CIA ALERT

રમત જગત Archives - Page 29 of 45 - CIA Live

January 24, 2020
India-vs-New-Zealand.jpg
1min5590

આજે ભારતના કરોડો ક્રિકેટપ્રેમીઓ ન્યૂ ઝીલૅન્ડ સામેની અલગ-અલગ સ્તરની ત્રણ ક્રિકેટ મૅચના પરિણામોની રાહ જોશે. એક જ દિવસમાં કોઈ એક દેશની બીજા એક જ દેશની ત્રણ ભિન્ન સ્તરની ટીમ સામે ક્રિકેટ મૅચ રમાવાનો કદાચ આ પહેલો જ કિસ્સો છે.

મુખ્ય મૅચ આજે ભારતીય સમય મુજબ બપોરે ૧૨.૨૦ વાગ્યાથી ઑકલૅન્ડમાં વિરાટ કોહલીના સુકાનમાં ભારતીય ટીમનો કેન વિલિયમસનની ન્યૂ ઝીલૅન્ડ સાથે મુકાબલો થશે. આ ટી-ટ્વેન્ટી મૅચ છે અને એ લગભગ ૪.૦૦ વાગ્યે પૂરી થશે. પાંચ મૅચવાળી સિરીઝની એ પહેલી જ મૅચ છે.

સાઉથ આફ્રિકાના બ્લોમફોન્ટેનમાં વન-ડેનો અન્ડર-૧૯ વર્લ્ડ કપ ચાલી રહ્યો છે અને બ્લોમફોન્ટેન શહેરમાં આજે પ્રિયમ ગર્ગના સુકાનમાં ભારતની યુવા ટીમનો મુકાબલો જેસી ડાશ્કૉફની કૅપ્ટન્સીના ન્યૂ ઝીલૅન્ડની યુવા ટીમ સામે થશે. ભારતીય ટીમ બન્ને લીગ મૅચ જીતીને ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે.

ન્યૂ ઝીલૅન્ડમાં ભારતથી ઇન્ડિયા ‘એ’ ટીમ બિનસત્તાવાર વન-ડે રમવા ગઈ છે અને આજે ક્રાઇસ્ટચર્ચમાં ઇન્ડિયા ‘એ’નો મુકાબલો ન્યૂ ઝીલૅન્ડ સાથે થશે. ઇન્ડિયા ‘એ’ના સુકાનીપદે શુબમન ગિલ અને ન્યૂ ઝીલૅન્ડ ‘એ’ ટીમના નેતૃત્વપદે ટૉમ બ્રુસ છે.

January 22, 2020
sharapova.jpeg
1min6240

ઓસ્ટ્રેલિયા ઓપનમાં આજે 2008ની ચેમ્પિયન રશિયાની ખેલાડી મારિયા શારાપોવા પ્રથમ રાઉન્ડમાં જ બહાર થઈ ગઈ હતી. તેને વાઇલ્ડ કાર્ડથી ટુર્નામેન્ટમાં એન્ટ્રી મળી હતી. શારાપોવાને’ ક્રોએશિયાની ડોના વેકિચે 6-3, 6-4થી હાર આપી હતી.

32 શારાપોવા ડબલ્યુટીએ રેન્કિંગમાં 145માં સ્થાને છે. બીજી મેન્સ સિંગલ્સમાં વર્લ્ડ નંબર 1 સ્પેનના રાફેલ નડાલે જીત સાથે ટુર્નામેન્ટની શરૂઆત કરી છે. તેણે બોલીવિયાના હુગો ડેલિયનને 6-2, 6-3, 6-0થી હરાવ્યો હતો.

મેન્સ સિંગલ્સના અન્ય મુકાબલામાં સ્ટેન વાવરિકા, રશિયાની કરેન ખાચાનોવા, ઓસ્ટ્રિયાના ડોમિનિક થિએમ અને ક્રોએશિયાના મારિન સિલિચે જીત મેળવી હતી. 2014ના ચેમ્પિયન વાવરિકાએ દમિર જુમહૂરને 7-5, 6-7 (4), 6-4, 6-4થી હાર આપી હતી. ખાચાનોવે સ્પેનના મારિયો વિલેલા માર્ટિનેજને 4-6, 6-4, 7-6 (4), 6-3થી હરાવ્યો હતો. થિએમે ફ્રાન્સના એડ્રિયન મનારિનોને 6-3, 7-5, 6-2થી હરાવ્યો. સિલિચે ફ્રાન્સના કોરેટિન માઉંતેને 6-3, 6-2, 6-4થી હાર આપી હતી.

