CIA ALERT

Blog - Page 627 of 709 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
October 9, 2018
surat_police.jpg
1min22700

For Any news, events, reporting please contact on 98253 44944

તા.10મી ઓક્ટોબરથી તા.18મી ઓક્ટોબર સુધી ચાલનારા નવરાત્રિ પર્વને અનુલક્ષીને કોઇપણ નાગરિક ખાસ કરીને મહિલાઓ, યુવતિઓ સાથે કોઇ અનહોની ન સર્જાય, અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુરત પોલીસ દ્વારા એડવાઇઝરી (માર્ગદર્શક સૂચનાઓ) જારી કરવામાં આવી છે. સુરત પોલીસે પોતાના સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ પર પણ આ એડવાઇઝરી પોસ્ટ કરીને નવરાત્રિ દરમિયાન ખેલૈયાઓ ખાસ કરીને મહિલાઓ અને યુવતિઓએ શું શું તકેદારી રાખવી અે અંગે જાગૃતિ ફેલાવતી પોસ્ટસ રજૂ કરી છે. સુરત પોલીસની આ ગાઇડલાઇન્સનું ચુસ્ત પણે પાલન કરવામાં આવે તો અનેક નાની મોટી મુશ્કેલીથી સ્વયંને બચાવી શકાશે.

સી.આઇ.એ. લાઇવ ન્યુઝ વેબ સુરત પોલીસની આ અવેરનેસ અભિયાનને બિરદાવે છે અને જનહિતાર્થે પુનઃ આ અવેરનેસ અભિયાનને પ્રકાશિત કરવામાં આવે છે.

સુરત પોલીસના ફેસબુક, ટ્વીટર તેમજ અન્ય પેજીસ પર આ મુજબની એડવાઇઝરી અવેરનેસ માટે રજૂ કરવામાં આવી છે.

આ ઉપરાંત છેલ્લા કેટલાક દિવસોથી સુરત પોલીસે ખેલૈયાઓ માટે ટીપ્સ પણ જાહેર કરી છે જે વન બાય વન અા મુજબ છે.

Tip No.1

Tip No.2

Tip No.3

Tip No.4

 

Tip No.5

Tip No.6

 

October 9, 2018
Navratri_9swaroop.jpg
1min10420

તા.10મી ઓક્ટોબર 2018થી શરૂ થઇ રહેલા શારદીય નવરાત્રિ દરમિયાન વિવિધ રાશિના જાતકોએ કયા દેવી માં ના સ્વરૂપની પૂજા, આરાધના વિધિવિધાન પૂર્વક કરવી જોઇએ, એ અંગે મોટા ભાગના ભાવિકો અગર તો જાતકોને ખ્યાલ હોતો નથી. અહીં વાચકોને તેમની રાશિ પ્રમાણે કયા દેવી માં ની પૂજા કરવી જોઈએ, જેથી ઈચ્છિત ફળ પ્રાપ્ત કરી શકાય અે અંગેની માહિતી નિષ્ણાંત અને વિધ્વાન પંડિતો પાસેથી મેળવ્યા બાદ અત્રે નીચે મુજબના તારણો મેળવી શકાયા છે.

શાસ્ત્રોમાં નિર્દેશ છે કે શારદીય નવરાત્રિમાં નવે-નવ દિવસ કયા માં ની પૂજા-અર્ચના, આરાધના કરવી, એ મુજબ પ્રથમ દિવસે શૈલપુત્રી, બીજા દિવસે બ્રહ્મચારિણી, ત્રીજા દિવસે ચંદ્રઘંટા દેવી, ચોથા દિવસે કૂષ્માંડા દેવી, પાંચમા દિવસે સ્કંદમાતા, છઠ્ઠા દિવસે કાત્યાયિની દેવી, સાતમા દિવસે કાલરાત્રિ, આઠમા દિવસે મહાગૌરી અને નવમા દિવસે સિદ્ધિદાત્રી દેવીની ઉપાસના કરવામાં આવે છે.

