18 વર્ષીય પૃથ્વી શોએ ટેસ્ટડેબ્યૂમાં સેન્ચુરી ફટકારીને રચ્યો રેકોર્ડ
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રાજકોટ ખંડેરી સ્ટેડિયમમાં પ્રથમ ટેસ્ટ મેચ સાથે ટેસ્ટ સીરિઝનો પ્રારંભ થયો છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. 18 વર્ષીય પૂથ્વી શો પોતાની પહેલી ટેસ્ટ મેચ રમી રહ્યો છે. ટેસ્ટમાં ડેબ્યૂમાં સદી ફટકારનાર પૃથ્વી શો 15મો ભારતીય બેટ્સમેન બન્યો હતો. શોએ ઓપનિંગમાં શાનદાર બેટિંગ કરીને ડેબ્યૂમાં જ સદી ફટકારી છે. આ સાથે જ ડેબ્યૂમાં સદી ફટકારનાર યુવા બેટ્સમેન બનવા ઉપરાંત પૃથ્વીએ રેકોર્ડ રચ્યો છે.

ઉલ્લેખનીય છે કે, પૃથ્વી શોએ રાજકોટમાં જ રણજી કારકિર્દી આરંભી હતી. પોતાની પ્રથમ જ રણજી મેચમાં પૃથ્વી શોએ સદી ફટકારી હતી. મુંબઈમાં સ્કૂલ ક્રિકેટથી તે રનના ઢગલા કરતો આવ્યો છે. આ ઉપરાંત આ વર્ષે તેની આગેવાની હેઠળ ભારતીય અંડર-19 ટીમે જુનિયર વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ પણ જીત્યો હતો.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


