સંખેડા, નસવાડી અને તિલકવાડાના ૭૫ ઉપરાંત ગામડાના પટેલ, બ્રાહ્મણ, તડવી, વસાવા, વાણીયા, ભોઇ, માછી, બારીયા
વગેરે જ્ઞાતિઓના પાંચ હજાર જેટલા નવા સત્સંગીઓ સમૈયા અંતર્ગત શ્રીજી મહારાજનું પૂજન કરી ધન્યતા અનુભવશે!
મૂળ સત્સંગીઓ સાથે નવદિક્ષિત સત્સંગીઓને પણ કથાપૂજનનો લ્હાવો મળે એ માટે પૂજ્ય નૌતમ સ્વામીનો અહીં ભારોભાર પ્રયાસ રહ્યો હોય તેમ જણાય આવે છે..! અર્થાત્ આ ઉત્સવ સરકાર જેનુંં વધુ જતન કરે છે તેવી આદિવાસી સહિતની પછાત જ્ઞાતિઓ માટેના સંસ્કાર નિરુપણનું આ એક પ્રશસ્ય પગલું છે અને આને માટે જો કોઇ સાચા યશના અધિકારી હોય તો તે પૂજ્ય નૌતમ સ્વામી
છે..!
¶ સત્સંગ માટે ઊંડાણના ગામડાં ખૂંદનાર પાંચે ય સંતો જગતપ્રકાશદાસજી, વેદાંતપ્રકાશદાસજી,રઘુનંદનદાસજી, ભક્તિચરણદાસજી તથા પ્રિયદર્શનદાસજી સ્વામીને ધન્યવાદ..! ¶
———————-
¶ અહીંની પ્રથમ સત્સંગિજીવન કથા ¶
આ વિસ્તારમાં સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન ગ્રંથ સત્સંગિજીવનની આ પ્રથમ પારાયણ છે અને જેના વક્તાઓ છે વિદ્વાન કથાકાર શાસ્ત્રી શ્રી સરજુદાસજી [ ભરુચ ] તથા યુવા કથાકાર શ્રી રઘુનંદનદાસજી [ કતારગામ ] તા.૮/૧૨/૨૦૧૮ ના રોજ શુભમુહૂર્તે
સવારે ૧૦ વાગ્યે પોથીપૂજન સાથે કથા શ્રવણ જ્ઞાનયજ્ઞનો આરંભ થશે.
સંપ્રદાયના ભામાશાઓ ગણાતા પરમ હરિભક્તો ઘનશ્યામભાઈ ખાંધલી, ઘનશ્યામભાઈ મહેસાણા, પંકજભાઈ પટેલ તથા મનોજભાઇ અજમેરા જેવા અનેક શ્રેષ્ઠિઓ માલપુરના પ્રથમ અતિથિ બનશે.
♦ અહેવાલ: વરિષ્ઠ પત્રકાર બાલુભાઇ વડતાલ સેન્ટર આણંદ
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944