CIA ALERT

Blog - Page 262 of 708 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
March 2, 2021
Bhavnath_Mahadev.jpg
1min482

ગિરિવર ગિરનારની ગોદમાં પરંપરાગત રીતે યોજાતો વિખ્યાત મહાશિવરાત્રીનો મેળો કોરોના સંક્રમણને લીધે મોકૂફ રાખવાની જિલ્લા કલેકટરે જાહેરાત કરી હતી. પણ સાધુ-સંતો દ્વારા પરંપરાગત જાળવવામાં આવશે.

કલેકટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષ સ્થાને મેયર ધીરૂભાઈ ગોહેલની ઉપસ્થિતિમાં સાધુ-સંતો ઉતારા મંડળના હાદ્દેઁદારની બેઠકમાં કલેકટરે કોરોના સંક્રમણ હોવાથી શિવરાત્રી મેળો મોકૂફ (રદ)ની જાહેરાત કરી હતી.

તેમણે ઉમેર્યું કે, શિવરાત્રી મેળાની સાધુ-સંતો દ્વારા પરંપરાગત’ જળવાશે. તેમાં આગામી તા.8 ને રવિવારે ભવનાથ મંદિરે ધ્વજારોહણ કરાશે અને શિવરાત્રીની રાત્રે’ રવેડી નીકળશે પણ તેમાં માત્ર સાધુ-સંતોજ જોડાઈ શકશે. મેળામાં સાધુ-સંતો દ્વારા યોજાનાર કાર્યક્રમોમાં લોકોને પ્રવેશ અપાશે નહીં. આ નિર્ણયથી માત્ર પરંપરા જળવાશે. કલેકટરના આ નિર્ણયથી શિવરાત્રી મેળાની આશામાં બેઠેલાઓના અરમાનો ચકનાચૂર થઈ ગયા છે.

શિવરાત્રીનો મેળો ભોજન, ભજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ ગણાવાય છે. તેથી મેળામાં વર્ષોવર્ષ લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટે છે અને પાંચ દી’’ તળેટીમાં શિવનાદ ગુંજે છે પરંતુ આ વર્ષે માત્ર સાધુ-સંતો પૂરતો મર્યાદિત રહેશે.

જૂનાગઢ મનપા દ્વારા દોઢેક માસ પહેલા તૈયારીઓ આરંભી દેવાઈ હતી. આવતીકાલ તા.2ના તળેટીમાં સ્ટોલની હરાજી કરનાર હતી પણ આ નિર્ણયથી બંધ રખાઈ છે. આ બેઠકમાં કમિશનર તુષાર, સુમેરા ઉતારા મંડળના ભાવેશ વેકરિયા ઉપસ્થિત રહ્યા હતા.’

March 2, 2021
gst.jpg
1min399

સતત પાંચમાં મહિને ફેબ્રુઆરીમાં જીએસટીના કલેક્શનનો આંક એક લાખ કરોડ રૂપિયાના આંકડાને પાર કરી ગયો હતો. જે અર્થતંત્રમાં સુધારો જોવા મળી રહ્યો હોવાનાં સંકેત આપે છે, એમ નાણાં ખાતાએ સોમવારે કહ્યું હતું.

ફેબ્રુઆરીમાં જીએસટીના કલેક્શનનો આંક રૂ. ૧,૧૩,૧૪૩ કરોડ રહ્યો હતો જેમાં રૂ. ૨૧૦૯૨ કરોડ સીજીએસટી અને રૂ. ૨૭,૨૭૩ કરોડ એસજીએસટી, રૂ. ૫૫,૨૫૩ કરોડ આઈજીએસટી (આયાતી ઉત્પાદનો પરનો રૂ. ૨૪,૩૮૨ કરોડ અને આયાતી ઉત્પાદનો પરનો રૂ. ૯,૫૨૫ કરોડના સેસ)નો પણ સમાવેશ થતો હોવાનું તેમણે કહ્યું હતું.

