CIA ALERT

Blog - Page 684 of 709 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
July 2, 2018
vswallmart2.jpg
1min13210

મલ્ટિ નેશનલ કંપની વૉલમાર્ટના ભારતમાં પગપેસારો કરવા સામે આજે તા.2 જુલાઇ 2018ને સોમવારે સવારથી જ  દેશભરના સાત લાખ વેપારી, ખેડૂતો સહિત રાજકીય સંગઠનો વિરોધ પ્રદર્શન કરવા શેરી પર ઉતરી આવ્યા છે, જેમાં સુરત, અમદાવાદ, મુંબઈ, દિલ્હી વગેરે મહાનગરોના હજારો વેપારીઓ રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

વૉલમાર્ટ ફ્લિપકાર્ટનો ૭૭ ટકા હિસ્સો ખરીદવાની ડીલ થઈ છે ત્યારે વિદેશી કંપનીના ભારતમાં પગપેસારો કરવાથી ભારતના નાના-મોટા વેપારી, રિટેલ, હૉલસેલથી લઈને ખેડૂત વર્ગની આજીવિકા છીનવાઈ જાય એવા સંજોગ નિર્માણ થયા છે. ભારતની સૌથી મોટી ઓનલાઈન કંપનીના વેચાણને લઈને ભારતના વેપારી સંગંઠનોએ એક પછી એક સંબંધિત વિવિધ ઍજેન્સીઓમાં આની સામે ફરિયાદ નોંધાવતી પિટિશન કવાનું ચાલુ કરી દીધું છે. સરકારે આ વિવાદાસ્પદ ડીલને મંજૂરી આપવી નહીં એવી માગણી વેપારી સંસ્થાઓ દ્વારા થઈ રહી છે. આજના વિરોધ પ્રદર્શનમાં સંખ્યાબંધ ખેડૂત જમણેરી સંગઠનો તથા ટ્રેડ યુનિયનનો ટેકો મળે એવી શકયતા છે. લગભગ સાત લાખથી વધુ લોકો આ વિરોધપ્રદર્શનમાં જોડાયા હોવાનો અંદાજ છે.

July 2, 2018
rera.jpg
1min14270

ગુજરાતમાં રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એક્ટ-૨૦૧૬ હેઠળ રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીની રચના થયા પછી બિલ્ડરો સામે ૯૪ જેટલી ફરિયાદો નોંધાઈ હતી. જેમાં ૮૧ જેટલા કસુરવાર બિલ્ડરોને કુલ રૂ.૭૯,૯૭,૫૦૦ રકમનો દંડ ફટકારવામાં આવ્યો છે.

રાજ્યમાં રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એક્ટ મુજબ ૯૪ બિલ્ડરો સામે ફરિયાદો નોંધવામાં આવી હતી. બિલ્ડરો સામે ફરિયાદના કેસો ત્રણ પ્રકારના હોય છે. એલોટી અને પ્રમોટર વચ્ચેની ફરિયાદો જેમાં પ્રમોટર નિશ્ર્ચિત અવધિમાં મકાનનું પઝેશન ના આપતા હોય, કમિટમેન્ટ પ્રમાણે ગુણવત્તા જળવાતી ના હોય તેમજ મકાનનો કારપેટ એરિયા, કોમન એરિયામાં ગોલમાલ થઈ હોય. અત્યાર સુધીમાં જેટલી ફરિયાદો આવી હતી. જેનું મોટાભાગે નિરાકરણ કરી બિલ્ડરોને દંડ કરવામાં આવ્યો છે. રેરા કાયદાનું મુખ્ય હાર્દ જ ગ્રાહકોને રક્ષણ પૂરું પાડવાનું તથા બિલ્ડરો દ્વારા થતી છેતરપિંડી રોકવાનું છે, જેમાં બિલ્ડરો સામે ફરિયાદનું પ્રમાણ ઓછું છે, કદાચ રેરા કાયદા વિશે જાગૃતતાના અભાવને કારણે ઓછી ફરિયાદો આવી હતી.બીજી બે ફરિયાદો ઓથોરિટી દ્વારા સૂઓમોટો એટલે કે જાતે હાથ ધરવામાં આવી હતી. રેરામાં પ્રોજેક્ટ રજિસ્ટર્ડ થયા વિના તેની જાહેરાતો કે માકેર્ટિંગ થઈ શકતું નથી, એટલે રજિસ્ટ્રેશન વગર જાહેરાતો કરતા ૪૦ જેટલા બિલ્ડરોને પકડી તેમની પાસેથી દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. જ્યારે રજિસ્ટ્રેશન વગર સ્કીમમાં બુકિંગ કર્યું હોય તેવા ૩૬ બિલ્ડરોને ઓથોરિટી દ્વારા સૂઓમોટો કાર્યવાહી કરી પકડવામાં આવ્યા હતા. અને એમનેય દંડ ફટકારવામાં આવ્યો હતો.

