Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
પૂર્વ વિશ્વ સુંદરી ઐશ્વર્યા રાય બચ્ચને તેના તમામ પાત્રથી દર્શકોના દિલ જીત્યા છે. ઐશ્વર્યા રાય હવે તેના પ્રિય દિગ્દર્શક મણિરત્નમની નવી ફિલ્મમાં નેગેટિવ રોલ કરવા માટે તૈયાર થઇ છે.’ આ ફિલ્મ તમિળ ભાષાની હશે અને હિન્દીમાં પણ ડબિંગ કરી રીલિઝ થશે. ફિલ્મનું નામ પોનીયમ સેલવન છે. આ ફિલ્મમાં ઐશ્વર્યાનું પાત્ર કયા પ્રકારનું નેગેટિવ હશે તે બહાર આવ્યું નથી. કદાચ રાજકીય નકારાત્મક પાત્ર હોય શકે છે. એવા પણ રિપોર્ટ છે કે ઐશ્વર્યા રાય બચ્ચની હવે પછીની હિન્દી ફિલ્મ સંજય લીલા ભણશાલીની હશે. તે બન્નેની તાજેતરમાં ચેન્નાઇમાં મુલાકાત થઇ હતી.
મહાનગર પાલિકાની આજે નવી બોડીની પ્રથમ સામાન્ય સભા યોજાઈ હતી. મેયર પદે ધીરૂભાઈ ગોહેલ તથા ડે.મેયરપદે હિમાંશુ પંડયા. જ્યારે સ્ટેન્ડીગ ચેરમેન તરીકે રાકેશ ધૂલેશિયાની વરણી કરવામાં આવી હતી. ભાજપ દ્વારા મહિલા સશકિતકરણ અંગેની વાતો કરાઈ રહી છે. હાલ મહિલા સશકિતકરણ પખવાડિયાની પણ ઉજવણી થઈ રહી છે. પરંતુ જૂનાગઢ મનપામાં મહિલાઓને એકપણ હોદ્દા પર સ્થાન આપ્યુ નથી.’ કમિશનર તુષાર સુમેરાએ તમામ સભ્યોનું સ્વાગત કર્યુ હતું. બાદમાં મેયર તરીકે ધીરૂભાઈ ગોહેલના નામની દરખાસ્ત કરવામાં આવી હતી. જ્યારે ડે.મેયર તરીકે હિમાંશુભાઈ પંડયાના નામની દરખાસ્ત થઈ હતી. જે સર્વાનુંમતે મંજૂર થઈ હતી. શાસક પક્ષના નેતા તરીકે નટુભાઈ પટોળિયા તેમજ દંડક તરીકે ધરમણ ડાંગરની વરણી થઈ હતી. જૂનાગઢ મનપામાં આ વખતે પ0 ટકા મહિલા અનામતનો અમલ થયો હતો અને પ0 ટકા મહિલાઓ ચૂંટાઈ છે. ભાજપ દ્વારા મહિલા સશકિતકરણ વાતો થાય છે. અને હાલ તો મહિલા સશકિત કરણ પખવાડિયું ઉજવાઈ રહ્યું છે. પરંતુ ભાજપ દ્વારા જૂનાગઢ મનપાના કોઈ પણ હોદ્દા પર મહિલાઓને સ્થાન આપ્યુ ન હતું. આ ઉપરાંત જે નામ ચર્ચામાં હતાં પરંતુ પદ પર નવા જ નામોની પસંદગી થતા આશ્ચર્ય છવાયું હતું. મેયરની વરણી બાદ એન.સી.પી.ના સભ્યો અદ્રેમાન પંજાએ મેયરને પત્ર આપ્યો હતો. જેની મેયરે નોંધ લીધી હતી.
ટેલિકોમ સેકટરમાં સર્જાયેલી તીર્વ સ્પર્ધાને કારણે ભારતી એરટેલે નાણાકીય વર્ષ ૨૦૨૦ના પ્રથમ ક્વાર્ટરમાં રૂ. ૨૮૬૬ કરોડની ખોટ નોંધાવી છે.ગયા વર્ષે સમાન સમયગાળામાં કંપનીએ રૂ. ૯૭ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. કંપનીની રેવન્યૂ રૂ. ૧૯,૭૯૯ કરોડ સામે ૪.૭ ટકાના વધારા સાથે રૂ. ૨૦,૭૩૮ કરોડ નોંધાઇ હતી.
