Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
નવેમ્બર 2025માં GJEPCના ગુજરાત રિજિયનના ચેરમેન જયંતી સાવલિયા અને રજત વાણીની આફ્રિકન દેશ, બોત્સ્વાનાની સત્તાવાર મુલાકાત દરમિયાન ભારત-બોત્સ્વાના હીરા સહયોગને મજબૂત બનાવવા અંગે એક વ્યાપક શ્વેતપત્ર બોત્સ્વાનાના રાષ્ટ્રપતિને સુપરત કરવામાં આવ્યું હતું અને બોત્સ્વાનાના સ્થાનિક મીડિયામાં કવરેજ સહિત, તેની વ્યાપક પ્રશંસા મળી હતી.
ઉપરોક્ત મુલાકાતના અનુસંધાનમાં બોત્સ્વાનાના ખનિજ અને ઉર્જા મંત્રી, શ્રીમતી બોગોલો જોય કેનેવેન્ડોએ ભારતીય હીરા ઉદ્યોગ સાથે વિગતવાર ચર્ચા કરવા માટે GJEPC પ્રાદેશિક કાર્યાલય, સુરતની મુલાકાત લીધી હતી.
મંત્રી અને તેમના પ્રતિનિધિમંડળનું GJEPC – ગુજરાતના પ્રાદેશિક અધ્યક્ષ શ્રી જયંતિ સાવલિયા દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમણે વૈશ્વિક હીરા મૂલ્ય શૃંખલામાં બોત્સ્વાના અને ભારત વચ્ચે વ્યૂહાત્મક પૂરકતા પર પ્રકાશ પાડીને બેઠકનો સૂર નક્કી કર્યો હતો. શ્રી સાવલિયાએ બોત્સ્વાનાથી ભારતના MSME ઉત્પાદકોને કાચા હીરાની સીધી પહોંચની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, ખાસ કરીને એવા સમયે જ્યારે વૈશ્વિક હીરા ઉદ્યોગ નોંધપાત્ર પડકારોનો સામનો કરી રહ્યો છે.
બેઠક દરમિયાન, સુરત ઇન્ટરનેશનલ ડાયમંડ સેન્ટર (SIDC) ખાતે સ્પેશિયલ નોટિફાઇડ ઝોન (SNZ) ના ડિરેક્ટર શ્રી હિતેશ શાહે પ્રતિનિધિમંડળને માઇનિંગ કંપનીઓ માટે SNZ મિકેનિઝમ કેવી રીતે પારદર્શક, સુસંગત અને સ્પર્ધાત્મક ભાવ શોધને સક્ષમ બનાવે છે તે અંગે માહિતી આપી. શ્રી સાવલિયા, જેઓ SIDCના ચેરમેન પણ છે, તેમણે પ્રતિનિધિમંડળને માહિતી આપી કે સુરત SNZ-SIDC પહેલાથી જ ગુજરાત હીરા બોર્સ સ્થિત SIDC ખાતે 25 થી વધુ રફ ડાયમંડ વ્યૂઇંગ ઇવેન્ટ્સનું આયોજન કરી ચૂક્યું છે.
બોત્સવાનાના મંત્રીએ સુરત ડાયમંડ બોર્સના વિશ્વ કક્ષાના માળખાગત સુવિધા માટે પ્રશંસા વ્યક્ત કરી અને સુરતમાં રફ હીરાના સીધા વેપાર માટે GJEPCના પ્રસ્તાવનો સકારાત્મક પ્રતિભાવ આપ્યો. તે જ સમયે, તેમણે નોંધ્યું કે વર્તમાન વૈશ્વિક બજારની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને, આવી પહેલોને પરસ્પર લાભ સુનિશ્ચિત કરવા માટે કાળજીપૂર્વક માપાંકિત અને વ્યૂહાત્મક અભિગમની જરૂર પડશે. એકંદરે, બેઠક ખૂબ જ ઉત્પાદક અને ભવિષ્યલક્ષી રહી, જે માળખાગત અને ટકાઉ જોડાણ દ્વારા વૈશ્વિક હીરા ઇકોસિસ્ટમને સહયોગને વધુ ગાઢ બનાવવા અને મજબૂત કરવા માટે ભારત અને બોત્સ્વાનાની સહિયારી પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરે છે.
જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઈપીસી)ના મતે ભારત-ઓમાન કોમ્પ્રેહેન્સિવ ઈકોનોમિક પાર્ટરશિપ એગ્રિમેન્ટ (સીઈપીએ) કે જે અંતર્ગત ઓમાનમાં ભારતમાંથી જેમ્સ અને જ્વેલરીની આયાત પર ઈમ્પોર્ટ ડ્યુટીને નાબૂદ કરી છે તેને લીધે બન્ને દેશ વચ્ચે થતી નિકાસમાં નોંધપાત્ર પ્રમાણમાં વૃદ્ધિ થશે તથા બન્ને દેશો વચ્ચે પ્રત્યક્ષ વ્યાપાર સંબંધોને વધુ મજબૂતી મળે તેવી આશા છે.
ભારતની ઓમાનમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ અત્યારે 35 મિલિયન યુએસ ડોલર રહી છે(વર્ષ 2024). સીઈપીએ અંતર્ગત ડ્યુટી-ફ્રી એક્સેસ મળવાથી જીજેઈપીસીને એવો અંદાજ છે કે વધારી સારી કિંમતની સ્પર્ધાત્મકતા, વધારે ઉત્પાદનોને લગતા વિકલ્પો તથા ઈન્ડસ્ટ્રીઝ વચ્ચે વધુ સારા સહયોગને લીધે આગામી ત્રણ વર્ષમાં નિકાસ વધીને 150 મિલિયન યુએસ ડોલર સુધી પહોંચી શકે છે.
જીજેઈપીસીના ચેરમેન શ્રી કિરીટ ભણસાલીએ જણાવ્યું હતું કે, “ભારત-ઓમાન સીઈપીએ પ્રત્યક્ષ વ્યાપાર સંબંધોને મજબૂત કરશે અને ઓમાનમાં ભારતના જેમ અને જ્વેલરીની નિકાસ વધારવા માટે એક મુખ્ય માધ્યમ છે.ઝીરો ડ્યુટી એક્સેસથી ભારતીય નિકાસકારો માટે સ્પર્ધાત્મકતામાં ઘણો સુધારો થશે તથા ડાયરેક્ટ સોર્સિંગને ઉત્તેજન મળશે. અમે પોલિશ્ડ ડાયમંડ્સ અને ગોલ્ડ જ્વેલરી માટે ગ્રોથ સારી એવી તક જોઈ રહ્યા છીએ, આ સાથે ચાંદી, પ્લેટિનમ તથા ઈમિટેશન જ્વેલરીની માંગ વધી રહી છે. આ ફ્રેમવર્ક સાથે આગામી ત્રણ વર્ષમાં ઓમાનમાં નિકાસ 35 મિલિયન યુએસ ડોલરથી વધીને આશરે 150 મિલિયન યુએસ ડોલર થઈ શકે છે.”
ભારત અગાઉથી જ ઓમાનને ગોલ્ડ જ્વેલરીનો સૌથી મોટો સપ્લાયર છે, ખાસ કરીને 22 કેરેટના વેડિંગ અને ટ્રેડિશનલ ડિઝાઈનની જ્વેલરીમાં તથા વર્ષ 2024-25માં 80.11 ટકાની મજબૂત વૃદ્ધિ જોવા મળી છે, જે ભારતીય કારીગરોમાં ઊંડા વિશ્વાસને દર્શાવે છે.
સીઈપીએથી મેન્યુફેક્ચરિંગ, ડિઝાઈન કોલોબરેશન તથા ઈન્વેસ્ટમેન્ટ પાર્ટનરશિપને વેગ આપીને મેક ઈન ઈન્ડિયાને પણ સપોર્ટ મળે તેવી આશા છે.ઓમાનની પરંપરાગત સિલ્વર જ્વેલરીમાં મજબૂતી તેમ જ ભારતના મોટા પ્રમાણ, ટેકનોલોજી તથા કૂશળ વર્કફોર્સના ઉત્તમ તાલમેલથી જોઈન્ટ પ્રોડક્ટ ડેવલપમેન્ટ તથા વેલ્યુ-એડેડ મેન્યુફેક્ચરિંગની ઉત્તમ તક મળે છે. ઓમાનના વ્યૂહાત્મક સ્થાન તથા સ્થિર બિઝનેસ માહોલ સાથે સીઈપીએ આ દેશને જીસીસી, આફ્રિકા તથા પડોશી ક્ષેત્રોમાં ભારતીય જ્વેલરીની નિકાસ માટે એક સંભવિત ગેટવે તરીકે સ્થાપિત કરે છે, જેથી ટ્રેડ એફિશિએન્સી અને પ્રાદેશિક બજાર સુધીની પહોંચ વધુ સારી બને છે.
