોજનો કરાય છે. બેઠકમાં એડીજી એસએન સાબત, આઈજી મોહિત અગ્રવાલ, એસએસપી કુંભ મેળા કવીન્દ્ર પ્રતાપ સિંહ, એસએસપી નિતિન તિવારી, સુરક્ષા અધિકારી આશુતોષ મિશ્રા, આઈપીએસ સુકીર્તિ માધવ સહિત અન્ય અધિકારીઓ હાજર રહ્યાં.

કુંભ મેળાની ભીંતરમાં

ભારતમાં કહેવાય છે કે જેટલા દિવસ નથી તેનાથી તો વધુ તહેવારો અને મેળાઓ છે. જેની પાછળનું મુખ્ય કારણ છે ભારતની ઉત્સવપ્રિય અને શ્રદ્ધાળુ લોકો. ભારતના લોકો ધર્મપ્રિય હોવાની સાથે સાથે ઉત્સવપ્રિય પણ છે. દરેક ઉત્સવો ઉજવવાનો તેમનો અંદાજ અને ઉત્સાહ જોવા લાયક છે. ભલે આજે લોકો પાસે સમય નથી પણ વિવિધ તહેવારો અને ઉત્સવોના સમયે તેઓ સમય જરૂર કાઢી લે છે અને જો તે તહેવાર કે ઉત્સવ ધર્મના મહત્વને લગતો હોય તો પૂછવુ જ શુ. 

ભારતમાં દર 12 વર્ષે કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે. આ વખતે અલાહાબાદમાં આ પવિત્ર કુંભનું આયોજન મકરસંક્રાંતિના દિવસથી શરૂ થશે. આ દિવસે ગંગા, યમુના અને સરસ્વતીના ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાનું એક આગવુ જ મહત્વ છે. આ દિવસે આ સંગમમાં સ્નાન કરીને લોકો પોતાની જાતને ધન્ય અનુભવે છે.

શુ તમે જાણો છો કે આ મેળો 12 વર્ષે જ કેમ આવે છે ? 

આ મહાકુંભમેળો દર 12 વર્ષે યોજાય છે તેની પાછળ પણ એક કારણ છે. પૌરાણિક કથાઓ મુજબ જ્યારે દેવતાઓ અને દાનવો વચ્ચે સમુદ્ર મંથનમાંથી નીકળેલા અમૃત કળશ પર હક જમાવવા માટે યુદ્ધ થયુ હતુ. દાનવો અમૃત પી ને અમર થઈ જવા માંગતા હતા, અને દેવતાઓ એવુ નહોતા ઈચ્છતા. તેથી અમૃત માટે બંને વચ્ચે ખેંચતાણ શરૂ થઈ અને આ ખેંચાખેંચીમાં અમૃતના કેટલાક ટીપાં પૃથ્વી પર પડ્યા 
હતા. એ ટીપાં જ્યા જ્યા પડ્યા હતા તે જગ્યા હતી પ્રયાગ, હરિદ્વાર, ઉજ્જૈન અને નાસિક.
 
કહેવાય છે કે આ યુદ્ધ 12 દિવસ સુધી ચાલ્યુ હતુ. દેવ-દાનવોના એ 12 દિવસ પૃથ્વીવાસીઓ માટે 12 વર્ષ ગણાય છે. તેથી જ ભારતમાં દર બાર વર્ષે કુંભમેળાનું આયોજન આ ચાર સ્થાનો પર થાય છે. 

12 વર્ષના આ યુદ્ધમાં 12 કુંભ હતા, તેમાંથી 4 કુંભ પૃથ્વી પર હતા જ્યારે બાકીના આઠ કુંભ દેવલોકમાં હતા. યુદ્ધ દરમિયાન સૂર્ય, ચંદ્ર અને શનિ વગેરે દેવતાઓએ કળશની રક્ષા કરી હતી, એટલે ત્રણ વર્ષના અંતરે આ ચારેય પવિત્ર સ્થાનો પર કુંભમેળાનું આયોજન કરવામાં આવે છે.

કુંભ મેળામાં કેટલો ખર્ચ થશે

આગામી વર્ષે ઉત્તર પ્રદેશના અલ્હાબાદમાં યોજાનાર કુંભ મેળાની તૈયારીઓ યોગી સરકારે શરૂ કરી દીઘી છે. જેનો અંદાજીત બજેટ લગભગ 4200 કરોડ રૂપિયા રાખવામાં આવ્યુ છે. ઉત્તર પ્રદેશ સરકારે કેન્દ્ર સરકારને તેનો અડઘો ખર્ચ ઉઠાવવા સૂચન કર્યુ છે. આ અત્યાર સુધીનુ સૌથી મોંધુ તીર્થ આયોજન હશે. આ પહેલા વર્ષ 2013ના અંતિમ પૂર્ણ કુંભ મેળામાં 2019ના અંદાજીત બજેટના ત્રીજા ભાગની રકમ કરતા પણ ઓછો ખર્ચ થયો હતો.

અહેવાલ અનુસાર ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવે કહ્યુ છે કે વર્ષ 2019માં આયોજીત થનાર કુંભ મેળા માટે 4236 કરોડ રૂપિયાની પરિયોજનાઓનો એક ડ્રાફટ તૈયાર કર્યો છે. રાજ્ય સરકારે જેના માટે 2000 કરોડ રૂપિયા ઇશ્યૂ પણ કરી દીઘા છે. સાથે જ 2200 કરોડ રૂપિયા ઇશ્યૂ કરવા કેન્દ્ર સરકારને પત્ર પણ લખ્યો છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે વર્ષ 2013માં યોજાયેલા કુંભ મેળા પાછળ 1300 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો.તે સમયે કેન્દ્રની કોંગ્રેસના નેત્ત્રુત્વ હેઠળની યૂપીએ સરકારે 1017 કરોડ રૂપિયા રાજ્ય સરકારને આપ્યા હતા.

દર છ વર્ષે અર્ધ કુંભનુ આયોજન કરવામાં આવે છે.જ્યારે 12 વર્ષમાં એક વખત કુંભ મેળાનુ આયોજન કરવામાં આવે છે. યોગી સરકારે અર્ધકુંભને કુંભ અને કુંભનુ નામ બદલીને મહાકુંભ કર્યુ હતુ. આ કુંભ મેળાના બહાને કેન્દ્રની મોદી સરકાર અને યૂપીની યોગી સરકાર આગામી વર્ષે યોજાનારી લોક્સભાની ચૂંટણીમાં મોટો રાજકીય લાભ કમાવા ઇચ્છી રહી છે. આ આયોજનને એક મોટી મતબેંકને પોતાની તરફ આકર્ષિત કરવાના પ્રયાસના ભાગરૂપે પણ જોવામાં આવી રહ્યુ છે.

ઉત્તર પ્રદેશના એક મોટા અધિકારીના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકારે 1200 કરોડ રૂપિયાની સહાયને મંજૂરી આપી દીઘી છે. જ્યારે 2200 કરોડ રૂપિયાની કુલ માંગ પર વિચારણા કરવામાં આવી રહી છે. 4236 કરોડ રૂપિયાના કુલ બજેટમાંથી 3000 કરોડ રૂપિયા સ્થાનિક પરિયોજનાઓ અને અલ્હાબાદ શહેરના વિકાસ પર ખર્ચ કરવામાં આવશે.જ્યારે બાકીની રકમ મેળાના ક્ષેત્ર પાછળ ખર્ચ કરાશે.દરમિયાન કુંભ મેળામાં આવવા માટે કેન્દ્ર સરકાર 192 દેશના પ્રતિનિધિઓ અને દેશના છ લાખ ગામના લોકોને બોલાવવાની તૈયારી કરી રહી છે.

