CIA ALERT

Blog - Page 400 of 708 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
January 28, 2020
hemlet-1280x720.jpg
1min6110

ગુજરાતમાં વાહન ચાલકોને શહેરી વિસ્તારમાં હેલ્મેટ મરજિયાત કરવાના નિર્ણય સામે થયેલી અરજીના મામલે ગુજરાત હાઇ કોર્ટે સરકારને નોટિસ આપી છે. જ્યારે સરકારે ગુજરાતમાં વાહન ચાલકો માટે હેલ્મેટ પહેરવું મરરાયાત નથી કરાયું, ફરજિયાત જ છે, પાછળ બેસનારે પણ હેક્ષમમેટ પહેરવું ફરજિયાત છે.

હાઇ કોર્ટે ટ્રાન્સપોર્ટ સચિવને એફિડેવિટ રજૂ કરવા આદેશ કર્યો હતો. રાજ્યમાં વાહનચાલકો માટે કેન્દ્ર સરકારના કાયદા પ્રમાણે હેલ્મેટ ફરજિયાત કર્યા બાદ તેની સામે વ્યાપક વિરોધ અને લોકોને પડતી હાલાકીના પગલે રાજ્ય સરકારે કેબિનેટની બેઠકમાં રાજ્યમાં શહેરી વિસ્તારોમાં હેલ્મેટને મરરાયાત કરતો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો, પરંતુ એક નાગરિક દ્વારા ગુજરાત હાઇ કોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે, સરકારે કેન્દ્ર સરકારના કાયદામાં ફેરફાર કરીને હેલ્મેટની મરજિયાત બનાવી છે. જે થઇ શકે નહીં.

27 January 2020 થયેલી સુનાવણીમાં સરકાર તરફે એવી રૂઆત કરવામાં આવી હતી કે, સરકારે આવો કોઇ પરિપત્ર કે આદેશ જાહેર કર્યો નથી. તેમ જ રાજ્યમાં હેલ્મેટનો ફરજિયાત જ છે. જોકે હાઇ કોર્ટે આ અંગે સરકારને સોગંદમાનુ રજૂ કરવાનું કહેવામાં આવ્યું છે તેમ જ નોટિસ કાઢી કાઢી હતી. સેન્ટ્રલ મોટર વ્હિકલ એક્ટ ૨૦૧૯ના વિરુદ્ધમાં ગુજરાત સરકાર દ્વારા જનતાને શહેરી વિસ્તારમાં હેલ્મેટ પેહરવામાંથી મુક્તિ આપવામાં આવી હતી. કેન્દ્ર સરકારે બનાવેલા કાયદામાં સેકશન ૧૨૯ મુજબ હેલ્મેટ ફરજિયાત છે, પરંતુ રાજ્ય સરકારે કાયદાને હાલ પૂરતો મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણયને લોકો સુધી પહોંચાડાયો હતો. કોઈપણ રાજ્ય તરફથી કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલા કાયદો બદલી શકાય નહીં. જો કોઈ રાજય સરકારે પાર્લામેન્ટ દ્વારા બનાવવામાં આવેલા કાયદામાં ફેરફાર કરવું હોય તો ભારતના બંધારણના અનુચ્છેદ ૨૫૪ (૨) મુજબ રાજ્ય વિધાન સભામાં પસાર થયેલા કાયદો રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવાનો હોય છે. જેમાં રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ નોટિફિકેશન બહાર પાડીને કાયદો અમલમાં મુકાય છે. પણ સરકારે આ પ્રકારની કોઈપણ કાર્યવાહી કર્યા વગર જ રાજકીય હેતુ માટે પ્રેસનોટ આપીને શહેરી વિસ્તારમાં હેલ્મેટ પહેરવું મરજિયાત કરી દીધું હતું.

January 28, 2020
Wuhan.jpg
2min7550

 ચીનમાં આતંક મચાવતા ખતરનાક કોરોના વાયરસે અત્યાર સુધીમાં 170નો ભોગ લઈ લીધો છે. તો જેની દહેશત હતી એવો આ વાયરસ હવે ભારતમાં પણ પગપેસારો કરી ગયો છે અને પહેલો કેસ કેરળમાં નોંધાયો છે.’ ચીનથી પાછા ફરેલા કેરળના છાત્રમાં કોરોના વાયરસના ચેપને સમર્થન અપાયું છે. બીજીબાજુ બંગાળમાં કોરોનાના સંદિગ્ધ લક્ષણો ધરાવતી થાઈલેન્ડની એક મહિલાનું મૃત્યુ થયું છે. તો મેલેશિયામાં ત્રિપુરાના એક વ્યકિતનું કોરોનાથી મૃત્યુ થયું છે.