અમેરિકાએ સીરિયામાં ઇસ્લામિક સ્ટેટ વિરુદ્ધ ઓપરેશન હોક આઈ સ્ટ્રાઈક શરૂ કર્યું છે. જેમાં 13 ડિસેમ્બરના રોજ પાલમાયરામાં અમેરિકન સૈનિકો અને એક દુભાષિયાની હત્યાના બાદ ટ્રમ્પના આદેશથી 70 થી વધુ સ્થળો પર હવાઈ હુમલા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અમેરિકાએ સ્પષ્ટપણે કહ્યું કે આ યુદ્ધની શરૂઆત નથી પરંતુ બદલો લેવાની કાર્યવાહી છે.
આ હુમલા અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, સીરિયામાં આઈએસઆઈએસ દ્વારા બહાદુર અમેરિકન દેશભક્તોની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. હું જાહેરાત કરું છું કે અમેરિકા જવાબદાર ખૂની આતંકવાદીઓ સામે ખૂબ જ ગંભીર બદલો લેવાની કાર્યવાહી કરી રહ્યું છે. અમે સીરિયામાં આઈએસઆઈએસ ના ગઢમાં જોરદાર હુમલા કરી રહ્યા છીએ, જે સ્થળ લોહીથી રંગાયેલું અને સમસ્યાઓથી ભરેલું છે.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, સીરિયાની સરકાર જેનું નેતૃત્વ એક એવું વ્યક્તિ કરી રહી છે જે સીરિયામાં મહાનતા પરત લાવવા ખુબ મહેનત કરી રહી છે. તેને અમેરિકાનું પૂર્ણ સમર્થન છે. તેમજ અમેરિકા પર હુમલો કરનારા આતંકવાદીઓને ચેતવણી આપવામાં આવી રહી છે. જો તે અમેરિકા પર હુમલો કરે છે અથવા તો ધમકી આપે છે તો પહેલા કરતા જોરદાર હુમલા માટે તૈયાર રહે.
અમેરિકાના ઓપરેશન હોક આઈ સ્ટ્રાઈકનો હેતુ સીરિયામાં આઈએસઆઈએસને ખતમ કરવા અને અમેરિકન સૈનિકોને સુરક્ષિત રાખવાનો છે. જયારે અહેમદ અલ-શારાના નેતૃત્વ હેઠળની નવી સીરિયન સરકાર પણ અમેરિકાને ટેકો આપ્યો છે.
Assam Accident: આસામના લુમડિંગ ડિવિઝનમાં શનિવારે (20 ડિસેમ્બર) સવારે એક દુ:ખદ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં જ્યાં સૈરંગ-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ જંગલી હાથીઓના ટોળા સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રેનનું એન્જિન અને પાંચ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. એવું કહેવાય છે કે ટોળામાં લગભગ આઠ હાથીઓ હતા, જેમાંથી ઘણાના મોત થયા હતા.
મહત્ત્વની વાત એ છે કે, આ દુર્ઘટનામાં કોઈ મુસાફરોને નુકસાન પહોંચ્યું નથી. અકસ્માતને કારણે ઉપલા આસામ અને ઉત્તરપૂર્વમાં રેલ સેવાઓ ખોરવાઈ ગઈ છે. રેલવેએ બચાવ કામગીરી શરૂ કરી છે અને વૈકલ્પિક વ્યવસ્થા કરીને મુસાફરોની આગળની મુસાફરી સુનિશ્ચિત કરવાની પ્રક્રિયામાં છે.
ગુજરાતમાં SIRની પ્રક્રિયા બાદ ડ્રાફ્ટ યાદી જાહેર કરવામાં આવી છે. ડ્રાફ્ટ યાદી પ્રમાણે ગુજરાતમાં અત્યારે કુલ 4 કરોડ 34 લાખ મતદારની નોંધણી થઈ છે. એસઆઈઆર પ્રક્રિયા બાદ 73 લાખ 73 હજાર 327 મતદારો કમી કરવામાં આવ્યાં છે. આ સાથે 9 લાખ 69 હજાર 661 મતદારો તેના સરનામે મળ્યાં જ નથી.
3,81,470+40 ડુપ્લીકેટ મતદારોના નામ દૂર કરાયા, 40, 25,553 મતદારોનું કાયમી સ્થળાંતર કર્યું હોવાનુ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે 18,07,278 મૃતક મતદારોને યાદીમાંથી દૂર કરવામાં આવ્યાં છે.
તમારું નામ ડ્રાફ્ટ મતદાર યાદી છે કે નહીં?
ડ્રાફ્ટ મતદાર યાદીમાં તમારૂ નામ જોવા માટે http://ceo.gujarat.gov.in,વોટર પોર્ટલ voters.eci.gov.in, ECINET App, BLO પાસેથી અને જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી/ERO/AERO કચેરી ખાતેથી જોઈ શકાશે.
