CIA ALERT

Blog - Page 284 of 708 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
November 26, 2020
bjp_logo.png
1min521

ભાજપ, સુરત મહાનગરના પ્રમુખ પદે બિરાજ્યા બાદ નિરંજનભાઇ ઝાંઝમેરાએ આજરોજ તા.26મી નવેમ્બર 2020ના રોજ તેમની ટીમ જાહેર કરી હતી. નિરંજનભાઇએ સુરત શહેર ભાજપનું સંચાલન કરવા માટે જાહેર કરેલી પોતાની 19 સભ્યોની ટીમમાં 3 મહામંત્રીઓ, 7 ઉપપ્રમુખો, 8 મંત્રીઓ અને 1 કોષાધ્યક્ષના નામો જાહેર કર્યા છે.

સુરત ભાજપાના 19 હોદ્દેદારોમાં 6 મહિલાઓને સ્થાન

સુરત શહેર ભાજપાની કુલ 19 હોદ્દેદારોની બનાવવામાં આવેલી ટીમમાં કુલ 6 મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં (1) તેજલબેન વિક્રાંતભાઇ કાપડીયાની ઉપપ્રમુખ તરીકે (2) ભાવનાબેન વસંતભાઇ પટેલની ઉપપ્રમુખ તરીકે (3) દેવિકાબેન મુકુંદભાઇ જાદવાણી (4) સુમિત્રાબેન નટવરભાઇ પટેલ (5) રક્ષાબેન નરેશભાઇ સોલંકી અને (6) નલીનીબેન નિલેશભાઇ બારોટ (ચારેય)નો સુરત શહેર ભાજપાના મહામંત્રી તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે.

ત્રણ મહામંત્રીઓમાં બે પૂર્વ મહામંત્રીઓનો સમાવેશ

ત્રણ મહામંત્રીઓમાં સ્થાયી સમિતિના માજી અધ્યક્ષ (1) મુકેશ દલાલ, પૂર્વ બીજેપી મહામંત્રી રહી ચૂકેલા લલીત વેકરીયા અને (3) કિશોર બિંદલને સ્થાન આપવામાં આવ્યું છે.

પ્રવીણ માળીને કોષાધ્યક્ષ બનાવાયા

સુરત શહેર ભાજપા માટે દાયકાઓ સુધી કાર્ય કરનાર પ્રવીણભાઇ ટી માળીને આખરે સુરત ભાજપામાં કોષાધ્યક્ષ તરીકેનું પદ મળ્યું છે.

હેમેન્દ્ર બોરસલ્લીવાલા અને વિરલ ગીલીટવાલાનો સમાવેશ

નિરંઝન ઝાંઝમેરાએ પોતાની ટીમ બનાવવામાં સંતુલન જાળવ્યું છે. સિનિયર નેતાઓ ઉપરાંત નવયુવાનોને પણ સમાવવવામાં આવ્યા છે. જેમાં માજી મંત્રી રણજિત ગીલીટવાલાના પુત્ર વિરલ ગીલીટવાલાનો સુરત શહેર ભાજપ મંત્રી તરીકે તેમજ યુવા વકીલ હેમેન્દ્ર બોરસલ્લીવાલાનો પણ ઉપપ્રમુખ તરીકે સમાવેશ તેમની ટીમમાં કરવામાં આવ્યો છે.

November 26, 2020
CIA_Live_Logo_New2.jpg
1min651

છેલ્લા ૯ મહિનાથી ચાલતા કરોના અને lockdown ના સંદર્ભમાં વેડિંગ, ઈવેન્ટ અને એક્ઝિબિશનના સેક્ટરમાં કામ કરતા હજારો લોકોની કફોડી હાલત કફોડી થઇ ગઇ છે. આર્થિક રીતે પાયમાલ થવા આવ્યા છે. અનેક પરિવારોને ઘર ચલાવવા માટે કામચલાઉ રીતે બીજા કામકાજ કરવા પડી રહ્યા છે. આવી સ્થિતિમાં સાઉથ ગુજરાત ઇવેન્ટ મેનેજમેન્ટ એસોસીએશન દ્વારા રાજ્ય સરકાર સુધી રજૂઆત પહોંચે એ માટે સુરત કલેકટરશ્રી ને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ આજરોજ તા.26 નવેમ્બર 2020 ના ગુરૂવારના સાંજે ચાર વાગે કલેકટર ઓફિસ (સુરત) યોજવામાં આવ્યો છે. જેમાં ઇવેન્ટ મેનેજમેન્ટ સાથે સંકળાયેલા તમામ લોકો ઉપસ્થિત રહેશે.

