CIA ALERT

Blog - Page 669 of 709 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
July 28, 2018
wom3.jpg
1min4700

ટુરિઝમ મંત્રાલયે વિદેશમાં ભારતના મિશન્સ, ટ્રેડ અને હોસ્પિટાલિટી એસોસિએશન્સ તેમજ ભારતીય ટુરિઝમની વિદેશી ઓફિસના વડાને પત્ર લખીને કેન્દ્ર સરકારે દેશમાં મહિલા સુરક્ષા માટે લીધેલાં શ્રેણીબદ્ધ પગલાંની માહિતી આપી છે. મંત્રાલય દ્વારા આ પગલાંની જાણ લોકોને કરવા જણાવાયું છે. જેથી વિદેશી પર્યટકોના મનમાં ભારત માટે રહેલી ગેરસમજ દૂર કરી શકાય.

ટુરિઝમ સેક્રેટરીનો 6 જુલાઈનો પત્ર થોમસન રોઇટર્સ ફાઉન્ડેશન દ્વારા જૂનમાં કરાયેલા સરવેના જવાબમાં લખવામાં આવ્યો છે. સરવેમાં ભારતને મહિલાઓ માટે સૌથી જોખમી દેશ ગણાવાયો હતો. અફઘાનિસ્તાન અને સિરિયા આ યાદીમાં બીજા ક્રમે તેમજ સોમાલિયા અને સાઉદી અરેબિયા ત્રીજા ક્રમે હતા.

ET પાસે ટુરિઝમ મંત્રાલયના પત્રની નકલ છે. પત્રમાં જણાવ્યા અનુસાર “સરવેનું તારણા કોઈ આંકડા પરથી લેવાયું નથી. તેનો આધાર રોઇટર્સ દ્વારા લેવાયેલા 548 વ્યક્તિનો અભિપ્રાય છે. આ એવી વ્યક્તિઓ છે જેને રોઇટર્સે મહિલાઓની સમસ્યા બાબતે નિષ્ણાત ગણી છે.” જોકે, આ વ્યક્તિઓની લાયકાત અને કોઈ ચોક્કસ દેશ અંગેની નિપુણતા અંગેની માહિતી ઉપલબ્ધ નથી.

પત્રમાં જણાવ્યા અનુસાર “સરવેમાં હેલ્થકેર, ભેદભાવ, સાંસ્કૃતિક પરંપરા, જાતીય હિંસા, હ્યુમન ટ્રાફિકિંગ સહિતના મુદ્દે અભિપ્રાય લેવાયો હતો. ભારતે આ બાબતોમાં અગાઉના વર્ષોની તુલનામાં નોંધપાત્ર સુધારો કર્યો છે. એટલે ભારતનું રેન્કિંગ બિલકુલ ખોટું જણાય છે.” પત્રમાં જણાવાયું છે કે, “વન સ્ટોપ સેન્ટર્સ જેવી ઘણી સંસ્થાકીય સપોર્ટ મિકેનિઝમ અને 31 રાજ્યોમાં મહિલા હેલ્પલાઇન નંબરની સુવિધા છે.

2012ના નિર્ભયા કાંડ પછી તાજેતરના કાયદામાં મહિલાઓ પર એસિડ હુમલા સહિતના ગુનાની સજા વધુ આકરી બનાવવામાં આવી છે. ટુરિઝમ મંત્રાલયે 12 ભાષામાં ટુરિસ્ટ હેલ્પલાઇન લોન્ચ કરી છે. ઉપરાંત, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સુરક્ષા અંગેની માર્ગરેખા ઇશ્યૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ‘અતિથિદેવો ભવ’ના મીડિયા કેમ્પેનની મદદથી પર્યટકો સાથે સારી વર્તણૂકનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે.”

July 28, 2018
662202-paswanramvilas-031918-1280x720.jpg
1min5350

મોદી સરકાર સામે ખાંડા ખખડાવતા કેન્દ્રીય પ્રધાન રામ વિલાસ પાસવાનના વડપણ હેઠળ લોક જનશક્તિ પક્ષ (એલજેપી)એ શુક્રવારે કહ્યું હતું કે, ભાજપને આપેલો ટેકો મુદ્દા આધારિત છે. એલજેપીએ દલિતો સામેના અત્યાચાર વિરોધી ધારાની આકરી જોગવાઈ ફરી સ્થાપિત કરવા તથા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી)ના અધ્યક્ષ એ. કે. ગોયલને નવમી ઑગસ્ટ સુધીમાં બરતરફ કરવાની માગણી કરી હતી. એનડીએના એક અન્ય સહયોગી પક્ષ એલજેપીએ પણ ભાજપ વિરુદ્ધ કડક વલણ અખત્યાર કર્યું છે. એસસી-એસટી એકટ અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધમાં કેન્દ્રીય પ્રધાન રામ વિલાસ પાસવાનની લોક જનશક્તિ પાર્ટીએ ભાજપને ચેતવણી આપી હતી.

એલજેપી અધ્યક્ષ અને રામ વિલાસ પાસવાનના પુત્રે વડા પ્રધાન મોદીને પત્ર લખી સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ ચેરમેન એ. કે. ગોયલને ચેરમેનપદેથી દૂર કરવા માગણી કરી છે. તેમણે સંસદમાં ચોમાસુ સત્ર દરમિયાન એસસી-એસટી એકટમાં સુપ્રીમ કોર્ટ દ્વારા સજાની હળવી કરેલી જોગવાઈ દૂર કરવા અંગે ખરડો પસાર કરવા સરકારને અપીલ કરી છે.

જો તેમ કરવામાં સરકાર અસમર્થ રહે તો વટહુકમ બહાર પાડવા પણ અનુરોધ કર્યો છે. જેથી ૯ ઑગસ્ટથી શરૂ થનારા એસસી-એસટી એકટ વિરુદ્ધના અભિયાનને રોકી શકાય. ૨૦ માર્ચે સુપ્રીમ કોર્ટે હળવી કરેલી સજા વિરુદ્ધ દેશભરમાં લોક આંદોલન ફાટી નીકળ્યા હતા, જેણે હિંસક સ્વરૂપ ધારણ કરતા પરિસ્થિતિ વકરી હતી. પાસવાને સરકારને દેશને ફરી વખત હિંસક આંદોલન તરફ જતો રોકવા અનુરોધ કર્યો છે. ૧૦ ઑગસ્ટના રોજ દલિત અને આદિવાસી સમુદાય દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે.

ચિરાગ પાસવાને સુપ્રીમ કોર્ટના ચુકાદાને પરિણામે એસસી-એસટી સમુદાય પર અત્યાચાર વધ્યાં હોવાનું જણાવી પોલીસ ફરિયાદ દાખલ નહીં કરતી હોવાનું જણાવ્યું હતું. જો કે ચિરાગ પાસવાને મોદી સરકાર દલિતોના હિતમાં નિર્ણય કરશે એવી આશા વ્યક્ત કરી હતી. તેમણે વિરોધ પક્ષ દ્વારા ભાજપની એન્ટી દલિત પાર્ટી તરીકે ઊભી કરાયેલી છાપને ભૂસવા ભાજપ સરકારને અનુરોધ કર્યો હતો.

July 28, 2018
Devendra-Fadnavis-PTI1_2_2017.jpg
1min5210

નવી મુંબઇ જમીન સોદાના કેસમાં જ્યુડિશીયલ તપાસનો આદેશ આપ્યા બાદ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ જમીન સંબંધી દરેક ટ્રાન્ઝેક્શન્સ પર સ્ટે મૂકી દીધો હતો. આ અંગે વિધાનસભામાં જાહેરાત કરતા ફડણવીસે જણાવ્યું હતું કે જ્યાં સુધી જ્યુડિશિયલ તપાસ પૂરી નહીં થાય ત્યાં સુધી આ જમીન ની લે-વેચ કરી નહીં શકાય અને તેને ભાડા પર આપી નહીં શકાય. તેમણે મહેસૂલ વિભાગને આ જમીન પર કોઇ થર્ડ પાર્ટી દાવો ના કરે એનું ધ્યાન રાખવા જણાવ્યું હતું. કોયના પીએપી જમીન વિવાદની જ્યુડિશિયલ તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. મુંબઇ કૉંગ્રેસ પ્રમુખ સંજય નિરૂપમે દાવો કર્યો હતો કે કોયના બંધના આઠ પ્રોજેક્ટના અસરગ્રસ્તો માટે નવી મુંબઇમાં રાખવામાં આવેલી 1,767 કરોડ રૂપિયાની જમીન ખાનગી બિલ્ડરને 3.60 કરોડ રૂપિયાના મામૂલી ભાવે આપી દેવામાં આવી છે.