અહીં તમામ ડ્રાફ્ટ મતદાર યાદી અપલોડ કરવામાં આવી છે. પરંતુ આમાં વિગતો બધી પીડીએફ દ્વારા અપલોડ કરવામાં આવ્યાં છે. જેથી તમારૂ નામ શોધવામાં સમલ લાગી શકે છે.
નામ દાખલ કરવા માટે ફોર્મ નં. 6 ભરવાનું રહેશે
જો ડ્રાફ્ટ મતદાર યાદી તમારૂ નામ ન હોય તો નામ દાખલ કરાવવા માટે ફોર્મ નંબર 6 ભરીને તેની સાથે ડેક્લેરેશન રજૂ કરીને તથા જરૂરી આધાર પુરાવાના દસ્તાવેજ સામેલ રાખીને ઓન લાઇન/ઓફ લાઇન અરજી કરી શકાશે. આ સાથે જો કોઈ ભૂલ હોય તો ડિક્લેરેશન સાથે ફોર્મ નંબર 8 ભરીને ઓન લાઇન/ઓફ લાઇન અરજી કરી શકાશે.
આ યાદીમાં કોઇ પણ પ્રકારનો વાંધો હોય તો તમે ફોર્મ નંબર 7 ભરીને અરજી કરી શકો છો. ડ્રાફ્ટ મતદાર યાદીમાં કોઈ મતદારનું નામ ન હોય અને તેની સામે વાંધો રજૂ કરવાનો હોય તો 18મી જાન્યુઆરી સુધી એક મહિનાના સમયમાં વાંધો રજૂ કરી શકાશે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ મતદાર યાદીમાં 5,08,43,219 મતદારો નોંધાયા હતા. જેમાં ગુજરાત રાજ્યમાંથી એક મેગા સિટી જેટલા એટલે 73,73,110 મતદારોને રદ્દ કરવામાં આવ્યાં છે. ગુજરાતમાં નવેમ્બર મહિનાથી એસઆઈઆરની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી.
આ દરમિયાન રાજ્યમાં ડુપ્લિકેટ, મૃત્યુ પામેલા લોકો અને કાયમી સ્થાળાંતર કરી ગયેલા લોકોના નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી કાઢી દેવામાં આવ્યાં હોવાનું જાણવા મળ્યું છે. નોટિસ બાદ સુનાવણી અને ચકાસણી પૂર્ણ થયા પછી તમામ લાયક મતદારોનો સમાવેશ તારીખ 17/02/2026ના રોજ પ્રસિદ્ધ થનાર આખરી મતદાર યાદીમાં જાહેર કરવામાં આવશે.
Heavy Rain Lashes UAE: ખાડી દેશ UAE(સંયુક્ત આરબ અમીરાત)માં કુદરતનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. રણ ધરાવતા આ દેશમાં શુક્રવારે ઘણા વિસ્તારોમાં અતિભારે વરસાદ વરસ્યો. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.
વીજળીના કડાકા ભડાકા સાથે થતાં વરસાદના કારણે લોકોને ઘરોમાં જ રહેવા સલાહ આપવામાં આવી છે. મિડલ ઈસ્ટમાં આટલો વરસાદ ભાગ્યે જ જોવા મળે છે. એવામાં વેકેશન સિઝનમાં વરસાદના કારણે ચિંતા વધી છે. ગયા વર્ષ 2024માં જ દુબઈ અને અબુ ધાબીમાં આવો જ વરસાદ જોવા મળ્યો હતો.
દુબઈમાં ભારે વરસાદ વચ્ચે બુર્જ ખલીફા પર વીજળી પણ પડી હતી. દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમે વીજળી પડવાનો વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે.
દુબઈમાં ગુરુવાર રાતથી જ ભારે વરસાદ શરુ થઈ ગયો હતો. જ્યારે UAEના પાટનગર અબુધાબીમાં આખી રાત વાવાઝોડું આવ્યું. શુક્રવાર સવાર સુધીમાં અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા હતા. દુબઈમાં તમામ સરકારી કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમના આદેશ અપાયા હતા. અબુધાબીમાં પણ તંત્રએ સૂચના આપી હતી કે બપોરે 2 વાગ્યા સુધી જરૂરી કામ ન હોય તો સૌ કોઈ ઘરે જ રહો.
