CIA ALERT

Blog - Page 282 of 708 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
December 4, 2020
construction-1280x720.jpg
1min585

ગુજરાત રાજ્યના કોઇપણ વિસ્તારમાં 15 મીટરની ઊંચાઈ ધરાવતું બાંધકામ કરવા માટેની પ્રક્રિયામાં પ્લાન સહિતના વિવિધ મહત્વના દસ્તાવેજો ડેવલપમેન્ટ પ્લાન 2017 મુજબ યોગ્ય હશે તો તેને 24 કલાકમાં જ ઓનલાઈન જ ડેવલપમેન્ટ પરમિશન આપી દેવાશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઓનલાઈન ડેવલપમેન્ટ પરમિશન 2.0 વર્જનનું તા.3 ડિસેમ્બર 2020ના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે લોન્ચિંગ કર્યું હતું. આ પ્રસંગે રૂપાણીએ પ્રતીકરૂપે પાંચ નગર-મહાનગરમાં ઓનલાઈન એપ્રૂવલ અને રજા ચિઠ્ઠીનું આર્કિટેક્ટ-ઈજનેરોને વિતરણ કર્યું હતું.

સરળ અને પારદર્શી પ્રક્રિયા ODPSથી શરૂ કરી છે કે પોતાના કોમ્પ્યુટરમાંથી પ્લાન સબમિટ કરે અને 24 કલાકમાં તો પાકી મંજૂરી મળી જાય. જેથી ડેવલપમેન્ટ ચાર્જ ભરીને વ્યક્તિ મકાન બાંધકામ શરૂ કરી શકે. ODPS માટે બાંધકામ જમીનથી 15 મીટર સુધીની ઊંચાઈવાળું હશે તેના આર્કિટેક્ટ, એન્જિનિયર્સ દ્વારા પ્લાન, નકશાની ખરાઈ કરી સર્ટિફાઈડ કરી ઓનલાઈન સબમિટ કરવાના રહેશે. આ માટે એક બાંયધરીપત્રક પણ સબમિટ કરવાનું રહેશે.

બાંધકામની મંજૂરી આપવા માટે 15 વાયટલ પેરામિટર્સ નિયત કરાયા છે, જે પૈકીના એકપણનું પાલન નહીં થતું હોય તો સિસ્ટમ દ્વારા જ પ્લાનને મંજૂરી નહીં મળે.

  1. 15માં માર્જીન,
  2. પાર્કિંગ,
  3. બિલ્ડિંગની ઊંચાઈ,
  4. લિફ્ટ અને એલિવેટર્સ,
  5. એફએસઆઈ,
  6. સ્ટેરકેસ,
  7. ગ્રાઉન્ડ કવરેજ,
  8. કોમન પ્લોટ,
  9. એક્સેસ રોડ-એપ્રોચ,
  10. ઓપન ટુ સ્કાય,
  11. સેટ બેક, ઝોન અને
  12. રોડની પહોલાઈને ધ્યાને લેવી,
  13. મહત્તમ અને લઘુત્તમ ફ્લોર હાઈટ,
  14. ઈન્ટરનલ રોડ,
  15. ફાયર રેગ્યુલેશન વેગેરનો સમાવેશ કરાયો છે.

December 4, 2020
rbi.jpeg
1min437

આરબીઆઈએ રેપો રેટ 4 ટકા પર સ્થિર રખાયો છે જ્યારે રિવર્સ રેપો રેટ 3.35 ટકા જાળવી રાખ્યો છે. આરબીઆઈના આ નિર્ણયને પગલે તમામ લોન પરના ઈએમઆઈમાં ગ્રાહકોને કોઈ રાહત નહીં મળે.

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ બે દિવસની મોનેટરી પોલીસી બેઠકના અંતે વ્યાજ દરમાં કોઈ બદલાવ નહીં કરતા યથાવત્ રાખ્યા છે.