 

July 28, 2018
panipuri-1280x720.jpg
1min6590

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે રોગચાળો અને ખાસ કરીને કમળાના ભયને કારણે શહેરભરમાં પાણીપૂરી પર પ્રતિબંધ મુકાયો છે. બીજી તરફ સુરત મહાનગરમાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અખાદ્ય પાણીપુરીવાળાઓ સામે ઝુંબેશ ચલાવીને ટનબંધી માલસામાન જપ્ત કરી દેવાયો છે.

આ વિભાગના અધિકારીઓએ શહેરભરમાં પાણીપુરીના જથ્થાનો નાશ કર્યો હોવાનું વર્તુળોએ જણાવ્યું હતું. પાણીપૂરીની સામગ્રીમાં વપરાતા ચણા અને બટાટા સડેલા હોવાનું જણાવ્યું હતું.

વર્તુળોના જણાવ્યા મુજબ ચોમાસામાં શહેરમાં રોગચાળો વકર્યો છે. ગંદકીવાળી જગ્યાઓએ પાણીપૂરી બનાવાતી હોવાથી રોગચાળાનો ભય વધુ ફેલાયો છે. શહેરમાં ઝાડા-ઊલટીના 18 હજાર કેસ અને કમળાના 134 કેસ નોંધાયા હોવાનું આધારભૂત સાધનો જણાવે છે.

છેલ્લાં થોડા દિવસથી વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા હતા પરિણામે પાણીજન્ય રોગની ફરિયાદો પણ વધી રહી છે.

આરોગ્ય વિભાગના કર્મચારીઓ ખાણીપીણીની જગ્યાઓ પર તૂટી પડયા હતા. અખાદ્ય વસ્તુઓનો નાશ કર્યો હતો અને નોટિસો ફટકારી હતી. ચાર હજાર કિલો પૂરી, 3500 કિલો બટાટા તથા ચણા અને 1200 લિટર પાણીપૂરીનું પાણીનો નાશ કરાયો હોવાનું વર્તુળો જણાવે છે.

July 28, 2018
a12.jpg
3min9130

એસ.આર.આઈ.ડી.(SRID)નો વાર્ષિક ફેશન શો યોજાયો

Jayesh Brahmbhatt  98253 44944

સુરત :જાણીતીફેશનઇન્સ્ટીટ્યુટશ્રીરામ ઇન્સ્ટીટ્યુટઓફ ડિઝાઈન(SRID)નીઅડાજણ શાખાદ્વારાવાર્ષિકફેશનશો (રાગા 2018)નુંઆયોજનકરવામાંઆવ્યુંહતું.

ઇન્સ્ટીટ્યુટનાડિરેક્ટર હિતેશ ચૌહાણે જણાવ્યું હતું કે ઇન્સ્ટીટ્યુટના25 જેટલા વિદ્યાર્થીઓએમળી14 થીમ પર તૈયારકરાયેલાગારમેન્ટ્સરજૂકર્યાહતાઅનેશોનાઅંતેઅલગ-અલગથીમઅનેકેટેગરીમાંવિજેતાઓનીઘોષણાકરવામાં આવી હતી.

જ્યુરીપેનલજજકરવાશહેરની ખ્યાતનામ ફેશન ડીઝાઈનર સંગીતા ચોકસી ઉપસ્થિતરહીહતી.

વિવિધ થીમના નામ આ પ્રમાણે છે  :

  1. Structure To Realty
  2. Achromatic Blaze
  3. Blue Games
  4. Drape Chronicles
  5. Scarlet Affair
  6. Beauty Of Braids
  7. Jashna-E-Bahara
  8. Still A Child
  9. Mystery Of Lines

10.  Little Awesome Blossom

  1. Early Flora
  2. Gold Dust
  3. Ranunculus Cuties
  4. Absolute Allure

 

 

 

 

 

 

 

 

 

 

 

 

एस.आर.आई.डी. (SRID)द्वारा वार्षिक फैशन शो का हुआ आयोजन

सूरत:शहर की प्रख्यात फैशन इंस्टिट्यूट श्री राम इंस्टीट्यूट ऑफ डिजाइन (एसआरआईडी) की अडाजन शाखा द्वारा वार्षिक फैशन शो (रागा 2018) का आयोजन किया गया ।