 

 

December 5, 2018
pramukh_main.jpg
1min18910

પ્રમુખસ્વામી મહારાજની 98મી જન્મજયંતી મહોત્સવની ઉજવણીની શરૂઆત આજરોજ તા.5મી ડિસેમ્બર 2017ના સવારથી થઈ ચૂકી છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ આજે તા.5મી ડિસેમ્બરને બુધવારે વહેલી સવારે મહંતસ્વામી સાથે મળીને આ મહોત્સવ ખુલ્લો મૂક્યો. મહોત્સવને ખુલ્લો મૂક્યા વિજય રૂપાણીએ કહ્યું,’પ્રમુખસ્વામી મહારાજનો રાજકોટ સાથે અતૂટ સંબંધ રહ્યો હતો.’

રાજકોટમાં થઇ રહી છે પ્રમુખ સ્વામી મહારાજની 98મી જન્મજયંતિની ભવ્યાતિભવ્ય ઉજવણી

પ્રમુખસ્વામીની જન્મજયંતીની ઉજવણીના ધર્મોત્સવમાં 22 દેશના હરિભક્તો સહિત હજારો લોકો હાજરી આપી રહ્યા છે. આ ઉજવણી માટે માધાપર-મોરબી હાઈવે પર 500 એકર જમીનમાં સ્વામિનારાયણ નગર તૈયાર કરાયું છે. જેમાં રોજ 22 હજાર જેટલા સ્વયંસેવકો અને 700 સંતોસેવા આપી રહ્યા છે.

ભારતીય સંસ્કૃતિ અને સંવાદિતાને વૈશ્વિક ફલકે ઉજાગર કરનાર ખરેખરના લોક હ્રદય સમ્રાટ જેને ગણવામાં આવે છે એવા પ્રગટ બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની ૯૮મી જન્મજયંતી વિક્રમ સંવત-૨૦૭૫માં તિથિ અનુસાર તા.૧૫ ડિસેમ્બર, ૨૦૧૮ના આવી રહી છે. કેલેન્ડર વર્ષ અનુસાર તા.૭ ડિસેમ્બરે આ અવસર આવી રહ્યો છે. 2018માં બ્રહ્મસ્વરુપ શ્રી પ્રમુખ સ્વામી મહારાજના ૯૮મા જન્મોત્સવની ઉજવણીનો પ્રારંભ રાજકોટ ખાતે પરમ પૂજ્ય શ્રી મહંત સ્વામી મહારાજના સાંનિધ્યમાં તા.૫ ડિસેમ્બર, ૨૦૧૮થી કરવામાં આવ્યો છે.

  • મુખ્ય ઉજવણી કાર્યક્રમ તા.15મી ડિસેમ્બર 2018ના રોજ રાજકોટ ખાતે યોજાશે

વિરાટ વ્યક્તિત્વ કંઇ એમેજ નથી ખડું થયું

  • 17,000થી વધુ ગામોમાં વિચરણ
  • 2,50,000થીય વધુ ઘરોની મુલાકાત
  • 7,00,000થીય વધુ પત્રોનું લેખન
  • કરોડોની વ્યક્તિગત મુલાકાત

ભગવાન સ્વામિનારાયણની ગુણાતીત ગુરુપરંપરાના પાંચમા ગુરુદેવ આ વિશ્વવંદનીય સંતે નિર્વ્યાજ વાત્સલ્યવર્ષામાં બાળકો, યુવાનો, વૃદ્ધો, ભણેલા કે અભણ, દેશ કે વિદેશના સૌ કોઈને ધન્ય કર્યા હતા. બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાની અનેકવિધ આંતરરાષ્ટ્રીય પ્રવૃત્તિના સૂત્રધાર પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે કઠિન પુરુષાર્થથી એક વિરાટ ચારિત્ર્યવાન સમાજ ખડો કર્યો છે. 17,500થી વધુ ગામડાઓમાં સાદગીપૂર્ણ રીતે વિચરણ, 3,00,000થી વધુ ભક્ત નિવાસોની સ્વયં મુલાકાત, 7,00,000 ઉપરાંત પત્રોનું લેખન અને કરોડો ભક્તજનો સાથે વ્યક્તિગત મુલાકાત, આવા નકરા પુરુષાર્થને કારણે જ વિશ્વ સમાજ તેમને વંદનીય અને વિરાટ પ્રગટ બ્રહ્મસ્વરૂપ માને છે. આ મહાન સંતે સ્વયં પુરુષાર્થ કરીને અસંખ્ય લોકોનો જીવન-ઉત્કર્ષ કર્યો છે.

