CIA ALERT

બંગલાદેશમાં દુર્ગા પૂજાના પંડાલોમાં તોડફોડ : 3નાં મૃત્યુ

Share On :

બંગલાદેશમાં ઉપદ્રવીઓ દ્વારા દુર્ગાપૂજા પંડાલોમાં તોડફોડ કર્યાના બનાવો સામે આવ્યા છે. જેને લઈને સરકાર તરફથી આકરી કાર્યવાહીની ચેતવણી આપી છે. સ્થાનિક અહેવાલ પ્રમાણે મોટાભાગના હુમલા કમિલા જિલ્લામાં થયા છે.

At least 3 killed, Durga Puja pandals vandalised in Bangladesh - World News

રિપોર્ટ મુજબ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કથિત રીતે એક પૂજા સ્થળે કુરાનના અપમાન બાદ હિંસા ભડકી હતી. આ મામલે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું છે કે તેઓને ધાર્મિક આયોજન દરમિયાન હુમલાના રિપોર્ટ મળ્યા છે અને તેઓ બંગલાદેશ સરકાર સાથે સંપર્કમાં છે.

બીજી તરફ આ મામલે પશ્ચિમ બંગાળમાં ભાજપના વરિષ્ઠ નેતા શુભેન્દુ અધિકારીએ પીએમ મોદીને પત્ર લખીને ઘટનાની જાણકારી આપી છે અને હસ્તક્ષેપની માગણી કરી છે. બંગલાદેશના પીએમ શેખ હસિનાએ ચેતવણી આપી છે કે હુમલામાં સામેલ કોઈને છોડવામાં આવશે નહી. તેઓને ફરક નથી પડતો કે હુમલો કરનારા ક્યા ધર્મના છે.

ચાંદપુરના હાજીગંજ, ચટ્ટોગ્રામના બંશખલી, ચપેનવાબગંજના શિબગંજ અને કોક્સ બજારના પેકુઆમાં મંદિરો ઉપર હુમલા કરવામાં આવ્યા હતા. ઘણી જગ્યાએ દુર્ગાની પ્રતિમાને નુકશાન પહોંચાડવામાં આવ્યું હતું. હિંસાની તસવીરો સોશિયલ મીડિયા ઉપર પણ વાયરલ થઈ હતી. ચાંદપુરની એક હોસ્પિટલે કહ્યું હતું કે, તેઓને ત્રણ લોકોના મૃતદેહ મળ્યા છે. જેને લઈને હોસ્પિટલનું માનવું છે કે આ મૃત્યુ હિંસામાં થયું છે.

બંગલા દેશના સુરક્ષા અધિકારીઓએ ઘટના સ્થળ ઉપર અર્ધસૈનિક દળોને તૈનાત કરી દીધા છે.
બંગલાદેશમાં દુર્ગાપુજાના પંડાલ ઉપર હુમલા મામલે વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યુ હતું કે, બંગલાદેશમાં’ ધાર્મિક આયોજન દરમિયાન આક્રમણની અમુક પરેશાન કરતી ઘટનાઓના રિપોર્ટ મળ્યા છે. બંગલાદેશ સરકાર કાયદો વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે તૈનાતી સહિતના પગલા ભર્યા છે. આ મામલે બંગલાદેશ સરકાર સાથે મંત્રાલય સંપર્કમાં છે. બંગલાદેશ સરકારે પોલીસ અને બીજી સુરક્ષા વ્યવસ્થા કરી છે. બંગલાદેશમાં દુર્ગાપુજા આયોજન થઈ રહ્યાછે અને તેમાં બંગલાદેશ સરકાર અને જનતાનો ઘણો સહયોગ રહ્યો છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :