અમેરીકામાં યોજાઇ રહેલી ગ્લોબલ મિલેટ્સ મીટમાં ઉપસ્થિત રહેનારા 100થી વધુ દેશોના ડેલિગેટ્સ માટે અમેરીકાના ન્યુયોર્ક સ્થિત ઇન્ડીયન એમ્બેસીએ સુરતની અતુલ બેકરીને 2 હજાર કિલો (2 ટન) મિલેટ્સ બિસ્કીટનો ઓર્ડર આપ્યો હતો, સુરતના ઇચ્છાપોર ખાતે મેન્યુફેક્ચરીંગ યુનિટ ધરાવતી અતુલ બેકરીએ આ ઓર્ડર સફળતાપૂર્વક ડિસ્પેચ પણ કરી લીધો છે.
સમગ્ર વિશ્વમાં સૌથી વધુ ન્યુટ્રીશીયસ ધાન તરીકે ખ્યાતિ પામી રહેલા મિલેટ્સની ગ્લોબલ મિલેટ્સ મીટ અમેરીકામાં યોજાઇ રહી છે. ભારતમાં બાજરી, જુવાર, રાગી તેમજ જુદા જુદા પ્રકારના ફાઇબર યુક્ત ઑટ્સનો સમાવેશ શ્રીઅન્ન એટલે કે મિલેટ્સમાં થાય છે. મિલેટ્સને વધુ પ્રચલિત બનાવવા તેમજ બાળકો નાનપણથી જ મિલેટ્સ આધારીત વાનગીઓ આરોગે તે માટે મિલેટ્સમાંથી અવનવી વેરાઇટીઝ બની રહી છે.
સુરતમાં બિસ્કીટ બનાવીને અમેરીકામાં સપ્લાય કરનાર જાણિતી અતુલ બેકરીના ઑનર અતુલ વેકરીયાએ જણાવ્યું હતું કે મિલેટ્સ બિસ્કીટની વેરાઇટી તેમણે પહેલીવાર જ ઉત્પાદન કર્યું હતું અને ભારતમાં હજુ એકેય પેકેટ વેચાયું નથી અને 2000 કિલોનો માલ અમેરીકામાં સપ્લાય કરી દીધો છે. બાજરી, રાગી, ઓટ્સ અને શક્ય એટલી કુદરતી સાધન સામગ્રીમાંથી મિલેટ્સના બિસ્કીટ તૈયાર કર્યા હતા, તેના સેમ્પલિંગ અમેરીકાની ચુસ્ત કડકાઇભરી પ્રક્રિયામાંથી પસાર થયા અને એ પછી તેમણે ઓર્ડર સપ્લાય કર્યો છે.
તમામ બાબતો પછી એ રાજનીતિક હોય કે સ્પોર્ટસ હોય કે વેપાર વાણિજ્ય હોય, ભારતનો વિશ્વભરમાં દબદબો વર્તાવાનો શરૂ થઇ ચૂક્યો છે. આજે તા.7મી ઓક્ટોબર 2023ને શનિવારે સવારે ચીનથી સમાચાર એવા આવ્યા કે સમગ્ર વિશ્વના રમતગમત ક્ષેત્રમાં ભારતના વધતા દબદબામાં વધુ એક મોરપીચ્છ ઉમેરાય ગયું.
હાલ ચીનમાં ચાલી રહેલા એશિડાય રમતોત્સવમાં ભારતે શનિવારે 100 મેડલોની સિદ્ધિ હાંસલ કરી છે. એશિયાડ રમતોત્સવમાં પહેલીવાર એવું બન્યું છે ભારતના રમતવીરોએ 100 કે તેનાથી વધુ મેડલો અંકે કર્યા છે.
સુરતના કતારગામ સ્થિત કિરણ હોસ્પિટલ દ્વારા 7 મહિના અગાઉ પીડીયાટ્રીક કાર્ડિયાક વિભાગ શરૂ કરવામાં આવ્યો હતો. 7 મહિનાના સમયમાં જ નવજાત બાળકોના અખરોટ જેટલા કદના હ્રદયની 125 જેટલી ક્રિટીકલ હાર્ટ સર્જરી કરીને બાળકોના જીવ બચાવી લેવામાં આવ્યા છે.