ગયા વરસની સરખામણીએ ફેબ્રુઆરીમાં આયાતી ઉત્પાદનો પરના જીએસટીની આવકમાં ૧૫ ટકાનો અને આયાતી સેવા સહિત ડૉમેસ્ટિક ટ્રાન્ઝેક્શનની આવકમાં પાંચ ચકાનો વધારો જોવા મળ્યો હોવાનું તેમણે કહ્યું હતું.

March 2, 2021
siddhi_vinayak_pal.jpg
1min624

બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓ પણ બુદ્ધિના સ્વામી સિદ્ધિ વિનાયક ગણપતિ દાદાના આશીર્વાદ લઇ રહ્યા છે

આજરોજ મંગળવાર અને અંગારકી ચોથની તિથિ અને એ પણ ચિત્રા નક્ષત્રમાં છે, ચિત્રા નક્ષત્રના સ્વામી મંગળ છે અને એટલે જ આજના યોગને દુર્લભ માનવામાં આવે છે. આજે ગણપતિ દાદાની પૂજા અર્ચનાથી વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. સુરતના પાલ પાટીયા સ્થિત સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરે આજે વહેલી સવારથી સંધ્યા આરતી સુધી અનેક કાર્યક્રમોનું આયોજન કરવામા આવ્યું છે. આજના પર્વને લઇને પાલ સ્થિત સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરે સવારથી જ દર્શનાર્થીઓની ભારે ધૂમ છે. આજે દિવસ દરમિયાન સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી ભાવિક ભક્તો પાલ આર.ટી.ઓ.ની બાજુમાં આવેલા સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરના દર્શનાર્થે આવે તેવું મનાય છે.

આજના પર્વ અંગે વધુ માહિતી આપતા સિદ્ધિ વિનાયક મંદિર સંકુલના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી નીતિન મહેતાએ જણાવ્યું હતું કે ચિત્રા નક્ષત્રમાં અંગારકી ચોથ અને એ પણ મંગળવારે આવી હોય તેવા સંજોગોમાં ભગવાન ગણપતિ દાદાની પૂજા અર્ચનાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે, શાસ્ત્રોમાં આ બાબતનો ઉલ્લેખ છે અને એટલે જ પાલ પાટીયા સ્થિત સિદ્ધિ વિનાયક મંદિરે આજે વહેલી સવારથી સંધ્યા આરતી સુધી વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

નીતિનભાઇએ કહ્યું કે આજે સવારે કેસર સ્નાનથી શરૂ કરીને દિવસ દરમિયાન અભિષેકાત્મક અથર્વ શિર્ષના પાઠ આખો દિવસ દરમિયાન વેદ પંડિતો દ્વારા મંદિર સંકુલમાં કરવામાં આવશે. ભગવાન શ્રી સિદ્ધિવિનાયક દાદાની આરાધના માટે સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી ભાવિકો આવી રહ્યા છે અને આવશે એમ મનાય છે. કોરોનાકાળ બાદ પાલ પાટીયા સ્થિત મંદિરમાં બિરાજમાન સિદ્ધિ વિનાયક ગણપતિ દાદાનો મહિમા વધ્યો છે અને આજે ખાસ યોગે મંદિરમાં આરાધનાસભર કાર્યક્રમોનું આયોજન થયું છે. તેમણે કહ્યું કે આજે સંધ્યા આરતીમાં સુરત મ્યુનિસિપલ વોર્ડ નં.9 અને 10ના નવનિર્વાચિત નગરસેવકો પણ જોડાશે. ચૂંટણી લડ્યા ત્યારે તેઓએ આ સંકલ્પ કર્યો હતો અને સંકલ્પ પૂર્તિના ભાગરૂપે તેઓ આજની આરતીમાં જોડાશે.

