CIA ALERT

રમત જગત Archives - Page 2 of 45 - CIA Live

May 27, 2026
image-20.png
2min123

આઈપીએલ-2026માં આજથી રૉયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાયેલી પ્લેઓફની મેચમાં ગુજરાતની ટીમનો શરમજનક પરાજય થયો છે. બેંગલુરુની ટીમે 20 ઓવરમાં 5 વિકેટે 254 રન નોંધાવી ગુજરાતને જીતવા માટે 255 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જોકે ગુજરાતની ટીમ માત્ર 162 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. આજની મેચમાં બેંગલુરુના કેપ્ટન રજત પાટીદારે વિસ્ફોટ બેટિંગ કરીને ટીમને મજબૂત સ્કોર સુધી પહોંચાડ્યું હતું, તો જેકોબ ડફ્ફી સહિતના બોલરોએ પણ મહત્ત્વનું યોગદાન આપ્યું છે.

બેંગલુરુ તરફથી કેપ્ટન રજત પાટીદારે વિસ્ફોટક બેટિંગ કરીને માત્ર 33 બોલમાં 5 ચોગ્ગા અને 9 છગ્ગાની મદદથી અણનમ 93 રનની તોફાની ઈનિંગ રમી હતી. ઓપનર વેંકટેશ અય્યરે આક્રમક શરૂઆત કરતા 7 બોલમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 19 રન ફટકાર્યા હતા, જ્યારે વિરાટ કોહલીએ 25 બોલનો સામનો કરીને 5 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 43 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું. મિડલ ઓર્ડરમાં દેવદત્ત પડિક્કલે 19 બોલમાં 5 ચોગ્ગા સાથે 30 રન બનાવ્યા હતા. ત્યારબાદ ક્રુણાલ પંડ્યાએ પણ શાનદાર બેટિંગ કરતા 28 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકારીને 43 રન જોડ્યા હતા. નીચલા ક્રમે ટિમ ડેવિડ 5 બોલમાં 4 રન બનાવી આઉટ થયો હતો, જ્યારે જીતેશ શર્માએ અંતમાં ઝડપી બેટિંગ કરતા માત્ર 5 બોલમાં 1 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે અણનમ 15 રન ઝૂડી કાઢ્યા હતા.

ગુજરાત તરફથી તરફથી જેસન હોલ્ડરે 4 ઓવરમાં 39 રન આપીને 2 વિકેટો, જ્યારે કગિસો રબાડાએ 4 ઓવરમાં 54 રન આપી 2 વિકેટ મેળવી હતી. ફાસ્ટ બોલર પ્રસિદ્ધ ક્રિષ્નાએ 4 ઓવરમાં 53 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. જ્યારે મોહમ્મદ સિરાજે 3 ઓવરમાં 46 રન, રાશિદ ખાને 3 ઓવરમાં 29 રન, કુલવંત ખેજરોલિયાએ 2 ઓવરના 31 રન આપ્યા, પરંતુ એકપણ વિકેટ લઈ શક્યા નથી.

ગુજરાત તરફથી જોસ બટલરે સૌથી વધુ આક્રમક બેટિંગ કરતા માત્ર 11 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 29 રન ફટકાર્યા હતા. ઓપનર સાઈ સુદર્શને 9 બોલમાં 3 ચોગ્ગા સાથે 14 રન, કેપ્ટન શુભમન ગિલે 7 બોલમાં માત્ર 2 રન, નિશાંત સિંધુ 3 બોલમાં 1 ચોગ્ગા સાથે 5 રન, વોશિંગ્ટન સુંદરે 8 બોલમાં 1 ચોગ્ગા સાથે 8 રન, જેસન હોલ્ડરે શૂન્ય રને, રાશિદ ખાને 9 બોલમાં 1 છગ્ગાની મદદથી 8 રન અને કગિસો રબાડાએ 5 બોલમાં 2 ચોગ્ગા સાથે 9 રન નોંધાવ્યા હતા.

બેંગલુરુ તરફથી જેકબ ડફી સૌથી સફળ બોલર રહ્યો હતો, જેણે ગુજરાત ટાઈટન્સના 3 બેટરોને આઉટ કરીને સૌથી વધુ 3 વિકેટો ઝડપી હતી. યુવા બોલર રસિક સલામે પણ શાનદાર પ્રદર્શન કરતા 2 મહત્વની સફળતા મેળવી હતી. આ સિવાય અનુભવી ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે પણ 2 વિકેટ ખેરવી છે. જ્યારે જોશ હેઝલવુડ અને ઓલરાઉન્ડર ક્રુણાલ પંડ્યાએ 1-1 વિકેટ ઝડપી હતી.

26/05/26 આજની ક્વોલિફાયર-1માં બેંગલુરુએ ઈતિહાસ રચી દીધો છે. RCBએ 20 ઓવરમાં 5 વિકેટે 254 રન બનાવી દીધા, જે IPLના ઈતિહાસમાં પ્લેઓફમાં સૌથી મોટો સ્કોર છે.

254/5 – RCB vs GT (ધર્મશાલા, 2026)
233/3 – GT vs MI (અમદાવાદ, 2023)
228/5 – MI vs GT (ન્યુ ચંદીગઢ, 2025)
226/6 – PBKS vs CSK (વાનખેડે, 2014)
222/5 – CSK vs DC (ચેન્નઈ, 2012)
કોહલીએ તોડ્યો વિરાટનો રેકોર્ડ