ભારે વરસાદમાં ભારતના એક યુવકનું દુ:ખદ મૃત્યુ પણ થયું છે. રાસ અલ ખૈમાહમાં દીવાલ ધરાશાયી થતાં 27 વર્ષના સલમાન ફરીઝનું નિધન થયું છે. સલમાન કેરળના મલ્લપુરમનો વતની હતો. ગલ્ફ ન્યૂઝના અહેવાલ અનુસાર સલમાન કેફેમાં કામ કરતો હતો અને રાત્રિના 3 વાગ્યે ઓર્ડર ડિલિવર કરવા માટે ગયો હતો. જોકે ભારે વરસાદના કારણે બાઇક બંધ પડી જતાં તેણે મેનેજરને ફોન કર્યો. જે બાદ એક નિર્માણાધીન ઇમારતની દીવાલ ધરાશાયી થતાં સલમાનનું નિધન થયું.
સાવચેતીના ભાગરૂપે બીચ, પાર્ક અને પર્યટન સ્થળો પણ બંધ કરી દેવામાં આવ્યા હતા. ભારે વરસાદના અનેક ફ્લાઇટ્સ રદ થતાં ક્રિસમસ વેકેશનમાં ઘરે જતાં લોકો હેરાન પરેશાન થયા હતા. નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી દુબઈ જેવા શહેરોમાં વાદળ ફાટવા જેવી ઘટનાઓ વધી રહી છે. એપ્રિલ 2024માં જ આ જ પ્રકારે અતિભારે વરસાદ વરસતાં રસ્તાઓ પાણીમાં ડૂબ્યા હતા.
ખાડી દેશ UAE(સંયુક્ત આરબ અમીરાત)માં કુદરતનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. રણ ધરાવતા આ દેશમાં Dated 19/12/25 શુક્રવારે ઘણા વિસ્તારોમાં અતિભારે વરસાદ વરસ્યો. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.
કિંજલ દવે સામાજિક બહિષ્કાર મુદ્દે ; કહ્યું, ‘સાટા પ્રથાની હું પીડિત છું, હજી બાળ લગ્ન થાય છે, ’
Kinjal Dave Video On Social Boycott : કિંજલ દવે ધ્રુવિન શાહ સાથે સગાઇ કરતા તેના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવાની અટકળો સામે આવી છે. આ મુદ્દે કિંજલ દવે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમા તેણે દિકરીના અધિકાર, સાટા પ્રથા, બાળ લગ્ન અને સામાજીક કુરિવાજો વિશે વાત કરી છે.
કિંજલ દવે સગાઇ બાદ હવે સામાજિક બહિષ્કાર મુદ્દે ચર્ચામાં છે. અન્ય જ્ઞાતિમાં સગાઇ કરવાના મામલે કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થવાના સમાચાર વહેતા થયા છે. આ દરમિયાન ગુજરાતી સિંગર કિંજલ દવે એ પહેલીવાર મૌન તોડ્યું છે. કિંજલ દવે એ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયામાં કિંજલ દવે દીકરી માટે જીવનસાથી નક્કી કરવાના અધિકારી, બાળ લગ્ન વિશે વાત કરી છે. ઉપરાંત વીડિયોમાં સામાજીક બહિષ્કારનો મુદ્દો અને અસામાજીક તત્વોને દૂર કરવા બ્રહ્મસમાજને વિનંતી કરી છે.
કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર !
કિંજલ દવે એ એક્ટર ધ્રુવિન શાહ સાથે સગાઇ કર્યા બાદ તેના પરિવારના સામાજીક બહિષ્કાર કરવાનો મામલો સામે આવ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ, તાજેતરમાં બ્રહ્મ સમાજ કાંકરેજના શિહોરી ખાતે પાંચ પરગણા ઔદિચ્ય બ્રહ્મ સમાજની બેઠક યોજાઇ હતી. જેમા કિંજલ દવેના પરિવારનો સામાજીક બહિષ્કાર કરવાનો નિર્ણય લેવાયો છે. ઉપરાંત સામાજીક બહિષ્કૃત વ્યક્તિને પોતાને ત્યાં આવકારનાર લોકો સામે પણ કડક પગલાં લેવાશે.
સામાજીક બહિષ્કાર મુદ્દે કિંજલ દવે એ મૌન તોડ્યું
બ્રહ્મસમાજ દ્વારા પરિવારના સામાજીક બહિષ્કારા મુદ્દે કિંજલ દવે મૌન તોડતા પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં કિંજલ દવે કહે છે, મારા સગપણને લઈને અનેક ચર્ચાઓ અને તર્કવિતર્કો ચાલતા હતાં જેને લઈને હું અત્યાર સુધી મૌન હતી. કારણ કે તે વાત મારા સુધી સીમિત હતી. હવે આ વાત મારા પરિવાર સુધી આવી ગઈ છે જેથી મારે બોલવું પડશે. બ્રહ્મ કન્યા હોવાનું મને ગૌરવ છે જેને હું શબ્દોમાં નહીં વર્ણવી શકું. મને અઢારેય વર્ણના લોકોનો પ્રેમ અને સપોર્ટ મળ્યો છે. સમાજમાં કહેવાતા કેટલાક અસામાજિક તત્વો છે કે જેઓ આજના આધુનિક યુગમાં દીકરીઓ માટેના નિયમો નક્કી કરશે.