બોર્ડના પરીક્ષાર્થીઓ ખાસ આશીર્વાદ માટે મંદિરે આવે છે

પાલ પાટીયા સ્થિત મંદિર સંકુલમાં બિરાજમાન ભગવાન શ્રી સિદ્ધિ વિનાયક મંદિરે ફેબ્રુઆરીથી એપ્રિલ-મે માસ દરમિયાન ખાસ વિદ્યાર્થીઓ ગણપતિ દાદાના આશીર્વાદ લેવા માટે આવે છે. આમેય ગણપતિ દાદાને બુદ્ધિના સ્વામી ગણાવાયા છે, અહીં જ્યારથી સિદ્ધિ વિનાયક દાદા બિરાજમાન છે ત્યારથી વિદ્યાર્થીઓ પરીક્ષા પૂર્વે તેમના આશીર્વાદ લેવા તેમજ બોલપેન તથા પરીક્ષાની સામગ્રી પણ અભિમંત્રિત કરાવી જાય છે. આ વખતે પણ બોર્ડના વિદ્યાર્થીઓ ખાસ સિદ્ધિ વિનાયક દાદાના આશીર્વાદ લેવા માટે આવવાનું શરૂ થઈ ચૂક્યું છે.

March 1, 2021
vaccine-1.jpg
3min964

તા. ૧ માર્ચના રોજ સુરત સહિત આખા રાજ્યમાં ૬૦ વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓ તેમજ ૪૫ થી ૫૯ વર્ષનાં કોમોર્બિડીટી ધરાવતા વ્યક્તિઓનું બીજા ચરણમાં કોરોના વેક્સીનેશન શરૂ કરવામાં આવ્યું છે. સુરત શહેરમાં ૪૦ સરકારી તેમજ ૨૪ ખાનગી હોસ્પિટલમાં લઘુત્તમ ખર્ચે, સુરત મહાનગરપાલિકા દ્વારા વેક્સિન ઉપલબ્ધ કરવામાં આવશે. આ હોસ્પીટલનાં નામની યાદી અહીં દર્શાવવામાં આવેલ છે.

May be an image of text

સુરતના સરકારી રસીકરણ કેન્દ્રો

May be an image of text
May be an image of text

સુરતના પ્રાઇવેટ રસીકરણ કેન્દ્રો

May be an image of text
May be an image of text

45થી વધુ ઉંમરવાળા આ બિમારી ધરાવતા લોકોને રસી મૂકાશે

May be an image of text
March 1, 2021
uddhav-sanjay-rathod.jpg
1min426

એક ટિકટોક સ્ટારના આત્મહત્યા કેસમાં નામ ચગ્યા પછી મહારાષ્ટ્રની ઠાકરે સરકારમાં વન મંત્રી સંજય રાઠોડે રાજીનામું આપી દીધુ છે. રવિવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે બેઠક કરી રાઠોડે પદત્યાગ કર્યું હોવાની જાહેરાત કરી હતી. 

મહારાષ્ટ્ર સરકારમાં વન મંત્રી સંજય રાઠોડનું કહેવું હતું કે એક મહિલાની મોત પર થઇ રહેલા ગંદા રાજકારણને લીધે તેમણે રાજીનામું આપ્યું હતું. તેમના કહેવા મુજબ વિપક્ષ તેમના બહાને ઠાકરે સરકારને ઘેરવાની તૈયારી કરી રહ્યું હતું. સંજય રાઠોડે એમ પણ કહ્યું હતું કે કોઇપણ નિર્ણય લેતાં પહેલા તપાસ થવી જરુરી છે, પરંતુ વિપક્ષ બજેટ સત્રમાં અડચણ ઉભી કરવાની ધમકી આપી રહ્યું હતું. રાઠોડનું કહેવુ હતું કે તેમણે મંત્રી પદનો ત્યાગ એટલા માટે કર્યો કે સત્યનો ખુલાસો થઇ શકે.

