Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
મધ્ય પ્રદેશના બાંધવગઢ ટાઇગર રિઝર્વમાં ભારતમાં પહેલી વખત હૉટ ઍર બલૂન વાઇલ્ડ લાઇફ સફારીની શરૂઆત કરાઇ હોવાની માહિતી મધ્ય પ્રદેશના જંગલ ખાતાના પ્રધાન વિજય શાહે આપી હતી.
શાહે જણાવ્યું હતું કે આ સફારી ફક્ત બફર ઝોન સુધીની જ હશે અને લોકો વાઘ, ચિત્તા, ભારતીય રિંછ અને અન્ય જંગલી જાનવરોને ઊંચાઇથી જોઇ શકશે.
એમણે પત્રકારોને જણાવ્યું હતું કે આ સાથે બાંધવગઢ ટાઇગર અભયારણ્યમાં આવનાર પર્યટકો માટે વધુ એક ઍડવેન્ચર પ્રવૃત્તિનો ઉમેરો થયો છે. આ પ્રકારની સુવિધા દેશના અન્ય કોઇપણ અભયારણ્યમાં નથી. હવે આફ્રિકાના જંગલોની જેમ પર્યટકો ભારતમાં પણ હૉટ ઍર બલૂન સફારીનો આનંદ માણી શકશે.
રાજ્ય સરકાર આ પ્રકારની સેવા પેન્ચ, કાનહા અને પન્ના ટાઇગર રિઝર્વમાં પણ શરૂ કરવાની યોજના ઘડી રહી છે.
મુંબઇ-દિલ્હીના રૂટ પર દોડતી રાજધાની એક્સપ્રેસ ૩૦મી ડિસેમ્બર, ગુરુવારથી ફરી ચાલુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું મધ્ય રેલવેએ બુધવારે જણાવ્યું હતું.
કોરોના વાઇરસના ચેપને કારણે માર્ચ મહિનાના અંતમાં આ ટ્રેનસેવાને મોકૂફ રાખવામાં આવી હતી. રાજધાની એક્સપ્રેસ (૦૧૨૨૧)ને સીએસએમટીથી સાંજે ૪.૧૦ વાગ્યે દિલ્હી જવા રવાના થશે અને બીજા દિવસે સવારે ૧૧ વાગ્યે હજરત નિઝામુદ્દીન સ્ટેશને પહોંચશે. આ ટ્રેન આ ટ્રેનને અઠવાડિયાના ચાર દિવસ એટલે કે સોમવાર, બુધવાર, શુક્રવાર અને શનિવારે દોડાવવામાં આવશે. તેવી જ રીતે આ ટ્રેન (૦૧૨૨૨) દિલ્હીના હજરત નિઝામુદ્દીન સ્ટેશનથી સાંજે ૪.૫૫ વાગ્યે મુંબઇ જવા રવાના થશે અને બીજા દિવસે સવારે ૧૧.૫૦ વાગ્યે સીએસએમટી પહોંચશે. ૧૯ ડબ્બાની આ ટ્રેનમાં એક એસી ફર્સ્ટ ક્લાસ, પાંચ બે ટાયર એસી, ૧૧ ત્રણ ટાયર એસી અને એક પૅન્ટ્રી કોચનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજધાની એકસપ્રેસ કલ્યાણ, નાશિક, જલગાંવ, ભોપાલ, ઝાંસી અને આગ્રા સ્ટેશન પર હૉલ્ટ લેશે. મુંબઇથી રવાના થનારી આ ટ્રેન માટેનું બુકિંગ ૨૫ ડિસેમ્બરથી શરૂ થશે. જે પ્રવાસીની ટિકિટ ક્ધફર્મ થશે તેમને જ આ ટ્રેનમાં પ્રવાસ કરવાની મંજૂરી અપાશે, એવું મધ્ય રેલવેએ જણાવ્યું હતું.
