CIA ALERT

Blog - Page 450 of 708 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
September 18, 2019
crowd.jpg
2min20230

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

મંદીના માહોલની વાત આવે છે ને લોકોમાં એટલી એટલી તો હકારાત્મકતા જોવા મળે છે કે દિવાલી આવતાં જ બધું સમૂસુતરૂં પાર ઉતરી જશે. પણ ઇકોનોમિક ટાઇમ્સનો રિપોર્ટ કંઇક અલગ જ કહે છે. ઇકોનોમિક ટાઇમ્સના રિપોર્ટમાં એવું સમજાવાયું છે કે કેમ આ વખતની દિવાળી છેલ્લા 10 વર્ષમાં સૌથી ખરાબ, ખરાબ એટલે નાણાભીડના સેન્સમાં. આ વખતે મંદીના માહોલમાં સામાન્ય વર્ગથી મિડલ ક્લાસ આડેધડ મની સ્પેન્ડિંગ કે શોપિંગ નહીં કરે અને કંપનીઓએ ગ્રાહકોને આકર્ષવા માટે જેન્યુઇન સેલ ઓફર્સ આપવી પડશે.

2008-09માં દિવાળીના સમયગાળા દરમિયાન જે માર્કેટ પેરામીટર્સ નોંધાયા હતા એ જ પ્રકારના માર્કેટ પેરામિટર્સ છેલ્લા બે ક્વાર્ટરથી ભારતીય બજારોમાં જોવા મળી રહ્યા છે. ઓછી ઘરાકી, લોકોની ખરીદશક્તિમાં તીવ્ર ઘટાડો વગેરેને કારણે રિટેઇલ માર્કેટ, એફ.એમ.સી.જી., ઓટો સેક્ટર, હોમ એપ્લાયન્સીઝ, રિયલ એસ્ટેટ, જ્વેલરી માર્કેટ, સોના ચાંદીના ભાવ વગેરેમાં પ્રવર્તમાન મંદીના પેરામીટર્સ 2008 સાથે સરખાવીએ તો લગભગ સમાંતર જોવા મળી રહ્યા છે.

એક્સપર્ટસ તો ત્યાં સુધી કહે છે કે જે રીતે ગુજરાત, ભારતમાં શ્રાવણ માસ, ચોમાસામાં ઓફ સિઝન સેલની પેટર્ન છે અને દિવાળીમાં ફ્રેશ માલ વેચાય છે, પણ આ વખતે દિવાળીમાં ફ્રેશ માલ પર પણ કંપનીઓ ગ્રાહકોને સેલ ઓફર આપશે. હોમ એપ્લાયન્સીસથી લઇને ઓટો સેક્ટરમાં વેચાણ માટે ગ્રાહકોને ઇઝી અવેલેબલ અને ઓછા ઇએમઆઇવાળી યોજનાઓની ભરમાર મળશે. ટૂંકમાં દિવાળીનું માર્કેટ સર કરવા માટે કંપનીઓએ મોટી મસક્કત કરવી પડશે.

નીચેની લિંક પર ક્લીક કરો અને વાંચો ઇકોનોમિક ટાઇમ્સનો રિપોર્ટ

https://economictimes.indiatimes.com/news/et-explains/why-this-diwali-is-the-most-crucial-in-10-years/articleshow/71159766.cms?from=mdr

ઇકોનોમિક ટાઇમ્સે રિપોર્ટના અંતમાં જણાવ્યું છે કે દિવાળીના તહેવારોમાં વેચાણ વધારવા માટે ગ્રાહકોને આકર્ષવા માટે કંપનીઓ અનેક ઓફરો આપશે અને પછી પણ જો માર્કેટ નહીં સુધરે તો એ પછીના ત્રણ-ચાર ક્વાર્ટરમાં મંદીનો માહોલ વધુ વિકટ બનશે.