નોંધનીય છે કે, ટિકટોક અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાના વિડીયો શેર કરી લોકપ્રિય બનેલી એક 22 વર્ષની યુવતીએ આત્મહત્યા કરી હતી જે પછી આ આત્મહત્યા કેસમાં સંજય રાઠોડનું નામ ચગ્યુ હતું. મહારાષ્ટ્રમાં વિપક્ષ બીજેપીના નેતાઓએ આરોપ લગાવ્યા હતા કે, આ કેસમાં એફઆરઆઇ નોંધવામાં પણ સમય લેવાયો હતો.

March 1, 2021
pm_modi-take-vaccine.jpg
1min390

કોરોના વાયરસ સામેની જંગ હારવા માટે દેશભરમાં આજથી રસીકરણની શરૂઆત થઈ ગઈ છે. આજે સોમવાર, તા.1લી માર્ચ 2021ના દિવસે વહેલી સવારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ કોરોના વાયરસ રસીનો પ્રથમ ડોઝ લીધો છે. તેમણે દિલ્હી સ્થિત એઈમ્સ હૉસ્પિટલમાં જઈને રસી મુકાવી હતી. આ બાબતની જાણ વડાપ્રધાને ટ્વીટ કરીને આપી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, મે એઈમ્સમાં કોરોનાની રસીનો મારો પહેલો ડોઝ લીધો. ‘આ પ્રશંસનીય છે કે કેવી રીતે આપણા ડૉક્ટરો અને વૈજ્ઞાનિકોએ કોરોનાની વિરુદ્ધ વૈશ્વિક લડાઈને મજબૂત કરવા માટે ત્વરિત સમયમાં કામ કર્યુ છે. હું તે તમામને અપીલ કરુ છું કે જે રસી લેવા માટે યોગ્ય છે તેઓ લે. સાથે જ ભારતને કોરોના મુક્ત બનાવે’.

March 1, 2021
Ram-Mandir2.jpg
1min726

રામ મંદિર નિર્માણ માટે છેલ્લા 44 દિવસથી ચાલી રહેલા રામ મંદિર નિધિ સમર્પણ અભિયાનમાં 2100 કરોડ રૂપિયાનું દાન એકત્રિત થયું છે.

શનિવારે દાન કરવા માટેનો અંતિમ દિવસ હતો. જેની શરૂઆત 15 જાન્યુઆરીના રોજ કરવામાં આવી હતી.

આ અભિયાના શરૂઆતના સમયે 1100 કરોડ રૂપિયા એકત્રિત થવાનું અનુમાન હતું પણ જનતાની અભૂતપૂર્વ ભાગીદારીના કારણે લગભગ 1000 કરોડ રૂપિયા વધારે એકત્રિત થયા છે. શ્રીરામ જન્મભૂમિ તિર્થ ક્ષેત્ર ટ્રસ્ટના કોષાધ્યક્ષ ગોવિંદ દેવ ગિરિના કહેવા પ્રમાણે તમામ વર્ગના લોકોએ રામ મંદિર નિધિ સમર્પણ અભિયાનમાં આગળ વધીને ભાગ લીધો છે.

વિશેષકરીને ધર્મની દિવાલને ધ્યાને લીધા વિના દૂરના ગામોમાંથી ખૂબ દાન એકત્રિત થયું છે. તેમણે કહ્યું હતું કે, શનિવારે દાનની રકમનો આંક 2100 કરોડ રૂપિયાને પાર કરી ગયો હતો. ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં અંદાજ લગાડવામાં આવ્યો હતો કે મંદિર બનાવવામાં 300-400 કરોડ રૂપિયાનો ખર્ચ આવશે અને પુરૂ મંદિર બનાવવા પાછળ 1100 કરોડ રૂપિયનો ખર્ચ થશે.’

March 1, 2021
gujarat_vidhansabha.jpg
1min468

ગુજરાત વિધાનસભાનું 31 દિવસિય બજેટ સત્ર આજરોજ તા. 1 માર્ચ 2021ને સોમવારથી શરુ થયું છે, આ સત્ર તા. 1લી, એપ્રિલ 2021ના દિવસે પૂરું થશે. આ સત્ર દરમ્યાનમાં 10 દિવસ રજાની રજા રહેશે અને 20 દિવસ ગૃહનું કામકાજ થશે.

