મેડીકલ પ્રવેશ : હાઇકોર્ટનો મહત્વનો આદેશ : વાલીનું ડોમિસાઈલ નક્કી કરશે સગીરનું ડોમિસાઈલ
- જો કોઈ વ્યક્તિ 10 વર્ષથી વધારે સમયથી ગુજરાતમાં રહેતો હોય તો ગુજરાતને જ તેનું ડોમિસાઈલ રાજ્ય ગણાશે
- પ્રવેશ સમયે પ્રવેશાર્થીની ઉંમર 18 વર્ષની હોતી નથી એટલે કે એ સગીર કહેવાય
- સગીર વ્યક્તિનું ડોમીસાઇલ વાલીના ડોમીસાઇલના આધારે નક્કી થશે
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
ગુજરાતમાં આવેલી મેડીકલ-પેરામેડીકલ કોલેજોમાં પ્રવેશ સમયે લેવામાં આવતા ડોક્યુમેન્ટસમાં ચાલુ શૈક્ષણિક વર્ષ 18-19થી ડોમીસાઇલ સર્ટિફિકેટ ફરજિયાત cialive બનાવાયું હતું. ડોમીસાઇલ સર્ટિફિકેટ એટલે પ્રવેશાર્થીએ ધો.10 અને ધો.12ની પરીક્ષાઓ ગુજરાત બોર્ડમાંથી ગુજરાતની સ્કુલમાંથી આપી હોય એમ ગણવામાં આવતું હતું. પરંતુ, આજે ગુજરાત હાઇકોર્ટે આપેલા cialive મહત્વના ચૂકાદામાં જણાવ્યું છે કે 18 વર્ષથી ઓછી વયના પ્રવેશાર્થીઓને સગીર કહેવામાં આવે છે અને સગીર વયની વ્યક્તિ પોતાનું cialive ડોમીસાઇલ કેવી રીતે આપી શકે, આથી સગીર વયના વિદ્યાર્થીઓનું ડોમીસાઇલ સર્ટિફિકેટ હવેથી તેના પિતા-માતા કે વાલીઓના ડોમીસાઇલના આધારે નક્કી કરવામાં આવશે.

ગુજરાત હાઈકોર્ટે લાંબા સમયથી ચાલતા ડોમિસાઈલ વિવાદ મામલે મહત્વનો નિર્ણય આપ્યો છે. જેના પ્રમાણે 18 વર્ષથી ઓછી ઉંમરના એટલે કે સગીર બાળકનું ડોમિસાઈલ વાલીના cialive ડોમિસાઈલના આધારે નક્કી થશે. અને જો કોઈ વ્યક્તિ 10 વર્ષથી વધારે સમયથી ગુજરાતમાં રહેતો હોય તો ગુજરાતને જ તેનું ડોમિસાઈલ રાજ્ય cialive ગણાશે.
કાયદા પ્રમાણે કોઈ પણ રાજ્યમાં cialive રહેતા નાગરિકને રાજ્ય સરકાર જે અધિકાર આપે છે તેને ડોમિસાઈલ કહેવામાં આવે છે. આ પ્રમાણપત્ર રહેઠાણ અને અભ્યાસના પુરાવાની ચકાસણી બાદ મળે છે. આ વર્ષે મેડિકલમાં પ્રવેશ cialive માટે ગુજરાતીઓ માટેની બેઠકને લઈને ડોમિસાઈલનો વિવાદ સામે આવ્યો હતો. કોને ગુજરાતના મૂળ અધિનિવાસી ગણવા અને કોને નહીં તેના પર આજે cialive હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે.
અત્રે એ ખાસ ઉલ્લેખનીય છે કે મેડીકલ cialive અને પેરામેડીકલ અભ્યાસક્રમો કે જ્યાં ઉપલબ્ધ બેઠકોની સંખ્યા ઓછી હોવાથી પ્રવેશની સમસ્યા સર્જાય છે અને આવા સંજોગોમાં ગુજરાત બહાર ખાસ કરીને કોટા-રાજસ્થાન, પીલાની વગેરે અભ્યાસ કરીને cialive આવતા વિદ્યાર્થીઓ પ્રવેશાર્થી બનીને મૂળ ગુજરાતી વિદ્યાર્થીઓની બેઠકો પર cialive તરાપ મારતા હોવાની ફરીયાદોને પગલે ગુજરાતના વાલીઓએ સરકાર પાસે ડોમીસાઇલ cialive ફરજિયાત બનાવડાવ્યું હતું. તેની સામે ગુજરાત બહારના બોર્ડમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓએ ગુજરાત હાઇકોર્ટમાં આ મુદ્દાના પડકાર્યો હતો.
ડોમીસાઇલ સર્ટિફિકેટ્સ પહેલેથી જ વિવાદમાં આવ્યા, સુરતમાંથી આખું બોગસ ડોમીસાઇલ સર્ટિફિકેટ ઇશ્યુ કરવાનું કૌભાંડ પકડાયું હતું.
ડોમીસાઇલ સર્ટિફિકેટ મેડીકલ અને પેરામેડીકલમાં પ્રવેશ માટે ફરજિયાત બનાવવામાં આવ્યા ત્યારથી જ વિવાદોમાં રહ્યા છે. ડોમીસાઇલ સર્ટિફિકેટ્સ ઉપજાવી કાઢેલા દસ્તાવેજોના આધારે બોગસ રીતે બનાવી આપવાનું આખું કૌભાંડ સુરતના પૂણા વિસ્તારમાં આવેલા એક શોપિંગ સેન્ટરમાંથી પકડાયું હતું. અંદાજે 75થી વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ મળી ગયા બાદ તેમના ડોમીસાઇલ સર્ટિફકેટ બોગસ હોવાથી પ્રવેશ રદ કરવામાં આવ્યા હતા. બોગસ ડોમીસાઇલ પકડાય જવાની બીકે અંદાજે 200 જેટલા વિદ્યાર્થીઓ મેરીટમાં હોવા છતાં પ્રવેશ લેવા માટે આગળ આવ્યા ન હતા.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


