આધ્યાત્મિક Archives - Page 28 of 37 - CIA Live

March 20, 2019
masood_mumbai11.jpg
1min20460

જયેશ બ્રહ્મભટ્ટ

આજે તા.20મી માર્ચ 2019ને હોલિકા દહનનો પર્વે સમગ્ર ભારતમાં રંગેચંગે ઉજવાશે. ભદ્રા યોગ હોવાથી રાત્રે નવ વાગ્યા પછી મોટા ભાગના સ્થળો પર હોલિકા દહનનો કાર્યક્રમ યોજાશે. હોલિકા દહનના કાર્યક્રમો પૈકી મુંબઇમાં હોલિકા દહનના કાર્યક્રમમાં કેટલીક વેરાયટી મુંબઇગરાઓએ એડઓન કરી છે. જેમકે મુંબઇમાં પાંચેક ઠેકાણે હોલિકા દહનની સાથે પાકિસ્તાની આતંકવાદી મસૂદ અઝહરના વિશાલકાય પૂતળાને પણ બાળવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. એવી જ રીતે હોલિકા દહન પર્વે બાળકોમાં પબજી ગેમ વિરુદ્ધ અવેરનેસ આવે તે માટે એકાદ બે સ્થળોએ પબજી ગેમના આઇકોનના વિશાળ કદના પૂતળાનું પણ દહન કરવાના આયોજનો કરવામાં આવ્યા છે. હોલિકા દહન સાથે આ પ્રકારે સમાજના દૂષણોને બાળવાના કાર્યક્રમો સોશ્યલ મિડીયા પર ભારે ટ્રોલ થઇ રહ્યા છે.

A boy points to an effigy made in the likeness of Jaish-e-Mohammad chief Masood Azhar to be lit as part of the Hindu festival of Holika Dahan in Mumbai, India, Tuesday, March 19, 2019. Holika Dahan is a festival celebrated just before Holi by burning an effigy of Holika, the devil. (AP Photo/Rajanish Kakade)

મુંબઇગરાઓ હોલિકા દહન સાથે પાકિસ્તાની આતંકવાદી મસૂદ અઝહર, પબજી ગેમના આઇકોનના પૂતળાઓનું પણ દહન કરશે

મુંબઇમાં સ્કુલે જતા બાળકોના પેરેન્ટસની સૌથી મોટી ફરીયાદ એ હતી કે તેમના બાળકો સ્કુલ-ટ્યુશન જાય છે એ પછીનો મોટા ભાગનો સમય તેઓ મોબાઇલ ફોન પર પબજી ગેમ્સ રમી રહ્યા છે. ઘણાં બાળકો મોડી રાત્રે ઉજાગરા કરીને પબજી ગેમ્સ રમતા હોય છે, ઘણા પેરેન્ટસએ એવી પણ ફરીયાદો કરી હતી કે બાળકો તેમના પર્સનલ બેડરૂપમાં વાંચવાના બહાને પબજી ગેમ રમતા હોય છે. તાજેતરમાં મહારાષ્ટ્ર સરકારે પબજી ગેમ પર પ્રતિબંધ મૂક્યો હતો. મુંબઇગરાઓએ પબજી ગેમ વિરુદ્ધ જાગૃતિ ફેલાવવા માટે આજે તા.20મી માર્ચ 2019ના હોલિકા દહન પર્વે પબજીના વિશાળ કદના પૂતળાઓ બનાવીને તેનું પણ હોળી સાથે દહન કરી દેવાના આયોજનો મોટા પાયે કર્યા છે.

હોલિકા દહન સાથે બાળકો, યુવાનોમાં પબજી ગેમ વિરુદ્ધ અવેરનેસ ફેલાય તે માટે અનેક સ્થળોએ કાર્યક્રમો

મુંબઇમાં એક સ્થળે હોલિકા દહન પ્રોગ્રામની સાથે જ  પાકિસ્તાની આતંકવાદી અઝહર મસૂદના વિશાળ કદનું પૂતળું છેલ્લા ત્રણ દિવસથી ડિસ્પ્લેમાં મૂકવામાં આવ્યું છે. ભારતનો સૌથી મોટો ગુનેગાર મનાતો પાકિસ્તાની આતંકવાદી મસૂદના પૂતળાને આજે હોલિકા દહન દરમિયાન બાળવામાં આવશે. સમગ્ર મુંબઇના લોકોમાં મસૂદના આ વિશાળ કદના પૂતળાના દહનને લઇને વ્યાપક ચર્ચાઓ ચાલી રહી છે અને આજે સાંજે મોટી સંખ્યામાં લોકો મસૂદના બળતા પૂતળાને જોવા માટે તેમજ હોલિકા દહન માટે આયોજન સ્થળે ભેગા થાય તેમ માનવામાં આવી રહ્યું છે. મુંબઇમાં હોલિકા દહન સાથે મસૂદને બાળવાના આયોજનના ફોટો સોશ્યલ મિડીયા તેમજ ટ્વીટર પર પણ મોટા પાયે ટ્રોલ થઇ રહ્યો છે.

મુંબઇગરાઓ આજે હોલિકાદહનની સાથે ભારતના મોસ્ટ વોન્ટેટ ગુનેગાર પાકિસ્તાની આતંકવાદી મસૂદ અઝહરનું પૂતળું પણ બાળશે.

March 14, 2019
holi1.jpg
1min16030

જ્યારે આજથી એટલે કે તા.૧૪મી માર્ચથી હોળાષ્ટકનો પ્રારંભ થાય છે અને તા.૧૫મી માર્ચથી મીનાર્ક કમુર્તાનો પ્રારંભ થાય છે અને તા.૧૪મી એપ્રિલ, ૨૦૧૯ સુધી આ કમુર્તા રહે છે એટલે કે આ વર્ષે રામનવમીએ આ કમુર્તા પૂર્ણ થશે. આ સમયગાળામાં લગ્નાદિ સંસ્કાર કાર્યો કરી શકાતા નથી, પરંતુ આ સમયગાળામાં ભક્તિકાર્યો કરી શકાય છે. ચૈત્ર મહિનામાં આવતી નવરાત્રિ તથા વાર્ષિક ઉત્સવ, માતાજીની નવચંડી જેવા ધર્મકાર્યમાં કમુર્તાનો દોષ આવતો નથી. એટલે કે આ સમયગાળા દરમિયાન ચૈત્ર માસમાં આવતા નવરાત્રિ, રામનવમી જેવા પ્રસંગોમાં યજ્ઞક્રિયાઓ મોટી સંખ્યામાં થતી હોય છે, તેવા ધર્મકાર્યો કરવામાં કોઇ જ પ્રકારનો દોષ આવતો નથી.

  • તા. 14 માર્ચથી 14 એપ્રિલ 2019 સુધી હોળાષ્ટક, શુભ કાર્ય વર્જિત
  • તા. 20મી માર્ચને બુધવારે હોલિકા દહન
  • તા.21મી માર્ચને ગુરુવારે ધૂળેટી
  • તા.23 મી માર્ચે ચોથો શનિવાર
  • તા.24મી માર્ચે રવિવાર

શાસ્ત્રીય માન્યતાઓ મુજબ હોળાષ્ટકમાં કોઈ પણ નવુ કાર્ય, શુભ કાર્ય અથવા કોઈ પણ માંગલિક કાર્ય કરવુ ઉચિત ગણાતું નથી. હોળાષ્ટક હોળી પ્રક્ટાવ્ય (હોળીકા દહન) પછી સમાપ્ત થાય છે. હોળાષ્ટક દરમ્યાન હિંદૂ સંસ્કૃતિના 16 સંસકારો વર્જિત માનવામા આવે છે. એવુ માનવામા આવે છે કે હોળીના આઠ દિવસ પહેલાના દિવસો મોટેભાગે અમંગલ પ્રદાન કરતા હોય છે.

દેશના અમુક ભાગના લોકો હોળાષ્ટકને નથી માનતા. એવી માન્યતાઓ છે કોય તીર્થસ્થાન જેવાકે, શતરુદ્રા, વિપાશા, ઇરાવતી અને પુષ્કર સરોવરને છોડીને બાકીનાં સ્થાનો પર હોળાષ્ટકનો અશુભ પ્રભાવ નથી પડતો. એટલે અન્ય સ્થાનો પર બધી જગ્યાએ વિવાહ જેવા માંગલિક અને શુભ કાર્ય કોઈ પણ જાતની મુશ્કેલી વગર થઈ શકે છે, પરંતુ શાસ્ત્રીય માન્યતાઓ મુજબ હોળાષ્ટક દરમ્યાન શુભ કાર્ય વર્જિત માનવામાં આવે છે.

