દેવકાળની વાત છે ભગવાન શિવ મનને સંયમમાં રાખીને હજારો વર્ષોથી ઘોર તપશ્ચર્યામાં લીન હતા. એક દિવસ અચાનક તેઓએ બંને નેત્રો ખોલ્યાં, જેમાંથી થોડાંક જળબિન્દુ સરી પડ્યાં. આ બિન્દુમાંથી રુદ્રાક્ષ નામનું વૃક્ષ પેદા થયું. શિવજીએ આ રુદ્રાક્ષને વિષ્ણુભક્તો તેમજ લોકોમાં વહેંચી દીધા.
વિશ્વમાં ઉપલબ્ધ વિવિધ કદ-આકારના રુદ્રાક્ષમાં કયા રુદ્રાક્ષ શ્રેષ્ઠ ગણવા જોઇએ?
આમળાના ફળ જેટલા મોટા રુદ્રાક્ષને શ્રેષ્ઠ ગણાયા છે. બોર જેવડા હોય તો મધ્યમ અને ચણા જેવડા હોય તો એમની ગણના નિમ્ન કોટિમાં થાય છે.
રુદ્રાક્ષ આડેધડ રીતે ધારણ કરી શકાતા નથી. ધારણ કરનારાઓ માટે શાસ્ત્રોમાં અનેક નિયમો નિર્દેશિત કરાયા છે. નિયમોનુ પાલન કરી રુદ્રાક્ષ ધારણ કરવાથી સકારાત્મક પરિણામ પ્રાપ્ત થાય છે. રુદ્રાક્ષ ધારણ કરતાં પહેલાં તેનું વિધિવત પૂજન કરવું જોઈએ અને ત્યારબાદ મંત્ર જાપ કરતાં કરતાં તે ધારણ કરી શકાય છે. રુદ્રાક્ષને શિવનું પ્રતીક ગણવામાં આવે છે. એને યોગ્ય રીતે ધારણ કરાય તો ફાયદાકારક રહે છે.
રુદ્રાક્ષના વિવિધ પ્રકાર છે, નીચે મુજબ છે:
– એક મુખી રુદ્રાક્ષ સાક્ષાત શિવનું સ્વરૂપ છે તે ભોગ અને મોક્ષ આપે છે.
– બે મુખી રુદ્રાક્ષ દેવદેવેશ્વર સંપૂર્ણ કામનાઓ અને ફળ આપનાર છે.
– ત્રણ મુખી રુદ્રાક્ષ અગ્નિ સ્વરૂપ છે. એના પ્રભાવથી વિદ્યા પ્રાપ્ત થાય છે.
– ચાર મુખી રુદ્રાક્ષ સાક્ષાત બ્રહ્માનું સ્વરૂપ છે તેનાં દર્શનથી ધર્મ અર્થ, કામ અને મોક્ષ મળે છે.
– પાંચ મુખી રુદ્રાક્ષ કાલાગ્નિ રુદ્ર રૂપ છે તે કંઇ પણ કરવા સમર્થ છે અને સંપૂર્ણ મન વાંછિત ફળ દેનાર છે.
– છ મુખી રુદ્રાક્ષ કાર્તિકેય સ્વરૂપ છે. જો તેને જમણી બગલની બાજુમાં ધારણ કરવામાં આવે તો બ્રહ્મહત્યા વગેરે પાપોથી મુક્ત થાય છે.
– સાત મુખી રુદ્રાક્ષ અનંગ સ્વરૂપ છે. તેને ધારણ કરનાર દરિદ્રને પણ પણ ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે.
– આઠ મુખી રુદ્રાક્ષ અષ્ટમુર્તિ ભૈરવરૂપ છે. તે ધારણ કરનાર મનુષ્ય પૂર્ણ આયુષ ભોગવે છે.
– નવ મુખી રુદ્રાક્ષ ભૈરવ અને કપિલ મુનિનું પ્રતિક છે. જે મનુષ્ય આ રુદ્રાક્ષ ડાબા હાથમાં ધારણ કરે તે શિવ સમાન સર્વેશ્વર થઈ જાય છે.
– દસ મુખી રુદ્રાક્ષ સાક્ષાત વિષ્ણુનું સ્વરૂપ છે. આ રુદ્રાક્ષને ધારણ કરવાથી સર્વ કામનાઓ પૂર્ણ થઈ જાય છે.
– અગિયાર મુખી રુદ્રાક્ષ રુદ્રરૂપ છે. આ રુદ્રાક્ષને ધારણ કરવાથી મનુષ્ય સર્વત્ર વિજયી બને છે.
– બાર મુખી રુદ્રાક્ષ આદિત્ય સમાન છે તેને કેશમાં ધારણ કરવાથી મસ્તક ઉપર બાર આદિત્યો બિરાજમાન થાય છે.
– તેર મુખી રુદ્રાક્ષ વિશ્વદેવાનું રૂપ છે તેને ધારણ કરવાથી મનુષ્ય સંપૂર્ણ મનોવાંછિત ફળ પ્રાપ્ત કરે છે તથા સૌભાગ્ય અને મંગલનો લાભ કરાવે છે.
– ચૌદ મુખી રુદ્રાક્ષ તે પરમ શિવરૂપ છે. એને ભક્તિપૂર્વક મસ્તક ઉપર ધારણ કરવો, જેથી બધા પાપ નષ્ટ થાય છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944