કેરળનો આ છાત્ર ચીનની વુહાન યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો. તેની તબિયત સ્થિર છે અને તબીબો તેની સારવાર અત્યારે કરી રહ્યા છે.’ બીજીતરફ, ગાઝિયાબાદ અને ગુડગાંવમાં પણ કોરોના વાયરસના સંદિગ્ધ દર્દીઓના મામલા સામે આવ્યા છે. અગાઉ,’ જયપુર, મુંબઈ અને બિહારના છપરામાં આ દર્દીના કેસ સામે આવ્યા હતા.

દિલ્હીની હોસ્પિટલ તેમજ એરપોર્ટ પર કોરોના વાયરસની પૂરી તપાસ કરવા માટેની વ્યવસ્થા કરી દેવાઈ છે.

દરમ્યાન, ભારતમાંથી ચીન તરફ ઉડાન ભરનારી બે ભારતીય એરલાઈન્સ ઈન્ડિગો અને એર ઈન્ડિયાએ પોતાની મોટાભાગની ઉડાનો સ્થગિત કરવાની ઘોષણા કરી નાખી છે.
ભારતે હુબેઈ પ્રાંતથી પોતાના નાગરિકો પાછા લાવવા માટે બે ઉડાનો સંચાલિત કરવાની અનુમતિ આપવાનો ચીનને અનુરોધ કર્યો છે.

ભારતની સરકારે નવી ટ્રાવેલ એડવાઈઝરી જારી કરતાં પોતાના નાગરિકોને ચીનની યાત્રા હાલ પૂરતી ટાળવાની સલાહ આપી છે.

132ના મોત, 5974 કેસો : ઝડપથી પ્રસરી રહેલો રોગચાળો

ચીનમાં ફેલાયેલા કોરોનાવાયરસના પ્રકોપથી મરનારાની સંખ્યા વધીને 132 સુધી પહોંચી ગઇ છે. અહીના 30 રાજ્યોમાં કોરોનાવાયરથી સંક્રમિત 5974 જેટલા પોઝિટિ વ મામલાઓની પુષ્ટિ કરવામાં આવી છે. 

આ સિવાય ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ આયોગ મુજબ કોરોનાવાયરસથી પીડિત 976 દર્દીઓની સ્થિતિ ગંભીર છે અને આગામી અઠવાડિયા સુધી આ ખતરનાક વાયરસના ભરડામાં સાત હજાર લોકો આવી શકવાની આશંકા છે. 

સારવાર દરમિયાન સ્વસ્થ બનેલા 60 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

ચીનના શિક્ષણ મંત્રાલયે મંગળવારે જાહેરાત કરી હતી કે વાયરસના પ્રકોપને કારણે શાળાઓ માટે 2020ના સ્પ્રિંગ સેમેસ્ટરને રદ કરવામાં આવ્યું છે. 

ચીનના વુહાનમાંથી ભારતીયોને લાવવાની તૈયારીઓ

સરકારે સોમવારે ચીનની હુબેહી પ્રાંતના વુહાન શહેરમાંથી ભારતીયોને લાવવાની તૈયારી શરૂ કરવા નિર્ણય કર્યો હતો. ચીનમાં કોરોના વાઇરસથી ફાટી નીકળેલા રોગચાળાથી ઊભી થયેલી પરિસ્થિતિની વિગતવાર સમીક્ષા કરવાનો કેબિનેટ સચિવ રાજીવ ગૌબાના વડપણ હેઠળની ઉચ્ચ-સ્તરીય બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. વિદેશ મંત્રાલય આ બાબતમાં ચીનના સત્તાવાળાઓની મદદ માગવા વિનંતી કરશે.

ચીનથી આવી રહેલા પ્રવાસીઓનો બંદરો પર સ્ક્રિનિંગ કરવાનું પણ શિપિંગ મંત્રાલય શરૂ કરશે એવી માહિતી આપવામાં આવી હતી. દરમિયાન ડબ્લ્યુએચઓ (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન)એ સોમવારે કહ્યું હતું કે કોરોના વાઇરસથી વૈશ્ર્વિક જોખમ ઊભું થયું છે અને અગાઉ આપેલા સંદેશમાં સામાન્ય શબ્દ કહેવામાં આવ્યો હતો તે એક ભૂલ હતી.

દરમિયાન કોરોના વાઇરસ રોગચાળાથી મૃતકોની સંખ્યા ૮૦ થઇ હતી અને ૨,૭૪૪ દર્દી છે તેવી ચીનના સત્તાવાળાઓએ જાણ કરી હતી. ૪૬૧ દર્દીઓની હાલત ગંભીર છે તેવું નેશનલ હેલ્થ કમિશને કહ્યું હતું.

