CIA ALERT

Blog - Page 305 of 708 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
September 29, 2020
ahmedabad.jpg
1min12700

અમદાવાદ પશ્ચિમ વિસ્તારના માત્ર કેટલાંક ખાણીપીણીના સ્થળો રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે. કોઈપણ વિસ્તારોમાં કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવી હતી. મિડીયા હાઉસોએ અમદાવાદમાં રાત્રિ કરર્ફ્યુ અંગેના ખોટા સમાચારો વહેતા કર્યા હતા.

અમદાવાદ શહેરમાં સતત વધી રહેલા કોરોના વાયરસના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખતા તંત્રએ શહેરના 27 વિસ્તારોમાં રાત્રે 10 વાગ્યા બાદ તમામ દુકાનો બંધ રાખવાનો આદેશ કર્યો હતો. પણ હવે માત્ર આ વિસ્તારોમાં ખાણી-પીણીની દુકાનો જ બંધ રહેશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા એ પ્રકારે નિર્ણય લેવામાં આવ્યો છે કે અમદાવાદ પશ્ચિમ વિસ્તારના માત્ર કેટલાંક ખાણીપીણીના સ્થળો રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે. કોઈપણ વિસ્તારોમાં કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો નથી.

આ 27 વિસ્તારોમાં દુકાનો રાત્રે 10 વાગ્યા બાદ બંધ રાખવા નિર્ણય

  1. પ્રહલાદનગર રોડ
  2. YMCAથી કાકે કા ઢાબા (કર્ણાવતી ક્લબ રોડ)
  3. પ્રહલાદનગર ગાર્ડનથી પેલેડીયમ સર્કલ (કોર્પોરેટ રોડ)
  4. બૂટ ભવાની મંદિરથી આનંદનગર રોડ
  5. એસજી હાઈવે
  6. ઈસ્કોન ક્રોસ રોડથી શપથ-4 અને 5 સર્વિસ રોડ
  7. સિંધુ ભવન રોડ
  8. બોપલ-આંબલી રોડ
  9. ઈસ્કોનથી બોપલ-આંબલી રોડ
  10. ઈસ્કોન-આંબલી રોડથી હેબતપુર રોડ વચ્ચેનો વિસ્તાર
  11. સાયન્સ સિટી રોડ
  12. શીલજ સર્કલથી સાયન્સ સિટી સર્કલ સુધી 200 ફૂટના એસપી રિંગ રોડ ઉપર
  13. આંબલી સર્કલથી વૈષ્ણોદેવી સર્કલ સુધી 200 ફૂટના એસપી રિંગ રોડ પર
  14. સીજી રોડ
  15. લૉ ગાર્ડન (ચાર રસ્તા અને હેપ્પી સ્ટ્રીટ, મ્યુનિસિપલ માર્કેટ, પંચવટી સર્કલ
  16. વસ્ત્રાપુર તળાવને ફરતે
  17. માનસી સર્કલથી ડ્રાઈવ-ઈન રોડ
  18. ડ્રાઈવ-ઈન રોડ
  19. ઓનેસ્ટથી શ્યામલ ક્રોસ રોડ (પ્રહલાદનગર 100 ફૂટ રોડ)
  20. શ્યામલ બ્રિજથી જીવરાજ ક્રોસ રોડ
  21. બળિયાદેવ મંદિરથી જીવરાજ ક્રોસ રોડ
  22. આઈ.આઈ.એમ રોડ
  23. શિવરંજનીથી જોધપુર ક્રોસ રોડ (BRTS કોરિડોરની બંને બાજુ)
  24. રોયલ અકબર ટાવર પાસે
  25. સોનલ સિનેમા રોડથી અંબર ટાવરથી વિશાલા સર્કલ
  26. સરખેજ રોઝા-કેડિલા સર્કલ- ઉજાલા સર્કલ
  27. સાણંદ ક્રોસ રોડ-શાંતિપુરા ક્રોસ રોડ

September 29, 2020
kisan.jpg
1min5700

નવા કૃષિ કાયદાનો દેશમાં ઠેર ઠેર વિરોધ: તાજેતરમાં સરકાર દ્વારા નવા જ અમલમાં મુકાયેલા કૃષિ કાયદાનો દેશમાં ઠેર ઠેર વિરોધ કરવામાં આવ્યો હતો. પંજાબના અમૃતસરસ્થિત દેવીદાસ પૂરા ગામ ખાતે ખેડૂતોએ રેલરોકો આંદોલન કર્યું હતું. દિલ્હીના ઈન્ડિયા-ગેટ ખાતે કૉંગ્રેસના કાર્યકર્તાઓએ ટ્રેકટર સળગાવ્યું હતું.