મારા પરિવાર સામે કોમેન્ટ કરશો તો કાયદેસરના પગલાં લઈશ
વીડિયોમાં કિંજલ દવેએ કહ્યું છે કે, દીકરીઓને આજે આગળ વધવાની પાંખો મળી છે તેને કાપવાની વાતો છે. આજે દીકરીઓ રણમેદાનમાં છે. આર્મીમાં છે ત્યારે દીકરીઓને આજે તેનો લાઈફ પાર્ટનર નક્કી કરવાનો અધિકાર નથી? કહેવાતા મોડર્લ સમાજમાં અમુક લોકો દિકરીઓની મર્યાદા નક્કી કરશે. સમાજમાં બે ચાર અસામાજિક તત્વો છે જે દીકરીઓની પાંખો કાપવાનો પ્રયાસ કરે છે તેને દૂર કરો નહીં તો આપણો સમાજ ક્યાંયનો નહીં રહે. હવે જે પણ લોકો મારા પરિવાર સામે કોમેટ કરશે તેમની સામે હું કાયદેસરના પગલાં લઈશ. ઓપરેશન સિંદૂરમાં બે દિકરીઓએ દેશને ગૌરવ અપાવ્યું છે.
હું સાટા પ્રથાની પીડિત છું, હજી બાળ લગ્ન થાય છે : કિંજલ દવે હું એવા પરિવારમાં જઇ રહી છું, જે ભક્તિમય છે, તેના પરિવારના લોકો અને પાર્ટનરે હું જેવી છું તેવી જ મને આદર સત્કારથી સ્વીકારે છે. રાત દિવસ જ્યાં ગાયત્રી મંત્ર અને નવકાર મંત્રના જાપ થાય છે ત્યાં હું જઇ રહી છું. એટલે હું તમામ બ્રહ્મ શક્તિઓ જેઓ શિક્ષિત અને વિન્રમ છે તેમને વિનંતી કરું છે કે, કે આવા બે ચાર અસામાજીક તત્ત્વો છે જે દિકરીની પાંખો કાપવાની વાતો કરે છે, આપણો સમાજ ક્યાંયનો નહીં કરે. જો તમે દિકરાનું સારુ ઇચ્છતા હોવ તો તેમના શિક્ષણ વિશે વાત કરો, નાની દિકરીઓ પર બળાત્કાર થાય છે, તેમના વિશે વાત કરો, દિકરીની પ્રતિભાને આગળ લાવવાની વાત કરો, હજી જુના 18મી 17મી સદીના જુના રિવાજો આપણા સમાજમાં ચાલે છે, હજી કેટલા બાળ લગ્ન થાય છે, જેની આપણે બધાને ખબર છે. સાટા પ્રથા ચાલુ છે, જેની પીડિત હું પણ છું, જેની તમને બધાને ખબર છે. દિકરીના પૈસા લેવામાં આવે છે, દિકરીને ઘુંઘટામાં રાખો છો.
પરિવાર અને પિતા પર વાત આવશે ત્યારે ભગવાનને પણ છોડવાની તાકાત છે : કિંજલ દવે
કિંજલ દવે વીડિયોમાં કહે છે કે, જ્યારે મારા પરિવાર અને પિતા પર વાત આવશે ત્યારે ભગવાનને પણ છોડવાની તાકાત ધરાવું છું, એ દીકરી છું. બરાબર છે, આપ સૌને નમ્ર વિનંતી છે, જેવી રીતે દરેક દીકરી નવા જીવનની શરૂઆત કરે છે, તેમ મેં પણ શરૂઆત કરી છે, આને કોઇ મોટો મુદ્દો બનાવવાની જરૂર નથી. એવા અસામાજીક તત્વો જેઓ સમાજ માંથી નાતબહાર કરવાની વાત છે તેમને કોઇ 5000 ની નોકરીયે પણ રાખવા કોઇ તૈયાર નથી. તમે તમારા ઘરનું અને તમારું સંભાળો પહેલા. તમામ બ્રહ્મશક્તિઓ અને સમજણ વ્યક્તિઓ છે તેમને મારી નમ્ર વિનંતી છે કે, આવા અસામાજીક તત્વોને સમાજ માંથી દૂર કરો. જેથી દિકરીઓ ડરે નહીં, તેમની પ્રતિભા આગળ આવે અને સમાજનો વિકાસ થાય. જય માતાજી, જય મહાદેવે.