ચીનમાં પ્રવાસ પર નિયંત્રણ મૂકવામાં આવ્યા હોવાથી એશિયાના પ્રવાસન ઉદ્યોગને મોટો ફટકો પડ્યો હતો કારણ કે ચીનના પ્રવાસીઓની સંખ્યા ઘણી મોટી હોય છે.

દરમિયાન કેન્દ્ર સરકારે નેપાળની ભારત સાથે સરહદ પર ચોકસાઇ વધારી દીધી છે. પ.બંગાળના પાણીટંકી અને ઉત્તરાખંડના ઝૂલાઘાટ અને જાવલીબીમાં ડૉક્ટરોની ટીમ તૈયાર કરવામાં આવી છે. નેપાળની સરહદ પર આવેલા પાંચ રાજ્ય યુપી, ઉત્તરાખંડ, બિહાર, પ.બંગાળ અને સિક્કિમના ચીફ સેક્રેટરી અને પોલીસવાળા સાથે કેન્દ્રીય હેલ્થ સેક્રેટરી પ્રિતી સુદાને વીડિયો કોન્ફરન્સ કરી હતી.

દરમિયાન કેરળના મુખ્ય પ્રધાન પી. વિજયને વડા પ્રધાન મોદીને પત્ર લખી ચીનમાં અટવાયેલા ભારતીયોને ઍરલિફ્ટ કરવા વિનંતી કરી હતી. ચીને નવા વર્ષનું રજાનું વેકેશન શુક્રવારે પૂરું થતું હતું તે વધારીને રવિવાર સુધી કર્યું હતું. રજા પછી પણ શાળાઓ ખોલવાનું લંબાવવામાં આવ્યું હતું. ચીનના વડા પ્રધાન લી કેકિયાંગ વુહાનમાં ગયા હતા અને રોગચાળાના નિયંત્રણ માટેના પગલાંની સમીક્ષા કરી હતી.

January 27, 2020
jeemain.jpg
1min7950

JEE Main કોચિંગવાળાઓની ભ્રામક જાહેરાતોથી વાલી વિદ્યાર્થીઓ ચેતે

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ જ્યારથી દેશમાં એન્જિનિયરિંગ એન્ટ્રન્સ એક્ઝામ જેઇઇ મેઇન પરીક્ષા લેવાનું શરૂ કર્યું છે ત્યારથી તેમણે પરીણામ માર્ક (સ્કોર)ની જગ્યાએ પર્સન્ટાઇલ રેન્કથી આપવાનો નિયમ બનાવ્યો છે. તાજેતરમાં જ એન.ટી.એ. દ્વારા જેઇઇ મેઇન્સ જાન્યુઆરી 2020નું પરીણામ જાહેર કરવામાં આવ્યું. પરીણામ જાહેર થયા બાદ જેઇઇ મેઇન્સનું કોચિંગ આપતા પ્રાઇવેટ ટ્યુશનિયા સંચાલકો અને કેટલીક સ્કુલો દ્વારા 80થી વધુ પર્સન્ટાઇલ ધરાવતા હોય એવા વિદ્યાર્થીઓના ફોટા સાથે એવી તે જાહેરાતો કરવામાં આવી કે જાણે મોટો મીર માર્યો હોય.

વાલીઓ અને વિદ્યાર્થીઓએ સમજી લેવું જોઇએ

વાલીઓ અને વિદ્યાર્થીઓએ સમજી લેવું જોઇએ કે જેઇઇ મેઇન્સમાં કેટલા પર્સન્ટાઇલે નેશનલ ઇન્સ્ટીટ્યુટમાં પ્રવેશ મળી શકે છે. હકીકત જોવા જઇએ તો ઓપન કેટેગરીમાં 92થી ઓછા પર્સન્ટાઇલ રેન્ક પર સારી ગણાતી નેશનલ ઇન્સ્ટીટ્યુટમાં પ્રવેશ મળી શકતો નથી. સૌથી વધુ સ્પર્ધા ઓપન કેટેગરી, ઓપન ઇડબલ્યુએસ કેટેગી, ઓબીસી વગેરેમાંથી એન.આઇ.ટી.માં પ્રવેશ મેળવવા માટે હાયર મેરીટની આવશ્યકતા છે.

હાલમાં જેઇઇ મેઇન્સ જાન્યુઆરી 2020ના પરીણામાં 80થી વધુ પી.આર. ધરાવતા વિદ્યાર્થીઓએ જાણે મોટી સિદ્ધી હાંસલ કરી લીધી હોય તે રીતે જાહેરાતો કરવામાં આવી રહી છે એ સાવ ભ્રામક છે. હાલમાં ધો.10માં અભ્યાસ કરતા અને ધો.11-12 સાયન્સ મેથ્સ ગ્રુપમાં પ્રવેશ મેળવવાનું આયોજન ધરાવતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને આકર્ષવા માટે ગેરમાર્ગે દોરનારી જાહેરાતો કરવામાં આવી રહી છે.