કોરોના મહામારીને પગલે અર્થતંત્રમાં આવેલી પછડાટને લીધે તેને ફરીથી ધબકતું કરવા માટે ભવિષ્યમાં જરૂર જણાયે વ્યાજ દરમાં ઘટાડો કરાશે તમ આરબીઆઈના ગર્વનર શક્તિકાંત દાસે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું. ચાલુ વર્ષ માટે આરબીઆઈ અનુકૂળ ધિરાણનીતિ અપનાવવાનું ચાલુ રાખશે. મોનેટરી પોલીસીના સભ્યોએ સર્વાનુમતે આ બેઠકમાં વ્યાજ દર સ્થિર રાખવાનો નિર્ણય લીધો હોવાની સ્પષ્ટતા આરબીઆઈ ગર્વનરે કરી હતી.

કોરોના મહામારીને પગલે લાગુ કરાયેલા લોકડાઉથી અર્થતંત્રને ફટકો પડ્યો હતો જેને પગલે માર્ચથી અત્યાર સુધીમાં આરબીઆઈએ રેપો રેટમાં 1.15 ટકાનો ઘટાડો કર્યો હતો. છેલ્લે 22 મેના રોજ આરબીઆઈએ વચગાળામાં વ્યાજ દરમાં ઘટાડો કરતાઐતિહાસિક નીચા સ્તરે પહોંચ્યો હતો.  

December 4, 2020
sugar.jpg
1min473

દેશમાં ખાંડનુ ઉત્પાદન એક ઓક્ટોબર ૨૦૧૯થી ૩૦ નવેમ્બર ૨૦૨૦ દરમિયાન ૪૨.૯૦ લાખ ટને પહોંચ્યુ છે, જ્યારે પાછલા વર્ષે સમાન સમયગાળામાં ૨૦.૭૨ લાખ ટન ઉત્પાદન થયુ હતું. આ રીતે ખાંડ ઉત્પાદનમાં ૨૨.૧૮ લાખ ટનની વૃદ્ધિ થઇ છે. ઇન્ડિયન સુગર મિલ્સ એસોસિએશન (ઇસ્મા)નાં આંકડા અનુસાર સીઝન વર્ષ ૨૦૨૦-૨૧માં ૩૦ નવેમ્બર સુધી ૪૦૮ સુગર મિલો શેરડીનું પિલાણ કરી રહી હતી, જ્યારે પાછલા વર્ષે સમાન સમયગાળા સુધીમાં ૩૦૯ મિલો શેરડીનું પિલાણ કરી રહી હતી.

ઇસ્માના મતે ૨૦૨૦-૨૧ દરમિયાન હાલની સીઝનમાં ખાંડના ઉત્પાદનનું સ્થિતિ ઘણા હદ સુધી ૨૦૧૮-૧૯ સીઝનની સમકક્ષ છે, જ્યારે બે પ્રારંભિક મહિનામાં ૪૧૮ મિલોએ શેરડીના પિલાણથી ૪૦.૬૯ લાખ ટન ખાંડનું ઉત્પાદન કર્યુ હતુ.

ચાલુ વર્ષે સુગર મિલો દ્વારા શેરડીના રસ અને મોલાસીસનો વ્યાપક પ્રમાણમાં ઇથેનોલ બનાવવા માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને તેના પરિણામ સ્વરૂપ ચાલુ વર્ષે ખાંડનું ઉત્પાદન ૨૦ લાખ ટન ઓછુ થવાની અપેક્ષા છે.

ઉત્તરપ્રદેશમાં ૩૦ નવેમ્બર ૨૦૨૦ સુધી ૧૨.૬૫ લાખ ટન ખાંડનું ઉત્પાદન થયુ છે જ્યારે પાછલા વર્ષે સમાન સમયગાળામાં ઉત્પાદન ૧૧.૪૬ લાખ ટન હતુ. રાજ્યમાં ૧૧૧ સુગર મિલોમાં શેરડીનુંપિલાણ થઇ રહ્યુ છે. ઇસ્માના મતે મહારાષ્ટ્રમાં ચાલુસીઝનમાં ૧૫૮ સુગર મિલો કાર્યરત છે જ્યારે વિતેલી સીઝનમાં સમાન સમયગાળા સુધી ૭૧ સુગર મિલો ચાલી રહી હતી. રાજ્યમાં ચાલુ સીઝનમાં અત્યાર સુધી ૧૫.૭૨ લાખ ટન ખાંડનું ઉત્પાદન થયુ છે. વિતેલ સીઝનમાં તેનું ઉત્પાદન અત્યાર સુધીમાં ૧.૩૮ લાખ ટન હતુ. કર્ણાટકમાં ૬૩ સુગર મિલો ચાલી રહી છે તેમજ ૧૧.૧૧ લાખ ટન ખાંડનું ઉત્પાદન કર્યુ છે.

રાજ્યમાં પાછલા વર્ષે સમાન સમયગાળામાં ઉત્પાદન ૫.૬૨ લાખ ટન કર્યુ હતુ અને ૬૦ સુગર મિલો ચાલુ હતી. તો ગુજરાતમાં ૩૦ નવેમ્બર સુધી કુલ ૧.૬૫ લાખ ટન ખાંડનું ઉત્પાદન થયુ છે જ્યારે પાછલા વર્ષે સમાન સમયગાળામાં ૬૨ હજાર ટન ખાંડનું ઉત્પાદન થયુ હતુ. રાજ્યમાં ૧૫ સુગર મિલો ચાલી રહી છે જ્યારે પાછલા વર્ષે સમાન સમયગાળામાં ૧૪ સુગર મિલો ચાલી રહી હતી. ઉત્તરાખંડ, બિહાર, હરિયાણા, મધ્યપ્રદેશ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં લગભગ ૬૧ સુગર મિલો શેરડીનું પિલાણ કરી રહી છે તેમજ ૧.૭૭ લાખ ટન ખાંડનું ઉત્પાદન થયુ છે. પાછલા વર્ષે સમાન સમયગાળામાં તેનુ ઉત્પાદન ૧.૬૪ લાખ ટન હતુ તેમજ ૫૩ સુગર મિલો ચાલી રહી હતી. ઇસ્માના મતે પહેલી ઓક્ટોબરથી શરૂ થયેલી નવી માર્કેટિંગ સીઝનમાં ૧૦૬.૪ લાખ ટન ખાંડનો ઓપનિંગ સ્ટોક હતો. ચાલુ વર્ષે ૩૧૦ લાખ ટન ખાંડનું ઉત્પાદન થવાનો અંદાજ છે. આવી રીતે ચાલુ વર્ષ પણ ખાંડના મામલે સરપ્લસ રહેશે. ચાલુ વર્ષે ભારતમાંથી ૬૦-૭૦ લાખ ટન ખાંડની નિકાસ થવી જરૂરી છે.

December 4, 2020
gst.jpg
1min404

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ની નવેમ્બરમાં રૂ. ૧.૦૪ લાખ કરોડની આવક થઇ હતી, જ્યારે તેના અગાઉના મહિને એટલે કે ઓક્ટોબરમાં જીએસટીની આવક રૂ. ૧.૦૫ લાખ કરોડ રહી હતી, એમ નાણાં મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું. ચાલુ નાણાકીય વર્ષના સતત બીજા મહિને રૂ. એક લાખ કરોડથી વધુની જીએસટી આવક થઇ છે.

નવેમ્બર, ૨૦૧૯ની સરખામણીમાં નવેમ્બર, ૨૦૨૦માં જીએસટીની આવકમાં ૧.૪ ટકાનો વધારો થયો છે. નવેમ્બર, ૨૦૨૦માં જીએસટીની આવકનો આંકડો રૂ. ૧,૦૪,૯૬૩ રહ્યો હતો, જ્યારે નવેમ્બર, ૨૦૧૯માં આ આંકડો રૂ. ૧,૦૩,૪૯૧ રહ્યો હતો.

આ સિવાય ગયા વર્ષના સમાન મહિનાની સરખામણીમાં આ વર્ષે નવેમ્બરમાં આયાત કરેલા માલ-સામાનથી ૪.૯ ટકા વધુ આવક અને ડોમેસ્ટિક ટ્રાન્ઝેકશન (ઇમ્પોર્ટ સર્વિસનો સમાવેશ) દ્વારા થતી આવક ૦.૫ ટકા વધુ થઇ હતી, એમ નિવેદનમાં વધુમાં જણાવાયું હતું.

નવેમ્બર, ૨૦૨૦માં ગ્રોસ જીએસટી રેવેન્યુ રૂ. ૧,૦૪,૯૬૩ કરોડ રહી હતી જેમાં સેન્ટ્રલ જીએસટી રૂ. ૧૯,૧૮૯ કરોડ, સ્ટેટ જીએસટી રૂ. ૨૫,૫૪૦ કરોડ અને આઇજીએસટી રૂ. ૫૧,૯૯૨ કરોડ અને સેસ રૂ. ૮૨૪૨ કરોડનો સમાવેશ થાય છે.

December 4, 2020
supreme.jpg
1min382

ગુજરાતમાં માસ્ક પહેર્યા વગર બહાર નીકળતા લોકો સામે કડક પગલાં ભરવા તેમ જ આવા લોકોને કોરોના સેન્ટરમાં સેવા આપવા માટેની સજા કરવાનું જાહેરનામું બહાર પાડવા ગુજરાત હાઈ કોર્ટના નિર્દેશ પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે. અગાઉ ગુજરાત હાઈ કોર્ટે સરકારને માસ્ક ન પહેર્યુ હોય તેમને કોવિડ સેન્ટરમાં સેવાની સજા કરવાનો આદેશ કર્યો હતો, જેના પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે.

ગુજરાત હાઈ કોર્ટે માસ્ક ન પહેરનારને કોવિડ કોમ્યુનિટી સર્વિસમાં સેવાની સજાનો આદેશ બહાર પાડવા રાજ્ય સરકારને નિર્દેશ કર્યો હતો, જેની સામે ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. ગુજરાતના સોલિસિટર જનરલે આ મામલે આજે જ સુનાવણી કરવા માટેની સુપ્રીમ કોર્ટમાં વિનંતી કરી હતી.

આ સુનાવણી વેળાએ સુપ્રીમ કોર્ટે દિશા-નિર્દેશ આપતા કહ્યું હતું કે રાજ્યોને કહો કે કોરોના વાઈરસ પોઝિટિવ દર્દીઓના ઘરની બહાર કોવિડ-૧૯ પોઝિટિવ પોસ્ટર લગાવવું ન જોઈએ. સામે કેન્દ્રએ જણાવ્યું હતું કે કોવિડ પોસ્ટર ચોટડવાની કોઈ વાત કેન્દ્ર સરકારની ગાઈડલાઈનમાં નથી. સોલિસિટર જનરલ તુષાર મહેતા: ક્યારેક ઈલાજ પોતે અટકાવ કરતા વધારે ખતરનાક હોય છે.

હાઈ કોર્ટ માસ્ક પહેર્યા વગર ફરનારા સામે નારાજ છે. હાઈ કોર્ટે માસ્ક વગર પકડાયેલા લોકો સામે આકરું વલણ અપનાવ્યું હતું. એને પગલે માસ્ક વગર પકડાયેલા લોકોને કોવિડ કેર સેન્ટરમાં ૫થી ૧૫ દિવસ સુધી ફરજિયાત ૫થી ૬ કલાકની કોમ્યુનિટી સેવા આપવા માટે ગુજરાત સરકારને આદેશ કર્યો છે. રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વકરી રહ્યું છે ત્યારે ગુજરાત હાઈ કોર્ટ માસ્ક પહેર્યા વગર ફરનારા સામે નારાજ છે. હાઈ કોર્ટે માસ્ક વગર પકડાયેલા લોકો સામે આકરું વલણ અપનાવ્યું છે. એને પગલે માસ્ક વગર પકડાયેલા લોકોને કોવિડ કેર સેન્ટરમાં ૫થી ૧૫ દિવસ સુધી ફરજિયાત ૪થી ૬ કલાકની કોમ્યુનિટી સેવા આપવા માટે ગુજરાત સરકારને આદેશ કર્યો છે, જેને કોમ્યુનિટી સર્વિસ કહેવામાં આવે છે.