મહિલા વિભાગમાં વર્લ્ડ નંબર 2 ઝેક રીપબ્લિકની કેરોલિના પ્લિસકોવાએ પહેલા રાઉન્ડમાં જીત મેળવી છે. તેણે ફ્રાન્સના ક્રિસ્ટિના મલાડેનોવિચને 6-1, 7-5થી હરાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. પ્લિસકોવા હજુ એકપણ ગ્રાન્ડસ્લેમ ટુર્નામેન્ટ જીતી નથી. તે 2016માં યુએસ ઓપન ફાઇનલમાં જર્મનીની એંજેલિક કર્બર સામે હારી હતી.

ભારતનો ખેલાડી પ્રજનેશ ગુણેશ્વર ઓસ્ટ્રેલિયન ઓપનના મેન્સ સિંગલ્સના પહેલા રાઉન્ડમાં જ હારીને બહાર થઇ ગયો છે. આથી તેણે નોવાક જોકોવિચ સામે બીજા રાઉન્ડમાં રમવાનો મોકો ગુમાવી દીધો છે. દુનિયાના 122મા નંબરના ખેલાડી પ્રજનેશ પહેલા રાઉન્ડમાં જાપાનના ખેલાડી તત્સુમા ઇતો સામે 4-6, 2-6 અને 5-7થી હારી ગયો હતો. હવે આ જાપાની ખેલાડી બીજા રાઉન્ડમાં જોકોવિચ સામે ટકરાશે

January 22, 2020
indiavsnz.jpg
1min5160

વિરાટ કોહલીના સુકાનમાં ભારતીય ખેલાડીઓ ગઈ કાલે છ અઠવાડિયાના પ્રવાસ માટે ન્યૂ ઝીલૅન્ડ પહોંચી ગયા હતા. તેઓ શુક્રવાર (૨૪ જાન્યુઆરી)થી કિવીઓ સામે પાંચ ટી-ટ્વેન્ટીની શ્રેણી રમશે. ત્યાર પછી બન્ને દેશો વચ્ચે ત્રણ વન-ડે અને છેલ્લે બે ટેસ્ટ-મૅચ રમાશે. ટેસ્ટ-સિરીઝ બે વર્ષની વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપના ભાગરૂપ રમાવાની છે.

વિરાટે કિવીલૅન્ડ પર પગ મૂકતાંની સાથે જ શાર્દુલ ઠાકુર તથા શ્રેયસ ઐયર સાથે ફોટો પડાવીને એ ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો હતો અને એ સાથે લખ્યું હતું, ‘ઑકલૅન્ડમાં થોડી જ વાર પહેલાં અમે પગ મૂક્યો. લેટ્સ ગો.’

ઘરઆંગણે વેસ્ટ ઇન્ડિઝને, શ્રીલંકાના અને છેલ્લે ઑસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ ભારતીય ખેલાડીઓ બુલંદ જોશ અને જુસ્સા સાથે ન્યૂ ઝીલૅન્ડ આવ્યા છે. કિવી ખેલાડીઓને પહેલા બૉલથી જ પ્રેશરમાં લાવવાની વિરાટે સાથી-ખેલાડીઓને સૂચના આપી દીધી છે.

ભારતીયો ગયા વર્ષે ન્યૂ ઝીલૅન્ડ આવ્યા હતા જ્યાં તેમણે કિવી ટીમને વન-ડે શ્રેણીમાં ૪-૧થી હરાવી હતી. જોકે, ટી-ટ્વેન્ટી શ્રેણીમાં ભારતનો ૧-૨થી પરાજય થયો હતો.

January 20, 2020
mumbai-marathon-website-1280x720.jpg
1min6110

ઇથોપિયાના પાટનગર ઍડિસ અબાબાથી આવેલો બાવીસ વર્ષનો દોડવીર દેરારા હુરિસા પહેલી જ વાર મુંબઈ મૅરેથોનમાં દોડવા આવ્યો હતો અને તેણે અહીંની પોણાબે દાયકા જૂની રેસના રેકૉર્ડ સાથે ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. દેરારાએ ૧૭મી ટાટા મુંબઈ મૅરેથોનમાં ગઈ કાલે ફુલ મૅરેથોન (૪૨.૧૯૫ કિલોમીટર)માં ૨ કલાક, ૦૮ મિનિટ, ૦૯ સેક્ધડના ટાઇમિંગ સાથે ચૅમ્પિયનપદ મેળવી લીધું હતું.