જેઇઇ મેઇન્સમાં ઓપન કેટેગરીમાં 92 પર્સન્ટાઇલ જેટલો હાયર સ્કોર પણ કેમ બિનઉપયોગી થઇ પડે છે એ ગણતરી અહીં નિમ્નદર્શિત ચાર્ટ પરથી સમજીએ.

Percentile ScoreTotal Students/Rank
99 to 1001 to 11500
95 to 9911500 to 57000
90 to 9557000 to 115000

IIT, NIT, IIIT ની બધુ મળીને 42000 બેઠકો છે, તેની સામે 95 પર્સન્ટાઇલ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા જ 1.15 લાખ છે

ઉપરોક્ત ડેટા ચકાસીએ તો ખ્યાલ આવશે કે 99થી 100 પર્સન્ટાઇલ વચ્ચે 11,500 સ્ટુડન્ટ છે. જેઇઇ મેઇન્સ જાન્યુઆરી 2020 પરીક્ષા કુલ 14 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આપી હતી. જેમાંથી 11,500 વિદ્યાર્થીઓએ 99થી 100 પર્સન્ટાઇળ મેળવ્યા છે. 99થી 95 પર્સન્ટાઇલ વચ્ચે કુલ 57000 વિદ્યાર્થીઓ (રેન્કસ) સમાવિષ્ટ થઇ જાય છે. આઇ.આઇ.ટી., એન.આઇ.ટી. અને ત્રિપલ આઇ.ટી. કોલેજોની આખા દેશમાં કુલ બેઠકો ફક્ત 42000 જેટલી છે. આ 42000 સીટમાં ઓપન કેટેગરી સમેત તમામ અનામત વર્ગની બેઠકો સામેલ છે. હવે તેની સરખામણીમાં ઉપરના ચાર્ટ અનુસાર પર્સન્ટાઇલ અને તેની સામે વિદ્યાર્થીની સંખ્યાને સરખાવી જુઓ 95 પર્સન્ટાઇલ સુધીના વિદ્યાર્થીઓની સંખ્યામાં જ આઇ.આઇ.ટી., એન.આઇ.ટી. ત્રિપલ આઇ.ટી. ની બધી સંસ્થાઓની બેઠકો ભરાઇ જશે.

આમ દેશી હિસાબ લગાડીએ તો પણ જેઇઇ મેઇન્સમાં ઓપન કેટેગરીમાં 92 પર્સન્ટાઇલ અને તેના પ્રપોર્સનેટમાં અન્ય અનામત વર્ગના વિદ્યાર્થીઓના પ્રવેશ માટે આટલા પર્સન્ટાઇલ પર્યાપ્ત નથી.

JEE MAIN ફક્ત 30 હજાર અને એડવાન્સ્ડ ફક્ત 12 હજાર વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવી શકે

હાલમાં ધો.12 મેથ્સ ગ્રુપમાં અભ્યાસ કરી રહેલા કે ભવિષ્યમાં મેથ્સ ગ્રુપમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ એ વાતને યોગ્ય રીતે સમજવાની જરૂર છે કે જેઇઇ મેઇન્સ અને એડવાન્સ આખા દેશના ફક્ત 42 હજાર જેટલા વિદ્યાર્થીઓને જ પ્રવેશ અપાવી શકે. જેની સામે ગુજરાતમાંથી જ જેઇઇ મેઇન્સ પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા 1 લાખ 20 હજારથી વધુની છે. આવી સ્થિતિમાં જેઇઇ મેઇન્સનો સૌથી મજબૂત વિકલ્પ ગુજકેટની પરીક્ષા છે. ગુજકેટ પર પણ ધ્યાન આપવું જોઇએ જેથી કરીને ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી સંલગ્ન એન્જિનિયરિંગ કોલેજોમાં સરળતાથી પ્રવેશ મળી શકે છે.

January 27, 2020
coronaupdate.jpg
1min17880

ચીનમાં કોરોના વાઈરસના પ્રકોપના કારણે મરનારની સંખ્યા 80 થઈ છે. જ્યારે સંક્રમિત લોકોની સંખ્યા 2 હજાર કરતાં પણ વધારે થઈ છે. ચીનમાં ભારતીય દૂતાવાસ પણ સક્રિય છે અને લોકોના સ્વાસ્થ્ય અને સ્થિતિ પર નજર રાખી રહી છે. ભારતીયોની મદદ કરવા માટે દૂતાવાસે બે હેલ્પલાઈન ચાલુ કરી હતી જોકે, મોટી સંખ્યામાં કોલની ફ્રિકવન્સી જોતા દૂતાવાસને ત્રીજી હેલ્પલાઈન નંબર પર જાહેર કરવી પડી હતી.