ઓથોરિટીની સ્થાપના પછી અત્યાર સુધી રાજ્યભરમાંથી ૩ હજાર જેટલા પ્રોજેક્ટ્સની અને ૬૦૦ જેટલા રિયલ એસ્ટેટ એજન્ટ્સની નોંધણી થઈ છે, જેમાં સ્વાભાવિક રીતે મેગાસિટી અમદાવાદમાં સૌથી વધુ ૧૨૬૪ પ્રોજેક્ટ્સ તથા ૩૬૮ એજન્ટ્સ નોંધાયા છે.

July 2, 2018
adhar-pan-cardfeature.jpg
1min13350

આયકર વિભાગના પોલિસી મેકિંગ વિભાગે પૅનકાર્ડને આધારકાર્ડ સાથે લીંક કરવાની મુદત લંબાવીને 31-03-2019 સુધી વધારી છે. પાંચમી વખત સરકારે આધાર લીંક યોજનાની મુદત લંબાવી છે.
ઇન્કમટેક્ષ વિભાગના જણાવ્યા મુજબ સેકશન ૧૩૯ એએ (૨) અનુસાર ૧ જુલાઈ ૨૦૧૭ સુધીમાં પૅનકાર્ડ મેળવનાર દરેક માટે તેને આધાર સાથે લીંક કરવું ફરિજયાત છે.

શનિવારે રાતે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્ષ વિભાગ દ્વારા ઇન્કમટેક્ષ એકટમાં સેકશન ૧૧૯ હેઠળ પરમેનેન્ટ એકાઉન્ટ નંબરને (પાન) બાયોમેટ્રિક આઈડી (આધારકાર્ડ) સાથે જોડવાની મુદતમાં વધારો કરી ૨૭ માર્ચ ૨૦૧૯ સુધી લંબાવવાનો નિર્ણય જાહેર કર્યો છે. આ અગાઉ સુપ્રીમ કોર્ટે આધારકાર્ડને અન્ય સેવા સાથે લીંક કરવાની આખરી તારીખ ૩૧ માર્ચ ૨૦૧૮ આપી હતી.

બાયોમેટ્રિક સ્કીમની ખરાઈને પડકારતી અરજી અંગેની સુનાવણીમાં પાંચ જજની બનેલી ખંડપીઠે આધારલીંક અંગે સમયમર્યાદા જાહેર કરી હતી. નવા પાનકાર્ડની માગણીમાં અને ઇન્કમટેક્ષ રીટર્ન ફાઈલ કરવામાં સરકારે આધારકાર્ડ ફરજિયાત કર્યું છે.

કુલ ૩૩ કરોડ ફાળવેલા પૅનકાર્ડમાંથી માર્ચ ૨૦૧૮ સુધીમાં ૧૬.૬૫ કરોડ પૅન આધાર સાથે લીંક થયા છે.

આ અગાઉ પાન સાથે આધાર લીંક અપ અંગેની વધારવામાં આવેલી સમયમર્યાદા જુલાઈ ૩૧, ઓગસ્ટ ૩૧, ડિસેમ્બર ૩૧, ૨૦૧૭ અને માર્ચ ૩૧, જૂન ૩૦ ૨૦૧૮ સુધીની હતી જે હવે વધારીને ૨૭ માર્ચ ૨૦૧૯ સુધીની કરવામાં આવી છે.

