CIA ALERT
04. May 2024

UP TETનું પેપર ફૂટ્યુંઃ રાજ્યભરમાં પરીક્ષા રદ

Share On :
Print Friendly, PDF & Email

ઉત્તર પ્રદેશમાં શિક્ષકોની ભરતી માટેની યુપી- ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ (UP TET)નું પેપર લીક થઈ જતા રાજ્યભરમાં રવિવારે યોજાનારી પરીક્ષા રદ કરવામાં આવી છે. સચિવ પરીક્ષા નિયામક સંજય કુમાર ઉપાધ્યાયે જણાવ્યું કે બે તબક્કામાં લેવાનારી પરીક્ષા રદ કરી દેવામાં આવી છે. 

પ્રાપ્ત માહિતી મુજબ પેપર શરૂ થતા પૂર્વે જ મથુરા, ગાઝિયાબાદ અને બુલંદશહેરના વોટ્સએપ ગ્રુપમાં પેપર વાયરલ થયું હતું. એસટીએફએ આ અંગે તપાસનો ધમધમાટ હાથ ધરતા મેરઠથી ત્રણ લોકોને ઝડપ્યા હતા. પકડાયેલા લોકોની સઘન પૂછપરછ ચાલુ છે.

ઉલ્લેખનીય છે કે યુપી ટેટ 2021ની પરીક્ષા બે પાળીમાં 2,554 કેન્દ્રો પર યોજાનાર હતી. પ્રથમ સેશનમાં 12,91,628 અને બીજા સેશનમાં 8,73,553 ઉમેદવારો પરીક્ષા આપવાના હતા. આ માટે ગુરુવારે ઉચ્ચ અધિકારીઓએ વીડિયો કોન્ફરન્સ કરી પરીક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. પ્રથમ વખત યુપી ટેટમાં પરીક્ષા કેન્દ્રો પર લાઈવ સીસીટીવીના માધ્યમથી નજર રાખવાની યોજના હતી. પરીક્ષા ખંડમાં અંદર મોબાઈલ ફઓન તેમજ અન્ય ઈલેક્ટ્રિક ઉપકરણો લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ હતો. 

યુપી ટેટ 28 નવેમ્બરે બે તબક્કામાં યોજાનાર હતી અને 21 લાખ જેટલા ઉમેદવારોનું ભાવી નક્કી થવાનું હતું. પરીક્ષા આપવા માટે વિવિધ ગામોમાંથી ઉમેદવારો રાત્રે જ પરીક્ષા કેન્દ્રો પર પહોંચ્યા હતા. કેટલાક ઉમેદવારોએ રેલવે અને બસ સ્ટેશન પર જ રાત વિતાવી હતી. રાત ઉજાગરો કરીને સવારે પેપર આપવાના આશાવાદ સાથે પહોંચેલા પરીક્ષાર્થીઓને સવારે પેપર લીક થયું હોવાથી પરીક્ષા રદ થવાની જાણ થતા નિરાશા મળી હતી.

હાલમાં એસટીએફ દ્વારા કેટલાક લોકોને પકડીને પૂછપરછ કરવામાં આવી રહી છે. મેરઠથી ત્રણ શખ્સોને પકડવામાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય સ્થળે પણ તપાસ ચાલુ છે. યુપી સરકાર હવે આગામી એક મહિનાની અંદર ફરીથી ટેટની પરીક્ષાનું આયોજન કરી શકે છે.  

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :