CIA ALERT
18. May 2024

ટેક ન્યુઝ Archives - Page 3 of 18 - CIA Live

November 15, 2021
income-tax-filing.jpg
1min274

આવકવેરા વિભાગે રવિવારે Dt.14/11/21 જણાવ્યું હતું કે કરદાતાઓ ઈ-ફાઇલિંગ પોર્ટલ પર હવે પોતાનું નવું ઍન્યુઅલ ઇન્ફર્મેશન સ્ટેટમેન્ટ (એઆઇએસ) જોઇ શકશે, જેમાં વ્યાજ, ડિવિડન્ડ, શૅર અને મ્યુચ્યુઅલ ફંડની લેવેચ અને વિદેશથી રેમિટન્સ જેવી વધારાની બાબતો પણ ઉમેરવામાં આવી છે. 

આવકવેરા વિભાગે ગયા મહિને કરદાતાના ફોર્મ 26ASમાં ઉપર જણાવ્યા 
અનુસારની વધારાની મોટી રકમની નાણાકીય લેવડદેવડની વિગતોનો ઉમેરો કર્યો હતો. 
ફોર્મ ૨૬એએસ એ વાર્ષિક સંયુક્ત ટૅક્સ સ્ટેટમેન્ટ છે અને આવકવેરાની વૅબસાઇટ પરથી કરદાતા પોતાના પૅન નંબરના આધારે એ જોઇ શકે છે. 

આઇટી વિભાગે ટ્વિટર પર જણાવ્યું હતું કે ઈ-ફાઇલિંગ પોર્ટલ પર હવે સરળતાથી એઆઇએસને જોઇ અને પીડીએફ, સીએસવી તથા યુસોન (મશીન વાંચી શકે એવી ફોર્મેટ)માં ડાઉનલોડ કરી શકાશે. એ માટે ઇન્કમટેક્સ ડોટ ગોવ ડોટ ઇન સાઇટ પર જઇને સર્વિસીઝ ટૅબ નીચેની એઆઇએસ લિંક પર ક્લિક કરવાની રહેશે.

November 10, 2021
itr.jpg
1min300

વર્ષ ૨૦૨૦-૨૧ના નાણાંકીય વર્ષ માટે અત્યાર સુધીમાં ૨.૩૮ કરોડ કરતાં પણ વધુ આઈટી રિટર્ન ફાઈલ થયા હોવાનું આવકવેરા ખાતાએ મંગળવારે 9/11/21 કહ્યું હતું. આમાંથી અંદાજે ૧.૬૮ કરોડ આઈટી રિટર્નનું પ્રોસેસિંગ કરી દેવામાં આવ્યું છે અને ૬૪ લાખ કરતાં પણ વધુ લોકોને આવકવેરાનું રિફંડ આપી દેવામાં આવ્યું છે.  

વર્ષ ૨૦૨૧-૨૨ માટે આવકવેરા ખાતાના ઈ-ફાઈલિંગ પૉર્ટલ પર ૨.૩૮ કરોડ કરતા પણ વધુ આઈટીઆર ફાઈલ કરવામાં આવ્યા હોવાનું આવકવેરા ખાતાએ ટ્વીટર પરના સંદેશામાં જણાવ્યું હતું. આવકવેરા ખાતાએ કરદાતાઓને વર્ષ ૨૦૨૦-૨૧નું આઈટીઆર ઈ-પોર્ટલ પર જલદી ફાઈલ કરવાની વિનંતી કરી છે. સરકારે વર્ષ ૨૦૨૦-૨૧નું આઈટીઆર ફાઈલ કરવાની મુદત બે વખત લંબાવી હતી. વ્યક્તિગત કરદાતા માટે આઈટીઆર ફાઈલ કરવાની અંતિમ તારીખ ૩૧ ડિસેમ્બર છે. 

November 8, 2021
demonitaisan.jpg
1min471

પ્લાસ્ટિક કાર્ડસ, નેટ બૅંકિંગ અને યુનાઈટેડ પેમેન્ટસ ઈન્ટરફેસ વડે ડિજિટલ પેમેન્ટસના પ્રમાણમાં ધૂમ વધારો થયો છે. ઑક્ટોબર મહિનામાં યુપીઆઈ (યુનાઈટેડ પેમેન્ટસ ઈન્ટરફેસ) દ્વારા કુલ ૪૨૧ કરોડ ટ્રાન્ઝેકશન્સ થયા હતા. મૂલ્યની દૃષ્ટિએ ઑક્ટોબર મહિનામાં રૂપિયા ૭.૭૨ લાખ કરોડ અથવા ૧૦૦ અબજ ડોલરથી વધુના ટ્રાન્ઝેકશન્સ થયા હતા. વર્ષ ૨૦૧૬માં યુપીઆઈની શરૂઆત કરવામાં આવી હતી.

૮મી નવેમ્બર-૨૦૧૬ તારીખે વડા પ્રધાન મોદીએ રૂા. ૧૦૦૦ અને ૫૦૦ની બેન્ક નૉટ રદ થયેલી જાહેર કરી હતી. કાળાં નાણાનો પ્રવાહ ઘટાડવા અને ડિજિટલ પેમેન્ટસને ઉત્તેજન આપવા નૉટબંધી જાહેર કરવામાં આવી હતી. પાછલા પાંચ વર્ષમાં ડિજિટલ પેમેન્ટસનું ચલણ તો વધ્યું પણ રોકડનો ઉપયોગ હજુ ધીમી ગતિએ વધી રહ્યો છે. ૪ નવેમ્બર-૨૦૧૯ તારીખે નૉટસ ઈન સર્ક્યુલેશન (એનઆઈસી) એટલે કે રૂા. ૧૭.૭૪ લાખ કરોડ મૂલ્યની ચલણ નૉટ વપરાશમાં હતી. જે ૨૯ ઑક્ટબર-૨૦૨૧ તારીખે વધીને રૂા. ૨૯.૧૭ લાખ કરોડ થઈ હતી, તેવું આરબીઆઈ ડેટા જણાવે છે.

૩૦ ઑક્ટબર-૨૦૨૦ તારીખે રૂા. ૨૬.૮૮ લાખ કરોડ મૂલ્યની ચલણી નૉટ સર્ક્યુલેશનમાં હતી. નૉટબંધી અગાઉ ઑક્ટોબર-૨૦૧૪થી ઑક્ટોબર-૨૦૧૬ના સમયગાળા દરમિયાન એનઆઈસી (ચલણી નૉટનું પ્રમાણ)ના સરેરાશ વૃદ્ધિદર ૧૪.૫૧ ટકા હતો. ૨૦૧૯-૨૦ દરમિયાન મૂલ્ય અને સંખ્યાની દૃષ્ટિએ અનુક્રમે ૧૪.૭ ટકા અને ૬.૬ ટકા વૃદ્ધિદર નોંધાયો હતો. ૨૦૨૦-૨૧ દરમિયાન આ જ વૃદ્ધિદર અનુક્રમે ૧૬.૮ ટકા અને ૭.૨ ટકા હતો.

October 29, 2021
meta.jpg
1min281
Meta or Facebook? Twitter users make fun of rebranding of social media  platform, Technology News | wionews.com

દુનિયાભરમાં ફેલાયેલા અને સૌથી વિશાળ સોશિયલ મીડિયા નેટવર્કમાં ટોચ પર રહેલા ફેસબૂકનું નામ બદલવામાં આવશે. ફેસબૂકના સીઈઓ માર્ક ઝુકરબર્ગે કહ્યું છે કે ભવિષ્યમાં ડિજિટલ રૂપમાં થઈ રહેલા ફેરફારોને જોડવાના પ્રયાસ હેઠળ કંપનીને હવે નવા નામ ‘Meta’થી ઓળખવામાં આવશે. ઝુકરબર્ગે ફેસબુક ફોલોઅર્સને ‘મેટાવર્સ’ કહેવામાં છે.

ફેસબૂકના સીઈઓ ઝુકરબર્ગે કહ્યું કે, “હાલના સમયમાં અમારી બ્રાન્ડ ચોક્કસ રીતે એક પ્રોડક્ટ સાથે જોડાયેલી છે, પરંતુ તેના લીધે આજના સમયની બાબતોને તેમાં સાંકળવી મુશ્કેલ છે.” એટલે કે નામ બદલાવાની સાથે તેમાં કેટલાક નવી બાબતોનો પણ સમાવેશ કરવામાં આવશે.

ઝુકરબર્ગે કહ્યું કે અમને આશા છે કે આગામી દાયકાની અંદર ‘મેટાવર્સ’ એક અબજ લોકો સુધી પહોંચી જશે. તેમનું કહેવું છે કે ‘મેટાવર્સ’ એક એવું પ્લેટફોર્મ હશે જેના પર લોકો સંવાદ કરશે અન્ય કાર્યો પણ કરી શકાશે. તેમને આશા છે કે આ એક એવું નવું પ્લેટફોર્મ હશે જે ક્રિએટર્સ માટે ‘લાખો’ નોકરીઓનું સર્જન કરશે.

આ જાહેરાત એવા સમયે કરાઈ છે કે જ્યારે ફેસબૂક અસ્તિત્વ સામે સંકટનો સામનો કરી રહ્યું છે. ફેસબૂક પેપર્સમાં ખુલાસા પછી તેને દુનિયાના ઘણાં ભાગોમાં લેજિસ્લેટિવ અને રેગ્યુલેટરી સ્ક્રૂટિનીનો સામનો કરવો પડી રહ્યો છે. હવે અહીં સવાલ એ થઈ રહ્યો છે કે શું નામ બદલવાથી ફેસબૂક પર જે સંકટના વાદળો ઘેરાયા છે તેનાથી છૂટકારો મળી શકશે કે પછી સંકટમાં આગામી દિવસમાં વધારો થવાની સંભાવના વધી રહી છે. હવે આ તમામ બાબતો પરથી આગામી સમયમાં જ પરદો હટી શકશે.

October 18, 2021
e_shram.jpg
1min330

ઈ-શ્રમ પોર્ટલ ઉપર શ્રમિકોનું રજીસ્ટ્રેશન ચાર કરોડને પાર કરી ગયું છે. શ્રમ અને રોજગાર મંત્રાલયે રવિવારે જાણકારી જારી કરી હતી. પોર્ટલ શરૂ થયાના બે મહિનાથી પણ ઓછા સમયમાં ચાર કરોડ લોકો પોર્ટલ સાથે જોડાયા છે. આ પોર્ટલ પ્રવાસી શ્રમિકો, નિર્માણ શ્રમિકો વગેરેનો પહેલો નેશનલ ડેટાબેઝ છે.

પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન મારફતે શ્રમિકો વિભિન્ન સામાજીક સુરક્ષા અને રોજગાર યોજનાઓનો લાભ ઉઠાવી શકે છે.’ શ્રમ મંત્રાલયે નિવેદનમાં કહ્યું છે કે, નિર્માણ, કપડા, મેન્યુફેક્ચરિંગ, મત્સ્ય પાલન, સડકો ઉપર રેકડી લગાડતા, ઘરનું કામકાજ કરતા, કૃષિ સંલગ્ન અને અન્ય ક્ષેત્રના શ્રમિકો પોર્ટલ ઉપર નોંધણી કરાવી રહ્યા છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ઘણા ક્ષેત્રોના પ્રવાસી શ્રમિકોએ પણ પોર્ટલ ઉપર નોંધણીમાં ઉત્સાહ બતાવ્યો છે. નવા આંકડા પ્રમાણે 4.07′ કરોડ શ્રમિકોએ નોંધણી કરાવી છે. જેમાં 50.02 ટકા મહિલાઓ અને 49.98 ટકા પુરૂષ કામદાર છે. આંકડા અનુસાર ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, બિહાર અને મધ્યપ્રદેશ તરફથી સૌથી વધારે નોંધણી થઈ રહી છે. જો કે નાના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી રજીસ્ટ્રેશન ખૂબ ઓછું છે.

October 17, 2021
bitcoin_1.jpg
1min219

દુનિયાની’ સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી બિટકોઇનની કિંમત શનિવારે 62,000 ડોલર સુધી પહોંચી ગઈ હતી. અંદાજિત 6 મહિનામાં પહેલી વખત કિંમત 62,000નાં સ્તરે પહોંચી છે.

માનવામાં આવે છે કે અમેરિકી નિયામક આગામી અમુક દિવસમાં દેશના પહેલા બિટકોઇન એક્સચેન્જ ટ્રેડેડ ફંડને મંજૂરી આપી શકે છે. આ આશાએ બિટકોઇનની કિંમતમાં સતત તેજી આવી રહી છે અને પોતાના રેકોર્ડ સ્તરે પહોંચી છે. એપ્રિલનાં મધ્યમાં બિટકોઇનની કિંમત 65,000 ડોલર પાસે પહોંચી હતી.

‘ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ વઝીરએક્સના કહેવા પ્રમાણે બપોર બાદ 3.67 ટકાનો ઉછાળો આવ્યો હતો અને બિટકોઇન ઉપર 61,720 ડોલર એટલે કે 47,90,152 રૂપિયા ઉપર ટ્રેડ થયો હતો. દુનિયાની બીજી સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી ઈથર પણ 0.24 ટકાની તેજી સાથે 3836 રૂપિયા ઉપર ટ્રેડ કરી રહી હતી. આવી જ રીતે અન્ય ક્રિપ્ટોકરન્સીમાં પણ તેજી જોવા મળી હતી. ક્રિપ્ટોકરન્સીના રોકાણકારોને અમેરિકામાં પહેલા બિટકોઇન ઇટીએફની મંજૂરીની રાહ છે. જેને ડિજિટલ એસેટ્સના મેઇનસ્ટ્રીમ એડોપ્શનની દિશામાં આગળ વધારવામાં આવેલું પગલું ગણવામાં આવી રહ્યું છે.’

September 28, 2021
android.jpg
1min294

ગુગલ google કંપનીએ 2.3 વર્ઝન ધરાવતા મોબાઇલ ફોન પર જીમેલ, યુટ્યુબ અને ગૂગલને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. પરીણામે 2.3 વર્ઝન ધરાવતા એન્ડ્રોઇડ મોબાઇલ ફોન આજથી નકામા બની જશે. એન્ડ્રોઇડ વર્ઝન ૨.૩ 11 વર્ષ અગાઉ ડિસેમ્બર 2010માં માર્કેટમાં આવ્યું હતું અને ગૂગલ સતત તેની આ ઓપરેટિંગ સિસ્ટમને અપડેટ કરતું રહ્યું છે. ગૂગલના આ વર્ઝનનું નામ જિંજરબ્રેડ છે. હવે એન્ડ્રોઇડ 12ના લોંચ થવાની ઘડીઓ ગણાય રહી છે ત્યારે ગુગલે 11 વર્ષ જૂના એન્ડ્રોઇડ 2.3 વર્ઝનના તમામ ઇન્સ્ટ્રુમેન્ટસ પરથી પોતાની સેવાઓને સમાપ્ત કરી દીધી છે.

જો તમે અત્યાર સુધી એન્ડ્રોઇડ 2.3 વર્ઝનનો ઉપયોગ કરતાં હોવ, તો આજથી તમને જીમેલ, યુટ્યુબ અને ગૂગલની સેવાઓ મળશે નહીં. આ પછી પણ તમારે તમારો જૂુના જ ફોન ઇન્સ્ટ્રુમેન્ટને વપરાશમાં લેવું હોય તો તેમાં એન્ડ્રોઈડ 3.0 કે તેનાથી ઉપરનું વર્ઝન અપગ્રેડ કરવું પડશે, તો તમને આ સેવાઓનો લાભ મળશે.

જો તમારું જૂનું મોબાઇલ ફોન ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ્રોઇડ વર્ઝન અપગ્રેડ કરવામાં સક્ષમ નથી, તો તમારે નવો સ્માર્ટફોન ખરીદવો પડશે.

September 27, 2021
1min329

વડા પ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા આજરોજ તા.27મી સપ્ટેમ્બર 2021ને સોમવારે પ્રધાન મંત્રી ડિજિટલ હૅલ્થ મિશન (પીએમ-ડીએચએમ)નું ઉદ્ઘાટન કર્યું હતું. ભારતીયોને એક હેલ્થ આઇડી આપવામાં આવશે જેમાં દરેક નાગરીકના વ્યક્તિગત સ્વાસ્થ્ય સંબંધિત માહિતી, બિમારીઓની માહિતી, ઓપરેશન જો કોઇ કરાવ્યા હોય તો તે અંગેની માહિતી, કોઇક દવાની એલર્જી હોય તો તેની હિસ્ટ્રી વગેરે બાબતો નોંધાશે. કોઇપણ સમયે દવાખાનામાં કે હોસ્પિટલાઇઝેશન વખતે સારવાર નિદાન કરનારા તબીબો માટે આ એક સૌથી સહજ, સરળ અને ઓથેન્ટિંક માહિતી હશે.

National Digital Health Mission

વડા પ્રધાને આ યોજના વિશેની જાહેરાત ૧૫મી ઑગસ્ટ, ૨૦૨૦ના દિવસે લાલ કિલ્લા પરથી કરી હતી. 

હાલ, છ કેન્દ્ર શાસિત પ્રદેશમાં હાલ પ્રાથમિક ધોરણે આ યોજનાનો અમલ કરાયો છે. આ ઐતિહાસિક પહેલનું ૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૧ના દિવસે સવારે ૧૧ વાગ્યે વડા પ્રધાન ઉદ્ઘાટન કર્યું હતું. આ યોજનાની રાષ્ટ્રવ્યાપી શરૂઆત યોગાનુયોગે નેશનલ હૅલ્થ ઓથોરિટી (એનએચએ)ની યોજના આયુષ્યમાન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજનાની ત્રીજી વર્ષગાંઠના દિવસથી થઇ રહી છે.

આ પ્રસંગે કેન્દ્રના સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવીયા ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મુદ્દા તરીકે આ યોજનામાં દરેક નાગરિક માટે સ્વાસ્થ્ય ઓળખ (આઇડી)નો સમાવેશ કરાયો છે, જેનો ઉપયોગ એમના સ્વાસ્થ્ય ખાતા તરીકે પણ કરાશે. 

September 18, 2021
electric.jpg
1min327

વીજચોરી અટકાવવા માટે મહાવિતરણ ગમે તેટલા પ્રયાસ કરી લે, પણ ટેક્નોલોજીમાં વીજચોરો એક ડગલું આગળ છે. હાલમાં રિમોટનો વપરાશ કરીને વીજચોરી કરવાની નવી તરકીબ મોટા પ્રમાણમાં વાપરવામાં આવતી હોવાથી મહાવિતરણની જાણ બહાર કરોડો રૂપિયાની વીજચોરી થઈ રહી છે. વસઈની એક કંપનીની છ કરોડથી વધુ રૂપિયાની વીજચોરી મહાવિતરણે હાલમાં જ પકડી છે. આ ચોરી પકડવા માટે મહાવિતરણને ચાર વર્ષ નીકળી ગયાં હતાં. આ ઠેકાણે રિમોટના સહારે વીજચોરી કરવામાં આવતી હતી. આ પદ્ધતિથી થતી વીજચોરીને પકડવી શક્ય ન હોવાથી છેલ્લા ઘણા સમયથી રિમોટ દ્વારા ચોરી થતી હોવાનું પ્રમાણ વધ્યું છે.

વીજચોરી રોકવી મહાવિતરણ સામે માટો પડકાર છે. વીજળી વાયર પર ગેરકાયદે ચોરી કરવા માટે લંગર ફેંકતા હોય છે. તેમાં ટેક્નોલોજીમાં સુધારો થયો છે. વીજચોરીને કારણે મહાવિતરણને આર્થિક નુકસાન થતું હોવાને કારણે ચોરી રોકવા માટે મહાવિતરણ પ્રશાસન તરફથી વીજચોરી પર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગુના પણ દાખલ કરવામાં આવે છે. જોકે ગુના નોંધાવા હોવા છતાં વીજચોરીના પ્રકાર થંભ્યા નથી. એનાથી ઊલટું નવી નવી તરકીબો અજમાવીને વીજચોરી કરવાનું પ્રમાણ વધી ગયું છે. હાલમાં વીજચોરો દ્વારા રિમોટનો સહારો લેવામાં આવ્યો છે.

વસઈની એક કંપની ૨૦૧૭થી વીજચોરી કરતી હતી. રિમોટ કંટ્રોલના માધ્યમથી કંપનીના વીજવપરાશમાં ૯૦ ટકા ઘટ થઈ હોવાનું જાણવા મળ્યું હતું. આ કાળમાં કંપનીએ અંદાજે ૩૩ લાખ યુનિટની ચોરી કરી હતી. આ પ્રકરણે સંબંધિત પર ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

August 23, 2021
income-tax-filing.jpg
1min267

નાણાં મંત્રાલયે રવિવાર તા.23મીએ આવકવેરા વિભાગના નવા ઇ-ફાઇલિંગ પોર્ટલમાં આવી રહેલી સમસ્યાઓ અંગે કડકાઇપૂર્ણ કાર્યવાહી કરતા ઇ પોર્ટલનો કોન્ટ્રાક્ટ ધરાવતી ઇન્ફોસિસ કંપનીને તા.23મીએ હાજર રહેવા માટે સમન્સ આપ્યા હતા અને તે અંગેનું ટ્વીટ પણ કર્યું હતું.

આવકવેરા વિભાગે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે,નાણાં મંત્રાલયે ઈન્ફોસિસના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ સલીલ પારેખને 23 ઓગસ્ટના રોજ બોલાવીને નવા ઈ-ફાઈલિંગ પોર્ટલમાં અઢી મહિના બાદ પણ કેમ સમસ્યાઓનો હલ આવ્યો નથી.  21 ઓગસ્ટે તો પોર્ટલ બિલકુલ ઉપલબ્ધ નથી.

મંત્રાલયે આ પોર્ટલ બનાવનાર ટેકનોલોજી કંપની ઇન્ફોસિસના સીઇઓ અને એમડી સલિલ પારેખને સમન્સ જારી કર્યું હતું. સલીલ પારેખને 23 ઓગસ્ટના રોજ હાજર રહેવા કહેવામાં આવ્યું છે.

આવકવેરા વિભાગની નવી વેબસાઈટ 7 જૂને શરૂ કરવામાં આવી હતી. તેને ઇન્ફોસિસ દ્વારા વિકસાવવામાં આવ્યું છે અને તેને વિકસાવવા માટે આશરે 4241 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. શરૂઆતથી જ સમસ્યાઓ આપતું આ પોર્ટલ છેલ્લા કેટલાક દિવસોથી સંપૂર્ણપણે બંધ છે, ત્યારબાદ નાણાં મંત્રાલયે આ કડકતા દર્શાવી છે.

શરૂઆતથી જ આ વેબસાઇટ ઘણી સમસ્યાઓનો સામનો કરી રહી છે અને આ પ્રક્રિયા લગભગ અઢી મહિના પછી પણ ચાલુ રહે છે. આના પર ન તો ચલન નંબર માન્ય થઈ રહ્યો છે અને ન તો દસ્તાવેજ ઓળખ નંબર (ડીઆઈએન) ઓટો પોપ્યુલેટેડ છે. વિવાદ સે વિશ્વાસ યોજના લિંક પણ કામ કરી રહી નથી.

આવકવેરા વિભાગનું તમામ કામ ઓનલાઈન જ થાય છે. આવી સ્થિતિમાં, વેબસાઇટના કામ ન કરવાને કારણે મોટી સમસ્યાઓ ઉભી થઈ છે. ન તો લોકો રિટર્ન ફાઇલ કરી શકે છે અને ન તો ડિપાર્ટમેન્ટના કોઇ પ્રશ્નનો જવાબ આપી શકે છે. નાણા મંત્રાલય પણ આ અંગે ઘણી ટીકા અને પ્રશ્નોનો સામનો કરી રહ્યું છે.