આ માટે સાઉથ ગુજરાત સર્વિસ સેક્ટર ઇન્ડસ્ટ્રી (વેડિંગ, એક્ઝિબિશન અને ઇવેન્ટ) ના પ્રતિનિધિઓ સરકાર શ્રીને રજૂઆત કરવા માટેનું આવેદનપત્ર કલેકટરશ્રી ને આપશે.

November 26, 2020
cia_society-1280x880.jpg
1min911

આપની આજ આવતીકાલની પેઢી માટે પથદર્શક બની રહેશે

આપની આજ આવતીકાલની પેઢી માટે ઇતિહાસ બની રહેશે

આજનો આપનો સંઘર્ષ આવતીકાલની પેઢી માટે સરળ જીવન શક્ય બનાવશે

કોરોનાથી બચવા માટે તમે (કોઇપણ નાગરીક) (વ્યક્તિગત પગલાં) કે ફેલાવો રોકવા (જાહેર પગલાં) માટે તમે શું શું કર્યું, કેવા ઉપાયો-ઉપચારો-નુસખા, કિમીયાઓ અપનાવ્યા એ અમને ૧૦૦-૧૨૫ શબ્દોમાં લખીને પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે મોકલી આપશો તો અમે એના ગુજરાતી ભાષાની સૌથી વધુ ઝડપથી લોકપ્રિય થયેલી ન્યુઝ વેબ સીઆઇએ લાઇવ પર પ્રકાશિત કરીને આપને તેની યુનિવર્સલ લિંક મોકલી આપીશું. જે આજીવન www.cialive.in ન્યુઝ વેબ પર તો રહેશે જ પરંતુ, સંભારણા તરીકે તમે પણ તમારા મોબાઇલ કે ઇમેલમાં સાચવી શકશો.

આ રીતે લખી મોકલો પ્રતિભાવ

  • 150થી 250 શબ્દોમાં આપે ભરેલા પગલાંઓ
  • થોડા ફોટોગ્રાફ હોય તો એ પણ મોકલો
  • કોઇક વિડીયો હોય તો એ મોકલો
  • શક્ય હોય તો ગુજરાતીમાં ટાઇપ કરેલું લખાણ

આપ અમને અહીં મેઇલ કરી શકો

cialive@yahoo.com

November 26, 2020
jallikattu-indian-movie-poster.jpg
1min777

ઑસ્કર અવોર્ડ માટે ભારત તરફથી મલયાલમ ફિલ્મ ‘જલ્લીકટ્ટૂ’ને નોમિનેટ કરવામાં આવી છે. ૯૩મા ઑસ્કર અવૉર્ડ માટે ભારતની અન્ય ફિલ્મો પણ રેસમાં હતી, જેમાં હિન્દી ફિલ્મ શકુંતલાદેવી, શિકારા, ગુંજન સકસેના, ભોંસલે, ગુલાબો સિતાબો, સીરિયસ મેન, બુલબુલ, કામયાબ, ધ પિંક સ્કાય પણ સામેલ હતી. આ સિવાય મરાઠી ફિલ્મ બિટરસ્વીટ અને ડિસાઇપલ પણ રેસમાં હતી.

આ અગાઉ મધર ઈન્ડિયા, સલામ બોમ્બે અને લગાન ફિલ્મ પણ વિદેશી ભાષા ફિલ્મ કેટગરીમાં નોમિનેટ થઇ હતી. આ દરેક ફિલ્મ એવોર્ડ જીતવામાં નિષ્ફળ રહી હતી.

‘જલ્લીકટ્ટૂ’ એક ડ્રામા થ્રિલર ફિલ્મ છે તથા દેશ-વિદેશમાં આ ફિલ્મની ઘણી પ્રશંસા થઇ હતી. ૬૩મા બીએફઆઇ લંડન ફિલ્મ ફેસ્ટિવલમાં ૭૮ દેશની ૨૨૯ ફિલ્મને સામેલ કરવામાં આવી હતી. આ ફેસ્ટિવલમાં ‘જલ્લીકટ્ટૂ’ પણ સ્ક્રીનિંગ પણ કરવામાં આવી હતી.

‘જલ્લીકટ્ટૂ’ એસ. હરીશ અને આર. જયકુમારના પુસ્તક માઓઇસ્ટ પર આધારિત છે. માનવ અને જાનવરો વચ્ચેની લાગણીને ફિલ્મમાં દર્શાવવામાં આવી છે. લિજો જોસ પેલ્લીસેરીએ ફિલ્મનું નિર્દેશન કર્યું છે અને પ્રોડ્યુસ થોમસ પેનિકરે કર્યું હતું.

November 26, 2020
indausi.jpg
1min464

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ વન ડે ઇન્ટરનેશનલ મેચ તા. 6 ડિસેમ્બર 1980ના રોજ રમાયો હતો. ત્યારથી લઇને અત્યાર સુધીમાં બન્ને ટીમ વચ્ચે 140 વન ડે મેચમાં ટક્કર થઇ છે. જેના આંકડા બતાવે છે કે હરીફ ટીમ ઓસ્ટ્રેલિયાનો દબદબો રહ્યો છે. હવે આવતીકાલ શુક્રવારથી બન્ને દેશ વચ્ચેની ત્રણ વન ડે મેચની શ્રેણી શરૂ થઇ રહી છે. જેનો પહેલો મેચ સિડનીમાં રમાશે. જે ભારતીય સમય અનુસાર સવારે 9-10 વાગ્યાથી શરૂ થશે. ભારતના ઓસ્ટ્રેલિયાના પ્રવાસના તમામ મેચનું જીવંત પ્રસારણ સોની સિક્સની જુદી જુદી ચેનલો પર થશે.

ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ વચ્ચે અત્યાર સુધીમાં રમાયેલ કુલ 140 વન ડે મેચમાં 78 જીત કાંગારૂ ટીમને મળી છે. જ્યારે ભારતને હાથ બાવન જીત આવી છે. જ્યારે ઓસ્ટ્રેલિયાની ઘરતી પર ભારત પ1 વન ડે મેચ રમ્યું છે. જેમાંથી ફકત 13 વન ડેમાં જ જીત નસીબ થઇ છે. જ્યારે 36 મેચ ઓસ્ટ્રેલિયાએ તેના નામે કર્યાં છે. આ આંકડા બતાવે છે કે કાલથી શરૂ થતી શ્રેણીમાં ટીમ ઇન્ડિયાની રાહ આસાન નહીં રહે. જીત માટે કઠોર મહેનત અને શાનદાર દેખાવ કોહલી સેનાએ કરવો પડશે.
ભારત વિરૂધ્ધ ઓસ્ટ્રેલિયાના બે સ્ટાર બેટ્સમેન સ્ટીવન સ્મિથે પાછલા 8 મેચમાં 66.71ની સરેરાશથી કુલ 467 રન કર્યાં છે. જેમાં 2 સદી અને 1 અર્ધસદી છે. જ્યારે ડેવિડ વોર્નરે ભારત સામે પાછલી 9 ઇનિંગમાં 43.44ની સરેરાશથી 391 રન કર્યાં છે.

November 26, 2020
laxmidbs.png
1min423

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લક્ષ્મી વિલાસ બેન્ક લિમિટેડ (એલવીબી)નાં ડીબીએસ બેન્ક ઈન્ડિયા લિમિટેડ(ડીબીઆઈએલ) સાથે એકીકરણની યોજનાને મંજૂરી આપી દેવામાં આવી છે.

થાપણદારોનાં હિતની રક્ષા અને આર્થિક અને નાણાકીય બેન્કિંગ સ્થિરતા માટે 17-11-2020નાં રોજ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટની કલમ 4પ હેઠળ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની અરજી ઉપર એલવીબી 30 દિવસનાં મોરેટોરિયમ પીરિયડમાં હતી. આની સાથોસાથ સરકાર સાથે પરામર્શ કરીને આરબીઆઈએ એલવીબીનાં બોર્ડ ઓફ ડિરેક્ટરને પણ સુપરસીડ કરીને વહીવટદારની નિયુક્તિ કરી દીધી હતી.