સામાન્ય રીતે ગૃહની બેઠક’ પ્રથમ કે બીજા દિવસે સરકારનું બજેટ રજૂ થતું હોય છે પરંતુ આ વખતે બેઠકના પ્રથમ દિવસે જ રાજ્યના બે પૂર્વ મુખ્યપ્રધાનો અને 11 જેટલા પૂર્વ ધારાસભ્યોના નિધન બદલના શોક-પ્રસ્તાવો રજૂ થશે ત્યારબાદ ગૃહની બેઠક મુલતવી રહેશે.

બેઠકના બીજા દિવસે પાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણીના પરિણામો જાહેર થવાના હોવાથી રજા રહેશે. જ્યારે 3જી, માર્ચે ગૃહની બે બેઠક મળશે. જેમાં પ્રથમ બેઠકમાં જ લગભગ સવારના 11 વાગ્યાની આસપાસ રાજ્ય સરકારનું વર્ષ 2021-22નું વાર્ષિક બજેટ રજૂ કરાશે.

ચાલુ નાણાકીય વર્ષમાં સરકારનું બજેટનું કુલ કદ રૂ. 2.17 લાખ કરોડ જેટલું છે પરંતુ આ વર્ષમાં કોરોના-લોકડાઉનની અસરને કારણે સરકારની વેરાની આવકો ઘટી હોવાથી વર્ષ 2021-22નું કદ રુ. 2.30 કરોડની આસપાસ રહે તેવી સંભાવના છે.

રાજ્ય વિધાનસભાના આ વખતના બજેટ સત્રમાં સરકારને તેની કામગીરી બદલ ઘેરી શકાય તેવા મોંઘવારી, કોરોના, લોકડાઉન, મંદી, બેકારી ઉપરાંતના સંખ્યાબંધ મુદ્દાઓ છે. જેને લઈ વિપક્ષ કોંગ્રેસ, વર્તમાન સરકાર પર પસ્તાળ પાડી શકે છે પરંતુ તાજેતરની મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં કોંગ્રેસના સંપૂર્ણ રકાશની સ્થિતિ જોતાં કોંગ્રેસના સભ્યોનું નૈતિક બળ તૂટયું છે અને તેનો ભરપૂર લાભ સત્તાધારી પક્ષ-ભાજપ ઉઠાવશે.

આ વખતના વિધાનસભાના સત્રની કામગીરી મુજબ, બેઠકના પ્રથમ દિવસે રાજ્યપાલ દ્વારા ગૃહને જે સંબોધન કરાશે, તેનો આભાર માનતી ચર્ચા 3 દિવસ સુધી ચાલશે ત્યારબાદ સરકારને હાલના ચાલુ બજેટ કરતાં જ્યાં વધુ ખર્ચ કર્યો હશે ત્યાં વધારાની રકમની માગણી કરતાં પૂરક બજેટ ઉપર 2 દિવસ સુધી ચર્ચા થશે. એવી જ રીતે નાણાપ્રધાન નીતિન પટેલ દ્વારા રાજ્ય સરકારનું જે વર્ષ 2021-22 માટેનું બજેટ રજૂ કરાશે. તેના ઉપર ગૃહમાં 4 દિવસ સુધી ચર્ચા કરાશે. 9 દિવસની આ ચર્ચાઓ બાદ રાજ્ય સરકારના 26 વિવિધ વિભાગોના બજેટ (માગણીઓ) પરની ચર્ચા આરંભાશે. જે 12 દિવસ સુધી ચાલશે. અંતે 31મી, માર્ચે રાજ્ય સરકારે રજૂ કરેલા બજેટ મુજબ તેને ખર્ચ કરવાની સત્તા આપતું વિનિયોગ વિધેયક રજૂ કરીને પસાર કરી દેવાશે. જ્યારે 1લી એપ્રિલના અંતિમ દિવસે સરકારી વિધેયકો અને છેલ્લા દિવસનો પ્રસ્તાવ રજૂ કરાશે. આ વખતના બજેટ સત્રમાં કુલ 4 દિવસ ડબલ બેઠકો યોજાશે. જેમાં સત્રના બીજા જ દિવસે રજા રહેવાની હોવાથી તે દિવસનું કામકાજ 3 માર્ચે બે બેઠક યોજીને પૂરું કરાશે. એવી જ રીતે 10 માર્ચ, 16 અને 23 માર્ચે બે બેઠક યોજાશે.