નવા પસાર કરાયેલા કૃષિ કાયદા સામે દેશના અનેક રાજ્યમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે અને સામે પક્ષે કેન્દ્રમાં સત્તાધારી ભાજપ વિપક્ષ પર ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો આરોપ કરી રહી છે.

વિરોધ પક્ષના કૉંગ્રેસ સહિત અનેક પક્ષો કૃષિના નવા કાયદા રદ કરવાની માગણી સાથે દેશનાં વિવિધ રાજ્યોમાં આંદોલન કરી રહ્યા છે. પંજાબના મુખ્ય પ્રધાન અમરિંદરસિંહે જણાવ્યું હતું કે આ કાયદો રદ કરાવવા માટે પંજાબ સરકાર સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કરશે.

વિરોધ પ્રદર્શન દરમિયાન દિલ્હીમાં આવેલા ઇન્ડિયા ગેટ સામે ટ્રેક્ટર બાળવાના મુદ્દે ભાજપે કૉંગ્રેસની સખત શબ્દોમાં ઝાટકણી કાઢતા જણાવ્યું હતું કે કૉંગ્રેસે આ શરમજનક કૃત્ય પબ્લિસિટિ મેળવવા કર્યું હોવાનું અને ખેડૂતોને તેઓ ગેરમાર્ગે દોરી રહ્યા છે.

આ મામલે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે કૉંગ્રેસે આ કૃત્ય કરીને દેશ માટે નીચાજોણું કર્યું છે. ટ્રકમાં ટ્રેક્ટર લાવીને ઇન્ડિયા ગેટ સામે બાળવાની ઘટનાનું નાટકીય રૂપાંતર કરીને કૉંગ્રેસ પ્રસિદ્ધિ મેળવવા માગે છે. તેઓ ખેડૂતોના નામે રાજનીતિ રમી રહ્યા છે અને અમે એમના કૃત્યને વખોડીએ છીએ. આજે એમની પોલ ખૂલી ગઇ છે.

અંદાજે ૧૫-૨૦ જણે ઇન્ડિયા ગેટ પાસે સોમવારે સવારે એક ટ્રેક્ટરને આગ ચાંપી હતી. એમાંથી પાંચ વ્યક્તિએ પોતે પંજાબ યુથ કૉંગ્રેસની હોવાની વાત કબૂલી હતી.

ભાજપના મહામંત્રી ભૂપેન્દર યાદવે કૉંગ્રેસને ખેડૂત વિરોધી ગણાવી હતી.

સિંહે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે અમે આ મામલો આગળ વધારીશું. રાષ્ટ્રપતિએ ખરડા પર સહી કરી દીધી છે અને માટે હવે અમે સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવીશું. અમારી સરકાર ખેડૂતોના હિતનું રક્ષણ કરવા જરૂરી બધાં જ પગલાં લેશે.

પોતાની વાત ખરી હોવા વિશે એમણે વધુમાં જણાવ્યું હતું કે અમને વિરોધ કરવાનો હક છે. તમે એમની આજીવિકા છિનવી રહ્યા છો.

ગેઝેટ નોટિફિકેશન પ્રમાણે કૃષિ લક્ષી ત્રણ ખરડાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંજૂરી આપી છે.

તેલંગણામાં કૉંગ્રેસે કૃષિ ખરડાના વિરોધમાં આંદોલન કર્યું હતું અને રાષ્ટ્રપતિને ઠરાવ રદ કરવાની વિનંતી કરી હતી. કૉંગ્રેસના નેતા મનિકમ ટાગોર રાજ્યપાલ તમિલસાઇ સૌંમદરરાજનને રાજભવનમાં આવેદન આપવા માગતા હતા, પણ રાજ્યપાલ સાથે એમણે મુલાકાત માટે સમય ન મેળવ્યો હોવાને કારણે એમની અટક કરીને ગોશામહાલ પોલીસ સ્ટેશનમાં લઇ જવાયા હતા. જોકે, ત્યાર બાદ એમને છોડી દેવામાં આવ્યા હતા.

અટક અગાઉ કૉંગ્રેસના કાર્યકર્તાએ રાજયની ટીઆરએસ સરકાર અને કેન્દ્રની એનડીએ સરકારના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા.

September 29, 2020
coronaindia-1-1280x1044.jpg
1min4850

ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ પૂર ઝડપે ફેલાઈ રહ્યું છે. સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં ભારત દેશ બ્રાઝીલને પાછળ છોડીને બીજા સ્થાન પર પહોંચી ગયો છે. 