વધુ નવાઈની વાત એ છે કે તે ઍડિસ અબાબાથી મુંબઈ આવી રહ્યો હતો એ મુસાફરી દરમિયાન તેના મૅરેથોન માટેના સ્પેશિયલ શૂઝ ગુમ થઈ ગયા હતા. તેણે આ જ મૅરેથોનમાં પોતાની સાથે દોડનારા મિત્ર પાસેથી ઉછીના શૂઝ લીધા હતા અને ગઈ કાલે દોડીને મોખરાનું સ્થાન મેળવ્યું હતું. ખુદ તેણે રેસ જીતી લીધા પછી આ જાણકારી આપતા કહ્યું હતું કે ‘હું ઍડિસ અબાબાથી મુંબઈ આવી રહ્યો હતો ત્યારે મુસાફરી દરમિયાન મારા શૂઝ ખોવાઈ ગયા હતા. મારી પાસે નવા શૂઝ ખરીદવા વધુ સમય નહોતો એટલે મેં મારા મિત્ર અબ્રાહમ ગિરમા (જે ખુદ મુંબઈની આ રેસમાં સ્પર્ધક હતો) પાસેથી શૂઝ લીધા હતા. એ શૂઝ મેં અહીં મૅરેથોનમાં પહેલી જ વાર અજમાવ્યા હતા અને એ પહેરીને રેસ જીતી લીધી. હું ઇનામીરકમને ધ્યાનમાં રાખીને નહીં, પણ રેસ જીતવાના આશયથી જ દોડ્યો હતો. જોકે, હવે આટલી મોટી રકમ મળી છે એટલે કંઈક તો પ્લાનિંગ કરીશ જ.’

વિજેતા બનવા બદલ તેને ૪૫,૦૦૦ ડૉલર (અંદાજે ૩૨ લાખ રૂપિયા)નું મુખ્ય ઇનામ મળ્યું જ હતું, અહીંની મૅરેથોનના નવા વિક્રમ સાથે રેસ જીતી હોવાથી તેને ૧૫,૦૦૦ ડૉલર (૧૧ લાખ રૂપિયા)નું બોનસ પ્રાઇઝ પણ આપવામાં આવ્યું હતું. એ રીતે, તેને કુલ ૪૩ લાખ રૂપિયા મળ્યા હતા.

હુરિસાનું એકંદરે આ બીજું મેડલ છે. તે ૨૦૧૭ની સાલમાં તુર્કીની હાફ મૅરેથોન જીત્યો હતો.

બીજી આશ્ર્ચર્યની બાબત એ છે કે તે થોડા વર્ષોની આખી કરિયરમાં જેટલી ઇનામીરકમ જીત્યો હતો એનાથી ઘણી વધુ રકમ ગઈ કાલે મુંબઈમાં એક દિવસમાં જીતી લીધી હતી.

મહિલાઓની ફુલ મૅરેથોન (૪૨.૧૯૫ કિલોમીટર) ઇથોપિયાની અમેન બેરિસોએ ૨ કલાક, ૨૪ મિનિટ, ૫૧ સેક્ધડના ટાઇમિંગ સાથે જીતી લીધી હતી. તે ૧૫ મહિના સુધી ઈજાને કારણે રનિંગ ટ્રૅકથી દૂર રહ્યા બાદ અહીં દોડી હતી અને ગોલ્ડ મેડલ જીતી ગઈ હતી. તે ૨૦૧૯ની મુંબઈ મૅરેથોનમાં નહોતી દોડી એટલે તેની ક્ષમતા વિશે નિષ્ણાતો અજાણ હતા. જોકે, તેણે મુંબઈ મૅરેથોનમાં સેક્ધડ-ફાસ્ટેસ્ટ ટાઇમિંગ સાથે વિજય મેળવ્યો હતો.