July 2, 2018
unesco.png
6min18890

These are 2018’s nominees for the UNESCO World Heritage List

Ancient City of Qalhat (Oman): The UNESCO World Heritage Committee is currently debating which incredible sights across the world should be given the coveted UNESCO World Heritage status. The options include the Ancient City of Qalhat, home to the Bibi Maryam Mausoleum, pictured here.
The Prosecco Hills of Conegliano and Valdobbiadene (Italy): The UNESCO Committee is meeting in Manama, Bahrain. One of the nominees it’ll debate is these beautiful Italian hills, the home of famous fizzy wine vineyards.
Funeral and memorial sites of the First World War Western Front (Belgium and France): Another nominee is the funeral and memorial sites of the First World War’s Western Front in Belgium and France. These vast graveyards, including the Commonwealth Military Cemetery “Prowse Point Military Cemetery,” pictured here, commemorate the extensive loss of life during this conflict.
Caliphate City of Medina Azahara (Spain): This ruined medieval 10th century palace city is another potential UNESCO site. Representatives from 21 countries assess the options — additions need to be of “outstanding universal value.”
Barberton Makhonjwa Mountains (South Africa): Also on the agenda are these South African mountains, known for their green-hued rocks that date back an incredible 3.5 billion years.
Fanjingshan mountain (China): Another incredible mountain on the agenda is this awe-inspiring peak in the Wuling Mountain range, known for its mid-subtropical atmosphere.
Sansa, Buddhist Mountain Monasteries (South Korea): Sansa consists of seven mountain temples that provide a living history of Buddhism. It’s another UNESCO applicant to be debated in the 2018 session.
Chiribiquete National Park — “The Maloca of the Jaguar,” (Colombia): Another nominee is Colombia’s largest national park, home to ancient rock art, tropical forest and mountains.
The Historic Urban Ensemble of Nîmes (France): This impressive Roman amphitheater, situated in this Southern French city, was built in roughly 70 AD and remains standing in 2018, playing host to concerts. Will it be granted UNESCO status?
Sassanid Archaeological Landscape of Fars Region (Iran): Also up for consideration are these relics of the Sassanian period (224 to 651 AD), which provide an insight into a bygone world.
Roșia Montană Mining Landscape, Romania: This nominee from Romania is an area rich with metals. It’s been a mining hotspot for centuries and is home to prehistoric and Roman mining settlements.
Aasivissuit — Nipisat. Inuit Hunting Ground between Ice and Sea (Denmark): This area has been used by hunters since the 3rd century and is now campaigning for World Heritage Status.
June 30, 2018
gst2.jpg
1min15770

બરાબર એક વર્ષ પહેલા કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ભારતમાં ઐતિહાસિક ટેક્સ જીએસટી લાગૂ કર્યો હતો. કેન્દ્ર સરકારે ‘વન નેશન વનટેક્સના સ્લોગન સાથે સાથે તા. ૧-૭-૨૦૧૭ની અસરથી ભારતમાં GSTનો અમલ શરૂ કર્યો હતો. એક વર્ષ પછી પણ GST બાબતે કેન્દ્ર સરકારનું સ્ટેન્ડ મક્કમ નથી તો પછી જેના પર GST લદાયો છે એ વ્યાપારીઓનું તો પૂછવું જ શું. GSTના અમલના એક વર્ષમાં ૩૦૦થી વધુ સુધારા-વધારા અને કર માળખામાં ફેરફાર કરવામાં આવ્યા છે. GSTનો કાયદો હજુ અધિકારીઓ જ પુરી રીતે સમજી શક્યા નથી તો વેપારીઓની વાત જ શું કરવી. GSTને કારણે ભારતના વેપાર-ધંધા પર ઘેરી અસર થઇ છે અને ઇકોનોમી સ્લોડાઉનની સ્થિતિ સર્જાઇ હોવાના મત અર્થશાસ્ત્રીઓ આપી રહ્યા છે. સૌથી ઘેરી અસર સુરતના ટેક્સટાઇલ વ્યાપારીઓથી લઇને મેન્યુફેક્ચરર્સ પર પડી છે.

ટેક્સ ક્રેડિટ રિટર્ન કરવામાં આંખ મિચામણા

GSTના અમલના પગલે છેલ્લા એક વર્ષ દરમિયાન ભારતના વેપારીઓ અને એક્સપોર્ટર્સના ૧૦ લાખ કરોડ રૂપિયા સરકારી તિજોરીમાં ઠલવાઇ ચૂક્યા છે, પણ રિફંડ અંગે સરકાર મગનું નામ મરી પાડતી નથી. એકલા ગુજરાતની વાત કરીએ તો સરકારી તિજોરીમાં GST પેટે ગુજરાતના વેપારીઓના જ રૂ. ૨૦ હજાર કરોડનું રિફંડ બાકી છે.

GSTના અમલ ટાણે સતત ત્રણ મહિના સુધી તો વેપાર ધંધા જાણે કે ઠપ થઇ ગયા હતા. સરકાર જ્યારે GSTનો અમલ કરવા માગતી હતી તેના એક મહિના પહેલા સુધી તો કાયદા અને ધારાધોરણો પણ તૈયાર નહોતા. હવે GSTની જટિલ આંટીઘૂંટીમાં નાના વેપારીઓ અને જોબવર્ક કરવાવાળા અટવાઇ ગયા છે. GSTને લઇને એક વર્ષમાં ઘણા વેપાર-ધંધા બંધ થયા છે, બેરોજગારી વધી છે અને અર્થિક વિકાસ રૂંધાયો છે.