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે સોમવારના રોજ છેલ્લા 24 કલાક દરમિયાન 82170 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ સંક્રમિતોની કુલ સંખ્યા 6074702 સુધી પહોંચી ગઈ છે.

દેશમાં છેલ્લા થોડા દિવસથી સતત કોરોના વાયરસના સંક્રમણમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા નવા નોંધાતા સંક્રમિતોના કેસો કરતા વધારે નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન 74893 દર્દીઓ કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થઈ ગયા છે. આ સાથે જ આ આંકડો વધીને 5016520 સુધી પહોંચી ગયો છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે સોમવાર સવારે દેશભરમાં કોરોના વાયરસના એક્ટિવ કેસનો આંકડો 962640 સુધી પહોંચ્યો છે. 

છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં 1039 લોકોએ કોરોના સંક્રમણને કારણે અંતિમ શ્વાસ ભર્યા છે. આ સાથે જ કોરોના સંક્રમણના કારણે મૃત્યુ પામનાર દર્દીઓનો આંકડો વધીને 95542 સુધી પહોંચી ગયો છે. જો કે, એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. જેને કારણે ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ સામાન્ય વધારા બાદ 82.58 ટકા સુધી પહોંચ્યો છે. 

દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 33074393 કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી 997713 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 22925150 લોકો સ્વસ્થ્ય થવામાં સફળ થયા છે. સમગ્ર દુનિયામાં અત્યારે 9151530 કેસ એક્ટિવ છે. સતત વધી રહેલા કેસના કારણે દુનિયામાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં પહેલા સ્થાન પર અમેરિકા, બીજા સ્થાન પર ભારત, ત્રીજા સ્થાન પર બ્રાઝીલ અને ચોથા સ્થાન પર રશિયા છે.

September 28, 2020
ashish_gujaratipic.jpg
1min16510

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી SGCCI માં 2019થી લિડરશીપના પરીમામો બદલાયા છે. હીરા ઉદ્યોગપતિ અને જીજેઇપીસીના રિજિયોનલ ચેરમેન દિનેશ નાવડીયાની એન્ટ્રી સાથે SGCCIના નેતૃત્વમાં થઇ રહેલા પરીવર્તન સામે મળી રહ્યા છે. 2022માં SGCCIની લિડરશીપ કોણ કરશે એ આગામી તા.4થી ઓક્ટોબર 2020ના રોજ યોજાઇ રહેલી SGCCI વાઇસ પ્રેસિડેન્ટની ચૂંટણી નક્કી કરશે. 2022માં SGCCIની લિડરશીપ મળે એ માટે ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા, અસ્સલ સુરતી મિજાજ ધરાવતા આશિષ ગુજરાતી અત્યારથી જ તૈયારી કરી રહ્યા છે.

SGCCIના વોટરોમાં આશિષ ગુજરાતી પરિચિત ચહેરો

આગામી તા.4થી ઓક્ટોબરે યોજાઇ રહેલી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના વાઇસ પ્રેસિડેન્ટની ચૂંટણી લડી રહેલા ટેક્સટાઇલ ઉદ્યોગકાર આશિષ ગુજરાતીએ વહેલી સવારે એસવીએનઆઇટી ખાતે મોર્નિંગ વૉક ગ્રુપ મેમ્બર સાથે ઇલેક્શન અંગે મસલતો કરી હતી.

આશિષ ગુજરાતી માટે કહેવાય છે કે એ ડેટાનો માણસ છે. કોઇપણ રજૂઆત કે પ્રેઝન્ટેશનમાં ડેટાબેઝથી તેઓ આક્રમક રજૂઆત કરતા જણાયા છે. SGCCIના વોટરોમાં તેઓ બિલકુલ પરિચિત છે અને ટેક્સટાઇલ ઉદ્યોગની સાથે હાલમાં જે રીતે તેઓ અન્ય ઉદ્યોગો માટે કાર્ય કરી રહ્યા છે એ જોતા તેમની તૈયારી 2022ની SGCCI લિડરશીપ માટેની જોવા મળી રહી છે.