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના સ્ટાર બેટર વિરાટ કોહલીએ વધુ એક મોટો આંકડો પાર કરીને નવો ઈતિહાસ રચી દીધો છે. આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ મેચ રમનારા ખેલાડીઓની યાદીમાં વિરાટ કોહલી 282 મેચો સાથે હવે ટોચના સ્થાને પહોંચી ગયો છે, જેમાં તેણે વર્ષ 2008 થી 2026 દરમિયાન 40.09 ની શાનદાર એવરેજથી રેકોર્ડબ્રેક 9261 રન ફટકાર્યા છે અને તેના નામે 9 સદી પણ નોંધાયેલી છે. કોહલીએ મુંબઈ ઇન્ડિયન્સના પૂર્વ કેપ્ટન રોહિત શર્માને પાછળ છોડી દીધો છે, જે 281 મેચોમાં 7329 રન સાથે આ યાદીમાં બીજા ક્રમે છે. આ યાદીમાં ચેન્નાઈ સુપર કિંગ્સના પૂર્વ દિગ્ગજ કેપ્ટન એમ.એસ. ધોની 278 મેચ અને 5439 રન સાથે ત્રીજા સ્થાને છે, જેમની આઈપીએલ સફર વર્ષ 2025 સુધી રહી હતી. જ્યારે સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા 266 મેચોમાં 3469 રન અને 178 વિકેટ સાથે ચોથા સ્થાને અને વર્ષ 2024 સુધી આઈપીએલ રમનારો દિનેશ કાર્તિક 257 મેચમાં 4842 રન સાથે પાંચમા સ્થાને છે.

IPL-2026ની ક્વોલિફાયર-1માં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) સામે ગુજરાત ટાઈટન્સ (GT)ની હાર થયા બાદ હવે ગુજરાતની ટીમે ફાઈનલમાં પહોંચવા માટે વધુ એક મેચ રમવી પડશે. આઈપીએલના નિયમ મુજબ, ક્વોલિફાયર-1 હારેલી ગુજરાતની ટીમે હવે 29 મેના રોજ ક્વોલિફાયર-2 મેચ રમવી પડશે.

ક્વોલિફાયર-1 પછી 27 મેએ એલિમિનેટર મેચ રમાવાની છે, જેમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો થશે. આમાંથી જે ટીમ હારશે તે બહાર ફેંકાઈ જશે અને જે જીતશે તેને ક્વોલિફાયર-2માં રમવાની તક મળશે. એટલે કે તે ટીમ ગુજરાત ટાઈટન્સ સામે રમશે.

31 મેએ ફાઈનલ મેચ

ક્વોલિફાયર-1 મેચ જીતનારી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ફાઈનલમાં પહોંચી ગઈ છે. આ મેચ 31 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે.

May 18, 2026
image-13.png
1min126

IPL 2026 Playoff, PBKS vs RCB : ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) આઈપીએલ 2026ના પ્લેઑફમાં જગ્યા બનાવનારી પ્રથમ ટીમ બની ગઈ છે. રવિવારે ધર્મશાલામાં રમાયેલા રોમાંચક મુકાબલામાં આરસીબીએ પંજાબ કિંગ્સને 23 રનથી હરાવીને ટોપ-4 માં પોતાનું સ્થાન પાકું કરી લીધું છે. આઈપીએલ 2026માં અત્યાર સુધી 13માંથી 9 મેચ જીત્યા બાદ બેંગલુરુએ પ્લેઑફની ટિકિટ મેળવી લીધી છે. ગ્રુપ સ્ટેજમાં બેંગલુરુની છેલ્લી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે રમાશે.

બીજી તરફ, સતત 6 હાર બાદ પંજાબ કિંગ્સની મુશ્કેલીઓ વધી ગઈ છે. પંજાબ કિંગ્સ તેની છેલ્લી મેચ જીતીને પણ ગ્રુપ સ્ટેજમાં માત્ર 15 પોઈન્ટ સુધી જ પહોંચી શકશે. પંજાબ કિંગ્સની આ હારથી ભલે કેપ્ટન શ્રેયસ અય્યરની ચિંતા વધી હોય, પરંતુ આ પરિણામથી બીજી બે ટીમોને જબરદસ્ત ફાયદો થયો છે.

બેંગલુરુ સામે પંજાબની હાર થતાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને રાજસ્થાન રોયલ્સ (RR) માટે પ્લેઑફમાં પહોંચવાની તક વધી ગઈ છે. આ પરિણામથી ખાસ કરીને ચેન્નાઈને મોટો ફાયદો થયો છે. ચેન્નાઈના ખાતામાં હાલમાં 12 પોઈન્ટ છે અને તેની બાકી બચેલી બંને મેચ જીતીને તે 16 પોઈન્ટ સુધી પહોંચી શકે છે. પંજાબ છેલ્લી મેચ જીતીને પણ મહત્તમ 15 પોઈન્ટ સુધી જ પહોંચી શકતી હોવાથી હવે ટોપ-4ની રેસમાં પંજાબ પાછળ ધકેલાઈ ગયું છે અને ચેન્નાઈ સુપર કિંગ્સને નવી લાઈફ લાઈન મળી ગઈ છે.

પ્લેઑફની રેસમાં અત્યાર સુધીના સમિકરણ મુજબ, મુંબઈ ઈન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ સત્તાવાર રીતે બહાર થઈ ગઈ છે. દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સની આશા હજુ જીવંત છે, પરંતુ તેમને આગળ વધવા માટે કોઈ ચમત્કારની જરૂર છે. આવી સ્થિતિમાં પ્લેઑફની બાકી બચેલી 3 સીટો માટે હવે સનરાઈઝર્સ હૈદરાબાદ, ગુજરાત ટાઈટન્સ, રાજસ્થાન રોયલ્સ, પંજાબ કિંગ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ એમ 5 ટીમો વચ્ચે કાંટાની ટક્કર છે. હાલના તબક્કે બેંગલુરુ સાથે સનરાઈઝર્સ હૈદરાબાદ, ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ પ્લેઑફની રેસમાં આગળ ચાલી રહ્યા છે. આઈપીએલ 2026માં આગામી બે-ત્રણ દિવસ ખૂબ જ રોમાંચક રહેશે અને દરેક મેચના પરિણામ સાથે પ્લેઑફનું સમીકરણ સતત બદલાતું જોવા મળશે.