હિસ્સેદારો અને જાહેર જનતાનાં સૂચનો અને વાંધાઓ મગાવ્યા બાદ આરબીઆઈએ બેન્કનાં એકીકરણ માટે સરકાર સમક્ષ યોજનાને મંજૂરી અર્થે રજૂ કરી હતી. આજે કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે, બેન્કનાં કોઈ કર્મચારીની છટણી નહીં થાય. આવી ઘટનાઓને ધ્યાને રાખીને રિઝર્વ બેન્કને પણ કહેવામાં આવ્યું છે કે દોષિતોને સજા થવી જોઈએ. આ ઉપરાંત એવું પણ કહેવામાં આવ્યું છે કે ફરી આવી કોઈ ઘટના ન બને તે માટે ચાંપતી દેખરેખ રાખવી.

એલવીબીનાં ડીબીએસમાં વિલય ઉપરાંત એટીસી ટેલીકોમ ઈન્ફ્રામાં 2480 કરોડ રૂપિયાનાં પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ (એફડીઆઈ)ને પણ મંજૂરી આપવામાં આવી છે.

November 26, 2020
maradona.jpg
1min490

આર્જેન્ટિનાનાં એક જમાનાનાં દિગ્ગજ ફૂટબોલ સ્ટાર ડિએગો મેરેડોનાનું આજે નિધન થઈ ગયું છે. મેરેડોનાનું હૃદયરોગનાં હુમલાથી અવસાન થયું છે. તેમની ઉંમર 60 વર્ષની હતી અને લાંબો સમયથી તેઓ બીમાર હતાં.

November 25, 2020
ram-nath-kovind.jpg
1min452
Image

આજે ૨૫મીએ કેવડિયા કોલોની ખાતેના સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક ટેન્ટ સિટી-૨ ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની ઉપસ્થિતિમાં દેશના રાજ્યોની વિધાનસભા અધ્યક્ષો, લોકસભા, રાજ્યસભાના સ્પીકરો અને તેમની સાથે જોડાયેલા અધિકારીઓની કોન્ફરન્સ યોજાય રહી છે

Image

સ્ટેચ્યૂ ઓફ યુનિટી એક અતિ વિશિષ્ઠ સ્થળ છે. દેશની એકતાના ઘડવૈયા સરદાર સાહેબનું આ સ્મારક છે. આ અંગે રાજેન્દ્ર ત્રિવેદીએ આ અતિ વિશિષ્ઠ સ્થળની આ પરિષદ માટે પસંદગી કરવા બદલ લોકસભાના અધ્યક્ષને સાભાર ધન્યવાદ આપ્યા હતા.

૨૫મી અને ૨૬ નવેમ્બરના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસ ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા છે. રાજ્યમાં યોજાનારી સ્પીકર કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેવા માટે રાષ્ટ્રપતિ ગુજરાત આવશે. આ કોન્ફરન્સમાં દેશના તમામ વિધાનસભા સ્પીકર હાજર રહેશે. ૨૬ નવેમ્બરના રોજ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે સ્પીકર કોન્ફરન્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કોન્ફરન્સ લોકસભા સ્પીકરના અધ્યક્ષસ્થાને યોજાઈ રહી છે અને તેમાં દેશની તમામ વિધાનસભાના અધ્યક્ષો હાજરી આપી રહ્યા છે.

Image

આ કાર્યક્રમમાં મુખ્ય આકર્ષણ એ પણ હશે કે કાર્યક્રમના સમાપનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમાપન સ્પીચ વર્ચ્યુઅલી કરશે. આમ એક સાથે બધા વડા ભેગા થાય એ પ્રથમ અને ઐતિહાસિક ઘટના બની રહેશે. અન્ય આકર્ષણની વાત એ છે કે, આ કાર્યક્રમમાં સરદાર પ્રતિમાના સાનિધ્યમાં બંધારણના આમુખની સાક્ષી હેઠળ રાષ્ટ્રીય એકતાના શપથગ્રહણ કાર્યક્રમ થશે. જેમાં આ પરિષદને અવિસ્મરણીય અને યાદગાર બનાવશે. લોકસભા અને રાજ્યસભાના નેતા પ્રતિપક્ષને પણ આમંત્રિત કરાયા છે. આ પરિષદના આયોજનમાં રાજ્ય સરકારે સંપૂર્ણ પીઠબળ આપ્યું છે.