વ્યાપારીઓની સ્થિતિ

GSTના અમલના પગલે માર્કેટમાં લિક્વીડિટીની મહાસમસ્યા સર્જાવા પામી છે. બજારમાંથી રોકડ જ અદ્રશ્ય થઇ ગઇ હોય તેવી સ્થિતિ થતાં તેની આડઅસર વેપાર ધંધા ઉપર પડી રહી છે. વેપારીઓને દર મહિને GSTના જુદા જુદા રિટર્ન ભરવા માટે કલાકો સુધી કમ્પ્યૂટર સામે બેસી રહેવું પડે છે છતાં રિટર્ન ફાઇલ થઇ શકતું નથી. GSTમાં વેપારીઓ પોતાની ઓફિસમાં જ રિટર્ન ફાઇલ કરી શકે તેવી સુવિધા ઉભી કરવા પ્રયાસ થયા હોવાની વાતો થઇ રહી છે પરંતુ વાતો અને વાસ્તવિકતા જુદી જ છે.

પરિસ્થિતિ વધુ બગડી

સ્ટેટ GST દ્વારા ગુજરાતમાં ૬૦ સ્થળે દિવેલના વેપારીઓ, બ્રોકરો, દલાલો અને ટ્રાન્સપોર્ટરોને ત્યાં દરોડા શરૂ કરી દેવામાં આવ્યા છે. સ્ટેટ GSTની ટીમે અમદાવાદ, ડીસા, ઉંઝા, પાલનપુર, ગગલાસણ, ગોંડલ, છત્રાલ, રાજકોટ, કડી, કપડવંજ, ગાંધીધામ તથા કડીમાં આ દરોડા પાડતાં દિવેલના વેપારીઓ દોડતા થઇ ગયા છે. આ વેપારીઓ ખોટી રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવતા હોવાથી તેમની ઓફિસોમાંથી જરૂરી દસ્તાવેજો જપ્ત કરી તપાસ શરૂ કરવામાં આવી છે.

June 30, 2018
bullet.jpg
1min6240
શુક્રવાર તા.29મી જુન 2018ના રોજ ગુજરાત હાઇકોર્ટે એ મુદ્દા પર રાજ્ય સરકારનો જવાબ માગ્યો છે કે રાજ્ય સરકારે 2013માં કેન્દ્રના જમીન સંપાદન સંદર્ભના કેન્દ્ર સરકારના કાનૂનમાં કરેલા ફેરફારો સાથે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટેનું જમીન સંપાદન સુસંગત છે કે કેમ, સુરતના એક ખેડૂત દ્વારા ગુજરાત સરકારે 2016માં કેન્દ્રના જમીન સંપાદન કાનૂનમાં કરેલા સુધારા સામે ગુજરાત હાઇકોર્ટમાં પીટીશન કરી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે હાથ ધરાયેલી જમીન સંપાદન કાર્યવાહી સામે સુરતના ખેડૂતની પીટીશન સાથે કુલ 2 પીટીશન બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સામે થઇ છે.
સુરતના ખેડૂત તરફે અમદાવાદના એડવોકેટ આનંદ યાજ્ઞિક દ્વારા હાઇકોર્ટમાં રીટ પીટીશન ફાઇલ કરવામાં આવી છે. આ મહિના આરંભે જ દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ પણ મુંબઇ-અમદાવાદ વચ્ચે સૂચિત બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સામે ગુજરાત હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરી હતી. આ પીટીશન હાલમાં હાઇકોર્ટમાં પેન્ડિંગ છે.
સુરતના ખેડૂતે કરેલી પીટીશનમાં ગુજરાત સરકારના જમીન સંપાદન કાયદામાં એમેડમેન્ટ એક્ટ 2016ના સેક્શન 10એ સાથે સેક્શન 2-1ની વેલિડીટીને પડકારવામાં આવી છે.
કેન્દ્ર સરકારના જમીન સંપાદનના કાનૂનમાં સુધારો કરતા ગુજરાત સરકારે એવી જોગવાઇ કરી હતી કે જમીન સંપાદનના મામલામાં સોશ્યલ ઇમ્પેક્ટ (સામાજિક અસર)નું પણ મૂલ્યાંકન કરવામાં આવશે. જેને એસ.આઇ.એ. સોશ્યલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ તરીકે કાનૂનમાં દાખલ કરવામાં આવી છે. આ બાબતને બુલેટ ટ્રેન માટેના જમીન સંપાદનમાંથી સંપૂર્ણપણે બાકાત કરી દેવામાં આવી હોવાની ફરીયાદ ગુજરાતના અસરગ્રસ્ત ખેડૂતોની છે.
આગામી દિવસોમાં આ મુદ્દા પર ગુજરાત સરકારે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ પોતાનું સ્ટેન્ડ ક્લીયર કરવું પડે તેવી સ્થિતિ હાલ તુરત સર્જાવા પામી છે.
June 30, 2018
stcnew1.jpg
1min10080

