Blog - Page 544 of 709 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
April 9, 2019
congress.jpg
1min5240

ભાજપના ચૂંટણીઢંઢેરાની આકરી ટીકા કરતા કૉંગ્રેસે સોમવારે કહ્યું હતું કે શાસક પક્ષે વર્ષ 2014ના તેના ચૂંટણીઢંઢેરાને માત્ર કૉપી પૅસ્ટ કર્યો છે અને માત્ર તેની અગાઉની સમયમર્યાદામાં જ ફેરફાર કર્યો છે. કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલે કહ્યું હતું કે ખરેખર તો ભાજપે ચૂંટણીઢંઢેરાને બદલે માફીનામું બહાર પાડવું જોઈતું હતું. શ્રેણીબદ્ધ ટ્વીટમાં પટેલે કહ્યું હતું કે કવર પૅજ પરથી જ ભાજપ અને કૉંગ્રેસના ચૂંટણીઢંઢેરા વચ્ચેનો તફાવત જોઈ-જાણી શકાય છે. અમારા ચૂંટણીઢંઢેરાના કવર પૅજ પર લોકોની ભીડ છે જ્યારે ભાજપના ચૂંટણીઢંઢેરાના કવર પૅજ પર એક જ વ્યક્તિનો ચહેરો છે. ભાજપે ચૂંટણીઢંઢેરાને બદલે માફીનામું બહાર પાડવું જોઈતું હતું, એમ તેમણે કહ્યું હતું. વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી માટે ભાજપે બહાર પાડેલો ચૂંટણીઢંઢેરો 2014ના ચૂંટણીઢંઢેરાની માત્ર નકલ છે અને તેમાં માત્ર સમયમર્યાદામાં ફેરફાર કરીને 2019થી બદલીને 2022, 2032, 2047, 2097 કરી છે. સદનસીબે તેમણે સમયમર્યાદા બદલીને આવતી સદીની નથી કરી, એમ તેમણે તેમની માઈક્રોબ્લૉગિંગ સાઈટ પર લખ્યું હતું.

ચૂંટણીઢંઢેરો જાહેર કર્યા બાદ કોઈપણ પ્રશ્ર્નનો સામનો ન કરવા બદલ તેમ જ તેનો જવાબ ન આપવા બદલ પટેલે ભાજપના નેતાઓ પર પ્રહાર કર્યો હતો અને કૉંગ્રેસે ચૂંટણીઢંઢેરો જાહેર કર્યા બાદ રાહુલ ગાંધીએ પત્રકારો સાથે સીધી વાતચીત કરી હોવા સાથે તેની સરખામણી કરી હતી. અમે ચૂંટણીઢંઢેરો જાહેર કર્યા બાદ વિગતવાર પ્રશ્ર્નોત્તરીનું સત્ર યોજ્યું હતું અને ભાજપે ચૂંટણીઢંઢેરો જાહેર કર્યા બાદ તેના નેતાઓ એકપણ પ્રશ્ર્નનો જવાબ આપ્યા વિના સીધા ઘરભેગા થઈ ગયા હતા, એમ તેમણે કહ્યું હતું. પાંચ વર્ષના શાસનકાળમાં ભાજપે શું કર્યું તેનો કોઈ જવાબ નહોતો એમ જણાવતાં પટેલે કહ્યું હતું કે ભાજપ અને તેના નેતાઓનો આ ઘમંડ જ 23 મેએ તેમના પતનનું કારણ બનશે. કેન્દ્રમાં ફરીવાર સત્તાનું સુકાન સંભાળવાનું શમણું જોઈ રહેલા ભાજપે સોમવારે જાહેર કરેલા ચૂંટણીઢંઢેરામાં રામમંદિરના નિર્માણમાં ઝડપ, આતંકવાદને અંકુશમાં લેવા કડક કાર્યવાહી અને આવનારા ત્રણ વર્ષમાં ખેડૂતોની આવક બમણી કરવા સહિતનાં શ્રેણીબદ્ધ વચનો આપ્યાં છે.

April 9, 2019
mamta_benerji.jpg
1min6320

પશ્ર્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ એક રેલીમાં વડા પ્રધાન મોદી સામે વધુ આક્રમક શબ્દો વાપર્યા હતા. મમતા બેનરજીએ કહ્યું કે, ‘નૉટબંધીના નામમાં તેમણે જનતાના નાણાં લૂંટયા હતા અને હવે ચૂંટણી અગાઉ ચોકીદાર બનવાનો દેખાડો કરી રહ્યા છે. આ ચોકીદાર ‘લૂટેરા અન જૂઠા છે’ તેવો મમતા બેનરજીએ આક્ષેપ કર્યો હતો.

તેમણે કહ્યું કે, તેમના પાંચ વર્ષના શાસનકાળ દરમિયાન તેમણે સાડાચાર વર્ષ તો વિશ્ર્વમાં ભ્રમણ કર્યું છે, જયારે દેશમાં ખેડૂતો આપઘાત કરતા હતા ત્યારે તે શું કરતા હતા? નૉટબંધી પછી જયારે લોકો મરી રહ્યા હતા અને કરોડો લોકોએ નોકરી ગુમાવી હતી ત્યારે તે શું કરતા હતા? તેવો પ્રશ્ર્ન મમતા બેનરજીએ પૂછયો હતો.

તેમણે શ્રોતાઓને કહ્યું હતું કે, જો તમે તેમને (ભાજપ)ને મત આપશો તો તમારા પોતાના દેશમાં તમને નિર્વાસિત બનાવી દેશે. અમારા રાજયમાં અમે એનઆરસી (નેશનલ રજિસ્ટર ઑફ સિટીઝન્સ) અને સિટીઝનશિપ બીલ લાદવા નહીં દઈશું.’ તેમણે કહ્યું કે, ‘હવે જયારે ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે તે (મોદી) બધાને ધમકી આપી રહ્યા છે અને આખો દિવસ જૂઠું બોલી રહ્યા છે. આ ચૂંટણીમાં પ્રજા તેમના મ્હોં પર પટ્ટી બાંધી દેશે જેથી જૂઠું બોલવાનું બંધ થઈ જશે. તેમને ન કેવળ ખુરશીથી (વડા પ્રધાનપદ) હટાવવા જોઈએ, પણ રાજકારણમાંથી પણ હટાવવા જોઈએ.પશ્ર્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાને કટાક્ષ કર્યો હતો કે, ‘શું તે મહાત્મા ગાંધી અને બી આર આંબેડકરથી પણ મોટા બની ગયા છે કે તેમની ફિલ્મ બની રહી છે અને તેમના નામની ટીવી ચેનલ શરૂ થઈ રહી છે?’

2014માં મોદીએ ચાના બંધ બગીચાઓ શરૂ કરવામાં આવશે તેવો વાયદો કર્યો હતો તેનો ઉલ્લેખ કરતા મમતા બેનરજીએ કહ્યું હતું કે, ‘શું તેમણે વાયદો નિભાવ્યો હતો? નહીં. અમે (ટીએમસી સરકારે) ચાના બગીના શરૂ કર્યાં છે.

April 9, 2019
bjp_logo.png
1min8240

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે અનેક સિનિયર નેતાની હાજરીમાં ભાજપનો ચૂંટણી ઢંઢેરો (સંકલ્પ પત્ર) બહાર પાડ્યો હતો. ચૂંટણીનો પ્રથમ તબક્કો 11 એપ્રિલથી શરૂ થનાર છે. તેના ત્રણ દિવસ પહેલા બહાર પાડેલા ઢંઢેરામાં 75 સંકલ્પને આવરી લેવાયા છે. જનતાની તમામ અપેક્ષાને પરિપૂર્ણ કરવાની ખાતરી અપાઈ છે.

45 પાનાના સંકલ્પ પત્રમાં ‘સંકલ્પિત ભારત અને સશક્ત ભારત’ની કલ્પના કરાઈ છે. આ પત્રના મુખ્ય સંકલ્પમાં રામમંદિર બાંધવામાં ઝડપી પગલાં, આતંકવાદીઓ સાથે સખત પગલાં, 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવી, બંધારણની કલમ 370ને રદ કરવી. 2030 સુધીમાં ભારતને વિશ્ર્વનું ત્રીજું મોટું અર્થતંત્ર બનાવવું વિ. મુખ્ય પ્રશ્ર્નોને આવરી લેવાયા છે. બંધારણની કલમ 35 એ નાબૂદ કરવાનો સંકલ્પ પણ છે. જીએસટીને વધુ સરળ કરાશે. સુરક્ષા દળોને મજબૂત કરવા ડીફેન્સ સાધનોની ખરીદી ઝડપી બનાવાશે. આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવાય છે. સુરક્ષા દળોને છૂટ આપવાનું ચાલુ રખાશે.

વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રવાદ અને સારો વહીવટ આપવો એ અમારો મંત્ર છે. 2047 સુધીમાં (આઝાદીના 100 વર્ષ બાદ) ભારતને વિકસિત દેશ બનાવવાનો લક્ષ્યાંક છે. 2022માં સ્વતંત્રતાના 75 વર્ષ પૂર્ણ થશે એટલે 75 સંકલ્પ ભાજપે કર્યા છે.

ભાજપનો ચૂંટણી ઢંઢેરો બહુલક્ષી અને બહુદિશા ધરાવતો છે. ભાજપના અધ્યક્ષ અમિત શાહે કહ્યું હતું કે જનતાને પારદર્શક, મજબૂત અને નિર્ણાયક સરકાર આપવા અમે પ્રતિબદ્ધ છીએ. પાંચ વર્ષમાં સરકારે કરેલા કાર્યોનો હિસાબ આપ્યો હતો. આતંકવાદ સામે કડક પગલાં લઈને દેશની સુરક્ષા મજબૂત કરાઈ છે. 2014થી 2019નો ગાળો સુવર્ણ ગણાશે. 2014ના ભારતનું અર્થતંત્ર 11માં સ્થાને હતું તે હાલ છઠ્ઠા સ્થાને છે. નાણા પ્રધાન અરુણ જેટલીએ કહ્યું હતું કે ભાજપનો સંકલ્પ પત્ર મજબૂત રાષ્ટ્રવાદી દૃષ્ટિકોણ સાથે તૈયાર કરાયો છે. આતંકવાદને નાબૂદ કરવા ભારતના પ્રયાસને વૈશ્ર્વિક માન્યતા મળી છે. જમ્મુ- કાશ્મીર વિશેષ દરજ્જો આપતી કલમ નાબૂદ કરવા પક્ષ પ્રતિબદ્ધ છે.

વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે અન્ય પક્ષો ઘોષણાપત્ર બહાર પાડે છે, પરંતુ ભાજપે સંકલ્પ પત્ર બહાર પાડ્યો છે. 2014માં પક્ષે જે ખાતરી આપી હતી તેના કરતા વધુ કામ પાંચ વર્ષમાં કર્યા છે. વડા પ્રધાન મોદીને પાંચ વર્ષમાં સાઉદી અરેબિયા સહિત પાંચ દેશના પ્રતિષ્ઠિત એવૉર્ડ મળ્યા છે. વિશ્ર્વમાં ભારતની ઈમેજ વધી છે. ઈસ્લામિક દેશોના ઓર્ગેનાઈઝેશનની બેઠકમાં ભારતને આમંત્ર મળતા પાકિસ્તાને બહિષ્કાર કર્યો હતો, પરંતુ 57માંથી 56 દેશો હાજર રહ્યા હતા. પક્ષના મેનીફેસ્ટો કમિટીના વડા રાજનાથસિંહે ચૂંટણી ઢંઢેરાને વિઝન ડોક્યુમેન્ટ ગણાવ્યું હતું. મોદી સરકાર રાષ્ટ્રવાદ અને આતંકવાદ સામે ઝીરો ટોલરન્સ માટે પ્રતિબદ્ધ છે.

April 8, 2019
bjp_vs_congress.jpg
1min8530

કોઈ ઉમેદવારે ફોર્મ પરત ન ખેંચતા ૨૪-સુરત સંસદીય મતદાર વિભાગની ચૂંટણી માટે ઉમેદવારોનું આખરી ચિત્ર સ્પષ્ટ

લોકસભાની સામાન્ય ચુંટણી-૨૦૧૯ અંતર્ગત ૨૪-સુરત સંસદીય મતદાર વિભાગ માટે આજે ફોર્મ ચકાસણીના અંતે ૧૩ ઉમેદવારોના ફોર્મ મંજુર થયા હતા. તા.૮મી એપ્રિલના રોજ ઉમેદવારીપત્રો ખેંચવાની આખરી દિવસે કોઈ પણ ઉમેદવારે ફોર્મ પરત ન ખેંચતા ઉમેદવારોનું આખરી ચિત્ર સ્પષ્ટ થયું છે. હવે આ ૧૩ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. આગામી ૨૩મી એપ્રિલે મતદાન યોજાશે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે 2014ની ચૂંટણીમાં સુરત બેઠક પરથી 8 ઉમેદવારો મેદાનમાં ઝુકાવ્યું હતું.

સુરત ચૂંટણી તંત્રની માહિતી મુજબ સુરત બેઠક પર જે 13 ઉમેદવારો મેદાનમાં છે તેની નામાવલી આ મુજબ છે.

 

April 8, 2019
forbes_1200x1200.jpg
1min8350
ફોર્બ્સ ઇન્ડિયાની બિલિયોનરની યાદીમાં પહેલીવાર અમદાવાદના 8 લોકોનો સમાવેશ
Photo Credit : Creative Yatra

હાલમાં જ ફોર્બ્સ ઇન્ડિયા મેગેઝિને ભારતના બિલિયોનર્સની યાદી જાહેર કરી હતી. મહત્વની વાત એ છે કે ફોર્બ્સ ઇન્ડિયાએ પહેલીવાર અમદાવાદના બિલિયોનર્સની યાદી જાહેર કરી હતી. આ યાદીમાં અમદાવાદના ચાર બિલિયોનર્સનો સમાવેશ થયા છે. ભારતભરના બિલિયોનર્સની યાદીમાં નજર કરીએ તો મુંબઇ, દિલ્હી અને બેંગ્લોર બાદ અમદાવાદ ચોથા ક્રમે આવે છે.