  • પ્રથમ દિવસે શૈલપુત્રી,
  • બીજા દિવસે બ્રહ્મચારિણી,
  • ત્રીજા દિવસે ચંદ્રઘંટા દેવી,
  • ચોથા દિવસે કૂષ્માંડા દેવી,
  • પાંચમા દિવસે સ્કંદમાતા,
  • છઠ્ઠા દિવસે કાત્યાયિની દેવી,
  • સાતમા દિવસે કાલરાત્રિ,
  • આઠમા દિવસે મહાગૌરી અને
  • નવમા દિવસે સિદ્ધિદાત્રી દેવી

આ પૈકી રાશીવાર જાતકોએ પોતાની રાશી અનુસાર કયા માતાજીને રીઝવવા તે અંગે નિષ્ણાંત પડિતજીઓનો એક સૂર આ મુજબનો છે.

મેષઃ આ રાશિના લોકોએ ભગવતી તારા, નીર સરસ્વતી કે માતા શૈલપુત્રીની પૂજા કરવી જોઈએ.

વૃષભઃ આ રાશિના જાતકોએ ભગવતી ષોડશી-શ્રી વિદ્યા કે માતા બ્રહ્મચારિણીની સાધના કરવી જોઈએ.

મિથુનઃ આ રાશિના જાતકોએ ભુવનેશ્વરી માતા કે માતા ચંદ્રઘંટાની ઉપાસના કરવી જોઈએ.

કર્કઃ આ રાશિના લોકોએ માતા કમલા અથવા માતા સિદ્ધ દાત્રીની પૂજા કરવી જોઈએ.

સિંહઃ તમારે માતા પીતામ્બરા, માતા કાલરાત્રિની પૂજા કરવી જોઈએ.

કન્યાઃ  આ રાશિના જાતકોએ ભુવનેશ્વરી માતા કે માતા ચંદ્રઘંટાની ઉપાસના કરવી જોઈએ.

તુલાઃ આ રાશિના લોકોએ શ્રી વિદ્યામાં માતા ષોડશી અથવા માતા બ્રહ્મચારિણીની ઉપાસના કરવી જોઈએ.

વૃશ્વિકઃ તમારે ભગવતી તારા કે માતા શૈલપુત્રીની આરાધના કરવી જોઈએ.

ધનઃ આ રાશિના લોકોએ માતા કમલા કે માતા સિદ્ધદાત્રીની ઉપાસના કરવી જોઈએ.

મકરઃ તમારે માતા મહાકાળી કે માતા સિદ્ધદાત્રીની ઉપાસના કરવી

કુંભઃ આ રાશિના લોકોએ માતા મહાકાળી કે માતા સિદ્ધદાત્રીની પૂજા કરવી જોઈએ.

મીનઃ આ રાશિના લોકોએ ભગવતી તારા, નીર સરસ્વતી કે માતા શૈલપુત્રીની પૂજા કરવી જોઈએ.

 

October 9, 2018
gujarat_map-1280x1023.png
1min8130

નવરાત્રીમાં વરસાદ પડવાની સંભાવના હવામાન ખાતાએ વ્યક્ત કરી છે, હવામાન ખાતાની 99 ટકા આગાહીઓ સાચી ઠરતી નથી, હવે જોવાનું એ રહે છે કે નવરાત્રીમાં ગુજરાતમાં વરસાદ પડે છે કે કેમ

અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા વાવાઝોડું ઉદ્ભવી રહ્યું છે. છેલ્લા 4 દિવસથી ગુજરાતનાં દરિયાકિનારા પર વાવાઝોડાની અસર જોવા મળી રહી છે ત્યારે માંડવી, સલાયા, પોરબંદર, કંડલા, વેરાવળ, દહેજ, હજીરાના બંદર ઉપર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું હતું અને માછીમારોને દરિયો ન ખેડવા તેમ જ માછીમારી કરવા ગયેલા માછીમારોને તાત્કાલીક નજીકના બંદર પર પહોંચી જવા સૂચના આપવામાં આવી હતી. ઓમાન નજીક સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા આગામી 12 ઑક્ટોબર આસપાસ અમદાવાદ સહિત ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા હોવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આમ નવરાત્રિ ટાણે વરસાદ પડશે તો ખેલૈયાઓના ઉત્સાહમાં ભંગ પડશે.