આ વર્ષે એટલે કે વિક્રમ સંવત-૨૦૭૫માં ફાગણી પૂનમે જ્યોતિષશાસ્ત્ર અનુસાર હોળીનું પ્રાગટ્ય રાત્રે ૮.૫૮ પછી જ ઉત્તમ છે, એ પહેલાં નહીં. કેમકે આ દિવસે વિષ્ટિ-ભદ્રા ત્યારબાદ પૂર્ણ થાય છે. 
આ વખતે હોળી-ધૂળેટીના પર્વ પછી શનિ રવિની રજાઓ વચ્ચે ફક્ત એક દિવસ 22મી માર્ચ શુક્રવાર આવે છે, ઘણાં કર્મચારીઓ, વ્યવસાયિકો, બિઝનેસમેન એક દિવસની રજા મૂકીને લોંગ વીકએન્ડ પર ફરવાનો પ્રોગ્રામ બનાવી રહ્યા છે.
March 11, 2019
Ramzan-Mubarak-Hindi-2013-500x500.jpg
1min7970
રવિવાર તા.10મી માર્ચ 2019ના રોજ કેન્દ્રના ચૂંટણી કમિશને લોકસભાની સામાન્ય ચૂંટણીઓનું સમયપત્રક જાહેર કર્યા બાદ પશ્ચિમ બંગાળ, બિહાર અને ઉત્તર પ્રદેશના મુસ્લિમ સંપ્રદાયમાંથી તીવ્ર વાંધા-વિરોધ એ બાબતો ઉઠ્યા છે કે કુલ 543માંથી 169 લોકસભા સીટો પર મતદાન રમજાન મહિનામાં થશે. રમજાનને કારણે મુસ્લિમ પરિવારો તેમના વોટિંગ રાઇટથી પણ વંચિત રહી શકે તેવી રજૂઆતો કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળ, બિહાર અને ઉત્તર પ્રદેશના મુસ્લિમ નેતાઓ અને મૌલાનાઓએ ચૂંટણી પંચ પર પ્રશ્નો ઉઠાવ્યા છે. આટલું જ નહીં તેઓએ ચૂંટણી પંચ સમક્ષ મતદાનની તારીખો બદલવા માટેની માગણી પણ કરી છે.
વધુમાં કોલકાતાના મેયર અને તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) નેતા ફિરહાદ હાકીમે કહ્યું કે, ચૂંટણી પંચ એક બંધારણીય એકમ છે અને આપણે તેમના નિર્ણયોનું સન્માન કરવું જોઈએ. આ મતદાન પ્રક્રિયામાં સૌથી વધારે મુશ્કેલી મુસ્લિમોને પડશે કારણકે મતદાન પ્રક્રિયા વખતે રમઝાન મહિનો ચાલતો હશે. અમે ચૂંટણી પંચ વિરુદ્ધ કોઈ જ પગલા લેવા નથી માંગતા, પરંતુ એટલું જરૂરથી કહીશું કે અંતિમ તબક્કામાં યોજાનારી મતદાન પ્રક્રિયા બિહાર, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળના લોકો માટે અઘરી રહેશે.
એવી જ રીતે ઉત્તર પ્રદેશ અને બિહારમાંથી પણ મુસ્લિમ સંપ્રદાયે રમજાન મહિનમાં ચૂંટણી મતદાનની પ્રક્રિયાનો વિરોધ કરીને તારીખ બદલવાની માગ કરી છે.
March 9, 2019
virar_womens.jpg
1min15840

પગ ધોઇને પાણી પી જવાનો ટ્રેન્ડ પવનપુત્ર હનુમાનજીએ શરૂ કર્યો હતો એ પછી કેવટએ તમસા નદી પાર કરાવી આપવાના બદલામાં પગ ધોવા દેવાની ભગવાન શ્રી રામ સમક્ષ શરત મૂકી હોવાનો ઉલ્લેખ રામાયણમાં છે

 

વનવાસે નીકળેલા રામ-સીતા અને લક્ષ્મણ તમસા નદીના કિનારે આવે છે. નાવમાં બેસી નદી પાર કરવા રામજી કેવટને બોલાવે છે. કેવટ વિચારે ભગવાનના ચરણ ધોવા મળે તો ભવપાર થાય. રામજીને કહે છે પ્રભુ પગ ધોવા દ્યો તો નદી પાર કરાવું.

થોડા સમય પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજમાં ગંગા સફાઇ કરી રહેલા કર્મચારીઓના પગ ધોયા હતા, આ ઘટના એટલી વાઇરલ થઇ હતી કે દેશમાં હવે પગ ધોવાનો ટ્રેન્ડ ચાલી નીકળ્યો છે.

મહિલા દિને મહારાષ્ટ્રના વિરારની સ્કૂલમાં નાનાં ભૂલકાંઓ પોતાની મમ્મીના પગ ધોઈ પૂજા કરી : બાળકોને પગ ધોતાં જોઈને અનેક મમ્મીની આંખ ભીની થઈ

મુંબઈ: મહિલા દિવસની અનોખી ઉજવણી
વિરારની સ્કૂલમાં બાળકોએ માં ના પગ ધોઈને તેની પૂજા કરી હતી.

