CIA ALERT

ટ્રેન્ડિંગ Archives - Page 33 of 44 - CIA Live

October 16, 2021
girlion.jpg
1min465

દેશની શાન સમાન ગીર જંગલમાં વનરાજોનું વેકેશન પૂર્ણ થતા આવતીકાલથી 16થી સાસણમાં સિંહ દર્શનનો પ્રારંભ થનાર છે. આ અંગેની તમામ તૈયારીઓ પૂર્ણ કરાઇ છે, ઓનલાઇન પરમીટ મેળવનાર પ્રવાસીઓ સાસણ પહોંચ્યા છે.

ચોમાસુ અને નવરાજોના મેટીંગ પીરીયડને કારણે ચાર માસ સાસણ જંગલમાં સિંહ દર્શન બંધ રહે છે, તે આજે પૂર્ણ થતા આવતીકાલ તા.16થી સિંહ દર્શનનો પ્રારંભ થશે, જીપ્સી, ગાઇડ અને વનતંત્ર આ માટે સજ્જ થયું છે. કોરોના મહામારીને કારણે લાંબો સમય ગીર જંગલના સાસણમાં સિંહ દર્શન બંધ રહ્યા હતા અને સંક્રમણ ઘટતા શરૂ થયા બાદ ચોમાસું આવી જતા વનરાજોનું વેકેશન શરૂ થતા સિંહ દર્શન બંધ રહ્યા બાદ આવતી કાલથી શરૂ થઇ રહ્યું છે અને  આગામી સપ્તાહ સુધીનું રજિસ્ટ્રેશન હોવાનું વનસૂત્રો જણાવી રહ્યા છે.

October 16, 2021
cs1-1280x853.jpg
1min410
<div class="paragraphs"><p>MS Dhoni's CSK have beaten KKR to win their fourth IPL title.</p></div>

ધોનીના ધૂરંધરો આઇપીએલની 14મી સિઝનમાં ચેમ્પિયન થયા છે. ફાઇનલમાં કોલકતા નાઇટ રાઇડર્સ સામે 27 રને યાદગાર વિજય હાંસલ કરીને ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમ આઇપીએલના ઇતિહાસમાં ચોથીવાર ચેમ્પિયન બની છે. ધોનીની સુકાનીપદ હેઠળ ચેન્નાઇની ટીમ આ પહેલા 2010, 2011 અને 2018માં ખિતાબ જીતવામાં સફળ રહી હતી. હવે તેણે 2021ની સિઝનનો ખિતાબ જીતી લીધો છે અને 2012ના ફાઇનલમાં કોલકતાના હાથે મળેલ હારનો પણ બદલો લીધો હતો.

કેકેઆરનું ત્રીજીવાર ચેમ્પિયન બનાવાનું સપનું ચકનાચૂર થયું.

સીએસકેના 3 વિકેટે 192 રનના પડકારરૂપ સ્કોરના જવાબમાં કેકેઆરે આક્રમક શરૂઆત કરીને પહેલી વિકેટમાં 64 દડામાં 91 રનની ભાગીદારી કરી હતી, બાદમાં ફરી એકવાર મીડલ ઓર્ડરના ધબડકાને લીધે કોલકતાએ હાથમાં આવેલી બાજી ગુમાવી દીધી હતી અને 36 રનના ગાળામાં 8 વિકેટ ગુમાવીને ચેન્નાઇને તાસક પર જીત ધરી દીધી હતી. આથી કેકેઆરના 20 ઓવરના અંતે 9 વિકેટે 165 રન થયા હતા. કેકેઆર તરફથી બન્ને ઓપનર વૈંકટેશ અય્યર અને શુભમન ગિલે અર્ધસદી કરી હતી. અય્યરે 32 દડામાં પ ચોકકા-3 છકકાથી પ0 અને શુભમને 43 દડામાં 6 ચોકકાથી પ1 રન કર્યાં હતા. ચેન્નાઇ તરફથી પ્લેસિસે સૌથી વધુ 86 રન કર્યાં હતા. જયારે શાર્દુલને 3 અને રવીન્દ્ર-હેઝલવુડને ર-ર વિકેટ મળી હતી.

કેપ્ટન કૂલ એમએસ ધોની વિશે કહેવાય છે કે તે અનહોની કો હોની કર દે, આઇપીએલના ફાઇનલમાં પણ આવું જ જોયા મળ્યું હતું. કોલકતાની યુવા ટીમ પર ચેન્નાઇની અનુભવી ટીમ ભારે પડી હતી.

October 16, 2021
dakor.jpg
1min439

ગુજરાતભરમાં રસીકરણ ૧૦૦ ટકા પૂર્ણ કરવા માટે જિલ્લાઓમા અલગ અલગ કિમિયા અજમાવવા માં આવી રહ્યા છે ત્યારે ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં ઓછા રસીકરણની સમસ્યાને નાથવા માટે પાલિકાના ચીફ ઓફિસરે એક પત્ર જારી કર્યો હતો. આ કામગીરી કરવા માટે તેમણે પોલીસ બંદોબસ્તની માગણી કરી હતી. અત્યાર સુધી ડાકોર શહેરમાં ૬૫ ટકા જેટલું રસીકરણ થયું છે.

ઇન્સ્પેક્ટરને સંબોધીને લખેલા પત્ર તેમણે ઉલ્લેખ કર્યો હતો કે ડાકોર મંદિરમાં દર્શન કરવા આવતા ડાકોર ગામના નાગરિકોએ વૅક્સિન મુકાવી હોય તો તેઓનું વૅક્સિનેશન સર્ટિફીકેટ ચકાસ્યા બાદ જ મંદિરમાં પ્રવેશ આપવાનો રહેશે. 

વધુમાં જણાવ્યું હતુ કે ૧૩મી ઓક્ટોબરના રોજ ઠાસરા પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં મળેલી મીટિંગમાં ડાકોરવાસીઓના વૅક્સિનેશન પર ભાર મૂકવામાં આવ્યો છે. ચીફ ઓફિસરે આ મીટિંગનો હવાલો આપી સ્થાનિક લોકોના મંદિર પ્રવેશ પહેલા તેમનું વેક્સિનેશન છે કે નહીં ચેક કરવાનો ઉલ્લેખ કર્યો છે. અમદાવાદ શહેરમાં પણ જે લોકોએ વેક્સીન ન લીધી હોય તેઓને બી.આર.ટી.એસ.માં બેસવા દેતા નથી.  મંદિર બહાર વેક્સિનેશન સેન્ટર ઊભું કરાયું છે, જે વ્યક્તિને પોતાની ઈચ્છાથી વેક્સિન લેવી હોય તે વેક્સિન લઈ શકે છે.

October 15, 2021
dussehra.jpg
1min468

આજે તા.15મી ઓક્ટોબર 2021ને શુક્રવારના રોજ દેશભરમાં વિજયાદશમી એટલે કે દશેરાનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસને અનિષ્ટ પર સારાઇની જીત તરીકે પણ ઉજવવામાં આવે છે. હિન્દુ ધર્મમાં વિજયાદશમીનું વિશેષ મહત્વ છે. હિન્દુ પંચાંગ મુજબ, દશેરા આસો મહિનાના શુક્લ પક્ષની દસમના દિવસે ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે દશમીના દિવસે મા દુર્ગાએ મહિષાસુરનો વધ કર્યો હતો.

શાસ્ત્રોમાં વિજયાદશમી શ્રેષ્ઠ હોવાનું કહેવાય છે. એવું પણ કહેવામાં આવે છે કે આ દિવસે વિજય મુહૂર્તમાં શરૂ કરાયેલ કોઈપણ કાર્ય લાભદાયક હોય છે. આવી સ્થિતિમાં, અમે તમને કેટલાક નાના અને ખૂબ જ સરળ ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ, જે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ જાળવી રાખશે. આ સાથે, માતા લક્ષ્મીના આશીર્વાદ સમગ્ર વર્ષ દરમિયાન રહેશે.

વિજયાદશમીના દિવસે ઘરની ઉત્તર-પૂર્વ દિશા એટલે કે ઇશાન કોણમાં રોલી, કુમકુમ અથવા લાલ ફૂલોથી રંગોળી અથવા અષ્ટકમલની આકૃતિ બનાવવી જોઈએ. એવું કહેવામાં આવે છે કે આમ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.

દશેરાના દિવસે શમીના વૃક્ષની પૂજાનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે પૂજામાં શમીના પાંદડા ચડાવવાથી આર્થિક લાભ મળે છે. એવું માનવામાં આવે છે કે દશેરાના દિવસે પૂજા ઘરમાં શમી વૃક્ષની માટી રાખવાથી દુષ્ટ શક્તિઓની અસર સમાપ્ત થાય છે.

દશેરાના દિવસે દુર્ગા દેવીની પૂજા કરતી વખતે ઓમ વિજયાય નમ: મંત્રનો જાપ કરો. આ સાથે માતાને 10 ફળ અર્પણ કરો. પછી આ ફળોને પ્રસાદમાં વહેંચો. આ પૂજા બપોરે કરો. આ પછી સાવરણી ખરીદો અને તેને મંદિરમાં દાન કરો. આ નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ આપશે.

વ્યવસાયમાં પ્રગતિ માટે દશેરાના દિવસે નારિયેળને પીળા કપડામાં લપેટો. આ નાળિયેર સાથે જનોઇની એક જોડી, પાન અને મીઠાઈઓ રામ મંદિરમાં અર્પણ કરો. આ તમને વ્યવસાયમાં પ્રગતિ આપશે.

October 15, 2021
IPL_cia.jpg
1min425

આઇપીએલની 14મી સિઝનનો ફાઇનલ મુકાબલો શુક્રવારે મહેન્દ્રસિંહ ધોનીના કરિશ્માઈ કપ્તાની તળેની ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સ વિરુદ્ધ સ્પિન ત્રિપુટીના સહારે ખિતાબી જંગમાં પહોંચનાર કોલકતા નાઇટ રાઇડર્સ સામે થશે ત્યારે દુનિયાભરના ક્રિકેટ ચાહકોને ઇંતઝાર રહેશે કે દશેરના દિવસે કોનું ઘોડું દોડે છે. અનુભવી ખેલાડીઓની ટીમ સીએસકે પ્રભુત્વ જમાવે છે કે પછી રાખમાંથી બેઠી થયેલી કેકેઆરની ટીમ બાજી મારે છે. આંકડા અને દેખાવની દૃષ્ટિએ ધોનીની ટીમનું પલડું ભારે લાગી રહ્યંy છે. મોર્ગન પાસે કાંઈ ખોવાનું નથી. તે ખુદ કંગાળ ફોર્મમાં છે. તેના માટે કોલકતાને વિજેતા બનાવીને સુકાનીપદ છોડવાની સોનેરી તક છે.

આંકડાની વાત કરીએ તો ચેન્નાઇની ટીમ 12 સિઝનમાંથી નવમી વખત ફાઇનલમાં પહોંચી છે. જો કે તે ત્રણ વખત જ વિજેતા બની શકી છે. પાંચ વખત ઉપવિજેતાપદથી સંતોષ માનવો પડયો છે જ્યારે કેકેઆરની ટીમ ત્રીજીવાર ફાઇનલમાં પહોંચી છે. કેકેઆરને બન્ને ખિતાબ ગૌતમ ગંભીરના સુકાનીપદ હેઠળ પ્રાપ્ત થયા છે. ફાઇનલ સુધી પહોંચવાની કલા ધોનીની ટીમથી વધુ કોઇ ટીમ જાણતી નથી. બીજી તરફ કોલકતાએ આખરી ખિતાબ 2012માં જીત્યો હતો ત્યારે બે દડા બાકી રહેતા 190 રનનો પડકારરૂપ લક્ષ્ય હાંસલ કર્યો હતો.

ચેન્નાઇની ચોથા ખિતાબ જીતવાની સંભાવના એ વાત પર નિર્ભર કરે છે કે તે કેકેઆરની સ્પિન ત્રિપુટી વરુણ ચક્રવર્તી, સુનિલ નારાયણ અને શકિબ અલ હસન સામે કેવું સંતુલિત પ્રદર્શન કરે છે. જો કે ફાઇનલ મેચનું અલગ દબાણ હોય છે. ધોની જેવા ચતુર સુકાનીને લીધે ચેન્નાઇની રાહ થોડી આસાન હશે તેવું માનવામાં આવે છે. ધોનીનો સરળ મંત્ર છે. અનુભવ પર ભરોસો રાખો. તેણે યુવા ઋતુરાજ ગાયકવાડમાં આત્મવિશ્વાસ ભર્યો છે. તે સિઝનમાં 600થી વધુ રન કરી ચૂક્યો છે. ચેન્નાઇની ટીમનો પ્લસ પોઇન્ટ દબાણ વગર રમવું તે છે. જે ફાઇનલમાં કોલકતા પર ભારે પડી શકે છે. તેના બેટિંગ અને બોલિંગમાં સંતુલન અને ઉંડાઇ છે. ખુદ સુકાની ધોની પર ફોર્મમાં વાપસી કરી ચૂક્યો છે. તેણે દિલ્હી સામે પ્લેઓફ મેચમાં પ દડામાં અણનમ 18 રન કરીને ટીમને જીત અપાવી હતી. ટીમ ખેલાડીઓ પાસે સારો અનુભવ છે. ધોની 40 પાર કરી ચૂક્યો છે. તો પ્લેસિસ 37, બ્રાવો 38, રાયડુ અને ઉથપ્પા 36 વર્ષના છે. રવીન્દ્ર પણ 30 ઉપરનો છે. આ બધા તેમના અનુભવથી યુવા ખેલાડીઓ પર ભારે પડી રહ્યા છે.

‘બીજી તરફ કોલકતાની ટીમ માંડમાંડ પ્લેઓફમાં પહોંચ્યા બાદ હવે શાનથી ફાઇનલમાં પહોંચી છે. તેણે પ્લેઓફના મુકાબલામાં પહેલા બેંગ્લોરને પછી દિલ્હીને હાર આપી છે. આથી આ ટીમ આત્મવિશ્વાસથી ઓતપ્રોત છે. તેની પાસે ત્રીજીવાર ચેમ્પિયન બનાવાની તક છે. જો કે આ માટે તેના મીડલઓર્ડરે ક્ષમતા અનુરૂપ દેખાવ કરવો પડશે. જે પાછલા કેટલાક મેચથી નિષ્ફળ જઈ રહ્યંy છે. જે પાછલા દિલ્હી સામેના મેચ દરમિયાન પણ જોવા મળ્યું હતું. જે મેચ 10-1પ દડા પહેલા જીતી શકાય તેમ હતો તે મેચમાં અંતિમ બે દડા બાકી હતા ત્યારે જીત મેળવી હતી. ટીમનો સુકાની ઇયોન મોર્ગન કંગાળ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે. અનફિટ સ્ટાર ઓલરાઉન્ડર આંદ્રે રસેલ ફાઇનલમાં રમશે કે નહીં ? તે લાખ રૂપિયાનો સવાલ છે. કેકેઆર માટે ફરી એકવાર વૈંકટેશ અય્યર સારી શરૂઆત અપાવી શકે છે. જો કે હુકમના એક્કા તો સુનિલ નારાયણ અને વરુણ ચક્રવર્તી જ હશે. આ બે મિસ્ટ્રી સ્પિનર સામે ધોનીની ટીમના બેટધરોની કસોટી થશે.