કિંજલ દેવનો મંગેતર ધ્રુવિન શાહ કોણ છે?
કિંજલ દવે એ 6 ડિસેમ્બરના રોજ ધ્રુવિન શાહ સાથે સગાઇ કરી છે. ગુજરાતી સિંગરે સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર ફોટા શેર કરી સગાઇની જાણકારી આપી હતી. ધ્રુવિન શાહ બિઝનેસમેન અને એક્ટર છે. ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. બંને નજીકના પ્રિયજનોની હાજરીમાં સગાઇ કરી છે.
દેશના પાટનગર દિલ્હીમાં છેલ્લા બે મહિનાથી સતત વાયુ પ્રદૂષણમાં વધારો થઈ રહ્યો છે. સરકાર દ્વારા આકરા પ્રતિબંધો છતાં AQIમાં કોઈ સુધાર આવી શક્યો નથી. દિવસેને દિવસે પરિસ્થિતિ વિકટ બનતી જાય છે. AQI સતત 400થી 450ને પાર જઈ રહ્યો છે. આજે આનંદવિહારમાં 493 AQI નોંધાયો. જે બાદ હવે અન્ય દેશો દિલ્હી માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી રહ્યા છે.
વિવિધ દેશોએ ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી
સિંગાપોર હાઈ કમિશને પોતાના નાગરિકો માટે એડવાઈઝરીમાં કહ્યું છે કે ખાસ કરીને દિલ્હી-NCRમાં રહેતા અથવા મુસાફરી કરતાં નાગરિકો સતર્ક રહે તથા AQI જોતાં રહે.
બ્રિટેનના FCDO વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે ઉત્તર ભારતમાં ઓકટોબરથી ફેબ્રુઆરી દરમિયાન વાયુ પ્રદૂષણ આરોગ્ય માટે મોટો ખતરો છે. ગર્ભવતી મહિલાઓ, હૃદય અને શ્વાસ સંબંધી રોગથી પીડિત દર્દીઓ ભારતની યાત્રા કરતાં પહેલા ડૉક્ટરની સલાહ લે. બાળકો અને વૃદ્ધો પર પ્રદૂષણની ગંભીર અસર થઈ શકે છે.
કેનેડાએ પણ એડવાઈઝરી આપતા કહ્યું છે કે નિયમિત રૂપે AQI જોતાં રહો. દિલ્હી જેવા શહેરી વિસ્તારોમાં પ્રદૂષણ અને ધુમ્મસના કારણે શિયાળામાં પરિસ્થિતિ અત્યંત ગંભીર હોય છે.
નોંધનીય છે કે પ્રદૂષણ અને ધુમ્મસના કારણે દિલ્હીના કેટલાક વિસ્તારોમાં AQI 500ની નજીક નોંધાયો છે. પરિસ્થિતિ એટલી ખરાબ છે કે વિઝિબિલિટી ન હોવાના કારણે વિમાન સેવાઓ પ્રભાવિત થઈ છે. દિલ્હી એરપોર્ટ પર 228 ફ્લાઈટ્સ રદ કરવાની નોબત આવી છે.
ખરાબ હવાના કારણે દિલ્હીની સાથે સાથે નોઈડા અને ગાઝિયાબાદમાં પાંચમા ધોરણ સુધીની શાળાઓ ઓનલાઈન અથવા હાઈબ્રિડ મોડલ પર ચલાવવાના આદેશ અપાયા છે. મોટા ભાગના નિર્માણ કાર્યો પર રોક લગાવી દેવામાં આવી છે તથા ઓફિસોમાં 50 ટકા સ્ટાફ સાથે જ કામ કરવામાં આવી રહ્યું છે.
ભગવાનને પણ આરામનો સમય નથી આપતા, આ તો એમનું શોષણ કહેવાય
વૃંદાવનના બાંકે બિહારીજી મંદિરમાં દર્શન વ્યવસ્થામાં ફેરફાર મુદ્દે સુપ્રીમે કમિટી અને રાજ્ય સરકાર પાસેથી જવાબ માગ્યો
સુપ્રીમ કોર્ટે 15/12/2025 સોમવારે વૃંદાવન સ્થિત શ્રી બાંકે બિહારીજી મંદિરમાં દર્શન માટેની જે હાલની વ્યવસ્થા છે તેના પર સવાલો ઉઠાવ્યા હતા. સુપ્રીમે કહ્યું હતું કે હાલ એવી વ્યવસ્થા છે કે જેમાં દેવતાને આરામ કરવાનો પણ સમય નથી અપાઇ રહ્યો. જે એક પ્રકારનું શોષણ છે. આ સાથે જ રૂપિયા લઇને અમીર લોકો માટે વિશેષ વ્યવસ્થા કે સુવિધા આપવામાં આવી રહી છે તેના પર પણ સુપ્રીમે સવાલો ઉઠાવ્યા હતા.