ચીનમાં ભારતીય દૂતાવાસે પહેલા +8618612083629 અને +8618612083617 નંબર શરુ કર્યા હતાં. હવે નવી હેલ્પલાઈન નંબર +8618610952903 પર પણ કોલ કરીને મદદ માગી શકાય છે. @EOIBeijingએ જણાવ્યું કે આ હેલ્પલાઈન 24 કલાક ચાલુ છે. ચીનના વુહાન શહેરમાં મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ રહે છે.

India in China

✔@EOIBeijing

We have opened a third hotline-+8618610952903,
+8618612083629,
+8618612083617
to respond to concerns. Please continue to follow us for further updates.

ભારતીય દૂતાવાસે જણાવ્યું કે ગત બે દિવસોમાં તેમની પાસે લગભગ 600 કોલ આવી ચૂક્યા છે. ભારત સરકારની સાથે મળીને દૂતાવાસ ભારતીયોની સુરક્ષાની દરેક શક્ય કોશિશ કરી રહ્યું છે. ચીની વહીવટી તંત્ર સાથે પણ સંપર્કમાં છે. ખતરનાક કોરોના વાઈરસ પર નિયંત્રણ માટે રવિવારે દક્ષિણ શહેર શાંતાઉને આંશિક રીતે બંધ કરવાની જાહેરાત કરી છે. આવું પહેલીવાર થયું છે જ્યારે વિષાણુંના કેન્દ્ર રહેલા વુહાનની બહાર કોઈ શહેરને બંધ કરવાની ઘોષણા કરવામાં આવી હોય.

વિદેશમંત્રી જયશંકરે પણ ટ્વીટ કરીને કહ્યું હતું કે,’બેઈજિંગ સ્થિત અમારુ દૂતાવાસ પણ ભારતીયોના સ્વાસ્થ્ય અને તેમની તબીયત પર નજર રાખી રહ્યું છે. મહેરબાની કરીને વધારે જાણકારી માટે (ટ્વિટર પર) @EOIBeijing ફોલો કરો.’

આ વાઈરસને લઈને હજુ પણ અનેક અનિશ્ચિતતાઓ છે. અંતિમ નિષ્કર્ષની ઘોષણા બાકી છે. જોકે, ચીની સ્વાસ્થ્ય અધિકારીઓનું માનવું છે કે આ વાઈરસ વુહાનના મીટ બજારમાં ગેરકાનૂની રીતે વેચાયેલા માંસથી આવ્યો છે. જ્યાં ઉંદરથી લઈને શિયાળ અને દરેક પ્રકારના જાનવરોનું માંસ મળે છે.

January 27, 2020
kobe.jpg
1min5890

રિટાયર્ડ બાસ્કેટબોલ સ્ટાર કોબી બ્રાયંટ(41)નું રવિવારે હેલિકોપ્ટર ક્રેશમાં મોત નિપજ્યું હતું. કેલિફોર્નિયાના કેલાબેસસમાં સર્જાયેલી આ દુર્ઘટનામાં કોબી સહિત 9 લોકોના મોત થયા છે. આ દુર્ઘટના એટલી ગમખ્વાર હતી કે હેલિકોપ્ટરમાં બેઠેલું કોઈ બચી શક્યું નહીં. કોબી પ્રતિષ્ઠિત નેશનલ બાસ્કેટબોલ એસોસિએશન (NBA)માં 20 વર્ષ સુધી રમ્યો હતો અને 5 ચેમ્પિયનશિપ પોતાના નામે કરી છે. તેના મોતથી ખેલાડીના ફેન્સમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે.

લોસ એન્જલસથી લગભગ 65 કિમી દૂર હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ કોબીનું પ્રાઈવેટ હેલિકોપ્ટર હતું. કહેવાય છે કે હેલિકોપ્ટર હવામાં હતું ત્યારે જ આગ લાગી ગઈ હતી અને પછી તે ચક્કર ખાતા નીચે પડી ગયું હતું. ક્રેશના કારણે નીચે જંગલી વિસ્તારમાં પણ આગ લાગી ગઈ હતી જેથી દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટર સુધી પહોંચવામાં બચાવ દળને પણ ખૂબ જ મુશ્કેલી પડી હતી.

અમેરિકાના ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને ક્રેશ થયેલા હેલિકોપ્ટરની ઓળખ સિકોરસ્કાઈ એસ-76 કરી છે. બ્રાયન કોબી લોસ એન્જલસ લેકર્સના સ્ટાર પ્લેયર હતા તે સમયે પણ પોતે ગમે ત્યાં જાય હેલિકોપ્ટર મારફત જ જતા હતા. પોતાની 20 વર્ષની કરિયરમાં બ્રાયન કોબી 18 વાર NBA ઓલસ્ટાર રહ્યા. કોબીની પાછળ હવે તેમની પત્ની અને ચાર દીકરીઓ પરિવારમાં છે.