October 15, 2021
Bangladesh-.png
1min470

બંગલાદેશમાં ઉપદ્રવીઓ દ્વારા દુર્ગાપૂજા પંડાલોમાં તોડફોડ કર્યાના બનાવો સામે આવ્યા છે. જેને લઈને સરકાર તરફથી આકરી કાર્યવાહીની ચેતવણી આપી છે. સ્થાનિક અહેવાલ પ્રમાણે મોટાભાગના હુમલા કમિલા જિલ્લામાં થયા છે.

At least 3 killed, Durga Puja pandals vandalised in Bangladesh - World News

રિપોર્ટ મુજબ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કથિત રીતે એક પૂજા સ્થળે કુરાનના અપમાન બાદ હિંસા ભડકી હતી. આ મામલે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું છે કે તેઓને ધાર્મિક આયોજન દરમિયાન હુમલાના રિપોર્ટ મળ્યા છે અને તેઓ બંગલાદેશ સરકાર સાથે સંપર્કમાં છે.

બીજી તરફ આ મામલે પશ્ચિમ બંગાળમાં ભાજપના વરિષ્ઠ નેતા શુભેન્દુ અધિકારીએ પીએમ મોદીને પત્ર લખીને ઘટનાની જાણકારી આપી છે અને હસ્તક્ષેપની માગણી કરી છે. બંગલાદેશના પીએમ શેખ હસિનાએ ચેતવણી આપી છે કે હુમલામાં સામેલ કોઈને છોડવામાં આવશે નહી. તેઓને ફરક નથી પડતો કે હુમલો કરનારા ક્યા ધર્મના છે.

ચાંદપુરના હાજીગંજ, ચટ્ટોગ્રામના બંશખલી, ચપેનવાબગંજના શિબગંજ અને કોક્સ બજારના પેકુઆમાં મંદિરો ઉપર હુમલા કરવામાં આવ્યા હતા. ઘણી જગ્યાએ દુર્ગાની પ્રતિમાને નુકશાન પહોંચાડવામાં આવ્યું હતું. હિંસાની તસવીરો સોશિયલ મીડિયા ઉપર પણ વાયરલ થઈ હતી. ચાંદપુરની એક હોસ્પિટલે કહ્યું હતું કે, તેઓને ત્રણ લોકોના મૃતદેહ મળ્યા છે. જેને લઈને હોસ્પિટલનું માનવું છે કે આ મૃત્યુ હિંસામાં થયું છે.

બંગલા દેશના સુરક્ષા અધિકારીઓએ ઘટના સ્થળ ઉપર અર્ધસૈનિક દળોને તૈનાત કરી દીધા છે.
બંગલાદેશમાં દુર્ગાપુજાના પંડાલ ઉપર હુમલા મામલે વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યુ હતું કે, બંગલાદેશમાં’ ધાર્મિક આયોજન દરમિયાન આક્રમણની અમુક પરેશાન કરતી ઘટનાઓના રિપોર્ટ મળ્યા છે. બંગલાદેશ સરકાર કાયદો વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે તૈનાતી સહિતના પગલા ભર્યા છે. આ મામલે બંગલાદેશ સરકાર સાથે મંત્રાલય સંપર્કમાં છે. બંગલાદેશ સરકારે પોલીસ અને બીજી સુરક્ષા વ્યવસ્થા કરી છે. બંગલાદેશમાં દુર્ગાપુજા આયોજન થઈ રહ્યાછે અને તેમાં બંગલાદેશ સરકાર અને જનતાનો ઘણો સહયોગ રહ્યો છે.

October 14, 2021
IPL_cia.jpg
1min419

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૪મી સીઝનનો 59મો મુકાબલો 13/10/2021 સાંજે ૭.30 વાગ્યે દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) અને કોલકત્તા નાઈટ રાઈડર્સ (Kolkata Night Riders) વચ્ચે શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં યુએઈ ખાતે યોજાયો હતો. કોલકત્તાના કેપ્ટન ઇઓન મોર્ગને ટૉસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સની ટીમે ૨૦ ઓવરમાં ૫ વિકેટના નુકસાને ૧૩૫ રન બનાવ્યા હતા. જેના જવાબમાં કોલકત્તા નાઈટ રાઈડર્સની ટીમે ૧૯.૫ ઓવરમાં ૧૩૬ રન બનાવી ૭ વિકેટના નુકસાન સાથે મેચ જીતી હતી.

