અમેરિકામાં બરફનો કહેર: તાપમાન માઇનસ 40 ડિગ્રી
અમેરિકાના અમુક ભાગમાં હિમપ્રકોપના કારણે નદીઓ, તળાવ તમામ જળાશયો થીજી ગયાં છે અને તાપમાન -40 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. હિમવર્ષા અને બર્ફિલા પવનનાં કારણે જનજીવન પ્રભાવિત થયું છે અને લોકો રોજિંદા કામ પણ કરી શકતા નથી. ઉત્તર ધ્રુવ તરફથી ફૂંકાઈ રહેલા બર્ફિલા ચક્રવાતના કારણે અમેરિકાનો એક મોટો હિસ્સો બરફની ચાદરમાં લપેટાઈ ગયો છે.

‘દેશના મધ્ય અને પશ્ચિમી રાજ્યોમાં સૌથી વધુ અસર જોવા મળી રહી છે. આ પરિસ્થિતિને પોલર વોર્ટેક્સ કહેવામાં આવે છે અને એવું અનુમાન છે કે પોલર વોર્ટેક્સની અસર ધરાવતા અમેરિકાના વિસ્તારો અત્યારે દુનિયાના સૌથી ઠંડા પ્રદેશમાંથી એક બન્યા છે. શૂન્યથી 40 ડિગ્રી નીચે તાપમાન જતાં ઘરોની પાઈપલાઈનમાં પાણી જામી ગયું છે અને વોશરૂમમાં પણ બરફનાં પડ બની ગયાં છે. આટલું જ નહીં ચૂલા ઉપરથી ગરમ પાણી ઉતારતાના ગણતરીના સમયમાં બરફમાં તબદીલ થઈ રહ્યું છે. સોશિયલ મીડિયામાં પણ હિમપ્રકોપની ઘટનાઓ વાયરલ થઈ રહી છે. ઘણાં સ્થળોએ રેલવે ટ્રેક ઉપર બરફ જામી જતા ટ્રેક ઉપર સતત આગ લગાડવામાં આવી રહી છે અને બરફ ઓગાળવામાં આવી રહ્યો છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