April 25, 2026
image-16.png
1min127

આઈપીએલ 2026નો 35મો મુકાબલો શનિવારે દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાયો હતો. આ મુકાબલામાં પંજાબની ટીમે ઈતિહાસ રચતા આઈપીએલ ઈતિહાસનો સૌથી મોટો રન ચેઝ કર્યો હતો. દિલ્હીએ પહેલા બેટિંગ કરતા કેએલ રાહુલની સદીના દમ પર 264 રન બનાવ્યા હતા. પરંતુ પંજાબે આ મેચ એક ઓવર બાકી હતી ત્યારે જ જીતી લીધી હતી. આ મુકાબલો નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયો હતો, જ્યાં ટોસ જીતીને દિલ્હીની ટીમે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. કેએલ રાહુલની તોફાની 152 રનની ઈનિંગના દમ પર દિલ્હીએ 264 રન બનાવ્યા હતા, પરંતુ પંજાબે તેને પણ ચેઝ કરી લીધો હતો.

265 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પંજાબની શરૂઆત ખૂબ જ શાનદાર રહી હતી. પ્રિયાંશ આર્ય અને પ્રભસિમરન સિંહે તાબડતોડ બેટિંગ કરી હતી. 7મી ઓવરમાં જ્યારે પ્રિયાંશની વિકેટ પડી ત્યારે પંજાબનો સ્કોર 126 રન થઈ ગયો હતો. પ્રિયાંશએ 17 બોલમાં 43 રન બનાવ્યા હતા. બીજી તરફ પ્રભસિમરનનું તોફાન ચાલુ રહ્યું હતું. ત્યારબાદ 8મી ઓવરમાં પ્રભસિમરન સિંહ પોતાની વિકેટ ગુમાવી બેઠા હતા. પ્રભસિમરન સિંહના બેટથી 26 બોલમાં 76 રન આવ્યા હતા. પોતાની ઈનિંગમાં પ્રભસિમરન સિંહે 9 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા.

ત્યારબાદ નેહાલ વઢેરા અને શ્રેયસ અય્યર વચ્ચે 56 રનની સારી ભાગીદારી થઈ હતી. પરંતુ 15મી ઓવરમાં નેહાલ પોતાની વિકેટ ગુમાવી બેઠા હતા, તેમણે 15 બોલમાં 25 રન બનાવ્યા હતા. ત્યારબાદ શ્રેયસ અય્યરે મોરચો સંભાળ્યો અને 36 બોલમાં અણનમ 71 રનની ઈનિંગ રમી હતી. પોતાની ઈનિંગમાં અય્યરે 7 છગ્ગા અને 3 ચોગ્ગા લગાવ્યા હતા. જેના દમ પર પંજાબે આ મેચ 7 બોલ બાકી હતા ત્યારે જ જીતી લીધી હતી. પંજાબ આ ટુર્નામેન્ટમાં અજેય રહી છે અને પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે.

દિલ્હીની બેટિંગમાં કેએલ રાહુલનું તોફાન

પહેલા બેટિંગ કરવા ઉતરેલી દિલ્હી માટે ઈનિંગની શરૂઆત કેએલ રાહુલ અને પથુમ નિસાંકાએ કરી હતી. પરંતુ આ મેચમાં પણ નિસાંકા ફ્લોપ રહ્યો અને માત્ર 11 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. જોકે, ત્યારબાદ કેએલ રાહુલ અને નીતીશ રાણાએ તોફાની બેટિંગ કરી હતી. બંનેએ છગ્ગા-ચોગ્ગાનો વરસાદ કર્યો હતો. કેએલ રાહુલે 15મી ઓવરમાં માત્ર 47 બોલમાં સદી ફટકારી હતી.

નીતીશ રાણા અને કેએલ રાહુલ વચ્ચે 95 બોલમાં 220 રનની ભાગીદારી થઈ હતી. રાણાએ 44 બોલમાં 91 રન બનાવ્યા હતા. પોતાની ઈનિંગમાં નીતીશ રાણાએ 11 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. પરંતુ કેએલ રાહુલ એક છેડે ટકી રહ્યો હતો. કેએલ રાહુલે 67 બોલમાં અણનમ 152 રનની ઈનિંગ રમી હતી, જેના દમ પર દિલ્હીએ 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 264 રન બનાવ્યા હતા. પોતાની ઈનિંગમાં કેએલ રાહુલે 16 ચોગ્ગા અને 9 છગ્ગા ઝીંક્યા હતા.

આઈપીએલ-2026માં આજે દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાયેલી મેચમાં ઈતિહાસ રચાવાની સાથે અનેક રેકોર્ડ સર્જાયા છે. દિલ્હીએ 20 ઓવરમાં બે વિકેટે 264 રન નોંધાવ્યા હતા, જે આ આઈપીએલ સિઝનનો સૌથી મોટો સ્કોર હતો, ત્યારે પંજાબે આ સ્કોર ચેજ કરીને રેકોર્ડ નોંધાવ્યો છે. પંજાબે 18.5 ઓવરમાં પાંચ વિકેટે 265 રન કરીને ભવ્ય વિજય મેળવ્યો છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, દિલ્હી કેપિટલ્સનો પોતાનો આઈપીએલના ઈતિહાસમાં સૌથી મોટો સ્કોર હતો.

March 6, 2026
image-4.png
1min116
  • ભારત સતત બીજી વખત ફાઇનલમાંઃ અમદાવાદમાં રવિવારે ન્યૂ ઝીલૅન્ડ સાથે ટક્કર
  • સૅમસન લાગલગાટ બીજી વાર મૅચ-વિનરઃ હાર્દિક, અક્ષરના યાદગાર પર્ફોર્મન્સઃ બુમરાહે 500મી વિકેટ લીધી