ઓપરેશન પૂર્વે, ઓપરેશન દરમિયાન અને ઓપરેશન પછી નવજાત દર્દીની સારવારમાં જીવ રેડીને કામ કરનાર કિરણ હોસ્પિટલની ટીમમાં ડો. વિશાલ અગ્રવાલ, ડો.સ્નેહલ પટેલ, ડો.વિકેશ રેવડીવાલા, ડો.પવન માંડવીયા, ડો. રાહુલ સાવલિયા સહિતના સ્ટાફે સાત મહિનામાં જ સવાસો જેટલા બાળકોના જીવ બચાવીને તેમના પરિવારને હર્યોભર્યો કર્યો છે.
કિરણ હોસ્પિટલના પીડીયાટ્રીક કાર્ડિયાક વિભાગના સર્જન ડો.વિશાલ અગ્રવાલ અને ડો.સ્નેહલ પટેલે જણાવ્યું હતું કે હાલના સમયમાં જન્મ લેતા દર 100 બાળકે 1 બાળકના હ્રદયમાં ખામી હોય છે જેને આર્ટિરિઅલ સ્વીચ ઓપરેશન્સ કરીને દૂર કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે એક ઓપરેશન એટલું જટીલ હતું કે બાળક ફક્ત એક જ દિવસનું હતું અને તેના હ્રદયમાં ખામી હોવાનું નિદાન થયું. 1 દિવસના બાળકની ઓપન હાર્ટ સર્જરી કરવી અત્યંત જટીલ અને ક્રિટિકલ રહેતી હોય છે. આથી એ બાળકની સર્જરી 5માં દિવસે કરવામાં આવી હતી અને એ સર્જરી સફળ રહી હતી. આ બાળકની ધમનીની અદલાબદલીનું ઓપરેશન કરવામાં આવ્યું છે. એ બાળકે જન્મ લીધો ત્યારે તેની ધમનીમાંથી અશુદ્ધ લોહી હ્રદયમાં જઇ રહ્યું હતું, આથી સમય નીકળતા બાળકની જીદંગી સામે જોખમ ઉભું જ હતું, જે સર્જરી પાંચમા દિવસે જ સફળતાપૂર્વક દૂર કરીને તેની ધમનીની અદલાબદલી કરવામાં આવી હતી.
ડો. સ્નેહલ પટેલ અને ડો. વિશાલ અગ્રવાલે જણાવ્યું કે અનેક બાળકોના માતાપિતા આયુષ્યમાન ભારત કાર્ડ ધરાવતા હતા આથી તેમની મોટા ભાગની સારવારનો ખર્ચ રાજ્ય સરકાર દ્વારા ઉપાડવામાં આવ્યો છે. વધુમાં નવજાત બાળકોમાં હ્દયની જુદી જુદી બિમારીઓ તેની માતા અથવા તો તબીબો જ જાણી શકે છે. મોટા ભાગના કિસ્સામાં બાળકને વારંવાર શરદી ખાંસી થતી હોય, બાળકને વારેઘડીયે ન્યુમોનિયા થતો હોય, બાળક ભૂરું પડી રહ્યું હોય, થાકી જતું હોય તેવા લક્ષણોથી પણ હાર્ટ ડિસિઝ જાણી શકાય છે.
“વર્લ્ડ સીનીયર સીટીઝન ડે” ની પૂર્વ સંધ્યાએકિરણ હોસ્પિટલ દ્વારા ભારત વડીલ વંદના કાર્યક્રમ
“કિરણ હોસ્પિટલ સીનીયર સીટીઝન કેલ્થ કેર” યોજનામાં સુરતમાં રહેતા ૨૬ રાજયના ૧૫ હજાર થી વધારે સીનીયર સીટીઝનો મેમ્બર બન્યા
કિરણ હોસ્પિટલ દ્વારા “સીનીયર સીટીઝનો” માટે એક અનોખી યોજના બનાવવામાં આવી છે તે યોજના થકી સીનીયર સીટીઝનો ને હોસ્પિટલમાં તેમજ ઘર બેઠા આરોગ્ય સારવાર આપવા માટેની અનેક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. આ યોજનાનો પ્રારંભ માનનીય આરોગ્યમંત્રીશ્રી રૂષિકેશભાઇ પટેલના વરદ હસ્તે રવિવાર તા.20મી ઓગસ્ટે સુરતના સરસાણા સ્થિત ઇન્ટરનેશનલ કન્વેન્સન સેન્ટર ખાતે ભવ્યાતિભવ્ય કાર્યક્રમ યોજીને કરવામાં આવ્યો હતો.