વિશ્વમાં પાવર જાયન્ટ કંપની ગણાતી કેઇર્ન એનર્જી સામે આંતર રાષ્ટ્રીય ટ્રીબ્યુનલમાં ચાલી રહેલા એક કેસમાં ભારતે હારનો સામનો કરવો પડ્યો છે. ભારતે કેઇર્ન એનર્જી સામે રૂ.8000 કરોડની જંગી રકમની ટેક્સ રિકવરી કાઢી હતી. જેની સામે કેઇર્ન એનર્જીએ એક પણ રૂપિયો ભરપાઇ નહીં કરવા માટે આંતર રાષ્ટ્રીય ટ્રીબ્યુનલમાં કેસ કર્યો હતો. ભારતીય સમય પ્રમાણે તા.22મી ડિસેમ્બર 2020ની મોડી રાત્રે આવેલા ચુકાદામાં આ વર્ડીક્ટ આપ્યું હતું.
ત્રણેક મહિના અગાઉ ભારતે વોડાફોન કંપની સામે પણ કેસ હાર્યો હતો. વોડાફોન કંપની પાસેથી પણ ભારતે હજારો કરોડ રૂપિયાના ટેક્સની રિકવરી કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી. જેને ઇન્ટરનેશનલ ટ્રીબ્યુનલમાં ભારત હારી ગયું છે. આ બીજો મોટો કેસ ભારત હારી ગયું છે.
The tax demand by India was in respect of Cairn UK transferring shares of Cairn India Holdings to Cairn India, as part of an internal group reorganisation in 2006-07.
In a major setback, Indian government has lost arbitration to energy giant Cairn under the retrospective tax amendment to the law in a verdict that came late night on Tuesday. India has been asked to pay damages worth Rs 8,000 crore to the UK oil major. The verdict comes three months after India lost arbitration to Vodafone over the retrospective legislation.
The international arbitration tribunal has maintained that the Cairn tax issue is not a tax dispute but a tax related investment dispute. Hence, it falls under its jurisdiction. It has ruled that India’s demand in past taxes were in breach of fair treatment under a bilateral investment protection pact.
The verdict has also noted arguments by the Edinburgh-based company that the tax demand came up after Vodafone tax case, which was quashed by the Indian courts.
જમ્મુ-કાશ્મીરમાં જિલ્લા વિકાસ પરિષદ (ડીડીસી) ની ચૂંટણીમાં ર80 બેઠકોમાં 3 બેઠકો સાથે ભાજપે પહેલીવાર ખાતુ ખોલ્યુ છે. જો કે મતગણતરી ટ્રેન્ડમાં ગુપકાર ગઠબંધન આગળ રહયું છે. છેલ્લી સ્થિતિએ ભાજપ 75માં અને ગુપકાર 103 બેઠકો પર આગળ છે.
જમ્મુ ક્ષેત્રમાં ભાજપ 10 જિલ્લામાંથી 6મા આગળ છે. ગુપકાર ગઠબંધન રાજૌરીમાં આગળ રહયું છે. જમ્મુ-કાશ્મીરમાં ભાજપે 8 બેઠકો જીતી છે અને 48માં આગળ છે. ગુપકાર ગઠબંધનના નેતાઓ જાહેર થયેલા ટ્રેન્ડથી ખુશ છે. પૂર્વ મુખ્યમંત્રી મેહબૂબા મૂફતીની પાર્ટી પીડીપીના નેતા વહીદ પારાએ કહયું કે કેટલાક દિવસ પહેલા એનઆઈએએ ધરપકડ કરી હતી. વિજયથી ઉત્સાહિત ગુપકાર ગઠબંધને કહયું કે આ કલમ 370 પર જનમત સંગ્રહ છે.’
દુનિયામાં કોરોના વાયરસનો ફેલાવો થયો તેને એક વર્ષ પુરુ થયું છે. ચીનમાંથી ફેલાયેલો આ વાયરસ એક વર્ષની અંદર આખી દુનિયામાં ફરી વળ્યો છે. આ વાયરસે આખી દુનિયામાં આતંક મચાવ્યો. દુનિયાએ ક્યારેય ના જોયેલા દ્રશ્યો આ વાયરસના કારણે જોયા છે. દુનિયાના લાખો લોકોએ કોરાનના કારણે જીવ ગુમાવ્યા છે. હમણા છેલ્લે સુધી દુનિયાના અમુક છેવાડાના દેશો કે જેનો દુનિયા સાથે બહુ સંપર્ક નહોતો તેઓ કોરોના વાયરસના ચેપથી બચેલા બતા, પરંતુ હવે દુનિયાનો એક પણ ભાગ એવો નથા રહ્યો કે જ્યાં કોરોના વાયરસ ના પહોંચ્યો હોય.
