ભાજપના સંકલ્પપત્રમાં ગાડું ભરાય એટલાં વચનો
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે અનેક સિનિયર નેતાની હાજરીમાં ભાજપનો ચૂંટણી ઢંઢેરો (સંકલ્પ પત્ર) બહાર પાડ્યો હતો. ચૂંટણીનો પ્રથમ તબક્કો 11 એપ્રિલથી શરૂ થનાર છે. તેના ત્રણ દિવસ પહેલા બહાર પાડેલા ઢંઢેરામાં 75 સંકલ્પને આવરી લેવાયા છે. જનતાની તમામ અપેક્ષાને પરિપૂર્ણ કરવાની ખાતરી અપાઈ છે.

45 પાનાના સંકલ્પ પત્રમાં ‘સંકલ્પિત ભારત અને સશક્ત ભારત’ની કલ્પના કરાઈ છે. આ પત્રના મુખ્ય સંકલ્પમાં રામમંદિર બાંધવામાં ઝડપી પગલાં, આતંકવાદીઓ સાથે સખત પગલાં, 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવી, બંધારણની કલમ 370ને રદ કરવી. 2030 સુધીમાં ભારતને વિશ્ર્વનું ત્રીજું મોટું અર્થતંત્ર બનાવવું વિ. મુખ્ય પ્રશ્ર્નોને આવરી લેવાયા છે. બંધારણની કલમ 35 એ નાબૂદ કરવાનો સંકલ્પ પણ છે. જીએસટીને વધુ સરળ કરાશે. સુરક્ષા દળોને મજબૂત કરવા ડીફેન્સ સાધનોની ખરીદી ઝડપી બનાવાશે. આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવાય છે. સુરક્ષા દળોને છૂટ આપવાનું ચાલુ રખાશે.
વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રવાદ અને સારો વહીવટ આપવો એ અમારો મંત્ર છે. 2047 સુધીમાં (આઝાદીના 100 વર્ષ બાદ) ભારતને વિકસિત દેશ બનાવવાનો લક્ષ્યાંક છે. 2022માં સ્વતંત્રતાના 75 વર્ષ પૂર્ણ થશે એટલે 75 સંકલ્પ ભાજપે કર્યા છે.
ભાજપનો ચૂંટણી ઢંઢેરો બહુલક્ષી અને બહુદિશા ધરાવતો છે. ભાજપના અધ્યક્ષ અમિત શાહે કહ્યું હતું કે જનતાને પારદર્શક, મજબૂત અને નિર્ણાયક સરકાર આપવા અમે પ્રતિબદ્ધ છીએ. પાંચ વર્ષમાં સરકારે કરેલા કાર્યોનો હિસાબ આપ્યો હતો. આતંકવાદ સામે કડક પગલાં લઈને દેશની સુરક્ષા મજબૂત કરાઈ છે. 2014થી 2019નો ગાળો સુવર્ણ ગણાશે. 2014ના ભારતનું અર્થતંત્ર 11માં સ્થાને હતું તે હાલ છઠ્ઠા સ્થાને છે. નાણા પ્રધાન અરુણ જેટલીએ કહ્યું હતું કે ભાજપનો સંકલ્પ પત્ર મજબૂત રાષ્ટ્રવાદી દૃષ્ટિકોણ સાથે તૈયાર કરાયો છે. આતંકવાદને નાબૂદ કરવા ભારતના પ્રયાસને વૈશ્ર્વિક માન્યતા મળી છે. જમ્મુ- કાશ્મીર વિશેષ દરજ્જો આપતી કલમ નાબૂદ કરવા પક્ષ પ્રતિબદ્ધ છે.
વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે અન્ય પક્ષો ઘોષણાપત્ર બહાર પાડે છે, પરંતુ ભાજપે સંકલ્પ પત્ર બહાર પાડ્યો છે. 2014માં પક્ષે જે ખાતરી આપી હતી તેના કરતા વધુ કામ પાંચ વર્ષમાં કર્યા છે. વડા પ્રધાન મોદીને પાંચ વર્ષમાં સાઉદી અરેબિયા સહિત પાંચ દેશના પ્રતિષ્ઠિત એવૉર્ડ મળ્યા છે. વિશ્ર્વમાં ભારતની ઈમેજ વધી છે. ઈસ્લામિક દેશોના ઓર્ગેનાઈઝેશનની બેઠકમાં ભારતને આમંત્ર મળતા પાકિસ્તાને બહિષ્કાર કર્યો હતો, પરંતુ 57માંથી 56 દેશો હાજર રહ્યા હતા. પક્ષના મેનીફેસ્ટો કમિટીના વડા રાજનાથસિંહે ચૂંટણી ઢંઢેરાને વિઝન ડોક્યુમેન્ટ ગણાવ્યું હતું. મોદી સરકાર રાષ્ટ્રવાદ અને આતંકવાદ સામે ઝીરો ટોલરન્સ માટે પ્રતિબદ્ધ છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