December 4, 2020
CIA_Live_Logo_New2.jpg
1min724

આજરોજ તારીખ ૩ 11 2020 ને સવારે 11:00 જુનિયર ડૉકટર નેટવર્ક (જે ડી એન) ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત ના ડોક્ટર સભ્યોએ Indian Medical Association સૂરતના પ્રેસિડેન્ટ ડોક્ટર હિરલ શાહ, Gujarat વાઈઝ પ્રેસિડન્ટ ડોક્ટર પારુલ વડગામા, મીડિયા કોઓર્ડીનેટર ડોક્ટર હેતલ કુમાર યાજ્ઞિક અને સેનેટ મેમ્બર ડોક્ટર વિપુલ ચૌધરી વગેરે પ્રતિનિધિમંડળે આયુર્વેદિક તબીબોને જનરલ સર્જરીની છૂટ આપવાના લીધેલા નિર્ણયનો પદ્ધતિસર વિરોધ થાય અને સરકાર આ નિર્ણય રૉલબેક કરે એ માટેના પ્રયાસો હાથ ધર્યા છે.

IMA સુરતે એક્શન કમિટી બનાવી, ટૂંક સમયમાં શ્રેણીબદ્ધ વિરોધ પ્રદર્શન કરશે

No description available.

Indian Medical Association સૂરતના પ્રતિનિધિમંડળે જણાવ્યું હતું કે mixopathy ના નિર્ણયનો વિરોધ કરવા એક એકશન કમિટી ની રચના કરવામાં આવી છે, આ કમિટીના ચેરમેન શ્રીડોક્ટર વિનોદ શાહ છે અને તેમના ગાઇડન્સ હેઠળ કમિટીના સભ્યો Indian Medical Association સૂરત તરફથી આગામી દિવસોમાં તબક્કાવાર વિરોધ પ્રદર્શનો કરશે.

મીડિયા કોર્ડીનેટર ડો. હેતલકુમાર યાજ્ઞિકે જણાવ્યું હતું કે તા.3 ડિસેમ્બરના રોજ સુરત ખાતે આયુર્વેદિક તબીબોને જનરલ સર્જરી કરવાના નિર્ણયનો વિરોધ કરવા માટે થયેલા પ્રદર્શનમાં મોટી સંખ્યામાં તબીબો, મેમ્બર ડોક્ટર્સ, શુભેચ્છકો વગેરે જોડાયા હતા. વધુ એક્શન પ્લાન ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

December 3, 2020
pmmoditwt.jpg
2min3552

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

માઇક્રોબ્લોગિંગ સાઇટ, ટ્વીટર Twitter પર ફોલોઅર્સની સૌથી વધુ સંખ્યા ધરાવતી વ્યક્તિ ભારતમાં પી.એમ. નરેન્દ્રભાઇ મોદી છે. પી.એમ. મોદી સાહેબને આજની (3 ડિસેમ્બર 2020) તારીખે Twitter પર કુલ 63.9 મિલિયન એટલે કે 6 કરોડ 39 લાખ લોકો ફોલો કરી રહ્યા છે. મોદી સાહેબની એક ટ્વીટ ગણતરીની મિનિટોમાં દેશ દુનિયાના કરોડો લોકો સુધી પહોંચી જાય છે. આ તો થઇ પી.એમ. મોદી સાહેબના ફોલોઅર્સની વાત. www.cialive.in

આ પી.એમ. શ્રી નરેન્દ્રભાઇ મોદીના ટ્વીટર અકાઉન્ટનું હોમ પેજ છે. જેમાં તા.3 ડિસેમ્બર 2020ની સાંજે 6 વાગ્યા સુધીમાં કુલ 63.9 મિલિયન ફોલોઅર્સ સંખ્યા છે જ્યારે તેઓ કુલ 2345 અકાઉન્ટને ફોલો કરી રહ્યાનું જણાય આવે છે.