ઈન્ફોસિસનુ રોમાનિયામાં સાયબર સેન્ટર
મુંબઇ: એક્સચેન્જને રેગ્યુલેટરી નોટમાં આપેલી માહિતી અનુસાર ઈન્ફોસિસ લિ.એ એક્સચેન્જને રેગ્યુલેટરી નોટમાં જણાવ્યું છે કે કંપનીએ બુકારેસ્ટ, રોમાનિયામાં અત્યાધુનિક સાયબર ડિફેન્સ સેન્ટર શરૂ કર્યો છે.
સિપ્લા, એલ્વોટેક વચ્ચે ભાગીદારી કરાર
મુંબઇ: સિપ્લાની સંપૂર્ણ માલિકીની સબસિડિયરી સિપ્લા ગલ્ફ એફઝેડ એલએલસી અને એલ્વોટેકે ‘એવીટી૦૨’ના વેપારીકરણ માટે ભાગીદારી કરાર કર્યા છે. ‘એવીટી૦૨’ રુમેટોઈડ આર્થરાઈટિસ, એન્કાયલોઝિંગ સ્પોન્ડિલાઈટિસ, પ્લેક્યુ પીસોરાઈસિસ સિહતના રોગોના ઉપચાર માટે વપરાય છે.
સ્ટર્લિંગ એન્ડ વિલ્સનની ઓએફએસ
મુંબઇ: ગ્લોબલ સોલાર ઇપીસી કંપની સ્ટર્લિંગ એન્ડ વિલ્સન સોલાર લિમિટેડ રૂ. ૩૧૨૫ કરોડના ભરણાં મારફત પ્રમોટર્સ સ્ટેકની ઓફર ફોર સેલ (ઓએફએસ) છઠી ઓગસ્ટે લાવી રહી છે, જે આઠમી ઓગસ્ટે બંધ થશે. ફ્લોર પ્રાઇસ રૂ. ૭૭૫ અને કેપ પ્રાઇસ રૂ. ૭૮૦ નક્કી થઇ છે. લઘુત્તમ બિડ ૧૯ શેરની છે.
જિંદાલ સ્ટીલ એન્ડ પાવરની સીએસઆર
મુંબઈ: જિંદાલ સ્ટીલ એન્ડ પાવર લિ.ની સીએસઆર પાંખ જેએસપીએલ ફાઉન્ડેશનની રાષ્ટ્રીય સ્વયં સિદ્ધ સન્માનની ત્રીજી આવૃત્તિ માટે પશ્ર્ચિમ ભારતમાંથી રાષ્ટ્રીય સ્તરના પુરસ્કાર માટે આવેલી કુલ ૧૦૬માંથી ૬૦ એન્ટ્રીની અને પશ્ર્ચિમ ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે ૧૦ વ્યક્તિગત અને ૧૦ સંસ્થાની પસંદગી કરી છે.
પીએનબી હાઉસિંગે આઈએફસી પાસેથી ભંડોળ એકત્ર કર્યું
મુંબઇ: પીએનબી હાઉસિંગ ફાઈનાન્સ લિ.એ જણાવ્યું છે કે કંપનીએ એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટમાં ખરીદદારને ધિરાણ આપવા માટે ઈન્ટરનેશનલ ફાઈનાન્સ કોર્પોરેશન (આઈએફસી – વૈશ્વિક બેન્ક ગ્રુપની સભ્ય) પાસેથી ૧૦ કરોડ ડોલર એકત્ર કર્યા છે.
મુંબઇ: ચેન્નાઈ પેટ્રોલિયમ કોર્પોરેશન લિ.ને ૩૦ જૂન, ૨૦૧૯ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં રૂ.૨૩૩.૪૧ કરોડની ચોખ્ખી ખોટ થઈ છે, જે ગત વર્ષના સમાનગાળાના અંતે રૂ.૧૫૬.૦૨ કરોડનો નફો થયો હતો. કંપનીની કુલ આવક રૂ.૧૨,૭૩૮.૨૯ કરોડ થઈ છે, જે ગત વર્ષના સમાનગાળાના અંતે રૂ.૧૨,૩૬૩.૮૧ કરોડ થઈ હતી.