2022માં SGCCIનું સુકાન સંભાળી શકાય એ માટે આશિષ ગુજરાતીએ 2019માં જ પાયો નાંખી દીધો હતો. ગત વર્ષે 2019માં વાઇસ પ્રેસિડેન્ટ પદ માટે આશિષ ગુજરાતીએ પણ ઉમેદવારી નોંધાવી હતી. એ સમયે હીરા ઉદ્યોગપતિ દિનેશ નાવડીયાએ પણ ઉમેદવારી કરી હતી. અને બે શક્તિશાળી ઉમેદવારો વચ્ચે લડાઇમાં શક્તિ વેડફાય ન જાય એ માટે સમાધાનકારી ફોર્મ્યુલા અપનાવવામાં આવી હતી. SGCCI માજી પ્રેસિડેન્ટ બી.એસ. અગરવાલ, ભરત ગાંધી વગેરે જેવા ઉદ્યોગપતિઓની મધ્યસ્થીમાં આશિષ ગુજરાતીએ 2019માં ઉમેદવારી પરત ખેંચી લીધી હતી. એ સમયે તેમને કમિટમેંટ અપાયું હતું કે 2020ની વાઇસ પ્રેસિડેન્ટની ચૂંટણીમાં બીએસ અગરવાલ, દિનેશ નાવડીયા જૂથના સત્તાવાર ઉમેદવાર આશિષ ગુજરાતી હશે અને હાલ એ પરિસ્થિતિ SGCCIના વોટરો જોઇ રહ્યા છે. આમ, ઇલેકશનમાં શક્તિ વેડફવા કરતા 2022માં લિડરશીપ સમયે પોતાની શક્તિનો ઉપયોગ થાય તો સુરતના ઉદ્યોગોને તેનો ફાયદો મળે એ ગણિત સાથે હાલ આશિષ ગુજરાતી SGCCIના વી.પી.નું ઇલેકશન લડી રહ્યા છે.

SGCCIના વોટરો લિડરશીપ માટે બિઝનેસ પર્સનાલિટી પસંદ કરતા આવ્યા છે

SGCCIની લિડરશીપ આમ તો છેલ્લા ત્રણ વર્ષથી બદલાયેલી જોવા મળી રહી છે. SGCCIના મતદારો વ્યાવસાયિકને નહીં પણ ઉદ્યોગકારને સુકાન આપવા માટે વોટિંગ કરી રહ્યા છે. SGCCIમાં પ્રેસિડેન્ટનું ઇલેકશન થતુ નથી. વાઇસ પ્રેસિડેન્ટ સામે સર્વાનુમતે કોઇ ચૂંટણી લડતું નથી અને એ પરંપરાગત રીતે પ્રેસિડેન્ટ બને છે. હેતલ મહેતા, કેતન દેસાઇ અને દિનેશ નાવડીયા ત્રણેય અલગ અલગ ઉદ્યોગો સાથે સંકળાયેલા છે. તેમની સામે વ્યાવસાયિકો વાઇસ પ્રેસિડેન્ટની ચૂંટણી હાર્યા છે.

September 28, 2020
balikavadhu_director.jpg
1min8360

એક સમયે ભારત જ નહીં બલ્કે વિશ્વભરમાં વસેલા ભારતીયોમાં સુપરહિટ નિવડેલી અને ખાસ્સી ચર્ચાસ્પદ બનેલી ટીવી સિરીયલ બાલિકા વધુ, કુછ તો લોગ કહેંગે જેવી જાણીતી ટીવી સિરિયલના ડાયરેક્ટર રામવૃક્ષ ગૌડ પરિવારનું જતન કરવા માટે શાકભાજી વેચીને પેટીયું રળી રહ્યા છે. સમય અને કિસ્મત એ સૌથી અકળ છે, ક્યારે શું બને છે જીવનમાં એ ક્યારેય પામી શકાતું નથી.

રામવૃક્ષે કહ્યું કે, મુંબઈમાં તેનું પોતાનું મકાન છે, પરંતુ બે વર્ષ પહેલા બીમારીને કારણે તેમનો પરિવાર ઘરે આવી ગયો હતો. લોકડાઉન લાગ્યા બાદ તે મુંબઈ પરત ન ફરી શક્યા. કામ બંધ થવાને કારણે આર્થિક પરિસ્થિતિ કથળી ગઇ હતી. તેમણે ફિલ્મ પ્રોડ્યૂસર સાથે વાત કરી તો તેમણે કહ્યું કે, પ્રોજેક્ટ પર એક દોઢ વર્ષ બાદ જ કામ શરૂ થઈ શકશે. બાદમાં તેમણે પિતાનો જ કારોબાર અપનાવવાનો નિર્ણય કર્યો અને આઝમગઢ શહેરના હરબંશપુરમાં ડીએમ આવાસની નજીક રસ્તા પર શાકભાજી વેચવા લાગ્યા. તેનાથી પરિવારનું ભરણપોષણ સરળતાથી થઈ જાય છે. બાળપણમાં પણ તે પોતાના પિતાની સાથે શાકભાજીના કારોબારમાં મદદ કરતા હતા, માટે આ કામ તેમને સારું લાગ્યું અને આ કામથી તેઓ સંતુષ્ટ છે.