January 20, 2020
ausi_open.jpg
1min5590

વર્ષની પ્રથમ ગ્રાન્ડસ્લેમ’ ટેનિસ ટૂર્નામેન્ટ ઓસ્ટ્રેલિયન ઓપન’ ચેમ્પિયનશીપની આવતીકાલથી મેલબોર્ન પાર્ક ખાતે શરૂઆત થઇ રહી છે. ડ્રોની જાહેરાત કરવામાં આવ્યા બાદથી તમામ ખેલાડીઓ પોતપોતાની વ્યૂહરચના તૈયાર કરી ચુક્યા છે. નોવાક જોકોવિક તાજ જાળવી રાખવાના ઇરાદા સાથે પુરુષ વર્ગમાં મેદાનમાં ઉતરશે જ્યારે મહિલાઓના સિંગલ્સમાં જાપાનની ઓસાકા તાજ જાળવી રાખવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરી રહી છે. જો કે તેની દિગ્ગજ સેરેના વિલિયમ્સથી જોરદાર ટક્કર મળશે. જોકોવિક ઉપરાંત રાફેલ નડાલ, રોજર ફેડરર પણ ઇતિહાસ સર્જવા માટે તૈયાર છે.

મહિલા વર્ગમાં સેરેના વિલિયમ્સ નવો રેકોર્ડ સર્જવા તૈયાર છે. સ્પેનના સ્ટાર ખેલાડી રાફેલ નડાલ પાસે સ્વિસ ખેલાડી રોજર ફેડરરના 20 ગ્રાન્ડસ્લેમ જીતવાના રેકોર્ડની બરોબરી કરવાની તક રહેલી છે. બીજી બાજુ રોજર ફેડરર પણ વધુ એક ગ્રાન્ડસ્લેમ જીતીને આગેકૂચ કરવા માટે ઇચ્છુક છે.’

2009માં નડાલે અહીં જીત મેળવી હતી. બીજી બાજુ વર્તમાન ચેમ્પિયન નોવાક જોકોવિક પણ રેકોર્ડ 8મી વખત ઓસ્ટ્રેલિયન ઓપન તાજ જીતવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. 2019માં જોકોવિકે સારો દેખાવ કર્યો હતો. પાંચ ટાઇટલ જીત્યા હતા જેમાં મેલબોર્ન પાર્ક અને વિમ્બલ્ડનનો સમાવેશ થાય છે. 37 વર્ષીય રોજર ફેડરર પણ સ્ટિવ જોન્સન સામે રમીને આગેકૂચ કરનાર છે.’ રોજર ફેડરર સાતમી વખત ઓસ્ટ્રેલિયન ઓપનનો તાજ જીતવા માટે ઇચ્છુક છે. 2018માં તે અહીં છેલ્લી વખત વિજેતા બન્યો હતો. મહિલાઓના વર્ગમાં સેરેના વિલિયમ્સ ઓસ્ટ્રેલિયાની મહાન ખેલાડી માર્ગારેટના રેકોર્ડની બરોબરી કરવા માટે ઇચ્છુક છે. માર્ગારેટ કોર્ટે 24 ગ્રાન્ડસ્લેમ સિંગલ્સ સ્પર્ધા જીતી હતી. તે પોતાની પ્રથમ રાઉન્ડની મેચમાં રશિયાની ખેલાડી સામે રમનાર છે.

January 12, 2020
kabbadi_kangana.jpg
1min4980

ફિલ્મ પંગામાં માતા બન્યા બાદ પુનરાગમન કરવા મથતી કબ્બડી ખેલાડી ગૌરી વાડેકરની કથા દર્શાવવામાં આવી છે. ગૌરી ઉત્તમ કબ્બડી ખેલાડી હતી અને તેણે આતંરરાષ્ટ્રીય સ્તરે બે વાર ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. અશ્વિની ઐયર તિવારીની આ ફિલ્મ માટે સ્વયં ગૌરીએ કંગનાને કબ્બડીની તાલીમ આપી છે.

ગૌરીએ પોતાના અનુભવને વર્ણવતાં જણાવ્યું હતું કે, અમારી પ્રથમ મુલાકાતમાં જ કંગનાએ મને પ્રથામિક સમજ આપવાનું કહ્યું હતું. હું તેની ગ્રહણશક્તિ જોઇને દંગ થઇ ગઇ હતી. કબ્બડીની તાલીમ લેતી છોકરી છ મહિના બાદ જે કરી શકે તે તેણે માત્ર બે-ચાર વાર જોઇને કરી દેખાડયું હતું. અમે પહેલીવાર 2018ના સપ્ટેમ્બર મહિનામાં મળ્યા હતા અને પાંચ મહિના મેં તાલીમ આપી હતી. રોજ સવારના આઠ વાગ્યે તાલીમ શરૂ થઇ જતી અને કંગનાએ એક પણ ખાડો પાડયા વગર પાંચ મહિના સુધી આવી હતી.

કબ્બડીમાં ખેલાડીનો શ્વાસ અને પગ મહત્ત્વના છે. કબ્બડી ખેલાડીના પગ ચોક્કસ પ્રકારે પડતા હોવાથી તેનો આકાર પણ તે અનુરૂપ સાધારણ બદલાઇ જાય છે. કંગનાના પગ ખેલાડી જેવા દેખાય તે માટે તેના વર્ક આઉટ રુટિનમાં ફેરફાર કરવામાં આવ્યો હતો અને તેમાં સ્કવૉટ્સ તથા લંજીસનો ઉમેરો કરવામાં આવ્યો હતો. દરેક સ્થિતિમાં કયા પગ પર વજન આપવું, બચાવ કે આક્રમણ કેમ કરવું જેવી બાબતો તેને શીખવવામાં આવી હતી.

January 12, 2020
cycling.jpg
1min5220

સાઇક્લિગંમાં ભારતે અનેરી સિદ્ધિ મેળવી છે. પહેલી વાર ભારત ચારેય સ્પ્રિન્ટિંગ ઇવેન્ટમાં નંબર-વન રૅન્ક પર બિરાજમાન થયું છે. પુરુષ વર્ગમાં ભારતના જુનિયરોની સાઇક્લિગં ટીમ નંબર-વન બની છે.

જુનિયર કેઇરિન જુનિયર ૧ કિલોમીટર ટાઇમ ટ્રાયલ ઇવેન્ટમાં નંબર-વન થયો છે, જ્યારે જુનિયર ટીમ સ્પ્રિન્ટ ઇવેન્ટમાં ભારતીય ટીમ ૧૬૨૦ પૉઇન્ટ સાથે સર્વેાચ્ચ થઈ છે. ભારતનો એલ. રોનાલ્ડો સિંહ યુસીઆઇ વર્લ્ડ રૅન્કિંગમાં નંબર વન બન્યો છે. તેના ૧૫૩૦ પૉઇન્ટ છે. ભારતની મહિલા જુનિયર ટીમ જુનિયર ટીમ સ્પ્રિન્ટમાં બીજા સ્થાને છે.

January 5, 2020
manav.jpg
1min6420

સુરતના હરમીત દેસાઈ બાદ હવે માનવ ઠક્કર ટેબલ ટેનિસની અન્ડર-૨૧ કૅટેગરીનો દુનિયાનો નંબર-વન ખેલાડી બન્યો છે, જેની જાહેરાત ખુદ ઇન્ટરનૅશનલ ટેબલ ટેનિસ ફેડરેશને કરી છે. અત્યાર સુધી માનવ રૅન્કિંગ્સમાં બીજા ક્રમે હતો, પણ નવા જાહેર થયેલા રૅન્કિંગ્સમાં તેણે ચાઇનીઝ તાઇપેઇના લી સિન યાંગને પાછળ ધકેલીને ટોચનો ક્રમ હાંસલ કરી લીધો છે.