“કિરણ હોસ્પિટલ સીનીયર સીટીઝન કેલ્થ કેર” યોજનામાં સુરતમાં રહેતા ૨૬ રાજયના ૧૫ હજાર થી વધારે સીનીયર સીટીઝનો મેમ્બર બન્યા છે.
આરોગ્યમંત્રી રૂષિકેશભાઇ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યો.
સુરતમાં રહેતા ૨૬ રાજયના સીનીયર સીટીઝન આ યોજનામાં જોડાયેલા હોવાથી આ કાર્યક્રમનું નામ “ભારત વડીલ વંદના” રાખવામાં હતુ. “વર્લ્ડ સીનીયર સીટીઝન ” ની સમગ્ર દુનિયામાં ઉજવણી થાય છે ત્યારે કિરણ હોસ્પિટલ દ્વારા ૨૦ ઓગષ્ટ ને રવિવાર ના રોજ સુરત ખાતે કંઇક અલગ પ્રકારે સીનીયર સીટીઝનોને મદદરૂપ થવાય તેવા ઉદેશ થી “કિરણ હોસ્પિટલ સીનીયર સીટીઝન હેલ્થ કેર યોજના” લોન્ચ કરીને “વર્લ્ડ સીનીયર સીટીઝન ડે” ની ઉજવણી કરવામાં આવી.
આજના કાર્યક્રમના અધ્યક્ષ તરીકે માનનીય આરોગ્ય મંત્રીશ્રી રૂષિકેશભાઇ પટેલ, તેમજ મહેમાન તરીકે પદ્મશ્રી પઝદીભાઈ કરજીયા, સદભાવના ટ્રસ્ટના વિજયભાઇ ડોબરીયા, ઉપરાંત કિરણ હોસ્પિટલના ચેરમેન પદ્મશ્રી મથુરભાઇ સવાણી, શ્રી ગોવિંદભાઇ ધોળકિયા, શ્રી લાલજીભાઈ પટેલ, શ્રી રવજીભાઈ મોણપરા, શ્રી મનભાઇ લખાણી તેમજ કિરણ હોસ્પિટલના ટ્રસ્ટીદાતાશ્રીઓ, શહેરના મહાજનો અને યોજનામાં જોડાયેલા ૧૪ હજાર થી વધારે સીનીયર સીટીઝનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.
આજના કાર્યક્રમમાં કિરણ હોસ્પિટલના ચેરમેન પદ્મશ્રી મથુરભાઇ સાવણી દ્વારા આ યોજનાની ઉડાણ પૂર્વક માહિતી આપી અને યોજનામાં સીનીયર સીટીઝનોને કેવી રીતે લાભ મળશે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અધ્યક્ષ માનનીય આરોગ્ય મંત્રીશ્રી રૂષિકેશભાઇ પટેલે કિરણ હોસ્પિટલ દ્વારા સીનીયર સીટીઝનો માટે આવી યોજના બનાવવા બદલ હોસ્પિટલના ચેરમેન પદ્મશ્રી મથુરભાઇ સવાણી તેમજ સૌ ટ્રસ્ટીદાતાશ્રીઓને આવા ઉમદા કાર્ય બદલ બિરદાવ્યા હતા.
