કોસંબા APMCના પ્રમુખ તરીકે રાજુભાઇ પાઠકની સર્વસંમત વરણી
આજરોજ કોસંબા એ.પી.એમ.સી.ના પ્રમુખ તરીકે સુમુલ ડેરીના ચેરમેન શ્રી રાજુભાઈ પાઠકની સર્વાનુમતે વરણી થતા સહકાર મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ સમેત રાજુભાઇ પાઠકના સેંકડો સમર્થકોએ તેમને શુભેચ્છાઓ પાઠવી. અનેક લોકો બુકે તેમજ ફુલહારથી પ્રમુખ અને અન્ય નવા વરાયેલા હોદ્દેદારો પર અભિનંદન અને શુભેચ્છાઓનો વરસાદ વરસાવ્યો હતો.

આ પ્રસંગે સુરત જીલ્લા ભા.જ.પ. પ્રમુખ શ્રી દિલીપસિંહજી અને મહામંત્રીશ્રી અશ્વિનભાઈ પટેલ તથા માંગરોળ તાલુકાના સહકારી અગ્રણીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તેઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

કોસંબા એ.પી.એમ.સી.ના પદાધિકારીઓની વરણી માટે યોજાયેલી બેઠક બાદ શ્રી રાજુભાઇ પાઠકને શુભેચ્છા આપવા માટે સેંકડો શુભેચ્છકો ઉમટી પડ્યા હતા.

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