૧૯ વર્ષનો માનવ ઠક્કર મૂળ સુરતનો છે. હાલમાં તે ટ્રેઇનિંગમાં હોવાથી તેની સાથે વાત થઈ શકી નહોતી, પરતું અમે તેના પપ્પા ડૉ. વિકાસ ઠક્કર સાથે વાત કરી હતી. ડૉ. વિકાસ કહે છે, ‘હું અને મારી પત્ની બન્ને ટેબલ ટેનિસ રમતાં હતાં, જેથી માનવ પણ શીખ્યો હતો. તે જ્યારે સાડાપાંચ વર્ષનો હતો ત્યારે અમે તેને પહેલી વખત ટેબલ ટેનિસનું રૅકેટ આપ્યું હતું. અમારા ઘરમાં જ ટેબલ હોવાથી શરૂઆતના ૬ મહિના તે ઘરે જ રમ્યો. એ સમય દરમ્યાન તેની ઝડપ અને શીખવાની ધગસ જોયા બાદ અમે તેને સુરતના એક પ્રાઇવેટ કોચિંગ સેન્ટરમાં મૂક્યો હતો, જ્યાં તે પાંચમા ધોરણમાં હતો ત્યાં સુધી શીખ્યો. આ સમય દરમ્યાન તેણે જિલ્લા સ્તરે રમવાનું પણ શરૂ કરી દીધું હતું. તેનામાં ટેબલ ટેનિસ પ્રત્યેનો લગાવ જોઈતે અમે તે છઠ્ઠા ધોરણમાં આવ્યો ત્યારે અજમેરની ઍકૅડેમીમાં મૂક્યો હતો, જ્યાં ઇન્ટરનૅશનલ કોચ ટ્રેઇનિંગ આપતા હતા. ત્યાં તે બારમા ધોરણ સુધી ભણ્યો. હાલમાં તે એફવાયબીએના બીજા વર્ષમાં છે અને તેણે મેન્સની તમામ કૅટેગરીમાં નંબર-વન હાંસલ કર્યો છે. અત્યારે તે ભારતીય ટેબલ ટેનિસ ટીમનો સભ્ય છે.’
 મહત્ત્વનું છે કે ૨૦૧૮માં માનવે અન્ડર-૧૮માં વર્લ્ડ નંબર-વનનો ખિતાબ હાંસલ કર્યો હતો. તેની રમત સતત સુધરી રહી હતી, પરતું એમ છતાં ડિસેમ્બરમાં તેનું રૅન્કિંગ્સ બગડ્યું હતું. ત્રીજા નંબર પરથી તે સીધો દસમા નંબર પર આવી ગયો હતો. જોકે તેનું ૨૦૧૯નું પ્રદર્શન ખૂબ સરસ હતું.

December 26, 2019
boxing_aus.jpg
1min6390

ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ પાડોશી દેશ છે, પણ ક્રિકેટના મેદાન પરની બન્નેની કટ્ટર હરીફાઇ જગજાહેર છે. આ પરંપરાગત હરીફ દેશ 32 વર્ષ બાદ બોક્સિંગ ડે ટેસ્ટ મેચ માટે આવતીકાલથી મેલબોર્નના મેદાન પર આમને-સામને હશે. ત્યારે ન્યુઝીલેન્ડની નજર બીજો ટેસ્ટ જીતીને સિરિઝ બરાબરી કરવા પર રહેશે. પર્થ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાનો 296 રનના મોટા અંતરથી વિજય થયો હતો. આથી તેની નજર ત્રણ મેચની શ્રેણીમાં 2-0ની અતૂટ સરસાઈ કરવા પર રહેશે.

ન્યુઝીલેન્ડે આ પહેલા 26 ડિસેમ્બરે એટલે કે બોક્સિંગ ડે ટેસ્ટ મેચ મેલબોર્નમાં 1987માં રમ્યો હતો. ત્યારે વર્તમાન ટીમના ફકત ચાર ખેલાડી નીલ વેગનાર, રોસ ટેલર, બીજે વેટલિંગ અને કોલિન ડી’ ગ્રાંડહોમના જન્મ થયા હતા. કિવિ ફાસ્ટ બોલર ટિમ સાઉધીએ સ્વીકાર્યું છે કે તેની ટીમ માટે આ વિશેષ ક્ષણ છે. મેલબોર્ન મેદાન પર પહેલા દિવસે 7પ હજાર દર્શકો ઉમટી પડશે તેવી સંભાવના છે.

