15/05/2026: ચાંદીના ભાવ એક જ દિવસમાં પ્રતિ કિલોએ રૂ.19 હજાર તૂટ્યા

સોના-ચાંદીના ભાવમાં આજે 15 મેના રોજ મોટો ઘટાડો જોવા મળ્યો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) મુજબ, એક કિલો ચાંદી 19,693 રૂપિયા ઘટીને 2.68 લાખ રૂપિયા પર આવી ગઈ છે, જે ગુરુવારે 2.87 લાખ રૂપિયા પર હતી.
સોનું એક મહિનામાં 3,000 રૂપિયા ઘટ્યું
બીજી તરફ 10 ગ્રામ 24 કેરેટ સોનું 3,000 રૂપિયા ઘટીને 1.58 લાખ રૂપિયા પર આવી ગયું છે. આ અગાઉ ગત મહિનાની 16 એપ્રિલે તે 1.61 લાખ પર હતું. સોનું ઓલ ટાઈમ હાઈથી 106 દિવસમાં 17,962 અને ચાંદી 1,18,433 સસ્તી થઈ છે. 29 જાન્યુઆરીએ સોનું 1.76 લાખ/10 ગ્રામ અને ચાંદી 3.86 લાખ/કિલો હતી. મહત્વનું છે કે રવિવારે કર્ણાટક અને તેલંગાણાની સભા તેમજ સોમવારે ગુજરાતની સભામાં વડાપ્રધાન મોદીએ પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા અને એક વર્ષ સુધી સોનું ન ખરીદવા અપીલ કરી હતી.
- સોનું ઓલ ટાઈમ હાઈથી 18 હજાર રૂપિયા સસ્તું થયું
- આ વર્ષે સોના-ચાંદીની કિંમતમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે.
- શરૂઆતનું સ્તર (31 ડિસેમ્બર 2025): 1.33 લાખ રૂપિયા
- ઓલ ટાઈમ હાઈ (29 જાન્યુઆરી 2026): 1.76 લાખ રૂપિયા
- ચાંદીમાં ક્રેશ: 3.86 લાખ થી 2.68 લાખ રૂપિયા સુધી
- ચાંદીમાં સોનાની સરખામણીએ વધુ ઉતાર-ચઢાવ રહ્યો અને તે ઓલ ટાઈમ હાઈથી ઝડપથી નીચે આવી છે.
- શરૂઆતનું સ્તર (31 ડિસેમ્બર 2025): 2.30 લાખ રૂપિયા
- ઓલ ટાઈમ હાઈ (29 જાન્યુઆરી 2026): 3.86 લાખ રૂપિયા
ઘટાડાનો આંકડો: છેલ્લા 106 દિવસમાં ચાંદી 1.18 લાખ ઘટીને 2.68 લાખ રૂપિયા પ્રતિ કિલો પર આવી.
વડાપ્રધાને કહ્યું કે, ‘એક સમય હતો, જ્યારે સંકટ આવવા પર દેશહિતમાં લોકો સોનું દાન કરી દેતા હતા. આજે દાનની જરૂર નથી, પરંતુ દેશહિતમાં આપણે એ નક્કી કરવું પડશે કે વર્ષભર સુધી ઘરમાં કોઈ કાર્યક્રમ હોય, આપણે સોનાના દાગીના નહીં ખરીદીએ. વિદેશી હૂંડિયામણ બચાવવા માટે આપણી દેશભક્તિ આપણને પડકાર આપી રહી છે અને આપણે આ સ્વીકારીને વિદેશી હૂંડિયામણ બચાવવું પડશે.’
PM મોદીએ ભારતના વિદેશી હૂંડિયામણ ભંડારને બચાવવા માટે આ અપીલ કરી. ભારત તેના વપરાશનું લગભગ 99 ટકા સોનું વિદેશથી ખરીદે છે. 2025-26માં સોનાનું આ ઈમ્પોર્ટ બિલ લગભગ 6.4 લાખ કરોડ રૂપિયાનું હતું. વિદેશથી ખરીદવામાં આવતી વસ્તુઓના કુલ ખર્ચમાં 9 ટકા હિસ્સા સાથે સોનું બીજા ક્રમે છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now

