ન્યુઝીલેન્ડમાં ફાયરીંગ અદ્દલ પબજી ગેમની તર્જ પર, હિંસક ગેમ્સ-પ્રોગ્રામો જ ગુનેગારોને આઇડિયા સૂઝાડે
જયેશ બ્રહ્મભટ્ટ
તા.15મી માર્ચ 2019ના રોજ બપોરે ન્યુઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચ શહેરમાં આવેલી બે મસ્જિદોમાં બ્રેન્ટન્ટ નામના માથાફરેલ હરામખોરે કરેલા ઓપન અને અંધાધૂંધ ફાયરીંગના વિડીયો તેમજ હુમલાખોરની હરકત જોતા પહેલો વિચાર એ જ આવે કે કોઇ વિડીયો ગેમ જોતા હોઇએ. હુમલાખોરે જે રીતે ફાયરિંગનો અંજામ આપ્યો અદ્દલ એ જ પ્રમાણે પબજી ગેમ્સ રમાડવામાં આવે છે. હાલમાં ભારત સમેત અનેક દેશોમાં જેના પર પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે એ પબજી ગેમ્સની તર્જ પર જ ન્યુઝીલેન્ડમાં મૂળ ઓસ્ટ્રેલિયન હુમલાખોર બ્રેન્ટને આડેધડ ફાયરીંગ કરીને 50 લોકોના ઢીમ ઢાળી દીધા છે.
હરામખોર હુમલાખોરને કોઈ જીવતું હોવાનું જણાય તો તે ફરીથી ગોળીબાર શરૂ કરી દેતો હતો, આવી ક્રૂરતા પબજી ગેમ્સમાં જ દેખાડવામાં આવે છે
ન્યુઝીલેન્ડમાં જે રીતે હરામખોર બ્રેન્ટન પોતાની કાર લઇને નીકળે છે, પોતાના શરીર પર કેમેરાથી સોશ્યલ મિડીયામાં લાઇવ વિડીયો પ્રસારિત કરે છે, મ્યુઝિક સાંભળે છે, કારમાંથી બેફામ ફાયરિંગ કરે છે, કારની ડિકીમાં રાખવામાં આવેલી ત્રણ ગન્સને ચકાસે છે, હુમલા બ્રેન્ટન ટેરેન્ટ નામના 28 વર્ષની એક વ્યક્તિએ કર્યો છે જેને હુમલામાં કુલ પાંચ બંદૂકોનો ઉપયોગ કર્યો છે. હેડકૅમથી મળેલી તસવીરોમાં જોવા મળી શકે છે કે હુમલાખોર જેવો જ એક રૂમથી બીજા રૂમ તરફ આગળ વધે છે. તે લોકો પર નજીકથી ગોળીઓ વરસાવી રહ્યો છે. તેણે ઘાયલ પર ગોળીઓ વરસાવી છે.
હેમખેમ બચેલા લોકોએ શું જણાવ્યું
- તેમના જણાવ્યા પ્રમાણે અંદાજે 20 મિનિટ સુધી આ ગોળીબાર ચાલ્યો હતો. જેમાં અનેક લોકો ઘાયલ થયા છે.
- તેમણે જણાવ્યું, “હું એ વિચારતો હતો કે તેની પાસે જલદી ગોળીઓ ખતમ થઈ જાય.”
- “હું ત્યાં કંઈ કરી શકું એમ ન હતો. માત્ર પ્રાર્થના કરતો રહ્યો અને રાહ જોતો હતો કે અલ્લાહ, આની ગોળીઓ ખતમ થઈ જાય.”
- કથિત રીતે બંદૂકધારીએ મસ્જિદમાં પહેલાં પુરુષોનાં રૂમને ટાર્ગેટ કર્યો હતો, જ્યારે ત્યારબાદ મહિલાઓનાં રૂમને ટાર્ગેટ કર્યો હતો.
- બીજા એક બચી ગયેલા પુરુષે જણાવ્યું કે લોકો બચવા માટે બારીઓ તોડીને ભાગ્યા હતા.
- રેડિયો ન્યૂઝીલૅન્ડ સાથે વાત કરતાં તેમણે કહ્યું, “હુમલાખોરે અંધાધૂંધ ગોળીઓ વરસાવી હતી.”
- “તેને કોઈ જીવતું હોવાનું જણાય તો તે ફરીથી ગોળીબાર શરૂ કરી દેતો હતો. તે કોઈ જીવતું રહે તેમ ઇચ્છતો ન હતો.”
- આ હુમલામાં બચી ગયેલા ફરીદ અહમદે કહ્યું કે તેઓ વ્હિલચેર પર હતા અને તેમને હજી જાણ નથી કે તેમનાં પત્ની જીવતાં છે કે નહીં.
- તેમણે જણાવ્યું, “હું એક રૂમમાં હતો ત્યાંથી મેં જોયું કે એક યુવક એ રૂમમાં આવવા ગયો તો તેને પાછળના ભાગે ગોળી મારી દીધી. તે ત્યાં જ મરી ગયો.”
આ બધી ઘટનાઓને જોતા પ્રથમદર્શી નજરે જ જણાય આવે છે કે પબજી ગેમ્સમાં મોટા ભાગની સિક્વન્સ મળતી આવી રહી છે. હજુ એ વાત બહાર આવી નથી કે હુમલાખોરે પબજી ગેમ્સ રમી હતી કે નહીં અગર તો આડેધડ ગન ફાયરિંગનો વિચાર ક્યાંથી મેળવ્યો પરંતુ, આજે નહીં તો કાલે એ વાત ચોક્કસ બહાર આવશે કે કોઇકને કોઇ હિંસાત્મક ગેમ કે મૂવીમાંથી જ આવો વાહિયાત આઇડિયા ગુનેગાર મેળવી શકે છે.
હત્યાના આરોપમાં 28 વર્ષના બ્રેન્ટન ટેરન્ટને શનિવારે ક્રાઇસ્ટચર્ચની એક અદાલતમાં રજૂ કરવામાં આવ્યો હતો. ઘટનાસ્થળ નજીકના વિસ્તારોમાંથી હુમલાખોરો સાથે સંપર્ક ધરાવતા વિસ્તારોમાં ત્રણ વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી જેમાં એક મહિલા પણ સામેલ છે. તેમની પાસેથી હથિયારો જપ્ત કરવામાં આવ્યાં હતાં. આ તમામની પૂછપરછ થઇ રહી છે અને તેઓ આ આવા હિંસક પ્લાનને કેવી રીતે અંજામ આપ્યો તે પોલીસ શોધી રહી છે.
હકીકતમાં પબજી જેવી હિંસક ગેમ્સ કે ટેલિવિઝનના પ્રોગ્રામ્સમાંથી જ ગુનેગારોને ગુનો કરવા અંગેના આઇડિયા મળી રહેતા હોય છે. ભારતમાં એવા સંખ્યાબંધ ક્રાઇમ્સ પ્રકાશમાં આવ્યા છે જેમાં પકડાયેલા ગુનેગારોએ કબૂલાત કરી હતી કે તેણે ક્રાઇમ પેટ્રોલ કે તેના જેવી અન્ય ક્રાઇમ આધારિત ટેલિ સીરીયલ્સમાંથી જ યુક્તિ મેળવીને ગુનાને અંજામ આપ્યો હતો.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now