દિવાળીના તહેવારમાં સૌથી વધુ જરૂરીયાત પરિવારોને રૂપિયાની હોય છે. ઘરની ખરીદીથી લઇને વસ્ત્રો, વાહનો, સોનું ચાંદી, હોમ એપ્લાયન્સીઝ, મોજશોખની ચીજવસ્તુઓ અને હરવા-ફરવા આ બધા માટે રૂપિયાની જરૂરીયાત દિવાળીમાં સામાન્ય દિવસો કરતા ચાર ગણી વધી જાય છે. પરતું આ વખતે દિવાળીમાં ભારે નાણાભીડ રહેશે અને નોકરીયાત વર્ગ કે જે હાલમાં સૌથી સલામત, ફિક્સ આવક ધરાવતો વર્ગ છે એ પણ સાચવીને રૂપિયા વાપરશે.

લોકોની ઘટેલી ખરીદ શક્તિ દિવાળી પર મોટી ભૂમિકા ભજવશે

ઇલેક્ટ્રોનિકથી લઇને હોમ એપ્લાયન્સીઝ, ગારમેન્ટથી લઇને ફૂટવેર સુધીના બજારોમાં છેલ્લા બે વર્ષમાં સેલ્સ ઘટીને 10 વર્ષના તળીયે આવી ગયા છે. લોકોની આવક સ્થિર થઇ છે તેની સામે મોંઘવારી ત્રણ ઘણી વધી જવા પામી છે. આવા અનેક ફેક્ટર દિવાળી સેલિબ્રેશનને નડશે.

સુરતની વાત કરીએ તો સુરતના બે મુખ્ય ઉદ્યોગ કે જેના પર લાખો પરિવારો નિર્ભર રહે છે. હીરા ઉદ્યોગ અને ટેક્સટાઇલ બન્ને ઉદ્યોગો હાલ જબરદસ્ત મંદીમાંથી પસાર થઇ રહ્યા છે. બાકી રહે છે રિયલ એસ્ટેટ સેક્ટર. રિયલ એસ્ટેટ સેક્ટરની હાલત તો ટેક્સટાઇલ અને ડાયમંડ કરતા પણ ખરાબ થવા પામી છે. આવી સ્થિતિમાં સુરતમાં કામ કરતા લોકોને બોનસ કે દિવાળી ફેસ્ટીવલ એલાઉન્સ તો દૂર પણ ટાઇમે પગાર મળે કે કેમ તેની અનિશ્ચિતતાઓ જોવાય રહી છે.

સોના-ચાંદી અને શેરબજારની આવકવાળાની હાલત સૌથી કફોડી

ભડકે બળી રહેલા સોનાના ભાવોને કારણે લોકો પોતાના ઘરમાં પડેલું સોનું વેચી રહ્યા છે પરંતુ, નવી ખરીદી સાવ બંધ થઇ જવા પામી છે. દિવાળીના તહેવારોમાં સામાન્ય રીતે મધ્યમર્ગીયથી ધનિક પરિવારો ધનતેરશ, ગુરુપુષ્ય નક્ષત્ર વગેરેમાં ટોકન સોનું ચાંદી કે લગ્નપ્રસંગ માટેની ખરીદી કરતા હોય છે, પરંતુ આ વખતે એક તોલાના રૂ.40 હજારને આંબી ગયેલા ભાવોને પગલે દિવાળીમાં આ માર્કેટમાં તેજીની જગ્યાએ મંદી જોવા મળશે એવું માર્કેટ એક્સપર્ટસ માની રહ્યા છે. બીજી તરફ, શેરબજાર છેલ્લા બે મહિનાથી નીલ રિટર્નની વાત તો દૂર પરંતુ, મૂડીધોવાણ કરે એ રીતે વર્તી રહ્યા છે. સુરતમાં શેરબજારની આવક પર નભતા કે શેરબજારને વધારાના આવકના સ્ત્રોત તરીકે અપનાવનારા પરિવારોની સંખ્યા મોટી છે. અહીંની મંદી દિવાળીને પૂરેપૂરી રીતે અસર કરે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