મુંબઇના વિરાર (વેસ્ટ)માં આવેલી શ્રીજી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સેન્ટ મૅરી સ્કૂલમાં સંચાલકોએ મહિલા દિન નિમિત્તે તમામ મમ્મીઓને સ્કુલમાં બોલાવીને માતાઓના પગ બાળકો પાસે ધોવડાવીને તેમને માં નું મહાત્મ્ય સમજાવવા પ્રયાસ કર્યો હતો. સ્કૂલનાં ભૂલકાંઓની મમ્મીને સ્કૂલમાં બોલાવી તેમના પગ ધોઈ પુષ્પ અર્પણ કરીને તેમની પૂજા કરવામાં આવી હતી અને એ જોઈને અનેક મમ્મીની આંખો રીતસરની ભરાઈ આવી હતી.

કોઇકના પગ ધોવા એ ભારતીય શાસ્ત્રોમાં અત્યંત પવિત્ર કાર્ય માનવામાં આવે છે અને એ જ રૂએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગંગા નદીની સફાઇ કરી રહેલા સફાઇ કર્મીઓના પગ ધોઇને સમાજને એક પવિત્ર સંદેશો પાઠવ્યો હતો. એવી જ રીતે વિરાની સ્કુલના સંચાલકોએ બાળકોમાં તેમની મમ્મીનું મહત્વ સમજાવવા અને આ પ્રવૃત્તિ કરવાથી તેમનામાં સારા સંસ્કાર કેળવી શકાય એ હેતુથી માં ના પગ ધોવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આજના ડિજિટલ યુગમાં આપણાં બાળકો આપણી સંસ્કૃતિથી દૂર થઈ રહ્યાં છે. આવા સમયમાં આવા કાર્યક્રમના માધ્યમથી આપણે આપણાં બાળકોમાં એ સંસ્કૃતિ અને સંસ્કારનો પરિચય કરાવવો ખરેખર જરૂરી છે. આ કાર્યક્રમ સ્કૂલે જેવો વિચાર્યો એના કરતાં પણ સારો રહ્યો, કારણ કે સ્કૂલના વિદ્યાર્થીઓ સહિત તેમની માતાઓ પણ ખૂબ ઉત્સાહિત જોવા મળી હતી અને સમય પહેલાં જ સ્કૂલમાં પહોંચી ગઈ હતી. તેમનાં નાનાં ભૂલકાંઓને તેમનાં ચરણ ધોયાં અને પુષ્પ અર્પણ કરીને પૂજા કરી એ જોઈને અનેક માતાઓ રીતસરની રડી પડી હતી અને વાતાવરણ ભાવુક થઈ ગયું હતું.

કાર્યક્રમ જોઈ રહેલા લોકો માટે પણ આ દૃશ્ય હૃદયસ્પર્શી બની ગયું હતું. અનોખી રીતે કરવામાં આવેલી મહિલા દિવસની ઉજવણીને કારણે માતાઓએ ખૂબ વિશેષ અનુભવ ક્ર્યો અને બાળકો પણ ઘણું શીખ્યા હતા. ત્યાર બાદ માતા-બાળક માટે હરીફાઈનું પણ આયોજન કર્યું હતું. ગઈ કાલે આખી સ્કૂલમાં ફક્ત મહિલાઓ અને મહિલાઓ જ દેખાઈ રહી હતી.’

March 8, 2019
ayodhya.jpg
1min6700

અયોધ્યા જન્મભૂમિ વિવાદને લઈને સુપ્રીમ કોર્ટે કેટલીક માર્ગદર્શક સૂચનાઓ જારી કરી છે. દેશના સૌથી સંવેદનશીલ અને વિવાદી ઇશ્યુ ગણાતા અયોધ્યા વિવાદમાં મધ્યસ્થીથી નિર્ણય લાવવાનો આગ્રહ રાખીને સુપ્રીમ કોર્ટએ આઠ અઠવાડિયામાં મધ્યસ્થી કરીને સમાધાન કરવામાં આવે એવો અભિગમ જાહેર કર્યો છે.

અયોધ્યા વિવાદને સુલઝાવવા માટે સુપ્રીમ કોર્ટે ત્રણ સભ્યોની મધ્યસ્થતા સમિતિની રચના કરી છે. જેની અધ્યક્ષતા રિટાયર્ડ જસ્ટિસ ઈબ્રાહિમ ખલીફુલ્લાહ કરશે. આ સમિતિમાં શ્રી શ્રી રવિશંકર અને શ્રી રામ પંચૂ પણ સામેલ છે.