ICC T-20 Cricket વર્લ્ડ નંબર-વન ભારતે 05/03/2026 વાનખેડે સ્ટેડિયમમાં નંબર-ટૂ ઇંગ્લૅન્ડને ટી-20 વર્લ્ડ કપની દિલધડક સેમિ ફાઇનલમાં હરાવીને સતત બીજી વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો અને હવે ત્રીજું ટાઇટલ ફક્ત એક ડગલું દૂર છે. ભારતને સતત બીજી વખત અને વિક્રમજનક ત્રીજી વખત ટી-20 વર્લ્ડ કપ જીતવાનો સુવર્ણ મોકો મળ્યો છે. રવિવારે 08/03/2026 અમદાવાદની ફાઇનલ (સાંજે 7.00 વાગ્યાથી)માં ભારતનો ન્યૂ ઝીલૅન્ડ સામે મુકાબલો થશે. નસીબવાન ઓપનર સંજુ સૅમસન (89 રન, 42 બૉલ, સાત સિક્સર, આઠ ફોર) સતત બીજા મુકાબલામાં મૅચ-વિનર બન્યો હતો. તે 15મા રન પર હતો ત્યારે કૅપ્ટન હૅરી બ્રૂકે તેનો કૅચ છોડ્યો હતો અને સૅમસનને મળેલું જીવતદાન બ્રિટિશરોને છેવટે ભારે પડ્યું. વાનખેડેની સાત નંબરની પિચ પર રમીને ભારતીયો સાત રનથી જીત્યા.

ભારતે 254 રનનો તોતિંગ લક્ષ્યાંક આપ્યા બાદ ઇંગ્લૅન્ડની ટીમ શરૂઆતથી વિકેટ ગુમાવતી રહી હતી. જૅકબ બેથેલ (105 રન, 48 બૉલ, સાત સિક્સર, આઠ ફોર) એકલા હાથે ભારતીય બોલર્સ સામે ઝઝૂમ્યો હતો. તેની સેન્ચુરી યાદગાર બની, પણ મૅચ-વિનિંગ ન બની શકી. ઇંગ્લૅન્ડ 254 રનના લક્ષ્યાંક સામે 20 ઓવરમાં સાત વિકેટે 246 રન કરી શક્યું અને ભારતનો સાત રનથી રોમાંચક વિજય થયો હતો.

ઇંગ્લૅન્ડના ઑલરાઉન્ડર વિલ જૅક્સે (35 રન, 20 બૉલ, બે સિક્સર, ચાર ફોર) જૅકબ બેથેલ સાથે પાંચમી વિકેટ માટે 77 રનની ભાગીદારી કર્યા બાદ વિકેટ ગુમાવી હતી. મૅચને ટર્ન અપાવનાર આ વિકેટમાં અર્શદીપના ત્રણ વાઇડ પછીના બૉલમાં જૅક્સના ઊંચા શૉટમાં અક્ષર પટેલે બૉલ ઝીલ્યા બાદ સમયસૂચકતા વાપરીને બાઉન્ડરી લાઇનની બહાર જતાં બૉલ શિવમ દુબે તરફ ફેંક્યો હતો અને દુબેએ કૅચ ઝીલી લીધો હતો. એ પાંચમી વિકેટ વખતે કુલ સ્કોર 172 રન હતો અને ત્યાર બાદ સૅમ કરૅન અને બેથેલે ટીમને જિતાડવાની ખૂબ કોશિશ કરી હતી, પણ ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારતીયો સામે તેમનું કંઈ નહોતું ચાલ્યું અને છેવટે બ્રિટિશરોએ હાર સ્વીકારવી પડી હતી.

ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે ટી-20 વર્લ્ડ કપમાં સતત ત્રીજી વખત સેમિ ફાઇનલ રમાઈ અને જે ભારતે જીતી લીધી. કૅપ્ટન સૂર્યાએ ગેમપ્લાન બદલીને 18મી ઓવર બુમરાહને અને 19મી ઓવર હાર્દિકને આપી હતી જેમાં અનુક્રમે માત્ર છ રન તથા નવ રન બન્યા હતા. શિવમ દુબેને આ મૅચમાં પહેલી જ વખત બોલિંગ અપાઈ અને એ પણ અંતિમ ઓવર જેમાં તેણે બાકીના 30 રન ડિફેન્ડ કર્યા હતા. એ ઓવરના પ્રથમ બૉલમાં જૅકબ બેથેલ રનઆઉટ થયો હતો. હાર્દિકના થ્રોમાં વિકેટકીપર સૅમસને આબાદ કલેક્ટ કરીને બેથેલને રનઆઉટ કરી દીધો હતો અને ત્યારે જ ભારતીયોએ જીતનું સેલિબે્રશન શરૂ કરી દીધું હતું.

બુમરાહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 500મી વિકેટ લીધી હતી અને હૅરી બ્રૂક તેનો 500મો બહુમૂલ્ય શિકાર બન્યો હતો. બુમરાહ 500 કે વધુ વિકેટ લેનાર આઠમો ભારતીય બોલર બન્યો છે.

એ પહેલાં, ભારતીય ટીમે ટી-20 વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં ભરોસાપાત્ર ઓપનર સંજુ સૅમસન ઉપરાંત ચાર બૅટ્સમેનની સાધારણ છતાં આક્રમક ઇનિંગ્સની મદદથી 20 ઓવરમાં સાત વિકેટે 253 રન કરીને ઇંગ્લૅન્ડને 254 રનનો તોતિંગ લક્ષ્યાંક આપ્યો હતો. સૅમસન માત્ર 15 રન પર હતો ત્યારે કૅપ્ટન હૅરી બ્રૂકથી તેનો આસાન કૅચ છૂટી ગયો હતો જેનો સૅમસને પૂરો ફાયદો ઉઠાવ્યો હતો.

ટીમ ઇન્ડિયાના પત્ની સાક્ષી સાથે આવેલા એમએસ ધોનીની હાજરીમાં ભારતીય બૅટ્સમેનોએ જબરદસ્ત ફટકાબાજી કરી હતી. જોકે તેઓ 256 રનનો આ વર્લ્ડ કપનો પોતાનો જ વિક્રમ તેમ જ 260 રનનો શ્રીલંકાનો વર્લ્ડ કપનો વિશ્વવિક્રમ નહોતા તોડી શક્યા.