અરબી સમુદ્રમાં અપર એર સરક્યુલેશનની સ્થિતિ સર્જાયેલી છે તેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં સક્રિય થયેલા સાઈક્લોનની અસરથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. જેના કારણે અમદાવાદ સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં આગામી 12 ઑક્ટોબરે હળવાથી મધ્યમ વરસાદની થવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અરબી સમુદ્રમાં એક ડિપ ડિપ્રેશન ઊભું થયું છે. તે ધીરે ધીરે ગુજરાતના દરિયા તરફ ગતિ કરી રહ્યું છે. જેની અસર ગુજરાત પર થઈ શકે છે. પરંતુ તે કેટલું તાકાતવર હશે તે વિશે હાલ કહી શકાય તેમ નથી.

અરબી સમુદ્રમાં મુંબઈથી નીચેના ભાગે એક સિસ્ટમ આકાર લઈ રહી છે. ફોરમેશન બાદ તેની ડેન્સિટી અને તેની ચોક્કશ દિશા, તાકાત વગેરેનો અંદાજ લગાવી શકાશે. જોતે સિસ્ટમ મજબુત રહેશે તો તેની અસર ગુજરાતના દરિયા કિનારે વધુ થાય તેવી શક્યતાઓ છે. આ સિસ્ટમ વિખરાઈ જાય તો પણ રાજ્યમાં કેટલીક જગ્યાએ વરસાદી ઝાપટા પડે તેવી શક્યતા છે.

October 8, 2018
surat_airport.jpg
1min136670

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સુરત એરપોર્ટ દિન પ્રતિદિન નવી ઉંચાઇઓ સર કરી રહ્યું છે. એક તરફ સુરત એરપોર્ટ પર પહેલી ઇન્ટરનેશનલ ફ્લાઇટની આતૂરતાપૂર્વક રાહ જોવાય રહી છે અને આ ન્યુઝ આવે એ પહેલા આજે તા.8મી ઓક્ટોબર 2018ના રોજ એવા અહેવાલ આવ્યા કે કોઇ એક મહિનામાં એક લાખથી વધુ મુસાફરો અવર-જવર કરતા હોય તેવા દેશના ચુનંદા એરપોર્ટસની યાદીમાં સુરત સામેલ થઇ ગયું છે.

સુરત એરપોર્ટ પર ગત સપ્ટેમ્બર 2018 દરમિયાન કુલ 1 લાખ 10 હજાર 189 મુસાફરોએ અવર-જવર કરી હોવાનો સત્તાવાર રિપોર્ટ એરપોર્ટ ઓથોરિટીએ જારી કર્યો છે. 2018-19ના હિસાબી વર્ષમાં સુરતમાં 4,71,108 મુસાફરોની અવર-જવર થઇ એ પણ એક વિક્રમ છે. હિસાબી વર્ષના પહેલા 6 માસમાં પોણા પાંચ લાખ જેટલા મુસાફરોની સંખ્યા દર્શાવે છે કે સુરતમાં એરપોર્ટ ફેસેલિટીની કેટલી અનિવાર્યતા હતી અને છે.

અગાઉ ઓગસ્ટ 2018 માસમાં કુલ 88,653 મુસાફરોની અવરજવર નોંધાઇ હતી ત્યારે જ એ વાત નક્કી થઇ ગઇ હતી કે સપ્ટેમ્બર 2018 મહિનામાં સુરત એરપોર્ટ પરથી અવરજવર કરતા મુસાફરોની સંખ્યા એક લાખને અાંબી જશે.

અત્રે એ પણ વિગતા પ્રકાશિત કરવામાં આવી છે કે સુરત એરપોર્ટ પરથી સપ્ટેમ્બર 2018 માસ દરમિયાન કેટલી એર પ્લેન મુવમેન્ટ થઇ હતી.