નવ કંપનીના સર્કિટ ફિલ્ટરમાં ફેરફાર
મુંબઇ: ૩૧ જુલાઈ, ૨૦૧૯થી અહીં જણાવેલી નવ કંપનીના સર્કીટ ફિલ્ટરમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વિમટા લેબ્સ લિ., બિંદાલ એક્સપોર્ટ લિ., પટેલ ઈન્ટીગ્રેટેડ લોજિસ્ટિક્સ લિ., સિમ્પલેક્સ કાસ્ટિંગ્સ લિ. અને આરસીઆઈ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ ટેક્નોલોજીસ લિ.ને દસ ટકાનું સર્કીટ ફિલ્ટર લાગુ પડશે. એમટી એડ્યુકેર લિ. અને જીસીએમ કેપિટલ એડવાઈઝર્સ લિ.ને પાંચ ટકાનું સર્કીટ ફિલ્ટર લાગુ પડશે. શ્રીવત્સા ફાઈનાન્સ એન્ડ લીઝિંગ લિ. અને ગ્રેસેલ્સ એજ્યુકેશન લિ.ને બે ટકાનું સર્કીટ ફિલ્ટર લાગુ પડશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૨૮મી સપ્ટેમ્બરે સવારે વાર્ષિક યુએન જનરલ ઍસેમ્બ્લી (યુએનજીએ)ના સત્રને સંબોધન કરશે. સંયુક્ત રાષ્ટ્રોના આ ૭૪મા સત્રને સંબોધન કરનારા વિશ્ર્વના જે નેતાઓની કામચલાઉ યાદી તૈયાર કરવામાં આવી છે એમાં મોદીનું પણ નામ છે.
સંયુક્ત રાષ્ટ્રોની આ મહાસભાના ટાંણે મોદી કેટલીક અન્ય ઉચ્ચ-સ્તરિય શિખર મંત્રણામાં પણ હાજરી આપશે એવી ધારણા છે. એટલું જ નહીં, ન્યૂ યૉર્કની મુલાકાત દરમિયાન તેઓ અમુક દ્વિપક્ષી તેમ જ બહુરાષ્ટ્રીય વાટાઘાટોમાં પણ ભાગ લેશે.
મોદી ૨૦૧૪ની સાલમાં વડા પ્રધાન બન્યા ત્યારે તેમણે યુએનજીએ ખાતે પહેલી વાર સંબોધન કર્યું હતું. આગામી સપ્ટેમ્બરનું તેમનું સંબોધન વડા પ્રધાન તરીકેની બીજી મુદત શરૂ કર્યા પછીનું પ્રથમ કહેવાશે. મોદી યુએનજીએના સત્ર માટે ન્યૂ યૉર્ક આવશે એ પહેલાં બાવીસમી સપ્ટેમ્બરે હ્યુસ્ટન ખાતે ભારતીય-અમેરિકન સમુદાયને સંબોધન કરશે. યુએનજીએના વક્તાઓમાં વિશ્ર્વના કુલ ૧૧૨ નેતાઓના નામનો સમાવેશ છે. એમાંથી ૪૮ રાષ્ટ્ર-વડા તથા ૩૦ વિદેશ પ્રધાન સામેલ છે.
સુપ્રીમ કોર્ટે ગુરુવારે ઉન્નાવ બળાત્કાર સંબંધિત તમામ કેસ દિલ્હીની સીબીઆઈ કોર્ટમાં હાથ ધરવાનો આદેશ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે સીબીઆઈને બની શકે તો સાત દિવસમાં અને વધુમાં વધુ ૧૫ દિવસમાં તપાસ પૂરી કરવાનો આદેશ આપ્યો હતો. મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇના વડપણ હેઠળની ખંડપીઠે કહ્યું હતું કે “ટ્રાન્સફર પિટિશનમાં (પીડિતાના પરિવારની) રજૂ કરવામાં આવેલા કારણ ધ્યાનમાં લેતા અને ચીફ જસ્ટિસ રંજન ગોગોઇને લખેલા પત્રને ધ્યાનમાં લેતા ઉત્તર પ્રદેશની સીબીઆઈ કોર્ટમાંના બધા કેસ દિલ્હીમાં ટ્રાન્સફર કરવાનો અમે આદેશ આપીએ છીએ.