જયેશ બ્રહ્મભટ્ટ

આવતીકાલ રવિવાર તા.1લી જુલાઇ 2018ના રોજ સુરત શહેરના નીયોરીચ પરિવારોની મેમ્બરશીપ ધરાવતી સુરત ટેનિસ ક્લબની ચૂંટણીમાં કોઇ નક્કર મુદ્દા વગર બે જૂથ, પરિવર્તન પેનલ (હાલની સત્તાધારી પેનલ)ની વિરુદ્ધ નવસર્જન પેનલ વચ્ચે હાઇપ્રોફાઇલ, ખર્ચાળ ચૂંટણી જંગ ખેલાય રહ્યો છે. તપાસ કરાતા જાણવા મળ્યું કે આ ચૂંટણી સુરત ટેનિસ ક્લબને ફક્તને ફક્ત ‘અપના અડ્ડા’ બનાવવાના જંગ તરીકે ખેલાઇ રહી છે. સુરત ટેનિસ ક્લબ મોટા ભાગે પૂર્ણ સ્વરૂપે વિકસી ચૂકી છે, હવે ભવિષ્યમાં વધારાનો કોઇ વિકાસ થઇ શકે નહીં સિવાય કે ઇનહાઉસ હોસ્પિટાલિટીને વધુ ઘનિષ્ઠ કરવામાં આવે. આવી સ્થિતિમાં કોઇ ગ્રુપ પાસે એવી કોઇ નક્કર યોજના નથી કે જે સુરત ટેનિસ ક્લબની સીકલ બદલી શકે.

એવી ટેનિસ ક્લબ કે જ્યાં ટેનિસની વાત સૌથી ઓછી થતી હશે

અપના અડ્ડા કેમ

સુરત ટેનિસ ક્લબમાં જુદી જુદી એક્ટિવિટીઝ માટે આવતા સભ્યો પૈકી કેટલાક સભ્યો આખો દિવસ પડ્યા પાથર્યા રહે છે એ ત્યાં સુધી કે બપોરે 3-4 વાગ્યે આવ્યા પછી રાત્રે ક્લબ બંધ થવાના સમયે ઘરે જતા હોય છે. સુરત ટેનિસ ક્લબમાં નીયોરીચ પરિવારો માટે જાણે કોઇ ટાઇમની પાબંદી જ નથી. ગમે તે સભ્ય એક્ટિવિટીના નામે ગમે તેટલો સમય ક્લબમાં બેસી રહે છે. કેટલાક સભ્યો સુરત ટેનિસ ક્લબને એક એવી જગ્યા બનાવવા માગે છે કે જ્યાંથી પોતાની ધંધાદારી સમેતની પ્રવૃતિઓનું સંચાલન કરી શકે. આશ્ચર્યની વાત એ છે કે બેમાંથી એકેય પેનલ સભ્યો માટે સમયની પાબંદી લગાડવાના મુદ્દાને પોતાના ચૂંટણી ઢંઢેરામાં પણ સામેલ કર્યો નથી. બન્ને ગ્રુપ સગવડીયા નીતિ નિયમો બનાવીને પોતાના સભ્યો માટે સુરત ટેનિસ ક્લબ જેવી જાહેર સંસ્થાની, શહેરના પોશ વિસ્તારમાં વચ્ચોવચ પ્રાઇમ લોકેશન પર આવેલી પ્રોપર્ટીને પોતાનો અડ્ડો બનાવી શકે તેની જ લડાઇ લડી રહ્યાની અનૂભુતિ થઇ રહી છે. તા.1લી જુલાઇ 2018ની ચૂંટણી એ વાત નિયત કરી આપશે કે સુરત ટેનિસ ક્લબ કોનો અડ્ડો બનશે પરિવર્તન પેનલનો કે નવસર્જન પેનલનો.