સુપ્રીમ કોર્ટમાં શ્રી બાંકે બિહારી મહારાજ મંદિરની મેનેજમેન્ટ કમિટીની અરજી પર સુનાવણી ચાલી રહી છે. સુપ્રીમના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયાધીશ જોયમાલ્યા બાગ્ચી અને ન્યાયાધીશ વિપુલ એમ. પંચોલીની બેંચ સમક્ષ એવી દલીલ કરાઇ હતી કે મંદિરમાં દર્શનનો સમય બદલી નાખવામાં આવ્યો છે. જેના પર ટિપ્પણી કરતા સુપ્રીમની બેંચે કહ્યું હતું કે હાલની વ્યવસ્થા એવી છે કે જેમાં દેવતાને આરામ કરવાનો પણ સમય નથી અપાઇ રહ્યો, આ તો દેવતાઓનું જ શોષણ કહેવાય.
સુપ્રીમે નોંધ્યું હતું કે બપોરે ૧૨ વાગ્યે મંદિર બંધ થયા બાદ પણ દેવતાને એક મિનિટનો પણ સમય નથી અપાતો. આ જ સમયે સૌથી વધુ વિશેષ પૂજાપાઠ કરાવવામાં આવે છે. જે પૂજા માટે મોટી રકમ આપી શકે તેના માટે જ ખાસ પૂજાની છૂટ અપાય છે, આવું કેમ થઇ રહ્યું છે? મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું હતું કે મોટી રકમ આપનારાઓ માટે પડદો લગાવીને વિશેષ પૂજા કરાવવામાં આવે છે જે યોગ્ય નથી.
સુપ્રીમ કોર્ટે આ મામલે ગઠીત હાઇ પાવરેડ કમિટી અને ઉત્તર પ્રદેશ સરકારને નોટિસ પાઠવીને જવાબ માગ્યો છે. મામલાની આગામી સુનાવણી જાન્યુઆરી મહિનાના પ્રથમ સપ્તાહમાં કરવામાં આવશે.
ભાગનગરના કાળિયાબીડ વિસ્તારમાં ભક્તિનગર લીલા સર્કલ નજીકથી એક અત્યંત ચોંકાવનારી અને શરમજનક ઘટના સામે આવી છે. એક નિવૃત્ત અધિકારીએ તેમના પરિચિત પરિવારની બાળકી સાથે દુષ્કર્મ આચરતા માનવતા અને બાળ સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા થયા છે. આ ઘટનાને પગલે શહેરભરમાં ભારે રોષ અને આક્રોશ વ્યાપી ગયો છે.
મળતી માહિતી અનુસાર, આરોપીની ઓળખ હસમુખ ઉર્ફે ઋષિ પંડ્યા તરીકે થઈ છે, જે ભાવનગરના બહુમાળી ભવન ખાતે જિલ્લા સહકારી મંડળીમાં ક્લાસ-ટુ અધિકારી તરીકે ફરજ બજાવી ચૂક્યા હતા અને હાલ નિવૃત્ત જીવન જીવતા હતા. આરોપી હસમુખ પંડ્યાએ સગીરાના ઓળખીતા પરિવાર સાથે સારો વ્યવહાર કેળવીને તેમનો સંપૂર્ણ વિશ્વાસ જીતી લીધો હતો.
બાળકીના માતા-પિતા નોકરી કરતા હોવાથી બાળકીને સ્કૂલેથી લાવવા-મૂકવા જવાનો સમય ન મળતો હોવાનો આરોપીએ લાભ લીધો હતો. આરોપીએ બાળકીને સ્કૂલેથી લાવવા-મૂકવાની તેમજ ઘરે રમવા મોકલવાની જવાબદારી સ્વીકારી હતી.
ફરિયાદ મુજબ, બનાવના દિવસે આરોપીના પત્ની અને અપરિણીત દીકરો કામથી ઘરેથી બહાર ગયા હતા. ઘરમાં કોઈ ન હોવાનો લાભ લઈને આરોપી હસમુખ પંડ્યાએ પોતાના ઘરે સગીર બાળકી સાથે આ ઘૃણાસ્પદ દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે સગીરાના પરિવારની ફરિયાદના આધારે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી હસમુખ ઉર્ફે ઋષિ પંડ્યાની અટકાયત કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ સમાજમાં મોટો આઘાત પેદા કર્યો છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.