Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
કોરોના કહેર વચ્ચે દેશભરમાં લોકડાઉનના અમલથી ફસાઇ ગયેલા ગુજરાતીઓને પરત વતન લાવવા માટે ગુજરાત સરકારે કવાયત શરૂ કરી છે. તેમને પરત લાવવાની વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્યમાં ફસાઇ ગયેલા પરપ્રાંતિયોને પણ તેમના વતન મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
રાજ્યના મુખ્ય પ્રધાનના સચિવ અશ્ર્વિની કુમારે જણાવ્યું હતું કે, રાજ્યના અનેક જિલ્લાઓમાં પરપ્રાંતીઓ ફસાયેલા છે. કેન્દ્રની ગાઈડલાન પ્રમાણે આ પરપ્રાંતીઓને તેમના વતન પરત મોકલવામાં આવશે. જે પરપ્રાંતી સંપૂર્ણ સ્વસ્થ હશે તેને જ પરત મોકલવામાં આવશે. આ માટે આઠ આઇપીએસ અને આઇએએસ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. અલગ-અલગ રાજ્ય માટે અલગ-અલગ અધિકારીને જવાબદારી સોંપવામાં આવી છે. ઉપરાંત ગુજરાતના જે લોકો બહાર ફસાયેલા છે તેમને પણ રાજ્યમાં પરત લાવવામાં આવશે. આ માટે સાંજ સુધીમાં અરજી કરવા માટે પોર્ટલ તૈયાર કરવામાં આવશે.
ગુજરાત બહાર રહેતા લોકોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. જેમાં વાહનની વિગત પણ ભરવાની રહેશે.આગામી ૧૦-૧૫ દિવસમાં આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે. દરમિયાન આગમી ત્રીજી મેએ લોકડાઉનનો બીજો તબક્કો પૂર્ણ થઇ રહ્યો છે. જો કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન લંબાવવાની જાહેરાત કરવામાં નહીં આવે તો રાજ્યમાં ચાર મેથી ત્રણ તબક્કામાં લોકડાઉનમાં રાહત મળી શકે છે. જેમાં તમામ ગ્રીન ઝોન સંપૂર્ણ ખોલવામાં આવી શકે છે. ઓરેન્જ ઝોનમાં અમુક છૂટછાટ આપવામાં આવશે જ્યારે રેડ ઝોનને સંપૂર્ણ બંધ રાખવામાં આવી શકે છે.
પીઢ અભિનેતા, ત્રણ દાયકા સુધી બૉલીવૂડના અવ્વલ દરજ્જાના રૉમેન્ટિક હીરો તરીકેની પ્રતિભા ધરાવતા તેમ જ ફિલ્મ કરિયરના છેલ્લા વર્ષોમાં ચરિત્ર અભિનેતાના રોલમાં જોવા મળેલા રિશી કપૂર લ્યૂકેમિયા સામેની બે વર્ષની લડતમાં છેવટે હારી ગયા. ગુરુવારે તેમનું ૬૭ વર્ષની વયે અવસાન થયું હતું.
કપૂર કુટુંબની ત્રીજી પેઢીના મહાન કલાકાર રિશી કપૂરે અભિનયને નવો વળાંક અને ઓપ આપ્યા હતા. તેમના પરિવારમાં પત્ની નીતુ, ઍક્ટર રણબીર અને પુત્રી રિદ્ધિમા કપૂર-સાહનીનો સમાવેશ છે. રિશીના મોટા ભાઈ રણધીર કપૂરે પીટીઆઇને જણાવ્યું હતું કે ‘મારો ભાઈ રિશી હવે આપણી વચ્ચે નથી. તેનું નિધન થયું છે.’
બુધવારે ગિરગામ ખાતેની એચ. એન. રિલાયન્સ હૉસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં ગુરુવારે સવારે ૮.૪૫ વાગ્યે તેમણે છેલ્લાં શ્ર્વાસ લીધા હતા. કોવિડ-૧૯ને કારણે લાગુ કરાયેલા લૉકડાઉનના નિયમોને પગલે રિશી કપૂરનું પાર્થિવ શરીર હૉસ્પિટલમાંથી સીધું કાલબાદેવી ખાતેના ચંદનવાડી સ્મશાનગૃહમાં લઈ જવામાં આવ્યું હતું.
રિશી કપૂરના પાર્થિવ શરીરને ગુરુવારે બપોરે ૩.૪૫ વાગ્યે ઍમ્બ્યુલન્સમાં પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે ચંદનવાડી સ્મશાનગૃહ ખાતે લાવવામાં આવ્યું હતું. સાંજે ૪.૦૦ વાગ્યા પછી કરવામાં આવેલા તેમના અગ્નિસંસ્કાર વખતે હાજર પત્ની નીતુ, પુત્ર રણબીર તેમ જ તેમના નજીકના પરિવારજનોમાં મોટા ભાઈ રણધીર, કરીના કપૂર ખાન અને તેના પતિ સૈફ અલી ખાન, અભિનેતા અભિષેક બચ્ચન અને રણબીરની ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ તેમ જ અનિલ અંબાણીનો સમાવેશ હતો.
ગુરુવારે સવારે રિશી કપૂરના નિધનના સમાચાર બહાર આવતાં જ બૉલીવૂડમાં તેમ જ રિશીના ચાહકોમાં શોકનું વાતાવરણ ફેલાયું હતું. સોશિયલ મીડિયામાં તેમ જ ટીવી ચૅનલો પર લાડલા રિશીને અંજલિ આપતા અસંખ્ય સંદેશા આવવા લાગ્યા હતા.
કપૂર પરિવારે રિશીને અંજલિ આપવા સંબંધમાં તેમના ચાહકોને તેમ જ મિત્રોને લૉકડાઉનને લગતા નિયંત્રણોને લક્ષમાં રાખવાની વિનંતી કરી હતી. રિશીના ‘ડી-ડે’ ફિલ્મના સહ-અભિનેતા ઇરફાન ખાનનું બુધવારે કૅન્સરની બીમારી સામે ઝઝૂમ્યા બાદ નિધન થયું હતું અને ગુરુવારે રિશીનું લ્યૂકેમિયા સામેની લડતમાં અવસાન થયું. ત્રણ મહિના પહેલાં તેમના બહેન રિતુ નંદાનું આ જ બીમારીના કારણસર મૃત્યુ થયું હતું.
હૉસ્પિટલ ખાતેના ડૉક્ટરો અને સ્ટાફે જણાવ્યું હતું કે ‘રિશી કપૂર જીવ્યા ત્યાં સુધી બધાનું મનોરંજન કરતા રહ્યા હતા. આ જાણકારી કપૂર પરિવારે એક નિવેદનમાં આપી હતી. નિવેદનમાં જણાવાયું હતું કે ‘રિશી રમૂજી સ્વભાવના હતા અને છેક સુધી એવા જ રહ્યા. તેમણે બીમારીના બે વર્ષ દરમિયાન અને સારવાર માટે ખેડેલા બે ઉપખંડના પ્રવાસ દરમિયાન પણ જિંદગી ખૂબ માણી હતી. ફૅમિલી, ફ્રેન્ડ્સ, ફૂડ અને ફિલ્મ પર છેક સુધી તેમનું ધ્યાન રહ્યું હતું. જે કોઈ અમને મળતું એ કહેતું કે ગંભીર બીમારીમાં હોવા છતાં એની પીડા વ્યક્ત ન કરવાની અદ્ભુત શક્તિ રિશીમાં જોવા મળી. રિશીના જવાથી અમારા પરિવારને તો મોટી ખોટ પડી જ છે, આખું વિશ્ર્વ અત્યારે (કોરોના વાઇરસને કારણે) ગંભીર મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યું છે એ બાબતથી પણ અમે બધા ચિંતિત છીએ. અમે રિશીના ચાહકો અને અમારા પરિવારના શુભેચ્છકો-મિત્રોને વિનંતી કરીએ છીએ કે લૉકડાઉનને લગતા કાનૂનોનું ચુસ્તપણે પાલન કરજો. ખુદ રિશી પણ આ નિયમોના પાલનમાં માનતા હતા અને એવા પાલન માટે અમે બધાને અરજ કરીએ છીએ.’