ગુજરાતની યાદીમાં ગૌતમ અદાણી પહેલા સ્થાને
બિલિયોનર્સની યાદીમાં ગૌતમ અદાણી પહેલા સ્થાન પર છે. ગૌતમ અદાણીની સંપત્તિની વાત કરીએ તો
 8.7 બિલિયન ડોલર્સ એટલે કે 596 અબજની નેટવર્થ ધરાવે છે. તે મુખ્યત્વે પોર્ટથી લઇને ગેસના બિઝનેસ સાથે સંકળાયેલા છે. ભારત ભરમાં સફળ બિઝનસ મેનની યાદીમાં ગુજરાતીઓમાં અંબાણી બાદ અદાણી પરીવાર સૌથી સફળ ગણવામાં આવે છે.

નિરમાના ફાઉન્ડર કરશન પટેલ બીજા ક્રમે
ફોર્બ્સની ગુજરાતી બિલિયોનર્સની યાદીમાં બીજા નંબર પર નિરમા ગ્રુપના કરશન પટેલ છે. તેમની સંપત્તિની વાત કરીએ તો 4.7 બિલિયન ડોલર્સ એટલે કે 322 અબજની નેટવર્થ ધરાવે છે. 1969માં કરશનભાઇ પટેલે ફોસ્ફેટ ફ્રી પીળા પાઉડર બનાવાનો ધંધો શરુ કર્યો હતો. જેને તેમણે ખૂબ વિશાળ બનાવ્યો.

ટોરેન્ટ ગ્રુપના સુધીર અને સમીર મહેતા ત્રીજા સ્થાને
ગુજરાતી બિલિયોનર્સની યાદીમાં ત્રીજા નંબર પર ટોરેન્ટ ગ્રુપના સુધીર અને સમીર મહેતા આવે છે. તેમની સંપત્તિની વાત કરીએ તો 4 બિલિયન ડોલર્સ એટલે કે 274 અબજની નેટવર્થ ધરાવે છે. આ ઉદ્યોગની શરુઆત સ્વ. યુ.એન મહેતાએ કરી હતી અને હાલ તેમના પુત્રો સુધીર અને સમીર આ કારોબાર સંભાળે છે.

ઇન્ટાસ ગ્રુપના હસમુખ ચુંડગર ચોથા ક્રમે છે
બિલિયોનરની યાદીમાં અમદાવાદના ઇન્ટાસ કંપનીના હસમુખ ચૂડગર ચોથા નંબરે આવે છે. જેની નેટવર્થ 247 અબજ છે. આપણે જાણીએ છીએ કે અમદાવાદ ફાર્મા કંપનીનું હબ છે. ત્યારે એક નાની ફાર્મા કંપની તરીકે શરુઆત થયેલી ઇન્ટાસ ફાર્મા આજે દેશની ટોપ ટેન ફાર્મા કંપનીમાં સ્થાન ધરાવે છે.

ઝાયડસના ચેરમેન પંકજ પટેલ પાંચમાં ક્રમે
અમદાવાદના બિલિયોનર્સની યાદીમાં પાચમાં સ્થાન પર છે ઝાયડસ ગ્રુપના ચેરમેન પકંજ પટેલ. રમણભાઇ પટેલના વારસાને ઝાયડસના ચેરમેન પંકજ પટેલે આગળ વધાર્યો. તેમની નેટવર્થ 247 અબજ એટલે કે 4 બિલિયન ડોલર્સ છે.

AIA એન્જીનીયરીંગના ભદ્રેશ શાહ છઠ્ઠા ક્રમે
ત્યાર બાદ બિલિયોનરની યાદીમાં છઠ્ઠા સ્થાન પર છે
 AIA એન્જીન્યરીંગના ભદ્રેશ શાહ. તેમની તેની સંપત્તિની વાત કરીએ તો તે 1.5 બિલિયન ડોલર્સ એટલેકે નેટવર્થ 96 અબજની સંપતી ધરાવે છે. આ કંપની સિમેન્ટમાઇનિંગ અને પાવર જેવી કંપનીઓને રિપ્લેસમેન્ટ પાટર્સ સપ્લાય કરે છે. છેલ્લા 15 વર્ષમાં આ કંપનીએ જબરદસ્ત પ્રગતિ કરી છે.

સિમ્ફની કુલર્સના MD અચલ બેકરી સાતમાં ક્રમે
ફોર્બ્સની ગુજરાતી બિલિયોનરની યાદીમાં દેશભરમાં પ્રખ્યાત અમદાવાદના સફળ ગણાતા સિમ્ફની કુલર્સના એમડી અચલ બેકરીનું સ્થાન સાતમાં ક્રમે આવે છે. તેની સંપત્તિની વાત કરીએ તો હાલ તે
 1.3 બિલિયન ડોલર્સ એટલે કે તેમની નેટવર્થ 75 અબજની નેટવર્થ ધરાવે છે.

