ઓનલાઇન પ્લાન મંજૂર કરવાની સિસ્ટમ સદંતર નિષ્ફળ, સરકારે નવો પરિપત્ર કરવો પડ્યો
Jayesh Brahmbhatt 98253 44944
રાજ્યમાં નવા બાંધકામો માટે વિકાસ પરવાનગીની મેન્યુઅલ એપ્રુવલ બંધ છે અને છેલ્લા કેટલાક મહિનાથી ઓનલાઇન એપ્રુવલ સિસ્ટમ હેઠળ પ્રોજેક્ટ પાસ થતા નથી. રેરાના નિયમ મુજબ, પ્લાન પાસ થયા બાદ રેરાની મંજૂરી મળ્યા બાદ જ પ્રોજેક્ટનું માર્કેટિંગ કરી શકાય એવા નિયમને પગલે બાંધકામ ઉદ્યોગ લગભગ ઠપ જેવી સ્થિતિમાં આવી ચૂક્યો છે

રાજ્ય સરકારે રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ એપ્રુવલને ઝડપી બનાવવા માટે બનાવેલી ઓનલાઇન ડેવલપમેન્ટ પ્લાન સિસ્ટમ (ઓડીપીએસ) ગંભીર રીતે નિષ્ફળ રહી છે અને તેની સીધી અસર બાંધકામ ઉદ્યોગ પર ખરાબ રીતે વર્તાય રહી છે. પ્લાન મંજૂર કરવામાં ભારે વિલંબ થઇ રહ્યો છે અને જે રીતે સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે એ સિસ્ટમ અનુસારનું ઇન્ફર્મેશન ટેક્નોલોજીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ ઉપલબ્ધ ન હોવાથી મોટી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. મહાનગરપાલિકાઓ તેમજ અર્બન ઓથોરીટીઝ તરફથી આ અંગે ગંભીર ફરીયાદો મળતા રાજ્ય સરકારે ગઇ તા.25મી સપ્ટેમ્બરે ઓનલાઇન પ્લાન એપ્રુવલ સિસ્ટમમાં રાહત આપતો પરીપત્ર જારી કરવો પડ્યો હતો.
રાજ્યમાં નવા બાંધકામો માટે વિકાસ પરવાનગીની મેન્યુઅલ એપ્રુવલ બંધ છે અને છેલ્લા કેટલાક મહિનાથી ઓનલાઇન એપ્રુવલ સિસ્ટમ હેઠળ પ્રોજેક્ટ પાસ થતા નથી. રેરાના નિયમ મુજબ, પ્લાન પાસ થયા બાદ રેરાની મંજૂરી મળ્યા બાદ જ પ્રોજેક્ટનું માર્કેટિંગ કરી શકાય છે. આથી આ વખતે નવરાત્રી અને દિવાળીના તહેવારોની સીઝનમાં નવા પ્રોજેક્ટ લોન્ચ તળિયે છે.
ઓનલાઇન સિસ્ટમ અન્વયે નવા પ્લાન મંજૂર થવામાં વિલંબ થવા ઉપરાંત હજુ સુધી પ્લાન જ મંજૂર નહીં થયા હોવાથી આ વર્ષે નવા પ્રોજેક્ટ્સની સંખ્યા દિવાળીના તહેવાર અગાઉ જ તળિયે છે અને તેથી સમગ્ર રિયલ એસ્ટેટ સ્થગિત થઈ ગયું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. છેલ્લા થોડા મહિનામાં અમદાવાદમાં વિક્રમ ભાવથી જમીનોના સોદા થયા છે અને તેના કારણે દિવાળી વખતે નોંધપાત્ર સંખ્યામાં નવા પ્રોજેક્ટ્સની અપેક્ષા હતી પરંતુ તે ફળીભૂત થઈ નથી.
ઓડીપીએસની મુશ્કેલી અંગે ગાહેડ-ક્રેડાઇ સહિતના એસોસિયેશનોએ વારંવાર રજૂઆત કરી હતી. ગયા મહિને ગાહેડ સહિતના વિવિધ અસોસિયેશનના પ્રતિનિધિઓની બેઠકમાં ઓનલાઇન પ્લાન પાસિંગ સિસ્ટમનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવાયો હતો.
અમદાવાદમાં દર મહિને સરેરાશ 220 પ્લાન પાસ થતા હતા. જેથી સાડા ચાર માસમાં 1 હજાર પ્લાન પાસ થવા જોઈએ તેની સરખામણીમાં માત્ર 125 પ્લાન પાસ થયા હતા તે મુદ્દો ગાહેડે ઉઠાવ્યો હતો. ઓનલાઇન પ્લાન પાસિંગ સિસ્ટમ અમલમાં આવ્યા બાદ ૨૫ મીથી વધુ ઊંચાઈવાળા કોઈ પણ હાઈરાઇઝ બિલ્ડિંગ્સના પ્લાન અમદાવાદ મ્યુનિ કોર્પોરેશન દ્વારા મંજૂર કરાયા નથી.
બિલ્ડર્સ અને ડેવલપર્સનો ધંધો બંધ થાય એટલે સ્વાભાવિક રીતે ગુજરાતનો વિકાસ રૂંધાય, એથી વિશેષ ચૂંટણી સમયે બિલ્ડરો અને ડેવલપર્સ એટલા ઉપયોગી નિવડે છે કે ઓનલાઇન સિસ્ટમમાં પડતી તેમની મુશ્કેલીઓ નહીં કરીને તેમને નારાજ કરવાનું ભાજપા સરકારને પોષાય તેમ નથી.
રાજ્ય સરકારે ગઇ તા.25મી સપ્ટેમ્બર 2018ના રોજ આ મુજબનો પરિપત્ર જારી કરવો પડ્યો હતો

પેજ નં. 2

પેજ નં.3

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