કુલ 1380ની સંખ્યામાં ઉડ્ડયન થયા હતા જે પૈકી 1056 શિડ્યુલ્ડ અને 324 નોનશેડ્યુલ્ડ ફ્લાિઇટ્સ હોવાનું જાણવા મળે છે. ગત મહિને ફ્લાઇટ્સનો કુલ આંકડો 1169 નો હતો.

October 8, 2018
sunny_veerma.jpeg
1min7370

કર્ણાટકના હિન્દુ સંઘ, કર્ણાટક રક્ષણા વેડિકેના સભ્યોએ સોમવારે તા.8મી ઓક્ટોબર 2018ના રોજ કર્ણાટકમાં બોલીવુડની એક્ટ્રેસ સની લિયોનીના પોસ્ટર્સ સળગાવ્યા હતા. વિરોધીઓ સની લિયોનીની વિરમાદેવી ફિલ્મ માંથી કાઢી નાંખવા માટે વિરોધ કરી રહ્યા છે. કર્ણાટક રક્ષણા વેડિકેના સભ્ય હરિશે મીડિયાને જણાવ્યું હતું કે, અમારો સંઘ સની લિયોનીને વિરમાદેવી ફિલ્મમાં કાસ્ટ કરવા સામે વિરોધ કરી રહ્યો છે કેમકે આ એક ઐતિહાસિક ફિલ્મ છે.

વિરમાદેવી ફિલ્મ એક મોટા બજેટની ફિલ્મ છે જેને પ્રોડ્યુસ પોન્સે સ્ટીફન કરી છે વિરમાદેવી ફિલ્મ સ્ટીફન બેનર હેઠળ બની છે. આ ફિલ્મ માટે સનીએ તલવાર બાજી અને ઘોડે સવારીની ખાસ ટ્રેનિંગ લીધી હતી.

October 8, 2018
fisherman.jpg
1min11690

અરબી સમુદ્રમાં આગામી 12 કલાકમાં લો-પ્રેશર એરિયા સર્જાશે અને તેને કારણે દરિયો વધુ તોફાની બનવાનો હોવાથી માછીમારોને દરિયામાં ન જવા માટેની ચેતવણી હવામાન ખાતા દ્વારા આપવામાં આવી છે ત્યારે પોરબંદર અને જાફરાબાદના બંદર ઉપર 1 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. માછીમારોને સમુદ્રથી દૂર રહેવા સૂચના પણ આપી દેવામાં આવી છે.

હવામાન ખાતાના જણાવ્યા મુજબ અરબી સમુદ્ર અને તેને સંલગ્ન લક્ષદ્વીપમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન પણ સર્જાયું છે. અરબી સમુદ્રમાં સર્જાનારું લો-પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થઈને નોર્થ-વેસ્ટ દિશામાં આગળ વધશે અને વાવાઝોડામાં પરિવર્તિત થયા બાદ આગામી 12 કલાક પછી તે ઓમાન તરફ આગળ વધશે તેમ જણાઈ રહ્યું છે.

અરબી સમુદ્રમાં સર્જાનારું વાવાઝોડું ઓમાન તરફ ફંટાય તેવી પ્રબળ શક્યતા હોવાના કારણે ગુજરાતે રાહતનો શ્વાસ લીધો છે. જો કે હજુ એકાદ દિવસમાં આ અંગે ચિત્ર સંપૂર્ણપણે સ્પષ્ટ થશે.

વેરાવળના પ્રતિનિધિના અહેવાલ મુજબ બપોરે હવામાન ખાતાની સુચના બાદ 1 નંબરનું ભયસૂચક સિગ્નલ ચડાવવામાં આવ્યુછે. અરબી સમુદ્રની મધ્યે હવાનું દબાણ સર્જાયું હોય આમ કરાયું છે.