  • સુપ્રીમ કોર્ટે ત્રણ સભ્યોની મધ્યસ્થતા સમિતિની રચના કરી
  • રિટાયર્ડ જસ્ટિસ ઈબ્રાહિમ ખલીફુલ્લાહ
  • શ્રી શ્રી રવિશંકર
  • શ્રી રામ પંચૂ

સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં એમ પણ કહ્યું છે કે આ મધ્યસ્થતાની આખી પ્રક્રિયા અયોધ્યામાં થશે. તેની કોઈ મીડિયા રિપોર્ટિંગ નહીં થાય. મધ્યસ્થતાની પ્રક્રિયા એક અઠવાડિયામાં શરૂ કરવાની છે. આઠ અઠવાડિયામાં આ પ્રક્રિયા પૂરી થઈ જશે અને તે બાદ સમિતિએ પોતાનો ફાઈનલ રિપોર્ટ સોંપવાનો રહેશે.

March 5, 2019
ann2.jpg
1min18830

દર વર્ષે બોર્ડ અને કોલેજોની પરીક્ષા સમયે સુરતના પાલ સ્થિત સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે પરીક્ષાર્થીઓ અને તેમના વાલીઓની કતારો લાગે છે, કતાર દર્શન અને આશીર્વાદ માટે તો લાગે છે પરંતુ, અહીં પરંપરા કહો કે પોઝિટીવ વાઇબ્સ ગણો, પણ સિદ્ધિ વિનાયક ગણપતિ દાદાના ચરણોમાં અભિમંત્રિત કરાયેલી બોલપેન મેળવવા માટે રીતસર કતાર લાગે છે. પ્રસ્તુત તસ્વીર તા.5મી માર્ચ 2019ના રોજ સાંજે 7 વાગ્યે લાગેલી કતારની છે. મંદિરના ટ્રસ્ટી શ્રી નીતિનભાઇ કહે છે કે બોર્ડની પરીક્ષા આડે હવે એક દિવસ બાકી હોઇ, મોટી સંખ્યામાં પરીક્ષાર્થીઓ જે બોલપેનથી ઉત્તરવહી લખવાના હોય તે બોલપેન તેમજ અન્ય ટુલ્સ, કંપાસ વગેરે લઇને ગણપતિ દાદા પાસે આવે છે અને તેમના ચરણોનો સ્પર્શ કરાવીને અભિમંત્રિત કરાવે છે. આ કોઇ અંધશ્રદ્ધા નથી પરંતુ, ગણપતિ દાદાના ચરણોમાં અભિમંત્રિત કરેલી આ વસ્તુઓથી પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને હકારાત્મક લાગણી અનુભવાય તેમજ તેના પરીણામો ભૂતકાળમાં સારા મળ્યા છે એટલે પરંપરા દર વર્ષે આગળ વધી રહી છે.

અહીં પરીક્ષા પહેલા દર્શનાર્થે આવતા વિદ્યાર્થીઓને પરીક્ષાનો ખોટો ભય રહેતો નથી, પોઝિટીવ વાઇબ્સની અનુભૂતિ સાથે વિદ્યાર્થીઓ કોઇપણ જાતનો ભય રાખ્યા વગર પ્રશ્નપત્રો આપી શકે છે.

પાલ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે ભગવાન શ્રી ગણેશના ચરણોમાં બોલપેન અભિમંત્રિત કરાવવા માટે તા.5મી માર્ચ 2019ની સાંજે પરીક્ષાર્થીઓ અને તેમના વાલીઓની કતાર લાગી હતી તે વેળાની તસ્વીર

પાલ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે ભગવાન શ્રી ગણેશના ચરણોમાં બોલપેન અર્પણ કરીને આશીર્વાદ મેળવી રહેલા પરીક્ષાર્થીઓ દ્રશ્યમાન છે

પરીક્ષા આડેના 7 દિવસ પૂર્વેથી શહેરના કેટલાક વાલીઓ અને વિદ્યાર્થીઓ તેમના ઇષ્ટ દેવના આશીર્વાદ લેવા માટે મંદિરોની મુલાકાતે જતા જોવાયા હતા. સૌથી વધુ વિદ્યાર્થીઓ પાલ અડાજણના સિદ્ધિ વિનાયક ગણપતિ ભગવાનના દર્શનાર્થે જ જતા હોવાનો રેકોર્ડ છે. મંદિરના ટ્રસ્ટી શ્રી નીતિનભાઇ મહેતાએ જણાવ્યું હતું કે જ્યારથી સિદ્ધી વિનાયક ગણપતિ દાદા પાલ અડાજણ મંદિર સ્કુલમાં બિરાજમાન થયા છે એ વર્ષથી જ બોર્ડની પરીક્ષા ટાણે વિદ્યાર્થીઓ તેમના માતાપિતા સાથે બોલપેન લઇને આવે છે અને જે બોલપેનથી ઉત્તરવહીમાં લખવાનું હોય છે એ બોલપેન ગણપતિ દાદાના ચરણોમાં ધરીને આશીર્વાદ લેવાની પરંપરા છે. આ વર્ષે પણ સેંકડો વિદ્યાર્થીઓ આ પ્રકારે આવી ચૂક્યા છે.