કિરણ હોસ્પીટલ દ્વારા લાખો લોકોને ક્વોલીટી સેવા પૂરી પાડવામાં આવી છે, આપણે સૌ જાણીએ છીએ કે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માટે આપણે દેશના મોટા મેટ્રો સીટીની હોસ્પિટલોમાં જવું પડતું હતું. તે બધાજ ટ્રાન્સપ્લાન્ટ ઘર બેઠા કિરણ હોસ્પિટલે સુરતમાં શરુ કર્યા અને બહુ મોટી સંખ્યામાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સર્જરીઓ પણ કરવામા આવી.
કિરણ હોસ્પિટલની વિવિધ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ ડોક્ટર ટીમનું આરોગ્યમંત્રીશ્રી ના વરદ હસ્તે આપણે સન્માન કરવામાં આવ્યું હતું જેમ કે
સદભાવના વૃધાશ્રમમાં ૬૦૦ થી વધારે સીનીયર સીટીઝનોની સેવા કરનાર એવાશ્રી વિજયભાઈ ડોબરીયા જેઓએ ૨૦ લાખથી વધારે વૃક્ષો ઉછેર્યા છે. સુરતના અનેક રસ્તો ઉપર સદભાવના ટ્રસ્ટ દ્વારા ૫૦ હજાર થી વધારે વૃક્ષો રોપી અને તેને ઉછેરવાનું કામ ચાલુ છે. નવા ૧૫ કરોડ વૃક્ષો ઉછેરવાના લક્ષ્ય સાથે કામ કરી રહ્યા છે, રાજકોટમાં ૩૦ એકરમાં ૨ હજાર નિરાધાર વડીલોને માન સન્માન સાથે રાખી શકાય તેવા કેમ્પસનું નિર્માણ કાર્ય ચાલુ છે. આવી અનોખી સેવા કરનાર એવા શ્રીવિજયભાઈ ડોબરીયા નું માનનીય આરોગ્યમંત્રી શ્રી અને કિરણ હોસ્પિટલ દ્વારા સન્માનકરવામાં આવ્યું હતું
– કાઉન્ટડાઉન શરૂ, ઈસરોના આ મહત્ત્વકાંક્ષી મૂન મિશન પ્રોજેક્ટ ચંદ્રયાન 3ને શ્રી હરિકોટા સ્થિત અંતરિક્ષ કેન્દ્રથી લોન્ચ કરાશે
– ભારતના આ ત્રીજા મૂન મિશનમાં વૈજ્ઞાનિકોએ ચંદ્રની સપાટી પર લેન્ડરનું ‘સોફ્ટ લેન્ડિંગ’ કરવાનું લક્ષ્ય રાખ્યું છે
દેશના ત્રીજા મૂન મિશન ચંદ્રયાન-3ના પ્રક્ષેપણ માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ચંદ્રયાન 3 શુક્રવાર (14 જુલાઈ) ના રોજ શ્રીહરિકોટા સ્થિત કેન્દ્રથી લોન્ચ કરવામાં આવશે. આ મૂન મિશન વર્ષ 2019ના ચંદ્રયાન 2નું ફોલો-અપ મિશન છે. ભારતના આ ત્રીજા મૂન મિશનમાં વૈજ્ઞાનિકોએ ચંદ્રની સપાટી પર લેન્ડરનું ‘સોફ્ટ લેન્ડિંગ’ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. ‘ચંદ્રયાન-2’ મિશન દરમિયાન અંતિમ ક્ષણોમાં લેન્ડર ‘વિક્રમ’ પાથના વિચલનને કારણે ‘સોફ્ટ લેન્ડિંગ’ કરી શક્યું ન હતું. જો દક્ષિણ ધ્રૂવ પર ચંદ્રયાન 3 સફળતાપૂર્વક લેન્ડ કરશે તો ભારત આ સિદ્ધી મેળવનાર વિશ્વનો પ્રથમ દેશ બની જશે.
ચંદ્રયાન 3 શુક્રવારે બપોરે 2.35 કલાકે લોન્ચ થવાનું છે. ઈસરોના વડા એસ. સોમનાથે જણાવ્યું કે, લોન્ચ થયા બાદ ચંદ્રયાન-3 પૃથ્વીની ભ્રમણકક્ષામાં જશે અને પછી ધીમે ધીમે ચંદ્ર તરફ આગળ વધશે. અમે આશા રાખીએ છીએ કે બધું સારું થઈ જશે અને 23 ઓગસ્ટે અથવા તેના પછી કોઈપણ દિવસે ઉતરશે.