અભિષેક શર્મા (નવ રન)એ બીજી જ ઓવરમાં વિકેટ ગુમાવ્યા બાદ સૅમસને બાજી સંભાળી લીધી હતી અને રવિવારે વેસ્ટ ઇન્ડિઝ સામેની અણનમ 97 રનની ઇનિંગ્સ જેવું રમ્યો હતો. સૅમસન 14મી ઓવરમાં કુલ 160 રનના સ્કોર પર સ્પિનર વિલ જૅક્સના બૉલમાં ફિલ સૉલ્ટના હાથમાં કૅચઆઉટ થયો ત્યાર પછી ટીમ ઇન્ડિયાનું રનમશીન ધીમું પડી ગયું હતું. ત્યાર પછી લગભગ અઢી ઓવર બાદ સૂર્યકુમારે શિવમ સાથે 30 રનની ભાગીદારી કરીને વિકેટ ગુમાવી હતી.

32,000-પ્લસ પ્રેક્ષકોથી ખીચોખીચ ભરાયેલા સ્ટેડિયમમાં ઇશાન કિશન (39 રન, 18 બૉલ, બે સિક્સર, ચાર ફોર), ચોથા નંબર પર મોકલવામાં આવેલા શિવમ દુબે (43 રન, પચીસ બૉલ, ચાર સિક્સર, એક ફોર), હાર્દિક પંડ્યા (27 રન, 12 બૉલ, બે સિક્સર, ત્રણ ફોર) તથા તિલક વર્મા (21 રન, સાત બૉલ, ત્રણ સિક્સર)એ નાના-મોટા યોગદાન સાથે છગ્ગા-ચોગ્ગાથી પ્રેક્ષકોનું અને સેલિબ્રિટીઝનું મનોરંજન કર્યું હતું. સૅમસન અને ઇશાન બાદ શિવમ, હાર્દિક તથા તિલક વર્માએ મેદાનની ચારેય બાજુએ બૉલ બાઉન્ડરીની બહાર મોકલ્યો હતો. ઇંગ્લૅન્ડના છ બોલર્સમાં સ્પિનર વિલ જૅક્સ તથા બીજા સ્પિનર આદિલ રાશીદ બે-બે વિકેટ સાથે સૌથી સફળ રહ્યા હતા.

વાનખેડેમાં ઉપસ્થિત સેલિબ્રિટીઝમાં આઇસીસી ચૅરમૅન જય શાહ તેમ જ કે. એલ. રાહુલ, નીતા અંબાણી, શ્લોકા અંબાણી, રણબીર કપૂર તથા આલિયા ભટ્ટ, વરુણ ધવન, લક્ષ્મી મિત્તલ વગેરેનો સમાવેશ હતો. ભારતે પ્લેઇંગ ઇલેવનમાં કોઈ ફેરફાર નહોતો કર્યો, જ્યારે ઇંગ્લૅન્ડે રેહાન અહમદના સ્થાને ઑવર્ટનને મોકો આપ્યો હતો.

March 2, 2026
image-7.png
1min116

ટી20 વર્લ્ડકપમાં સુપર-8ની મેચમાં આજે ભારતે વેસ્ટ ઈન્ડિઝને હરાવીને સેમિ ફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે. વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ બેટિંગ કરીને નિર્ધારીત 20 ઓવરમાં ચાર વિકેટે 195 રન નોંધાવ્યા હતા, જેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ સંજૂ સેમસનની વિસ્ફોટ બેટિંગના કારણે 5 વિકેટે 199 રન નોંધાવી જીત મેળવી છે. હવે ભારત તેની સેમિ ફાઈનલ મેચ ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમશે.

આ મેચ જીતતાં જ ભારત સેમિ ફાઈનલમાં પહોંચી ગયું છે. હવે ભારત પાંચમી માર્ચના રોજ ઈંગ્લેન્ડ સામે બીજી સેમિ ફાઈનલ મેચ રમશે. જ્યારે સાઉથ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચોથી માર્ચના રોજ પ્રથમ સેમિ ફાઈનલમાં રમાશે. આમાંથી જે ટીમ જીતશે તે 8મી માર્ચ રવિવારના રોજ ફાઈનલ મેચમાં સામ-સામે ટકરાશે.

વેસ્ટ ઈન્ડિઝની બેટિંગમાં શાઈ હોપે 33 બોલમાં 32 રન કર્યા હતા, જેમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગો સામેલ હતો. રોસ્ટન ચેઝે 25 બોલમાં 40 રનની ઝડપી ઇનિંગ રમી હતી, જેમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. શિમરોન હેટમાયરે માત્ર 12 બોલમાં 1 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 27 રન બનાવ્યા હતા. શેરફેન રધરફોર્ડે 9 બોલમાં 14 રન કર્યા હતા, જેમાં 1 છગ્ગો સામેલ હતો. રોવમેન પોવેલે અણનમ 34 રન 19 બોલમાં કર્યા હતા, જેમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે. અંતમાં જેસન હોલ્ડરે 22 બોલમાં 2 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે અણનમ 37 રનનું યોગદાન આપ્યું હતું.

ભારતીય બોલરોમાં જસપ્રીત બુમરાહે સૌથી વધુ 2 વિકેટ ઝડપી હતી. હાર્દિક પંડ્યા અને વરુણ ચક્રવર્તીએ 1-1 વિકેટ મેળવી હતી. બીજી તરફ, અર્શદીપ સિંહ અને અક્ષર પટેલે આ મેચમાં કોઈ પણ વિકેટ લીધી નહોતી. રન આપવાની બાબતમાં અર્શદીપ સિંહ સૌથી વધુ ખર્ચાળ સાબિત થયા હતા, જેમણે પોતાની 4 ઓવરમાં 43 રન આપ્યા હતા. હાર્દિક પંડ્યા અને વરુણ ચક્રવર્તી બંનેએ 40-40 રન આપ્યા હતા, જ્યારે અક્ષર પટેલે 35 અને જસપ્રીત બુમરાહે 36 રન ખર્ચ્યા હતા.