વિધાનસભાના આ બજેટ સત્ર દરમિયાન મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ જાહેર કર્યા મુજબ લવ જેહાદ ઉપરનું વિધેયક રજૂ કરાશે. જેમાં હિંદુ યુવતી સાથે મુસ્લિમ ઉપરાંત અન્ય કોઈપણ ધર્મના યુવક લગ્ન કરશે તો, તેના માટેની વ્યાખ્યા નક્કી કરાશે. જેની સામેની કાયદાકીય કાર્યવાહી માટેની પ્રક્રિયા, સક્ષમ સત્તા મંડળ રચાશે. જો, યુવક ગુનેગાર ઠરે તો, તેને સામે દંડનીય કે જેલની સજા સહિતની જોગવાઈઓ થશે. આ વિધેયક ઉપર ગૃહમાં ચર્ચા થશે અને અંતે તે બહુમતિથી પસાર કરાશે. આ ઉપરાંત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી (સુધારા) વિધેયક, ગુજરાત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી (સુધારા) વિધેયક, ગુજરાત રાજવીત્તિય જવાબદારી (સુધારા) વિધેયક, ગુજરાત અગ્નિનિવારણ અને જીવન સુરક્ષા ઉપાય વિષયક (સુધારા) વિધેયક ઉપરાંત અન્ય 7 જેટલા વિધેયકો રજૂ કરાશે.

March 1, 2021
itc.jpg
1min591

બનાવટી કંપની ઊભી કરી રૂ. ૫૦.૦૩ કરોડનું ઈનપુટ ટૅક્સ ક્રૅડિટ કૌભાંડ કરનાર વિશાલ નામની વ્યક્તિની જીએસટી અધિકારીઓએ ધરપકડ કરી હોવાનું નાણાં ખાતાએ રવિવારે કહ્યું હતું.

વ્યવસાયે ઍડવોકેટ અને દિલ્હીસ્થિત કારકારડૂમા કૉર્ટમાં પ્રેક્ટિસ કરતી વિશાલ નામની વ્યક્તિ દ્વારા સંચાલિત બનાવટી કંપનીઓનાં નૅટવર્કનો સેન્ટ્રલ ગુડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સ (સીજીએસટી)ના અધિકારીઓ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હતો, એમ નાણાં ખાતા દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું. પોતાના જ નામે બનાવટી કંપની ઊભી કરીને વિશાલે જીએસટી કૌભાંડ કરવાનું શરૂ કર્યું હતું. વિશાલે આ કંપની પોતાના નિવાસસ્થાને જ રજિસ્ટર કરાવી હતી. ત્યાર બાદ તેણે બનાવટી ઈનપુટ ટૅક્સ ક્રૅડિટ માટે કોઈપણ પ્રકારનો બિઝનેસ ન ધરાવતી અનેક બનાવટી કંપની ઊભી કરવા જુદી જુદી વ્યક્તિના કેવાયસીની વ્યવસ્થા કરી હતી. વિશાલના નિવાસસ્થાનની તપાસ કરતા ત્યાંથી જુદા જુદા કેવાયસી અને અનેક ચૅક મળી આવ્યા હતા.

ઈન્વૉઈસની રકમના બે ટકા કમિશનના બદલામાં વિશાલ બનાવટી ટૅક્સ ક્રૅડિટ ક્લાયન્ટને આપી દેતો હતો.