ચંદ્ર પર લેન્ડિંગમાં ફેરફાર થઈ શકે છે
ચંદ્રયાન-3નું ચંદ્ર પર ઉતરાણ 23-24 ઓગસ્ટના રોજ રાખવામાં આવ્યું છે, પરંતુ ત્યાં સૂર્યોદયની સ્થિતિને જોતા તેમાં ફેરફાર થઈ શકે છે. જો સૂર્યોદયમાં વિલંબ થાય છે, તો ISRO ઉતરાણનો સમય વધારી શકે છે અને સપ્ટેમ્બરમાં કરી શકે છે.
ઓર્બિટર ચંદ્રયાન-3 સાથે નહીં જાય
ચંદ્રયાન-2ની જેમ ચંદ્રયાન-3માં પણ લેન્ડર અને રોવર મોકલવામાં આવશે પરંતુ તેમાં ઓર્બિટર નહીં હોય. કારણ કે અગાઉના ચંદ્ર મિશનનું ઓર્બિટર હજુ પણ અવકાશમાં કામ કરી રહ્યું છે.
ISROનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ
ISROનો મહત્વકાંક્ષી ચંદ્રયાન પ્રોજેક્ટ શુક્રવારે LVM3M4 રોકેટ સાથે અવકાશમાં જશે. આ રોકેટને પહેલા GSLVMK3 કહેવામાં આવતું હતું. અવકાશ વિજ્ઞાનીઓ ભારે સાધનો વહન કરવાની ક્ષમતાને કારણે તેને ‘ફેટ બોય’ પણ કહે છે. ઓગસ્ટના અંતમાં ‘ચંદ્રયાન-3’નું ‘સોફ્ટ લેન્ડિંગ’ કરવાની યોજના બનાવાઈ છે.
જો મિશન સફળ થશે તો ભારત ભરશે હરણફાળ
જો આ મિશન સફળ થશે તો ભારત અમેરિકા, ચીન અને ભૂતપૂર્વ સોવિયત સંઘ જેવા દેશોની ક્લબમાં સામેલ થઈ જશે જેમણે આવી સિદ્ધિ હાંસલ કરી છે. ISRO એ ગુરુવારે (13 જુલાઈ) એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, ‘LVM3M4-ચંદ્રયાન-3 મિશન: આવતીકાલે (શુક્રવાર-14 જુલાઈ) 14.35 કલાકે (2:35 PM) પ્રક્ષેપણ માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે.
ફેક રિવ્યુથી ગ્રાહકો છેતરાય નહીં તે માટેના કાયદા આજથી અમલમાં આવી રહ્યા છે. ફેક રિવ્યુ માત્ર ઇ-કોમર્સની સાઇટો માટે હોય છે એવું નથી હોતું. ફિલ્મોના રિવ્યુ આપનારા પણ ખોટા રિવ્ય ુઆપતા હોય છે.
ગ્રાહકો રિવ્યુના કારણે છેતરાય નહીં તે માટે ડિપાર્ટમેન્ટ ઓફ કન્ઝ્યુમર્સ સાથે અન્ય ખાતાઓએ મળીને ઓનલાઇન કન્ઝ્યુમર રિવ્યુ માટેના સ્ટાન્ડર્ડ નક્કી કર્યા છે. આ ધારાધોરણોને દરેક ઇ-કોમર્સ સાઇટે ફરજિયાતપણે અપનાવવા પડશે. નહીં અપનાવનારાઓ સામે દંડની જોગવાઇ છે. ખોટા રિવ્યુની સામે ગ્રાહક ફરિયાદ કરી શકશે. રિવ્યુ લખનારે પોતાનો ફોન નંબર સહિતની માહિતી તેમજ સરનામું આપવું પડશે. ખોટા રિવ્યુ લખનાર કોઇ પોતાનો ફોન કે સરનામું આપવા તૈયાર નહીં થાય.
