IND-NZ ટેસ્ટઃ 2nd ઈનિંગમાં 51 રનમાં ભારતની અડધી ટીમ Out
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કાનપુરના ગ્રીનપાર્કમાં પ્રથમ ટેસ્ટ મેચના ચોથા દિવસે ભારતની બીજી ઈનિંગમાં કંગાળ શરૂઆત રહી છે. ત્રીજા દિવસની રમતના અંતે ભારતનો સ્કોર એક વિકેટે 14 રન રહ્યો હતો. ચોથા દિવસે મયંગ અગ્રવાલ અને ચેતેશ્વર પૂજારાએ રમતને આગળ ધપાવતા 11 ઓવરમાં 32 રન કર સુધી સ્કોર પહોંચાડ્યો હતો. પ્રથમ સેશનમાં 37 રનમાં જ ભારતે વધુ ચાર વિકેટ ગુમાવી હતી. જેને પગલે ભારત આ મેચમાં બેકફૂટ પર આવતું જણાય છે.
ચોથા દિવસના પ્રારંભે વાઈસ કેપ્ટન પૂજારા ઈનિંગની 12મી ઓવરમાં જેમીસનના લેગ સાઈડમાં જતા બોલને રમવા જતા તેના ગ્લવ્ઝ પર બોલ અડી જતા તે આઉટ થયો હતો. અમ્પાયરે સોફ્ટ સિગ્નલ નોટઆઉટ આપ્યું હતું પરંતુ બોલર જેમીસન અને વિકેટકીપર બ્લન્ડેલે કપ્તાન કેન વિલિયમસનને ડીઆરએસ લેવાનો આગ્રહ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ ડીઆરએસ મુજબ પૂજારાના ગ્લવ્ઝ પર બોલ સ્પર્શ્યો હોવાનું સ્નીકોમીટરમાં જણાતા તેને આઉટ આપવામાં આવ્યો હતો. પૂજારા 33 બોલમાં 22 રન કરી આઉટ થયો હતો.
કેપ્ટન અજિંક્યા રહાણે ચોથા ક્રમે બેટિંગમાં ઉતર્યો હતો અને તે તેના કંગાળ ફોર્મને લીધે વધુ એક વખત સસ્તામાં ફક્ત ચાર રન કરી આઉટ થઈ ગયો હતો. એજાઝ પટેલની ઓવરમાં કપ્તાહન રહાણે એલબીડબલ્યુ આઉટ થતા ભારતને ત્રીજો ઝટકો લાગ્યો હતો. 18મી ઓવરમાં ભારતીય ટીમે 51 રન પૂરા કર્યા હતા અને 100 રનની લીડ મેળવી હતી. ડ્રિંક્સ બ્રેક બાદ 20મી ઓવરમાં ઓપનર મયંક અગ્રવાલ પણ ટીમ સાઉથીના આઉટસ્વિંગ બોલ પર સ્લિપમાં લેથમના હાથે કેચઆઉટ થયો હતો. મયંકે 53 બોલમાં 17 રન કર્યા હતા.
સાઉથીની ઓવરના ચોથા બોલ પર ડાબોડી બેટ્સમેન રવિન્દ્ર જાડેજા એલબીડબલ્યુ આઉટ થતા 51 રનમાં ભારતની અડધી ટીમ પેવેલિયન પરત હતી. ન્યૂઝીલેન્ડની શીસ્તબદ્ધ બોલિંગ સામે ભારતના ટોચના બેટ્સમેનો ઘૂંટણીયા ટેકવા મજબૂર થયા હતા.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