વાત રામવૃક્ષ ગૌડની કરી રહ્યા છે. તેઓ હાલ આઝમગઢ જિલ્લાના નાઝામાબાદ વિસ્તારના ફરિહાબાદના રહેવાસી છે. રામવૃક્ષ 2002માં પોતાના મિત્ર સાહિત્યકાર શાહનવાઝ ખાનની મદદથી મુંબઈ પહોંચ્યા હતા. તેમણે ફિલ્મ ઉદ્યોગમાં ખુદને સ્થાપિત કરવા માટે ઘણી મેહનત કરી. પહેલા લાઈટ વિભાગમાં કામ કર્યું, ત્યાર બાદ ટીવી પ્રોડક્શનમાં નસીબ અજમાવ્યું અને ધીમે ધીમે અનુભવ વધ્યો તો ડાયરેક્શન કરવાની તક મળી. ડાયરેક્શનનું કામ રામવૃક્ષને પસંદ આવ્યું અને તેમણે આ જ ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવવાનો નિર્ણય કર્યો હતો.

પહેલા અનેક સીરિયલના પ્રોડક્શનમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કર્યું બાદમાં એપિસોડ ડાયરેક્ટર, યૂનિટ ડાયરેક્ટરનું કામ કર્યું, ત્યાર બાદ તેમણે ક્યારેય પાછળ વળીને નથી જોયું. રામવૃક્ષ કહે છે કે, બાલિકા વધુમાં યૂનિટ ડાયરેક્ટર તરીકે કામ કર્યું, ત્યાર બાદ ઈસ પ્યાર કો ક્યા નામ દું, કુછ તો લોગ કહેંગે, હમાર સૌતન હમાર સહેલી, ઝટપટ ચટપટ, સલામ જિંદગી, હમારી દેવરાની, થોડી ખુશી થોડા ગમ, પૂરબ પશ્ચિમ, જૂનિયર જી જેવી સીરિયલમાં પણ તેમને કામ કરવાની તક મળી.

September 28, 2020
corona-gujarat.jpg
1min4680

છેલ્લા 45 દિવસથી ગુજરાતમાં સૌથી વધુ કોરોના કેસીસ સુરતમાં મળી આવતા હતા. પરંતુ, તા.27મી સપ્ટેમ્બર 2020ના રોજ સુરત કરતા વધુ કેસો અમદાવાદમાંથી મળી આવ્યા છે.

તા.28મી જુલાઇએ સવારે 8 વાગ્યે પૂરા થતા છેલ્લા ચોવીસ કલાકમાં અમદાવાદમાં 178 નવા કેસ નોંધાયા છે. જ્યારે 175 દર્દીઓ સાજા થયા છે. અમદાવાદ જિલ્લામાં 19 કેસ નોંધાયા છે અને 27 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. અમદાવાદ શહેરમાં કોરોનાના કારણે ત્રણ વ્યક્તિઓના મૃત્યુ થયા છે.

સુરત શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 160 કેસ નોંધાયા છે પરંતુ સાજા થયેલા દર્દીઓની સંખ્યા થોડી વધારે છે. સુરતમાં 183 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. સુરત જિલ્લામાં પણ 109 કેસ નોંધાયા છે અને 100 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.

રાજકોટ શહેરમાં કોરોનાના દૈનિક કેસની સંખ્યા 100થી વધારે નોંધાઈ રહી છે. જોકે, જામનગરમાં છેલ્લા બે દિવસમાં કેસમાં થોડો ઘટાડો થયો છે. રાજકોટમાં 112 નવા કેસ નોંધાયા છે અને 110 દર્દીઓ સાજા થયા છે. જ્યારે રાજકોટ જિલ્લામાં 59 કેસ નોંધાયા છે અને 111 દર્દીઓ સાજા થયા છે. જામનગરમાં 81 નવા કેસ નોંધાયા છે અને 52 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જામનગર જિલ્લામાં 18 કેસ નોંધાયા છે અને 9 દર્દીઓ સાજા થયા છે. રાજકોટ શહેરમાં કોરોનાથી એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.