અમે અહીં પી.એમ. મોદી જેમને ફોલો કરી રહ્યા છે એની વાત કરી રહ્યા છીએ

પી.એમ. મોદી જેમને ફોલો કરે છે એવા ફક્ત 2345 ટ્વીટર અકાઉન્ટ છે. આ સંખ્યામાં દેશ અને વિદેશની બધી હસ્તીઓ છે. મોદી સાહેબ જેમને ફોલો કરી રહ્યા છે એ ફક્ત 2345 અકાઉન્ટ્સમાં હવે સુરતીઓની વાત કરીએ તો ઓછા જાણીતા લોકો, ભાજપામાં હાલ કોઇ હોદ્દા પર ન હોય તેવા સુરતીઓની યાદી અહીં રજૂ કરી છે. www.cialive.in

  1. મૂળજી ઠક્કર (માજી કોર્પોરેટર, ઉધના વિસ્તાર)
  2. અતુલ વેકરીયા (અતુલ બેકરી, સુરત)
  3. ધનસુખ પટેલ (માજી ધારાસભ્ય, ઓલપાડ)
  4. સુષ્મા અગ્રવાલ (માજી ડેપ્યુટી મેયર, સુરત)
  5. પ્રફુલ પાનશેરીયા (માજી ધારાસભ્ય, કામરેજ, સુરત)
  6. પી.વી.એસ. શર્મા (ભાજપા નેતા, સુરત)
  7. કેયુર જે દેસાઇ (ભાજપા નેતા, કતારગામ)
  8. નિલેશ દેસાઇ (સુરત)
  9. રવિ ઘિયાર (સુરત)
  10. ડૉ. માઉન્ટેન જીપ્સી (કિંજલ દેસાઇ કે.ડી.)
  11. બર્તવાલ વિક્રમ

ભાજપાના જાણિતા નેતાઓને પણ પી.એમ. મોદી Twitter પર ફોલો કરી રહ્યા છે જે આ મુજબ છે

  1. સી.આર. પાટીલ (પ્રમુખ ગુજરાત ભાજપા, સાંસદ નવસારી)
  2. દર્શના જરદોષ (સાંસદ, સુરત)
  3. ઝંખનાબેન પટેલ (ધારાસભ્ય, ચોર્યાસી, સુરત)
  4. પૂર્ણેશ મોદી (ધારાસભ્ય, પશ્ચિમ, સુરત)
  5. સંગીતા પાટીલ (ધારાસભ્ય, લિંબાયત, સુરત)
  6. હર્ષ સંઘવી (ધારાસભ્ય, સુરત મજૂરા)
  7. મનીષ કાપડીયા (સેનેટ મેમ્બર, વીર નર્મદ યુનિવર્સિટી, સુરત)

આ લોકો પણ પી.એમ. મોદીના ફોલોઈંગ લિસ્ટમાં છે

  1. મથુર સવાણી (કિરણ હોસ્પિટલ, સુરત)
  2. નીતિન પ્રજાપતિ (બારડોલી)
  3. ડો. મોહસિન લોખંડવાલા (સુરત)
December 3, 2020
CIA_Live_Logo_New2.jpg
1min531

ગુજરાત બોર્ડ, સેન્ટ્રલ બોર્ડ જેવા ભારતના રાષ્ટ્રીય સ્તરના બોર્ડ The Council for the Indian School Certificate Examination (CISCE) એ રાજ્યોના મુખ્યમંત્રીઓને અપીલ કરતા કહ્યું છે કે અમને તા.4 જાન્યુઆરી 2021થી ઓછામાં ઓછું ધો.10 અને ધો.12ના વિદ્યાર્થીઓ માટે પ્રત્યક્ષ સ્કુલ શરૂ કરવા દો. માર્ચ 2021માં બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ આખું વર્ષ કશું ભણ્યા નથી, તેમના ભણતરને અતિશય ગંભીર નુકસાન પહોંચ્યું છે, બને તેટલું ઓછું નુકસાન થાય તે માટે જાન્યુઆરી 2021થી આપના રાજ્યોમાં The Council for the Indian School Certificate Examination (CISCE) એફિલિયેટેડ સ્કુલો શરૂ કરવા દો. તેમણે કહ્યું કે ધો.10 ધો.12ના વિદ્યાર્થીઓ સ્કુલે આવશે ત્યારે કોવીડ-19ની તમામ નીતિ નિયમો, જોગવાઇઓનું પાલન શાળાઓ કરશે તેની પૂરેપૂરી જવાબદારી લઇએ છીએ