સરકારે ખોટા રિવ્યુની સિસ્ટમને ડામવા નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. ઇ-કોમર્સની સાઇટ પર કામ કરનાર કોઇ વ્યક્તિ રિવ્યુ ના લખી શકે. જેણે પ્રોડક્ટ ખરીદી હોય તે જ રિવ્યુ લખી શકે. રિવ્યુ લખવા માટે ઇ-કોમર્સની સાઇટો કોઇ થર્ડ પાર્ટીનો ઉપયોગ નહીં કરી શકે. એટલે કે તેમના વતી બીજું કોઈ રિવ્યુ લખી નહીં શકે. હાલ ફેક રિવ્યુ્ બંધ કરવાનું સ્વૈચ્છિક છે, પરંતુ સરકાર તેને ફરજીયાત બનાવવાનું વિચારી રહી છે. આટલું વાંચ્યા પછી ગ્રાહકો સમજી ગયા છે કે મોટા ભાગના રિવ્યુ તેમને ફસાવવા માટે ઊભા કરાતા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે આજે તેનના પ્રવાસનો બીજો દિવસ છે. તેઓ લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચ્યા હતા. અહીં તેમણે ભારતના પ્રથમ ગૃહમંત્રી સરદાર પટેલની ભવ્ય પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને જળ અર્પણ કરીને તેમને નમન કરી શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારબાદ વડાપ્રધાને કેવડિયા પરેડ ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ પરેડ કાર્યક્રમમાં હાજરી આપી હતી. રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે વિવિધ રાજ્યોના પોલીસ દળના જવાનોએ પરેડ કાઢી હતી જેનું પીએમ મોદીએ નિરીક્ષણ કર્યું હતું. તેમણે ‘આરંભ 2022’માં તાલીમાર્થી પોલીસ અધિકારીઓને સંબોધિત કર્યા હતા.
આ ‘આરંભ’ કાર્યક્રમની ચોથું સંસ્કરણ હતું અને આ વર્ષની થીમ હતી- ‘અમૃત કાલમાં સુશાસનઃ ડિજિટલ ટેક્નોલોજી, ફાઉન્ડેશન ટુ ફ્રન્ટિયર્સ’. રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે પીએમ મોદીની હાજરીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની સામે 5 રાજ્યોના BSF અને પોલીસ દળોએ પરેડમાં ભાગ લીધો હતો. અંબાજીનું આદિવાસી બાળકોનું સંગીત બેન્ડ કાર્યક્રમનું વિશેષ આકર્ષણ હતું. એક સમયે આ બેન્ડના સભ્યો અંબાજી મંદિરમાં ભીખ માગતા હતા. આ સિવાય પીએમ મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 2 પ્રવાસન સ્થળો- મેઝ ગાર્ડન અને મિયાવાકી ફોરેસ્ટનું પણ ઉદ્ઘાટન કર્યું.
2018માં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું નિર્માણ થયું ત્યારથી પીએમ મોદીએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીને સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસ જેવા કાર્યક્રમોની બરાબરી પર લાવ્યા છે. રાષ્ટ્રીય એકતા દિવસ દર વર્ષે 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર ઉજવવામાં આવે છે. આ દિવસે ‘રન ફોર યુનિટી’નું આયોજન પણ કરવામાં આવે છે.
મહિલા ક્રિકેટરોને પણ પુરુષ ક્રિકટરો જેટલુ જ વેતન આપવાનો ઐતહાસિક નિર્ણય ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે લીધો છે.
આજે ક્રિકેટ બોર્ડના સેક્રેટરી જય શાહે સોશિયલ મીડિયા થકી લોકોને જાણકારી આપતા કહ્યુ હતુ કે, અમને જણાવતા ખુશી થઈ રહી છે કે, પુરુષ અને મહિલા ક્રિકેટરો વચ્ચેનો ભેદભાવ દુર થવા જઈ રહ્યો છે.ક્રિકેટ બોર્ડ જે મહિલા ક્રિકેટરો કોન્ટ્રાક્ટમાં સામેલ છે તેમને પુરુષો જેટલુ જ વેતન આપવા જઈ રહ્યુ છે.