વડોદરા શહેરમાં પણ કોરોનાની પરિસ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી. છેલ્લા ઘણા સમયથી 90થી ઉપર કેસ નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં વડોદરામાં કોરોનાના 92 નવા કેસ સામે આવ્યા છે અને 92 દર્દીઓ સાજા થયા છે. વડોદરા જિલ્લામાં 41 કેસ નોંધાયા છે. વડોદરા શહેર અને જિલ્લામાં કોવિડ-19ના કારણે એક-એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.

September 28, 2020
rr_ipl-1280x853.jpg
1min6770

રાજસ્થાન રૉયલ્સે ઈતિહાસ રચતા IPLમાં અત્યાર સુધીનો સૌથી મોટો રનચેઝ કરી જીત મેળવી. IPL 2020ની 9મી મેચમાં રાજસ્થાને કિંગ્સ ઈલેવને પંજાબને 4 વિકેટે હરાવી દીધું. 224 રનના ટાર્ગેટને રાજસ્થાને 3 બાકી રહેતા 6 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો. રૉયલ્સ માટે સંજુ સેમસને 85 જ્યારે રાહુલ તેવટિયાએ 55 અને સ્મિથે 50 રનની ઈનિંગ રમી.

224 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાનને ટીમને શરૂઆતમાં જ મોટો ઝટકો લાગ્યો જ્યારે જોસ બટલર (4) ત્રીજી જ ઓવરમાં આઉટ થઈ ગયો. જોકે, તેના પછી ગત મેચના હીરો સંજુ સેમસન અને કેપ્ટન સ્ટીવ સ્મિથે મળીને બીજી વિકેટ માટે માત્ર 6.4 ઓવરમાં 90 રનની તાબડતોબ પાર્ટનરશિપ કરતા ટીમને પાછી મેચમાં લઈ આવ્યા. સ્મિથના આઉટ થયા બાદ રાજસ્થાને આશ્ચર્યજનક રીતે રાહુલ તેવટિયાને ચોથા ક્રમે બેટિંગમાં ઉતાર્યો હતો. અહીં લાગ્યું હતું કે, ટીમથી મોટી ભૂલ થઈ ગઈ છે.

તેવટિયા રન બનાવી શકતો નહોતો અને રનરેટ સતત વધી રહ્યો હતો. આવા સંજુ પર પ્રેશર વધતું જતું હતું. જોકે, સંજુએ જોરદાર ફટકાબાજી કરીને સ્કોરબોર્ડ ફરતું રાખ્યું હતું. પરંતુ 161 રનના સ્કોરે તેની વિકેટ પડતા રાજસ્થાન હારના મ્હોંમાં ધકેલાઈ જતું દેખાયું. સેમસને 42 બોલમાં 4 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 85 રનની ઈનિંગ રમી.

સેમસનના આઉટ થતા જ રાજસ્થાનની જીતની આશા પૂરી થઈ ગઈ હોવાનું માનવામાં આવતું હતું. આવામાં જ રાહુલ તેવટિયાએ અકલ્પનિય ફટકાબાજી કરતા શેલ્ડન કૉટરેલની એક જ ઓવરમાં 5 છગ્ગા ફટકારી રાજસ્થાનને મેચમાં પાછું લાવી દીધું હતું. તેવટિયાએ 31 બોલમાં સાત છગ્ગાની મદદથી 53 રન બનાવ્યા. જોફ્રા આર્ચરે પણ 3 બોલમાં 13* રનની ઉપોયગી ઈનિંગ રમી. રૉયલ્સે 3 બોલ બાકી રહેતા મેચ જીતીને ઈતિહાસ રચી દીધો હતો.

અગાઉ રાજસ્થાનના કેપ્ટન સ્ટીવ સ્મિથે ટૉસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી જેનું તેની ટીમને ભારે નુકસાન ઉઠાવવું પડ્યું. રાહુલ અને અગ્રવાલે રાજસ્થાનના બોલર્સ પર શરૂઆતથી જ આક્રમણ શરૂ કરી દીધું. મયંક અગ્રવાલે તાબડતોબ બેટિંગ કરતા માત્ર 50 બોલમાં 10 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 106 રનની ઈનિંગ રમી. IPL2020માં પોતાની જ ટીમના કે એલ રાહુલ બાદ સદી નોંધાવનારો તે બીજો બેટ્સમેન બન્યો. બીજા છેડે કેપ્ટન રાહુલે અગ્રવાલને પૂરતો સાથ આપ્યો. તેણે 54 બોલમાં 69 રન બનાવ્યા. રાહુલની આ ઈનિંગમાં 7 ચોગ્ગા અને 1 છગ્ગો સામેલ હતા.