રિશી કપૂર અમેરિકામાં કૅન્સરની સારવાર કરાવ્યા બાદ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ભારત પાછા આવ્યા હતા. તેઓ લગભગ એક વર્ષ સુધી અમેરિકામાં રહ્યા હતા. ફેબ્રુઆરીમાં બે વાર તેમને હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. પહેલાં તેઓ જ્યારે દિલ્હીમાં એક ફૅમિલી-ફંક્શનમાં હાજરી આપવા ગયા હતા ત્યારે એક ‘ઇન્ફેક્શન’ને કારણે તેમણે હૉસ્પિટલમાં સારવાર લેવી પડી હતી. મુંબઈ પાછા આવ્યા પછી વાઇરલ ફીવરને લીધે તેમને હૉસ્પિટલમાં લઈ જવાયા હતા અને થોડા જ દિવસમાં રજા આપી દેવામાં આવી હતી.
રિશી કપૂર રૉમેન્ટિક અભિનયના બેતાજ બાદશાહ તરીકે જાણીતા હતા જ, તેઓ કોઈ પણ પ્રકારનો અભિનય બખૂબી નિભાવી જાણીતા હતા. તેમના જેવા વર્સેટાઇલ ઍક્ટર બૉલીવૂડને ભાગ્યે જ મળ્યા છે. ઘણી પેઢીઓના ફિલ્મપ્રેમીઓના તેઓ મનપસંદ અભિનેતા હતા. સદ્ગત પિતા રાજ કપૂરની ‘શ્રી ૪૨૦’ ફિલ્મમાં ‘પ્યાર હુઆ ઇકરાર હુઆ હૈ…’ ગીતમાં તેમણે બાળ કલાકારની ભૂમિકામાં ફિલ્મના પડદે પદાર્પણ કર્યું હતું. ત્યાર બાદ ૧૦૭૦માં ‘મેરા નામ જોકર’ ફિલ્મમાં પણ તેમનો અભિનય હતો, પરંતુ ૧૯૭૩માં રાજ કપૂરની જ ‘બૉબી’ ફિલ્મમાંના અભિનય સાથે તેમણે રૉમેન્ટિક હીરો તરીકેની ખ્યાતિ મેળવવાની શરૂઆત કરી હતી.
અસંખ્ય ફિલ્મોમાં અભિનય કરનાર રિશી કપૂરની અન્ય જાણીતી ફિલ્મોમાં ‘રફૂ ચક્કર’, ‘ખેલ ખેલ મેં’, ‘લૈલા મજનૂ’, ‘કભી કભી’, ‘કર્ઝ’, ‘યે વાદા રહા’, ‘ચાંદની’, ‘હીના’, ‘સાગર’, ‘અમર અકબર એન્થની’, ‘હમ કિસી સે કમ નહીં’, ‘નસીબ’ વગેરેનો સમાવેશ હતો. એ ઉપરાંત, તેમણે ચરિત્ર અભિનેતા તરીકેના અભિનય પણ આપ્યા હતા જેમાં પત્ની નીતુ સાથેની ફિલ્મ ‘દો દૂની ચાર’ તથા ‘અગ્નિપથ’ અને ‘કપૂર ઍન્ડ સન્સ’નો સમાવેશ હતો. અમિતાભ બચ્ચન સાથે તેમણે ઘણી ફિલ્મો કરી હતી અને ‘૧૦૨ નૉટઆઉટ’ તેમની સાથેની આખરી ફિલ્મ હતી.
કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે દેશમાં 28 રાજ્યો તેમજ આઠ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોરોનાના નોંધાયેલા કેસોને આધારે રાજ્યોના જિલ્લાઓને રેડ ઝોન, ઓરેન્જ ઝોન અને ગ્રીન ઝોનમાં વિભાજીત કરી એક વિસ્તૃત યાદી જાહેર કરી છે. આ યાદીમાં ગુજરાતના 9 જિલ્લાને રેડ ઝોનમાં રાખવામાં આવ્યા છે તેમજ 19 જિલ્લાઓને ઓરેન્જ ઝોનમાં જ્યારે પાંચ જિલ્લાનો ગ્રીન ઝોનમાં સમાવેશ થાય છે.
ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા, આણંદ, પંચમહાલ, બનાસકાંઠા, ભાવનગર, ગાંધીનગર અને અરવલ્લીનો રેડ ઝોનમાં સમાવેશ કરાયો છે. જ્યારે ગ્રીન ઝોનમાં અમરેલી, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, મોરબી તેમજ પોરબંદરન સમાવેશ થાય છે. આ ઉપરાંત બાકીના 19 જિલ્લાઓ ઓરેન્જ ઝોનમાં મૂકવામાં આવ્યા છે.
વિશ્વ વિદ્યાલય અનુદાન આયોગ એટલે કે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન જે સમગ્ર દેશમાં આવેલી યુનિવર્સિટીઓના નીતિ નિયમો તેમજ તેનું સંચાલન કરે છે એ ઓટોનોમસ સંસ્થાએ આજે તા.30મીના રોજ દેશભરની કોલેજો તથા યુનિવર્સિટીઓ જોગ સ્પષ્ટતા કરતા નવા શૈક્ષણિક વર્ષ 2020-21નું સમગ્ર કેલેન્ડર જાહેર કર્યું છે.
નવા વર્ષ પહેલા સેમેસ્ટર કે પહેલા વર્ષમાં પ્રવેશ કાર્યવાહી તા.1લી ઓગસ્ટથી શરૂ કરવામાં આવશે
રાજ્યભરમાં જ્યારે લોકડાઉન ચાલુ છે ત્યારે સૂરત શહેર પોલીસ પણ સખતાઈથી લોકડાઉનનું કડક પાલન કરાવી રહી છે. સુરત શહેરમાં કોરોનાના કેસ વધતા પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે અનુસાર હવે આગામી 14 મે સુધી શહેરભરમાં 144 કલમ લાગુ પડશે.
અગાઉના જાહેરનામા અનુસાર કલમ 144નો 30 એપ્રિલના રોજ અંત આવતો હતો. જેથી હવે નવું જાહેરનામું બહાર પાડીને 14 દિવસનો વધારો કરવામાં આવ્યો છે. જેથી હવે શહેરમાં 4થી વધુ વ્યક્તિઓ ભેગા નહીં થઈ શકે.
બાકી રહેલી પરીક્ષા જ્યારે પણ લેવાશે તેના 10 દિવસ અગાઉ લાગતાવળગતા તમામને જાણ કરાશે
CBSE દ્વારા આજરોજ તા.29મી માર્ચે ફરીથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે સીબીએસઇ બોર્ડ દ્વારા કોઇપણ પ્રકારની પરીક્ષા રદ કરવામાં આવી નથી. હાલના સંજોગોને કારણે પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે. દેશભરમાં જ્યારે કોવીડ-19ની સ્થિતિ સુધરશે એ પછીના 10 દિવસમાં સીબીએસઇ દ્વારા પરીક્ષા લેવામાં આવશે. વિદ્યાર્થીઓથી લઇને પરીક્ષા સાથે સંકળાયેલા તમામ લોકો, ઓથોરિટી સમેત લાગતા વળગતા સૌને સીબીએસઇની પરીક્ષા લેવાના 10 દિવસ અગાઉથી જાણકારી આપવામાં આવશે.
સીબીએસઇ દ્વારા સત્તાવાર રીતે એવું કહેવામાં આવ્યું કે ગઇ તા.1લી એપ્રિલ 2020ના રોજ જે માર્ગદર્શનક સૂચનાઓ જારી કરવામાં આવી છે એ સૂચનાઓ અનુસાર હાલનું પણ સ્ટેટસ માનવું. કોઇપણ પ્રકારની ગેરસમજ કે અફવાઓથી દોરાવું નહીં.