ભલભલી બ્રાન્ડને ટક્કર મારે એવી ખ્યાતિ અને આભા ખડી કરી અક્ષરધામની

અક્ષરધામ જેવા જગવિખ્યાત સંસ્કૃતિધામ ઉપરાંત, જગતભરમાં 1,100થી ય વધુ મંદિરોનું સર્જન કરીને શ્રી પ્રમુખ સ્વામી મહારાજએ સંસ્કૃતિનાં સનાતન સ્મારકો વિશ્વ ફલક પર વિસ્તાર્યા છે. અનેક કુદરતી આપત્તિઓ દરમિયાન ભારત અને વિશ્વના દેશોમાં તારાજ થયેલા લોકો માટે આ કરુણામૂર્તિ સંતની કરુણા સતત વહી છે અને તેમણે ધખાવેલી આ ધૂણી અવિરત અને અટલ પણે ચાલી રહી છે અને ભવિષ્યમાં પણ એ ક્યારેય બંધ નહીં થાય. સાધુતાના શિખર સમાન આ મહાન સંતની વિરાટ સિદ્ધિઓનું રહસ્ય એટલે પરમાત્માનો સાક્ષાત્કાર. અસંખ્યોએ તેમના સાંનિધ્યમાં પરબ્રહ્મની દિવ્ય અનુભૂતિ કરી છે, ઉચ્ચ અધ્યાત્મ-શિખર પ્રાપ્ત કર્યું છે.

 

પ્રગટ બ્રહ્મસ્વરૂપ પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજની જન્મજયંતિની ઉજવણીમાં ભાગ લેવા ઇચ્છતા ભાવિકો માટે ખાસ સૂચના

વિશ્વવંદનીય બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ પર્વના ઉપક્રમે આ વર્ષે ગુરુહરિ પ્રમુખસ્વામી મહારાજનો ૯૮મો જન્મજયંતી મહોત્સવ પ્રગટ બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં દિવ્યતા અને ભવ્યતાથી રાજકોટ ખાતે ઉજવાશે. આ અણમોલ અવસરનો લાભ લેવા આપ સૌને હાર્દિક નિમંત્રણ છે. આ ઉત્સવનો લાભ લેવા પધારનારા હરિભક્તોની સુવિધા સારી રીતે સચવાય તે માટે કેટલીક અગત્યની સૂચનાઓ ધ્યાનમાં લેવા વિનંતી:

  • જન્મજયંતી મહોત્સવ તા. ૧૫-૧૨-૨૦૧૮, માગશર સુદ ૮, શનિવારના રોજ સાંજે ૫:૦૦ થી ૮:૦૦ દરમ્યાન ઉજવાશે.
  • જન્મજયંતી મહોત્સવના દિવસે સૌ હરિભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા ઉત્સવ સ્થળે એટલે કે ‘સ્વામિનારાયણ નગર’માં બપોરે  ૨:00 સુધી રાખેલ છે. આ દિવસે સારંગપુર, ગઢડા કે ગોંડલમાં મહાપ્રસાદની વ્યવસ્થા થઈ શકશે નહીં.
  • જન્મજયંતી મહોત્સવની મુખ્ય સભા માટે સભાસ્થળે પ્રવેશ બપોરે ૩:00 વાગ્યા પછી પ્રાપ્ત થશે.
  • મહોત્સવના દિવસે કોઈપણ હરિભક્તે રાજકોટ મંદિરે દર્શન માટે ન જતાં સીધા જ મહોત્સવ સ્થળે પહોચવું. સભા પૂર્વે ઠાકોરજીનાં લાઈવ દર્શન સમયે સમયે થતાં રહેશે.
  • જેમને ભીડમાં તકલીફ પડે તેવા અતિવૃદ્ધ અને અશક્ત હરિભક્તો ઉત્સવમાં ન આવે એ ઇચ્છનીય છે. તેઓ મહોત્સવનું જીવંત પ્રસારણ ઘરે બેઠાં માણી શકશે.