દિવાળીને અસરકર્તા આ સેક્ટરમાં ભારે મંદી

  • એફ.એમ.સી.જી. (રિટેઇલ માર્કેટના વેચાણ, ટર્નઓવર ઘટ્યા)
  • કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ વેચાણ, ટર્નઓવરમાં જંગી ઘટાડો
  • હોમ એપ્લાયન્સીઝમાં પણ ભારે ધોવાણ
  • મોબાઇલ ફોન, સ્માર્ટ ફોન્સ, ફીચર ફોન્સના વેચાણ 50 ટકા નીચે ઉતરી ગયા
  • ઓટો સેક્ટરમાં વૈશ્વિક મંદીનો માહોલ

સરકારના પેકેજથી સામાન્ય લોકોને ફાયદો મળતા દિવસો નીકળી જાય છે અને ફાયદો ઘટીને આંશિક બની જાય છે

એમાં કોઇ શંકાને સ્થાન નથી કે ભારતીય બજારોમાં હાલ મંદીના માહોલને કેન્દ્ર સરકાર ગંભીરતાથી લઇ રહી છે અને અનેક પેકેજીસ જાહેર કરવામાં આવી રહ્યા છે પરંતુ, દિવાળીને લાગે વળગે છે ત્યાં સુધી ગરીબ, મધ્યમવર્ગીય પરિવારોને આનાથી સીધો કોઇ ફાયદો નથી. ફાયદો મળતા મહિના અને વર્ષો નીકળી જાય છે અને સામાન્ય માણસને સરકારી પેકેજનો ફાયદો પહોંચે ત્યાં સુધી આંશિક બની જાય છે.

September 18, 2019
epf.jpg
1min6400

મોંઘવારી અને આર્થિક મોરચે સતત નિરાશાજનક ઘટનાક્રમ વચ્ચે કર્મચારીઓ માટે આર્થિક ખુશખબર આવ્યા છે. કર્મચારી ભવિષ્યનિધિ સંગઠન (ઈપીએફઓ)ના છ કરોડથી વધુ સભ્ય માટે નાણાકીય વર્ષ 2018-19 માટે પીએફ પર 8.65 ટકા વ્યાજદર મળશે. સરકારે’ તહેવારો અગાઉ જ પીએફ પર વ્યાજદર વૃદ્ધિને મંજૂરી આપી હતી. શ્રમ મંત્રી સંતોષ ગંગવારે આજે આ બાબતની જાહેરાત કરી હતી.

ઈપીએફઓ માટે નિર્ણય લેનારી ટોચની શાખા સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝે ગત નાણાકીય વર્ષ માટે આ વર્ષે ફેબ્રુઆરીમાં 8.65 ટકા વ્યાજદરને મંજૂરી આપી હતી. આ પછી આ પ્રસ્તાવને મંજૂરી માટે નાણા મંત્રાલય પાસે મૂકવામાં આવ્યો હતો.

સંતોષ ગંગવારે અહીં એક કાર્યક્રમ બાદ મીડિયાને જણાવ્યું હતું કે તહેવારો પહેલાં ઈપીએફઓના 6 કરોડથી વધુ સદસ્યોને 2018-19 માટે જમા રકમ પર 8.65 ટકા વ્યાજ પ્રાપ્ત થશે. વર્તમાનમાં ઈપીએફઓ ખાતામાં દાવાઓનો ઉકેલ 8.55 ટકાના વ્યાજદર પર કરવામાં આવી રહ્યો છે. આ જ દર 2017-18 દરમ્યાન પણ લાગુ હતા.

ઈપીએફ વ્યાજદરોની જાહેરાતમાં વિલંબ અંગે મંત્રીએ જણાવ્યું કે નાણા મંત્રી (નિર્મલા સીતારામન) હાલના દિવસોમાં વ્યસ્ત હતા. તેમની પાસે ફાઈલ (ઈપીએફ વ્યાજદરના પ્રસ્તાવ) પડી હતી. તેઓ આની સાથે અસંમત ન હતા. અમારા દ્વારા મંજૂર થયેલો 8.65 ટકાનો વ્યાજદર ઈપીએફ ખાતાધારકોને 2018-19 માટે ચૂકવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે 2017-18માં આપવામાં આવેલું વ્યાજ એ પાંચ વર્ષમાં સૌથી ઓછું હતું. 2016-17માં વ્યાજદર 8.65 ટકા, 2015-16માં 8.8 ટકા હતા. 2013-14 અને 2014-15માં કર્મચારીઓને 8.75 ટકા વ્યાજ મળ્યું હતું. 2012-13માં 8.5 ટકા વ્યાજ આપવામાં આવ્યું હતું.

September 18, 2019
indiaVSSa.jpg
1min10120

રવિવારે હિમાચલ પ્રદેશના ધરમશાલામાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-ટ્વેન્ટી મૅચ વરસાદને કારણે સદંતર ધોવાઈ ગયા પછી હવે આજે (સાંજે ૭.૦૦ વાગ્યાથી લાઇવ) પંજાબના મોહાલીમાં બન્ને દેશ વચ્ચે ત્રણ મૅચવાળી સિરીઝની બીજી મૅચ રમાશે.

બન્ને દેશો વચ્ચે અત્યાર સુધીમાં કુલ તેર ટી-ટ્વેન્ટી રમાઈ છે જેમાંથી આઠ ભારતે અને પાંચ સાઉથ આફ્રિકાએ જીતી છે. જોકે, ભારતમાં તેમની વચ્ચે ફક્ત બે ટી-ટ્વેન્ટી મુકાબલા થયા છે અને એ બન્નેમાં સાઉથ આફ્રિકાનો વિજય થયો છે.

આજે મોહાલીમાં વરસાદ પડવાની આગાહી છે. થોડો વરસાદ પણ કુલ ત્રણ-સાડાત્રણ કલાકની આ મૅચને ખોરવી શકે.

આજે ફાસ્ટ બોલર કેગિસો રબાડા અને સાઉથ આફ્રિકાના બીજા ફાસ્ટ બોલરો સામે ભારતીય બૅટિંગની કસોટી થશે.

દરમિયાન, મહેન્દ્રસિંહ ધોની હજી ‘વેકેશન’ પર હોવાથી રિષભ પંત તેના સ્થાને આ સિરીઝમાં રમી રહ્યો છે અને તેના પર બૅટિંગમાં સફળ થવાનું પ્રચંડ પ્રેશર છે. ખાસ કરીને પંતે હવે પછી વિકેટ ફેંકી ન દેવાય એની ખાસ તકેદારી રાખવી પડશે. ટી-ટ્વેન્ટીનો વર્લ્ડ કપ હજી ૧૨ મહિના દૂર છે અને એ પહેલાં ભારતની કુલ ૨૦ જેટલી ટી-ટ્વેન્ટી મૅચો રમાશે જે જોતાં ભારતને મજબૂત ટીમ બનાવવા માટે પૂરતી તક છે.

September 18, 2019
mamta_vs_modi.jpg
1min5510

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે બુધવારે યોજાનારી બેઠકને મમતા બેનરજીએ સૌજન્ય મુલાકાત ગણાવી છે. પશ્ર્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ કહ્યું હતું કે, રાજ્યને ફંડ અને અન્ય પ્રશ્ર્ને વડા પ્રધાન સાથે ચર્ચા થશે.પશ્ર્ચિમ બંગાળનું નામ બદલવા વિશે પણ ચર્ચા થશે. નવી દિલ્હીની મુલાકાત રૂટીન કામના ભાગરૂપ છે.સ્ટેટ સેક્રેટરીએટના સૂત્રોએ જણાવ્યું હતું કે, સીએમ અને પીએમ બુધવારે ૪.૩૦ વાગ્યે મળશે. રાજ્યની બહાર મમતા ભાગ્યે જ જાય છે. નવી દિલ્હી દેશની રાજધાની છે. રાષ્ટ્રપતિ, વડા પ્રધાન અને સંસદ દિલ્હીમાં છે તેથી ત્યાં જવું જરૂરી બને છે.