October 8, 2018
smc.jpg
1min19960

સુરત મહાનગરપાલિકાના એડિશનલ સિટી એન્જિનિયર કે.એચ. ખતવાણીએ આજે શહેરીજનો જોગ જણાવ્યું છે કે આગામી દિવાળીના તહેવારો દરમિયાન પરંપરા મુજબ ઘર, મકાન, ધંધાકીય સ્થળોની સાફસફાઇ થતી હોય છે. આ વખતે વરસાદની કમીને ધ્યાનમાં રાખીને સુરતવાસીઓ પોતાના ઘર, મકાન, ફ્લેટ, બંગલા વગેરે સ્થળોની સાફસફાઇ કે ધોવા માટે ચોખ્ખું પીવાનું પાણી ઉપયોગમાં ન લે તે માટે ખાસ અપીલ કરવામાં આવે છે. શ્રી ખતવાણીએ શહેરીજનોને જણાવ્યું છે કે દિવાળીના તહેવારોમાં સુરતમાં દૈનિક પાણીની માગ 40થી 50 મિલિયન લિટર થઇ જાય છે. આ પાણી મોટા ભાગે ઘરોની સાફસફાઇ અને ધોવા માટે થાય છે. આ પાણી શુદ્ધ પીવા લાયક છે એ મકાન ધોવામાં ઉપયોગમાં ન લેવાય તો અનેક તરસ્યા લોકો સુધી પીવાનું પાણી પહોંચાડી શકાય તેમ છે.

In English

PRAYER TO THE CITIZENS

AS WE  ALL KNOW THAT, MORE THAN 30 CR CITIZENS OF OUR COUNTRY DO NOT HAVE DRINKING WATER ACCESS IN THE COUNTRY.

ONE SIDE, ABOVE FACT IS EXISTING AND ANOTHER SIDE BEFORE DIWALI WE WASTE 40 TO 50 ML OF WATER PER DAY FOR CLEANING THEIR HOUSES AND BUSINESS ESTABLISHMENTS WHICH CAN BE SAVED IN THE INTEREST OF THE COUNTRY IN GENERAL AND INTEREST OF SURAT CITY IN PARTICULAR.

THEREFORE, ALL CITIZENS ARE REQUESTED HEREBY THAT, NOT TO WASTE DRINKING WATER FOR CLEANING THEIR HOUSES AND BUSINESS ESTABLISHMENTS.

CITIZENS OF SURAT CITY HAS ALWAYS COOPERATED IN ALL THE MATTERS INCLUDING CELEBRATION OF “DRY HOLI” AND ALSO BY NOT IMMERSION “GANESH IDOLS” IN THE RIVER TAPTI.

SIMILARLY, THIS TIME ALSO THEREFORE, ALL CITIZENS ARE REQUESTED HEREBY THAT, NOT TO WASTE DRINKING WATER FOR CLEANING THEIR HOUSES AND BUSINESS ESTABLISHMENTS.

October 8, 2018
migrants2-1-1280x720.jpg
1min6500

(ઉત્તરભારતીયો જે ટ્રેનમાં મળે તેમાં બેસીને ગુજરાત છોડી રહ્યા છે, પ્રતિકાત્મક તસ્વીર)