ફિક્સીંગ બંધ થતા મામલો ચૂંટણી સુધી પહોંચ્યો

એક સમય એવો હતો કે સુરત ટેનિસ ક્લબ પૈસા-નાનાના જુગાર માટે બદનામ હતી અને ઉમરા પોલીસે એકાદ-બે વખત રેઇડ કરીને સુરત ટેનિસ ક્લબના ગોરખધંધાઓ ઉજાગર કર્યા હતા. એ પછી પ્રજ્ઞેશ જગાશેઠ એન્ડ કંપનીએ સુરત ટેનિસ ક્લબનો કારોબાર હાથમાં લીધો અને જાહેરમાં થતી કેટલીક પ્રવૃતિઓને ખાનગીમાં થાય ત્યાં સુધી સીમીત કરી દીધી હતી. જગાશેઠ એન્ડ કંપનીએ સુરત ટેનિસ ક્લબની એક્ટિવીટીઝને પ્રોપર-વેમાં લાવવામાં મહદઅંશે સફળતા મેળવી છે. પ્રજ્ઞેશ જગાશેઠ એન્ડ કંપનીએ કેટલાક મનસ્વી રીતે ચાલતા વહીવટને બંધ કરાવી દેતા કેટલાક સભ્યોના પેટમાં તેલ રેડાયું હતું. બીજી તરફ જગાશેઠ એન્ડ કંપની પર પણ વિરોધી પેનલ એવો જ આરોપ લગાડી રહી છે કે મનસ્વી રીતે કારોબાર કરે છે અને લાખો રૂપિયા મનફાવે ત્યાં વાપરી નાંખ્યા છે. પરંતુ, અહીં નવસર્જન પેનલ કોઇ સજ્જડ પુરાવાઓ રજૂ કરી શક્યા નથી. સુરત ટેનિસ ક્લબમાં નવરાત્રી હોય કે અન્ય કેટલીક પ્રવૃતિઓ, સ્પર્ધાઓમાં રીતસર ફિક્સીંગ જ ચાલતું હતું અને એ પણ વર્ષોથી ચાલતી આવી પ્રવૃતિને જગાશેઠ એન્ડ કંપનીએ બંધ કરાવી દેતા મામલો ચૂંટણી સુધી પહોંચી ગયો છે. સુરત ટેનિસ ક્લબમાં ઇગો પ્રોબ્લેમ્સ તો એટલા કે ક્લબમાં ડેઇલી આવતા મેમ્બર્સ કેટલીક પ્રવૃતિઓ ક્યાં કરવી, કોચ કોને રાખવો એ બાબતે વહીવટકર્તાઓની પણ ઉપરવટ જઇને નિર્ણય કરતા, આવા મુદ્દાઓ પર તકરાર થયાની ઘટનાઓ પણ બની ચૂકી છે.

ટેનિસ ક્લબના 70 ટકા મેમ્બર્સને ચૂંટણી સાથે કોઇ લેવા-દેવા નથી

સુરત ટેનિસ ક્લબના 70 ટકા મેમ્બર્સ એવા છે જેમને ચૂંટણી સાથે કોઇ લેવા-દેવા નથી. ખાનદાન પરિવારો સુરત ટેનિસ ક્લબ ઉપરાંત અન્ય ક્લબની પણ મેમ્બરશીપ ધરાવતા હોવાથી અહીં સુરત ટેનિસ ક્લબની ચૂંટણી સાથે તેમને કશી પણ લેવાદેવા નથી આમ છતાં તેમને ચૂંટણીમાં ઘસડવા માટે છેલ્લા 15 દિવસથી પ્રયાસો થઇ રહ્યા છે. મેમ્બર્સના ફોન પર મેસેજિસથી લઇને તેમના ઘરે જઇને વોટ માટે કેન્વાસિંગ કરવામાં આવી રહ્યું હોઇ, મોટા ભાગના મેમ્બર્સને પણ અજુગતું લાગી રહ્યું છે કે સુરત ટેનિસ ક્લબમાં પહેલી વખત ચૂંટણીનો આવા નિમ્નસ્તરનો માહોલ જોવા મળી રહ્યો છે.

વોટર્સ એટલા ખમતીધર છે કે કોઇ લાલચ કામ કરી શકે તેમ નથી

સુરત ટેનિસ ક્લબની ચૂંટણીમાં જે વોટર્સ વોટિંગ કરવાના છે એ જ એટલા ખમતીધર છે કે બન્ને જૂથ પરિવર્તન પેનલ અને નવસર્જન પેનલ માટે વોટર્સને રીઝવવા માટે કયા મુદ્દા પર લોભપ્રલોભન આપવું એ જ વિસામણ હતી. બન્ને જૂથ પૈકી એક પણ પાસે કોઇ જ મુદ્દો નથી. વોટર્સ પોતે ખાનદાન અને સાધનસંપન્ન અને ધનવાન છે, ચૂંટણીનો કોઇ મુદ્દો તેમને રિઝવી શકે તેમ નથી. એટલે હોસ્પિટાલિટી, વીઆઇપી ટ્રીટમેન્ટ સિવાય અન્ય કોઇ મુદ્દો સુરત ટેનિસ ક્લબના બહુમતિ વોટર્સને રીઝવી શકે તેમ નથી. નવસર્જન પેનલે તો હોસ્પિટાલિટીના મુદ્દા પર આપેલા ચૂંટણી વચનમાં એક એવું પણ વચન આપ્યું છે કે મેમ્બર ક્લબમાં આવે ત્યારે તેને વેલકમ ડ્રીંક અને રવિવારે બ્રેકફાસ્ટ વિનામૂલ્યે આપવાનું શરૂ કરાશે. શું સુરત ટેનિસ ક્લબના મતદારોએ વેલકમ ડ્રીંક અને રવિવારના બ્રેકફાસ્ટ માટે ચૂંટણીમાં મતદાન કરવું જોઇએ.