इंस्टिट्यूट के डायरेक्टर हितेश चौहान ने बताया कि इंस्टिट्यूट के 25 छात्रों ने 14अलग-अलग थीम पर तैयार किये हुए गारमेंट्स प्रस्तुत किये और शो के अंत में विभिन्न थीम और श्रेणियों में विजेताओं की घोषणा की गई।

जूरी पैनल जज करने के लिए शहर की प्रसिद्ध फैशन डिजाइनर संगीता चोकसी मौजूद थी ।

विभिन्न थीम के नाम इस प्रकार हैं:-

  1. Structure To Realty
  2. Achromatic Blaze
  3. Blue Games
  4. Drape Chronicles
  5. Scarlet Affair
  6. Beauty Of Braids
  7. Jashna-E-Bahara
  8. Still A Child
  9. Mystery Of Lines

10. Little Awesome Blossom

  1. Early Flora
  2. Gold Dust
  3. Ranunculus Cuties
  4. Absolute Allure

 

-x-x-x-x-

July 28, 2018
p9-1280x850.jpg
1min7730

Jayesh Brahmbhatt   98253 44944

સુરત : અભ્યાસ કે કરિયર બનાવવા વિદેશ જવા માંગતા ઈચ્છુકો માટે ખ્યાતનામ પ્લાનેટ એજ્યુકેશન દ્વારા 21મી જુલાઈના રોજ “પ્લાનેટ એજ્યુકેશન ફેર-2018”નું સુરતના આંગણે આયોજન કરવામાં આવ્યું હતું. ફેરનું આયોજનઅઠવાલાઈન્સ સ્થિત હોટેલ તાજ ગેટવે ખાતે થયું હતુંજેમાં ઑસ્ટ્રેલિયા, યુ.કે., કૅનેડા, યુ.એસ.એ., ન્યુઝીલેન્ડજેવા દેશની ખ્યાતનામ યુનિવર્સિટીઓ ભાગ લીધો હતોઅને પ્રતિનિધિઓ દ્વારા વિવિધ કૌર્સેસ, સ્કૉલરશિપ, કરિયર ગાઈડન્સ, સ્ટુડન્ટ વિઝા, કોચિંગ વિશે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ફેર યોજવા પાછળના આયોજન અંગે જણાવતા પ્લાનેટ એજ્યુકેશનના સંચાલક મમતા જાનીએ જણાવ્યું હતું કે અભ્યાસ કે કરિયર માટે વિદેશ જવા ઈચ્છુકો ક્યાંક છેતરાય નહિ અને તેમજ ભવિષ્ય બગડે નહિ તેની સામે સાચું અને ઉપયોગી માર્ગદર્શન મળી રહે તે હતું. ફેરમાં મુલાકાતીઓને ફ્રી એન્ટ્રી સાથે જ તમામ પ્રકારની જાણકારી અને મૂંઝવતા પ્રશ્નોને જવાબ મળી રહે તે રીતની વ્યવસ્થા કરવામાં આવી હતી.

 

 

 

 

 

 

 

 

 

 

 

-x-x-x-

July 28, 2018
w6.jpg
2min7810

વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ઇન્વેસ્ટિચર સેરેમની યોજાઇ

 

Jayesh Brahmbhatt     98253 44944

 

સુરત, 27 જુલાઇ, 2018:શહેરની અગ્રણી વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કુલે આજે ભવ્ય ડાન્સ અને મ્યુઝિક સેરેમની વચ્ચે સ્ટુડન્ટ કાઉન્સિલના મેમ્બર્સને સન્માનિત કર્યાં હતાં.

શાળાના વિદ્યાર્થીઓને નેતૃત્વ અને વિકાસની તકો પૂરી પાડવા માટે વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા કાઉન્સિલની રચના કરવામાં આવી છે. શાળા પોતાના વિદ્યાર્થીઓમાં આત્મ-વિશ્વાસ, નમ્રતા, વિશ્વસનીયતા, ઉત્સાહ અને આશાવાદની ભાવનાનું સિંચન કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે તેમજ વિદ્યાર્થીઓ ભેગા મળીને વિચારોની આપ-લે કરે અને શાળાના વિકાસ માટે કામ કરે તેવો અપેક્ષા રાખે છે.

