CIA ALERT

પેજ પ્રમુખ સ્કીમ કોંગ્રેસ માટે સાચે જ અણુબોંબ : CR પાટીલ : સુરતના સાઇ કોર્પો. ગ્રુપે Surat BJPના નેતાઓનું કર્યુ ભવ્ય અભિવાદન

Share On :
Image may contain: 1 person, standing
સુરત સ્થિત સાઇ કોર્પોરેશન ગ્રુપના ફાઉન્ડર અશોક રાંદેરીયા અને તેમના મિત્રમંડળ દ્વારા સુરત ભાજપાના નવનિયુક્ત પદાધિકારીઓનો અભિવાદન સમારોહ તા.9 જાન્યુઆરીએ સાંજે અઠવાલાઇન્સ આદર્શ ભવન ખાતે યોજવામાં આવ્યો હતો એ વેળા મંચ પર ઉપસ્થિત મહાનુભાવો CiA Live News Report

તા.9મી જાન્યુઆરી 2021ને શનિવારની સંધ્યાએ સુરતના અઠવાલાઇન્સ ખાતેના આદર્શ ભવન ખાતે યોજાયેલા અભિવાદન સમારોહને સંબોધતા ભાજપાના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલે એવી ગર્જના કરી હતી કે કોંગ્રેસ માટે પેજ પ્રમુખની સ્કીમ તેમના નેતા પરેશ ધાનાણીના કહેવા મુજબ સાચે જ અણુબોંબ સમાન પુરવાર થવાની છે. ભાજપાના પેજ પ્રમુખ સમા અણુ બોંબનો પ્રતિકાર કરવામાં કોંગ્રેસ વામણી પુરવાર થઇ છે. સુરતના નાનપુરા, ટીમલિયાવાડ સ્થિત સાઇ કોર્પોરેશન ગ્રુપના શ્રી અશોકભાઇ રાંદેરીયા દ્વારા સી.આર. પાટીલ તેમજ સુરત ભાજપાના નવા વરાયેલા હોદ્દેદારોને અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો.

Image may contain: 1 person, standing
સુરત સ્થિત સાઇ કોર્પોરેશન ગ્રુપના ફાઉન્ડર અશોક રાંદેરીયા તેમજ ભાજપાના યુવા નેતા રાજુભાઇ સેલર એ ગુજરાત ભાજપા પ્રમુખ શ્રી સીઆર પાટીલનું અભિવાદન કર્યું એ વેળાની તસ્વીર CiA Live News Report

શ્રી સાઇ કોર્પોરેશન ગ્રુપ સુરતના એવા નવયુવાનોનું ગ્રુપ છે જે છેલ્લા 30 વર્ષથી સામાજિક, સ્વૈચ્છીક સંસ્થાઓ સાથે મળીને લોકહિતના કાર્યો કરે છે. શ્રી સાઇ કોર્પોરેશન ગ્રુપના ફાઉન્ડર અશોકભાઇ રાંદેરીયાએ સુરત શહેર ભાજપાના નવા વરાયેલા પદાધિકારીઓને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 120માંથી 120 બેઠકો મળે તેવી શુભેચ્છા પાઠવવા માટે અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

Image may contain: one or more people and people sitting
સુરત સ્થિત સાઇ કોર્પોરેશન ગ્રુપના ફાઉન્ડર અશોક રાંદેરીયા અને તેમના મિત્રમંડળ દ્વારા સુરત ભાજપાના નવનિયુક્ત પદાધિકારીઓનો અભિવાદન સમારોહ તા.9 જાન્યુઆરીએ સાંજે અઠવાલાઇન્સ આદર્શ ભવન ખાતે યોજવામાં આવ્યો હતો એ સમારોહમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા મહાનુભાવો CiA Live News Report

શ્રી સાઇ કોર્પોરેશન ગ્રુપ, ટીમલીયાવાડ સુરત દ્વારા આ મહાનુભાવોનું અભિવાદન થયું

  • ભાજપાના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ,
  • સુરત શહેર ભાજપા અધ્યક્ષ શ્રી નિરંજનભાઇ ઝાંઝમેરા,
  • મહામંત્રી શ્રી મુકેશ દલાલ,
  • શ્રી કિશોર બિંદલ,
  • સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોષ,
  • ધારાસભ્ય શ્રી હર્ષ સંઘવી,
  • શ્રી અરવિંદ રાણા,
  • શ્રી વીડી ઝાલાવડીયા,
  • શ્રી સંગીતા પાટીલ
  • શ્રી રણજિત ચીમના
  • શ્રી પંકજ દેસાઇ
  • શ્રી લક્ષ્મણ કોરાટ,
  • શ્રી ભાવનાબેન પટેલ
  • શ્રી તેજલબેન કાપડીયા
  • શ્રી રાજેન્દ્ર પાટીલ
  • શ્રી સુમિત્રાબેન પટેલ
  • શ્રી વિરલ ગીલીટવાલા
  • શ્રી ભીખાભાઇ પટેલ તેમજ
  • શ્રી પ્રવીણભાઇ માળીનું બહુમાન કરવામાં આવ્યું હતું.

આ સમારોહને સંબોધતા શ્રી સી.આર. પાટીલે કહ્યું કે કાર્યકરો જ ભાજપાની મોટી તાકાત છે. પેજ પ્રમુખ બનાવવા માટે ભાજપાના કાર્યકરો કેટલી જહેમત ઉઠાવી રહ્યા છે તેના દાખલા ટાંકતા તેમણે કહ્યું કે કોઇ કાર્યકર પાર્ટીની ટિકીટ મળે છે એ માટે પેજ પ્રમુખ કમિટીએ બનાવી રહ્યા છે એવું કહીને તેનું અપમાન નહીં કરી શકાય. શિસ્તબદ્ધ રીતે ભાજપાના કાર્યકરો પેજ પ્રમુખોનું સંચાલન કરી રહ્યા છે. તેમણે પેજ પ્રમુખ થકી ચૂંટણીમાં આસાનીથી વિજય કેવી રીતે મળી શકે તે માટેનું ગણિત આંકડા સાથે સમજાવ્યું હતું.

Image may contain: 1 person, standing
સુરત સ્થિત સાઇ કોર્પોરેશન ગ્રુપના ફાઉન્ડર અશોક રાંદેરીયાએ સુરતના સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોષનું અભિવાદન કર્યું એ વેળાની તસ્વીર CiA Live News Report

સી.આર. પાટીલે કહ્યું કે ભાજપાને 100 એ 100 ટકા જીત મેળવવાની આદત પડી ગઇ છે, કાર્યકરોની તાકાતથી ભાજપા આ દિશામાં મક્કમતાથી આગળ વધી રહી છે.

Image may contain: 1 person, standing
Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :