
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બંગલાદેશ પ્રવાસ પુરો થતાની સાથે જ બંગલાદેશમાં હિન્દુ મંદિરો ઉપર હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે. પૂર્વી બંગલાદેશમાં રવિવારે કટ્ટર ઈસ્લામિક જુથના લોકોએ હુમલો કર્યે હતો. સ્થાનિક પત્રકારો અને પોલીસના કહેવા પ્રમાણે પીએમ મોદીના પ્રવાસ સાથે જ હિંસક પ્રદર્શન શરૂ થયા હતા. આ દરમિયાન ઓછામાં ઓછા 10 લોકોએ જીવ ગુમાવ્યા છે. પ્રવાસ પુરો થતા જ મૃત્યુઆંકને લઈને લોકો વધુ ઉશ્કેરાયા હતા. જેમાં એક ટ્રેનને પણ નિશાન બનાવવામાં આવી હતી.
બંગલાદેશની આઝાદીના 50 વર્ષના કાર્યક્રમમાં સામેલ થવા માટે પીએમ મોદી શુક્રવારે બે દિવસના બંગલાદેશના પ્રવાસે પહોંચ્યા હતા. ત્યાર બાદ શનિવારે ભારત માટે રવાના થયા હતા. પાડોસી દેશમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનમાં કટ્ટર ઈસ્લામિક જુથો આરોપ મુકી રહ્યા છે કે ભારતમાં અલ્પસંખ્યકો સાથે ભેદભાવ થઈ રહ્યો છે. પ્રદર્શનકારીઓએ ટ્રેન ઉપર પણ હુમલો કર્યો હતો અને એન્જીન રૂમ તેમજ તમામ કોચને ઘણું નુકશાન પહોંચાડયું હતું. ઘણી સરકારી કચેરીઓને આગને હવાલે કરવામાં આવી હતી.
પ્રેસ ક્લબ ઉપર પણ હુમલો થયો હતો.
સ્થાનિક પત્રકાર જાવેદ રહિમના કહેવા પ્રમાણે ઘણા હિન્દુ મંદિરો ઉપર હુમલો કરવામાં આવ્યો છે. જ્યારે વેસ્ટર્ન જીલ્લામાં પણ કથિત રૂપે બે બસને આગ ચાંપવામાં આવી હતી. પ્રદર્શન દરમિયાન પોલીસ ઉપર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. જ્યારે રસ્તાઓ બ્લોક કરી દેવામાં આવ્યા હતા.



