આ રીતે અત્યાર સુધીમાં તેણે રૂ. ૫૦.૦૩ કરોડની ઈનપુટ ટૅક્સ ક્રૅડિટનું કૌભાંડ કર્યું હતું.

તપાસ આગળ વધવાની સાથે આ આંકડો વધે તેવી શક્યતા હોવાનું નાણાં ખાતાએ કહ્યું હતું.

આરોપીને ૧૩ માર્ચ સુધીની ૧૪ દિવસની રિમાન્ડ કસ્ટડી આપવામાં આવી છે.

જીએસટીના અમલ બાદથી અત્યાર સુધીમાં જીએસટી સેન્ટ્રલ ટૅક્સ, દિલ્હી ઝોને રૂ. ૪,૦૧૯.૯૫ કરોડની જીએસટી કરચોરીના જુદા જુદા કેસને મામલે ૨૭ જણની ધરપકડ કરી છે, એમ નાણાં ખાતાએ કહ્યું હતું.

March 1, 2021
vaccine-1.jpg
1min439

દેશમાં પહેલી માર્ચ, સોમવારથી ૬૦ વર્ષથી મોટી ઉંમરના વરિષ્ઠ નાગરિકો અને ૪૫થી વધુ વયના અન્ય બીમારી ધરાવતા લોકોને કોરોનાની રસી આપવાનું શરૂ થવાનું છે, પણ અનેક વરિષ્ઠ નાગરિકો હજી આ રસી લેવા અંગે અવઢવમાં છે અથવા તેઓને પૂરતી જાણકારીનો અભાવ છે.

કોરોનાના રસીકરણનો બીજો સૌથી મોટો તબક્કો શરૂ થવાનો છે ત્યારે કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે ખાનગી હૉસ્પિટલો કોવિડ-૧૯ની રસી માટે વધુમાં વધુ અઢીસો રૂપિયા લઇ શકશે.

સરકારી આરોગ્ય કેન્દ્રોમાં રસીકરણ વિનામૂલ્યે કરવામાં આવશે, પણ ખાનગી આરોગ્ય કેન્દ્રોમાં લોકોએ રસી મુકાવવાના અઢીસો રૂપિયા આપવા પડશે.

સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર રસીનો ભાવ રૂ. ૧૫૦ છે અને સર્વિસ ચાર્જ તરીકે ખાનગી હૉસ્પિટલો અને કેન્દ્રો વધુમાં વધુ રૂ. ૧૦૦ લઇ શકશે. આ રીતે ખાનગીમાં રસી મુકાવનારને કુલ રૂ. ૨૫૦નો ખર્ચ કરવાનો રહેશે.

કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ બાબતની માહિતી આપી દીધી છે.

કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે ૬૦થી વધુ વયની બધી જ વ્યક્તિ અને એકથી વધુ રોગ ધરાવતી ૪૫થી વધુ વયની કોઇપણ વ્યક્તિ ૧લી માર્ચથી કોવિડ-૧૯ની રસી મુકાવી શકશે અને એ માટે તેઓ ત્રણ રીતે રજિસ્ટ્રેશન કરાવી શકશે.

રસીકરણ માટે પોતાનું નામ નોંધાવવાની રીતો આ પ્રમાણે છે: પહેલી રીત ઑનલાઇનની છે અને આ રીત હેઠળ લાભકર્તા અગાઉથી પોતાનું નામ ઑનલાઇન નોંધાવી શકશે. આ માટે એમણે કો-વિન ૨.૦ પોર્ટલ અથવા આરોગ્ય સેતુ જેવી અન્ય ઍપ મારફત પોતાનું નામ નોંધાવવાનું રહેશે. આ પોર્ટલ અને ઍપ્સ પર સરકારી તેમ જ ખાનગી રસીકરણ કેન્દ્રોના નામ, રસીકરણ માટે નિયત કરેલા સમય અને તારીખની માહિતી આપેલી હશે. વ્યક્તિ પોતાની મરજી પ્રમાણે સરકારી અથવા ખાનગી કેન્દ્રની પસંદગી કરીને અપોઇન્ટમેન્ટ બુક કરાવી શકશે.