ગુજરાતમાં ઉત્તરભારતીયો પર થઇ રહેલો હુમલો હવે નેશનલ ઇશ્યુ બનવા સાથે પોલિટીકલ ઇશ્યુ પણ બની ચૂક્યો છે. સાબરકાંઠામાં એક બાળકી પર બળાત્કાર કરવાના ગુનામાં બિહારીની સંડોવણી બહાર આવ્યા બાદ ગુજરાતમાં છેલ્લા એક અઠવાડીયાથી બિહારી અને ઉત્તરપ્રદેશવાસી શ્રમજીવીઓ પર મોટા પાયે હુમલા થઇ રહ્યા છે. એક અઠવાડીયામાં પરપ્રાંતીય, બિનગુજરાતી પર હુમલાની કુલ 42 ઘટનાઓ બની છે અને પોલીસે કુલ 342 લોકો સામે એફ.આઇ.આર. નોંધી છે. અમદાવાદ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, સુરેન્દ્રનગર, ગાંધીનગરના ગ્રામીણ વિસ્તારોમાં લોકો પરપ્રાંતીયોની વસાહતો પર હુમલો કરી રહ્યા છે અને આ હુમલાઓને પગલે હજારોની સંખ્યામાં પરપ્રાંતીયો ગુજરાત છોડી ભાગી રહ્યા છે. પરપ્રાંતીયો પર હુમલાની સૌથી વધુ ઘટનાઓ પાટીદાર આંદોલનના એપી સેન્ટર ગણાતા મહેસાણા જિલ્લામાં બની છે. મહેસાણામાં પરપ્રાંતીય, બિનગુજરાતીઓ પર હુમલાની 15 ઘટનાઓ છેલ્લા એક અઠવાડીયામાં બની ચૂકી છે. ગુજરાત પોલીસે અન્ય જિલ્લાઓમાંથી પોલીસ કુમકો ઉપરોક્ત વિસ્તારોમાં તૈનાત કરી છે. પરપ્રાંતીય કામદારો, બિનગુજરાતીઓ પર હુમલાઓ એક એવો ઇશ્યુ બની ચૂક્યો છે જે હવે પોલિટીકલ રૂપ પકડી રહ્યો છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિવેદન

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, પરપ્રાંતીયો પર હુમલા કરી ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારા તત્વોની પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરવામાં આવી છે.

પરપ્રાંતીયોની સુરક્ષા માટે પોલીસ દ્વારા પૂરતા પગલાં લેવામાં આવ્યા છે અને તેમને પૂરતી સુરક્ષા આપવામાં આવશે. રાજકોટ ખાતે સમુહ માધ્યમો સાથેની વાતચીતમાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ગુજરાતની પરંપરા રહી છે કે અન્ય પ્રાંતમાંથી આવતા લોકો, સમાજને તેણે પોતાના ગણી સ્વીકાર્યા છે. અહીં તમામ રાજ્યના લોકો શાંતિપૂર્વક અને એખલાસભર્યા માહોલમાં રહે છે.

ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાનું નિવેદન

રાજ્યના ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પત્રકારોને જણાવ્યું હતું કે સોશ્યલ મિડીયા પર ભડકાઉ પોસ્ટ બદલ આઇ.ટી. એક્ટ હેઠળ ત્રણ ગુનાઓ રજિસ્ટર્ડ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે ઉત્તર ભારતીયો પર થઇ રહેલા હુમલાની ઘટનાઓમાં પોલીસે ત્વરિત એકશન લીધા છે અને કસૂરવારો સામે શેહશરમ રાખ્યા વગર કાર્યવાહી કરવામાં આવી રહી છે.

મહારાષ્ટ્રના કોંગ્રેસી નેતા સંજય નિરૂપમે ચેતવણી આપતા હોય તે સ્વરમાં કહ્યું કે, ‘વડાપ્રધાન મોદીનાં ગૃહરાજ્ય (ગુજરાત)માં ઉત્તરપ્રદેશ, બિહાર અને મધ્યપ્રદેશનાં લોકોને મારી મારીને ગુજરાતમાંથી ભગાવવામાં આવશે તો એક દિવસ વડાપ્રધાને પણ વારાણસીમાં જવાનું છે, તે વાત ગુજરાતીઓ એ યાદ રાખવી જોઈએ.’ તેમણે કહ્યું કે, ‘વારાણસીનાં લોકોએ જ વડાપ્રધાન મોદીને ગળે લગાવ્યા અને વડાપ્રધાન બનાવ્યા હતાં.’