જાહેર ક્ષેત્રની બૅન્કોના મર્જર, એર ઈન્ડિયા, બીએસએનએલ અને રેલવેના પ્રશ્ર્નો પણ છે, તેની પણ ચર્ચા થશે. પશ્ર્ચિમ બંગાળના નામમાં ફેરફારમાં દરખાસ્ત કેન્દ્રને અગાઉ મોકલાવી હતી તે વિશે ચર્ચા થશે. જો કે, નામમાં ફેરફાર માટે બંધારણીય સુધારો જરૂરી છે જે સંસદમાં થઈ શકે છે.મંગળવારે મમતા બેનરજીએ વડા પ્રધાન મોદીને વર્ષગાંઠ નિમિત્તે શુભેચ્છા પાઠવી હતી. બુધવારે સૌજન્ય મુલાકાત છે. બંનેના સંબંધોમાં કડવાશ દૂર થવાની શક્યતા છે.

September 18, 2019
maha_election.jpg
1min5000

રાજ્યમાં ઓક્ટોબરમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની માહિતી આપવા માટે કેન્દ્રીય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ બુધવાર, ૧૮મી સપ્ટેમ્બરે પત્રકાર પરિષદ બોલાવી છે. તેમ છતાં બુધવારે ચૂંટણીની જાહેરાત કરાશે નહીં.

અરોરાના નેતૃત્વ હેઠળની ત્રણ સભ્યવાળી ટીમ ચૂંટણીની તૈયારી ચકાસવા માટે મંગળવારે રાજ્યમાં આવ્યા છે. ચૂંટણી પહેલા આ ટીમ બે દિવસ રાજ્ય સરકાર, મહારાષ્ટ્ર પોલીસ, રેલવે, ઇન્કમ ટેક્સ વિભાગ, એક્સાઇસ વિભાગ તથા અન્ય અધિકારીઓની મુલાકાત લેશે. તેમજ વિભાગીય કમિશનર, જિલ્લાધિકારી, રાજકીય પક્ષના નેતાઓ સાથે પણ બેઠક યોજશે. ‘ત્રણ સભ્યવાળી ટીમ બે દિવસ તપાસ કરીને બેઠક યોજશે. ત્યાર બાદ ૧૯મી સપ્ટેમ્બરે ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવશે. મહારાષ્ટ્રમાં ચૂંટણી બે તબક્કામાં યોજાઇ શકે છે જ્યારે ઝારખંડમાં અનોખુ પેટર્ન જ હશે. ૨૦૧૪માં અહીં પાંચ તબક્કામાં ચૂંટણી યોજાઇ હતી’, એમ એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. હાલમાં મહારાષ્ટ્ર સહિત હરિયાણા, ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.

અધિકારીઓના જણાવ્યાનુસાર ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ તૈયારી માટે ૩૫ દિવસનો સમય જોઇતો હોય છે. દિવાળીની રજા પહેલા આ પ્રક્રિયા પૂર્ણ થવી જોઇએ અને આ વખતે દિવાળી ૨૭મી ઓક્ટોબરે છે, એમ ચૂંટણી પંચે કહ્યું હતું.

ચૂંટણીને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા માટે રાજ્ય સરકારે ચૂંટણી પંચ તથા કેન્દ્ર સરકાર પાસે વધારાના પોલીસ વ્યવસ્થાની માગણી કરી છે.

September 17, 2019
kalash.jpeg
1min7490

જયેશ બ્રહ્મભટ્ટ

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને ગીફ્ટમાં મળેલી ભેંટ સોગાદોની ચાલી રહેલી ઇલેક્ટ્રોનિક ઓનલાઇન હરાજીમાં આજે તેમને ભેંટમાં મળેલો ચાંદીનો કળશ અને તેના પર નાળીયેર, આ આખા સેટના એક વ્યક્તિએ કુલ રૂ.1 કરોડ ચૂકવ્યા છે. હરાજી કરનારાઓએ ચાંદીના આ કળશ અને નાળિયેરના સેટની બેઝ પ્રાઇઝ રૂ.18,000 રાખી હતી. જેના બદલામાં કલ્પના બહાર રૂ.1 કરોડની બોલી લાગી છે.

વડાપ્રધાનને મળેલી ગીફ્ટની હરાજી: 500નું ફોટો સ્ટેન્ડ 1 કરોડમાં વેચાયું

પ્રસ્તુત તસ્વીરમાં જમણી બાજુએ દ્રશ્યમાન ચાંદીનો કળશ અને તેના પર નાળીયેરનો સેટ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમની અગાઉની મુલાકાત દરમિયાન ગીફ્ટ કર્યો હતો. આ કળશની જાહેર હરાજીમાં બેઝ પ્રાઇઝ રૂ.18 હજાર નક્કી કરવામાં આવી હતી. જેના પ્રતિસાદમાં એક ખરીદનારે આ કળશ માટે રૂ.1 કરોડની બોલી લગાવી છે.

વડાપ્રધાન શ્રી મોદી પહેલેથી જ ઘોષણા કરી ચૂક્યા છે કે તેમને મળેલી ભેંટ સોગાદોની હરાજીમાંથી ઉપજનારી તમામ રકમ, પાઇએ પાઇ નમામી ગંગે પ્રોજેક્ટમાં વાપરવામાં આવશે.

જે ચાંદીના કળશના રૂ.1 કરોડ ઉપજ્યા છે એ કળશ વડાપ્રધાન શ્રી મોદીને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ ગીફ્ટ કર્યો હતો.

500 રૂ.ના ફોટો સ્ટેન્ડના 1 કરોડ ઉપજ્યા

છેલ્લા છ મહિના દરમિયાન વડાપ્રધાન શ્રી મોદીને ગીફ્ટ મળેલી ચીજવસ્તુઓની હરાજીમાં જંગી રકમ એક ફોટો સ્ટેન્ડને પણ મળી છે. રૂ.500ની બેઝ પ્રાઇઝ ધરાવતા ગુજરાતી ભાષામાં વડાપ્રધાન શ્રી મોદીના એક સંદેશો લખાયેલા ફોટો સ્ટેન્ડના એક કદરદાને રૂ.1 કરોડ ચૂકવ્યા હોવાનું જાણવા મળે છે.

September 17, 2019
sensex_down.jpg
1min10870

સાઉદી અરેબિયામાં સર્જાયેલી પેટ્રોલિયમ કટોકટીની વિપરીત અસર ભારતના શેરબજારો પર પડી છે. છેલ્લા બે દિવસથી ભારતના શેરબજારોમાં કડાકો બોલી ગયો છે. આજે તા.17મી સપ્ટેમ્બર 2019ની બપોરે અઢી વાગ્યે ભારતનો મુખ્ય ઇન્ડેક્ષ સેન્સેક્સમાં 660 પોઇન્ટનો કડાકો બોલી જતા શેરમાં રોકાણકારો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા.

ગઈકાલે તા.16મી સપ્ટેમ્બર 2019ના રોજ 200 પોઈન્ટ્સ જેટલા ઘટાડા બાદ આજે પણ સેન્સેક્સમાં ધોવાણ ચાલુ રહ્યું છે.

સૌથી વધુ ઘટનારા શેરોમાં આજે હીરોમોટોકોર્પ ટોચ પર રહ્યો છે. આ શેર બપોરે બે વાગ્યે 4.30 ટકાના ઘટાડા સાથે 2621ની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો હતો. એચડીએફસી ટ્વીન્સમાં પણ આજે કડાકો બોલાયો છે. એચડીએફસી બેંક આજે દોઢ ટકા અને એચડીએફસી અઢી ટકા જેટલા ધોવાયા છે. આ ઉપરાંત, એક્સિસમાં ચાર ટકા, આઈસીઆઈસીઆઈમાં 2 ટકા, ઈન્ડસિન્ડ બેંકમાં 2.31 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

છેલ્લા કેટલાક સમયથી દબાણ હેઠળ રહેલા ઓટો શેર પણ ક્રુડના ભાવ વધવાની ભીતિથી પડતાં પર પાટું પડ્યું હોય તેમ આજે તૂટ્યા તા. મારુતિના શેરમાં આજે ત્રણેક ટકાનો, બજાજ ઓટોમાં 1.90 ટકા, ટાટા મોટર્સમાં 1.94 ટકાનો તોતિંગ ઘટાડો જોવા મળ્યો છે. અશોક લેલેન્ડ પણ આજે સવા બે ટકાના ઘટાડા સાથે 61 રુપિયાનું સ્તર સાચવવા મથી રહેલો જોવા મળ્યો હતો.

September 17, 2019
ibps.jpg
2min91690

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

કોઇપણ ગ્રેજ્યુએટ ડિગ્રી ધરાવતા હોય એવા 28 વર્ષની વય સુધીના યુવક યુવતિઓ માટે બેંકની નોકરીની જબરદસ્ત તક આવી છે. આઇ.બી.પી.એસ. એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેંકિંગ પર્સોનેલ સિલેક્શન દ્વારા દેશભરમાં આવેલી 17 જેટલી રાષ્ટ્રીયકૃત બેંકોમાં ક્લેરીકલ કેડરની 12000થી વધુ પોસ્ટ્સ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આઇ.બી.પી.એસ.ની નીચે દર્શાવેલી વેબસાઇટ લિંક પર ક્લીક કરીને કોઇપણ ગ્રેજ્યુએટ પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે.

https://www.ibps.in

17 જેટલી રાષ્ટ્રીયકૃત બેંકોમાં ક્લેરીકલ કેડરની આટલી મોટી ભરતી પ્રક્રિયા પહેલી વખત હાથ ધરવામાં આવી છે. નીચે દર્શાવેલી બેંકોની દેશભરમાં પથરાયેલી બ્રાન્ચમાં ક્લેરીકલ કેડરની ખાલી પડેલી જગ્યાઓ માટે અરજી કરવાની રહે છે.

રસ ધરાવતી ગ્રેજ્યુએટ ઉમેદવારોએ તા.17મી સપ્ટેમ્બર 2019થી તા.9મી ઓક્ટોબર 2019 સુધીમાં ઓનલાઇન પોતાની અરજી કરવાની રહેશે.

બે પ્રકારની પરીક્ષા લેવાશે

આઇ.બી.પી.એસ. ક્લેરીકલ કેડરની પોસ્ટસની ભરતી પ્રક્રિયામાં બે તબક્કામાં પરીક્ષા લેવામાં આવશે. પહેલા તબક્કામાં પ્રીલિમનરી પરીક્ષા અને બાદમાં મેઇન પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોને બેંકમાં ક્લેરીકલ કેડરની જોબ માટે પસંદ કરવામાં આવશે. પરીક્ષામાં શું પૂછાશે તેની સઘળી માહિતી અહીં રજૂ કરવામાં આવી છે.

આઇ.બી.પી.એસ. બેંક ક્લાર્કની ભરતી માટેનું સત્તાવાર નોટિફિકેશન અહીંથી ડાઉનલોડ કરી શકશો

https://www.ibps.in/wp-content/uploads/DetailedAdvtCRP_Clerks_IX.pdf

September 17, 2019
plane_crash.jpg
1min8910
ભારતની ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન નામની સંસ્થાએ કરેલું ટ્વીટ
Unmanned Aerial Vehicle (UAV) being developed by DRDO on experimental flight trial in new configuration has crash landed in fields near ATR Chitradurga. Data is being analysed.

ભારતના સંરક્ષણ મંત્રાલય સાથે સંકળાયેલી સંસ્થા ડી.આર.ડી.ઓ. (ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલમપેન્ટ ઓર્ગેનાઇઝેશન) દ્વારા વિકસિત એક Rustam Drone એરીયલ વ્હીકલ જેને દેશીભાષામાં પ્લેન કહી શકાય, એ આજે ટ્રાયલ રન દરમિયાન કર્ણાટકના ચિત્રદુર્ગા નામના બિનરહેઠાણી વિસ્તારમાં ક્રેશ થઇ ગયુ હતું.

ડીઆરડીઓના સત્તાવાર ટ્વીટર પર જણાવાયું છેકે સદનસીબે દુર્ઘટનામાં કોઇની જાનહાની થયાના અહેવાલો નથી. ઘટના અંગે ડીઆરડીઓએ તપાસ કમિટી રચીને તપાસ શરૂ કરાવી દીધી છે.

September 17, 2019
crud.jpg
1min5440

સાઉદી અરેબિયામાં ઓઈલ પ્લાન્ટ ઉપર ડ્રોન હુમલા બાદ ખોરવાયેલ ઉત્પાદન અને અમેરિકા-ઈરાન વચ્ચે ભડકેલી તંગદિલી વચ્ચે આજે ક્રૂડ ઓઈલનાં ભાવમાં 1991નાં ખાડી યુદ્ધ પછી પહેલીવાર સૌથી મોટો આંતરદિવસીય ઉછાળો નોંધાયો હતો. એશિયામાં બ્રેન્ટ ક્રૂડ ઓઈલનો ભાવ 19.પ ટકા ઉછળીને 71.9પ ડોલર પ્રતિબેરલ સુધી પહોંચી ગયો હતો. જો કે આગળ જતાં ભાવ 10 જેટલો વધુ 66.28 ડોલર આસપાસ સ્થિર થયો હતો.

સાઉદીમાં થયેલા હુમલાને પગલે દુનિયાનાં ક્રૂડ ઓઈલનાં કુલ ઉત્પાદનનું પાંચ ટકા જેટલું ઉત્પાદન ખોરવાઈ ગયું છે અને તેને પગલે ભાવમાં ભડકો થઈ ગયો છે. જે ભારતમાં ક્રૂડનો કાચામાલ તરીકે ઉપયોગ કરતાં ઉડ્ડયનથી માંડીને કલર, ટાયર અને ઓઈલ-ગેસ સહિતનાં ઉદ્યોગો માટે માઠા સમાચાર છે.

આગામી માસ માટેનાં સોદા 6.06 ડોલર પ્રતિબેરલ ઊંચા એટલે કે 66.28 ડોલરનાં ભાવે થયા હતાં. અમેરિકાનાં વાયદાનાં સોદા પણ 1પ.પ ટકા ઊંચા 63.34 ડોલર પ્રતિબેરલનાં ભાવે પડયા હતાં.

સાઉદી અરેબિયા વિશ્વનો સૌથી મોટો ઓઈલ ઉત્પાદક દેશ છે અને તેની સૌથી મોટી ઓઈલ રિફાઈનરી અરામકો ઉપર હુમલા બાદ ઉત્પાદનમાં પ.7 મિલિયન બેરલ પ્રતિબેરલ ઘટાડો થઈ ગયો છે. કંપની દ્વારા હજી સુધી પૂર્ણક્ષમતાએ ઓઈલ ઉત્પાદન ક્યારે શરૂ થઈ શકશે તેની કોઈ સમયમર્યાદા પણ આપી નથી. આમાં હજી થોડા સપ્તાહનો સમય લાગે તેવી સંભાવના છે. આ દરમિયાન અમેરિકા અને ઈરાન વચ્ચેનો તનાવ કેવો વળાંક લેશે તેનાં ઉપર પણ દુનિયાની નજર રહેશે. આની પણ સીધી અસર ઓઈલનાં ભાવ ઉપર પડવાની છે.