January 26, 2020
weather-forecast.jpg
1min5820

સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે હવામાન વિભાગે ૨૭ અને ૨૮ જાન્યુઆરીના સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉકટર જયંત સરકારે જણાવ્યું છે કે ૨૭ જાન્યુઆરીના રાજકોટ, પોરબંદર અને દ્વારકામાં કમોસમી વરસાદ થવાની સંભાવના છે. તો ૨૮ જાન્યુઆરીના વડોદરામાં સામાન્ય વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

રાજ્યમાં ઠંડીથી રાહત મળવાની હવામાન વિભાગે આગાહી કરી હતી અને શનિવારે લઘુતમ તાપમાન શુક્રવારની સરખામણીએ ૩ ડિગ્રી ઊંચું નોંધાયું છે. જેના કારણે ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. તો બીજી તરફ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વાદળો ગુજરાત ઉપર આવી રહ્યાં છે અને વાદળછાયા વાતાવરણના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે ત્યારે અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું છે.

જોકે હવામાન વિભાગે જણાવ્યું કે લઘુતમ અને મહત્તમ તાપમાનમાં વધારો થશે, જેના કારણે ઠંડીના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો થશે અને તાપમાનમાં ૩ થી ૪ ડિગ્રીનો વધારો થશે. મહત્ત્વપૂર્ણ છે કે ક્લાઈમેન્ટ ચેન્જની અસર ઋતુઓ પર થઈ રહી છે. જેના કારણે વારંવાર સિસ્ટમો સક્રિય થઈ રહી છે અને વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદ, તાપમાનમાં અચાનક વધારો-ઘટાડો થઈ જવો. તેના કારણે સીઝન પાકને નુકસાન થાય છે અને પાકને નુકસાન થતાં સીધી અસર માર્કેટમાં જોવા મળશે.

January 26, 2020
republic-day-1280x853.jpg
1min8780

આપણે સૌ ભારતીયો આજે તા.26મી જાન્યુઆરી 2020ના રોજ આપણા દેશનો પ્રજાસત્તાક પર્વ ઉજવી રહ્યા છીએ. દરેક નાગરીકના મનમાં આજે દેશ પ્રેમની કોઇકને કોઇક લાગણી વ્યક્ત થઇ રહી છે.

ભારતના 71મા પ્રજાસત્તાક સમારોહની મુખ્ય સરકારી ઉજવણી નવી દિલ્હીમાં ધામધૂમપૂર્વક કરવામાં આવી રહી છે. આ વરસે બ્રાઝીલના રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારો ભારતના પ્રજાસત્તાક દિવસની પરેડના મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા છે. રાજપથ પર આજે સવારે 90 મિનિટની પરેડમાં ડીઆરડીઓ દ્વારા વિકસાવાયેલા એન્ટી સેટેલાઈટ વેપન્ટ (એસેટ)- મિશન શક્તિ મુખ્ય આકર્ષણ રહ્યા હતા. વાયુસેનાના ચિનૂક અને અપાચે હેલિકોપ્ટર પણ પ્રથમ વખત પરેડાં સામેલ કરાયા હતા, લોકમાં એમણે પણ ભારે આકર્ષણ જણાવ્યું હતું.

પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમની શરૂઆતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેશનલ વોર મેમોરિયલ પર શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. પ્રથમ વખત એવું બન્યું કે વડાપ્રધાન અમર જવાન જ્યોતિ ઉપર નહીં ગયા અને ઈન્ડિયા ગેટ પાસે આવેલા નેશનલ વોર મેમોરિયલ ગયા હતા. પરંપરા મુજબ, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ધ્વજારોહણ કર્યું હતું અને ત્યારબાદ રાષ્ટ્રગાન દરમિયાન 21 તોપોની સલામી આપવામાં આવી હતી.


January 26, 2020
India-vs-New-Zealand.jpg
1min5520

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી ટ્વેન્ટી મેચ આવતીકાલે રમાનાર છે. પ્રથમ મેચ જીતી લીધા બાદ ભારતીય ટીમ યજમાન ટીમ પર 1-0ની લીડ ધરાવે છે. આવતીકાલની મેચમાં કેન વિલિયમસનના નેતૃત્વમાં ન્યુઝીલેન્ડ પણ શાનદાર દેખાવ કરીને વાપસી કરવા માટે ઇચ્છુક છે. જેથી મેચ રોમાંચક બની શકે છે.