ભારતીય બેટિંગમાં સંજુ સેમસને સૌથી વધુ આક્રમક રમત રમતા 50 બોલમાં 12 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી અણનમ 97 રન બનાવ્યા હતા. તિલક વર્માએ 15 બોલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 27 રનનું યોગદાન આપ્યું હતું. કેપ્ટન સૂર્યકુમાર યાદવે 16 બોલમાં 1 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 18 રન કર્યા હતા. હાર્દિક પંડ્યાએ 14 બોલમાં 2 ચોગ્ગા સાથે 17 રન નોંધાવ્યા હતા. અભિષેક શર્મા અને ઈશાન કિશન બંનેએ 10-10 રન બનાવ્યા હતા, જેમાં અભિષેકે 11 બોલમાં 2 ચોગ્ગા અને ઈશાન કિશને 6 બોલમાં 2 ચોગ્ગા ફટકાર્યા હતા. શિવમ દુબેએ 4 બોલમાં 2 ચોગ્ગાની મદદથી અણનમ 8 રન કર્યા હતા.

વેસ્ટ ઈન્ડિઝની બોલિંગમાં જેસન હોલ્ડર અને શમર જોસેફે સૌથી વધુ 2-2 વિકેટ ઝડપી હતી, જ્યારે અકીલ હોસેનને 1 વિકેટ મળી હતી. બીજી તરફ મેથ્યુ ફોર્ડ, ગુડાકેશ મોતી, રોમારિયો શેફર્ડ અને રોસ્ટન ચેઝ એક પણ વિકેટ લેવામાં સફળ રહ્યા નહોતા. રન આપવાની બાબતમાં શમર જોસેફ સૌથી વધુ ખર્ચાળ સાબિત થયા હતા, જેમણે પોતાની 4 ઓવરમાં 42 રન આપ્યા હતા. જેસન હોલ્ડરે 4 ઓવરમાં 38 રન અને રોમારિયો શેફર્ડે 2.2 ઓવરમાં 34 રન ખર્ચ્યા હતા.

March 1, 2026
image-1.png
1min79

Pakistan out of T20 World Cup: વર્લ્ડ કપમાં આજે રમાયેલી રોમાંચક મેચમાં પાકિસ્તાન માટે માઠા સમાચાર આવ્યા છે. શ્રીલંકા સામેની મેચમાં જરૂરી રનરેટ અને સમીકરણો જાળવી રાખવામાં અસફળ રહેતા પાકિસ્તાનની ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગઈ છે, જ્યારે ન્યૂઝીલેન્ડે સત્તાવાર રીતે સેમિ ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે. સુપર 8 મેચમાં પાકિસ્તાને શ્રીલંકાને 213 રનનો ટાર્ગેટ આપ્યો હતો સેમિફાઇનલમાં પહોંચવા માટે પાકિસ્તાને શ્રીલંકાને 147 રન સુધી રોકવું જરૂરી હતું પરંતુ શ્રીલંકાએ 15મી ઓવરના 5માં બોલે 147 રનનો આંકડો પર કરી લીધો હતો. જેથી ન્યૂઝીલેન્ડે રન રેટના આધારે સેમિ ફાઈનલ માટે ક્વોલિફાય કરી લીધું છે.

મેચની 15.5 ઓવરમાં જ્યારે શ્રીલંકાએ 147 રનનો આંકડો વટાવ્યો, તેની સાથે જ પાકિસ્તાનની સેમિ ફાઈનલમાં પહોંચવાની તમામ આશાઓ પર પાણી ફરી વળ્યું હતું. ઉસ્માન તારિકના બોલ પર દાસુન શનાકાએ એક રન લેતાની સાથે જ સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડના સમર્થકોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી.

પાકિસ્તાની ખેલાડીઓ મેદાન પર ભાવુક દેખાયા હતા, ખાસ કરીને યુવા બોલર અબરાર પોતાની આંખોમાં આંસુ રોકી શક્યો નહોતો. પાકિસ્તાન બહાર થતા અને ન્યૂઝીલેન્ડ ક્વોલિફાય થતા હવે કોલકાતા સેમિ ફાઈનલ મેચની યજમાની કરશે. તેમજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટી20 વર્લ્ડકપની ફાઈનલ મેચ યોજાશે.

February 28, 2026
image-36.png
1min81

જમ્મુ-કાશ્મીરે રણજી ટ્રોફીનો ખિતાબ પોતાને નામ કરી ઈતિહાસ રચ્યો છે. જમ્મુ-કાશ્મીરે કર્ણાટક સામેની આ મેચ પ્રથમ ઈનિંગની લીડના આધારે જીતી હતી. જેમાં જમ્મુ-કાશ્મીરે પહેલી ઈનિંગમાં 291 રનની લીડ મેળવી હતી. જેમાં પાંચમા દિવસે જમ્મુ-કાશ્મીરે બીજી ઈનિંગમાં ચાર વિકેટ પર 342 રન કર્યા અને તેની કુલ લીડ 633 રન થઈ ગઈ હતી. જમ્મુ-કાશ્મીરના કેપ્ટન પારસ ડોગરાએ ઈનિંગ્સ ડિકલેર કરવાનો નિર્ણય લીધો. ત્યારબાદ બંને ટીમના કેપ્ટન દિવસની રમત સમાપ્ત કરવા સંમત થયા, જેના પરિણામે મેચ ડ્રો થઈ. આમ, જમ્મુ-કાશ્મીરે ઐતિહાસિક જીત મેળવી હતી.

આ મેચમાં જમ્મુ-કાશ્મીર માટે આકિબ નબી ડારે પહેલી ઈનિંગમાં પાંચ વિકેટ લીધી હતી. જ્યારે બીજી ઈનિંગમાં બેટર કામરાન ઈકબાલ અને સાહિલ લોટરાએ શાનદાર પ્રદર્શન કર્યું. બંને બેટ્સમેનોએ પાંચમી વિકેટ માટે અણનમ 197 રનની ભાગીદારી નોંધાવી હતી. ઈકબાલે 311 બોલમાં 16 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 160 રન બનાવ્યા હતા. જ્યારે સાહિલે 226 બોલમાં 8 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકારીને 101 રન કર્યા હતા.