હાલ કોરોનાનો વ્યાપ વિસ્તાર ગુજરાતના ચાર મહાનગરોમાં કૂદકેને ભૂસકે વધી રહ્યો છે. તેમાં કોરોનાના ફેલાવા માટે કેટલાક સુપર સ્પ્રેડર આઇડેન્ટીફાય કરવામાં આવ્યા છે. જોકે, સુપર સ્પ્રેડરની કોઇ નિર્ધારિત વ્યાખ્યા નથી પરંતુ, જે હાલ લૉકડાઉનના સમયમાં પણ સૌથી વધુ લોકોના સંપર્કમાં આવે છે અને તેઓ કોરોના પોઝીટીવ મળે તો તેમને સુપર સ્પ્રેડર ગણવામાં આવી રહ્યા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક અઠવાડિયામાં કોરોના સુપર સ્પ્રેડર્સનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં 7 દિવસમાં 115 જેટલા સુપર સ્પ્રેડર્સને કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ છેલ્લા અઠવાડીયા દરમિયાન અમદાવાદમાંથી જ 115 જેટલા સુપર સ્પ્રેડર એટલેકે દૂધ, શાકભાજી વેચતા ફેરીયાઓ તેમજ કરીયાણાની દુકાનોમાં કામ કરતા લોકો કોરોના પોઝીટીવ હોવાનું નિદાન થતાં તેમના સંપર્કમાં આવેલા હજારો લોકો ભયભીત બની ગયા છે.
શાકભાજી વિક્રેતા, દૂધ વિક્રેતા, કરિયાણા વિક્રેતા અને એવા લોકો જે વારંવાર અન્ય લોકોના સંપર્કમાં આવતા હોય તે તમામનો સુપર સ્પ્રેડર્સમાં સમાવેશ કરવામાં આવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવા 2000 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેમાંથી 115 વ્યક્તિઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. આ દર્દીઓમાંથી અન્ય લોકોમાં કોરોનાનું ટ્રાન્સમિશન વધી રહ્યું હોય તેવી પ્રબળ શક્યતા છે. અમુક વિસ્તારોમાં લોકો શાકભાજી ખરીદવાનું ટાળી રહ્યાં છે. આ ઉપરાંત ઘરે-ઘરે જઈને દૂધનુ વેચાણ કરતા વ્યક્તિને પણ સોસાયટી દ્વારા પ્રવેશ પર પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યો છે.
સૂરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા જેવા શહેરોમાં લૉકડાઉન સમયે પણ છાશવારે નાની મોટી વસ્તુઓ લેવા કરીયાણાની દુકાનો, શાકભાજી વિક્રેતાઓ કે દૂધની ડેરીઓ પર ભીડ જમાવતા લોકો માટે આ બાબત સૌથી ખતરનાક બની શકે તેમ છે. લોકોને સુપર સ્પ્રેડરથી દૂર રહેવા તેમજ શક્ય એટલી ઓછી વખત ઘરની બહાર નીકળવા માટે ભારપૂર્વક જણાવવામાં આવી રહ્યું છે.
ગુજરાતમાં તા.28મી એપ્રિલે રાત્રે 8 વાગ્યે પૂરા થયેલા છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝીટીવ હોય એવા નવા 226 કેસ મળી આવ્યા છે. ગુજરાત રાજ્યમાં કોરોના પોઝિટિવ વ્યક્તિઓની સંખ્યા આ સાથે જ 3774એ પહોંચી ગઇ છે. તા.28મી એપ્રિલના રોજ ગુજરાતમાં કોરોનાથી પીડીત હોય તેવા વધુ 19 દર્દીઓના કરુણ મોત નિપજ્યા હતા. ગુજરાતનો મૃત્યુઆંક 181 થયો છે.