પ્રથમ મેચમાં બંને ટીમોના બેટ્સમેનોએ સારો દેખાવ કર્યો હતો. ટ્વેન્ટી મેચમાં 400 કરતા પણ વધારે રન થયા હતા.’ અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત અને ન્યુઝીલેન્ડની વચ્ચે હજુ સુધી ચાર દ્વિપક્ષીય શ્રેણી રમાઇ ચૂકી છે. જૈ પૈકી ન્યુઝીલેન્ડે ત્રણ શ્રેણી જીતી છે. ભારતે એક શ્રેણીમાં જીત મેળવી છે. ભારતને ન્યુઝીલેન્ડ સામે દેખાવ સુધારવાની તક રહેલી છે.

ન્યુઝીલેન્ડે ટ્વેન્ટી ક્રિકેટમાં પ્રભુત્વ રાખ્યુ છે. વર્ષ 2008-09માં તેમની વચ્ચે પ્રથમ ટ્વેન્ટી શ્રેણી રમાઇ હતી. જેમાં ન્યુઝીલેન્ડે 2-0થી જીત મેળવી હતી. આવી જ રીતે વર્ષ 2012માં તેમની વચ્ચે બીજી શ્રેણી રમાઇ હતી. આ શ્રેણી પણ ન્યુઝીલેન્ડે 1-0થી જીતી લીધી હતી. તેમની વચ્ચે ત્રીજી શ્રેણી 2017-18માં રમાઇ હતી. જેમાં ભારતે 2-1થી જીત મેળવી લીધી હતી. તેમની વચ્ચે છેલ્લી શ્રેણી 2018-19માં રમાઇ હતી. જેમાં ન્યુઝીલેન્ડે પોતાના ઘર આંગણે ભારત પર 2-1થી જીત મેળવી હતી.

આમને સામને ઓવરઓલ વાત કરવામાં આવે તો તેમની વચ્ચે આજની મેચ સાથે 12 મેચો રમાઇ છે. જે પૈકી ન્યુઝીલેન્ડે આઠ અને ભારતે ચાર મેચો જીતી છે. ઓસ્ટ્રેલિયા સામે વનડે શ્રેણી પોતાના નામ પર કરી લીધા બાદ ટીમ ઇન્ડિયાએ જોરદાર શરૂઆત કરી હતી અને પ્રથમ મેચમાં જ જીત મેળવી હતી.ન્યુઝીલેન્ડ સામે હવે ટ્વેન્ટી શ્રેણી રમાનાર છે.પહેલા પાંચ ટ્વેન્ટી મેચોની શ્રેણી રમાશે. ત્યારબાદ વનડે શ્રેણી રમાનાર છે. વનડે શ્રેણી બાદ ટેસ્ટ શ્રેણી પણ રમાનાર છે. ટેસ્ટ શ્રેણી 21મી ફેબ્રુઆરીથી શરૂ થનાર છે.

બીજી ટેસ્ટ મેચ 29મી ફેબ્રુઆરીના દિવસથી રમાનાર છે. આવી જ રીતે બીજી ટ્વેન્ટી મેચ 26મી જાન્યુઆરીના દિવસે રમાનાર છે. પાંચમી અને અંતિમ ટ્વેન્ટી મેચ’ બીજી ફેબ્રુઆરીના દિવસે રમાનાર છે. વનડે શ્રેણીની પ્રથમ મેચ પાંચમી ફેબ્રુઆરીના દિવસે રમાનાર છે.પ્રથમ મેચમાં ભારતે’ વિરાટ કોહલી અને શ્રેયસ અય્યરની ઝંઝાવાતી બાટિંગની મદદથી’ પ્રથમ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં ન્યુઝીલેન્ડ ઉપર છ વિકેટે જીત મેળવી હતી. ભારતીય ટીમે આની સાથે જ પાંચ મેચોની શ્રેણીમાં 1-0ની મહત્વપૂર્ણ લીડ મેળવી હતી. ઇડન પાર્ક મેદાન પર ભારતે ટોસ જીતીને બાલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો ત્યારબાદ ન્યુઝીલેન્ડની ટીમે પાંચ વિકેટે 203 રનનો જુમલો ખડક્યો હતો. જવાબમાં ટીમ ઇન્ડિયા 19 ઓવરમાં 204 રન બનાવીને મેચ જીતી ગઈ હતી.