આ જન્મજયંતી મહોત્સવમાં લાખોની સંખ્યામાં હરિભક્તો પધારવાના હોવાથી ઉતારા અંગે નીચેની સૂચનાઓ અવશ્ય ધ્યાનમાં લઈએ:

  • ગુજરાતના હરિભક્તો મહોત્સવના દિવસે નીકળી ઉત્સવ સમયે રાજકોટ પહોંચી શકશે. આથી ગુજરાતના કોઈપણ હરિભક્તો માટે ઉત્સવના દિવસે રાજકોટ, ગોંડલ, ગઢડા કે સારંગપુરમાં ઉતારાની વ્યવસ્થા થઈ શકશે નહીં, મહોત્સવની વિશાળતાને અનુલક્ષીને આ પ્રકારની વ્યવસ્થા અનિવાર્ય છે. તેથી ઉતારા માટે કોઈપણ પ્રકારનો આગ્રહ રાખવો નહીં.
  • ફક્ત પરપ્રાંત અને પરદેશના તથા વલસાડ અને તેથી દક્ષિણ વિસ્તારના હરિભક્તોને તા. ૧૪-૧૨-૨૦૧૮, શુક્રવારના દિવસે ઉતારા વિભાગ તરફથી ઉતારો પ્રાપ્ત થશે. આવનાર હરિભક્તો ઉપર જણાવેલ દિવસ કરતાં વહેલાં ન આવે તે ઇચ્છનીય છે.
  • ઉતારા માટે તા. ૧૯-૧૧-૨૦૧૮, સોમવાર સુધીમાં ઉતારા રિક્વેસ્ટ ફોર્મ ભરી સબમીટ કરવાથી આપને રજીસ્ટ્રેશનનો કન્ફર્મેશન નંબર તથા કન્ફર્મેશન ઇમેલ પણ પ્રાપ્ત થશે. આ ઉત્સવમાં મોટી સંખ્યામાં હરિભક્તો પધારનાર હોવાથી ઉતારાની વ્યવસ્થા રાજકોટ કે આજુબાજુના વિસ્તારોમાં વ્યવસ્થા પ્રમાણે કરવામાં આવશે. આ માટે આપનું વાહન અવશ્ય સાથે રાખવું.
  • પરદેશથી અને પરપ્રાંતથી પધારનાર હરિભક્તને રાજકોટની નજીકમાં પોતાનું કે સંબંધીનું નિવાસસ્થાન હોય તો ઉતારો ત્યાં જ રાખવો. અને પરદેશ અને પરપ્રાંતથી પધારનાર હરિભક્તો ગુજરાતમાં રહેતા પોતાના સ્નેહીજનોને ઉતારા માટે પોતાની સાથે ન લાવે તે ઇચ્છનીય છે.
  • કોઈ કારણસર ઉત્સવમાં આવવાનો કાર્યક્રમ રદ થાય અથવા આવનાર વ્યક્તિઓની સંખ્યામાં ફેરફાર થાય તો ઉતારા વિભાગને વહેલી તકે અવશ્ય જાણ કરવી.