બંનેના આઉટ થયા બાદ ગ્લેન મેક્સવેલ (13) અને નિકોલસ પૂરન (25)એ બાકી રહેલી કસર પૂરી કરી દીધી. બંનેએ છેલ્લી બે ઓવરમાં 29 રન લીધા અને ટીમનો સ્કોર 223 રન પર પહોંચાડી દીધો. નિકોલસ પૂરને 3 શાનદાર સિક્સ ફટકારી. રાજસ્થાનની બોલિંગમાં તમામ બોલર્સના બુરા હાલ રહ્યા. અંકિત રાજપૂક અને ટૉમ કરનને એક-એક વિકેટ મળી પણ તેમણે લગભગ 10 એવરેજથી રન ખર્ચ્યા. પંજાબે 6 બોલર્સ અજમાવ્યા પણ કોઈ ખાસ અસરકારક સાબિત ન થઈ શક્યું. રાહુલ અને અગ્રવાલે બધા બોલર્સને ચારેબાજુ ફટકાર્યા અને તમામનો ઈકોનૉમી રેટ 10ની નજીક અથવા તેનાથી ઉપર રહ્યો.

રાહુલ અને મયંકની જોડીએ પ્રથમ વિકેટ માટે 183 રનની પાર્ટનરશિપ નોંધાવીને ઘણા રેકોર્ડ રચી દીધા. પંજાબ માટે IPLના ઈતિહાસમાં આ સૌથી મોટી ઓપનિંગ ભાગીદારી છે. જ્યારે ઓવરઑલ આ બીજું સૌથી મોટું ઓપનિંગ સ્ટેન્ડ છે. અગાઉ કોલકાતા નાઈટ રાઈડર્સના ઓપનર ક્રિસ લિન અને ગૌતમ ગંભીરે 2017માં ગુજરાત લાયન્સ વિરુદ્ધ પ્રથમ વિકેટ માટે 184 રનની સૌથી મોટી ઓપનિંગ ભાગીદારી નોંધાવી હતી.

September 28, 2020
corona_india.jpg
1min4590

દેશમાં કોરોના મામલે લાંબા સમય બાદ સારા અહેવાલ સામે આવ્યા છે. જો કે કોરોનાનું જોખમ હજી પણ યથાવત છે. રાહતની વાત એ છે કે દેશમાં કોરોનાના કેસ ઘટવા લાગ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ સંક્રમણના 88600 નવા મામલા સામે આવ્યા છે. દેશમાં સંક્રમણના કુલ મામલા હવે 60 લાખને પાર થયા છે.

દેશમાં અત્યાર સુધીમાં 49 લાખથી વધારે લોકો સંક્રમણથી મુક્ત બની ચુક્યા છે અને આ હિસાબે સંક્રમણથી મુક્ત થવાનો દર 82.46 ટકા થયો છે. ભારતમાં કોરોના કેસની સંખ્યા 7 ઓગષ્ટના રોજ 20 લાખને પાર, 23 ઓગષ્ટના રોજ 30 લાખને પાર, પાંચ સપ્ટેમ્બરે 40 લાખ પાર અને 16મી સપ્ટેમ્બરના રોજ 50 લાખને પાર પહોંચી હતી. જો કે હવે દેશમાં કોરોનાના કેસ ઘટવા લાગ્યા છે.

 કેન્દ્રીય પોલીસ દળના 36 હજાર જવાનોને અત્યાર સુધીમાં કોરોના ચેપ લાગ્યો છે. જેમાં કુલ મળીને 128 લોકોનાં મૃત્યુ નીપજ્યાં છે. આમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોસ ઍ(સીઆરપીએફ), બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ), સેન્ટ્રલ ઔદ્યોગિક સુરક્ષા દળ (સીઆઈએસએફ), ભારત-તિબેટીયન બોર્ડર પોલીસ (આઈટીબીપી), સશસ્ત્ર બોર્ડર ફોર્સ, નેશનલ સિક્યુરિટી ગાર્ડ અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સનાં જવાનોનો સમાવેશ થાય છે.
‘સુરક્ષા દળોના 36,000 હજારથી વધુ લોકો કોરોનાનો ભોગ બન્યા છે. તેમાંથી 6,646 સક્રિય કેસ છે અને બાકીના સાજા થઈ ગયા છે. દેશની સૌથી મોટી સરહદ રક્ષક દળ બીએસએફમાં લગભગ 2.5 લાખ જવાનો છે, જેમાં સૌથી વધુ 10,636 કેસ નોંધાયા છે. મોટી અર્ધલશ્કરી દળ સીઆરપીએફમાં 10,602 અને સીઆઈએસએફમાં 6,466 કેસ છે. આ સીવાય આઇટીબીપીમાં 3,845, એસએસબીમાં 3,684, એનડીઆરએફમાં 514 અને એનએસજીમાં 250 કોરોના વાયરસના કેસ નોંધાયા છે. આઇટીબીપી 3,488 કિલોમીટરના ભારત-ચાઇના એલએસીનું રક્ષણ કરે છે.