વિદ્યાર્થીઓ દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓનું માળખું શાળાના લાભાર્થે વિવિધ પહેલ કરે છે તેમજ આપણા સમાજ અને સમુદાયને અસરકર્તા મુદ્દાઓને પણ ધ્યાનમાં લઇને તેના ઉકેલ માટે કામ કરે છે. આ કોન્સેપ્ટ ખુબજ મહત્વપૂર્ણ છે કારણકે આપણે વિવિધ સ્થિતિને સ્વિકારીએ છીએ.

ઉલ્લેખનીય છે કે સ્કૂલ કાઉન્સિલ પ્રિન્સિપાલ પુર્વિકા સોલંકી સાથે મળીને કામ કરે છે, જેથી સકારાત્મક, કાળજીયુક્ત અને સહભાગીતાના માહોલનું સર્જન કરી શકાય છે તેમજ તમામ સ્તરે શિસ્ત, પ્રતિબદ્ધતા અને અસરકારક ચર્ચાનો માહોલ સુનિશ્ચિત કરી શકાય છે.

સમાજને શિક્ષિત કરવા તેમજ સક્ષમ બનાવવા માટે શાળા નોંધપાત્ર યોગદાન આપે છે કે જેઓ ઉભરતા વિશ્વનું સુકાન સંભાળશે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

-x-x-x-

 

July 27, 2018
Jaivel-Aerospace-MOU-with-Government-of-Gujarat-1280x854.jpg
1min6760
અમદાવાદમાં જયવેલ એરોસ્પેસ એન્જિનિયરિંગ-ડેવલપમેન્ટ સેન્ટરને બ્રિટીશ ડેપ્યુટી હાઇ કમિશનર જ્યોફ વેઇને ખુલ્લું મુક્યું

વિશ્વની અગ્રણી વિમાન ઉત્પાદક કંપની બોઇંગ અને એરક્રાફટ એન્જિન બનાવતી રોલ્સ રોયસના પાર્ટસ હવે ગુજરાતમાં બનશે. જયવેલ એરોસ્પેસ લિમિટેડ ગુજરાતમાં સાણંદ ખાતે સ્માર્ટ ટુલીંગ અને પ્રિસિઝન ફલાય કોમ્પોનન્ટનું ઉત્પાદન કરશે. ગઇ તા.26મી જુલાઇ 2018ના રોજ અમદાવાદમાં કંપનીના એરોસ્પેસ એન્જિનિયરિંગ અને ડેવલપમેન્ટ સેન્ટરને બ્રિટીશ ડેપ્યુટી હાઇ કમિશનર (ગુજરાત અને રાજસ્થાન) જ્યોફ વેઇને ખુલ્લું મુક્યું હતું. બોમ્બાર્ડીયર અને એરબસના હેલિકોપ્ટર માટે પણ ટીયર-૨ સપ્લાયર તરીકે પણ કામગીરી કરે છે. સાણંદ પ્લાન્ટ શરૂ થતાં કંપની માટે મલ્ટીનેશનલ એરોસ્પેસ કંપનીઓના મોટા ઓર્ડરની કામગીરી વિસ્તરશે.

જયવેલ એરોસ્પેસ હાલમાં લગભગ Rs ૩૦ કરોડનું ટર્નઓવર ધરાવે છે અને કંપની સાણંદમાં નવી ફેસિલિટી પર કામકાજ કરી રહી છે, જેમાં કંપની તબક્કાવાર રોકાણ વધારશે. સાણંદ GIDCમાં કંપનીએ જમીન હસ્તગત કરી છે, જ્યાં Rs ૧૦૩ કરોડના રોકાણ સાથે નવો પ્લાન્ટ સ્થાપવામાં આવશે. પ્રથમ તબક્કાનું કામ ડિસેમ્બર ૨૦૧૮માં પૂર્ણ થશે. આ પ્રિસિઝન ફલાઇંગ કોમ્પોનન્ટનો સંપૂર્ણ પ્લાન્ટ વર્ષ ૨૦૧૯માં કાર્યરત થશે. સાણંદમાં નવી ફેસિલિટી શરૂ થતાં આ ત્રણેય સુવિધા એક જ સ્થળેથી કામગીરી કરશે.
બ્રિટિશ ડેપ્યુટી હાઇ કમિશનના ડેપ્યુટી હાઇ કમિશનર વેઇને જણાવ્યું કે ભારતમાં છેલ્લા ૧૦ વર્ષમાં બ્રિટિશ કંપનીઓએ ૨૧ અબજ પાઉન્ડનુ રોકાણ કર્યું છે અને આઠ લાખ લોકોને રોજગારી આપી છે. બ્રેક્ઝીટ બાદ યુકેના સ્ટાર્ટઅપથી લઇને મલ્ટીનેશનલ કંપનીઓ ભારતમાં રોકાણ કરવા આતુર છે અને બેથી ત્રણ કંપનીઓ નજીકના સમયગાળામાં ગુજરાતમાં તેમના પ્લાન્ટ સ્થાપીને રોકાણ કરવાની દિશામાં કામગીરી કરી રહી છે.
July 27, 2018
lb1.jpg
1min5420