એસ્ટ્રલ પાઇપ્સના સંદિપ એન્જિનિયર આઠમાં ક્રમે
તો ગુજરાતના અંતિમ એટલે કે આઠમાં ક્રમમાં બિલિયોનર એસ્ટ્રલ પાઇપ્સના સંદિપ એન્જિનિયર આવે છે. હાલ સંદિપ એન્જિનિયરની સંપતીની વાત કરીએ તો 74 અબજની નેટવર્થ ધરાવે છે. PVC પાઇપ્સના નિર્માણમાં આવ્યા બાદ તેમને હરણફાળ સફળથા મેળવી અને દેશ વિદેશમાં તેમણે પોતાનો બિઝનસ ફેલાવ્યો. જોકે આ પહેલા તે કેમિકલ અને ફાર્માના બિઝનસમાં નિષ્ફળ ગયા હતા. ત્યાર બાદ PVC પાઇપ્સના બિઝનસમાં મોટી સફળતા મેળવી.

April 8, 2019
ipl-2019-min-1024x585.jpg
1min12420

20 ઓવરમાં 150ના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સે મેચના 7 બોલ બાકી રહેતા મેચ પોતાના નામે કરી હતી. શ્રેયસ અય્યરે ફરી એકવાર કેપ્ટનશિપ ઈનિંગ રમતા 67 રન બનાવ્યા હતા.

IPL 2019: બેંગ્લોરની સીઝનની સતત છઠ્ઠી હાર

હાર વિરાટ કોહલની ટીમનો પીછો છોડવાનો પીછો છોડવા માગતી નથી. દિલ્હી સામે ઘર આંગણે રમાયેલી મેચમાં બેંગ્લોરને હારનો સામનો કરવો પડ્યો હતો. 20 ઓવરમાં 150ના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સે મેચના 7 બોલ બાકી રહેતા મેચ પોતાના નામે કરી હતી. શ્રેયસ અય્યરે ફરી એકવાર કેપ્ટનશિપ ઈનિંગ રમતા 67 રન બનાવ્યા હતા. જ્યારે રબાડાએ 4 વિકેટ ઝડપીને વિરાટ એન્ડ ટીમને સસ્તામાં આઉટ કર્યા હતા.

દિલ્હી કેપિટલ્સે ફરી એકવાર જીત પોતાના નામે કરી છે. શ્રેયસ અય્યરે 50 બોલમાં 67 રન બનાવ્યા હતા જેના કારણે ટીમ પર કોઈ પ્રેશર બન્યુ હતુ નહી અને જીત મેળવી હતી. બેગ્લોર તરફથી માત્ર નવીનદિપના નામે 2 વિકેટ રહી હતી આ સિવાય સાઉથી, સિરાજ, મોઈન અલી, પવન નેગીને 1-1 વિકેટ મળી હતી.

દિલ્હીએ બેંગ્લોરની ટીમને પહેલા બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. સતત વિકેટ પડવાના કારણે બેંગ્લોર મોટા ટાર્ગેટ સુધી પહોચી શકી હતી નહી. વિરાટ કોહલીએ 33 બોલમાં 41 રનની કેપ્ટનશિપ ઈનિંગ રમી હતી. આ સિવાય માત્ર મોઈન અલી સારુ પ્રદર્શન કરતા 18 બોલમાં 32 રન બનાવ્યા હતા જેના કારણે 149 રનના ટોટલે ટીમ પહોચી હતી જો કે દિલ્હી કેપિટલ્સે તેને આસાનીથી ચેઝ કર્યો હતો. આ બેંગ્લોરની સતત છઠ્ઠી હાર છે. ટુર્નામેન્ટમાં આગળની સફર ટીમ માટે ખુબ મુશ્કેલ રહેશે.

April 8, 2019
aru.jpg
1min15050

કરણ જોહરનું ધર્મા પ્રોડકશન દિવ્યાંગ પર્વતારોહી અરૂણિમા સિંહા પર બાયોપિક ફિલ્મ બનાવી રહયું છે. રિપોર્ટ અનુસાર અરૂણિમા સિંહાના પાત્ર માટે આલિયા ભટ્ટ પર પસંદગી ઉતારવામાં આવી છે. આ ફિલ્મને નિતેશ તિવારી નહીં, પણ મસાન ફેમ ડાયરેકટર નિરજ ઘેવન ડિરેકટ કરશે. આલિયાએ પુષ્ટિ કરી છે કે મારી નિરજ સાથે બેઠક થઇ છે.

હું આ ફિલ્મ માટે રોમાંચિત છું. આ એક જીવનને પ્રોત્સાહિત કરતી કહાની છે. જેને દર્શકો સુધી પહોંચાડવી જરૂરી છે. અમને આશા છે કે અરૂણિમા સિંહાની બાયોપિક ફિલ્મનું શુટીંગ આ વર્ષના અંતમાં શરૂ કરી દેશું. આલિયા ભટ્ટ હાલ બોલિવૂડની નંબર વન હિરોઇન છે.
તેની નવી ફિલ્મ કલંક 17 એપ્રિલે રીલિઝ થવાની છે.’ તે પિતા મહેશ ભટ્ટની ફિલ્મ સડક-2 પણ કરી રહી છે. આ ઉપરાંત જમૌલીની આરઆરઆરમાં પણ આલિયા છે. સંજય લીલા ભણશાલીની નવી ફિલ્મ ઇન્શાઅલ્લાહમાં તે સલમાન ઓપોઝિટ
સાઇન થઇ છે.

April 8, 2019
josef.jpg
1min14070

મુંબઇ ઇન્ડિયન્સના કેરેબિયન યુવા ઝડપી બોલર અલ્જારી જોસેફે હૈદરાબાદ સામે માત્ર 12 રનમાં 6 વિકેટ લઇને આઇપીએલનો નવો રેકોર્ડ બનાવ્યો હતો. 137 રનના મામૂલી વિજય લક્ષ્યાંક સામે હૈદરબાદની ટીમ અલ્જારીની કાતિલ બોલિંગ સામે 96 રનમાં ડૂલ થઇ ગઇ હતી. આથી મુંબઇનો 40 રને સરળ વિજય નોંધાયો હતો.
અલ્જારી જોસેફે 3.4 ઓવરમાં 12 રન આપીને 6 વિકેટ લીધી હતી. આથી તે આઇપીએલના પદાપર્ણ મેચમાં શ્રેષ્ઠ દેખાવ કરનારો બોલર બની ગયો હતો. તેણે 11 વર્ષ જૂનો રેકોર્ડ તોડયો હતો. આ પહેલા આઇપીએલની પહેલી સિઝનમાં રાજસ્થાન રોયલ્સના પાકિસ્તાની બોલર સોહેલ તનવીરે તેના પહેલા મેચમાં 14 રનમાં 6 વિકેટ લીધી હતી. આ સૂચિમાં ત્રીજા સ્થાને આદમ જમ્પા છે. તેણે પદાર્પણ મેચમાં 2016માં રાજસ્થાન તરફથી રમતા હૈદરાબાદ સામે 19 રનમાં 6 વિકેટ લીધી હતી. 2009માં આરસીબીના અનિલ કુંબલેને તેના આઇપીએલ ડેબ્યૂ મેચમાં રાજસ્થાન સામે પ રનમા પ વિકેટ લીધી હતી. જ્યારે ઇશાંત શર્માએ 2011માં ડકકન ચાર્જર્સ તરફથી આઇપીએલનો ડેબ્યૂ મેચ રમીને 12 રનમાં પ વિકેટ લીધી હતી.
હૈદરાબાદ સામેની જીત બાદ અલ્જારી જોસેફે જણાવ્યું કે મારા માટે આ સપના સમાન શરૂઆત છે. આથી વધુ સારી શરૂઆતની આશા પણ કરી શકું નહીં.
April 8, 2019
CIA_Live_Logo_New2.jpg
1min5600

ભાવનગરના સિન્ધુનગર રસાલા કેમ્પમાં રહેતા અને શાકમાર્કેટમાં શાકભાજીના હોલસેલ વેપાર સાથે સંકળાયેલા સિંધી વેપારી વિજયભાઈ ગુરુમુખભાઈ સાહિત્યના પુત્ર ચિરાગ વિજયભાઇ સાહિત્ય (ઉ.વ.૧૬) વાળાનું રસાલા કેમ્પ ખાતેથી અપહરણ કરવામાં આવ્યું હતું. પોલીસે ગણતરીના કલાકોમાં કેસ ઉકેલી નાંખતા અપહ્યતને હેમખેમ છોડાવ્યો અને અપહરણકર્તાઓને ઝડપી પાડ્યા હતા.

અપહરણ કર્યા બાદ વેપારીના દિકરા ચિરાગના મોબાઇલ ફોન ઉપરથી એક કરોડની ખંડણી ચિરાગના પિતા વિજયભાઇ પાસે માંગી હતી.  વિજયભાઈએ પોલીસને આ બાબતથી વાકેફ કર્યા હતા.

કેસની ગંભીરતાને ધ્યાને લઈ નાયબ મહાનિરીક્ષક તથા ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક તથા નાયબ પો.અધિ.ના માર્ગદર્શન હેઠળ અપહૃત બાળકના અપહરણકર્તાઓને પકડી પાડવા ભાવનગર નીલમબાગ પો.સ્ટે.ના પોલીસ ઇન્સ. તથા એલ.સી.બી તથા એસ.ઓ.જી. શાખા વગેરેને સૂચના આપવામાં આવી હતી.

ભાવનગર પોલીસે સંકલન સાધતા ટેકનિકલ સેલ તથા બાતમીદારોથી મળેલી માહિતીઓના આધારે, નીલમબાગ પોલીસ, તથા લોકલ ક્રાઇમ બ્રાંચ તથા એસ.ઓ.જી. દ્વારા સંકલનથી જુદી જુદી ટીમો બનાવી હતી.