નવા આવેલા કુલ 226 કેસમાં અમદાવાદમાં સૌથી વધુ 164 કેસ નોંધાયા છે તો આણંદમાં 9, ભરુચમાં 2, ભાવનગરમાં 1, બોટાદમાં 6 કેસ, ગાંધીનગર જે પહેલા કોરોનામુક્ત થઈ ચૂક્યું હતું તેમાં નવા 6 કેસ, રાજકોટમાં 9 કેસ, સુરતમાં 14 કેસ અને વડોદરામાં 15 કેસનો સમાવેશ થાય છે. કુલ 3774 પોઝિટિવ દર્દીમાંથી 3125ની હાલત સ્ટેબલ છે જ્યારે 34 લોકો વેન્ટિલેટર પર છે. આ ઉપરાંત 434 દર્દીઓ કોરોના સામેનો જંગ જીતીને ઘરે પરત ફર્યા છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં લેવામાં આવેલી ધો.12 સાયન્સની મુખ્ય વિષયની ઓબ્જેક્ટીવ ટાઇપ પરીક્ષાની પ્રોવીઝનલ આન્સર કી વેબસાઇટ પર રિલીઝ કરી છે. નીચે મુજબના વિષયોની આન્સર કી રીલીઝ કરવામાં આવી છે.
Maths-050 Provisional Key (GHE – all Medium)
Chemistry-052 Provisional Key (GHE – all Medium)
Physics-054 Provisional Key (GHE – all Medium)
Biology-056 Provisional Key (Gujarati Medium)
How to check GSEB HSC Science Answer Key 2020
Candidates can follow the steps given below to check and download the answer key. 1. Go to the official website of GSEB —gsebeservice.com 2. On the homepage click on the link which reads “HSC Science Examination March 2020 Provisional Answer key” 3. It will direct to a new page of the GSEB website 4. Your GSEB HSC Science Answer Key 2020 will be displayed on the screen 5. Download and take a print out of GSEB HSC Science Answer Key 2020 for future reference
સૂરતમાં આજે બે જુદા જુદા સ્થળોએ બબાલ મચતા પોલીસ બેડામાં દોડધામ મચી ગઇ હતી. હીરા બુર્સ બની રહ્યું છે એ ખજોદ ખાતે કામ કરતા મજૂરોએ વતન જવાની માગ સાથે તોફાન કરીને સિક્યુરિટી કેબિન સમેતની ચીજવસ્તુઓની તોડફોડ કરતા મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવી હતી.
સુરતના ખજોદ સ્થિત હિરાબુર્સ સાઇટ પર બાંધકામ કરતા કામદારો દ્વારા એકાએક હોબાળો કરવામાં આવ્યો હતો. કામદારોના ટોળાએ ઓફિસની કેબિનોમાં ભારે તોડફોડ કરી હતી. લગભગ 300થી 400 કામદારોએ અચાનક જ કન્સ્ટ્રક્શન સાઈટ પર આવી પહોંચ્યા હતા અને વાહનો તેમજ ઓફિસમાં તોડફોડ કરી હતી. બિલ્ડિંગની બહાર પાર્ક કરેલી ગાડીઓમાં પણ મોટું નુકસાન પહોંચાડ્યું છે. હાલ પોલીસ દ્વારા તેમને સમજાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.
ડીંડોલીમાં લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ
સૂરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા ઠાકોર નગરમાં શાકભાજી લેવા નીકળેલા ચારથી પાંચ લોકોને PCR વાનના પોલીસ જવાનોએ ઉભા રાખી દંડાવાળી કરતા જોતજોતામાં મામલો બિચક્યો હતો. પોલીસની મારઝૂડને પગલે આસપાસની સોસાયટીના રોષે ભરાયેલા લોકો રોડ પર ઉતરી આવ્યા હતા અને પોલીસ સાથે ઘર્ષણ કરતા સામ સામે થઈ ગયા હતા. વહેલી સવારે બનેલી ઘટના બાદ ઘેરાઈ ગયેલી પોલીસ કર્મચારીઓની મદદ માટે એસઆરપી, ડિંડોલી અને લિંબાયત પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. લગભગ એક કલાકના ઘર્ષણ બાદ મામલો થાળે પડ્યો હતો.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.