Image

આ બેઠક માટે ૫૦૦ થી વધુ વહીવટી અધિકારીઓ અને કર્મચારીઓને હાજર રાખવામાં આવશે. આ સાથે પોલીસ બંદોબસ્ત માટે પણ ચાર જિલ્લાના પોલીસના ૨૦૦૦ સુરક્ષા જવાનો સ્ટેન્ડબાય કરવામાં આવશે.

November 25, 2020
SGCCI.jpg
2min510

સિનિયર સિટીઝન્સ, મહિલાઓ, નાના બાળકો સાથેના પરિવારજનો કરફ્યુ વેળાએ સુરત પરત ફરવાના હોય તો ચેમ્બર ઓફ કોમર્સને આગોતરી જાણ કરીને વ્યવસ્થા મેળવી શકાશે

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ દિનેશ નાવડીયાની આગેવાની હેઠળ અત્યાર સુધી ચેમ્બરે જે નથી કર્યું એવા લોકહિતના કામો હાથ ધરવામાં આવી રહ્યા છે. કોરોનાકાળમાં શ્રમિકો માટે શ્રેણીબદ્ધ પગલાંઓ ભરનાર દિનેશ નાવડીયાની ટીમે હાલ રાત્રિ કરફ્યુની સ્થિતિમાં બહારગામથી સુરત આવતા લોકો ટ્રાન્સ્પોર્ટેશન બંધ હોવાના કારણે રઝળી ના પડે તે માટે વિનામૂલ્યે પરિવહનની સેવા શરૂ કરી છે. પહેલા જ દિવસે આ કામમાં 25થી વધુ મોટરકારોનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.

હાલના રાત્રિ કરફ્યુની પરિસ્થિતિમાં સુરત રેલ્વે સ્ટેશને આવતા સિનિયર સીટીઝન્સ, નાની વયના બાળકો અને એકલી મહિલા મુસાફરો કે જેઓ પાસે પોતાના વાહનની સગવડ નહિ હોય તેઓને સુરત રેલ્વે સ્ટેશનથી ઘર સુધી પહોંચાડવા માટે ચેમ્બર દ્વારા વિના મૂલ્યે સેવાકાર્ય શરૂ કરાયું છે. જે અંતર્ગત મંગળવાર, તા. ૨૪ નવેમ્બર, ૨૦૨૦ના રોજ કુલ ૨૫ કારની વ્યવસ્થા કરવામાં આવી હતી અને લગભગ ૧૨૫ મુસાફરોને રેલ્વે સ્ટેશનથી તેમના ઘર સુધી સુવ્યવસ્થિત પહોંચાડાયા હતા. આ અભિયાન હાલમાં ચાલુ રહેશે.

No description available.

આ સેવાકાર્યમાં આપ પણ આપનું નામ નોંધાવી શકો છો. આપ આપની કાર અને કાર ચાલક સહિત આપના નામો નોંધાવવા માટે દીપક શેઠવાળા – ૯૮૨૪૧૩૭૭૦૫, બીજલ જરીવાળા – ૯૧૭૩૩૪૨૬૧૦, અનિલ સરાવગી – ૯૮૨૫૦૭૭૬૭૮ નો સંપર્ક કરી શકો છો.

No description available.

પ્રથમ દિવસે સુરત પોલીસ કમિશ્નર શ્રી અજયકુમાર તોમર, ડે. કમિશ્નર ઓફ પોલીસ સુશ્રી ભાવનાબેન પટેલ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સમગ્ર કામગીરી નિહાળી હતી. ચેમ્બર દ્વારા માસ્ક અને હેન્ડસેનિટાઈઝરની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. દરેક કારને પોતાનો એક રાઉન્ડ સમાપ્ત થયા પછી સંપૂર્ણ સેનિટાઈઝ કરવામાં આવતી હતી અને ત્યાર પછી જ બીજા રાઉન્ડ માટે કારને મોકલવામાં આવતી હતી. આ સેવાકાર્યમાં ચેમ્બરના પ્રમુખ શ્રી દિનેશ નાવડીયા, ઉપ પ્રમુખ શ્રી આશીષ ગુજરાતી, માનદ્દ મંત્રી શ્રી નિખિલ મદ્રાસી, માનદ્દ ખજાનચી શ્રી મનિષ કાપડીયા, ગ્રુપ ચેરમેન શ્રી દીપક શેઠવાળા, ડૉ. અનિલ સરાવગી, શ્રી બીજલ જરીવાલા, શ્રી રાકેશ જૈન, શ્રી પરેશ લાઠીયા તેમજ મેનેજિંગ કમિટીના સભ્યો શ્રી લાલજીભાઈ હિરાણી, ઉપસ્થિત રહ્યા હતા.