દુનિયાના દક્ષિણ ભાગમાં આવેલો એન્ટાર્કટિકા મહાદ્વિપ કોરોના વાયરસથી બચેલો હતો. ત્યારે હવે ત્યાં પણ કોરોના વાયરસ પહોંચી ગયો છે. એન્ટાર્કટિકામાં આવેલા ચિલીના રિસર્ચ સેન્ટરના 36 લોકોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. સોમવારે આ લોકોનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. આ લોકોમાં 26 લોકો સેનાના છે અને 10 લોકો મેઇન્ટેનસ વાળા છે. ચીલીની સેનાએ કહ્યું કે તેણે તમામ કોરોના પોઝિટિવ સૈનિકોને પરત બોલાવ્યા છે.
એન્ટાર્કટિકાએ આ પહેલા પ્રવાસીઓ માટે ટ્રાવેલ બેન કર્યો હતો. જેના કારણે ત્યાં કોરોનાનો ચેપ પ્રસરે નહીં. એવું માનવામાં આવી રહ્યું છે કે 27 નવેમ્બરે ચીલીથી થોડો સામાન એન્ટાર્કટિકા પહોંચ્યો હતો, તેની સાથએ કોરોના વાયરસ પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે એન્ટાર્કટિકામાં ઘણા દેશોના રિસર્ચ સેન્ટર આવેલા છે.
ગુજરાતની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા અંદાજે બે લાખ જેટલા શિક્ષકોની બદલીના નિયમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. નવા નિયમ પ્રમાણે ધોરણ-૧ થી ૫ના શિક્ષકોને વધતા કિસ્સામાં ધોરણ-૬ થી ૮માં સમાવવામાં આવશે નહીં. બંનેની સિનિયોરિટી અલગ-અલગ જ ગણવામાં આવશે, જેને કારણે હવે પ્રાથમિક શિક્ષકોની જિલ્લાફેર બદલીમાં સરળતા રહેશે.
રાજ્યમાં અત્યાર સુધીમાં ધોરણ-૧ થી ૮ને સળંગ એકમ ગણવામાં આવતો હોવાથી સિનિયોરિટીના લાભથી અનેક શિક્ષકો વંચિત રહેતા હોવાથી તેમની બદલીઓમાં વિલંબ થતો હતો. શિક્ષણ વિભાગે ટેમ્પરરી એવી જોગવાઈ કરી હતી કે ધોરણ ૧થી ૫માં જે શિક્ષકો વધુ હોય તેમને ધોરણ.૬થી ૮માં સમાવવાના રહેશે. આમ, વધારાના શિક્ષકો ઉચ્ચ પ્રાથમિકમાં સમાવિષ્ટ થવાના કારણે બદલીના સંજોગોમાં ધોરણ.૧થી ૮નો સળંગ એકમ ધ્યાનમાં લેવામાં આવતો હતો. જોકે હવે અન્ય કેટેગરીનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે, જેમાં ગુજરાત સરકારની સચિવાલય સેવાઓ, ગુજરાત જાહેર સેવા આયોગ તથા ગુજરાત હાઈકોર્ટની વિવિધ જગ્યાઓમાં નિમણૂક થયેલા કર્મચારી કે અધિકારીઓના નોકરીનાં ત્રણ વર્ષ પૂર્ણ થયાં બાદ તેમનાં શિક્ષક પત્ની કે પતિને બદલીનો લાભ આપવામાં આવશે. ગાંધીનગર અને અમદાવાદ જિલ્લામાં ખાલી જગ્યાના આધારે નિમણૂક આપી શકાશે.