સંજય નિરુપમએ ઉત્તર ભારતીયો પર ગુજરાતમાં થઇ રહેલા હુમલા અંગે આ ટ્વીટ કર્યું, એ.એન.આઇ.ની ટ્વીટ

પાસ નેતા હાર્દિક પટેલએ એ ઉત્તર ભારતીયો પર ગુજરાતમાં થઇ રહેલા હુમલા અંગે આ ટ્વીટ કર્યું

 

October 7, 2018
GTTES_LOGO_HR-1280x1513.jpg
1min9800
18 થી 20 જાન્યુઆરી 2019 દરમિયાન આયોજન : 15 થી વધુ દેશોના ઉદ્યોગકારો ભાગ લેશે
ભારતમાં ટેક્ષટાઇલ ઉદ્યોગ મોટા પ્રમાણમાં ફેલાયેલો છે. સમગ્ર દુનિયામાં ટેક્ષટાઇલ ક્ષેત્રે ભારત બીજુ સૌથી વિશાળ માર્કેટ ધરાવે છે. ઉદ્યોગનો વધુ વિકાસ થાય તે હેતુથી ઇન્ડિયા આઇ ટી એમ ઇ સોસાયટી દ્વારા 18 થી 20 જાન્યુઆરી 2019 દરમિયાન મુંબઇમાં ગોરેગાવ ખાતે ગ્લોબલ ટેક્ષટાઇલ ટેકનોલોજી અને એન્જિનિયરીંગ પ્રદર્શનનું આયોજન કરાયું છે.
મુંબઇમાં યોજાનાર વ્યાપાર સમિટ અંગે માહિતી આપતા જીટીટીઇએસના કેતન સંઘવી અને વલ્લભભાઇએ જણાવ્યું હતું કે સમિટનો ઉદેશ દેશના ટેક્સટાઇલ ઉદ્યોગને વેગ આપવા અને ઉપર લઇ જવાનો છે. આ સમિટમાં 15 દેશોમાંથી આવેલા 400 થી વધુ ઉદ્યોગકારો ભાગ લેનાર હોવાથી નાના ઉદ્યોગકારોને ટેક્સટાઇલ ક્ષેત્રે વપરાતી આધુનિક મશીનરી, સ્પેરપાર્ટસ અને સોફ્ટવેરની માહિતી મળી રહેશે.
ચીન, જાપાન અને ભારતના અગ્રણી ટેક્સટાઇલ એન્જિનિયરીંગ ક્ષેત્રના ઉદ્યોગકારો તેમની ટેકનોલોજી અને પ્રોડક્ટ પ્રદર્શિત કરશે. પ્રોસેસીંગ ઇન્ડસ્ટ્રીઝના પ્રશ્નો અંગે સેમિનારનું પણ આયોજન કરાયું છે.
October 7, 2018
runwayrepairs.jpg
1min8580
  • દિલ્હી એરપોર્ટનો રનવે નવેમ્બરમાં 13 દિવસ બંધ રહેશે
  • દિલ્હી એરપોર્ટ સૌથી જૂનો રનવે-27, 15 નવેમ્બરથી 13 દિવસ બંધ
  • મુંબઈનું એરપોર્ટ પણ 7 ફેબ્રુઆરી 2019થી માર્ચના અંત સુધી સપ્તાહમાં ત્રણ દિવસ છ કલાક બંધ રહેશે
  • મુંબઈ એરપોર્ટનો રનવે 7 ફેબ્રુઆરી 2019થી બાવન દિવસ માટે દિવસમાં છ કલાક (સવારના 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી) બંધ રહેશે
  • 900 ફ્લાઇટ્સ રદ થવાની અને ઘણી ફ્લાઇટ્સના સમયમાં ફેરફાર થવાની શક્યતા
  • દિલ્હી એરપોર્ટ બંધ રહેવાથી 200 ફ્લાઇટ્સ અને મુંબઈ એરપોર્ટના કારણે 700 ફ્લાઇટ્સને અસર થશે

ભારતના બે સૌથી બિઝી એરપોર્ટસ, મુંબઇ અને દિલ્હી રન-વે મેન્ટેનન્સ માટે નવેમ્બર 2018થી 2019ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં  બંધ રહેવાના હોઇ નવેમ્બરથી ફેબ્રુઆરી 2019 સુધીમાં ભારતમાં નાગરીક ઉડ્ડયન ક્ષેત્રમાં ફ્લાઇટ્સમાં વિલંબ અને મોંઘી ટિકીટ્સના પ્રશ્નોનો સામનો મુસાફરોએ કરવો પડશે. ખાસ કરીને ડોમેસ્ટિક ફ્લાઇટ્સમાં આ પ્રશ્નો મોટા પાયે સર્જાશે.