તેમણે કહ્યુ હતુ કે, હવે સમાનતાના નવા યુગમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે.મહિલા ક્રિકેટરોને પણ પુરુષ ક્રિકેટરો જેટલી જ મેચ ફી મળશે.
ઉલ્લેખનીય છે કે, પુરુષોની ટીમને હાલમાં બોર્ડ એક ટેસ્ટ માટે પંદર લાખ રુપિયા અને એક વન ડે માટે 6 લાખ રુપિયા ચુકવે છે.જ્યારે ટી 20 મેચ માટે 3 લાખ રુપિયા ચુકવાય છે.
પુરુષ અને મહિલાને સમાન પૈસા આપવાની શરુઆત સૌથી પહેલા ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી Dt.24-10-2022, સોમવારે સવારે જમ્મુ કાશ્મીરના કારગિલ પહોંચી ગયા છે. તેઓ અહીં સેનાના જવાનોની સાથે દિવાળી મનાવશે. પીએમ સેનાના જવાનોની સાથે છેલ્લા 8 વર્ષથી દિવાળીનો પર્વ મનાવતા આવી રહ્યા છે.
વર્ષ 2014માં જ્યારથી નરેન્દ્ર મોદીએ વડાપ્રધાનની ખુરશી સંભાળી છે તેઓ હંમેશા જવાનો સાથે જ દિવાળીનો તહેવાર મનાવે છે. આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સેનાના જવાનો સાથે દિવાળી મનાવવાની પરંપરાને જાળવી રાખતા જમ્મુ-કાશ્મીરના કારગિલ દ્રાસ પહોંચી ગયા છે.
અગાઉ વડાપ્રધાન મોદી દિવાળીના તહેવાર પર જુદા-જુદા સ્થળોએ પહોંચી રહ્યા છે. તેઓ સૌથી પહેલા 21 ઓક્ટોબરે બાબા કેદારનાથ અને બદ્રીનાથના દર્શન કરવા પહોંચ્યા હતા. જે બાદ 23 ઓક્ટોબરે અયોધ્યાના દીપોત્સવમાં સામેલ થયા. સાથે જ અયોધ્યા પહોંચીને તેમણે રામલલા વિરાજમાનના પણ દર્શન કર્યા. પીએમ મોદીએ પોતાના ટ્વીટર પર દેશવાસીઓને દિવાળીની શુભકામનાઓ પણ પાઠવી છે.
ભારતીય વાયુસેના દિવસ દર વર્ષે 8 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે. આ દિવસે ગાઝિયાબાદનાં હિંડન વાયુસેના સ્ટેશન ખાતે આ કાર્યક્રમ આયોજિત થાય છે. જેમાં સેનાનાં અધિકારીઓ સહિત ઘણાં દિગ્ગજ લોકો હાજરી આપે છે અને આકાશમાં દમદાર વિમાનોનું પ્રદર્શન થાય છે.
ભારતની હવાઈ સીમાઓનું સંરક્ષણ કરતા આપણા સપુતોને બિરદાવતો દિવસ એટલે નેશનલ એરફોર્સ ડે. 8 ઓક્ટોબરના રોજ નેશનલ એરફોર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષે દેશની રાજધાની દિલ્હીમાં તેનું આયોજન કરવામાં આવે છે પણ આ વખતે પહેલીવાર તેનું આયોજન ચંડીગઢ ખાતે કરવામાં આવ્યું છે. મહત્ત્વની વાત એ છે કે, અંગ્રેજોના સમયમાં કેવી રીતે ભારતીય વાયુસેનાની શરૂઆત થઈ, કેવી રીતે ભારતીય જવાનો વાયુસેનામાં જોડાયા, રોયલ સર્વિસ હેઠળ વિશ્વયુદ્ધમાં ભાગ લીધો અને ત્યારબાદ દેશ આઝાદ થતાં ભારતીય વાયુસેનાનું ફરી નિર્માણ કરવામાં આવ્યું તેનો ઈતિહાસ રોચક છે. દેશના દરેક નાગરિકને ગર્વ થાય તેવા ભારતીય વાયુસેનાના ઈતિહાસ અને વર્તમાન ઉપર એક નજર કરીએ.