પીડિતાને વચગાળાની રાહત તરીકે ૨૫ લાખ રૂપિયા ચૂકવવા ઉત્તર પ્રદેશ સરકારને આદેશ કરવામાં આવ્યો હતો. બળાત્કારના કેસ સહિતના તમામ કેસ સીબીઆઈ કોર્ટના જજને રોજિંદા ધોરણે ચલાવવા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો. ટ્રાયલને ૪૫ દિવસમાં પૂરી કરવાનો પણ ઓર્ડર આપવામાં
આવ્યો હતો. પીડિતા અને તેના પરિવારને સીઆરપીએફ દ્વારા સુરક્ષા પૂરી પાડવાનો હુકમ કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે ગુરુવારે સીબીઆઈને તપાસનું સ્ટેટસ જણાવવામાં કહેવામાં આવ્યું હતું. સીબીઆઈ એ એક દિવસનો સમય માગ્યો હતો પણ મુખ્ય ન્યાયાધીશે અન્ય અધિકારીને મોકલવા કહ્યું હતું. સીબીઆઈના જોઇન્ટ ડિરેક્ટર સંપત મીણા ખંડપીઠ સમક્ષ હાજર થયા હતા અને રાયબરેલી અકસ્માત કેસ તથા કુલદીપ સેન્ગર સામેના એફઆઈઆર સંબંધમાં કરાયેલી તપાસની વિગત આપી હતી.
ભારતના શેરબજારો નવા નવા તળિયા રોજ શોધી રહ્યા છે અને રોકાણકારોના કરોડો રૂપિયા રોજેરોજ ધોવાય રહ્યા છે. આજે તા.1લી ઓગસ્ટ 2019ના દિવસે બપોરે સાડાબાર વાગ્યે સેન્સેક્સ 475 અંક અને નિફ્ટ 110 અંક ડાઉન જોવાયા હતા.
ભારતીય શેરજારમાં બીએસઈનો સેન્સેક્સ 468 અંક ઘટ્યો છે. જે 37, 103ના સ્તર પર પહોંચ્યો છે. જ્યારે એનએસઈના સૂચકાંક નિફ્ટીમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. જે 106.60 અંક ડાઉન છે અને તે 10, 978.80 પર પહોંચ્યો છે. એનએસઈના નિફ્ટીમાં સામેલ 50માંથી 42 કંપનીઓ ઘટાડા સાથે કારોબાર કરી રહી છે. માત્ર 8 જ શેર લીલા નિશાનમાં છે. જ્યારે બીએસઈના 30માંથી 27 શેર ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે.
BSE સેન્સેક્સમાં સામેલ જે શેરોમાં આજે સૌથી વધારે ઘટાડો જોવા મળી રહ્યો છે તેમાં વેદાંતા, ટાટા મોટર્સ, યસ બેન્ક, ઈન્ફોસિસ, એલ એન્ડ ટી સામેલ છે. નિફ્ટીમાં સામેલ 50 શેરોમાંથી સૌથી વધુ ઘટાડો ઝીલ, જેએસડબલ્યૂ સ્ટીલ, ટાટા મોટર્સ અને હિંડાલ્કો સામેલ છે.
ભારતીય શેર બજારમાં ભલે આજે ભારે ઘટાડો જોવા મળ્યો હોય પરંતુ કેટલાક શેર્સ એવા પણ છે જે વધારા સાથે કારોબાર કરી રહ્યા છે. જેમાં ભારતી ઈન્ફ્રાટેલ, પાવરગ્રિડ, વિપ્રો, બજાજ ફિન્સર્વ અને મારુતિ સુઝુકીનો સમાવેશ થાય છે.