લાઇટ બાઇટ ફૂડ્સ, સંજીવ કપૂરની રેસ્ટોરન્ટ ચેઇન, જિગ્સ-ઝોરાવર કાલરાની ચેઇન તેમજ આરજે કોર્પની માલિકીની દેવયાની ઇન્ટરનેશનલે હવે અમેરિકા, દુબઈ, લંડન અને સિંગાપોર સહિતના દેશોમાં પોતાની રેસ્તરાં શરૂ કરી રહ્યા છે અને આ ડેવલપમેન્ટ ખૂબ ઝડપભેર પાર પડી રહ્યું છે. ‘ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ’, નિયમનસંબંધી સમસ્યાનું ઓછું પ્રમાણ અને રોકાણ પર ઊંચા વળતરને કારણે રેસ્ટોરન્ટ ચેઇન્સ હવે વૈશ્વિક બજારમાં સક્રિય બની છે.

લાઇટ બાઇટ ફૂડ્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ઉપરોક્ત દેશોમાં નિયમ વધુ સ્પષ્ટ છે. અમારે બહુ ક્લિયરન્સ કે લાઇસન્સ લેવાની જરૂર પડતી નથી. ઉપરાંત, પોલિસીમાં સાતત્ય છે. ભારતમાં પણ ‘બહાર’ જમવાનું ચલણ વધી રહ્યું છે. જોકે, આ બાબતમાં વિદેશી બજારમાં વૃદ્ધિ ઘણી વધારે છે.” લાઇટ બાઇટ ફૂડ્સ સપ્ટેમ્બરમાં વોશિંગ્ટન DCમાં 150 વ્યક્તિની ક્ષમતા સાથેનું ‘પંજાબ ગ્રિલ’ રેસ્ટોરન્સ શરૂ કરવાની છે. ઉપરાંત, તેની અન્ય બે બ્રાન્ડ ‘એશિયા 7 અને સ્ટ્રીટ ફૂડ્સ પણ દુબઈ તેમજ કુવૈત અને જેદ્દાહ સહિતના અખાતી દેશોમાં સક્રિય છે.

રેસ્ટોરન્ટ સેક્ટરના અધિકારીઓના જણાવ્યા અનુસાર સ્વાદ શોખીનોના ભારતની વાનગીઓ માટેના પ્રેમને ધ્યાનમાં રાખીને વિદેશમાં રેસ્ટોરન્ટ શરૂ કરવાનો હેતુ હવે એકમાત્ર મહત્ત્વનું પરિબળ રહ્યું નથી. સેલિબ્રિટી શેફ સંજીવ કપૂરના જણાવ્યા અનુસાર “ઘણી બાબતોમાં નિયમોની સરળતાને કારણે ભારત બહાર બિઝનેસ કરવાનું સહેલું છે. ખાસ કરીને વેચાણના આંકડા આપવા સહિતની બાબતોમાં ભારત કરતાં અન્ય દેશોનાં ધોરણો સરળ છે.

જોકે, જરૂરી સ્ટાફ અને વિઝા મેળવવાની મર્યાદા નડે છે. ઘણાં વિદેશી બજારોમાં ગુણવત્તાવાળું ફૂડ પીરસતાં ભારતીય રેસ્ટોરન્ટ્સ નથી.” સંજીવ કપૂર રેસ્ટોરન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ કુલ SKPRL નામે 70 સ્ટોર્સ ધરાવે છે, જેમાં 50 ટકા વિદેશમાં છે. સંજીવ કપૂર લંડન, ન્યૂ યોર્ક, ટોરોન્ટો અને સાઉદી અરેબિયા સહિતના દેશમાં વિસ્તરણની યોજના ધરાવે છે. ભારતમાં તે ‘યલો ચિલી’ બ્રાન્ડ હેઠળ રેસ્ટોરન્ટ ચેઇન ચલાવે છે. જ્યારે તેમની ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સમાં ખઝાના અને સિગ્નેચરનો સમાવેશ થાય છે.