ગુજરાતમાં સ્ટેટ ક્વોટાની કુલ 4445 એમબીબીએસ સીટ પૈકી 1800 બેઠકોના પ્રવેશાર્થીઓ 2020 પૂર્વે ધો.12 સાયન્સની પરીક્ષા પાસ કરી ચૂક્યા છે
Jayesh Brahmbhatt 98253 44944
ગુજરાતમાં તાજેતરમાં પૂર્ણ થયેલી MBBS મેડીકલના પહેલા વર્ષની પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત ફર્સ્ટ એમબીબીએસમાં પ્રવેશ પામનારા 4446 વિદ્યાર્થીઓ પૈકી 1800 પ્લસ (40 ટકા) પ્રવેશાર્થીઓએ 2020માં નહીં બલ્કે 2019 કે 2018માં ધો.12 સાયન્સની પરીક્ષા પાસ કરી છે. આમ, આ વર્ષે મેડીકલમાં એડમિશન લેનારા 40 ટકા વિદ્યાર્થીઓ એવા છે જેમણે તેમના કરન્ટ વર્ષમાં નીટના પરફોર્મન્સથી નાખુશ થઇને ડ્રોપ લીધો હતો અને ફરીથી નીટ રિપીટ કરીને સ્કોર હાંસલ કરીને પ્રવેશ મેળવ્યા છે.
એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ મેડીકલ એન્ડ પેરામેડિકલ કોર્સિસના સત્તાવાર સૂત્રોએ આપેલી માહિતી મુજબ ગુજરાતમાં કુલ 5507 અંડર ગ્રેજ્યુએટ મેડિકલ સીટ્સ ઉપલબ્ધ છે. જેમાં સરકારી મેડીકલ કોલેજોની 15 ટકા સીટ્સ તેમજ પ્રાઇવેટ મેડીક કોલેજોનો મેનેજમેન્ટ ક્વોટા અને એન.આર.આઇ. ક્વોટાની બેઠકો કાઢી નાંખ્યા બાદ બાકી વધેલી કુલ 4446 સ્ટેટ ક્વોટાની બેઠકો પર કમિટી દ્વારા પ્રવેશ ફાળવવામાં આવ્યા છે.
ગુજરાતની જુદી જુદી મેડીકલ કોલેજોમાં ચાલુ વર્ષે પ્રવેશ પામનારા કુલ 4446 પ્રવેશાર્થીઓ પૈકી 1800 પ્લસ પ્રવેશાર્થીઓ ડ્રોપ લઇને નીટ રિપીટ કરીને પોતાની પસંદગીની મેડીકલ કોલેજમાં પ્રવેશ હાંસલ કર્યો છે.
પોતાના કરન્ટ યરથી ડ્રોપ લઇને નીટ ક્રેક કરનારા 1800 પ્રવેશાર્થીઓ પૈકી સૌથી વધુ 1560 વિદ્યાર્થીઓએ 2019માં ધો.12 સાયન્સની પરીક્ષા પાસ કરી હતી. 198 વિદ્યાર્થીઓએ 2018માં, 29 વિદ્યાર્થીઓએ 2017માં અને 13 વિદ્યાર્થીઓએ 2016માં પોતાનું 12મું ધોરણ પાસ કર્યું હતું, પરંતુ, એ સમયે તેમને મેડીકલમાં પસંદગીની કોલેજોમાં પ્રવેશ નહીં મળતા તેમણે ડ્રોપ લીધો હતો અને ફરીથી નીટની તૈયારી કરીને 2020માં નીટ પરીક્ષા આપી હતી.
સૌથી મહત્વની વાત એ છે કે 2020 પહેલા ધો.12 પાસ કરનારા અને 2020માં મેડીકલ પ્રવેશ પામનારા કુલ 1800 પ્રવેશાર્થીઓ પૈકી 300 વિદ્યાર્થીઓ નીટમાં એટલો જંગી સ્કોર ખેંચી લાવ્યા કે તેમના ગુજરાતની સૌથી ઓછી ફી ધરાવતી સરકારી મેડિકલ કોલેજોમાં એડમિશન મળ્યા છે. અને તેમાં પણ 27 વિદ્યાર્થીઓ તો એવા છે જેમણે ગુજરાતની સૌથી ટોપ મેડીકલ કોલેજ ગણાતી અમદાવાદની બીજે મેડીકલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો છે.