સિદ્ધી વિનાયક ગણપતિ મંદિરમાં પૂજારી શ્રી અંબિકા પ્રસાદ પરીક્ષાર્થીઓની બોલપેન ગણપતિ દાદાના ચરણોમાં સમર્પિત કરીને મંત્રોચ્ચાર કર્યા બાદ બોલપેન પરત આપે છે. આ જ્યારથી મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા સમારોહ થયો ત્યારથી ચાલી આવે છે.

બીજી તરફ પરીક્ષાર્થીઓના ઘરે શુભેચ્છા આપવા માટે મિત્રો, સબંધીઓ, કુટુંબીજનો વગેરે પણ ભીડ લગાડી રહ્યા છે. કાઉન્સિલરો કે શિક્ષણશાસ્ત્રીઓ ભલે આવું કરવાની ના પાડતા હોય પરંતુ, લાગણીવશ સુરતીઓ પરીક્ષાર્થીઓને શુભેચ્છા આપવા માટે ગીફ્ટસ અને ગુડલક લઇને વીશ કરવા માટે પહોંચી જાય છે.

February 27, 2019
Bhavnath_Mahadev.jpg
1min9500

ગિરનારની ગોદ ભવનાથ તળેટીમાં જીવ અને શિવના સમાગમ સમા છ દિવસીય શિવરાત્રી મિનિકુંભ મેળાનો બુધવાર, તા.27ના રાજ્યપાલની ઉપસ્થિતિમાં ભવનાથ મંદિરે ધ્વજારોહણ સાથે પ્રારંભ કરાશે. મેળાના પ્રારંભ પૂર્વે આજે સાંજે મુરસુંદ ગુફાથી તળેટી સુધી સંત પ્રવેશ યાત્રા યોજાઇ હતી.

દેશ વિદેશમાં વિખ્યાત મહાશિવરાત્રી મેળાને રાજ્ય સરકાર દ્વારા મિનિકુંભનો દરજ્જો આપી રૂ.15 કરોડની ફાળવણી કરી છે. આવતીકાલથી છ દિવસ ભવનાથ તળેટીમાં ભજન, ભોજન અને ભક્તિની આહલેક જાગશે. દિગમ્બર સાધુ સહિતનાઓએ ધૂણા ધખાવ્યા છે.

Bhavnath Mahadev Mandir

પુલવામા આતંકી હુમલામાં વિરગતી પામેલા 40 જવાનોના માનમાં સાધુ – સંતોએ મેળાને સાદગીથી ઉજવવાનો નિર્ણય કર્યો છે. તેથી શિવરાત્રીની રાત્રે દિગમ્બર સાધુ સંતોની રવેડી પણ વાજિંત્રો વિહોણી નીકળશે.

શિવરાત્રી મિનિકુંભ મેળો ભવ્ય રીતે ઉજવાય અને ભાવિકોને કોઇ અગવડતા ન પડે તે માટે જિલ્લા કલેક્ટર કમ મ્યુ.કમિશનર ડો.પારધીના માર્ગદર્શન હેઠળ તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. જિલ્લા પોલીસવડા દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
મહાશિવરાત્રી મેળાનો આવતીકાલ વિધિવત્ પ્રારંભ પૂર્વે આજે બપોર બાદ દામોદરકુંડ પાસે આવેલ મુંચકુંદ ગુફા ખાતેથી’ સાધુ – સંતોનો નગર પ્રવેશ યોજાયો હતો. તેમાં મોટી સંખ્યામાં સાધુ- સંતો જોડાયા હતા.

આવતીકાલ તા.27ના સવારે ભવનાથ મહાદેવનું પૂજન, અર્ચન રાજ્યપાલ ઓ.પી. કોહલી કરશે ત્યારબાદ તેમની ઉપસ્થિતિમાં ભવનાથ મંદિરના મહંત હરિગિરિજી મહારાજના હસ્તે ધ્વજારોહણ સાથે મેળાનો વિધિવત્ પ્રારંભ કરાશે. આ સાથે તળેટી હર… હર… મહાદેવ જય ગિરનારીના નાદથી ગુંજી ઉઠશે. ત્યારબાદ તળેટીમાં 51 લાખ રૂદ્રાક્ષના પારાનું 51 ફૂટ ઉંચુ શિવલિંગ તૈયાર કરાયું છે. તેનું પૂજન રાજ્યપાલ કરશે અને ભવનાથ પ્રવેશ દ્વારનું ઉદ્ઘાટન કરાશે. તા.28ના રોજ પ્રથમ વખત જૂનાગઢના ભૂતનાથ મંદિરથી ભવનાથ સુધી ડમરૂ યાત્રા યોજાશે. તેમાં 1100 ડમરૂ વાદકો જોડાશે.