જમ્મુ-કાશ્મીરે પાંચમા દિવસે બીજી ઈનિંગ ચાર વિકેટ પર 186 રનથી આગળ રહી હતી. જમ્મુ-કાશ્મીર અને કર્ણાટકની મેચમાં ઈકબાલ અને સાહિલએ અંત સુધી શાનદાર પ્રદર્શન કર્યું. જેમાં કર્ણાટકના બોલર્સ બંનેની ભાગીદારી તોડી શક્યા ન હતા. અંતે મેચ ડ્રો થાય છે. કર્ણાટક તરફથી પ્રસિદ્ધ કૃષ્ણાએ બે વિકેટ, વિજયકુમાર વિશાક અને શ્રેયસ ગોપાલે એક-એક સફળતા મળી હતી.

જમ્મુ-કાશ્મીરની પહેલી ઈનિંગના 584 રનના જવાબમાં કર્ણાટક 293 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. પહેલી ઈનિંગમાં 291 રનની લીડ હોવા છતાં જમ્મુ-કાશ્મીરે ફોલો-ઓન લાગુ ન કરવાનો નિર્ણય લીધો હતો.

જમ્મુ-કાશ્મીર અને કર્ણાટક વચ્ચે રણજી ટ્રોફીની ફાઈનલ મેચ જોવા માટે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા પણ સ્ટેડિયમમાં હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીએ તેમના ‘X’ એકાઉન્ટ પર મેચની તસવીર શેર કરી હતી.

જમ્મુ-કાશ્મીરની સફર

  • જમ્મુ-કાશ્મીરે પહેલી વાર 1959-60ની સિઝનમાં રણજી ટ્રોફીમાં ભાગ લીધો હતો અને ત્યારથી તેને મજબૂત દાવેદાર માનવામાં આવતું નથી.
  • જમ્મુ-કાશ્મીરે આ સિઝન પહેલા 334 રણજી ટ્રોફી મેચ રમી હતી, જેમાંથી ફક્ત 45 મેચ જીતી હતી.
  • 1982-83માં સર્વિસિસ સામે તેમણે પહેલી જીત નોંધાવવામાં 44 વર્ષ લાગ્યા હતા.
  • નોકઆઉટમાં પહોંચવું ક્યારેય સરળ નહોતું, પરંતુ 2013-14માં તેઓ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા ત્યારે તેમણે મોટી સફળતા મેળવી હતી. જેમાં નેટ રન રેટ પર ગોવાને પાછળ છોડી દીધું હતું.
  • વર્ષ 2015-16માં તેમણે પરવેઝ રસૂલની કેપ્ટનશીપમાં વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઈને હરાવીને સૌથી મોટી જીત નોંધાવી હતી.
  • આ સિઝનમાં કોચ અજય શર્મા અને કેપ્ટન પારસ ડોગરાના નેતૃત્વમાં જમ્મુ-કાશ્મીરે તેમના આત્મવિશ્વાસને પરિણામોમાં રૂપાંતરિત કરીને ટાઇટલ જીતવામાં સફળતા મેળવી હતી.
February 26, 2026
image-7.png
1min91

ભારતે (India) વર્લ્ડ કપના સુપર-એઇટ રાઉન્ડમાં અહીં ઝિમ્બાબ્વે (ZIMBABWE)ના બોલર્સની બોલિંગની જોરદાર ધુલાઈ કરી અને આ વખતના વર્લ્ડ કપના સૌથી ઊંચા ટોટલમાં નવો વિક્રમ રચી દીધો. ટીમ ઇન્ડિયાએ બૅટિંગ મળ્યા બાદ 20 ઓવરમાં ચાર વિકેટે 256 રન કર્યા અને વેસ્ટ ઇન્ડિઝના ઝિમ્બાબ્વે સામેના 6/254ના સ્કોરના વિક્રમને ઓળંગી લીધો હતો. ભારતની ઇનિંગ્સમાં બૅટિંગ કરનાર તમામ છ બૅટ્સમેને ડબલ ડિજિટમાં રન કર્યા હતા અને એક કે એક કરતાં વધુ ફોર તથા સિક્સર ફટકારી હતી.

પાવરપ્લેમાં પાવર બતાડનાર અભિષેક શર્મા (પંચાવન રન, 30 બૉલ, ચાર સિક્સર, ચાર ફોર) અને હાર્દિક પંડ્યા (50 અણનમ, 23 બૉલ, ચાર સિક્સર, બે ફોર)ની હાફ સેન્ચુરી તેમ જ તિલક વર્મા (44 અણનમ, 16 બૉલ, ચાર સિક્સર, ત્રણ ફોર) ભારતની ઇનિંગ્સના ત્રણ મુખ્ય સિતારા હતા.

ભારતના 256 રનમાં સંજુ સૅમસન (24 રન, 15 બૉલ, બે સિક્સર, એક ફોર), ઇશાન કિશન (38 રન, 24 બૉલ, એક સિક્સર, ચાર ફોર) અને સૂર્યકુમાર યાદવ (33 રન, 13 બૉલ, બે સિક્સર, ત્રણ ફોર)ના પણ મહત્ત્વના યોગદાન હતા.

ભારતને 12 રન એક્સ્ટ્રામાં મળ્યા હતા. ઝિમ્બાબ્વેના સાત-સાત બોલર ભારતને 256 રનનો રેકૉર્ડ-બે્રક સ્કોર કરતા રોકી નહોતા શક્યા. ખાસ કરીને બે ફાસ્ટ બોલર રિચર્ડ ઍન્ગેરવા (62 રનમાં એક વિકેટ) અને બ્રાડ ઇવાન્સ (બાવન રનમાં વિકેટ નહીં) સૌથી ખર્ચાળ બન્યા હતા.

February 23, 2026
image-7.png
1min104

T20 વર્લ્ડ કપ 2026 હવે તેના સૌથી રોમાંચક તબક્કા એટલે કે ‘સુપર-8’માં પહોંચી ગયો છે. 20 ટીમો વચ્ચે શરૂ થયેલો આ મહાસંગ્રામ હવે માત્ર 8 ટીમો વચ્ચે સમેટાયો છે, જ્યાં દરેક મેચ સમીકરણો બદલી રહી છે. રવિવારે અમદાવાદના મેદાન પર સાઉથ આફ્રિકા સામે ભારતની 76 રને થયેલી કારમી હારને કારણે હવે ટીમ ઈન્ડિયા માટે સેમીફાઈનલની રાહ અત્યંત મુશ્કેલ બની ગઈ છે. છેલ્લી12 મેચોથી અજેય રહેલી ભારતીય ટીમ પર હવે ટૂર્નામેન્ટમાંથી બહાર થવાનું જોખમ તોળાઈ રહ્યું છે.

સુપર-8માં ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ભારત ગ્રુપ-1માં છે, જ્યાં સાઉથ આફ્રિકા અત્યારે 2 પોઈન્ટ્સ અને +3.800ના શાનદાર નેટ રન રેટ સાથે પ્રથમ સ્થાને છે. સાઉથ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતા 188 રન બનાવ્યા હતા અને ભારતને માત્ર 111 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. આ મોટી હારને કારણે ભારત અત્યારે 0 પોઈન્ટ અને -3.800ના ખરાબ નેટ રન રેટ સાથે ચોથા સ્થાને ફેંકાઈ ગયું છે. હવે સેમીફાઈનલમાં પહોંચવા માટે ભારતને તેની આગામી બંને મેચો(ઝિમ્બાબ્વે અને વેસ્ટ ઈન્ડિઝ સામે) માત્ર જીતવી જ નહીં, પરંતુ મોટા અંતરથી જીતવી પડશે જેથી રન રેટમાં સુધારો થઈ શકે.

બીજી તરફ ગ્રુપ-2માં ઈંગ્લેન્ડ 2 પોઈન્ટ્સ સાથે ટોપ પર છે. પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ વરસાદને કારણે રદ થતા બંને ટીમોને 1-1 પોઈન્ટ મળ્યો છે, જ્યારે શ્રીલંકા હાર સાથે છેલ્લા સ્થાને છે. જો ભારત સેમીફાઈનલમાં ક્વોલિફાય કરવું હોય તો હવે નસીબ અને પ્રદર્શન બંનેનો સાથ જરૂરી છે.

ટૂર્નામેન્ટની પ્રથમ સેમીફાઈનલ 4 માર્ચે અને બીજી સેમીફાઈનલ 5 માર્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આ વિશ્વકપનો મહામુકાબલો એટલે કે ફાઈનલ 8 માર્ચે અમદાવાદમાં યોજાવાની છે. જોકે, ફાઈનલના સ્થળ અંગેનો અંતિમ નિર્ણય પાકિસ્તાન ક્વોલિફાય થાય છે કે નહીં તેના પર નિર્ભર રહેશે.

February 7, 2026
image-7.png
1min121

આજ 07/02/2026 થી ક્રિકેટના સૌથી ટૂંકા અને રોમાંચક ફોર્મેટ એવા ટી20 વર્લ્ડ કપ 2026નો શંખનાદ થવા જઈ રહ્યો છે. ભારત અને શ્રીલંકાની યજમાનીમાં રમાનારા આ મહાકુંભમાં કુલ 20 ટીમો ભાગ લઈ રહી છે. આ વખતે મેદાન પર રમાનારી મેચોની સાથે-સાથે મેદાનની બહારની રાજનીતિ અને વિવાદો પણ ચર્ચાના કેન્દ્રમાં રહ્યા છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત આ વખતે સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં પોતાનો ખિતાબ બચાવવા મેદાનમાં ઉતરશે.

વર્લ્ડ કપના પ્રથમ દિવસે ક્રિકેટ પ્રેમીઓને ત્રણ મેચનો ડોઝ મળશે. ઉદ્ઘાટન મેચ સવારે 11 વાગ્યે કોલંબોમાં પાકિસ્તાન અને નેધરલેન્ડ વચ્ચે રમાશે. ત્યારબાદ બપોરે 3 વાગ્યે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં વેસ્ટ ઈન્ડિઝ અને સ્કોટલેન્ડ વચ્ચે ટક્કર થશે. દિવસની સૌથી લોકપ્રિય મેચ સાંજે 7 વાગ્યે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે, જ્યાં યજમાન ભારત અને અમેરિકાની ટીમો આમને-સામને હશે.

રોહિત શર્મા અને વિરાટ કોહલીની વિદાય બાદ ભારતીય ટીમ સંપૂર્ણપણે નવા અવતારમાં જોવા મળશે. સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની આ ટીમ સૌથી સંતુલિત માનવામાં આવી રહી છે. ઓપનિંગમાં ઈશાન કિશન અને અભિષેક શર્માની જોડી જોવા મળી શકે છે. નિષ્ણાતોના મતે ભારત આ વખતે યજમાન દેશ વર્લ્ડ કપ ન જીતી શકે તેવો મિથક તોડી શકે છે. હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ અને જસપ્રીત બુમરાહ જેવા દિગ્ગજો ટીમની તાકાત છે.

ટુર્નામેન્ટની શરૂઆત પહેલા જ સુરક્ષા અને IPL કોન્ટ્રાક્ટ વિવાદને કારણે બાંગ્લાદેશે ભારતમાં રમવાનો ઇનકાર કર્યો હતો, જેના સમર્થનમાં પાકિસ્તાને પણ ભારત સામેની મેચનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. જોકે, ICC એ સ્પષ્ટ કર્યું છે કે ટુર્નામેન્ટ નિર્ધારિત સમયપત્રક મુજબ જ ચાલશે. આ વિવાદો વચ્ચે નેપાળ અને ઈટાલી જેવી એસોસિએટ ટીમો પણ આ વખતે મોટો ઉલટફેર કરવા તૈયાર છે.