બીજા ટેસ્ટની ન્યુઝીલેન્ડની ટીમમાં બે ફેરફાર થયા છે. ઝડપી બોલર ટ્રેંટ બોલ્ટે ઇજામાંથી બહાર આવીને વાપસી કરી છે. જ્યારે ઓપનર જીત રાવલના સ્થાને ટોમ બ્લંડેલને તક મળી છે. આથી તે ટોમ લાથમ સાથે ઇનિંગની શરૂઆત કરશે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ટિમ પેને કહ્યું છે કે તેની ટીમ પાંચ વિશેષજ્ઞ બોલર સાથે ઉતરી શકે છે. એમસીજીની વિકેટ પાછલા બે બોકિસંગ ડે ટેસ્ટ દરમિયાન સપાટ રહી હતી. આથી 20 વિકેટ લેવી ચુનૌતી બની રહી હતી. જો કાંગારૂ ટીમ પાંચ બોલર સાથે ઉતરશે તો ઝડપી બોલર માઇકલ નેસેરને પદાપર્ણનો મોકો મળી શકે છે. ઓસ્ટ્રેલિયાની ટીમ આ પહેલા 2013માં સિડની ટેસ્ટમાં શ્રીલંકા વિરૂધ્ધ પાંચ બોલર સાથે ઉતરી હતી. બીજા ટેસ્ટમાં ઇજાગ્રસ્ત જોસ હેઝલવૂડના સ્થાને જેમ્સ પેટિન્સનને મોકો મળવો નિશ્ચિત છે. એવામાં બેટસમેન ટ્રેવિસ હેડને બહાર બેસવું પડી શકે છે. મેચ ભારતીય સમય અનુસાર સવારે પ-30થી શરૂ થશે.

December 23, 2019
indiawon.jpg
1min5010

ભારતે રવિવારે અહીં વેસ્ટ ઇન્ડિઝને ત્રીજી અને આખરી રોમાંચક વન-ડેમાં ૮ બૉલ બાકી રાખીને ૪ વિકેટના માર્જિનથી હરાવીને સિરીઝ ૨-૧થી જીતી લીધી હતી. કૅરેબિયનો સામે ભારતનો આ લાગલગાટ ૧૦મો વન-ડે સિરીઝ-વિજય છે.

ભારતે વેસ્ટ ઇન્ડિઝને ટી-ટ્વેન્ટી શ્રેણીમાં પણ ૨-૧થી પરાજિત કર્યું હતું.

રવિવારે કૅપ્ટન વિરાટ કોહલી (૮૫ રન, ૮૧ બૉલ, નવ ફોર)ની બેનમૂન ઇનિંગ્સે આ શ્રેણી-વિજય શક્ય બનાવ્યો હતો. ભારતને જીતવા ૫૦ ઓવરમાં ૩૧૬ રન બનાવવાનો લક્ષ્યાંક અપાયો હતો જે એણે ૪૮.૪ ઓવરમાં છ વિકેટના ભોગે બનાવી લીધો હતો.

ઓપનિંગમાં રોહિત શર્મા (૬૩ રન, ૬૩ બૉલ, એક સિક્સર, આઠ ફોર) તથા કેએલ રાહુલ (૭૭ રન, ૮૯ બૉલ, એક સિક્સર, આઠ ફોર) લગભગ એકસરખી ઉપયોગી ઇનિંગ્સ રમ્યા હતા અને તેમની વચ્ચે ૧૨૨ રનની મહત્ત્વપૂર્ણ ભાગીદારી થઈ હતી. ત્યાર બાદ વિરાટ અને રાહુલ વચ્ચે બીજી વિકેટ માટે ૪૫ રનની પાર્ટનરશિપ થઈ હતી. જોકે, વિરાટની સામેના છેડે એક પછી એક વિકેટ પડતી ગઈ હતી, પરંતુ ખુદ વિરાટ ક્રીઝ પર ટકી રહ્યો હતો. રવીન્દ્ર જાડેજા (૩૯ અણનમ, ૩૧ બૉલ, ચાર ફોર) સાથે છઠ્ઠી વિકેટ માટે તેની ૬૦ રનની બહુમૂલ્ય ભાગીદારી થઈ હતી. વિરાટ ટીમને વિજયની લગોલગ પહોંચાડ્યા બાદ કીમો પૉલના બૉલમાં ક્લીન બોલ્ડ થયો હતો. જોકે, ત્યાર બાદ જાડેજાએ મુંબઈકર પેસ બોલર શાર્દુલ ઠાકુર (૧૭ અણનમ, ૬ બૉલ, એક સિક્સર, બે ફોર) સાથેની જોડીમાં જાડેજાએ ભારતને છેવટે જીત અપાવી દીધી હતી.

વિરાટ કોહલીને મૅન ઑફ ધ મૅચનો અને રોહિત શર્માને મૅન ઑફ ધ સિરીઝનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેના કુલ ૨૫૮ રન બન્ને ટીમના બૅટ્સમેનોમાં હાઇએસ્ટ હતા. બોલરોમાં કીમો પૉલ ૬ વિકેટ સાથે મોખરે હતો.