January 26, 2020
gseb-1280x720.jpg
1min5460

શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧૦ અને ૧૨ના ૧૭.૫૩ લાખ વિદ્યાર્થીઓની ફોટાવાળી રસીદ શિક્ષણ બોર્ડની વેબસાઇટ ઉપર મુકાશે. શાળાઓએ ઈન્ડેક્ષ નંબરના આધારે વેબસાઇટ ઉપરથી રસીદ ડાઉનલોડ કરીને વિદ્યાર્થીઓને આપવાની રહેશે. બોર્ડની પરીક્ષા ૫ માર્ચથી શરૂ થશે. શિક્ષણ બોર્ડે ટેકનોલોજીની મદદથી પરીક્ષાના ફોર્મ ઓનલાઇન ભરાવ્યા બાદ પરીક્ષા રસીદ પણ વિદ્યાર્થીઓને ઓનલાઇન મળી રહે તેવી વ્યવસ્થા ચાલુ વર્ષેથી કરશે.

વિદ્યાર્થીઓની પરીક્ષાની રસીદ ખોવાઈ જતા નવી રસીદ માટે બોર્ડમાં અરજી કરવી પડે છે આથી વિદ્યાર્થીઓથી રસીદ ખોવાઈ જાય તો પણ શાળાને જાણ કરીને બીજી કોપી બોર્ડની વેબસાઇટ ઉપરથી કાઢી શકે તે માટે પરીક્ષાની રસીદ શિક્ષણ બોર્ડની વેબસાઇટ પર મૂકવાનો નિર્ણય શિક્ષણ બોર્ડે લીધો હોવાનું શિક્ષણ બોર્ડના સૂત્રોએ જણાવ્યું હતું.

શિક્ષણ બોર્ડના સચિવ ડી. એસ. પટેલે જણાવ્યું હતું કે, ધો. ૧૦ના ૧૦.૮૦ લાખ, ધો. ૧૨ સા.પ્ર.ના ૫.૩૦ લાખ અને ધો. ૧૨ સાયન્સના ૧.૪૩ લાખ વિદ્યાર્થીઓની પરીક્ષાનો ફોટાવાળી રસીદ બોર્ડની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે. વેબસાઇટ ઉપર પરીક્ષાની રસીદ મૂકી દીધા બાદ શાળાઓને જાણ કરવામાં આવશે. વિદ્યાર્થીઓની પરીક્ષાની રસીદ શાળાઓએ ડાઉનલોડ કર્યા બાદ તેમાં વિદ્યાર્થીના કે તેના પિતાના નામ તેમ જ અટક કે વિષયોમાં કોઇ જ પ્રકારની ભૂલ હોય તો તાકીદે શિક્ષણ બોર્ડની કચેરીને જાણ કરવા શાળાઓના સંચાલકોને શિક્ષણ બોર્ડે આદેશ કર્યો છે.

January 26, 2020
rajasthandvidhansabha.jpg
1min5170

રાજસ્થાન વિધાનસભાએ શનિવારે નાગરિકત્વ સુધારિત કાયદો (સીએએ)ને પાછો ખેંચવાની દરખાસ્ત કરતો ઠરાવ પસાર કર્યો હતો જેનો ભાજપે વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે સત્તાધારી કોંગ્રેસ રાજકીય રમત રમી રહી છે.

પંજાબ બાજ રાજસ્થાન બીજું કોંગ્રેસની સત્તા હેઠળનું રાજ્ય છે જ્યાં આવો ઠરાવ પસાર કરવામાં આવ્યો હોય. અગાઉ કેરળ વિધાનસભામાં પણ સીએએ સામે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. રાજસ્થાન વિધાનસભામાં વોઇસ વોટ દ્વારા ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આ સિવાય નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (એનપીઆર), ૨૦૨૦ના અપડેશનની પ્રક્રિયા પણ રદ કરવાનું કેન્દ્ર સરકારને કહ્યું હતું.

‘સીએએ દ્વારા બંધારણની જોગવાઇઓનો ભંગ થઇ રહ્યો હોવાના પુરાવા છે. તેથી દેશમાં એકતા બનાવી રાખવા તથા ધર્મના આધારે નાગરિકત્વ આપીને ભેદભાવ કરવાનું ટાળવા ભારત સરકારને દરખાસ્ત કરવામાં આવે છે’, એમ સંસદીય બાબતના પ્રધાન શાંતિ ધરિવાલે જણાવ્યું હતું.

વિપક્ષ નેતા ગુલાબ કટારિયાએ રાજ્ય વિધાનસભામાં કાયદાને પડકારવાના અધિકાર પર સવાલ ઉઠાવ્યો હતો.

‘નાગરિકત્વ પૂરું પાડવું એ કેન્દ્ર સરકારના અધિકાર હેઠળ આવે છે અને આવી પરિસ્થિતિમાં સીએએને પડકારવાનો અધિકાર આપણને છે? કોંગ્રેસે વોટ બેંક માટે અને ગંદું રાજકારણ બંધ કરવું જોઇએ’, એમ ભાજપી નેતાએ જણાવ્યું હતું.