ક્વોલિફાયર 2માં દિલ્હી કેપિટલ્સ (DC)ને 3 વિકેટે હરાવીને કોલકત્તા નાઈટ રાઈડર્સ (KKR)એ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2021ની ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. 136 રનના લક્ષ્યાંકનો પીછો કરતા KKRના ઓપનર વેંકટેશ અય્યર અને શુભમન ગિલે 96 રનની ઓપનિંગ ભાગીદારી નોંધાવી હતી. અય્યરે સિઝનની ત્રીજી અર્ધસદી મેળવી હતી જ્યારે ગિલે 46 રન મેળવીને તેની ટીમને ટાર્ગેટ સુધી પહોંચાડવા સારું પ્રદર્શન કર્યું હતું. જોકે, DCએ બેક-ટુ-બેક વિકેટ અને ઉત્તમ બોલિંગ સાથે મેચમાં વાપસી કરી હતી. KKRને અંતિમ ઓવરમાં 7 રનની જરૂર હતી, ત્યારે રવિચંદ્રન અશ્વિને શાનદાર રીતે પ્રથમ ચાર બોલ ફેંક્યા હતા અને બે વિકેટ મેળવી હતી, પરંતુ રાહુલ ત્રિપાઠીએ ઓફ સ્પિનર ​​સામે પાંચમા બોલ પર વિનિંગ સિક્સ ફટકારી અને મેચ KKRના નામે કરી હતી. અગાઉ પ્રથમ બોલિંગ કરતી વખતે, વરુણ ચક્રવર્તીએ તેની બે વિકેટ સાથે ફરી બોલ સાથે પ્રદર્શન કર્યું અને DC બેટ્સમેનો પર પ્રભુત્વ મેળવ્યું હતું.

હવે KKR શુક્રવારે ફાઈનલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે તેની ત્રીજી આઈપીએલ ટ્રોફી માટે રમશે. જ્યારે દિલ્હી કેપિટલ્સની IPL ઋષભ પંતના નેતૃત્વમાં શાનદાર સિઝન બાદ પણ તેની પ્રથમ આઈપીએલ ટ્રોફીની શોધ ચાલુ જ રહેશે.

અહીં ઉલ્લેખનીય છે કે KKRએ ક્યારેય IPL ફાઇનલમાં હાર્યું નથી, તે પહેલાં બે વખત વર્ષ 2012 અને 2014માં પહોંચ્યા હતા અને બંને વખત વિજેતા તરીકે ઊભરી હતી.

દિલ્હી કેપિટલ્સના પ્લેઇંગ ૧૧માં પૃથ્વી શો, શિખર ધવન, શ્રેયસ અય્યર, રિષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), માર્કસ સ્ટોઇનિસ, શિમરોન હેટમાયર, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, કાગીસો રબાડા, અવેશ ખાન, એનરિચ નોર્ટજે હતા.

જ્યારે કોલકત્તા નાઈટ રાઇડર્સના પ્લેઇંગ ૧૧માં શુભમન ગિલ, વેંકટેશ અય્યર, રાહુલ ત્રિપાઠી, નીતીશ રાણા, ઇઓન મોર્ગન (કેપ્ટન), દિનેશ કાર્તિક (વિકેટકીપર), સુનીલ નારાયણ, શાકિબ અલ હસન, લોકી ફર્ગ્યુસન, શિવમ માવી, વરુણ ચક્રવર્તી હતા

October 13, 2021
ICSI-875.jpg
1min569


ચાર્ટર્ડ અકાઉન્ટન્સી બાદ કંપની સેક્રેટરી સર્ટિફિકેશનમાં પણ સુરતના વિદ્યાર્થીઓ કાઠું કાઢી રહ્યા છે

સીએસ એક્ઝિક્યુટિવની પરીક્ષામાં નિકીતા ચંદવાણી અને ફાઉન્ડેશમાં અનિકેત પંચાલે દેશમાં 9મો નંબર હાંસલ કરીને સુરતનું નામ ગૂંજતુ કરી દીધું

રેગ્યુલર ડિગ્રી અભ્યાસક્રમની સાથે સી.એ., સી.એસ., સી.એમ.એ. જેવા સર્ટિફિકેશનમાં સુરતના વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય સ્તરે કાઠું કાઢી રહ્યા છે. સી.એ.માં તો સુરતના વિદ્યાર્થીઓ દેશભરમાં લીડ કરી રહ્યા છે. પરંતુ, હવે કંપની સેક્રેટરી સર્ટિફિકેશનમાં પણ સુરતના વિદ્યાર્થીઓ ઓલ ઇન્ડિયા ટોપ ટેનમાં રેન્ક હાંસલ કરી રહ્યા છે.

ઇન્સ્ટીટ્યુટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયા દ્વારા આજે ફાઉન્ડેશન અને એક્ઝિક્યુટિવ સ્ટેજની પરીક્ષાના પરીણામો જાહેર કરવામાં આવ્યા હતા. સુરત ચેપ્ટર માટે આજે ખુશીનો દિવસ એટલા માટે રહ્યો હતો કે એક્ઝિક્યુટિવ અને ફાઉન્ડેશન બન્ને સ્ટેજમાં સુરત ચેપ્ટરમાંથી પરીક્ષા આપનારા બે વિદ્યાર્થીઓને ઓલ ઇન્ડિયા રેન્ક મળ્યા છે.

કંપની સેક્રેટરીના ફર્સ્ટ સ્ટેજ ગણાતા ફાઉન્ડેશનમાં સુરતનો વિદ્યાર્થી અનિકેત પંચાલ ઓલ ઇન્ડિયા સ્તરે નવમા રેન્ક સાથે દેશના ટોપ ટેનમાં રેન્ક મેળવીને સમગ્ર ભારતમાં સુરત ચેપ્ટરનું નામ ગૂંજતું કરી દીધું છે. એવી જ રીતે કંપની સેક્રેટરીના એક્ઝિક્યુટિવ સ્ટેજની પરીક્ષામાં સુરત ચેપ્ટરમાંથી પરીક્ષા આપનાર વિદ્યાર્થિની નિકીતા ચંદવાણીએ પણ ઓલ ઇન્ડિયા સ્તરે 9મો રેન્ક હાંસલ કરીને સુરતનું નામ રાષ્ટ્રીય સ્તરે ગૂંજતું કરી દીધું છે.

October 13, 2021
sudico.jpg
1min476

સુરત ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ, મોતા શાખા બારડોલી ખાતે લૂંટની આ ચોંકાવનારી ઘટના બની છે. બારડોલીના મોતા ગામ ખાતે ધોળા દિવસે લૂંટને અંજામ આપીને ત્રણ લૂંટારુ ફરાર થઈ ગયા છે. ત્રણમાંથી બે લૂંટારુ પાસે તમંચા હોવાનું જાણવા મળ્યું છે. આ આખો બનાવ સીસીટીવીમાં કેદ થઈ ગયો છે. આ ત્રણેય લૂંટારુઓ બપોરના સમયે બેંકમાં કોઈની અવર-જવર ના હોય તેવા સમયે પહોંચ્યા હતા અને બેંકના સ્ટાફને બાનમાં લઈને લૂંટ ચલાવી હતી.

