SSC ગુજ. બોર્ડ : ગણિતમાં 3.10 લાખ ગુજ્જુઓ ફેલ : ઇંગ્લિશ મિડી.નું રીઝલ્ટ 86 ટકા, ગુજ.મિડી.નું 57 ટકા
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનું આજે જાહેર થયેલું ધો.10 એસ.એસ.સી.નું પરીણામ આંચકારૂપ જણાય રહ્યું છે. ગુજરાતનું ઓવરઓલ પરીણામ ગત વર્ષ કરતા 6 ટકા ઓછું છે. કેટલાક ફાઇન્ડીંગ્સ અમને પરીણામના એનાલિસીસ પરથી મળ્યા છે જે આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું.
2019 કરતા 40,297 વધુ નાપાસ
- C.I.A. Live Analysis : ધો.10માં 2020માં કુલ 3 લાખ 12 હજાર નાપાસ થયા છે, 2019માં આ આંકડો 2.71 લાખનો હતો. આ વર્ષે કુલ 40 હજાર 297 વિદ્યાર્થીઓ ગત વર્ષ કરતા વધુ નાપાસ થયા છે.
કુલ 3,12,097 નાપાસ પૈકી 3.10 લાખ ગણિતમાં
- C.I.A. Live Analysis : ધો.10માં નાપાસ થયેલા કુલ 3,12,097 વિદ્યાર્થીઓ પૈકી ગણિત વિષયમાં જ નાપાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા કુલ 3,10,833 છે.
ઇંગ્લિશ મિડીયનું પરીણામ 86 ટકા ગુજરાતીનું 57 ટકા
- C.I.A. Live Analysis : મિડીયમવાઇઝ પરીણામમાં ઇંગ્લિશ મિડીયમની સ્કુલોનું પરીણામ ગુજરાતી અને હિન્દી મિડીયમની સ્કુલો કરતા અનેક પ્રકારે ઉંચું અને ચઢીયાતું છે. ઇંગ્લિશ મિડીયમનું ધો.10નું ઓવરઓલ પરીણામ 86.75 ટકા છે. જ્યારે ગુજરાતી મિડીયમનું પરીણામ ફક્ત 75.54 ટકા છે. હિન્દી મિડીયમનું પરીણામ ફક્ત 65.94 ટકા આવ્યું છે.
કન્યાઓનું પરીણામ કુમારો કરતા 10 ટકા ઉંચું
- C.I.A. Live Analysis : કન્યાઓનું પરીણામ કુમારો કરતા વધુ ચઢીયાતું પુરવાર થયું છે. કુલ 66.62 ટકા કન્યાઓ આજે ધો.10ની પરીક્ષા પાસ કરી શકી છે જેની સામે કુમારોનું પરીણામ ફક્ત 56.63 ટકા જ છે.
ગુજરાતી મિડિયમના વિદ્યાર્થીઓનું અંગ્રેજી કાચું
C.I.A. Live Analysis : ગુજરાતી મિડિયમના વિદ્યાર્થીઓને ભાષામાં સેકન્ડ લેંગ્વેજ તરીકે અંગ્રેજી શીખવવામાં આવે છે. સેકન્ડ લેંગ્વેજ અંગ્રેજીનું પરીણામ પણ સાવ કંગાળ આવ્યું છે. કુલ 7,26,687 વિદ્યાર્થીઓ પૈકી 5.13 લાખ પાસ થયા છે જ્યારે 2.02 લાખ વિદ્યાર્થીઓ જે ગુજરાતી મિડીયમના છે તેઓ અંગ્રેજીમાં નાપાસ થયા છે.
આખા રાજ્યમાં સુરતનું પરીણામ અવ્વલ રાજ્યના 60 ટકા સામે સૂરતનું પરીણામ 74 ટકા
C.I.A. Live Analysis : આખા રાજ્યનું સરેરાશ પરીણામ 60 ટકા છે તેની સામે સૂરત શહેર જિલ્લાનું પરીણામ 74 ટકા રહ્યું છે. રાજ્યમાં સૌથી વધુ એ-વન ગ્રેડ ધરાવતા તેજસ્વી તારલાઓની સંખ્યા પણ સૂરતમાં છે. સૂરતમાં કુલ 350 વિદ્યાર્થીઓ એ-વન ગ્રેડમાં પાસ થયા છે.
SSC Result At A glance

SSC Results District Wise

District wise Detailed Results

સૂરતના પરીક્ષા કેન્દ્રોનું પરીણામ

સૂરતના પરીક્ષા કેન્દ્રોનું પરીણામ


Latest on this Web
- ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા 21/22 ફેબ્રુઆરીએ ડુમસ ખાતે ‘સુરત આર્ટ સ્ટ્રીટ ર૦ર૬’ કલા ઉત્સવ યોજાશે
- ટેક્ષટાઇલ મશીનરીનો SGCCIનો SITEX Expo 21થી 23 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે
- 16/02/2026થી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર
- Gujarat: 165 ડેપ્યુટી મામલતદારને મામલતદારનું Promotion
- મહાશિવરાત્રિ દરમિયાન સોમનાથ મંદિરના દ્વાર આગમી 42 કલાક માટે ખુલ્લા રહેશે
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