ટોચની બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ અને સાઇના નેહવાલ સહિત ભારતની 8 ખેલાડીની ટીમ બીડબ્લ્યૂએફ (વર્લ્ડ બેડમિન્ટન ફેડરેશન) વર્લ્ડ ટૂર ફાઇનલ્સ સહિત બેંકોકમાં રમાનાર આગામી ત્રણ ટૂર્નામેન્ટમાં ભાગ લેશે. ભારતીય બેડમિન્ટન એસો. દ્વારા ઓલિમ્પિક કવોલીફિકેશનને ધ્યાનમાં રાખીને જાન્યુઆરીમાં યોજાનાર આ ટૂર્નામેન્ટો માટે મજબૂત ટીમ જાહેર કરી છે.
ટીમમાં પીવી સિંધુ, સાઇના નેહવાલ, બી. સાઇ પ્રણિત, કિદામ્બી શ્રીકાંત, સાત્વિક સાઇરાજ રંકીરેડ્ડી, ચિરાગ શેટ્ટી, અશ્વિની પોનપ્પા અને એન. સિક્કી રેડ્ડી સામેલ છે. ભારતીય બેડમિન્ટન ખેલાડીઓ 12થી 17 જાન્યુઆરી દરમિયાન યોનેકસ થાઇલેન્ડ ઓપનમાં ભાગ લેશે. આ પછી 19થી 24 જાન્યુઆરી દરમિયાન ટોયોટો થાઇલેન્ડ ઓપનમાં રમશે. જ્યારે 27થી 31 જાન્યુઆરી દરમિયાન બીડબ્લ્યૂએફ વર્લ્ડ ટૂર ફાઇનલ્સ રમાશે.
માર્ચમાં કોરોના મહામારીને લીધે લોકડાઉન આવ્યું હતું. આ પછી પહેલીવાર શ્રીકાંત સિવાય બાકીના ભારતીય શટલરો ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટમાં ભાગ લેશે. શ્રીકાંતે ઓકટોબરમાં ડેનમાર્ક ઓપનથી વાપસી કરી હતી. ભારતીય ટીમ સાથે કોચ, ટ્રેનર અને સપોર્ટ સ્ટાફ પણ થાઇલેન્ડ જશે.
કૃષિ કાયદાઓ ખિલાફ આંદોલન ચલાવતા કિસાન સંગઠનોએ સોશિયલ મીડિયા ઉપર પોતાનું અધિકૃત એકાઉન્ટ બનાવ્યું હતું. તા.20મી ડિસેમ્બર 2020ને રવિવારે સાંજે ફેસબૂકે એકાએક 7 લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતાં કિસાન એકતા મોરચાનાં પેજને બ્લોક કરી નાખ્યું હતું. ફેસબુકની આ બદમાશી લાંબુ ટકી શકી નહીં અને ગણતરીનાં કલાકોમાં જ ફેસબૂકને આ પેજ પૂર્વવત્ત કરી દેવાની ફરજ પડી હતી. ફેસબુકના લબાડ તંત્રને હવે સબક શિખવાડવાનો સમય પાકી ગયો છે.
સંગઠને આરોપ મૂક્યો છે કે, તેનાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપરથી પણ પોસ્ટ કરવાની રોક લાગી ગઈ છે. ફેસબૂક ઉપર કિસાનોનાં આંદોલનને દબાવી દેવાનાં આરોપો લાગતાં આજે ફેસબૂક તરફથી સત્તાવાર સ્પષ્ટતા આપવામાં આવી હતી કે, તેમની સમીક્ષામાં સામે આવ્યું હતું કે, કિસાન એકતા મોરચાનાં પેજ ઉપર અસાધારણ ઝડપે ગતિવિધિ વધી ગઈ હતી. જેને પગલે ઓટોમેટિક વ્યવસ્થાએ તેનાં પેજને સ્પામ કરી નાખ્યું હતું. જ્યારે આ સમગ્ર મામલાની જાણકારી ફેસબૂકને થઈ ત્યારે ત્રણ કલાકની અંદર જ ફરીથી પેજને ચાલુ કરી દેવામાં આવ્યું હતું.