CISCE asks CMs to allow reopening of schools for class 10 & 12 from January 4

The Council for the Indian School Certificate Examination (CISCE) બોર્ડના સેક્રેટરી ગેરી આર્થૂને કહ્યું કે જાન્યુઆરીથી અમને સ્કુલ શરૂ કરવાની મંજૂરી અપાશે તો અમે વિદ્યાર્થીઓને થોડી ઘણી પણ બોર્ડની પરીક્ષાની મહત્વની તૈયારીઓ કરાવી શકીશું.

“With the students physically attending school, the time will be utilised for practical work, project work and for doubt clearing lessons. This will be extremely beneficial to the students who will now get the time to interact directly with their teachers,” Gerry Arathoon, chief executive and secretary of CISCE said in a release.

ISCE બોર્ડની વાત સમજવા જેવી છે

ISCE બોર્ડના સેક્રેટરીએ રાજ્યોના મુખ્યમંત્રીઓને કરેલી અપીલ પણ સમજવા જેવી વાત છે. કેમકે બોર્ડના વિદ્યાર્થીઓ આખું વર્ષ કશું ભણ્યા નથી. તેમણે જેઇઇ, નીટ જેવી પરીક્ષાઓ આપવાની છે. કોલેજમાં પ્રવેશ માટે પરફોર્મન્સ (માર્કસ) લાવવાના છે. ઘરે બેસીને આ પ્રમાણે તૈયારીઓ કરવી અશક્ય છે.

December 3, 2020
transporters-strike-072118.jpg
1min473

ત્રણ કૃષિ કાયદાઓના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના સમર્થનમાં ટ્રાન્સપોર્ટ યૂનિયન એ આગામી 8 ડિસેમ્બરથી દેશવ્યાપી હડતાળનું એલાન કર્યુ હતું. 

આશરે એક કરોડ માલવાહક ટ્રક ડ્રાઇવરોનું પ્રતિનિધિત્વ સંભાળી રહેલા સર્વોચ્ચ ટ્રાન્સપોર્ટ બોડી ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ-AIMTCએ ખેડૂતોના આંદોલનને સમર્થન જાહેર કર્યુ હતું અને ઉત્તર ભારતના રાજ્યો સહિત દેશભરમાં જરુરી વસ્તુઓની અવર-જવર પર રોક લગાવતી હડતાળનું એલાન કર્યુ હતું.  

AIMTCના અધ્યક્ષ કુલતારન સિંહ અટવાલનું કહેવુ હતું કે જો સરકાર આંદોલનકારી ખેડૂતોની માંગોને નહીં માને તો અમે સમગ્ર ભારતને ચક્કાજામ કરીશું. AIMTCનું કહેવુ હતું કે ખેડૂતો તેમના કાયદેસરના અધિકારો માટે લડી રહ્યા છે. ભારતના પરિવહન ક્ષેત્રની માફક, કૃષિ ક્ષેત્ર પણ દેશની જીવનદોરી છે. દેશના 70 ટકા ગામડાઓ ખેતી પર નિર્ભર છે. ખેડૂતોના આંદોલનથી સંપૂર્ણ ઉત્તર ભારત અને પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીરથી આવતા હજારો ટ્રકો પ્રભાવિત થયા છે અમે એમનુ સમર્થન કરીએ છીએ કારણ કે 65 ટકા ટ્રક ખેતી સાથે જોડાયેલી ચીજોના ટ્રાન્સપોર્ટમાં છે. 