ટ્રાફિક નિયમો ભંગમાં હવે 10 ગણો દંડ : લોકસભા બાદ રાજ્યસભામાં મોટર વ્હીકલ (સંશોધન) બિલ પસાર
મોટર વ્હીકલ (સંશોધન) બિલ 2019 લોકસભા બાદ બુધવારે રાજ્યસભામાં પણ પસાર થયો હતો. ખરડામાં ટ્રાફિકના નિયમો તોડનારા લોકો માટે આકરા પગલા લેવાની જોગવાઈ છે. તેમજ દંડની રકમ પણ 10 ગણી કરી દેવામાં આવી છે. એટલે કે હવે બેદરકારીમાં ટ્રાફિક નિયમનો ભંગ કર્યો તો મોટી રકમ ચૂકવવી પડશે. બિલ રજૂ કરી કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નિતિન ગડકરીએ કહ્યું હતું કે, સરકાર કોઈપણ ભોગે માર્ગ અકસ્માત ઉપર લગામ કસવા માગે છે. આંકડા બતાવે છે કે દેશમાં દર વર્ષે 1.50 લાખ લોકો માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવે છે. ટ્રાફિક નિયમોનું લોકો પાલન કરતા નથી. રાજ્યસભામાં ધ્વનીમતથી પસાર થયેલા ખરડામાં હેલ્મેટ માટે 1000, યોગ્ય વિના ઓવરસાઈઝ વાહન ચલાવવા 5000 રૂપિયા અને લાયસન્સ વિના વાહન ચલાવવા બાદ 5000 રૂપિયા સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે.
પોસ્કોના કાયદામાં કરાયેલા સુધારા બાદ ગુજરાતમાં સૌ પ્રથમ વખત ફાંસી સજા ફરમાવવામાં આવી છે. સુરતમાં ત્રણ વર્ષની માસુમ બાળા પર દુષ્કર્મ આચરીને હત્યા કરનાર’ શખસ અનિલ યાદવને સુરતની કોર્ટે ફાંસીની સજા કરી હતી. આ કેસ માત્ર 289 દિવસમાં જ ચુકાદો અપાયો હતો. અહીના લિબાયત ગોડાદરા વિસ્તારમાં’ રહેતો મૂળ મહારાષ્ટ્રના નંદુરબાર ગામનો વતની અનિલ યાદવ નામનો શખસ તેના ઘર પાસે રહેતી ત્રણ વર્ષની માસુમ બાળાને ફોસલાવી અને લલચાવીને તેના રૂમમાં લઇ ગયો હતો. રૂમમાં અનિલે બાળા સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય અને દુષ્કર્મ આચર્યુ હતું. બાદમાં બાળાની હત્યા કરીને લાશને કોથળામાં ભરીને રૂમમાં રાખીને રૂમને તાળુ મારી દીધુ હતું.’ બાદમાં બાળાની તેના માવતરે શોધખોળ શરૂ કરી હતી. ત્યારે તે તેની સાથે રહ્યો હતો અને બાળાને શોધવાનું નાટક કર્યુ હતું. એ પછી તે તેના વતન તરફ નાસી ગયો હતો.’ નવ માસ પહેલા તા. 15-10-18ના રોજ બનેલી આ ઘટનાના ચાર દિવસ બાદ પોલીસે’ અનિલ યાદવને’ બિહારમાંથી ઝડપી લીધો હતો.
સુરતની ત્રણ વર્ષની માસુમ બાળા સાથે દુષ્કર્મ આચરીને હત્યા કરનાર શખસને અપાઇ ફાંસીની સજા: 289 દી’માં અપાયો ચુકાદો
સરકારના આદેશના પગલે આ કેસને સ્પીડ ટ્રાયલ તરીકે લેવામાં આવ્યો હતો અને સ્પેશ્યલ સરકારી વકીલ નયન સુખડવાલાએ કેસની સુનાવણી દરમિયાન 35 સાક્ષીની જુબાની લીધી હતી. મેડિકલ પુરાવા, સીસીટીવી કેમેરાના ફુટેજ સહિતના દસ્તાવેજી પુરાવા’ રજુ કરીને આરોપી સામેનો કેસ પુરવાર થતો હોય કડક સજા કરવા રજુઆત કરી હતી. માત્ર 289 દિવસમાં આ કેસની સુનાવણી પુરી થઇ ગઇ હતી. બન્ને પક્ષને સાંભળી અને પુરાવાની તુલના કરી’ સેશન્સ જજે આરોપી અનિલ યાદવને ફાંસીની સજા કરી હતી. પોસ્કોના ગુનામાં ફાંસીની સજા કરાયાનો ગુજરાતનો આ પ્રથમ કેસ છે.
આજે (ભારતીય સમય મુજબ બપોરે ૩.૩૦થી લાઇવ) ઇંગ્લૅન્ડમાં ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની પાંચ મૅચની ઍશિઝ ટેસ્ટ-સિરીઝ શરૂ થઈ રહી છે એ સાથે સૌપ્રથમ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી)નો પણ આરંભ થઈ રહ્યો છે. બે વર્ષ સુધી ચાલનારી આ પહેલવહેલી ટેસ્ટની સ્પર્ધામાં કુલ ૯ ટીમ ભાગ લેશે. બે વર્ષમાં કુલ ૨૭ ટેસ્ટ-સિરીઝ રમાશે અને બધી મળીને ૭૧ ટેસ્ટ મુકાબલા થશે.
ટેસ્ટનું નંબર-વન ભારત આ ચૅમ્પિયનશિપમાં પહેલી મૅચ બાવીસમી ઑગસ્ટે રમશે. ભારત અને વેસ્ટ ઇન્ડિઝ ત્યારે એકમેક સામેના ટેસ્ટ-મુકાબલાથી ડબ્લ્યૂટીસીમાં ઝુકાવશે.
—–
ટેસ્ટ-રૅન્કિંગ: ભારત મોખરે
રૅન્ક ટીમ રેટિંગ પોઈન્ટ
૧ ભારત ૧૧૩
૨ ન્યૂ ઝીલૅન્ડ ૧૧૧
૩ સાઉથ આફ્રિકા ૧૦૮
૪ ઇંગ્લૅન્ડ ૧૦૫
૫ ઑસ્ટ્રેલિયા ૯૮
૬ શ્રીલંકા ૯૪
૭ પાકિસ્તાન ૮૪
૮ વેસ્ટ ઇન્ડિઝ ૮૨
૯ બંગલાદેશ ૬૫
નોંધ: ઝિમ્બાબ્વે ૧૦મા સ્થાને છે અને એને તેમ જ ટેસ્ટ-ક્રિકેટના બે નવા દેશો અફઘાનિસ્તાન તથા આયર્લેન્ડને વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં નથી રમવા મળવાનું. બીજી રીતે કહીએ તો તેમની કોઈ પણ ટેસ્ટ-શ્રેણી આ વિશ્ર્વસ્પર્ધાનો હિસ્સો નહીં કહેવાય.
——
વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ વિશે કૅપ્ટનો શું કહે છે?
ક વિરાટ કોહલી (ભારત): સાચું કહું તો વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ રમવાની મજા પડી જશે. અમે બધા એની રાહ જોઈ રહ્યા હતા અને હવે એ સ્પર્ધા નજીક આવી ગઈ છે. ટેસ્ટ-ક્રિકેટ માટે પણ આ બહુ સારો અવસર છે. ટેસ્ટ-ક્રિકેટને આ રીતે જ બળ આપવાની જરૂર છે. દરેક ટેસ્ટ વધુ રસપ્રદ અને વધુ રોમાંચક બનશે. દરેક ટીમ અને ક્રિકેટચાહકો ખૂબ એન્જૉય કરશે.
ક ટિમ પેઇન (ઑસ્ટ્રેલિયા): ટેસ્ટને વધુ રોમાંચક બનાવવા આ બહુ સારી પહેલ કરવામાં આવી છે. અમારા દેશ માટે ટેસ્ટ-ક્રિકેટ સર્વોત્તમ છે. એકસાથે દરેક ક્રિકેટ-રાષ્ટ્રો ટેસ્ટ-ક્રિકેટને પ્રાધાન્ય આપે એ આ ફૉર્મેટની વિશેષતા છે અને એ ક્રિકેટના ભાવિ માટે પણ સારું જ કહેવાય.
ક જેસન હોલ્ડર (વેસ્ટ ઇન્ડિઝ): આ સ્પર્ધાથી ટેસ્ટ-ક્રિકેટને અનોખું પ્રેરકબળ મળશે. આ ફૉર્મેટ એવું છે જેમાં ક્રિકેટ પ્રત્યેનો લોકોનો ખરો પ્રેમ અભિવ્યક્ત થતો હોય છે. સ્પર્ધા દ્વારા ટેસ્ટની બેસ્ટ ટીમ નક્કી થશે એ જોવાની મજા પડી જશે. પ્લેયરની જર્સીની પાછળ નામ અને નંબર પણ જોવા મળશે એ બીજું મોટું આકર્ષણ બની રહેશે. ટેસ્ટનો ડ્રેસ ભલે સફેદ રહ્યો, પણ આ ફૉર્મેટને ‘નવો રંગ’ જરૂર મળશે.