જો કે ફેસબૂક તરફથી કિસાનોનાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર કોઈપણ પ્રકારની કાર્યવાહી થઈ હોવાનું નકારી દેવામાં આવ્યું હતું.
એક તરફ ગુજરાતમાં વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે એ માટે વિજય રૂપાણી સરકારે વિદેશોમાં રોડ શૉ કર્યા, વિદેશી સંસ્થાઓ સાથે એમ.ઓ.યુ. કર્યા તો બીજી તરફ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી VNSGUમાં અભ્યાસ કરવા આવતા વિદેશી વિદ્યાર્થીઓ માટે VNSGUના શાસકો દરવાજા બંધ કરી રહ્યા છે.
મળતી માહિતી મુજબ હાલ ચાલી રહેલી પ્રવેશ પ્રક્રિયામાં અનેક વિદેશી વિદ્યાર્થીઓએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન જુદી જુદી કોલેજોમાં પ્રવેશ માટે અરજીઓ કરી છે. કોલેજોએ પ્રવેશ આપતા પહેલા યુનિવર્સિટીના શાસકો પાસે જે તે વિદ્યાર્થી દ્વારા રજૂ કરવામાં આવેલા ડોક્યુમેન્ટસ રજૂ કરીને તેઓ પ્રવેશ પાત્ર છે કે કેમ એ વેરીફાઇ કરાવતા યુનિવર્સિટીએ એવી સંસ્થાઓના વિદેશી વિદ્યાર્થીઓ માટે નન્નો ભણી દીધો છે કે જે સંસ્થાઓને એસોસીએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીઝ (એ.આઇ.યુ.) દ્વારા સર્ટિફાઇડ કરવામાં આવી છે.
એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીએ માન્ય કરેલા બોર્ડ-સંસ્થાઓ આખા દેશમાં માન્ય હોય, પણ વીર નર્મદ યુનિવર્સિટીના શાસકો માટ અમાન્ય
વીર નર્મદ યુનિવર્સિટી કઇ કઇ સંસ્થાઓને માન્ય ગણે છે તેની યાદી બનાવવામાં આવી છે. આ યાદી જોતા કોઇ સામાન્ય વ્યક્તિ પણ કહી શકે કે યુનિવર્સિટીના શાસકોનો અભિગમ કૂવામા રહેલા દેડકો જેવો છે. કેટલીક ભારતીય સંસ્થાઓના નામો સિવાય વિદેશના એક પણ બોર્ડનું નામ યાદીમાં સામેલ નથી. બસ આ કારણથી વીર નર્મદ યુનિવર્સિટી વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની કોલેજોના ના પાડી રહી છે.
વિદેશના કયા કયા બોર્ડ ગુજરાત બોર્ડને સમકક્ષ છે એની યાદી જ વીર નર્મદ યુનિવર્સિટી પાસે ઉપલબ્ધ નથી, એટલે વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો ઇન્કાર કરી રહ્યા છે
વીર નર્મદ યુનિવર્સિટીના કારભારીઓ માન્ય બોર્ડ, સંસ્થાઓ અંગે પોતાની યાદી અપડેટ ન કરી શકે તો કંઇ નહીં પણ એસોસિએશન ઓફ ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી દ્વારા સર્ટિફાઇડ સંસ્થાઓમાં પ્રવેશ આપવાનું તો ઠરાવી શકે કે નહીં. એ પણ હકીકત છે કે ખુદ વીર નર્મદ યુનિવર્સિટી એ.આઇ.યુ.ની મેમ્બર છે. આમ છતાં એના વહીવટકર્તાઓને એઆઇયુની યાદીને અપનાવતા પેટમાં ચૂક આવી રહી છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.