June 30, 2018
vidaadhar.jpg
1min14220
આધાર કાર્ડની સેફ્ટીને મજબુત બનાવવા માટે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) દ્વારા તેમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. UIDAIએ પહેલી જૂલાઈ એટલે કે કાલથી વર્ચ્યુઅલ આઈડી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. હવે સરકાર આધાર વર્ચ્યુઅલ આઈડીના ઉપયોગ પર ભાર મૂકશે. આ સ્થિતિમાં તમારું આધાર કાર્ડ ‘બેકાર’ બની જશે. જો કે બેકારનો અર્થ એ નથી કે તે માન્ય નહીં રહે. પરંતુ હવે તેના ઉપયોગની તમને કદાચ જ જરૂર પડે. કારણ કે આધારનો વર્ચ્યુઅલ આઈડી જ દરેક જગ્યાએ ઉપયોગમાં લેવાશે.
શું હોય છે VID?
આધાર વર્ચ્યુઅલ આઈડી એક પ્રકારનો ટેમ્પરરી નંબર છે. તે 16 આંકડાનો નંબર હોય છે. તેમાં લિમિટેડ ડિટેઈલ હશે. UIDAI યૂઝર્સને દરેક આધારનો એક વર્ચ્યુઅલ આઈડી તૈયાર કરવાની તક આપશે. જો કોઈએ કોઈ જગ્યાએ આધારની ડિટેલ આપવી હોય તો 12 આંકડાના આ આધાર નંબરની જગ્યાએ 16 આંકડાનો વર્ચ્યુઅલ આઈડી આપી શકે છે. વર્ચ્યુઅલ આઈડી જનરેટ કરવાની સુવિધા 1 જૂલાઈથી અનિવાર્ય થશે.
આધાર વર્ચ્યુઅલ આઈડીને UIDAIના પોર્ટલથી જનરેટ કરી શકાય છે. આ એક ડિજિટલ આઈડી હશે. આધાર હોલ્ડર તેને અનેકવાર જનરેટ કરી શકે છે. હાલના સમયમાં VID ફ્કત એક દિવસ માટે જ વેલિડ હોય છે. તેનો અર્થ એ થયો કે એક દિવસ બાદ આધાર હોલ્ડર આ વર્ચ્યુઅલ આધાર આઈડીને ફરીથી જનરેટ કરી શકે છે. તેને ફક્ત UIDAIની વેબસાઈટ પરથી જ જનરેટ કરી શકાય છે.
June 30, 2018
Jio_Voda.jpg
1min12630

ભારતનાં ટેલિકોમ માર્કેટમાં આવકની બાબતમાં રિલાયન્સ જીઓ ઈન્ફોકોમ બીજા ક્રમની કંપની બની ગઈ છે અને તેણે વોડાફોન ઇન્ડિયાને ત્રીજા ક્રમે ધકેલી દીધી છે. માર્ચ-’18 ક્વાર્ટરમાં રિલાયન્સ જીઓની આવક 15 ટકા વધીને ₹6,217 કરોડ થઈ હતી.

માર્કેટની નં.-1 કંપની ભારતી એરટેલની આવક ડિસે.-’17 ક્વાર્ટરની સરખામણીએ 10 ટકા જેટલી ઘટીને ₹7,087 કરોડ થઈ હતી જેથી જીઓ અને એરટેલની આવક વચ્ચેનો ગેપ ઘણો ઓછો થયો છે. વોડાફોનની માર્ચ-’18 ક્વાર્ટરની આવક ₹4,937 કરોડ હતી જ્યારે ચોથા ક્રમની આઇડિયા સેલ્યુલરની આવક ₹4,033 કરોડ નોંધાઈ હોવાનું ટેલિકોમ નિયમનકાર ટ્રાઈના ડેટા પરથી જાણવા મળે છે.