December 3, 2020
surat_police.jpg
1min573

સુરત શહેરમાં જુદા જુદા ત્રણ બનાવોમાં હત્યાના બનાવો બનતા શહેરમાં હત્યાનો સિલસિલો  થયાવતા રહ્યો છે. એટલું જ નહીં કફર્યૂના સમયમાં લોકોને ઘરથી બહાર નીકળી શકાતું નથી. ત્યારે પણ એક યુવકની ચપ્પુના ઘા ઝીંકીને તેની હત્યા કરી  દેવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે.

પ્રથમ બનાવમાં  શહેરના કોટસફીલ રોડ ખાતે  લગ્નમાં સોંપેલા કામના બાકી  નીકળતા રૂ. 5 હજાર બાબતે ફેબ્રીકેશનનું કામ કરતા યુવાન અને મિત્રોએ ઝઘડો કરી માર મારતા પડી ગયેલા  મહિધરપુરા મણિયારા શેરીમાં પૂજા એપાર્ટમેન્ટમાં રહેતા સુધીરકુમાર પ્રવિણચંદ્ર પેરીસ ઇવેન્ટ મેનેજરનું કામ કરે છે  અને નાનપુરા કાદરશાની  નાળ નવો મહોલ્લો  ઘર નં. 1589માં રહેતા  અને ફેબ્રીકેશનનું કામ કરતા મો.અઝીઝ અબ્દુલ રફીક શેખ (ઉ.વ. 23) અને તેના પિતા ફેબ્રીશનને  લગતું કામ સોંપતા  હતા. સુધીરકુમારે  દીવા માટેનું કામ સોંપ્યું હતું. તેના પેમેન્ટના  રૂા. 5 થી 7 હજાર બાકી હતા. જે અંગે ઝઘડો કર્યે હતો. સુધીરકુમારને શહેરના કોટસફીલ રોડ એર ઇન્ડિયા પાસે બોલાવી  મિત્ર શેખ નાસીર આમદમિયાં (ઉ.વ.47)  સાથે મોપેડ  પર  પહોંચ્યો હતો.  વાતચીત કરી  હતી. વાતચીત દરમિયાન ઉગ્ર બોલાચાલી થતા  નાસીરે સુધીરકુમારને  માર માર્યો હતો.  નીચે પડી જતા મૃત્યુ થયું હતું.  મહિધરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા  પોલીસે ગુનો નોંધી  અઝીઝ  અને નાસીરની અટકાયત કરી હતી.

બીજા બનાવમાં  સોમવારની મોડી રાત્રે  કતારગામ ફૂલપાડા વિસ્તારમાં 6 લોકોએ ચપ્પુના ઘા ઝીંકીને રાજા નામના યુવકને પતાવી દીધો હતો. મૃતકના આખા પરિવારને 15 દિવસ પહેલાં મોતની ધમકી  મળી હતી.જે સંદર્ભે  પોલીસને કરેલી અરજીનો જવાબ લખાવીને યુવક  પરત આવ્યો  તે રાત્રે જ તેની હત્યા  થઇ હતી. બનાવ અંગે  પોલીસે ગુનો ંનોંધી વધુ તપાસ હાથ ધરી  હતી.

ત્રીજા બનાવમાં   શહેરના પુણાગામ  ખાતે ભૈયાનગરમાં હત્યાનો બનાવ  બન્યો હતો. આ ઘટના કફર્યૂના સમયમાં બની હતી. પૂણા ભૈયાનગરમાં જૂની અદાવતમાં  બે મિત્રએ ચપ્પુના  ઘા ઝીંકી  મિત્રની ઘાતકી  હત્યા કરી હતી. પુણા ભૈયાનગર પાસે સારથી કોમ્પલેક્ષ નજીક રહેતા 30 વર્ષીય  દેવેન્દ્ર  ઝાવરે ઉર્ફે ચિન્ટુંની બે મિત્રોએ 25 જેટલા ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી હતી.