ક ફૅફ ડુ પ્લેસી (સાઉથ આફ્રિકા): ટેસ્ટ-ક્રિકેટને ખરા અર્થમાં જેની જરૂર હતી એ હવે પ્રત્યક્ષ જોવા મળશે. દ્વિપક્ષી ટેસ્ટ-શ્રેણીઓમાં અમારી ટીમ ઘણા પ્રકારની કમાલ કરી દેખાડતી હોય છે અને હવે એ કમાલ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં બતાવીશું. ૧૪૨ વર્ષ જૂની ટેસ્ટ-ક્રિકેટમાં આવતી કાલથી નવું પ્રકરણ શરૂ થઈ રહ્યું છે.
ગુજરાતમાં હાલમાં સર્વત્ર મેઘમહેર વરસી રહી છે. રાજ્યમાં મોસમનો સરેરાશ ૪૦ ટકાથી વધુ વરસાદ વરસતા ૩૩ જળાશયો ૫૦ ટકા સુધી ભરાઇ ચૂક્યા છે. જેથી હવે રાજ્યની પાણીની સમસ્યાનો અંત આવી ગયો છે. ખાસ કરીને સોરઠમાં મેઘરાજાની મહેરને લીધે મોટા ભાગના ડેમ અને જળાશયોમાં ૫૦ ટકાથી વધારે પાણીની આવક થઇ છે. જ્યારે ગીર જંગલમાં આવેલા ચેકડેમ પણ છલકાઇ ગયાં છે. છેલ્લા ૪૮ કલાકમાં રાજ્યનાં ૨૧૬ તાલુકાઓમાં સારા વરસાદના કારણે ર કુલ ૨૦૪ જળાશયોમાંથી ૩૩ જળાશયો ૨૫થી ૫૦ ટકા વચ્ચે ભરાયા હતા જ્યારે બે જળાશયો સંપૂર્ણ, સાત જળાશયો ૭૦થી ૧૦૦ ટકા તેમજ આઠ જળાશયો ૫૦થી ૭૦ ટકા વચ્ચે ભરાયા હતા. જ્યારે નર્મદા નદી પરના સરદાર સરોવર જળાશય ૫૫.૮૯ ટકા ભરાયું હતું. હાલ ૧,૦૦૦ ક્યુસેક તથા તેથી વધુ પાણીની આવક ધરાવતા જળાશયોમાં સરદાર સરોવરમાં ૩૦,૫૮૩, ઉકાઇમાં ૨,૦૩,૯૪૬ દમણ ગંગામાં ૫૯,૯૬૫, આજી-૩માં ૯,૮૩૦, કરજણ અને ઉન્ડર-૨માં ૫,૩૭૦, મીટ્ટીમાં ૪,૧૮૭, ઉન્ડ-૧માં ૨,૯૪૦, સાનન્દ્રોમાં ૨,૨૫૮, કડાણામાં ૨,૦૫૦, ડેમી-૧માં ૧,૮૦૮, કંકાવટીમાં ૧,૬૭૯, આજી-૪માં ૧,૬૩૦, વણાકબોરીમાં ૧,૫૦૦, આજી-૨માં ૧,૪૨૨, ગોધાતડમાં ૧,૨૮૫, જાંગડીયામાં ૧,૧૮૯ તેમજ ન્યારી-૨માં ૧,૦૬૦ ક્યુસેક પાણીની આવક થઈ હતી. જ્યારે ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૧૨.૦૧ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૪૨.૮૬ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૨૪.૬૩ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૧૮.૦૩ ટકા અને સૌરાષ્ટ્રના ૧૩૯ જળાશયોમાં ૧૪.૧૦ ટકા મળીને રાજ્યના કુલ ૨૦૪ ડેમોમાં ૨૩.૯૭ ટકા એટલે કે ૧,૩૩,૪૬૫.૯૭ મીટર ઘન ફૂટ પાણીનો જથ્થો સંગ્રહાયેલો હતો.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.