પોલીસે સરદારનગર સીન્ધુનગર ખાતે નવજુવાન મંડળ પાસે જમણવારમાં અપહૃત બાળકના અપહરણકર્તાઓ હોવાની હકીકત મળતા પોલીસે ઘટના સ્થળે ધસી જઇને રેડ કરી હતી. જેમાં નવજુવાન મંડળથી અપહરણકર્તાઓને ઝડપી પાડ્યા હતા જેમાં અપહરણકર્તા જયેશ મુલચંદભાઇ ચેતવાણી (ઉ. વ. ૨૨) તથા કિશન અશોક લોયડા (ઉ. વ. ૨૧) તથા પ્રશાંત ઉર્ફ પ્રભુ ભુદેવ રસિકભાઈ પાઠક (ઉ. વ.૩૨) તથા મોહિત મનોજભાઈ ગેહીજા ભાવનગરવાળાઓની આ ગુનામાં ધરપકડ કરી, નીલમબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરે આગળની તપાસ હાથ ધરી હતી. આમ પોલીસે અપહરણકર્તાઓને ગણતરીના કલાકોમાં જ ઝડપી લીધા હતા.

April 8, 2019
parliament-election.jpg
1min6390

લોકસભાની ચૂંટણી માટે અમદાવાદ પશ્ર્ચિમ, નવસારી, કચ્છ, છોટાઉદેપુર, પંચમહાલ અને ભાવનગર બેઠક પર ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. ઉમેદવારોએ રજૂ કરેલી એફિડેવિટ પ્રમાણે સૌથી વધુ ધનવાન નવસારી બેઠકના ભાજપના સાંસદ સી.આર. પાટીલ છે. તેમની સંપત્તિ ૪૫ કરોડ જાહેર થઈ છે. નોટબંધીના વર્ષમાં પણ પાટિલ ૧૯ કરોડ કમાયા હતા. બીજા નંબરે અમદાવાદ પશ્ર્ચિમના ભાજપના ઉમેદવાર ડો. કિરીટ સોલંકી છે. જેમણે પાંચ વર્ષમાં બમણી સંપત્તિ રૂ. ૬.૭૬ કરોડ જાહેર કરી છે.

સૌથી વધુ ધનવાન નવસારી બેઠકના ભાજપના સાંસદ સી.આર. પાટીલ

બીજા નંબરે અમદાવાદ પશ્ર્ચિમના ભાજપના ઉમેદવાર ડો. કિરીટ સોલંકી

નવસારી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર સી.આર.પાટીલે નોટબંધીના વર્ષમાં રૂ.૧૯,૦૩,૪૪,૮૨૦ કરોડની તોતીગ આવક બતાવી હતી. આશ્ર્ચર્યજનક બાબત એ છે કે નોટબંધીની આગળ અને પાછળના તમામ વર્ષમાં તેમની આવક એક કરોડ કરતા ઓછી છે. નોટબંધીના વર્ષમાં આવકમાં આવેલો મોટો ઉછાળો તેમણે એફિડેવિટના સ્વરૂપમાં ઉમેદવારીપત્રક ભરતી વખતે દર્શાવ્યો હતો. સી.આર.પાટીલ પાસે રૂ.૧૨.૬૧ કરોડની મૂલ્યની જંગમ મિલકત, જયારે તેમના પત્ની પાસે રૂ. ૯૨.૦૮ લાખની જંગમ મિલકત દર્શાવી હતી. જ્યારે તેમના એચયુએફ પાસે રૂ. ૬૯.૩૮ લાખની જંગમ મિલકત, તેમની સ્વઉપાર્જિત મિલકતનું મુલ્ય રૂ.૫.૨૭ કરોડ જ્યારે તેમના પત્ની પાસે સ્વ ઉપાર્જિત મિલકતનું મુલ્ય રૂ.૨૪.૮૦ કરોડ દર્શાવ્યું હતું. સી.આર.પાટીલની વારસાગત મિલકતનું મુલ્ય રૂ.૨૮.૬૯ લાખ છે. એફિડેવિટમાં તેમણે કોઇ સરકારી કે બેંકના લેણા બાકી નહિ હોવાનું બતાવ્યું હતું.

અમદાવાદ શહેરની પશ્ર્ચિમ લોકસભા બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર ડો. કિરીટ સોલંકીએ સત્તાવાર રીતે ભાજપના મેન્ડેટ ઉપર ઉમેદવારી નોંધાવી હતી.