શિવરાત્રી મિનિકુંભ મેળાને લઇ જૂનાગઢ શહેર તથા તળેટી માર્ગ અને ભવનાથ તળેટીમાં ભીંતચિત્રો, લાઇટિંગ ડેકોરેશનથી શણગારવામાં આવેલ છે. દરરોજ સંત સંમેલન, ધર્મસભા યોજાશે તેમાં તા.1ના રોજ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના અધ્યક્ષસ્થાને અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના મુખ્ય મહેમાનપદે સંમેલન યોજાશે.

જ્યારે તા.2ના ઋતંભરાજીના અધ્યક્ષ સ્થાને ધર્મસભા યોજાશે. તા.4ના રોજ શિવરાત્રીની રાત્રે સાદાઇથી રવેડી નીકળશે અને નિર્ધારિત રૂટ ઉપર દિગમ્બર સાધુઓના અંગ કસરતના દાવ વચ્ચે ફરી મધરાતે મૃંગી કુંડમાં સ્નાન અને પૂજન સાથે મેળો સંપન્ન થશે.

February 13, 2019
tihar.jpg
1min30070

જયેશ બ્રહ્મભટ્ટ  98253 44944

કંઇક નોખું કરવાની વૃત્તિ ધરાવતા સુરતના જાણીતા હીરા ઉદ્યોગપતિ સવજીભાઇ ધોળકીયા હવે ભારતની સૌથી મોટી અને ખૂંખાર અપરાધીઓ ધરાવતી દિલ્હીની તિહાર જેલમાં ભાગવત કથા બેસાડી રહ્યા છે અને આ મુદ્દાને લઇને તેઓ સમગ્ર ભારતમાં જ નહીં બલ્કે વિશ્વના ગુજરાતી સમાજમાં વાઇરલ થઇ રહ્યા છે. તિહાર જેલમાં જુદા જુદા ગુનાઓની સજા ભોગવી રહેલા કેદીઓ માટે આ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. આ કથા હિન્દીમાં કહેવામાં આવશે અને ગુજરાતના જાણીતા કથાકાર જિજ્ઞેશ દાદા ભાગવત કથાની વ્યાસપીઠ પર બિરાજશે.

(File Photo of Mr. Savji Dholakiya, who organizes Bhagwat Katha At Tihar Jail )

  • આગામી તા.20થી 26 ફેબ્રુઆરીમાં દિલ્હીની તિહાર જેલમાં ભાગવત કથાનું આયોજન
  • આયોજક સુરતના હરેકૃષ્ણ ડાયમંડ ગ્રુપ
  • કથાકાર જિજ્ઞેશ દાદા વ્યાસપીઠ પરથી ભાગવત કથા કહેશે
  • ભાગવત કથા હિન્દીમાં

(Kathakar Jignesh Dada will deliver Bhagwat katha at Tihar Jail)

(અગાઉ હરીદ્વાર ખાતે પણ જિજ્ઞેશ દાદાની કથા કરાવી ચૂક્યા છે સુરતના હીરાઉદ્યોગપતિ સવજીભાઇ ધોળકીયા)

મળતી માહિતી મુજબ સુરત બેઝ્ડ ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ, હરેકૃષ્ણ એક્સપોર્ટસ ગ્રુપના નેજા હેઠળ આગામી તા.20મી ફેબ્રુઆરીથી 26મી ફેબ્રુઆરી 2019 દરમિયાન દિલ્હીની તિહાર જેલમાં ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. ભાગવત કથા માટે વ્યાસપીઠ પર હાલમાં ગુજરાતમાં સૌથી વધુ ચર્ચાસ્પદ જિજ્ઞેશ દાદા બિરાજશે અને તિહાર જેલની આ કથાનું સઘળું આયોજન હરેકૃષ્ણ ડાયમંડ ગ્રુપ, સુરત દ્વારા કરવામાં આવી રહ્યું છે. સુરત ખાતેથી પણ સવજીભાઇ ધોળકીયા તેમના ગ્રુપ તેમજ કેટલાક ઉદ્યોગપતિઓ કથા દરમિયાન દિલ્હી ખાતે જ ઉપસ્થિત રહેશે.