No description available.

પાંડેસરાના એકાંત વિસ્તારમાં રહેતી એક ૪૦ વર્ષની મહિલા કે જેમનો સંપર્ક તેમના પરિવાર સાથે થઇ નહોતો શકતો તેમને તેમના ઘર સુધી પહોંચાડવામાં આવ્યા હતા. ચાર નાની બાળાઓ કે જે મુંબઈથી સુરત આવતી ટ્રેઈનમાં ઉતરી હતી. તેઓના વાલીઓનો સંપર્ક નહોતો થઇ શકતો તેમને ઘર સુધી પહોંચાડવામાં આવ્યા હતા. કામરેજ રહેતા એક પરિવાર પાસે રીક્ષામાં જવા માટેના પૈસા નહોતા તેઓને તેમના કામરેજ નિવાસ સ્થાને પહોંચાડવામાં આવ્યા હતા.

૮૦ વર્ષના અપંગ વૃદ્ધ તેમના પરિવાર સાથે આશ્રય શોધતા હતા તેમના આઠ વ્યક્તિઓના પરિવારને સહીસલામત તેમના નિવાસ સ્થાને પહોંચાડવામાં આવ્યા હતા. નવાગામ ડીંડોલીમાં રહેતા રેલવેના મહિલા સ્ટાફ સભ્યોને તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડવામાં આવ્યા હતા. રેલ્વે પોલીસ અને રેલ્વેનો સ્ટાફ પણ આ આખી વ્યવસ્થામાં જોડાયા હતા.

આગામી દિવસોમાં શહેરના ઔદ્યોગિક એસોસીએશનો, બેંકો, સહકારી સંસ્થાઓના સહકારથી ૫૦૦ જેટલા બેરીકેડ્સ સુરત પોલીસને ભેટ આપવામાં આવશે.

November 25, 2020
CIA_Live_Logo_New2.jpg
1min500

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ નામને આધાર આપી રહેલી એકમાત્ર ઇન્ટરનેશનલ ફ્લાઇટ સુરત-શારજાહ વચ્ચેની એરઇન્ડિયાની ફ્લાઇટને તા.31મી માર્ચ 2021 સુધી રદ કરી દેવામાં આવી છે. આ અંગેની સત્તાવાર જાહેરાત સુરત એરપોર્ટના ઓફિશ્યલ ટ્વીટર હેન્ડલ પરથી આજરોજ તા.25મી નવેમ્બરથી કરવામાં આવી છે. સુરત-શારજાહ વચ્ચેની આ ઇન્ટરનેશનલ ફ્લાઇટ ખાસ્સી લોકપ્રિય બની હતી અને તેના ટિકિટના દર પણ સસ્તા હોવાને કારણે મહારાષ્ટ્ર અને સુરત સિવાયના ગુજરાતના યાત્રીઓ પણ દુબઇથી પરત આવવા માટે આ ફ્લાઇટ્સનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા હતા.

એક વર્ષ બંધ રહેશે ફ્લાઇટ

ગત માર્ચ 2020માં લોકડાઉનને કારણે સુરત શારજાહ વચ્ચેની ફ્લાઇટ બંધ થઇ હતી, હવે નવી ઘોષણા મુજબ તા.31મી માર્ચ 2021 સુધી આ ફ્લાઇટ બંધ રહેવાની હોઇ, હવે કમ્પ્લીટ એક વર્ષ માટે સુરત એરપોર્ટ પર ઇન્ટરનેશનલ ફ્લાઇટ બંધ રહેશે.

Air India Express to start first direct flight service from Sharjah to Surat  | Tourism News Live