ઉતારા માટે હોટલ બુકિંગની વ્યવસ્થાઃ

જે હરિભક્તો હોટલમાં રૂમ બુક કરાવવા ઇચ્છતા હોય, તેમણે મહોત્સવ-સ્થળની નજીક આવેલી હોટલોની વિગત માટે નીચે આપેલા ફોન નંબર પર સંપર્ક કરવો. ત્યાંથી હોટલોની માહિતી મેળવ્યા બાદ આપને હોટલ સાથે સીધો વ્યવહાર કરવાનો રહેશે.

ઉતારા અંગે વિશેષ માહિતી માટે સંપર્કઃ

ઉતારા વિભાગ
ફોન નંબરઃ +91 999 899 2136
ઇમેલઃ psm98utara@gmail.com

અન્ય સૂચનાઃ

તા. ૦૫-૧૨-૨૦૧૮ થી ૧૪-૧૨-૨૦૧૮ દરમ્યાન ‘સ્વામિનારાયણ નગર’ માં પ્રાતઃપૂજાદર્શન, વિશ્વશાંતિ મહાયાગ, જીવનપ્રેરક પ્રદર્શનો, વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ ઉદ્‌ઘોષ તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનો લાભ મળશે. રાજકોટ ઉપરાંત નજીકના વિસ્તારના હરિભક્તો તેનો લાભ લઈ શકશે, પરંતુ આ દિવસોમાં બહારગામના હરિભક્તો માટે ઉતારાની વ્યવસ્થા થઈ શકશે નહીં.

મહોત્સવ સ્થળઃ

‘સ્વામિનારાયણ નગર’, માધાપર-મોરબી બાયપાસ રોડ, રાજકોટ.

December 4, 2018
vadtal.jpg
1min8240
સંખેડા, નસવાડી અને તિલકવાડાના ૭૫ ઉપરાંત ગામડાના પટેલ, બ્રાહ્મણ, તડવી, વસાવા, વાણીયા, ભોઇ, માછી, બારીયા
વગેરે જ્ઞાતિઓના પાંચ હજાર જેટલા નવા સત્સંગીઓ સમૈયા અંતર્ગત શ્રીજી મહારાજનું પૂજન કરી ધન્યતા અનુભવશે!
       મૂળ સત્સંગીઓ સાથે નવદિક્ષિત સત્સંગીઓને પણ કથાપૂજનનો લ્હાવો મળે એ માટે પૂજ્ય નૌતમ સ્વામીનો અહીં ભારોભાર પ્રયાસ રહ્યો હોય તેમ જણાય આવે છે..! અર્થાત્ આ ઉત્સવ સરકાર જેનુંં વધુ જતન કરે છે તેવી આદિવાસી સહિતની પછાત જ્ઞાતિઓ માટેના સંસ્કાર નિરુપણનું આ એક પ્રશસ્ય પગલું છે અને આને માટે જો કોઇ સાચા યશના અધિકારી હોય તો તે પૂજ્ય નૌતમ સ્વામી
છે..!
¶ સત્સંગ માટે ઊંડાણના ગામડાં ખૂંદનાર પાંચે ય સંતો જગતપ્રકાશદાસજી, વેદાંતપ્રકાશદાસજી,રઘુનંદનદાસજી, ભક્તિચરણદાસજી તથા પ્રિયદર્શનદાસજી સ્વામીને  ધન્યવાદ..! ¶
            ———————-
¶ અહીંની પ્રથમ સત્સંગિજીવન કથા ¶
        આ વિસ્તારમાં સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન ગ્રંથ સત્સંગિજીવનની આ પ્રથમ પારાયણ છે અને જેના વક્તાઓ છે વિદ્વાન કથાકાર શાસ્ત્રી શ્રી સરજુદાસજી [ ભરુચ ] તથા યુવા કથાકાર શ્રી રઘુનંદનદાસજી [ કતારગામ ] તા.૮/૧૨/૨૦૧૮ ના રોજ શુભમુહૂર્તે
સવારે ૧૦ વાગ્યે પોથીપૂજન સાથે કથા શ્રવણ જ્ઞાનયજ્ઞનો આરંભ થશે.
       સંપ્રદાયના ભામાશાઓ ગણાતા પરમ હરિભક્તો ઘનશ્યામભાઈ ખાંધલી, ઘનશ્યામભાઈ મહેસાણા, પંકજભાઈ પટેલ તથા  મનોજભાઇ અજમેરા જેવા અનેક શ્રેષ્ઠિઓ માલપુરના પ્રથમ અતિથિ બનશે.
♦ અહેવાલ: વરિષ્ઠ પત્રકાર બાલુભાઇ વડતાલ સેન્ટર આણંદ
November 24, 2018
ayodhyay3.jpg
1min8910