મુકેશ અંબાણીની રિલાયન્સ જીઓએ ભારતમાં ટેલિકોમ બિઝનેસ શરૂ કર્યાના 19 મહિનાની અંદર જ વોડાફોનને આ‌વકની બાબતમાં પાછળ રાખી દીધી છે. વોડાફોન ગ્રાહકોની દૃષ્ટિએ ભારતની બીજા ક્રમની કંપની છે જ્યારે રિલાયન્સ જીઓ ચોથા ક્રમે છે.

રિલાયન્સ જીઓએ ફ્રી વોઇસ અને સાવ પાણીના ભાવે ડેટા સર્વિસ ઓફર કરીને ટેલિકોમ માર્કેટમાં ખળભળાટ મચાવી દીધો હતો અને તેના કારણે શરૂ થયેલી ગળાકાપ સ્પર્ધા હજુ પણ શમવાનું નામ નથી લેતી. જીઓની આક્રમક સ્પર્ધાને કારણે માર્કેટમાં કોન્સોલિડેશન શરૂ થયું હતું અને તમામ હરીફોની ખોટ વધી હતી.

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ડેટા પ્રમાણે, રિલાયન્સ જીઓની એડ્જસ્ટેડ ગ્રોસ રેવન્યુ (AGR) માર્ચ-’18 ક્વાર્ટરના અંતે વોડાફોન અને આઇડિયાની AGR કરતાં વધારે નોંધાઈ હતી.

જોકે, વોડાફોન અને આઇડિયા વચ્ચે ચાલી રહેલી મર્જર પ્રક્રિયા પૂરી થઈ ગયા બાદ અસ્તિત્વમાં આ‌વનારી નવી કંપનીની આવક ₹63,000 કરોડની થઈ જશે અને ગ્રાહકોની સંખ્યા પણ 43 કરોડે પહોંચી જશે, આમ આ કંપની માર્કેટની નં.-1 કંપની બની જશે અને તેની AGR ભારતી એરટેલ તથા રિલાયન્સ જીઓ કરતાં પણ વધી જશે.

સમગ્ર ઉદ્યોગને એક્સેસ સર્વિસિસમાંથી થતી AGRની વાત કરીએ તો વાર્ષિક ધોરણે તેમાં 12.57 ટકા જ્યારે ત્રિમાસિક ધોરણે 7.37 ટકાનો ઘટાડો થયો છે અને કુલ રેવન્યુ ₹35,697 કરોડે પહોંચી છે. ઉદ્યોગની તમામ કંપનીએ નેગેટિવ વૃદ્ધિદર નોંધાવ્યો છે જ્યારે એકમાત્ર જીઓની આવકમાં પોઝિટિવ વૃદ્ધિ થઈ છે.

રિલાયન્સ કોમ્યુનિકેશન્સ, ટાટા ટેલિસર્વિસિસ, ક્વોડ્રન્ટ અને ટેલિનોર જેવી કંપનીઓની આવકમાં તો સખત ઘટાડો થયો છે. આ કંપનીઓએ તેમનો બિઝનેસ બંધ કર્યો છે અથવા બંધ કરવાની તૈયારી કરી રહી છે. જીઓ સિવાય BSNLનું રેવન્યુ કલેક્શન ત્રિમાસિક ધોરણે 18 ટકા વધીને ₹2,128 કરોડ થયું છે.

June 30, 2018
Sania-Mirza-Shoaib-Malik.jpg
1min12840

મુંબઈમાં 27 જુન 2018ના રોજ આયોજિત મહિલાઓના વિકાસ અને ગર્લ-ચાઇલ્ડની ઇવેન્ટમાં ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ કહ્યું હતું કે હું પ્રેગ્નન્ટ છે અને લોકો મને દીકરો થાય એવી દુઆ કરે છે, પણ મારા માટે દીકરાની નહીં, પણ જો કોઈએ દુઆ કરવી હોય તો દીકરીની દુઆ કરે.

તેણે વધુમાં જણાવ્યું હતું કે ‘અમારે કોઈ ભાઈ નથી, અમે ફક્ત બે બહેનો છીએ. જ્યારે હું ફક્ત ૬ વર્ષની હતી ત્યારથી ટેનિસ રમું છું. અમારા ઘરે આવનારા લોકો હંમેશાં કહેતા કે શૉર્ટ સ્કર્ટ પહેરીને રમીશ તો તડકામાં કાળી થઈ જઈશ, કોઈ લગ્ન નહીં કરે. મને અને મારી બહેનને લોકો હંમેશાં પૂછતા કે તમારે કોઈ ભાઈ છે? જ્યારે અમે જણાવતાં કે અમે ફક્ત બે બહેનો છે તો લોકો દુખ વ્યક્ત કરતા હતા. સાચું કહું તો અમે ક્યારેય ભાઈની ખોટ નથી અનુભવી.