February 9, 2019
CIA_Live_Logo_New2.jpg
1min7230

પ્રયાગરાજમાં અખાડાના સંતો દ્વારા પસંદગી

સોરઠના સંત તથા ચાંપરડા બ્રહ્માનંદ વિદ્યાધામના સંસ્થાપક અને બ્રહ્માલીન ગોપાલાનંદજીના કૃપાપાત્ર શિષ્ય તથા પંચ  અગ્નિ અખાડાના સભાપતિ મહંત મુકતાનંદ બાપુની પ્રયાગરાજ કુંભ મેળામાં અખિલ ભારત સાધુ સમાજ ગુજરાત પ્રાંતના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે.
અખિલ ભારત સાધુ સમાજના ગુજરાત પ્રાંતના પ્રમુખ તરીકે દિવગંત ગોપાલાનંદજી બાપુએ વર્ષો સુધી ફરજ બજાવી હતી, તેમની સાથે મહંત મુક્તાનંદ બાપુ રહેતા હોવાથી અને પંચ અગ્નિ અખાડાના સભાપતિ પદે પસંદગી પામ્યા હતા. ત્યારે ગુજરાત એકમનાં પ્રમુખ પદ ખાલી હોય, આ પદ ઉપર કુંભમેળામાં અખાડાઓના વરિષ્ઠ સંતો દ્વારા વરણી કરવામાં આવી છે.

સાધુ સમાજમાં પ્રમુખ પદ ખુબ જવાબદારીવાળું હોય અને મહંત મુકતાનંદ બાપુમાં તમામ ગુણોને ધ્યાને લઇ અખાડાના વરિષ્ઠ સંતો દ્વારા ગુજરાત એકમના પ્રમુખ પદે વરણી કરવામાં આવી છે.

February 4, 2019
mauni5.jpg
1min10060

ત્રિવેણી સંગમ ખાતે મૌની અમાસના દિવસે લાખો શ્રદ્ધાળુઓ શાહી સ્નાન માટે ઉમટી પડ્યા હતા. પ્રયાગરાજ સંગમમાં સવારે સવા કરોડ જેટલા શ્રદ્ધાળુઓએ ડૂબકી લગાવી. આ સિવાય અખાડાઓ દ્વારા શાહી સ્નાન કરવામાં આવ્યું હતું.

પ્રયાગરાજમાં કુંભ મેળો ચાલી રહ્યો છે. કુંભમાં શાહી સ્નાનનું વિશેષ મહત્વ છે. આજે મૌની અમાસના દિવસે સાધુ-સંતો સહિત લાખો શ્રદ્ધાળુઓએ ગંગામાં ડૂબકી લગાવીને શાહી સ્નાન કર્યું હતું.

ધાર્મિક પરંપરાઓ અનુસાર મહા મહિનામાં આવતી આ અમાસને મૌની અમાસ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે સ્નાન કરવાનો ખાસ મહિમા છે.

આ દિવસે પવિત્ર સંગમ અને નદીમાં દેવતાઓ નિવાસ કરતા હોવાની પૌરાણિક માન્યતા છે, આ દિવસે ખાસ ગંગા સ્નાન કરવાનો મહિમા છે. જેના કારણે લાખોની સંખ્યામાં લોકો અહીં સ્નાન કરવા પહોંચે છે.

 મૌની અમાવસ નિમિત્તે ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગીએ શ્રદ્ધાળુઓને શુભેચ્છાઓ પાઠવી હતી. યોગી આદિત્યનાથે આચાર્ય મહામંડલેશ્વરો, મહંતો, તેમજ શ્રદ્ધાળુઓને શુભેચ્છા પાઠવી હતી.

સવા કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ અયોધ્યામાં ઠંડી અને ધુમ્મસના વાતાવરણ વચ્ચે સરયૂ નદીમાં ડૂબકી લગાવી સ્નાન કર્યું હતું.

ચિત્રકૂટ ખાતે પણ મૌની અમાસના અવસર પર લાખો શ્રદ્ધાળુઓ સ્નાન કર્યું હતું. લોકોએ સ્નાન કરીને પૂજા-અર્ચના કરી હતી. આ સિવાય શ્રદ્ધાળુઓ મંદાકિની ખાતે પણ સ્નાન કર્યું હતું.

 મૌની અમાવસ્યાના દિવસે દાન કરવાની પ્રથા છે આ દિવસે કપડા, વસ્ત્ર, ધન, ગાય, જમીન અને સોનુ દાન કરવાનો મહાત્મ છે.

કુંભમાં લાખો લોકોની હાજરી છતાંય સ્વચ્છતા પર ધ્યાન અપાઈ રહ્યું છે. સફાઈ કામદારો દ્વારા નદી કિનારો સતત સ્વચ્છ રખાઈ રહ્યો છે.