બીજી રીત ઑનસાઇટ નોંધણીની છે. ઑનલાઇન નોંધણી ન કરાવી શકતી વ્યક્તિ રસીકરણ કેન્દ્ર પર જઇને પોતાનું નામ નોંધાવીને રસીકરણ કરાવી શકશે.

ત્રીજી રીત સંયુક્ત નોંધણીની છે અને એમાં ચોક્કસ જૂથનું રસીકરણ કરવા માટે નોંધણી કરવામાં આવશે. એ માટે બધાં જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પોતાની વ્યવસ્થા કરવા જણાવાયું છે.

રસી મુકાવવા માગતા લાભકર્તા સરકારી કેન્દ્રમાં રસી મુકાવે કે ખાનગી કેન્દ્રમાં, એમણે રસીકરણ કેન્દ્રમાં નીચે જણાવ્યામાંથી કોઇપણ એક ફોટો આઇડી કાર્ડ સાથે લઇ જવાનો રહેશે. માન્ય ફોટો આઇડી કાર્ડમાં આધાર કાર્ડ, મતદાતા ઓળખપત્ર, ઑનલાઇન નોંધણીની બાબતમાં નોંધણી વખતે જણાવેલો ચોક્કસ ફોટો આઇડી કાર્ડ.

૪૫થી વધુ વયની અને ૫૯ વર્ષ સુધીની બહુરોગ ધરાવતી વ્યક્તિ પાસે નોંધણીકૃત મૅડિકલ પ્રૅક્ટિશનર્સ દ્વારા રોગ વિશે પ્રમાણિત સર્ટિફિકેટ, રોજગારનું પ્રમાણપત્ર/સત્તાવાર આઇડી કાર્ડ (ફોટો અને જન્મતારીખ સાથેનો કોઇપણ એક) હોવું જરૂરી છે.

જે વ્યક્તિ સરકારી કેન્દ્રોમાં રસી મુકાવવા જશે, એમને મફતમાં રસી આપવામાં આવશે. ભારત સરકાર રસીની કિંમત ચૂકવશે. કેન્દ્ર સરકાર જરૂરી રસી ખરીદીને પ્રત્યેક રાજ્યોને મોકલશે. ખાનગી કેન્દ્રો રસીકરણ માટે રૂ. ૨૫૦ની ફી લેશે,

રસીકરણ માટેની ખાનગી સંસ્થાઓ અને હૉસ્પિટલોમાં જરૂરી સુવિધા વિશેના દિશાનિર્દેશ બધાં જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવ્યા છે.

માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે વિશ્ર્વના સૌથી મોટા રસીકરણનો બીજો તબક્કો સોમવારથી શરૂ કરવામાં આવશે. આ તબક્કામાં ૬૦ વર્ષથી વધુ વયની કોઇપણ વ્યક્તિ (આપણા દેશમાં એ દસ કરોડથી વધુ નહીં હોય) અને ૪૫થી વધુ વયની વિવિધરોગ ધરાવતી વ્યક્તિને ૧૦,૦૦૦ સરકારી સારવાર કેન્દ્રો અને ૨૦,૦૦૦ ખાનગી હૉસ્પિટલોમાં રસી આપવામાં આવશે.

વિશ્ર્વનું સૌથી મોટું રસીકરણ ૧૬મી જાન્યુઆરીએ શરૂ થયું હતું અને ભારતે ૧,૦૭,૬૭,૦૦૦ વ્યક્તિને પહેલા અને ૧૪ લાખ વ્યક્તિને બીજા તબક્કામાં રસી આપી હતી.

એ તબક્કે મુખ્યત્વે સ્વાસ્થ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી હતી અને એમને બધાને સરકાર દ્વારા મફતમાં રસી આપવામાં આવી હતી. ભારતમાં રસીકરણ સફળ રહ્યું છે અને ભાગ્યે જ કોઇ ફરિયાદ આવી છે.