ડો. કિરીટ સોલંકીએ ઉમેદવારી નોંધાવવા માથે પાઘડી બાંધી પહોંચ્યા હતા. તેમણે ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરેલા સત્તાવાર એફિડેવિટમાં તેઓની પાસે રૂ.૬.૭૬ કરોડની સ્થાવર અને જંગમ મિલકત હોવાનું જાહેર કર્યું હતું. ડો. કિરીટ સોલંકીએ વર્ષ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં અમદાવાદ પશ્ર્ચિમ બેઠકથી જ ઉમેદવારી નોંધાવી હતી તે વેળાએ તેમણે સ્થાવર અને જંગમ મિલકત રૂ.૨.૫૧ કરોડની હોવાની જાહેરાત કરી હતી પણ છેલ્લાં પાંચ વર્ષમાં તેમની સંપત્તિ બમણી થઈ ગઈ છે. વર્ષ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી વેળાએ ડો. કિરીટ સોલંકીએ તેમની સ્થાવર અને જંગમ મિલકત રૂ.૨.૫૧ કરોડ દર્શાવી હતી જેમાં કૃષિ જમીન, પ્લોટ અને મકાન જેવી સંપત્તિ રૂ.૨.૦૫ કરોડની હતી જ્યારે ૪૬.૫૮ લાખનું રોકાણ બેંક, શેર કે સોના-ચાંદીમાં હતું જ્યારે તેમની પત્નીએ વર્ષ ૨૦૧૪માં તેમની કુલ સંપત્તિ રૂ.૮૯.૨૬ લાખની દર્શાવી હતી.

કચ્છની અનામત બેઠક પર ભાજપના ઉમેદવાર એવા વર્તમાન સાંસદ વિનોદ ચાવડાએ તેમનું ઉમેદવારીપત્ર રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની હાજરીમાં ભર્યું હતું. ભુજમાં મુખ્યપ્રધાનની જાહેરસભા બાદ એક કિલોમીટરનો રોડ-શો યોજાયો હતો અને ત્યારબાદ જિલ્લા ચૂંટણી અધિકારીને ફોર્મ રજૂ કરાયું હતું.

છોટાઉદેપુરની લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રણજિતસિંહ મોહનસિંહ રાઠવાએ ફોર્મ ભર્યું હતું. ગુજરાત યુનિ.માંથી બીકોમ થયેલા રણજિતસિંહ રાઠવાએ તેમની સામે કોઈ જ ક્રિમિનલ કેસ નોંધાયો ન હોવાનું જાહેર કર્યું હતું. બીએડ કોલેજ આર્ટસ એન્ડ નર્સિંગ કોલેજ વાર્ષિક ભાડું રૂ.૭.૯૫ લાખ આવે છે. આ ઉપરાંત જુદા જુદા વિસ્તારમાં જમીનો ધરાવે છે. રણજીતસિંહ રાઠવાની સંપત્તિ રૂ.૨.૯૩ કરોડ, સ્થાવર મિલકત ૨.૨૫ કરોડ, જંગમ ૫૨.૨૭ લાખ, હાથ પરની રોકડ રકમ રૂ. ૨ લાખ, ઝવેરાત રૂ.૧૩.૯૦ લાખ હોવાનું દર્શાવ્યું હતું.

પંચમહાલ બેઠક પરના ભાજપના ઉમેદવાર રતનસિંહ રાઠોડનું સરવૈયું જોઈએ તેમણે રૂ.૧.૦૩ કરોડની સંપત્તિ દર્શાવી હતી જેમાં જંગમ મિલકતો ૨૦૧૯માં રૂ.૬૫,૩૨,૬૬૩ અને ૨૦૧૭માં રૂ.૩૫.૩૩ લાખ હતી. સ્થાવર મિલકતો ૨૦૧૯માં રૂ.૩૭,૨૮,૦૦૦ અને ૨૦૧૭માં રૂ.૧૬.૬૫ લાખ હતી. સોનું ૨૦૧૯માં ૨૦ તોલા, એક કિલો ચાંદી અને ૨૦૧૭માં સોનું ૨૦ તોલા, એક કિલો ચાંદી હતી. વાહન ૨૦૧૯માં રૂ.૨૯ લાખના અને ૨૦૧૭માં રૂ.૨૧ લાખના હતા. અભ્યાસ એબીએડ સુધીનો છે. અને એક પણ ક્રિમિનલ કેસ નથી.

ભાવનગર બેઠક પરના ભાજપના ઉમેદવાર ડો.ભારતીબેન ધીરૂભાઈ શિયાળનું સરવૈયું જોઈએ તો જંગમ મિલકત ૨૦૧૪માં રૂ.૨૭,૧૪,૭૭૪ હતી તે ૨૦૧૯માં રૂ.૪૧,૪૭,૫૦૫ થઈ. સ્થાવર મિલકત ૨૦૧૪માં રૂ.૨૮,૫૦,૦૦૦ હતી તે ૨૦૧૯માં રૂ. ૩૫,૮૫,૧૪૦ થઈ. -સ્વપાર્જિત મિલકત ૨૦૧૪માં રૂ. ૩૪,૦૦,૦૦૦ હતી તે ૨૦૧૯માં રૂ.૪૧,૭૫,૦૦૦ થઈ. જવાબદારીઓ રૂ.૧૧,૯૨,૩૯૫ની છે. લોન ૨૦૧૪માં રૂ.૧૧,૩૨,૩૨૫ હતી તે ૨૦૧૯માં રૂ.૧૬,૨૯,૫૯૭ દર્શાવી હતી. તેમની પર એક પણ ક્રિમીનલ કેસ નથી.