મળતી માહિતી મુજબ, સુરતના બારડોલી તાલુકના મોતા ગામે આવેલી સુરત ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકમાં ધોળે દહાડે લૂંટની ઘટના બની છે. બેંકમાં ઘૂસી આવેલા 3 જેટલા લૂંટારૂઓએ તમંચા વડે 6 જેટલા કર્મચારીઓને બંધક બનાવીને 10.40 લાખની લૂંટ ચલાવી હતી. આ બેંકમાં લાગવાયેલા સીસીટીવી કેમેરામાં લૂટની સમગ્ર ઘટના કેદ થઈ ગઈ છે.

લૂંટની ઘટના બાદ સ્થાનિક પોલીસ અને એલ.સી.બી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને બેંક કર્મચારીઓના નિવેદન લીધા હતા. લૂંટારુઓ 15 મિનિટમાં લૂંટને અંજામ આપીને ફરાર થઈ ગયા હતા.

મળતી માહિતી મુજબ, બેંકમાં 10.40 લાખ રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી છે. લૂંટ ચલાવ્યા બાદ ત્રણેય લોકો બાઇક પર ફરાર થઈ ગયા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધીને લૂંટારુઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી શરૂ કરી છે.

સુરત ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકમાં ઘૂસી આવેલા લૂંટારૂઓએ તમંચો દેખાડીને કર્મચારીઓને બંધક બનાવ્યા હતા. આ સાથે બેંકના મેનેજરને પણ બાનમાં લીધા હતા. લૂંટારૂઓએ રૂપિયા કઢાવવા માટે મેનેજરને એક-બે તમાચા માર્યા હતા. ત્યારબાદ 10.40 લાખની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા. બેંકમાં લૂંટ બાદ ત્રણેય લૂંટારૂ એક જ બાઈક પર ભાગી ગયા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મેનેજર સહિત સ્ટાફના નિવેદન લીધા હતા.

October 13, 2021
IPL_cia.jpg
1min784

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે બુધવારે દિલ્હી કૅપિટલ્સની કપરી કસોટી થવાની છે. દિલ્હી કૅપિટલ્સની ટીમ પોતાનું પ્રથમ આઇપીએલ ટાઇટલ મેળવવા કમર-કસશે. દિલ્હી કૅપિટલ્સ પ્રથમ ક્વૉલિફાયરમાં ચેન્નઇ સુપર કિંગ્સ સામે હારી ગઇ હતી અને હવે તેને પરાજય નહિ પરવડે.

દિલ્હી કૅપિટલ્સ ૧૦ વિજય સાથે ૨૦ પૉઇન્ટ મેળવીને લીગ સ્ટૅજમાં ટોચ પર રહી હતી.
દિલ્હી કૅપિટલ્સ પાસે શિખર ધવન, પૃથ્વી શૉ અને શ્રેયસ ઐયર જેવા આક્રમક બૅટ્સમેન છે.
સુકાની ઋષભ પંત અને શિમરન હેટમાયર વચલા ક્રમે બૅટિંગમાં આવીને મોટો જુમલો કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.

દક્ષિણ આફ્રિકાના ઝડપી બૉલરોની જોડી – કાગીસો રબાડા અને એનરિચ નોર્ટજ હરીફ ટીમના જુમલાને સીમિત રાખવામાં સક્ષમ છે. આ ઉપરાંત, તેઓને મદદ કરવા અન્ય ઝડપી બૉલર આવેશ ખાન છે. દિલ્હી કૅપિટલ્સે સંયુક્ત આરબ અમીરાત (યુએઇ)માં રમાઇ રહેલા સ્પર્ધાના તબક્કામાં પાંચ વિજય મેળવ્યા હતા અને એક મૅચમાં પરાજય થયો હતો. કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમના મોટા ભાગના બૅટ્સમેન આક્રમક બૅટિંગથી મોટો જુમલો કરી નથી શક્યા.
બૉલિંગમાં શુભમન ગિલ, વેંકટેશ ઐયર અને રાહુલ ત્રિપાઠી હરીફ ટીમના બૉલરોને કાબૂમાં રાખવા માટે સક્ષમ છે.