ભારતના બે સૌથી બિઝી એરપોર્ટસ, મુંબઇ અને દિલ્હી રન-વે મેન્ટેનન્સ કામ હાથ ધરાવાના કારણે  900 ફ્લાઇટ્સ રદ થવાની અને ઘણી ફ્લાઇટ્સના સમયમાં ફેરફાર થવાની શક્યતા છે.

દિલ્હી એરપોર્ટનો રનવે નવેમ્બરમાં 13 દિવસ બંધ રહેશે. મુંબઈનું એરપોર્ટ પણ 7 ફેબ્રુઆરી 2019થી માર્ચના અંત સુધી સપ્તાહમાં ત્રણ દિવસ છ કલાક બંધ રહેશે. દિલ્હી એરપોર્ટ બંધ રહેવાથી 200 ફ્લાઇટ્સ અને મુંબઈ એરપોર્ટના કારણે 700 ફ્લાઇટ્સને અસર થશે.

બંને એરપોર્ટના ક્લોઝર વખતે ડોમેસ્ટિક ફ્લાઇટ્સને સૌથી વધુ અસર થશે. ઉપરાંત, એરલાઇન્સ ફ્લાઇટ રદ કરશે અને તેને લીધે હવાઈભાડાંમાં વધારો નોંધાશે. એરપોર્ટ ઓપરેટર્સના જણાવ્યા અનુસાર રનવેને રિપેરિંગની જરૂર છે અને એરપોર્ટ ઓપરેટર્સે એરલાઇન્સ સહિત તમામ હિસ્સેદારો સાથે યોગ્ય સંકલન પછી આ નિર્ણય લીધો છે.

દિલ્હી એરપોર્ટ સૌથી જૂનો રનવે-27 નવેમ્બરની 15 તારીખથી 13 દિવસ સુધી બંધ રાખશે. રનવેનો ઉપયોગ મુખ્યત્વે ટર્મિનલ 1ડીનો ઉપયોગ કરતી ફ્લાઇટ્સ કરે છે. આ રનવે બંધ થવાથી ૨૦૦ ફ્લાઇટ્સને અસર થશે અને અન્ય ફ્લાઇટ્સના સમય ખોરવાશે. રિપેરિંગની જરૂરિયાત હોવાથી રનવે મેન્ટેનન્સ માટે બંધ રાખવામાં આવશે. રનવે બંધ કરવાનો નિર્ણય એરલાઇન્સ સહિત તમામ હિસ્સેદારો સાથે ચર્ચા કરીને લેવાયો છે.

મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટના રનવેને મજબૂત બનાવવા ક્લોજર જરૂરી છે. ક્લોઝરને પગલે મુંબઈ એરપોર્ટના રનવેનું ઇન્ટરસેક્શન મજબૂત બનશે. ઇન્ટરસેક્શન ખાતે રિપેરિંગ કામ થવાનું હોવાથી અમારે રનવે સંપૂર્ણ બંધ કરવો પડશે. એરપોર્ટને દિવસ દરમિયાન બંધ રાખવાનો નિર્ણય લીધો છે. તેને લીધે વહેલી સવાર, મોડી રાત અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સને સૌથી ઓછી અસર થશે.

મુંબઈ એરપોર્ટનો રનવે 7 ફેબ્રુઆરી 2019થી બાવન દિવસ માટે દિવસમાં છ કલાક (સવારના 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી) બંધ રહેશે. તેને લીધે લગભગ 700 ફ્લાઇટ્સને અસર થશે. ઉપરાંત, મુંબઈ એરપોર્ટ 23 ઓક્ટોબર 2018ના રોજ થોડા કલાકો માટે બંધ રહેશે, જેની અસર 32 ફ્લાઇટ્સને થશે.