કલરટેક્સ ને ફાળવાયેલી 18 હેક્ટર જમીનનો કરાર હસ્તલિખીત, મોઘમ અને શંકાપ્રેરક, કાલે મોરચો
તા.24 જાન્યુઆરી 2019ને ગુરુવારે કાંઠા વિભાગ યુવા કોળી સમાજ પરિવર્તન ટ્રસ્ટ કલેક્ટરને રજૂઆતો કરશે
કાંઠા વિસ્તારમાં ઝેર ઓકતી કલરટેક્સ કંપનીના પ્લાન્ટ સામે કોળી પટેલ સમાજ મોરચો માંડશે

(જાહેરહિતના પ્રશ્નો સંદર્ભે અભિયાન ચલાવી રહેલા પરિવર્તન ટ્રસ્ટના એક કાર્યક્રમની ફાઇલ તસ્વીર)
સુરત નજીકના દરીયા કાંઠા વિસ્તારમાં આવેલા ગામવાસીઓ માટે સ્લો પોઇઝન સમાન બનેલી કલરટેક્સ કંપનીના હેઝાર્ડ વેસ્ટ ડિસ્પોઝલ પ્લાન્ટને કાયમી ધોરણે બંધ કરવામાં નહીં આવે તો લાખો ગામવાસીઓના આરોગ્ય સામે ગંભીર રોગોનું જોખમ ઉપસ્થિત થાય તેમ છે. કાંઠા વિભાગ કોળી સમાજ પરિવર્તન ટ્રસ્ટ દ્વારા આ મુદ્દે જિલ્લા કલેકટરને માહિતગાર કરવા માટે તા.24મી જાન્યુઆરી 2019ને ગુરુવારે આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.
સી.આઇ.એ. લાઇવ સાથે વાતચીત કરતા પરિવર્તન ટ્રસ્ટના આગેવાન પ્રકાશભાઇ કોન્ટ્રક્ટરે જણાવ્યું હતું કે કલરટેક્સને કચરો ડમ્પ કરવા માટે સરકારે કબજા હકથી 18 હેક્ટર જેટલી જગ્યા આપી હતી. વર્ષો પૂર્વે થયેલા આ એગ્રીમેન્ટને એટલી બધી બાબતો હાસ્યાસ્પદ અને મોઘમ છે કે સરકાર તરફે સ્થાનિક અધિકારીઓએ વખતોવખત કરેલા એગ્રિમેન્ટમાં કલરટેક્સ કંપનીના સંચાલકોએ પાળેલો પોપટ બોલતો હોય એ પ્રકારે બધી બાબતો કંપનીની તરફેણમાં લખી આપી છે.
કલરટેક્સ કંપનીને આપવામાં આવેલી જમીનના એગ્રીમેન્ટના છીંડા
- કેટલા સમય માટે 18 હેક્ટર જેટલી જમીન ફાળવવામાં આવી તેની કોઇ જ સમયમર્યાદા કે તારીખ, વર્ષ કશાનો ઉલ્લેખ નથી
- સરકાર તરફે કરાયેલું એગ્રિમેન્ટ કબજા હકપત્ર હસ્ત લિખીત છે, હસ્તલિખીત કાગળને આધાર કેવી રીતે માનવો
- ડમ્પિંગ સાઇટ તરીકે જમીનની માગણી કરવામાં આવી હતી પરંતુ, ઝેરી કચરો ડમ્પ કરવાની કોઇ બાબતનો ઉલ્લેખ નથી
- કલરટેક્સ કંપનીએ એગ્રીમેન્ટમાં કચરો ડમ્પ કરવાનો ઉલ્લેખ કર્યો પણ ઝેરી રસાયણનો કશો ઉલ્લેખ નથી
- જમીનનું પ્રદુષણ ઉપરાંત હવામાં ઝેરી રજકણો તેમજ દુર્ગંધ ફેલાવીને જાહેર સ્વાસ્થ્ય સામે મોટો ખતરો ઉભો કર્યો છે
- કલરટેક્સ કંપની એટલું વ્યાપક પ્રમાણમાં પ્રદુષણ ફેલાવી રહી છે કે જે પ્રથમદર્શી નજરે જાણી-નિહાળી-અનુભવી શકાય છે
આવી અનેક બાબતો કલરટેક્સ કંપનીને 18 હેકટર જેટલી આપવામાં આવેલી જમીનના કબજા હકપત્રમાં સામેલ છે જે શંકાપ્રેરક છે. કાંઠા વિભાગ યુવા કોળી સમાજ પરિવર્તન ટ્રસ્ટ દ્વારા ઘણાં સમયથી કલરટેક્સ દ્વારા ફેલાવવામાં આવી રહેલા પ્રદૂષણ સામે લડત ચલાવવામાં આવી રહી છે, આ લડતના ભાગરૂપે જ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે.
પરિવર્તન ટ્રસ્ટ દ્વારા કોળી પટેલ સમાજે કરાયેલી અપીલ
કાંઠા વિભાગ યુવા કોળી સમાજ પરિવર્તન ટ્રસ્ટ તરફથી જીઆવ -બુડિયા ખાતે આવેલ કલરટેક્સ કંપની નો હેઝાર્ડ વેસ્ટ ડિસ્પોઝલ પ્લાન્ટ (ઝેરી રસાયણ નો ઉકરડો ) કાયમી ધોરણે બંધ થાય તે માટે તારીખ :24-01-19 ને ગુરુવારે સવારે 11.00 કલાકે કલેકટરશ્રી ને આવેદનપત્ર આપવા જવાના હોવાથી જિલ્લા સેવા સદન -2,અઠવાલાઈનસ, સુરત ખાતે હાજર રહેવા આપશ્રી/આપસૌ ને હાજર રહેવા નમ્ર વિંનતી છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