ભારતીય વાયુ સેના દુનિયાની ચોથી સૌથી મોટી વાયુસેના છે
1925 દરમિયાન ઈન્ટર વોરની સ્થિતિ ચાલતી હતી. આ દરમિયાન બ્રિટિનને વધારે સારા સૈનિકો અને પાઈલટ્સની જરૂર જણાઈ હતી. તે સમયે જનરલ રસ એન્ડ્રુ સ્કીનના વડપણ હેટળ સિમલા ખાતે એક સમિતિની રચના કરાઈ અને ભારતીય સૈન્યનાના અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી. સમયાંતરે બેઠકો થતી ગઈ અને એરફોર્સમાં ભારતીયોના જોડાણની શક્યતાઓ શોધાવા લાગી. 1927માં સ્કીન કમિટિ દ્વારા ભારતીય કેડેટ્સને ફાઈંગ ઓફિસર તરીકે બ્રિટિશ એરફોર્શમાં જોડવાની ભલામણ કરવામાં આવી. 1928માં આ દિશામ કામગીરી હાથ ધરવામાં આવી. ત્યારબાદ તબક્કાવાર તાલિમ અને આયોજનો સાથે 8 ઓક્ટોબર 1932માં રોયલ ઈન્ડિયન એરફોર્સ સ્થાપના કરવામાં આવી. પાંચ ભારતીય કેડેટ્સને સૌથી પહેલાં એરફોર્સમાં કમિશન્ડ કરવામાં આવ્યા હતા. હરિશચંદ્ર સિરકર, સુબ્રતો મુખરજી, ભુપેન્દ્રસિંહ, ઐઝાદ બક્ષ અવાન તથા અમરજીતસિંહ એમ પાંચ લોકોને પોસ્ટિંગ અપાયું હતું. ત્યારબાદ જે.એન. ટંડનને છઠ્ઠા ઓફિસર તરીકે લોજિસ્ટિકની ડ્યૂટી સોંપાઈ હતી. સમયાંતરે સુબ્રતો મુખરજી આઈએએફના પહેલાં ચીફ એર સ્ટાફ પણ બન્યા હતા. કરુણ ક્રિષ્ન મજુમદાર જેમને જમ્બો પણ કહેતા હતા તેઓ ભારતના પહેલાં પાઈટલ હતા જેમને ડિસ્ટિંગ્વિશ્ડ ફ્લાઈંગ ક્રોસનો ખિતાબ મળ્યો હતો.
ભારતીય વાયુ સેના દુનિયાની ચોથી સૌથી મોટી વાયુસેના છે. ઉત્તર પ્રદેશનાં ગાઝિયાબાદમાં સ્થિત હિંડન વાયુસેના સ્ટેશન એશિયામાં સૌથી મોટું છે. ભારતીય વાયુસેના અસ્તિત્વમાં આવ્યા ત્યારથી તેમનું ધ્યેય વાક્ય ‘नभ: स्पृशं दीप्तम्’ નાં રસ્તે ચાલે છે. જેનો અર્થ થાય છે કે ‘ગર્વ સાથે આકાશને આંબવું’. વાયસેનાનાં આ ધ્યેય વાક્યને ભગવત ગીતાનાં 11માં અધ્યાયમાંથી લેવામાં આવ્યું છે. ભારતીય વાયુસેનાનો રંગ વાદળી, આસમાની વાદળી અને સફેદ છે. વાયુસેનાનો ધ્વજ વાદળી રંગનો હોય છે, જે વાયુસેનાના પ્રતીકથી અલગ હોય છે, જેના પહેલા રાષ્ટ્રધ્વજ એક ચતુર્થમાં રહે છે. મધ્યમાં એક વર્તુળ છે જેમાં રાષ્ટ્રધ્વજના ત્રણ રંગોનો સમાવેશ થાય છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.