આવતીકાલ રવિવાર તા.25મી નવેમ્બર 2018ના રોજ રામજન્મભૂમિ અયોધ્યા ખાતે યોજાઇ રહેલી ધર્મસભામાં દેશભરમાંથી બે લાખથી વધુ લોકો ઉમટી પડવાની વાતે લઘુમતિ સમુદાયના પરિવારોની અસુરક્ષા અહેવાલો વાઇરલ થતાં ઉત્તરપ્રદેશ સરકારે અયોધ્યામાં કલમ 144 લાગુ કરી દેવડાવી છે. રાજ્ય સરકારે લખનઉ ઝોનના એડીજી આશુતોષ પાંડેય અને ઝાંસી રેન્જના આઈજી એસએસ બઘેલને સુરક્ષા વ્યવસ્થાની દેખરેખ માટે સતત સ્ટેન્ડ ટુ રહેવાની સૂચના આપી છે. અયોધ્યામાં આજે ધર્મસભાના અેક દિવસ પૂર્વે એવો માહોલ છે કે જાણે કોઇ મોટી નવાજૂની થવાની ન હોય.

વિશ્વ હિન્દુ પરિષદના સૂત્રોના જણાવ્યા અનુસાર રવિવાર તા.25મી નવેમ્બરની ધર્મસભામાં 1,322 બસો અને 1,546 ફોર વ્હીલર્સમાં 80 હજારથી વધુ કાર્યકરો પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. 14 હજાર કાર્યકરો મોટરસાઈકલ પર આવશે અને 15 હજાર કાર્યકર્તાઓ ટ્રેન મારફતે અયોધ્યા પહોંચશે.

અયોધ્યા ખાતે રામ મંદિર નિર્માણ માટે સતત સક્રીય રહેતા દેશના બે સંગઠનો આર.એસ.એસ. અને વિશ્વ હિન્દુ પરિષદ પૈકી અેકાદ લાખ સમર્થકો આરએસએસના અને દોઢેક લાખ જેટલા વીએચપીના કાર્યકરો રવિવારે અયોધ્યામાં હશે એવો અંદાજ માંડવામાં આવ્યો છે. આ ઉપરાંત મોટાપ્રમાણમાં સાધુ-સંતો પણ ઉપસ્થિત રહેશે. વીએચપીના આયોજકોનું કહેવું છે કે રવિવારના મેગા મેળાવડા માટે ફૂડ પેકેટ્સ તૈયાર કરવામાં આવ્યા છે. આ આયોજનમાં મોટી સંખ્યામાં એકત્ર થઈને 2019ની લોકસભા ચૂંટણી અગાઉ કેન્દ્રની ભાજપ સરકાર પર વટહુકમ લાવીને રામ મંદિરના નિર્માણનું દબાણ લાવવાની તૈયારી છે.