જિગ્સ અને ઝોરાવર કાલરાની માલિકીની ‘મેસિવ રેસ્ટોરન્ટ્સ’એ સાત દેશમાં સ્ટોર્સ શરૂ કરવાની જાહેરાત કરી છે અને તેમની શરૂઆત 2018માં જ કરવામાં આવશે. મેસિવ રેસ્ટોરન્ટ્સના એમડી અને ફાઉન્ડર ઝોરાવર કાલરાએ જણાવ્યું હતું કે, “ભારતમાં દર બે રેસ્ટોરન્ટ્સના પ્રારંભ સાથે અમે વિદેશમાં એક રેસ્ટોરન્ટ શરૂ કરીશું.

દુબઈ ખાતેની અમારી ‘ફર્ઝી કાફે’ રેસ્ટોરન્ટ ભારતની કોઈ પણ રેસ્ટોરન્ટ કરતાં 3-4 ગણું વધુ વેચાણ કરે છે. તેની નફાકારકતા 50 ટકા વધુ છે, નિયમો સરળ છે અને ભાડું ભારત જેટલું અથવા ઓછું છે. ભારતમાં અમે એટલું ભાડું ચૂકવી ત્રીજા ભાગની આવક મેળવીએ છીએ.”

July 27, 2018
lunar1.jpg
1min11220

દેશભરના વૈજ્ઞાનિકો શુક્રવારે આજે ૨૧મી સદીનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ જોવાની તૈયારી કરી રહ્યા છે અને આ ઘટના મંગળ ગ્રહ પૃથ્વીની સૌથી નજીક આવી રહ્યો હોવાને દિવસે જ બનવાની હોવા વચ્ચે નિષ્ણાતોનું કહેવું છે કે વાદળીયું વાતાવરણ ભારતમાં ચંદ્રગ્રહણ જોવા ઉત્સુક લોકોના મનસૂબા પર પાણી ફેરવી દે તેવી શક્યતા છે.

ઍસ્ટ્રોનોમિકલ સોસાયટી ઑફ ઈન્ડિયાએ આ ઘટનાને વધારેપડતી ન ચગાવવા સાવચેત રહેવા જણાવ્યું છે.

ખગોળશાસ્ત્રને ગંભીરતાથી લેતા ખગોળશાસ્ત્રીઓ માટે ટેલિસ્કોપની મદદથી મંગળ ગ્રહનો અભ્યાસ કરવાની આ એક અમૂલ્ય તક હશે.

જોકે મંગળની સપાટીની નાટ્યાત્મક વિગતો મેળવવાની ઉત્કંઠા રાખનાર વ્યક્તિ માટે તે નિરાશાજનક પુરવાર થઈ શકે એમ હોવાનું તેમણે કહ્યું હતું.

ભારતમાં ચોમાસું ચાલી રહ્યું હોવાને કારણે વાતાવરણ વાદળીયું રહે તેવી શક્યતા હોવાનું તેમણે કહ્યું હતું.

જમ્મુ-કાશ્મીર અને તમિળનાડુના લોકો આ ઘટના સ્પષ્ટપણે નિહાળી શકે તેવી ઉજળી શક્યતા હોવાનું પબ્લિક આઉટરિચ ઍન્ડ ઍજ્યુકેશન કમિટી (પીઓઈસી) ઑફ ઍસ્ટ્રોનોમિકલ સોસાયટી ઑફ ઈન્ડિયાના અધ્યક્ષ અનિકેત સૂળેએ સમાચારસંસ્થાને આપેલી મુલાકાતમાં કહ્યું હતું.

આજે ચંદ્રગ્રહણની સાથે સાથે મંગળ ગ્રહ પૃથ્વીની સૌથી નજીક આવવાની ઘટના નિહાળવા મળશે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે ભારતીય સમય પ્રમાણે રાત્રે ૧૦:૩૭ મંગળ, પૃથ્વી અને સૂર્ય બની શકે તેટલી સીધી લીટીમાં આવશે.

સૂર્યાસ્તના સમયથી સૂર્યોદયના સમય સુધી મંગળ ગ્રહ આકાશમાં દેખાશે. મંગળ ગ્રહ સામાન્ય કરતા વધુ તેજસ્વી અને કદમાં મોટો દેખાશે.