September 27, 2020
akalidal.jpeg
1min5110

કૃષિ બિલના મુદ્દે શિરોમણી અકાલી દળ તરફથી સતત કેન્દ્ર પ્રત્યે નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી હતી. ત્યારે, શિરોમણી અકાલી દળના નેતા સુખબીર સિંહે શનિવાર તા.27મી સપ્ટેમ્બર 2020ના રોજ મીડિયા સાથેની વાતચીતમાં તે વાત સ્પષ્ટ કરી કે હવે તેમની પાર્ટી રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધનનો ભાગ નથી. સુખબીર સિંહ બાદલે કહ્યું કે આ નિર્ણય પાર્ટીના ઘણાં સભ્યો તરફથી લેવામાં આવ્યો છે. પંજાબના અમૃતસરમાં ખેડૂત મજૂર સંઘર્ષ સમિતિ તરફથી રેલ રોકો અભિયાન ચાલુ છે. કૃષિ બિલ વિરુદ્ધ આ પ્રદર્શન ચાલી રહ્યું છે.

તા.26મી સપ્ટેમ્બરે મોડી સાંજે અકાલી દળની કોર કમિટીએ NDA સાથે છેડો ફાડવાનો નિર્ણય લીધો હતો. અહીં ઉલ્લેખનીય છે કે જ્યારથી નવા કૃષિ બિલની વાત શરૂ થઈ છે ત્યારથી પંજાબ અને હરિયાણામાં ખેડૂતોનો ભારે વિરોધ ચાલી રહ્યો હતો. જો કે આ બિલ સંસદમાં પાસ થયા બાદ અકાલી દળના સાંસદ અને મંત્રી હરસિમરત કૌરે મંત્રીપદેથી રાજીનામું આપ્યું હતું અને તેમણે કહ્યું હતું કે હું આવી સરકારનો ભાગ હોઈ શકું નહીં.

આ નિર્ણય પહેલા સુખબીરસિંહ બાદલે શુક્રવારે મોદી સરકાર પર નિશાન સાધ્યુ હતું. સુખબીરસિંહ બાદલે કહ્યું હતું કે, ‘બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકાએ જાપાનને અણુ બોમ્બથી હલાવી દીધું હતું. અકાલી દળના એક બોમ્બે (હરસિમરત કૌર બાદલનું રાજીનામું) વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હચમચાવી દીધા છે. બે મહિનાથી કોઈપણ ખેડૂતો પર એક પણ શબ્દ બોલતું નહોતું, પરંતુ હવે 5-5 મંત્રી તેના પર બોલી રહ્યા છે.

September 27, 2020
Navratri_9swaroop.jpg
1min5070

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પ્રવર્તમાન વિશ્વ વ્યાપી કોરોના મહામારીને કારણે આ વર્ષે આગામી   નવરાત્રી એટલે કે 17 થી 25 ઑક્ટોબર દરમ્યાન રાજ્ય સરકાર દ્વારા ઉજવનારો રાજ્ય કક્ષાનો નવરાત્રી મહોત્સવ નહિ ઉજવવાનો નિર્ણય કર્યો છે. કોરોના સંક્રમણની સ્થિતિ ફરીથી ગંભીર બની રહી હોવાથી પ્રજાના આરોગ્યને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે.

મુખ્યમંત્રીએ વિશાળ જનહિતમાં  આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. તાજેતરમાં ગુજરાતમાં કોરોનાના કુલ કેસોનો આંકડો 1.30 લાખને પાર ગયો છે. રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુ 3,396 થયા છે. રાજ્ય સરકારે નવરાત્રિના તેમના આયોજનને રદ કરવાનો નિર્ણય કરતા આ વર્ષે કોરોનાકાળમાં અન્ય ખાનગી આયોજનોને પણ આડકતરો ઈશારો કરી દીધો હોવાનું જણાય છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના આ નિર્ણય મુજબ રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે  ઉજવવામાં આવતો રાજ્ય કક્ષાનો પરંપરાગત નવરાત્રી મહોત્સવ આ વર્ષે ઉજવવામાં આવશે નહિ.