November 24, 2018
Mataji_meldi.jpg
1min36470

અમદાવાદમાં નરોડા વિસ્તારમાં નરોડા–દહેગામ રોડ પર આવેલી સ્મશાનભૂમિ સંકુલમાં મસાણી મેલડી માતાના મંદિરમાં પૌરાણિક રીતિ-રિવાજોને પગલે માતાજીને દારૂ ચઢાવવાનું ચલણ એટલું વધી ગયું કે સામાન્ય લોકો તેમજ મંદિર સંચાલકો માટે ઉપદ્રવજનક બનતા મંદિરના સંચાલકોએ રીતસર બોર્ડ મારીને સૂચના લખવી પડી છે કે માતાજીને દારુ ચઢાવવો નહીં. સામાન્ય રીતે ચોક્કસ જ્ઞાતિના લોકોમાં આ રિવાજ છે પણ અહીં સ્વજનની અંતિમ વિધીમાં આવતા અજાણ્યા લોકો માટે આ બોર્ડ કૂતુહલ સર્જી રહ્યું છે અને આ બાબતથી અજાણ લોકો હવે આ મંદિરના ફોટા અને સ્ટોરી વાઇરલ કરી રહ્યા છે.

અમદાવાદના નરોડા-દહેગામ રોડ પર આવેલી આ સ્મશાન ભૂમિ આ જ કારણે આજકાલ સોશ્યલ મિડીયામાં ભારે ચર્ચાસ્પદ બની છે. સ્મશાનભૂમિમાં ઉપરોક્ત તસ્વીરમાં જોઇ શકાય છે એમ મસાણી મેલડી માતાનું નાનકડું મંદિર છે અને પૌરાણિક પરંપરા એવી છે કે અહીં કેટલીક ચોક્કસ જ્ઞાતિઓના લોકો માતાજીને દારૂ ચઢાવે છે અને પોતાની માનતા-અાખડી-બાધા વગેરે દૂર કરે છે. આ રીવાજ ધીરે ધીરે એટલો ફૂલ્યોફાલ્યો કે મંદિરમાં અન્ય લોકો પણ મસાણી મેલડી માતાને દારૂ ચઢાવવા માંડ્યા છે. એક તબક્કે લોકો દેશી દારૂની પ્લાસ્ટીકની કોથળીઓ, બાટલીઓ વગેરે મંદિરમાં ચઢાવી જતા હતા અને તેના જથ્થાનો નિકાલ કરવાનું પણ મુશ્કેલ બન્યું હતું. ગુજરાતમાં એક તરફ દારૂ બંધી છે અને અહીં વર્ષોથી શ્રદ્ધાળુઓ બેરોકટોક મસાણી મેલડી માતાને દારૂ ચઢાવી રહ્યા હતા. આખરે મંદિર સંચાલકોએ બોર્ડ મારી દેવું પડ્યું છે કે આ મંદિરમાં માતાજીને દારૂ ચઢાવવો નહીં.

 

November 20, 2018
girnar.jpg
1min6500

અવિધિસર રીતે તા. 17 નવેમ્બર 2018 ની મધરાતથી શરૂ થયેલી ગિરનારની લીલી પરિક્રમામાં સોમવાર તા.19મી નવેમ્બર 2018ની સાંજ સુધીમાં 12 લાખ ઉપરાંત યાત્રિકો ઊમટી પડ્યા હતા.

આ વિક્રમજનક સંખ્યા હોવા છતાં અને વિધિવત્ પરિક્રમાનું ઉદ્ઘાટન સોમવારે મધરાતે જ થયું હતું, આ લખાય રહ્યું હતું ત્યારે મંગળવાર તા.20મી નવેમ્બર 2018ની બપોરે પણ માનવપ્રવાહ ઘૂઘવતા સાગર ની જેમ પરિક્રમના પંથે સંચરી રહ્યો હતો. દરમિયાન હાલની પરિસ્થિતિનો અભ્યાસ કરતા એવું જણાય છે કે, હજુ સંખ્યામાં વધારો થશે. વનખાતાના કન્ટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર 6 લાખ લોકો, પરિક્રમા પૂરી કરીને ઘરે જવા રવાના થઈ ગયા છે. એક દાયકાની આ રેકર્ડબ્રેક સંખ્યા 12 લાખથી વધુ યાત્રિકોની નોંધાઈ છે. હજુ આ સંખ્યા વધવાની સંભાવના વનખાતાએ કરી હતી.